..............કર્યો છલાવો પ્રેમમાં............
સાચો અપાર પ્રેમ મારો કેમ કર્યો છલાવો પ્રેમમાં?
કરી અપમાન મારાં પ્રેમનું મારી જગ્યા બતાવી પ્રેમમાં.
હજાર હોઠા મળશે જીવનમાં તને છલાવો કરવા પ્રેમમાં.
પાગલ પ્રેમીને કરતાં છલાવો હ્રદય ના કંપ્યુ એકવાર?
અપાર પ્રેમનાં વેગને મારાં પછાડ્યો ક્ષણ ભરમાં .
તોડ્યુ દીલ મારુ કાપી લીધું કાળજુ પળ ભરમાં.
નથી સેહ્વાતુ રેહવાતૂ શું સમજાવુ દિલને મારાં પ્રેમમાં?
વ્યક્ત થાય ખૂબ નારાજગી કર્યો છલાવો તેં પ્રેમમાં.
કરી વાયદા પાળે નહી જુઠાણા ચલાવ્યાં પ્રેમમાં.
ભોગવી વિલાસ પછી કરે ખરખરો પ્રેમમાં.
સમજાવે કોને તુ ભોગવી બધું કર્યા છલાવા પ્રેમમાં .
નહી સ્વીકારે "દીલ" મારુ કોઈ છલાવા સાચાં પ્રેમમાં ..
...............નશો તારાં પ્રેમનો......................
યાદ આવે અવિરત તારી ચઢે નશો તારાં પ્રેમનો.
થાય નમ આંખો હ્રદય રહે યાદમાં ખૂબ વ્યાકુળ.
વિરહમાં તારાં ખૂબ આંસુ અટકાવેલા રહે ભરેલાં .
આંખો વરસે અનરાધાર ચઢે નશો તારાં પ્રેમનો .
ફેલાયો નશો હવા પવન અંતરીક્ષમાં ચારેકોર .
મદહોશ ઘણું જીગર હવે ચઢે નશો તારાં પ્રેમનો.
બેસૂમાર પીઉ મદિરા પ્રેમની ના રહે કોઈ ભાન .
ના ઉતરે કદી હવે બસ ચઢે નશો તારાં પ્રેમનો .
કર્યો રાધા મીરાંએ પ્રેમ જેવો કૃષ્ણ કનૈયાલાલને.
પાવન એટલો પ્રેમ હવે ચઢે નશો તારાં પ્રેમનો.
ના દુનિયાની ખબર બસ રહુ તારાં પ્રેમમાં પાગલ.
જીવ મારો તરસતો ઘણો ચઢે નશો તારાં પ્રેમનો .
ચઢે એટલો માંગે ઘણો પ્રેમ મદીરાનો પ્યાલો .
"દિલ"માને આ પ્રેમનો નશો ના ઉતરે ચઢે તારાં પ્રેમનો.
..............એક અગોચર પ્રેમ.............
જન્મી લઈ શ્વાશ ધરતી પર કર્યો પ્રેમ અમાપ અગોચર.
છોડીને શ્વાશ જઈ અવકાશં કરશું પ્રેમ અમાપ અગોચર.
શું ધરતી કે અવકાશ ખૂબ કરશું પ્રેમ અમાપ અગોચર.
રૂપ બધાં નિરાળા સર્વ રૂપમાં કરશું પ્રેમ અમાપ અગોચર.
બદલે ખોળીયા જીવ ભલે કરશું પ્રેમ અમાપ અગોચર.
ના સાથ છુટે નાં પ્રેમ બસ કરશું પ્રેમ અમાપ અગોચર.
નશ્વર દેહ્નો છુટે ભલે સાથ પ્રેમ કરશું અમાપ અગોચર.
ના વ્યખ્યા પરાકાષ્ઠાની બસ કરશું પ્રેમ અમાપ અગોચર.
શબ્દ ના સુનકાર રહે બસ પ્રેમ કરશું અમાપ અગોચર.
જીવમાં ગયો ભળી જીવ ખૂબ પ્રેમ કરશું અમાપ અગોચર.
ભળી પંચતત્વમાં બની એક પ્રેમ કરશું અમાપ અગોચર.
