સ્પંદન દિલ ના-Part 7 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદન દિલ ના-Part 7

.........જેવી છે એવી ખૂબ સુંદર છે........

જેવી છે એવી ખૂબ સુંદર છે તું નાં બદલાઇશ કદી .

ના શણગાર નથી નાં શોભતા નખરા કોઈ દુનિયા થકી.

નથી વિવશ તારું રૂપ કોઈ શણગાર કરવા કોઈ.

આપ્યું કુદરતે અપ્રતિમ રૂપ સ્વરૂપ ભીનેવાન દેહ થકી.

કરુ છું પ્રેમ તને બોલાવુ નામ ભલે કોઈ ભાષા થકી.

અર્થ થાય તારાં પ્રેમનો બસ નામ લઉં કોઈ શબ્દ થકી.

જે છું તું એજ રહેજે હું દિવાનો એ રૂપ સ્વરૂપ થકી.

ના પહેરીશ મોહરા ખોટાં નહી શોભે તારાં રૂપને કદી.

તું છે જે એવું રૂપ જીવ બીજો નથી દુનિયામાં હજી.

એક જ તું બસ તુજ મારાં મન હ્રદય જીવમાં વસી.

તને જીવું કરુ પ્રેમ અમાપ અપાર તારાં જીવમાં રહી.

"દિલ"ને ખૂબ વહાલી ખૂબ સુંદર તું નાં બદલાઇશ કદી.


............અશ્મિ શોધું ખાખમાં..........

અશ્મિ શોધું ખાખમાં જોઉં હું સ્મશાનની રાખમાં .

મિટાવ્યુ અસ્તિત્વ પ્રેમમાં પામી નવો અવતાર મોક્ષમાં.

ખૂબ નિભાવ્યા ફરજ ચૂકવ્યા કરજ રુણ જીવના.

ચક્ર કર્યું પૂરુ કર્મનું નક્કી થયું પ્રકરણ નવું પ્રેમનું .

જીવ સાથે જીવે પડછાયો કોઈ અગમ્ય અંતરીક્ષનો.

પળ પળ આપે સંકેત સમજ કોઈ અગમ્ય ઇતિહાસનો.

બળ આપી ક્રુતનિશ્ચયિ બનાવે કરવા કર્મ અગમનો.

જીવતી આંખે બતાવે નવા પરિણામ આવનાર પળનો.

મિટાવી રહી છે ભૂતકાળ બનીને આગ સ્મશાનની.

સરકી રહ્યા છે સંબંધ હાથથી બની નશ્વર કારણ થકી.

"હું" ગયો, નાં રહ્યું એ જીવ સ્વરૂપ ઓળખ હવે.

ભસ્મ થયું અસ્તિત્વ જેને ઓળખતો હતો હું પહેલાં એને.

નવા અસ્તિત્વનો આનંદ ઘણો નાં સમજાયો જન્મ જૂનો.

"દિલ" શોધે અશ્મિ ખાખમાં એ રાખ બન્યો એ કોણ હતો?


.................પરોવ્યો હાથ પ્રેમથી.................

પરોવ્યો હાથ પ્રેમથી જીવથી જીવ બાંધ્યો વિશ્વાશથી .

પ્રતિક્રુતિ બન્યો હાથ અપાર અમાપ પ્રેમનો વિશ્વાશથી .

જીવનમ્રુત્યુ ભલે હોય જીવ બંધાયો એવો નાં છુટે કદી .

જીવ છોડે શરીરને આત્મા કરશે સાથ તારાં પ્રેમનો સદા .

શરીર છુટે આત્મા રહે પ્રેમઓરામા સાથ નાં જ છોડે .

સાથે છૂટેલા જીવ રહે સાથ બસ એક જ પ્રેમઓરામા .

જીવનપથ પર જીવ મળશે ઘણાં જાણ્યા અજાણ્યા .

પ્રેમપથ પર સાથ તારો જ બીજા નાં કોઈ સંબંધ .

જીવતાં માણિશુ સ્વર્ગ ધરતી પર નભમા પ્રેમઓરામા .

ના આવે કોઈ જીવ વ્યક્તિ કે વિચાર વચ્ચે પ્રેમપંથમાં .

પાત્રતા એવી પ્રેમની પરાકાસ્ઠાના નાં વર્ણન કોઈ .

ના કોઈ પરિભાષા ઊંચાઈના નાં સંવાદ હવે કોઈ .

કૃષ્ણાએ કર્યો રાધાને પ્રેમ અમાપ અપાર નાં સીમા કોઈ .

કરે એજ અપાર અમાપ પ્રેમ "દીલ" રહી પ્રેમઓરામા .


...........સાથ સંગાથ..........

સાથ કર્યો જીવન મ્રુત્યુનો કરી પ્રેમનો સંગાથ .

પકડી હાથ પરોવી આંગળીઓ સાથનો એહસાસ .

આવી પડે સ્થિતિ પરિસ્થિતિ ગમતી અણગમતી .

ઉષ્ણા હૂંફ છે પ્રેમવિશ્વાશની બસ સાથ સંગાથ .

સાથ નાં છુટે કદી હવે ભલે છુટે બસ શ્વાશ .

