સ્પંદન "દિલ" ના-part 6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સ્પંદન "દિલ" ના-part 6

.......છોડુ જગ ના છોડુ કદી સાથ........

છોડુ જગ ના છોડુ કદી સાથ તારો પ્રિયે.

ના માંગુ હીરા મોતી ના કોઈ સુખ સંસારનાં.

રહુ જીવું નિજાનંદમાં કરું પ્રવાસ સાથમાં.

માણું કુદરત જોઉં સમજુ અદભૂત રચના.

ઉડુ આનંદની લહેરે લઈ બાથમાં સફરે.

મેઘધનુશી પ્રેમરંગ નભનાં જોઉં લુટાઉ.

સાથમાં તારા લઉં શ્વાશ મહેકે એકમેકના.

આંખોમાં ભર્યો છલ્લૌછલ પ્રેમસાગર ઘણો.

ના ભાન જગનુ નાં સંકોચ કોઈ અવરોધ.

પ્રણયપંથે નીકળયા ચાલી એકદૂજે સંગ.

સૂકૂન સ્વર્ગનું સાથમાં તારા શું માંગુ બીજું?

વરસાવુ પ્રેમઅમી સમાવુ મન હ્રદય જીવમાં

પ્રેમ સહેવાસે ભરૂ શ્વાશ ધબકી ધબકારમાં.

"દિલ"માં બસ સ્થાન તારું લખું માનસપટમાં.


...............વરસે અનરાધાર................

આવે મેહૂલો સમયે વરસે અનરાધાર.

ના અકળાય ના અટવાય રઘવાય કદી.

વાદળોનોં ધની છે ખૂબ જળથી ભરેલો.

ના થાય વિવશ ના શર્માય બસ વરસે.

જેવું કરો એવું ભરો એ સમજાવે ઘણો.

વરસવુ છે ધરતીને ભિંજવવુ છે ઘણું.

ધરતી પુકારે આવને મેહુલા વરસી જાને.

વીરહ્થી તપતી ધરતીને કરે પ્રેમ ભીની.

વ્રુક્શૉનૉ કરો ઉછેર વનઉપવન વધારો.

સંવર્ધન થાય ધરા વરસે મેહૂલો અનરાધાર.

નજરો પાથરી ધરા પુકારે મેહૂલાને બોલાવે.

મિલન ટાણે આવે મેહૂલો વરસે અનરાધાર.

કુદરત સમજાવે પ્રેમ એની રુતુઓ થકી ..

"દીલ" ખૂબ સમજે કરે વરસાવે પ્રેમ સહી.


...............ગરિમા પ્રેમની................

લાલી સૂરજની ગરીમા ચંદ્રની એવો પાવક પ્રેમ મારો.

આંખની પલકે રાખું સાચવુ તને મુજ જણસ થકી.

છૂટે જીવ શરીરથી રહુ નભમા ફરતો રક્ષા કરું તારી.

ના આવે આંખમાં કદી આંસુ તારી સંભાળુ તને એવું.

રાખું હથેળીમાં હાથની સંવારુ રાતદિવસ એવું તને.

પહેલો કોળીયો ખવરાવુ તને બસ નીરખતો રહુ પ્રેમે.

ઓડકારે તારા ભરાય પેટ મારૂં નજરોમા સમાવુ તને.

છાતી પર મારી સુવરાવુ માથે ચંદરવો કરું નભનો.

વાદળોની કરાવુ સેર સંગ મીઠાં પવનની લહેરે .

લુટાવી અમાપ પ્રેમ તને આંખોના અમીથી નવરાવુ .

પાંખો પ્રેમની લગાવી આઝાદ પંખીની જેમ ઉડીએ .

ધરતી નભ શું અંતરીક્ષ બસ એકમેકમાં રહી જીવીએ.

ના રહે કોઈ પ્યાસ તરસ એવો પ્રેમરસ લૂંટીએ .