શ્રુશ્ટિ રહે ના પ્રક્રુતિ પણ ખૂબ પ્રેમ કરશું અમાપ અગોચર.
ઇશ્વરે જ આપ્યું વરદાન હવે પ્રેમ કરશું અમાપ અગોચર.
"દિલ"ને મળ્યું સૌભાગ્ય બસ પ્રેમ કરશે અમાપ અગોચર.
...................કાફલો.........................
કાફલો મારાં પ્રેમ તણો ખૂબ વધે આગળ મોક્ષ સુધી.
બની વણઝારો રહ્યો ભટકતો શોધવા મારાં પ્રેમ થકી.
તારલીયા ચાંદસૂરજ કુદરત કાફલામાં છે સાથમાં સદાય.
સ્પંદન પ્રેમ હ્રદયનાં મારાં આગળ કાફલામાં રહે સદાય .
રચાયો કાફલો પ્રેમજીગરનો ખૂબ આસ્થા વિશ્વાશ થકી.
ઉર્મીઓ ઉભરે મનમાં મારી પ્રેરે આખી સફર સુધી .
બનાવી હમસફર આસ્થાને આપું લઉં વિશ્વાશ ઘણો.
આંખોમાં છવાય આનંદ રસ્તે આખા મીઠાં સાથ થકી .
ઓળંગી જઉ પહાડ ઊઁચા નદીસાગર આસ્થાને સંગ.
બની રહે વિશ્વાશ મારો લઈ જઉ સફર મોક્ષ સુધી .
આવે સ્થિતિ વિરુધ્ધ ઘણી પણ સાથ નાં છોડુ કદી .
પ્રેમ આપે શક્તિ ઘણી પાર કરશું સ્થિતિ વિપરીત.
સાધન ટાંચા પણ મક્કમ મનથી વધશુ આગળ નિશ્ચિત.
"દિલ"નો કાફલો છે અનેરો આસ્થા વિશ્વાશ થી છલકતો.
................વાંચુ ગઝલ તારી આંખોમાં..................
કર્યો મેં પ્રેમ અપાર પ્રિયતમા હું વાંચુ ગઝલ તારી આંખોમાં.
પરોવી આંખોમાં આંખો અમાપ વહાલ હું વરસાવુ નજરોમા.
જોઉં મન આંખોથી તને પિઊ પ્રેમ અમ્રુત અવિરત ઘણું.
વરસાવુ પ્રેમ અમી આંસુથી હું વાંચુ ગઝલ તારી આંખોમાં.
આનંદસુખથી ઉભરાય આંખો જાણે વરસ્યુ આભ અમાપ.
હ્રદય મારુ પ્રેમથી છલકાય ઘણું હું વાંચુ ગઝલ તારી આંખોમાં.
મળયું તરસ્યાને સુખ ત્રુપ્તિનુ જાણે મીનને મળ્યું જળ.
શીખવ્યું જીવતાં મને સાચું જીવનમાં વાંચુ ગઝલ તારી આંખોમાં.
જાણી મારાં પ્રેમને પૂછ હ્રદયને હું બની ધડકન જીવું તારાં દિલમાં.
ઉઁબરેથી "દીલ" સમજે કબૂલે પ્રેમથી વાંચુ ગઝલ તારી આંખોમાં.
........સફેદ લિબાસમાં ચોર કાળા.......
નથી સમજાતા લોક ઘણાં સફેદ લિબાસમાં ચોર કાળા.
શું હોય હૈયે આવે શું હોઠે? એ નાં કદી સમજાય.
ગણવા ચતુર ચાલાક કે સમજવા મનનાં કપટી ઘણાં.
કરવાં સીધાં ઉલ્લૂ પોતાનાં એ વાળે બીજાઓનુ ઊંધુ .
બની સ્વાર્થી કરે વિચાર બીજાનું જે થવું હોય એ થાય.
ચાલ ચાલે શકુની જેમ વર્તન કરે જાણે પાશવીપિશાચ.
વાણી મીઠી વાપરે સૌને ફસાવે પોતાની છળ ચાલમાં.
આપ્યું પાત્ર ભજવવા ઇશ્વરે પૂરા પાપ સાથે ભજવે .
મુખમે રામ બગલમેં છૂરિ એ ચરિત્રનું પાલન પૂરુ કરે .
