હાલ્ફ લવ ભાગ-૪ માં જોયું કે બંસરી અને રાજ રૂમ માં જાય છે એકબીજા સાથે વાત કરવા હવે આગળ જુઓ કે બંને વચ્ચે શું વાતો થાય છે હાલ્ફ લવ ભાગ-૫ માં.
બંસરી અને રાજ રૂમ માં અંદર આવે છે અને ત્યાં જ બંસરી ના મમ્મી એમને બંને ને એકલા મૂકી ને રૂમ નો દરવાજો ખાલી બંધ કરી ને પાછા હોલ તરફ ચાલ્યા જાય છે.
બંસરી રૂમ માં આજે કોઈ એક ખૂણો ગોતી રહી હતી પણ પહેલા તેણી એ રાજ ને બેડ પર બેસવા માટે કહ્યું અને બંસરી પોતે અરીસા ની બાજુ માં ઉભી રહે છે. રૂમ નો માહોલ તો એકદમ શાંત હતો. રાજ આમતેમ નજર ફેરવી ને રૂમ માં પડેલી વસ્તુ ને જોય રહ્યો હતો અને બંસરી તો નીચે મોં રાખી ને ઉભી હતી. ઘડીયાર ના સેકંડ કાંટા નો અવાજ પણ આજે સાફ સંભળાય રહ્યો હતો અને એ પણ બંસરી ના રૂમ એટલે આજ તો કાઈ અજુગતું જ લાગી રહ્યું હતું.
બંને માંથી એકપણ એ હજુ એકબીજા ને કાઈ પૂછ્યું જ નહોતું. લગભગ ૫ મિનીટ થઇ ગઈ હતી અને હમણાં પાછા મમ્મી લેવા માટે આવી જાય એ પહેલા રાજ બોલ્યો.
“આ ફોટો તમારો છે? દીવાલ પર છે તે?”
બંસરી એ એક વાર ફરીથી ફોટા સામે જોયું અને બોલી. “હા એ ફોટો મારો જ છે પણ હું જયારે ૧૦ માં ધોરણ માં હતી ત્યાર નો ફોટો છે.”
હા, અત્યાર ના લુક માં અને ત્યાર ના લુક માં બહુ ફર્ક લાગે છે. “રાજ બોલ્યો.”
બંસરી મન માં અને મન માં જ વિચારી રહી હતી. કે લાઇન મારતા તો સારું આવડે છે અને સવાલ કરે છે એ પણ વગર કામ ના હવે મારે જ કાઈ સારો સવાલ પૂછવો પડશે.
તમારે તમારી ફ્યુચર પત્ની પાસે થી શું આશા છે? એટલે કે કેવી પત્ની તમને જોઈએ? “બંસરી બોલી.”
હમમ, રાજ એ થોડું વિચાર્યું અને પછી બોલ્યો. “પત્ની પાસે થી તો ઘણી બધી આશા છે કે મારું ધ્યાન રાખે. મને ભાવતું ભોજન બનાવે, હું જયારે કામ પર થી ઘરે આવું તો મારો થાક ઉતારે, હંમેશા મને પ્રેમ કરે, મારા પર વિશ્વાસ કરે, અને સૌથી મહત્વ નું કે મારી એક સારી મિત્ર બની ને રહે અને મને સમજે. હાલ પુરતી તો એટલી જ આશા છે પછી આગળ જતા શું થાય એતો ખબર નહિ.”
રાજ ના ચેહરા પર સ્મિત હતું અને થોડો શરમાય પણ રહ્યો હતો જે બંસરી સાફ જોઈ રહી હતી.
તમે શું શું વિચારી રાખ્યું છે તમારા ફ્યુચર હસબન્ડ પાસે થી? “રાજ એ સામે સવાલ કર્યો.”
મેં બસ એટલું જ વિચાર્યું છે જેની એક મેરીડ લાઈફ માં લગભગ સૌથી વધુ જરૂરિયાત હોય છે અને એ છે કે તે મારા પર વિશ્વાસ કરે, મને સમજે, મારા આગળ ના કેરીઅર વિષે વિચારે અને મને બસ માત્ર ઘર ના કામ કરવા માટે જ ના લઇ જાય, પણ મારા માટે પણ સમય કાઢે અને મારી સાથે પણ નિરાતે વાતો કરે અને પ્રેમ કરે અને જો કોઈ પણ ભૂલ હોય તો સૌથી પહેલા આવી ને મને કહે એટલે એનું નિરાકરણ પહેલા આવે અને લગ્ન જીવન એ ગેરસમજ ના લીધે ભાંગી ના પડે. બસ આટલી જ આશા છે મારી જે લગભગ ધારે તો કોઈ પણ પૂરી કરી શકે એવી છે. “બંસરી બોલી.”