"દિલ"માં રાખી તારા જીવને અંતરમન પ્રેમથી ઉજાળું.


..................શબ્દો બોલના....................

શબ્દો બોલના બદલાય ભલે સંચાર પ્રેમનો કરું.

મીઠાં બોલ પ્રેમનાં એહસાસ સ્વર્ગના કરાવુ.

હ્રદયનાં તાર ઝંનઝંને ધૂન મીઠી તરસાવે.

આલાપે ગીત મીઠાં મનમાં આનંદ પ્રસરાવે.

શબ્દોથી કરું સંવાદ રાખીને એમાં પ્રાણ .

હરપળ રાખું ઇચ્છા તને કરું પ્રેમ અપાર .

ધારા વહે નયનથી છલ્લૌછલ ભર્યો છે પ્રેમ.

ના નિયમ કોઈ કાયદો બાંધે રોકે મારો પ્રેમ.

પાલવ ઓઢાડુ પ્રેમનો કરું ન્યોછાવર પ્રાણ

સમજણ કેળવાય પ્રેમની બીજું રહ્યું ના જ્ઞાન.

રાખું બાંધી મુજ હ્રદયમાં પ્રેમ પીડા અમાપ.

ઉડવા દઉં ખુલ્લા આભમાં કરવું હોય કરવાં દઉં.

ના કોઈ બંધન ના કોઈ પીડાનો એહસાસ.

"દિલ" કરે પ્રેમ સાચો સમર્પિત જીવ તને .


.............થાવ મોર્ડનાઇઝ..........???...

સમય પરિવર્તનનોં બદલો અનુભૂતિ થાવ મોર્ડનાઇઝ.

પરિભાષા બદલાઈ પ્રેમની કરી સોદા થાવ મોર્ડનાઇઝ.

વહાલી પ્રિયે નહીં હની બેબી કહો થાવ મોર્ડનાઇઝ.

નદી તળાવ બગીચા નહીં કાફે હોટેલ મૉલ લોંગડ્રાઇવ.

આચાર વિચાર શિષ્ટાચાર નહીં સ્વચ્છંદતાના રૂપ દેખાય.

સાચી લાગણીના તાણાવાણા નહીં દેખાવ સુંદર જોવે.

હ્રદયમનમાં પ્રેમ હોય ના હોય પણ ભપકા ભારે જોવે.

સમજાવે કોણ પરિધાનની સુંદરતા નગ્ન થવામાં ના હોય.

અરે ગરમી ભેજ પસીનો બદલાવે પરિધાનનોં શિષ્ટાચાર.

ફેશનમાં કપડાં થાય ટૂંકા વિકાસની બને વ્યાખ્યા.

અર્કને મારો ગોલી ફિલરને કરો પ્રેમ થાવ મોર્ડનાઇઝ.

સમજાય તો ઘણું નહીં તો થાય ભલુ થાવ મોર્ડનાઇઝ.

ભાષા કરો અપભ્રંશ લખો એવું બસ થાવ હવે મોર્ડનાઇઝ.

કવિતા નોવેલ લખો એવી કહો "દીલ"ને થાવ મોર્ડનાઇઝ. ?????


.............યાદ છે એ મુલાકાતો.............

યાદ છે ખૂબ તારા સાથસહવાસની હર એક પળ.

એક એક ગલી રસ્તા એ ફૂટ્પાથની પ્રેમ મુલાકાતો.

કોફીની ગરમ ચુસકી આઇસક્રીમની મધુર જયાફતૉ.

એ રંગીન મૂડ કમ્ફર્ટ હોવાની ખાટીમીઠી વાતો .

એ મિલનના સ્થળ સાવધાન સલામતની કોશીશો.

સહવાસ પ્રેમનાં એકમેકના વીતી જાય ક્યાંય કલાકો.

પાઁચ મિનીટ કહી વિતાવિયે બિઁદાસ ખૂબ પ્રેમની પળૉ..

મીઠી યાદોના સંભારણા કરે આંખ વિરહમાં પ્રેમભીની.