પરોવી શ્વાશ એકમેકના નીકળયા સાથ સંગાથ .

પ્રેમવિશ્વાશનાં પંથે નીકળી ચાલ્યા એક સાથ .

પહોચીશુ મોક્ષ મંઝિલે છે ખૂબ આસ્થા વિશ્વાશ .

મન હ્રદય જીગરથી કર્યો એકમેક્નૌ ખૂબ પ્રેમ સાથ .

ઉભરે છે અપાર પ્રેમ ધન્ય થયો સાથ સંગાથ .

સાથમાં રહી કરશું હવે કર્તવ્ય ફરજ નવરચના .

"દિલ"મા છે નિશ્ચય અડગ પ્રેમનો સાથ સંગાથ .


...........વાગ્યા બાણ તારાં પ્રેમનાં..............

વાગ્યા છે બાણ તારાં પ્રેમનાં કર્યા મનહ્રદય ઘાયલ.

હૈયું અપાઇ ગયું પ્રેમમાં મારાં હાથ રહ્યું નાં હવે કશું.

વાગ્યા બાણ તારાં પ્રેમનાં હ્રદયથી સર્વસ્વ અપાઇ ગયું.

જીવનમ્રુત્યુ હવે બસ એકસાથમાં લીધાં આપી વચન.

સંચાર થયો પ્રેમ હ્રદયમાં નાચી ઉઠ્યા મોર રોમરોમ.

ભૂલૂ સંસાર સમાજ હવે નાં રહે કોઈ સમજ નાં ભાન.

પ્રેમ તેંજે ધારદાર બાણ વાગ્યું તારું પાકુ જ નિશાને.

કરી ઘાયલ મને આપ્યું સુખ પ્રેમનું નાં રહી સૂદ્બૂધ.

કરી મને વિહવળ ખૂબ વિરહમાં હવે સંતાપે છે પળ પળ.

"દિલ" ઘાયલ થયું તારાં પ્રેમબાણે નાં માંગુ સુખ બીજું .

......................ચલ ચલે ............................

ચલ ચલે મિલાવી હાથમાં હાથ એકમેકના સાથમાં.

વેઠ્યો વિરહ ખૂબ હવે નહીં રેહવાય સેહવાય.

પ્રેમની બાજુ બીજી પીડા, સિક્કાની છે બે છાપ. કર્યો પ્રેમ સાચો સહેવી પડશે હવે પીડા અપાર.

ના ગુમાવીશ ધીરજ કદી બનાવશુ વિશ્વાસ ઊઁચો.

પ્રેમનું રૂપ સમાય વિશ્વાસમાં વફાદારી છે સંસ્કાર.

રાધાએ સહયો વિરહ અમાપ કાનાના અમર પ્રેમમાં.

સહયો માતા સીતાએ વિરહ અપાર રામજીની રાહ્મા.

સાથમાં સદાય તારા હર શ્વાશે તારી હરએક પળે. શિવજીનાં પ્રેમમાં સતી બન્યાં પાર્વતી જન્મે બીજા.

પ્રેમ પ્રબળ બળ છે એકમેકના અનંત સાથમાં.

સમય આવશે મિલનનો ખૂબ આશ છે હ્રદયમનમાં.

ઘડી આવી પહોંચશે કહીશ ચલ ચલે પ્રેમ પથ પર.

"દિલ"માં વિશ્વાસ ઘણો પ્રેમમિલન નક્કી અંતિમ શ્વાશમાં.


........માંગુ સાંજ એક પ્રણયની......

માંગુ સાંજ એક પ્રણયની પ્રિયા સંગ.

કરું વાત હ્રદયની વાતા પવનને સંગ.

કરે મોર કળા આનંદે પ્રેમ ઢેલને સંગ .

ઝરમર ઝરમર વરસે મેહૂલો વાદળ સંગ.

ખીલ્યા ગુલાબ મોગરો ખૂબ રાતરાણી સંગ.

ખૂશ્બૂ તારા શ્વાસની પરોવાય શ્વાશ સંગ.

હીરા મોતી કચુંકિ મઢયા તારા પાલવ સંગ.

રેશમી વાળ લહેરાય ખૂબ રૂપાળા મુખ સંગ.

આંખોથી આંખોમાં થાય ઇશારા પ્રેમ સંગ.

કરું પ્રેમ રાજવી "દીલ"ની રાજરાણી સંગ.


.........મારા જીવ જીગરના ટુકડા..................

મારાં જીવ જીગરના ટુકડા તું છે અણમોલ.

કર્યો પ્રેમ આપ્યો ઇશ્વરે ઉપહાર તું અણમોલ.

કેળવાઇ સમજ પ્રેમમાં સંસ્કાર છે અણમોલ.

કુદરતે આપ્યું કવચ પ્રેમબંધનનું છે અણમોલ.

રૂપ સ્વરૂપ સુંદર તારું અનુપમ છે અણમોલ.

મળી પ્રેમમાં પાત્રતા પવિત્ર ઘણી છે અણમોલ.

કયા નામે પુકારુ બધાં નામ સ્વરૂપ છે અણમોલ.

શ્વાશે શ્વાશે લઉં બસ તારું નામ એ છે અણમોલ.