ના ફાવે જો ચાલમાં એની તો જુગાર પૂરો એ ખેલે .
કળ બતાવે સૌ તાળાની એ પછી તાળામાં લઇને પૂરે .
માછલી ફસાવે મીઠાં જળની ખારામા જઈ શ્વાશ રુંધાવે.
યુગ બતાવે પરચો ભારે મળે સફેદ લિબાસમાં ચોર કાળા.
પોતાનાને નાં છોડે ચોર કાળા પણ "દીલ" લિબાસ ઉતારે
..............ઓવારી જઉ.............
ઓવારી ગયો પ્રેમમાં તારાં નથી રહ્યું કંઈ બાકી ..
આંખના પર્દે તારાં સિવાય નથી પડતું કોઈ નજરે ..
આપી દઉં જીવ મારો પ્રેમ માટે લાગે ઘણુ ઓછું ..
હ્રદય ધબકી પ્રેમમાં તારાં ધડકન નામ તારું બોલે..
પ્રેમમાં કેવી પરાકાષ્ઠા હવે નથી રહ્યા કોઈ માપ ..
યાદ કરતાં ટીસ ઉઠે ને જીગરમા નાં સહેવાય ..
તીર વાગ્યું પ્રેમનું એવું હવે મીઠું દર્દ નાં સમાય ..
ધરતી આભની ક્ષિતિજે બસ તનેજ નીરખતો ઊભો..
અંતરીક્ષમાં બસ તને જ કર્યો પ્રેમ તું એ નાં વીસરે..
રૂપ જોયાં ઘણાં દુનિયામાં પણ કોઈ નાં નજરમાં વસે..
સીમા વટાવી પ્રેમ કરવામાં કર્યો અપાર અમાપ ..
જ્યાં જ્યાં જોઉં બસ તને જોઉં પ્રેમ કરી લઉં ..
ઓવારી જઉ પ્રેમમાં તારાં બસ નથી રહ્યા કોઈ શબ્દ..
"દીલ"માં વસાવી કરી લઉં વહાલ તું મૂરત પાવન ..
............શબ્દોથી કરી લઉં પ્રેમ.................
પ્રેમ ભર્યા શબ્દો પરોવી શબ્દોથી કરી લઉં પ્રેમ ..
દૂર રહી વિરહ વેઠી કવિતા રચી કરી લઉં પ્રેમ ..
કરી વર્ણન રૂપનાં તારાં તને શબ્દોથી સ્પર્શી લઉં..
કહેવું હોય એ શબ્દો સજાવી તને છડેચોક કહી દઉં..
આંતરમનનું અંતર શબ્દો કાપે દૂરી કરી દઉં દૂર ..
વર્ણવી હ્રદય વેદનાં શબ્દોથી મન હળવુ કરી લઉં ..
કહેવું હોય એ સ્પષ્ટ કહું શબ્દ તીર પાર ઉતારુ ..
કરવા વ્યક્ત પ્રેમ હવે નાં શબ્દ વિવશ થવાં દઉં ..
નાં રહુ જો ધરતી પર તો શબ્દોથી હું બસ જીવી લઉં..
કાને પડતાં શબ્દો મારાં તારું હૈયું ઉછાળી દઉં ..
શબ્દો મારાં હોઠે ચઢી તારાં ચુંબન મીઠાં લઈ લઉં ..
પાગલ પ્રેમી પારેવડો તારો શબ્દથકી તારામાં જીવી લઉં.
દૂર રહી કરું શબ્દસંચાર તારાં મનને ખૂબ સેહલાવુ ..
શબ્દસહારે કરું પ્રેમની ભાષા "દીલ"ને હું સમજાવી લઉં..
.............ધરતીના રંગ...........
સૂર્ય ચંદ્ર ધરતી એ જ છતાં રંગ છે ભિન્ન ભિન્ન..
સફર કરું ધરતી અજાણી પર જોઉં અવનવા રૂપરંગ..
શ્રુશ્ટિ છે જાણે કોઈ અજાણી જોઈ રહ્યો નવા રંગઢંગ.
છે માનવની જ વસ્તી પરંતુ છે નવાનવા કોઈ તરંગ..
વ્રુક્શ વેલા એજ છતાં જાણે પરખાય અજાણ્યા રૂપ..