ક્યાં ગઈ એ પળો એ સમય મુલાકાતોનોં મોઁઘેરો દોર.

ના દુનિયાની ખબર ના ફીકર બસ ઐક્મેક્નો અપાર પ્રેમ.

તાકતી નજરો ઉઠતીને અવગણી કર્યો અમાપ પ્રેમ.

"દિલ"માં ધર્બાઇ એ યાદો એ ગલીઓની મીઠી મુલાકાતો.


........................યાદ સતાવે.......................

ઊગી દિવસ આથમે થાય રાત તારી યાદ સતાવે.

કરું પોકાર મનહ્રદયથી અવિરત ઉર્મીઓ ઠાલવીને.

બંધાઇ સાંકળ મજબુરીની ના અવાયુ તારી પાસે .

તરસે તરફડે હૈયું મારૂં આંસુઓનાં પૂર ખૂબ આવે .

કેમ કરી વિતાવુ પળ જે તારા પ્રેમની ભીખ માંગે.

પળમાં સમાઇ જિંદગી મારી પુલ્કીત થઈ પ્રેમથી .

અંતર ઘણું માઇલો તણું આંતરમનમાં રાખું તને .

આમંત્રિત કરું મનની અટારિએ કરી લઉં પ્રેમ તને.

ઠંડુ થયેલું લોહી હવે દોડે તારી યાદ ખૂબ કરીને .

ગરમ થઈ નસો ફુલે વિરહ્ની આગ ખૂબ ભડકે .

પ્રેમનો આધાર વિશ્વાશ બને પાવક થઈ પૂજે .

પોકારી "દીલ" બોલાવે તને ના કર મોડું હવે.


...............અમી બિંદુ પ્રેમનાં.................

કર્યો પ્રેમ અપાર સમાવુ આંખમાં અમીબિંદુ ખૂબ પ્રેમનાં.

ઉભરાય આંખમાં સાગર પ્રેમનો વહાલનાં મોજાં અમાપ.

આંખોમાં મારી સપના તારા કરું સાકાર ખૂબ પ્રેમ કરી.

મીઠાશ ભરૂ પ્રેમભીની વરસાવુ આંખો થાય પ્રેમઘેલી.

મનમોહક સ્મિતનોં તારા બાવરો થઉં ખૂબ સ્નેહ ભર્યો .

રૂપ તારું મદહોશ કરે પાગલ તારો બસ ભાન ભૂલે .

સુંદરતા તારી આંબે આભ ઉપમા તારી ચાંદની કરે .

ધરતી પર ના જોડ તારી ના જોઉં સુંદર કોઈ મૂરત એવી.

સમાવી નજરૉમા કરું પ્રેમ પીવું અમ્રુત અમીબિઁદુ પ્રેમનાં.

"દિલ"લહેરાય આનંદે પામી જઉ તને પ્રેમ સ્વરૂપમાં.


...................રૂપ ઈશ્વરનાં..................

રામકૃષ્ણ મહાદેવ બુધ્ધ જીસસ લામા કાબા મહાવીર.

રૂપસ્વરૂપ બધાં તારા જ સમાયો મારો ઈશ્વર સર્વમાં.

મંદિર મસ્જિદ દેરાવાસી ગુરુદ્વારા હોય કે ગીરજાઘર.

પાવન સ્થળ બધાં નમાવી માથું કરું ઈશ્વરના દર્શન .

રૂપમાં બધાં બસ તું જ એક ઈશ્વર સર્વનોં છું પાલનહાર.

બની બેઠેલાં સંત મહાત્માને કરું કોસો દૂરથી નમન.

વાંચુ બાઇબલ કુરાન ગુરુબાની સૌનો આધાર છે ગીતા.

આપ્યાં સાચાં સંસ્કાર સનાતને આપું સહુ ધર્મને સન્માન.

રહુ તૈયાર કરવા જ્ઞાનગોશ્ટિ ધર્મ પર છોડીને વિવાદ.