કણ કણમાં પ્રસર્યો પ્રેમ અપાર મારો છે અણમોલ.

તનેજ કર્યો પ્રેમ સાચો "દીલ"થી છે અણમોલ.


.....................પ્રેમપત્ર ......................

હ્રદયના સ્પંદનને વર્ણવું લખી પ્રેમપત્ર.

ઉર્મીઓ તારા પ્રેમની વધાવુ લખી પ્રેમપત્ર.

લોહી ભીની શાહીથી લખું કહું કરુંખૂબ પ્રેમ.

ખડિયો ભર્યો લોહીથી બનાવી પ્રેમ શાહીમાં.

અમી નીચોવ્યુ પ્રેમમાં વારી જઉ વહાલમાં.

મેઘધનુષ રચાયું નભમા રંગાયુ પ્રેમરંગમાં.

શબ્દો પરોવી કરું વ્યક્ત સમાવી કાવ્યમાં.

પટારો ખોલુ વહાલનોં લુટાવુ તને પ્રેમમાં.

પત્રનો પનો પડે ટૂંકો લાગણીઓ અપાર.

અવિરત સ્ફુરે વાણી કહેવા છે મીઠાં બોલ.

આંસુથી લખાય પત્રો તને વિરહ નાં સેહવાય.

આંસુની શાહીથી "દીલ" થી લખાય પ્રેમપત્ર.


..................ગગન ગગન ફરૂ....................

ગગન ગગન ફરુ વાદળ સંગ વાતો કરું.

જઉ શોધુ તને પ્રેમમાં હું બાવરો થઇ ફરૂ.

તલપ તારી પ્રેમ છે નશો પાગલ હું ઘણો.

મદહોશી ચઢે આંબે પરાકાષ્ટા પ્રેમની ઘણી.

પડી આદત તારી ઘણી વિરહ નાં હવે સહુ.

ના કહીશ અલવિદા કદી જીવ જશે છૂટી.

પ્રેમરોગ લાગ્યો ઘણો દવા મારી તું જ બની

પંક્તિ સુરીલી પ્રથમ તું બને કવિતાની મારી

સૂરથી મળે સૂર રસ ભીનો મારોઅપાર પ્રેમ.

યાદ રહે બસ ચહેરો નુરાની રૂપાળાે ઘણો.

હાથમાં પરોવી હાથ બસ સફર સાથમાં કરું

મળયો જીવ મીઠો "દીલ"ને ખૂબ પ્રેમ કરું.


..........પગલાં થાય પૂનમ રાતે....................

પગલાં થાય તારાં પૂનમરાતે રાત રમતિયાળ થાય.

આંગણું થાય પાવન મારૂં હ્રદય પ્રેમ હીંડોળા ખાય.

રાત રેશમી તારલીઆ મઢી ઝગમગ ઝગમગ થાય.

ચાંદની રેલાવે ચાઁદલિયોને મનડુ પ્રણયગીત ગાય.

તેજ ઝળકાવે મુખડુ તારું નભનો ચાંદ શરમાય.

અંગે અંગે ચંદન મહેઁકે ફૂલોની વિસાત ભૂલાય.

રૂપ નિતરે આંખો તણું ભીતરમાં નાં એ સમાય.

મીઠી મધભરી વાણી બોલે ચિત્તને કરે ગુલામ.

ગાઉ પ્રણયનાં ગીત સ્થાપી મૂરત કરું પ્રેમ અપાર.

"દિલ"માં વસાવી પ્રીયતમાને પ્રેમભક્તિ કરું અમાપ.


.......કાલની આશમાં આજ ભૂલૂ ....................

કાલની આશમાં આજ ભૂલૂ જુઓ બદલાઈ ચાલ મારી આજે.

વિચારોનાં વનમાં ફરૂ આશા વાવી ચૂંટી લઉં

ફૂલો શમણાં સજાવવા પરોઢના આજે.

કાલની આશમાં આજ ભૂલૂ..........

કહી દઉં સાચું મારાં મનમાં આવે વાત તમને.

સ્વીકારો નાં સ્વીકારો મરજી તમારી છે હવે.

કાલની આશમાં આજ ભૂલૂ............

છોડુ બંધન બધાં સંસારનાં નસારા આજ હવે.

ચાલી નીકળ્યો ડગર મારી નક્કી કરીને હવે.

કાલની આશમાં આજ ભૂલૂ..........

સાથમાં કુદરતનાં જોઉં સમજુ પ્યાલા જ્ઞાનના પીઊ.

નીભાવો સાથ મારો બનાવ્યાં હમસફર તમને હવે.

કાલની આશમાં આજ ભૂલૂ જુઓ બદલાઈ ચાલ મારી આજે.


...........રાખું ખુલ્લી મનની બારી.................

રાખું ખુલ્લી મનની બારી

રાહ જોઉં નજર માંડી.

ઉડે રાખ ભૂતકાળની

જણાય લિસોટા ભુતાવળ થકી.

બંધ દરવાજાની ખખડે સાંકળ

શુનકારમાં સુસ્વાટા ભાસે.

શક્તિ અગોચર સંકેત આપે

જ્ઞાનની નવી દિશા ખોલે.