પ્રેમ અભિવ્યક્તિ કરે છડેચોક નથી કોઈ જ લાજશરમ..
સ્વતંત્રતા અહીની છે સારી નાં કોઈ ખોટાં આડંબર..
મહોરાં વિનાનાં લોક અહી જે છે એજ દેખાય વર્તાય..
ખંતથી કરતાં કામ હરકોઈ સમાયુ માન સન્માન ..
સારુ અહી લાગે ઘણું પણ હૈયું કેમ ખૂબ મુંઝાય ?.
ધરતી મારી યાદ આવે ઘણી પીડા અસહ્ય થાય ..
"દીલ"ને કહે દીલ આવીજા પાછો ધરતી પુકારે તને..
...................જગતનો તાત.....................
જગતનો તાત છે બાપ છે એ ધરતીનો છોરું ..
નમાવી કેડ દિન રાત કરે રખોપૂ એ છે ખેડૂત ..
ઉઠી પરોઢે ઘરેથી થાય વિદાય કરે બધાં ખેતી કામ..
અથાગ પરિશ્રમે ધાન ઉગાડે વળતરની નાં કોઈ આશ..
વાવી બીજ ઘણાં સાચવે કરે રખવાળી ખેતની ઘણી ..
થાય મોલ તૈયાર ભાવબજાર જોઈ હોંશ ઉતરી જાય..
મૉલ કલ્ચરમાં કથળયું બધું નાં કોઈ રહી હવે ઉપજ..
પાડી પરસેવો જુએ ગગનમાં આ શું બધું થઈ રહ્યું ?..
તાત બનાવી આસન ઊઁચા હાથમાં નથી રાતી પાઇ..
શાહુકારનાં વ્યાજ ભર્યા શરમ પાઘડીની નાં કંઈ રહી ..
નિરાશ વદને પાછો ફરતો રસ્તો નથી કોઈહવે ઉકેલ.
માટીનાં છોરું થાય માટિડા આશ નથી કોઈ વિકલ્પ ..
કરશે હવે બંધ તાત ખેતી તો ભૂખે મારશે લોક ..
દુઃખ છે "દીલ"ને લોક હવે તાતને મૂલવે રાખ ..
...............બગીચાના બાંકડે...............
જોઈ રહ્યો નજારો કુદરતનૉ બેસી બગીચાના બાંકડે..
જ્યાં જ્યાં નજર મારી ફરે જોઉં ફળ ફૂલોની ક્યારીઓ ..
લાલ લીલાં પીળા ગુલાબી રંગ છે અવનવા ફૂલોના..
પંખી ઉડે નીલગગનનાં રસ મીઠા આવી અહી પીએ ..
સુંદર કુંડ કમળનાં રંગ છે પીળા સફેદ નીલ ગુલાબી..
રમતાં ઘણાં બાળ ભૂલકા નિર્દોષ કરતા ટિન્ગા ટોળી..
જાજમ લીલી લોન ધરુની છે બીછાવી મનમોહક ઘણી..
ગુલાબ મોગરા ચંપા ચમેલી જૂઇની મહેઁક છે અહીઘણી ..
ગુલ્મહોર કાંચનાર ટગર ગરમાળનાં ફૂલોથી ઊભરાતા..
દૂર ડુંગર દેખાય રળીયામણા ઉમંગ નજરૉમા હું ભરૂ..
ઈશ્વરની આ અનોખી અનુપમ રચના હું જોતાં નાં ધરાઊ..
વિસામો આ રંગીન પળનો હવા તાજી હું શ્વાશમાં ભરૂ..
મનને ઘણો સુખ આનંદ ભયો બેસી બગીચાને બાંકડે..
"દીલ"સુખ આનંદે લખે વિચારે બેસી બગીચાને બાંકડે..
............હવે પાછો નાં વળું.................
વાદળ વેધી કરી જઉ પાર હવે પાછો નાં વળું..
ગગનવિહારી બની કરું વિહાર હવે પાછો નાં વળું..
જડે નાં નિશાન જવાના પગલાં નાં હવે પકડાય..
સંસાર કંકાસ છોડુ જગના હવે પાછો નાં વળું..