કણ કણમાં સમાયો સર્વવ્યાપ ઈશ્વર શું આપું એને નામ?

લગાવી હ્રદયે નમી સહુ ધર્મને હું પામી જઉ મારો ઈશ્વર .

દંભ છોડી દયા રાખ ના દુભવિશ સાચાં દીલ તું સુજાણ.

"દિલ"માં વસે અર્ધનારીશ્વર ના ભટકીશ દુનિયા તું જાણ.


................મન મરજી................

આપ્યો જન્મ ઇશ્વરે સિઁચવ્યા સંસ્કાર જીવું મનમરજી.

ઘૂમૂ જગત આખું કુદરતનાં કરિશ્માને જોઉં અનુભવું .

કોઈને ખૂબ ગમુ નાં ગમુ પડે શું ફરક જીવું મનમરજી .

જીવું નિજાનંદમાં નાં કરું પરવા કોઈ પ્રક્રુતિમાં જીવું .

બઁધાઉ આત્માથી છોડુ શરીર નશ્વર જીવું મનમરજી .

ડશે હજારો નાગ ઝેરી આપે યાતનાઓ સંસાર અપાર .

ના બઁધાઉ કોઈ રુણ નાં સંબંધ બસ જીવું મનમરજી .

હરુફરૂ જીવું અનેરો નાં કોઈ ઝેરવેર ઇર્ષા ના કદી દુઃખ.

ના ડગમગાવે નિર્ણય મારાં છે અફર જીવું મનમરજી.

હું જીવ પ્રક્રૂતિનો બન્યો પંચતત્વથી રહુ બસ મનમોજી.

રહે અસ્તિત્વ તારું મન હ્રદય જીવ ઓરામા સાથમાં મારાં.

કંડારે "દીલ" કેડી સ્વયંની કરવાં પ્રયાણ જીવે મનમોજી .


...........ફૂલ ચઢાવુ પ્રેમનાં..............

ચઢાવુ ફૂલ આવીને કબર પર તારી યાદો ભરીને પ્રેમની.

છુપાવી અંતરના ઘાવ ઘણાં આંસુ વહાવુ તારી યાદમાં.

રાખી જીવતો છીનવી જિંદગી કર્યો બરબાદ સાવ પ્રેમમાં.

રહ્યું નાં કોઈ નૂર બસ બની નાસુર જિંદગી શું કરુ?

બેરહેમ કુદરતે કર્યા કઠોર ઘા રોળાઇ ગયું નસીબ મારુ.

પહોચી ગયેલો મઁઝિલે છેક ખાધી ઠોકર છેલ્લે શ્વાશે .

ભળયો માટીમાં દેહ તારો જીવ મારો સળગતો રહ્યો.

ના ફરિયાદ કોઈ તારી મૌન શબ્દે લીધી વિદાય હવે.

બોલતો પૉકારતૉ રહ્યો તને નાં દીધો સાદ નાં સંગાથ.

થઈ ગઈ વિદાય મૂકી એકલો મને વરસાવવા આંસુ હવે.

અપલક નયને જોઉં રાહ તારા પથ પર માંડીને નજર.

ના કરી શકે કદી મુક્ત મને મારો પ્રેમ છે એવો પ્રબળ.

હરપળ તારો પ્રેમ સમાવ્યો સંવાર્યો મારાં જીવ જીગરમા.

નામ તારું જ લખાયુ મારાં "દીલ" રુહ લોહીના કણમાં.


...ઊઁચી થાય આંખો લાલ અગનથી..ઝુકે માથું શરમથી....

ઊઁચી થાય આંખો લાલ અગનથી ઝુકે માથું શરમથી.

ખુવાર થાય જુવાન દેશનાં સાચવે સીમારેખા જીવથી .

બાળબચ્ચા કુટુંબકબીલા છોડ્યા સર્વ અંગત ચેન સુખ .