ભય વ્યાપે ધબકારમાં

અપા પ્રસરે આંખની પલકમાં.

જીવ બની ખગ વિચરે વ્યોમમાં

જ્ઞાન ભાનુ ઝળકે જીગરમાં.

શ્વાશ ભરી રોકુ ચક્ર ભેદુ જીવમાં

ઇડા પિંગળાનાં ભેદ ખુલે "દીલ"માં.


............ચલને ચાલી નીકળીએ..................

ચલને ચાલી નીકળીએ ડગર પ્રેમપંથની .

હાથમાં લઈ હાથ સાથમાં ચાલી નીકળીએ.

કેડી કંડારીશું એક નવી ધારા વિચારની .

વહાવીશુ ગંગા પ્રેમજ્ઞાનની ઉષ્મા ભરી.

તને મનથી સ્પર્શે છે વિચાર આચાર મારાં?

નિભાવી સંગાથે રહેજે તું સદાય સાથ મારાં.

પાને પાને વ્રુક્શનાં લખ્યો ઇતિહાસ સ્રુશ્ટિનો.

વાંચિશુ પુછીશુ જાણિશુ હર એક વ્રુક્શને .

વિશ્વાશ તારાં સાથનો ભરૂ શ્વાશ પ્રેમનો .

પડછાયો છોડે સાથ તિમિરમાં ભલે હવે.

દઉં સાદ ઉમટે આનંદ ટીસ ઉઠે હ્રદયને.

"દિલ"નોં રાજા બની પ્રેમ કરું રાજરાણીને.


...........પાવન શ્રાવણ આવ્યો ..................

પાવન શ્રાવણ આવ્યો શિવને બોલાવ્યા.

પાવન શ્રાવણ આવ્યો મેઘને રોળાવયો.

ચારેકોર પાણી પાણી અનરાધાર વરસ્યો.

તળાવ નદી નાળા ડેમ અપાર ઉભરાવ્યા.

સરવરીઆ નહીં પૂરુ આભ ભરી વરસ્યા.

અષાઢ શ્રાવણે સાંબેલાધાર મેઘ આવ્યાં.

ક્યાંક પૂર આવ્યા નદીઓ ગાંડીતુર કરી.

તળાવ સરોવર નાળા છલ્લૌછલ છલકાયા.

બારેમેઘ ચોપાસ એકસાથઅમાપ વરસ્યા.

કરી દીધા ભંડાર ભરપૂર જળથી ભરાયા.

હર હર મહાદેવના બોલે ખૂબ વધાવ્યા .

કરી દીધી ધરતી ત્રુપ્ત વહાલ વરસાવ્યા .

ઉમાશિવની ભક્તિ કરવા શ્રાવણ પોખ્યા.

અર્ધનારીશ્વર સ્વરૂપે "દીલ"માં વસાવ્યા.


.............અંતરમન કકળે જોને...................

અંતરમન કકળે જોને સૂનૂ ભાસે જગ.....

ભૂતકાળ ભૂલૂ વર્તમાન જીવું ભવિષ્યનોં ના કરું વિચાર.

જૂઓને કેવો આવ્યો કાળ..અંતરમન કકળે જોને..................

રુણ ચૂકવવા બાકી લાગે હે પ્રભુ કેટલી જોઉં રાહ?.

કરો છૂટકારો જીવનો હવે..અંતરમન કકળે જોને...................

જીવ માંગે કરવા જે કરવું હોય મુજને કેમ મળે સજા?.

મુક્ત મને ઉડવા દો મને અંતરમન કકળે જોને.....................

નથી પિડવા કોઈને નથી કરવા પાપ રુણ કરી પૂરા હવે.

હવે "દીલ"ને આપો વિદાય સાચી

અંતરમન કકળે જોને સૂનૂ ભાસે જગ.......


....................પીડા હ્રદયની ...................

પીડા હ્રદયની મનને વલોવે શું થયું આજ?

સમજાય નહીં પીડા શેની હવે શું થશે કાલ?

પાછો વળીને જોઉં નથી સમજાતા એહસાસ.

પીડા અગોચર પીછો ના છોડે વેદનાં અપાર.

આવે સામે જે હોય એ સામનો કરી લઉં આજ.

ના તનમાં પીડા ના રોગ વર્તાય શું કરું ઉપાય?

અગમનીગમની શ્રુશ્ટિમાં છે કોઈ ભેદ અમાપ.

હે શક્તિ થા પરિવર્તિત રૂપ તારું હવે દેખાડ.

છું સમર્પિત તને હવે ચરણોમાં આપ અચળ સ્થાન.

પ્રેમ આસ્થામાં રહુ મગ્ન ના કરું કદી અવિશ્વાશ.

જે આપે હું સ્વીકારુ પ્રભુ તારાં પર અડગ વિશ્વાશ.

"દિલ"ને સમજાય સંકેત તારાં આપી દે હવે જ્ઞાન.


..............ઉઠ્યો નાદ ભક્તિનો...................

ઉઠ્યો નાદ ભક્તિનો એવો સમાઇ જઉ ઈશ્વરમાં.

ફુંકાયો શંખ ચેતનાનો આવિષ્કાર કરું હું ઇશ્વરનો.

અંતરમન કર્યું પાવન તારણહારની ક્રુપા ઘણી .