બાંધુ નહી રુણ કોઇનાં હવે મુક્ત થઇને જઉ ..
કરે માફ જગ મને કરી જઉ હું હવે પાછો નાં વળું..
અનંતયાત્રાની કેડિએ મને બસ સાથી સાચો મળે..
લઈ જઉ એને સાથ સંગાથે હવે પાછો નાં વળું..
આંસુ વહે નાં કપાય કાળજુ માયા મોહ હવે છોડુ ..
કરી સાચો પ્રેમ જીવને નવીરાહ જઈ પાછો નાં વળું..
નહી પુકારે કોઈ મને હવે ભૂલશે જગ સંસાર ..
નહી સંવેદનાના સૂર સંભાળાય હું પાછો નાં વળું..
પગલાં ચાંપી આવે પાછળ ભલે અનંત હોય સફર..
સાથી બની આવશે સાથે "દીલ"ને પાકી ખબર ..
..................આંખોમાં ભરી લઉં.....................
જોઉં પ્રેમથી તને મારી આંખોમાં ભરી લઉં....
ભરી આંખોમાં તને અપાર પ્રેમ કરી લઉં ..
આંખોમાં ભરી તને હ્રદયમાં સમાવી લઉં..
જોઉં હરરાત સપનામાં તને પ્રેમ કરી લઉં..
નાં થાય અહેસાસ અળગો આંખ ભરી લઉં.
પીડા અસહ્ય છે વિરહની મનમાં રડી લઉં.
શ્વાશ નાં પરખાય સાથે તો શ્વાશ રોકી લઉં
વરસતાં વરસાદમાં મારાં આંસુ વહાવી દઉં.
સમજે નાંજાણે કોઈમારુ દર્દ છુપાવી લઉં.
લેશે કેટલી કસોટી કુદરત બધું સહી લઉં .
રહ્યો નથી સમય હવે કેટલું જીરવી લઉં .
જીવથી જીવ જોડીને હવે તને જીવી લઉં.
ના શબ્દ સંવાદ હવે બસ તને પામી જઉ.
"દિલ" કરે પુકાર દાતા એટલું પામી જઉ .
................સરકી રહી છે.................
સરકી રહી છે જિંદગી હાથમાંથી રેતી સરકે જેમ...
નાં રહે પકડ કોઈ વીતેં સાલ માસ દિવસ એક પળ..
બાળપણથી કરી શરૂ યુવાની પણ હવે કરું વિદાય ..
સાચાંખોટાં સંબંધ જિંદગીના બધાં વર્ષો સાથે ધોવાય..
જીવ હૈયાપર રાજ કરેજે શ્વાશ જોડી કરે સાથસંગાથ..
સાથે લીધાં શ્વાશ એટલા જ આયુષ્યનો છે હરખ..
સરકી જાય ભલે જિંદગી નથી ગણવા સાલ દિન પળ..
મળી ગયો છે સાથ મોક્ષ સુધીનો નથી ફીકર સફરની ..
જીવનમ્રુત્યુનો ભય ગયો બસ પળ પળનો રહે સાથ ..
નાં મળ્યું આયુષ્ય કોઈને પળનું વધુ કારણ બતાવે સહુ.
ના જાણ્યુ જાનકીનાથે કાલ સવારે શું થવાનું છે ?
સરકતી રહેશે જિંદગી હાથની રેતી સરકે જેમ ..
પ્રેમ સાચો કરી વીતાવો જીવનનાં સાલ દિન પળ..
"દીલ" હસતુ સાથ સંગાથે જોઈ સરકતી જિંદગીને ..
.....................વેરીલા વાદળ.....................
ગડગડાટ કરતું અંબર હ્રદય ઘણું મારુ ગભરાય..
પિયુ છે પરદેશ મારો વેરીલા વાદળ તું પાછો જા ..
ચઢી આવ્યો પવન સવારી મેહૂલો પણ વણ માંગે..
આભ વરસતુ જોઈ મારી આંખો ખૂબ ઉભરાય..
ના બન વેરી ઓ વાદળ તું કેમ ના પાછો જાય ?
તને શું સમજાય પીડા વીરહની તું વેરી બનતો જાય .
પવનહંસનાં ચઢી ઘોડે પિયુને દેશ પાછો બોલાવ ..