હા, કેરીઅર વિષે તો હું પણ તમારી સાથે સહમત છુ. હું પણ એક દોક્ટર છુ અને તમે પણ નર્સિંગ કરેલું છે એટલે સાવ ઘરે બેસવું એના કરતા કેરીઅર આગળ વધારવું એ વધુ બેહતર છે. આમ પણ આજે સ્ત્રીઓ બધા ક્ષેત્રો માં આગળ જ છે ને. “રાજ બોલ્યો.”
ત્યાં બહાર થી સહેજ એવો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને બંસરી અને રાજ નું ધ્યાન સીધું દરવાજા તરફ ગયું. બંને ને હજુ એક બીજા સાથે થોડી ઘણી વાતો તો કરવી જ હતી, પણ પહેલી મુલાકાત હતી એટલે બંને માંથી એક પણ કાઈ બોલી શકે તેમ ના હતા.
બંસરી ના મમ્મી રાજ અને બંસરી ને લેવા માટે આવ્યા હતા. બંસરી ના મમ્મી માત્ર દરવાજો ખોલી ને જતા રહ્યા અને પછી બંસરી એ રાજ સામે જોઈ ને દરવાજા તરફ ચાલવાનો ઈશારો કર્યો. રાજ પણ બેડ પર થી ઉભો થયો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો અને રાજ ની પાછળ બંસરી ધીમે ધીમે ચાલવા લાગી.
રાજ જઈને પોતાની જગ્યા પર પાછો બેસી ગયો અને બંસરી પણ પોતાની જગ્યા પર બેસી ગઈ.
ચાલો હવે અમે જઈએ. “કિશોરકાકા બોલ્યા.”
બસ નીકળવું જ છે? “બંસરી ના પપ્પા બોલ્યા.”
હવે બંસરી ના દિલ અને દિમાગ માં થોડી ધીમે ધીમે શાંતિ થઇ રહી હતી પણ સાથે સાથે તેણીને રાજ પણ થોડો ગમવા તો લાગ્યો જ હતો, અને રાજ સાથે વાત સરખી રીતે ના થઇ તેનો અફસોસ પણ બંસરી ને થોડો ઘણો હતો, પણ હવે બીજી બધી જે તેના દિલ માં ડર હતો એ હવે ગાયબ થઇ ગયો હતો.
‘બધા મહેમાનો મોહનભાઈ અને સરીલાબેન ની રાજા લઇ ને નીકળી ગયા, બસ હવે રાહ જોવાની હતી તો બંસરી અને રાજ ના જવાબ ની કે એ બંને નું મન મળ્યું છે કે નહિ.’
મહેમાનો જતા રહ્યા હતા અને બંસરી પોતાના રૂમ માં જતી રહી હતી કપડા બદલાવવા માટે.
મોહનભાઈ અને સરીલાબેન હોલ માં જ બેઠા હતા અને ઘૂસ પુસ વાતો કરી રહ્યા હતા કે છોકરો કેવો હતો? છોકરા નું પરિવાર તો સારું જ છે ને એવી બધી.
એટલા માં બંસરી પણ કપડા બદલાવીને હોલ તરફ આવી, અને સોફા પર બેઠી.
એટલા માં જ પપ્પા બોલ્યા. “બંસરી છોકરો ગમ્યો કે નહિ તને?”
બંસરી ને પાછો પરસેવો વળવા લાગ્યો, કારણ કે છોકરા છોકરી એકબીજા ને જોવા આવે ત્યારે આ જ સૌથી ગંભીર વાત હોય છે જો છોકરો/છોકરી એકબીજા ને ગમતા હોય તો સીધે સીધી હા તો ના જ પડી શકે. શરમ! આ ૩ અક્ષર નો શબ્દ એવો છે ને જે બધા માં થોડા અંશે તો રહેલો જ હોય છે. આ શું કહેશે પેલો શું કહેશે, મને તો શરમ આવે. હું આ ના કરી શકું. સીધી કેમ હા પાડવી? શરમ જેવું કાઈ તો હોવું જોઈએ ને. પેલા ફલાણા ભાઈ ના છોકરા ની વહુ ને જોઈ? બધા સામે એમ જ આવી ને વાતો કરવા લાગે. કાઈ લાજ શરમ જેવું તો વધ્યું જ નથી. બસ આમાં ને આમાં જ બધા શરમ માં સપડાઈ ગયા છે અને ખુલી ને જીવી નથી શકતા. જીવવાનું તો બહુ દુર ની વાત છે ખુલી ને પોતાના હક પણ માગી નથી શકતા, કેમ? તો કે શરમ જેવું કાઈ તો હોવું જોઈએ ને.