મનહ્રદયમાં સંસ્કાર છે મ્રુત્યુ પછીનો સાથ છે.

જગ છે સુંદર ઘણું પ્રભુની અદભૂત રચના છે.

માંગુ હું નિર્મળ પ્રેમ બસ બાકી બધું મિથ્યા છે.

પાલનહાર વિનવુ ઘણું આપી દર્શન ક્રુતાર્થ કર.

પ્રેમયુગ્મનોં બન્યો ઓરા રક્ષાયો છે એ ઘણો.

વધી વાટ મૂકું પડતી પ્રેમ ડગરે બસ ચાલી નીકળયો.

સાથી મળ્યો સમસમજણનોં જીવન સાચું જીવી ગયો.

અંતરીક્ષમાં આખા પ્રેમજીવનો સાચો સાથી મળી ગયો.

જળ જમીન હવા તેજ વ્યોમનોં સંદર્ભ સમજાઇ ગયો.

જીવ થી મળી જીવ જાણે જીવન અમ્રુત બની ગયું.

"દિલ"માં વાસ માંબાબાનોં ઓરાનો મોક્ષ થઈ ગયો.


.........અનંતકાળથી આવે ચાલ્યો.................

અનંતકાળથી આવે ચાલ્યો પ્રેમ એનાં શું કરું વખાણ?

સાચો પ્રેમ એહસાસ હ્રદયનોં એનાં શું હોય પ્રમાણ?.

તનનાં છોંડીયા ફગાવુ હવે એની શું કરું દરકાર?

બે જીવ થઈ એક ઓરા બસ અમર થઈ જાય પ્રેમ.

સતીશિવનોં પ્રેમ અપાર અર્ધનારીશ્વર નું સ્વરૂપ.

રાધાકૃષ્ણનાં અમરપ્રેમને હરપળ સૌ કોઈ કરે યાદ.

પ્રેમ સાચો પરોવી નાં શકે શબ્દો વિવશ ખૂબ થાય.

ઊઁચાઈ પ્રેમ પરાકાષ્ઠાની માપવા નથી કોઈ માપદંડ.

પ્રેમતત્વને સમજી પામુ ઈશ્વરને પ્રેમગ્રંથ રચાય.

પ્રેમ થકી દુનિયા બની આલાપ પ્રેમનાં જ ગવાય.

પ્રેમવિશ્વાશની જુગલબંધિ ઇતિહાસ નવા લખાય.

પળેપળે સંવેદનાની મૂડી પ્રેમમાં વધતી જણાય.

ઈશ્વર નિરાકાર એમ પ્રેમનો નથી કોઈ રૂપ આકાર.

"દિલ" રંગાય બસ પ્રેમ રંગે બીજા રંગ નાં ખમાય.


......................ગુંજ પ્રેમની.....................

ઉઠે હ્રદય મહીં બને અવસર ગુંજ પ્રેમની.

વ્રુંદાવનની કુંજગલીમાં સર્વત્ર ગુંજ પ્રેમની.

હિમાલય પર્વતોમાં ઉમાશિવની ગુંજ પ્રેમની.

મનહ્રદયમાં આશિષ બની પ્રગટે ગુંજ પ્રેમની.

ઊભરાવે આંખોમાં પ્રેમસાગર અપાર ગુંજ પ્રેમની.

અંતરીક્ષ ધરતી કણકણમાં વ્યાપે ગુંજ પ્રેમની.

બ્રહ્નાદ સંભળાવે આખા વ્યોમમાં ગુંજ પ્રેમની.

પ્રાર્થના ભક્તિ તપ આસ્થામાં સમાઇ ગુંજ પ્રેમની.

પ્રક્રુતી માં ની ગોદમાં થાય સંવર્ધન ગુંજ પ્રેમની.

પવનની હર લહેરખીમાં લહેરાય ગુંજ પ્રેમની.

"દિલ"માં હરપળ ઉભરાય અમાપ ગુંજ પ્રેમની.


..................ત્રુશ્ણા પ્રેમની....................

રસતરબોળ છું પ્રેમસાગરમાં છતાં ત્રુશ્ણા પ્રેમની.

કરું શું ઉપાય? હ્રદયમન છે બેચેન ત્રુશ્ણા પ્રેમની.

ઉર્મીઓનાં ઉછાળા જાણે સાગરની લહેરોના મોજાં.

અફળાય મારાં હ્રદયની દિવાલોને હચમચાવે ઘણી.

ના રહેવાય નાં સહેવાય કહું કેમ કરી ત્રુશ્ણા પ્રેમની.

અનંતસાગર પ્રેમનો ઉભરાય મારાં નયન થકી.

ભીનાશ એ કિનાર નજરની કોઈ સમજે નહીં મનથી.

ટીસ ઉઠે છે અંતરમનથી નહીં સમાવી શકે પ્રેમથી.

દાવાનળ ઉકળીને ઊલેચાય કરવા ભસ્મ જીગરને.

સમાવી કરશે કોણ શાંત સંભાળી લેને હ્રદય થકી.

આંખોમાં અગન વિરહનો ઉડાવે રાખ અશ્રુભરી..