હૈયું મારુ કરે રુદન મને કોઈ વેળા નાં સહેવાય ..
ઝરમર ઝરમર વરસતુ વાદળ મને નાં ખમાય ..
સ્પરશતો નહી મને મેહુલા તને મારાં પ્રેમની છે આણ..
પિયુ વિના જીવડાે મારો અંદરથી ખૂબ પીડાય ..
પાછો જા ઓ વેરી વાદળ "દીલ" મારુ ખૂબ રૂંધાય ..
...............વ્રુક્શ વેલી..................
ધરા ઉપર જન્મ્યું ઉછર્યુ એક સુંદર વિશાળ વ્રુક્શ..
ચારેકોર થયો વિકાસ તંદુરસ્ત થડ ડાળી ફળ ફૂલ..
ખૂબ સહ્યા પવન વરસાદતોફાન ઠંડી ગરમ રુતુ ..
ઊભો અડીખમ બની વિશાળ મજબૂત સુંદર વ્રુક્શ..
આવી વેલી વળગી પ્રેમે થડ ડાળી થઈ સજોડે વ્રુક્શે..
આભાર ઘણો માન્યો પ્રભુનો આપી વેલી પ્રેમભાગ્ય થયું..
વેલીને વળગાવી વ્વ્રુક્શ કરે અપાર દિનરાત પ્રેમ ..
રસ પોતાનો પીવરાવી વેલીને કરે ફળ ફૂલથી આબાદ..
વેલી વળગે ખૂબ પ્રેમ વહાલે આપે હૂંફ ફૂલ સુવાસ..
કરે પ્રેમ અમાપ એકબીજા વળગીને સુખ પામે દિનરાત..
રક્ષે વ્રુક્શ વેલીને સહી તોફાન વરસાદ ઠંડી તાપ પવન.
હર્ખાય ખૂબ વેલી પામી પ્રેમ અમર માને પ્રભુનો પાડ..
આખા વનમાં અનુપમ સુંદર વ્રુક્શ વેલીનો અનોખો પ્રેમ ..
માંગે "દીલ" પ્રેમ વ્રુક્શ વેલી જેવો સપના થાય સાકાર.
.............અબોટ પ્રેમ..................
ધવલગિરિ પર્વતથી વહેતી ગંગા જેવું અબોટ રૂપ..
જળ ગંગા જેવું છે જાણે ચરિત્ર તારું પવિત્ર આબેહૂબ..
કરું છું પ્રેમ પૂજા વસાવી મૂરત તારી મુજ હ્રદયમાં ..
તારો મારો અનોખો અજબ અમાપ અબોટ છે પ્રેમ ..
તું શું જાણે ? કેવો કરું તને અકલ્પનીય રસભીનો પ્રેમ ..
કરતો રહ્યો જન્મોથી એહસાસ તારી રાહ જોતો રહ્યો ..
પ્રેમ વહાલ્ની સાંકળે રાખું બાંધી ના છોડુ એક પળ ..
પૂનમ રાત્રે શીતળ ચાંદની દૂધે જ્યારે તું કરે છે સ્નાન ..
અપ્સરા શું છે ? તું અવકાશની છે માત્ર એક ચાંદ ..
ના કોઇની નજર પડે તને સાચવુ બનીને હું ઢાલ ..
તારાં તન મન જિગરને આપું હું પ્રેમ ભીનું કવચ ..
માનવ શું હું ઈશ્વરને ના કરું કદી ખોટી નજરે માફ ..
પાગલ બન્યો તારાં પવિત્ર રૂપ સંસ્કાર જોઈ અબોટ પ્રેમ .
"દિલ" જાણે કુદરતે જ સોંપ્યો મને પવિત્ર અબોટ પ્રેમ ..
.........સર્જન છે પ્રેમદીલનું.............
સર્જન પ્રેમદીલનું અંત્યંત પ્રેમાળ કોમળ ..
ખીલે ફૂલની કળી મહોરે પ્રેમ અતિ સુંદર ..
પ્રેમ આભાસ કરે પ્રિયતમાને ખુશખુશાલ.. .
દીલ બને આરસી પ્રેમ્ભર્યા જ સ્પંદનોની..
પ્રેમી હ્રુદયની છે અપ્સરા પ્રિયતમા પીયુની.