પણ ખેર હવે આ બધું વધુ ચાલવાનું નથી. જીવન મેટ્રો ટ્રેઈન ની જેમ ફાસ્ટ થઇ ગયું છે અને આવનારી પેઢી માં શરમ જેવું વધવાનું નથી એટલે એનો મતલબ એવો નથી કે આવનારી પેઢી શરમ વગર ના કામ કરવાના છે પણ પોતાના હક માટે તો જરૂર લડવાના છે ત્યાં એ કોઈ ની શરમ રાખવાના નથી એ વાત તો ફાયનલ છે.
બંસરી થોડી શરમાય રહી હતી પણ તે જાણતી હતી આ પૂરી જિંદગી નો સવાલ છે અને આ વાત પર શરમાવું એ ભવિષ્ય માં હાનીકારક સિદ્ધ થઇ શકે છે એટલે બંસરી એ શરમાયા વગર જ જવાબ આપ્યો. “છોકરો સારો લાગ્યો પણ પહેલી જ મુલાકાત માં ખબર તો ના જ પડે ને કે ખરેખર તે સારો છે કે નહિ એ પપ્પા. પહેલી મુલાકાત માં તો માત્ર ચેહરા ની જ ખબર પડે કે દેખાવ માં કેવો લાગે છે અને શું ભણ્યો છે એ બાકી તેના અંદર ની વાત તો ના હું જાણતી હોવ કે ના તમે કોઈ, પણ છોકરો સારો લાગ્યો પેહલા જોયા એના કરતા તો.”
હા, બંસરી તારી વાત સાચી છે એ. “બંસરી ના પપ્પા બોલ્યા.”
મને તો છોકરો બરાબર જ લાગ્યો. કાઈ વાંધો હોય છોકરા માં એવું મને નઈ લાગ્યું, ડેન્ટલ છે, દેખાવ માં પણ રૂપાળો છે,સંસ્કારી પણ લાગ્યો પણ જોઈએ હવે એ લોકો નો શું જવાબ આવે છે. “બંસરી ના મમ્મી બોલ્યા.”
બંસરી એ માત્ર હકાર માં માથું હલાવ્યું.
બંસરી ના મમ્મી ઉભા થઈને રસોડા તરફ ચાલ્યા.
પપ્પા એ ઉભા થઇ ને ટી.વી ચાલુ કર્યું અને બંસરી પોતાના ફોન પર ચેટ કરી રહી હતી.
બંસરી તેણી નો બેસ્ટ ફ્રેન્ડ કવિતા સાથે બધું શેર કરી રહી હતી કે આજ ના દિવસ માં શું શું થયું.
બંન્ને પાક્કી બહેનપણી છે અને લગભગ કોઈ વાત એવી ના હોય કે એકબીજા ને ખબર ના હોય. સવાર માં જાગી ને કદાચ જુવે કે આજે તો કપડા છે જ ની સારા કોઈ પહેરવા માટે તો પહેલો મેસેજ કવિતા ને થાય અને સેમ કવિતા પાસે ના હોય તો પહેલો મેસેજ બંસરી ને થાય. રાઈ જેવી વાત પણ બંને એકબીજા સાથે શેર કરતા અને આવા મિત્રો બહુ ઓછા મળતા હોય છે, અને આમ પણ છોકરીઓને નાની નાની વાતો શેર કરવા માં વધુ મજા આવતી હોય છે એ વાત પણ કાઈ ખોટી તો છે નઈ.
બંસરી મને થોડી મદદ કરાવીશ? “અંદર થી મમ્મી નો અવાજ આવ્યો.”
હા, કેમ નહિ તમે ખાલી બોલો આ બંસરી તમારા માટે શું કરે? “બંસરી અંદર જઈને ખુશ થતા બોલી.”
ઓહો છોકરો બહુ ગમી ગયો લાગે છે? એટલી ખુશ છે આજે તો. “બંસરી ના મમ્મી મજાક કરતા કરતા બોલ્યા.”
શું મમ્મી તમે પણ મશ્કરી કરો છો. એતો હું કવિતા જોડે વાત કરતી હતી ને એટલે ખુશ હતી. “બંસરી બોલી.”
બંસરી અને એમના મમ્મી કામ પર લાગ્યા અને જલ્દી જમવાનું બનાવી અને જમી ને પછી થોડો આરામ થઇ જાય એટલે જલ્દી જલ્દી પોતાનું કામ કરી રહ્યા હતા.
જમવાનું પતાવી અને બન્ને એ ફરી એક એક કામ હાથ માં પકડી લીધું. બંસરી વાસણ ધોવા માટે બેસી ગઈ અને સરીલાબેન કચરા પોતા કરવા લાગ્યા.