"દિલ"માં છે વૈરાગ્ય પ્રેમનો ડુબશે પ્રેમગંગા મહીં.


..............એ મને ગમે છે........................

આપ્યું ઇશ્વરે સુખ તારાં પ્રેમનું એ મને ગમે છે.

તારું રૂપ રૂપાળું નિરખ્યા કરું એ મને ગમે છે.

તારાં રિસામણા મનામણા એ મને ખૂબ ગમે છે.

તારાં મીઠાંબોલ શ્વાશના શિશકારા મને ગમે છે.

તારાં આગમને નજરો પાથરી જોઉં મને ગમે છે.

પ્રેમ વરસાવતી આંખો તારી એ મને ખૂબ ગમે છે.

તારું મારાં મનહ્રદયને જીતવું મને ખૂબ ગમે છે.

તીર્છી નજરના તારાં વંકાતા હોઠ મને ખૂબ ગમે છે.

પળપળ તારાં પ્રેમને ઝૂરવૂ એ મને ખૂબ ગમે છે.

મારાં અંતરમનમાં તને સમાવુ એ મને ખૂબ ગમે છે.

એક પ્રેમપંથે તારાં સાથમાં ચાલવું મને ગમે છે.

શબ્દો પરોવી તારાં રૂપને વખાણુ એ મને ગમે છે.

તારા સોળ શ્રુઁગાર કરી સજાવુ મને ખૂબ ગમે છે.

"દિલ"માં તારાં જીવને ભેળવુ એ મને ગમે છે.


.............."અંતર"કેમ થાય?.....................

"અંતર"કેમ થાય અંતરમનનું કદી નાં સમજાય.

જુદાઇની આ પ્રક્રિયા કેમ આરંભાય નાં સમજાય.

શું થાય ભૂલ નિર્દોષ કે સજા આકરી નાં સમજાય.

કરી ઘાયલ પછી પછતાવુ રીત એ નાં સમજાય.

હરપળ જીવતાં એકસાથમાં જુદાઇ નાં સમજાય.

કહેવાય શું પછી કરો શું કાયમ એ નાં સમજાય.

પંડને આપી સજા એ બીજાને આપવી નાં સમજાય.

ગુનાની સજા હોય પણ ભૂલ વિના નાં સમજાય.

જાતે નક્કી કરો નિયમ તડપાવો નાં સમજાય.

કરી "અંતર" નાં આપો પીડા અપાર નાં સમજાય.

પીડાનો ઉઁહકાર તમને હુંકાર માં નહીં સંભળાય.

છૂટી જશે જીવ નિર્દોષ ભૂલમાં નહીં સમજાય.

નહી કરેલા ગુનાની માંગુ માફી તમને નહીં સમજાય.

"દિલ"ને આખિર પ્રેમ કરવાની રીત નહીં સમજાય.


.............શું આપું નામ તારાં પ્રેમને................

શું આપું નામ તારાં પ્રેમને ના સમજાવી શકું.

શું કરું વર્ણન તારાં રૂપનાં ના વર્ણવી શકું.

હ્રદયમાં ઉર્મીઓના તોફાન કેમ કરી શાંત કરું?

ઉભરાય છે પ્રેમ અપાર કેમ કરી સમાવી રાખું?

સ્પંદન એ પ્રેમનાં આંખોના પૂર કેમ અટકાવુ?

સંવેદના મારાં પ્રેમની કેવી રીતે વ્યક્ત કરું?

મારાં પ્રેમનાં પારખા કરવા કઇ રીત બતાવું?

ચીરી હ્રદય મારો પ્રેમ દવ ઘણો કેમ કરી દર્શાવુ?

નથી કોઈ જ્ઞાન ના ભાન બોલ પ્રેમમાં હું શું કરું?

ઝીલી લેજે પ્રેમ મારો પાત્રતા કેટલી બતાવુ ?

મારા મન હ્રદય જીગરને બસ સમર્પિત કરું તને.

મિલાવી દેને મનહ્રદય "દીલ" બસ તારામાં જ હવે.


.............ચાલી નીકળ્યા આગળ..................

ચાલી નીકળ્યા આગળ પડછાયા રહ્યા પાછળ.

કોણ રાખે ખબર કોઇની અમે પહોચ્યાં આગળ.

તાણાવાણામાં સપડાયેલા સંબંધ નાંખ્યા તોડી.

ના રહ્યું દુઃખ છોડ્યાનુ પૂરા થયા અંજનપાણી.

બેમોઢાની વાતો કરતાં દંભી લોકની વધી વાણી.

નામ નોંધાવે તોપખાનામાં બંદૂક ચલાવતા ના આવડી.

અભિમાન હુંકારમાં રહ્યા ચહેરા મહોરાં પહેરી.

મુખમાં રામનુ નામ બોલી બંગલમાં રાખે છૂરિ.

અક્કલમાં નથી અવ્વલ ને હુશીયારી ઘણી મારી.

દેખાદેખીના ચક્કરમાં રહીસહી આબરૂ બધી ખોઈ.

પોતાને ના મળે જોઈ બીજાનું સેહ્વાય કેમ હવે?

"દિલ"માં ભર્યુ પાપ નર્યુ ને થાય ઘણી શાણી.