લોહી વહાવી કરે રક્ષા દેશની ,નેતાઓ કરે ફાલતૂ ફીતુરી.

બાજી લગાવે સેના જીવની પકડી મારે ક્રૂર આતંકવાદી .

દ્રોહિ દેશનાં કપૂતો રોકે જવાનને કરીને પથ્થરબાજી.

ઘરનાને મારી ધૉખેબાજ પાડોશીની કરે પગચંપિ.

ઝુકે છે માથું શરમથી ખૂબ આ કપૂતોને ભાઈ કહેવાથી .

નહીં વેડફાય ટીપું એક લોહીનું મારાં દેશનાં જવાનનું .

કશ્મીર ફક્ત એ રાજ્ય નહીં માથું છે મારી ભારત માઁ નું .

ઊઁચી થશે આંખો લાલ અગનથી જલાવશે ગધ્ધારૌને.

કરશે ધ્વંશ સઁપૂર્ણ કપૂતોનો સીમારેખાના ક્રૂર દુશ્મનોનો .

હિમ્મત નાં હારે કદી સેના આખો દેશ છે પડખેસંગાથે.

ભારતમાઁની રક્ષા કાજે ઘેર ઘેરથી જુવાન દોડી આવશે

બહુ થયું કરી લો ફત્તેહ હવે બોલીને બસ હર હર મહાદેવ.

નેતાઓની નીતિ પઁચાતોમા દેશ જુઓ ભડકે છે બળે.

વાણી વિલાસ કરો બંધ મારો ગોળી ચલાવો તોપ હવે.

નહીં સેહવાય અપમાન માતાનું લોહી બળે છે ભડકે હવે .

એક જુટ થઈ કરીએ સામનો આ કળીયુગનાં નરાધમૉનો.

માઁ ભારતને કરું "દીલ"થી આ જીવદેહ ને સમર્પિત .


.......પ્રેમ વિરહનો..બાવરો ........

નથી રહ્યું ભાન દેહનું નાં કામનું પ્રેમ વિરહ કરે બાવરો.

દિવસ ઊગી થાય સાંજ નથી રહ્યું કોઈ સમયનું ભાન.

નથી રહ્યો કોઈ ક્રમ બસ જીવ મન ભિઁજાય પ્રેમમય.

સમય નાં આપે સાથ પડી સૂઇ રહુ નિષ્ક્રિય પથારીમાં.

વહાલની ચાદર ઓઢાડુ તને સુવરાવુ મારી પલકોમા .

આંખોમાં પરોવી તને જોઉં માણું કરું પ્રેમ શમણાંમાં.

યાદ આવી આંસુ ભરે આંખો હોઠ ઉઠે હસી અપાર.

આંખોમાં નિંદ્રા ઉઠવા સમયે ભલે જાગે આખી રાત.

શબ્દો સજાવી કરી લઉં પ્યાર ભરી લઉં આંખોમાં સ્નેહ.

થઈ ગયો બાવરો તારો લુટાવુ પ્રેમ તને અમાપ .

નમ થઈ જાય આંખો જ્યારે પીડે વિરહ મને પારાવાર.

"દિલ" છે પ્રેમભીનુ તારી રાહ જુએ અપલક નયને.


...................ચહેરો તારો...................

અપ્રતિમ સુંદર ચહેરો તારો નથી દુનિયામાં ચહેરો બીજો.

હર એક રૂપ જોઉં ચહેરામાં તારા છે અનુપમ સુંદર.

રૂપ છે તારું કંઈક અનોખું કોઈ ના સરખામણી એની.

થાય લાગણી પાવન પતીત ઓછું ના કોઈ વિચારી શકે .

આંખોમાં જોઉં ઊંડાઈ સાગરની ઉભરાય પ્રેમ મોજાઓથી.

નક્શીદાર નાક લઈ ચૂમૂ તીખી ધાર સુંદર સ્વરૂપની .