બંસરી કામ પતાવી ને પોતાની રૂમ માં ગઈ. આજે તે થોડી વિચારો માં ડૂબેલી હતી, અને આજે પોતાની ડાયરી માં લખવાનું પણ વિચારી રહી હતી. આમ તો તે રવિવારે લખતી જ આખા અઠવાડિયામાં જે ઘટના તેણી ના દિલ માં બેસી ગઈ હોય તે આવી ને સીધી જ ડાયરી માં લખી નાખતી. બંસરી ને એવું લાગતું કે જયારે આપણી સાથે જીવન માં કોઈ એવી વ્યક્તિ ના હોય જેની સાથે આપણે બધુ શેર કરી શકીએ ત્યારે એક કાગળ લઇ ને તેમાં બધુ લખી નાખવું. દિલ નો ઘણો ખરો વજન હળવો થઇ જશે, અને વાત પણ એકદમ સાચી છે.
બંસરી એ પોતાના ખાના માંથી ડાયરી બહાર કાઢી, અને લખવા માટે પેન હાથ માં લીધી.
આજે મેં એને પહેલી વાર જોયો અને કદાચ એ પહેલી નજર માં જ મને ગમી ગયો. આ બધી વાત હું માત્ર તને જ કહેવા જઈ રહી છું મારી ડાયરી, કારણ કે જો હું બીજા કોઈ ને કહીશ તો એ એમના મન માં મને ચીપ સમજશે. જે હું બિલકુલ નથી. કોઈ ગમી જવું એ સ્વાભાવિક વાત છે આમ પણ હું પરિપક્વ છું હવે તો મારા હોર્મોન્સ પણ દોડતા થઇ ગયા છે. હવે આ બધી વાત ને આપણે સાઈડ માં મુકીએ અને મેઈન વાત પર આવી જઈએ.
રાજ, મને તો પહેલા નામ જ ગમી ગયું. રાજ ઓ માઈ ગોડ મારું ફેવરીટ નામ છે, સ્વભાવ માં તો મને એને જોયા માં કાઈ ખબર જ ના પડી સારો હશે કે ખરાબ? પણ હા, એની વાતો ભલે થોડી જ વાત કરી પણ વાતો પરથી પરિપકવતા તો દેખાઈ જ આવે છે, એના એ થોડા જેલ નાખી ને ઊંચા રાખેલા વાળ, અને હલકી એવી શેવિંગ મને વધુ પસંદ આવી. એકદમ ડિસેન્ટ લૂક. હવે બાકી બધી વસ્તુ ની ખબર તો કદાચ હું એને પસંદ આવી હોઈશ તો જ મને ખબર પડશે, અને એના માટે મારે રાહ તો જોવી જ પડશે. વધુ તો નહી પણ સાંજ પડવાની રાહ તો અચૂક જોવી પડશે.
અને, હું ઇચ્છુ છું કે રાજ ના ઘરે થી ‘હા’ આવે, હું રાજ ને હજુ વધુ જાણવા માગું છું. જોયા પરથી હું રાજ ને કદાચ પૂરો ના સમજી શકું પણ હું એને મળી ને રાજ ને પૂરે પૂરો સમજવા માગું છું, કદાચ આ બધું પોસીબલ નથી, પણ જોયું જશે આગળ જઈ ને શું થાય છે અને આમ પણ હું આમાં કશું કરી શકું એમ તો છું જ નહી તો પછી મારે બેઠા બેઠા વિચારીને શું ફાયદો છે. કદાચ આ મારી વધુ પડતી ખુશી ઓ ને સાંભળવા માટે માત્ર એક ડાયરી જ છે ને.
પણ હે ડાયરી મારી એક વાત નો જવાબ તો આપ.
“શું મારી અને રાજ ની જોડે જામશે કે નહી?” બંસરી લખતા લખતા શરમાય ગઈ.
અને પાછુ લખ્યું ‘અરે હું પણ ગાંડી છું તે તો હજુ રાજ ને જોયો જ ક્યાં છે કે તને ખબર હોય, પણ ચિંતા ના કર બહુ જલ્દી તને રાજ સાથે મળાવી દઈશ. એટલે તને પણ ખબર પડી જ જશે કે રાજ અને બંસરી ની જોડી જામશે કે નહી.’
બંસરી એ પોતાની ડાયરી બંધ કરી અને શરીર ને બેડ પર લંબાવ્યું, અને સપના ઓ ની દુનિયા માં સુવા અને સુતા પછી સપના ઓ ને જીવવા માટે જઈ રહી હતી.
પણ હવે તમને બધા ને રાહ હશે કે હવે રાજ અને બંસરી નું શું થશે? શું બંને નું મિલન થશે? શું રાજ તરફ થી બંસરી માટે ‘હા’ અબ્શે કે નહી? એ બધું જાણવા માટે તમારી મારી વાર્તા એટલે કે ‘હાલ્ફલવ’ સાથે જોડાય રહેવું પડશે. બહુ જલ્દી આવશે હાલ્ફ લવ-૬.
તમારા પ્રતિભાવ ની આશા રહેશે.
આભાર.