નજરૉમા સમાવી પિયુની આંખ પ્રેમભીની .
અંતરીક્ષમાં આખા પ્રિયતમા છે અતિ સુંદર..
પ્રેમી આંખો જુએ વધાવે એને ખૂબ હ્રદયથી
રૂપવતી પ્રીયતમાના રૂપમાં થાય છે ઘાયલ
ના કોઈ કમી ના કોઈ દોષ છે રંગ રૂપમાં ..
સર્જન કરે પિયુ કલ્પનાથી પ્રિયતમાના રૂપમાં.
કરે સોળ શ્રુઁગાર સજાવીે રાખે રોજ પ્રેમમાં.
કરવા પ્રીયતમાના વખાણ શબ્દો પડે ટૂંકા.
"દીલ" જાણે છે સર્જન છે પ્રેમ સંબંધમાં..
..................પ્રેમ અંગાર..................
કર્યો છે કરું એટલો પ્રેમ ના સમાય આભ અવકાશમાં..
કહું પચાવી પાત્રતા કર્યો મેં પ્રેમ ના કરે કોઈ જગતમાં..
થઈ પ્રેમપ્રચૂર કરું નિર્મળ સાચો રસભીનો પ્રેમ ઘણો ..
કામાક્ષી બની કરું રસ ચુંબન ભરૂ ત્રુપ્તિ રસમધુરમાં ..
કરું નિછાવર પ્રેમમાં જીવ સુખ ભોગ બધાં જિંદગીના ..
ન જોઉં પળ ઘડી બસ રહુ મસ્તમગ્ન પ્રેમ અગનમાં ..
કર્યો પ્રેમ પવિત્ર ઈશ્વર જેવો સ્વચ્છ પાવન સ્ફટિક..
ના જોયુ રૂપ સ્વરૂપ દેહ બસ પ્રેમ કર્યો વિશ્વાશમાં ..
સ્વીકારી સાચવી લેજે પ્રેમ મારો નથી સરળ પામવામાં..
આપી દીધો સરળ હ્રદયે માની સાચી પાત્રતા પ્રેમમાં..
ખૂબ તપ્યો ગળાયો થયો પ્રેમઅંગાર હ્રદય અગ્નિમાં ..
પ્રેમઅંગાર કરી દેશે ભસ્મ જો તૂટે "દિલ" વિશ્વાશમાં ..
.........ભગવો કરું વહાલો.........
રંગ જોયાં ઘણાં જીવનમાં કાપી ઊંમર ઘણી ..
વધાવ્યા હોંશે નવરંગ નિતનવા મેં ખૂબ જીવનમાં..
લીલો સફેદ ભૂરો ક્યારેક શાંતિ સુખ આનંદમાં..
રંગ ગુલાબી પ્રેમનો સુખ આનંદથી ત્રુપ્ત જીવનમાં..
લાલ કાળા રંગની ખૂબ અસર હવે સીમા વટાવી..
જીવને નથી રહી હવે ધરપત કાઇંજ વધુ જીવવાની..
સવારના ભૂરા પીળા નભથી હવે શરૂઆત કરીને ..
રાત્રીનાં ઘેરા ભૂરા કાળા રંગથી પૂરુ કરી છુટીને..
જવું છે હવે બસ એક ભક્તિનાં ભગવા રંગમાં..
છોડી માયા કાયા બધાં કામણ નશ્વર જીવનનાં..
ઇશ્વરે બતાવ્યાં છે ખૂબ રંગ બધાં જીવનમાં..
પણ ભગવો જ કરું વહાલો હું હવે બસ જિંદગીમાં..
બુધ્ધમ શરણમ ગચ્છામિ કરી જઉ શ્રી ચરણમાં..
"દિલ" થશે કેસરીઓ હવે બધાં રંગ છોડીને જીવનમાં..
..............મૂરત એક સુંદર ઘણી.................
મૂરત એક સુંદર ઘણી વસી ગઈ મારાં હ્રુદય મહીં..
ના શ્રુઁગાર કોઈ કુદરતે કરી એનાં પર ક્રુપા ઘણી ..
રૂપને મળ્યો પવિત્ર જીવ થયો જાણે સૂર સંગમ ઘણો..