જોતા ના ધરાઊ અપલક નયને બસ પિઊ અમી પ્રેમનાં.

સમાયા પંચતત્વ રૂપ જાણે ઇશ્વરે લખી પ્રેમથી કવિતા.

ગગનનું નીલ સ્વરૂપ માત્રુતા પાવક ધરાની છે શોભતી .

પારદર્શી ચરિત્ર જળ જેવું પ્રકાશે તેજ સૂરજનાં લલાટે.

વાયુ વેગે પ્રસરે તારા મોહમયી દેખાવની ચુઁબકતા.

કરું શું વર્ણન નાં શબ્દો કોઈ છે વિવશતા ભંડોળમાં.

અપ્સરાના રૂપ ભરે પાણી તારું સુંદર સ્વરૂપ અપ્રતિમ.

પાગલ પ્રેમી મોહક ચહેરાને વસાવી કરે પ્રેમ "દીલ"માં.


................તડીપાર...............

છોડ્યા સંબંધ બધાં તોડ્યા તાણાવાણા લાગણીઓના થયો તડીપાર.

જાતે જ કરી અપીલ પ્રેમ ગુનાની સજા સંભળાવી થયો તડીપાર.

ભોગ ખૂબ ભોગવ્યા સંસારના હવે નક્કી કર્યા થવાં તડીપાર.

મોહ સમજાયા ભ્રમ ભાંગ્યા શરીરે કર્યા બધાં ભોગ તડીપાર.

ગૂંચ ઉકેલી ખૂબ જીવનની બધીજ જંજાળને કરી તડીપાર.

મનથી સ્વીકારી જીવહ્રદયે ખુશી આનંદે સજા હવે બસ તડીપાર.

ના બંધન કોઈ ના કોઈ સંબંધ લુભાવતા રહ્યા લીધું માઁગી તડીપાર.

અવગણાવુ એ પહેલાં થઉં અણખામણો જાતે કરું મને તડીપાર.

કર્યા ક્ર્મ લખેલાં લલાટે તોડ્યા દુભવ્યા હ્રદય કરો માફ થઉં તડીપાર .

હવે છોડુ ટુકાવુ જીવન ત્યાગી દુનિયા "દીલ" હવે થાય તડીપાર.


....................અલગારી...................

હરુ ફરુ જીવું મનમસ્તીમાં ધરા પર બની અલગારી.

વનઉપવન પહાડ નદીસાગર જોઉં ઓળંગુ મસ્તીથી.

ના બંધન કોઈ વાડામાં ના બંધાઈ રહુ સડુ જીવું એવું .

મુક્ત મનનો જીવ ખોળે કુદરતના ઝુમુ રમું ઘૂમૂ ગાઉ .

ખેતર વાડી નદી ઝરણાં વ્રુક્શો સંગ કરું શબ્દ સંવાદ.

લહેરે પવનની ગાઉ ગીત પંખી સંગ જાણે ગગનમાં ઉડુ.

ના રહે કોઈ સીમા આનંદની રહુ બસ પ્રેમ સમાધી થકી.

રહી જીવી કુદરતમાં શીખું સમજુ પાઠ નવા પ્રેમ તણા.

ના રોકે ટોકે કોઈ બસ જીવું આનંદે પ્રેમ હું સાગરમાં .

સૂર રહે સંગ સાથ સંગીતના છેડે રાગ મીઠાં પ્રેમ તણા.

રોજ શીખું નવી વાત જ્ઞાનની ભંડાર ભર્યા કુદરત મહીં.

શીખવે સમજાવે રહસ્ય ઘણાં ધરબાયેલા કુદરત મહીં.

જીવવા દેજો મુક્ત મને વિનવુ વારંવાર હ્રદય થકી .

અલગારી છે "દીલ" મારુ ધબકી રહ્યું બસ કુદરત થકી.


..............માંગુ મીઠું મોત.................

માંગુ મીઠું મોત ઈશ્વરને ખૂબ વીનવીને આજે .