..................એવો પ્રેમ મારો.......................

ધરાથી અંતરીક્ષ સુધીનાં સાથનો એવો પ્રેમ મારો.

જન્મથી મોક્ષ સુધીનાં પ્રવાસનોં એવો પ્રેમ મારો.

શ્વાશથી જોડી હરએક શ્વાશ લઉં એવો પ્રેમ મારો.

વહાલનો વરસાદ વરસાવુ અપાર એવો પ્રેમ મારો.

ના તનની ત્રુશ્ણા ના વાસના એવો પ્રેમ મારો.

પળપળનાં સાથમાં રાખું અંતરમાં એવો પ્રેમ મારો.

અંતરમનમાં પ્રેમનાં એહસાસનોં એવો પ્રેમ મારો.

ના થઉં જુદો કદી જીવઓરાથી એવો પ્રેમ મારો.

પાળું વચન પ્રેમનાં આપી જીવ એવો પ્રેમ મારો.

બનાવી હમસફર ચાલુ પ્રેમપંથે એવો પ્રેમ મારો.

આત્માથી પરમાત્મા પામુ સાથમાં એવો પ્રેમ મારો.

"દીલે" કર્યો પ્રેમ ઈશ્વરની સાક્ષીમાં એવો પ્રેમ મારો.


...............પ્રેમરાગ બનશુ આજે.....................

સૂર શબ્દનોં સંગમ પરોવાઇ ગીત બન્યું આજે.

પ્રેમવિરહનોં સંબંધ પરોવાઇ પ્રેમરાગ બનશુ આજે.

આંખની પલકે રાખી અપાર, પ્રેમ લુટાવુ આજે.

ધબકારે ધબકી તારાં શ્વાશથી શ્વાશ પરોવુ આજે.

પ્રેમ પ્રબળ કરું એવો મૂરતને બોલતી કરું આજે.

નાસ્તિક કરે પૂજા ઈશ્વરની માની સાક્ષાત સામે.

ચિરચિથડાની વિસાત શું આત્માથી કરું પ્રેમ સાચો.

શરીર અભડાતા ચોતરફ કિંમત નથી પ્રેમની આજે.

નામ થઈ ગયા અમર પ્રેમમાં તું કેમ બાકી રાખે?.

સંવેદનાનાં તર્પણ કરી પરાકાષ્ઠા આંબી આજે.

પ્રેમે મારાં કરું વિવહળ ઊર્મિ સ્પંદનનાં તીર વાગે.

સર્વોપરી બની રહુ પ્રણયમાં "દીલ"માં સમાવુ આજે.


................નાડ પારખી લેજે....................

કરું એવો પ્રેમ કેવો તને નાડ પારખી લેજે.

ડગલેપગલે આવશે ચહેરા સાચાં પારખી લેજે.

જીવનસફરમાં આવશે ઘણાં ચાલાકી કરશે જોજે.

બોલે એવી ચતુરવાણી ફસાવી પાકુ કરી લેશે.

ચહેરા ઉપર પહેરી મહોરું પાકુ છેતરી લેશે.

વાસનાને મહોરું પ્રેમનું પહેરાવી લાજ લૂંટી લેશે.

શિયળ લૂંટતા લૂચ્ચા શિયાળો હર ચોતરે મળશે.

બે પૈસાની કિંમત વાળી ભર બજારે વેચાશે.

કાગળનાં એ ફૂલ કદી સુવાસ નાં આપી જાણે.

જન્મ માનવનો લઇને મોત ભૂંડ કુતરાનુ ભાળે.

કળીયુગ તપે ભરમાથે સાચો પ્રેમ જાણી લેજે.

"દિલ"માં પ્રગટાવી પ્રેમદીપ સાચું જીવી લેજે.


..............વરસે પ્રેમ રંગ બેસુમાર................

વરસે પ્રેમ રંગ બેસુમાર ગગન રંગાયુ નીલ રંગ.

કિરણો દિવાકરનાં ભરે તેજ લાલ ગુલાબી રંગ.

ચંદ્રનાં પ્રેમ વિરહે ખગ તપે, દોડે સારંગ ચાલ.

સમી સાંજે પુકારે ચાંદને આથમતા થાય લાલ.

રાત આવી કાળી અંધીયારી ચંદ્રની પંથર ચાલ.

ચંદ્ર કહે સૂર્યને નાં થા વિહવળ હું આવું તારી પાસ.

મારામાં તેજ તારુંજ સમાયુ ચલ કરાવુ આરામ.

ફેલાવુ ચાંદની ભરી પ્રેમની તારાં મિલનની જોઉં વાટ.

એકબીજાનાં પૂરક પ્રેમનાં બની કરીએ પ્રેમ અપાર.

નહીં રહે અસ્તિત્વ મારૂં પ્રભાકર તુંજ મારો પ્રાણ.

સૂર્ય ચંદ્રનાં પ્રેમમિલનને જોને ગ્રહણ ગણાવે લોક.

અર્ધનારીશ્વર સ્વરૂપ તમારું "દીલ"માં સ્થાપ્યું આજ.


..................નાં બદલી શક્યો..................

જોઉં છું દુનિયા આજની જાણે બદલાઈ ગઈ ઘણી.