અંબાર સમાયા રૂપનાં અનેક એક રૂપ રંગમાં ઘણાં ..
જોયાં કરું અપલક નયને ભીનેવાન મરોડદાર રૂપ..
જીવ જીગરથી પૂજૂ મૂરતને સમાવી અંતરમનમાં..
નશ્વર શરીરનાં રૂપ અંતે મળે માટીમાં જ જઈ ભળે..
કરું પ્રેમ સ્વીકાર જીવથી જીવ મળી થાય એકરાર..
મોહ નથી કોઈ જો થાય ભંગ છે સાચો જ છે એ પ્રેમ ..
ના વાસના નથી કોઈ અપેક્ષા બસ પ્રેમમાં રહુ રત..
અંતર આત્મા મળ્યા ના રહે જીવે કદી અળગા હવે..
"દિલ"થી દિલને થયો હવે અનોખો અનેરો પ્રેમસંગમ..
.........છું તન્મય તરબોળ........
છું રહું તન્મય બસ તારા પ્રેમરસમાં હું તરબોળ ..
જોઈ આંખોથી બસ તને દિલમાં ઉતારી કરું પ્રેમ..
શું વીતે રાતદિવસ પ્રહર જાય રહે ના કોઈ ખબર ..
રસ તરબોળ હ્રુદય પ્રેમમાં દુનિયાની શું ખબર ?
કલ્પનાઓથી ઉડી આવી મળું કાપુ અંતર આકાશી ..
રહુ ના દૂર કદી ખૂબ કરું પ્રેમ મારાં અંતરમનઆવાસી..
મનહ્રદય ઝંખે તને લઉ સમાવી મારાં હ્રદય મહીં ..
પ્રસારી આંખો ખૂબ તને લઉ વધાવી નજર મહીં ..
કરું યાદ પળ પળ તને હવે કેમ કરી હું જીવું ?..
વરસે આંખો અનરાધાર હવે કેમ કરી હું રોકુ ?..
દિલમનથી ચાહી ખૂબ અંતરીક્ષમાં બસ તુ એક ..
ના રહે ભાન કોઈે છોડી શરમ અપનાવી છે તને ..
ઉઠી ગયા પગલાં ચાલવા કરવાં સાથ સંગાથે ..
"દિલ" રહે તન્મય તરબોળ બસ ચાહવા હવે તને ..
...............પામવા પ્રેમ.............
જરૂર શું કોઈ ખાસ આવડતની પામવા પ્રેમ સાચો ?
ક્રિયા છે એ નૈસર્ગિક પ્રેમ નથી કોઈ આગવું પ્રયોજન ..
નથી જરૂર કોઈ એવાં રૂપની મોહવા સાચા પ્રેમમાં ..
પ્રેમ વરદાન છે થઈ જાય છે કરવો નથી પડતો ..
બીજું કંઈ જ નથી પ્રેમ સામે બસ પ્રેમ મળે દુનિયામાં ..
વિશ્વાશ વિનાનો પ્રેમ બને છે ક્રૂર છળ દુનિયામાં ..
ગુણાંક બત્રીસ નથી જરૂર બે સાચાં જીવ મળવામાં ..
પ્રેમ સામે મળે પ્રેમ બસ ના હોય કોઈ ગુણ મેળાપમાં ..
ધન ઐશ્વર્ય રૂપ ઊંમર ના હોય કોઈ હિસાબ પ્રેમમાં..
ના કરે કપટ હિસાબ કોઈ ઘાત વિશ્વાસનો પ્રેમમાં ..
પ્રેમ ઈશ્વરની પ્રેમલક્ષણા ભક્તિનું પાવન સ્વરૂપ છે ..
ઈશ્વર પણ આપે છે સાથ જ્યારે પ્રેમ ખૂબ સાચો છે ..
કરશે જો કોઈ હિસાબ ગણિત ચેડા સાચાં પ્રેમમાં..
બાંધશે કર્મબંધન જગતમાં અપાર નર્ક ભોગવવા ..
ના રૂપ આવડત ના કોઈ ધન સેવાની અપેક્ષા ..
"દિલ"થી પ્રેમને સમર્પિત સઁપૂર્ણ છે ધનભાગ્ય પ્રેમમાં ..