યત્ન કર્યા હજાર વિચાર આચાર નાં બદલી શક્યો.

જ્ઞાન વિજ્ઞાનને કયાં કોઈ ઊંમર આયુષ્ય લાઁઘે ?.

સમજ શાણપણ બદલાય યુગ વીતવા સાથે.

વિજ્ઞાનનિયમ શોધાયાં પહેલાં પણ એજ લાગુ હતા.

જાણ્યાં સમજ્યાં પછી શોધાયાંનાં લેબલ લાગ્યાં.

કહી ગયા રૂષિમુનિ હજારો વર્ષ પહેલાં ધર્મ સનાતનમાં.

પણ જાણે સમજે પશ્ચિમીયા ત્યારે એને માન્યતા મળે.

હિન્દુસ્તાની બાળ માંના ગર્ભમાં સમજીને આવે.

પણ આંખ ખોલે સામે વાસ્તવિક કંઈક જુદુ ભાસે.

ખોજો ખોળો નર્યુ વિજ્ઞાન ભર્યુ શાશ્ત્ર પુરાણોમાં.

કઈક પડ્યા ભેદ શ્રુશ્ટિનાં જરા શોધો તો ખરા.

પંચતત્વની કરો સ્તુતિ જેણે આ શ્રુશ્ટિ ઘડી.

"દિલ"માં છે જ્ઞાનવિજ્ઞાન ભર્યા આ શાશ્ત્ર પુરાણ થકી.


............નજરો પાથરીને જોઉં..................

નજરો પાથરીને જોઉં વાટ દૂર તારી રાહો પર.

વીતી ગયેલી પળો કરીને યાદ સમાવુ શ્વાશો પર.

સમય વિતતો જાય નાં આવી ખબર અહેસાસો પર.

ભીની આંખો વરસાવે પીડા વીરહ્ની વિવશ પલકોં પર.

નજરો પાથરીને જોઉં વાટ.................

હૈયું ભિંસાય, હ્રુદયમાં રુદન, ડુંસકા સ્વરો પર.

કેમ કરી વિતાવુ સમય જેમ સરકે રેતી હાથો પર.

નજરો પાથરીને જોઉં વાટ..................

વિનવુ વહેતાં પવનને બોલાવે તને દઈ સાદ પર.

અટકે મેહૂલો વરસતો મારી વીરહથી ઉઠતી ટીસ પર.

નજરો પાથરીને જોઉં વાટ.................

કોયલની કૂક મોરલાની ટેહૂંક લાગે જાણે તીર પર.

છાંય મીઠી આંબાની દઝાડે મને "દીલ"બદન પર.


.........હ્રદય ભરાય અપાર પ્રેમથી...............

હ્રદય ભરાય પ્રેમથી ઈશ્વર દેખાય નજરોથી.

આંખો ઉભરાય અશ્રુઓથી ઊર્મિ સ્પંદન બેસુમાર.

ચાલ્યો જાદૂ પ્રેમનો નાં રહ્યો કાબૂ થયો એહસાસ.

હ્રદય નાજુક બન્યું કાચ સમુ આપો નાં વિરહ.

પ્રેમ દીપક પ્રગટ્યો મન મહીં રાખો પ્રજ્વલિત.

ના આંધી તોફાન નાં વરસે મેહૂલો હવે અહી.

બન્યું આખું વિશ્વ તારાં પ્રેમનું સમાયુ હ્રદય મહીં.

સંબંધ નામ ઓળખ સર્વ સમાયા તારામાં હવે.

પ્રેમ મારો અપ્રતિમ નાં દૂરી નાં વિરહ ભાસે હવે.

મારાં "દીલ"માં વસી કોહિનૂર પ્રેમનો તું છે હવે.


..........પ્રેમાગ્નિનોં દવ પેટાવે....................

પ્રેમાગ્નિનોં દવ પેટાવે ચિતા પ્રેમ અગ્નિશૈયા.

બે તનની ચિતા એક થઈ ઓઢ્યુ અગ્નિસ્નાન.

નાડીઓ તૂટે અંગ અંગ જલે રસ છૂટે અમાપ.

મનની જ્વાલા તનને જલાવે નાં રહ્યું કોઈમાપ.

અગ્નિજ્વાલાઓ ઉઠી ઊંચે બે તન અગન જલે.

ના કોઈ પીડા જલનની નાં કર્યું કોઇએ કલ્પાંત.

જુદા થવાનાં શ્રાપ કરતાં વહેલું વહાલુ કર્યુઁ મોત.

હસતાં હસતાં ચઢી ગયા જલતી અગ્નિચિતા પર.

હવે નાં કરે જુદા કોઈ બે જીવ ગયા એક થઈ.

ઉડતી જ્વાલા બળતી લાશ આપે અચલ વિશ્વાશ.

આ દુનિયાથી ગયા દૂર નાં કરે હવે કોઈ પરેશાન.

રંગ ઉડ્યાે જુઓ સહુનો જલાવી ગયા હાથ ખાલી.

અગ્નિસાક્ષીથી અગ્નિશૈયાની અદભૂત પ્રેમસફર.

"દિલ" ચઢાવે રાખ પ્રેમાગ્નિની સરમાથા પર.