ખોળીયું છોડુ આપું પાછું મોત મને મીઠું આવે .

રૂંવા રૂંવા નસ નસ થયા લાવા ઉષ્ણ બને શરીર.

હ્રદયમાં છે હલચલ ઘણી ગૂંગળાય ખૂબ જીવ .

શ્વાશની ધમણ ચાલે જોરે પડઘમ સાંભળું એનાં .

મીઠું મોત આવે હવે જીવ શરીર ઠંડુ ખૂબ થાય .

મનમાં ઘોળાય નામ તારું માંગુ તારો સાથ સંગાથ.

છોડુ જગ પળમાં હું સાથ તારો નાં છોડુ સંગાથ .

ઘડી પળ નક્કી મારી આવશે પાકુ મીઠું મોત.

દીધા વચન પાળુ નિભાવુ નાં છોડુ કદી હું સાથ .

રોશની આંખની જાણે થઈ પ્રજ્વલિત બૂઝતા પહેલાં.

જોઉં છું આ જન્મને પેલે પાર કોઈ દુનિયા હું નવી .

વિસ્મ્રૂતિ થાય બધી દુનિયાની બસ યાદ રહે મને તુજ.

માંગુ મોત મીઠું સાથ સંગાથે "દીલ"માં રહી એક .


..............હેપ્પી બર્થ ડે હ્રીદયા..............

મારાં હ્રદયમાં વસતી હસતી રમતી વહાલી મારી હ્રીદયા.

ઇશ્વરે આપેલી અણમોલ છે લાડકી મારી હ્રીદયા .

જન્મદિવસે આપું આશીર્વાદ હ્રદયથી તને અમાપ .

હરપળ ઘડી દિન સાલ જીવન આખું સુખઆનંદે જાય.

આજે થઈ વરસની ઢીંગલી મારી ખુશીઓનો છે અવતાર.

અષાઢી એકમ નવલી નવરાત્રીએ જન્મી મારી હ્રીદયા .

આવી વસી હ્રદયમાં કરી હાશ નામ છે વહાલી હ્રીદયા .

તારીખ સત્તર જુલાઈ મારાં આંગણાં કર્યા ઘણાં પાવન.

મંમી પપાની આંખોની અમી ખૂબ મીઠડી છે ઢીંગલી .

જીજીની લાડકી નાનીની મીઠડી ધરાફુઈ કરે દુલાર .

પા પા પગલી માંડી હવે કરે ચાલવાની શરૂઆત .

ઠુમક ઠુમક ચાલતી બેસતી ઉઠતી રમતી મારી હ્રીદયા .

કરી હાથ ઊઁચા પાડી બૂમ એય્ય કહી મીઠું બોલાવતી .

મીઠાં બોલ બોલે કાલી ભાષામાં વહાલી લાગે ખૂબ .

કરી લઉં વહાઁલ ઘણાં ગળે લગાવી કરી લઉં લાડ .

"હેપ્પી બર્થડે હ્રીદયા" કહી દિયા દીવા કરે ખૂબ પ્યાર.


............હસતાં જીવતાં પારેવડા............

હસતાં જીવતાં બે પારેવડા ઉડતાં નીલ ગગનમાં.

ધરાથી નભનો કરતાં પ્રવાસ રહેતા બસ એકમેકમાં .

પરોવાયા ખૂબ પ્રેમમાં જાણે મળ્યા જળ નદી સાગરના.

શ્વાશ નાં તાર થી તાર જોડાયાં એક શ્વાશથી જીવતાં.

જોડી બનાવે ઇશ્વરે ખૂબ પ્રેમ એકબીજાને કરતા .

પ્રેમ ઊભરાતા હ્રદયમાં અપાર નજરોથી ખૂબ લૉભાવતા.

કરતા વાતો અલકમલકની ઘણી સમજીને એ જીવતાં .

દીધા વચન બોલ પ્રેમનાં નિભાવીને ખૂબ જીવતાં .

કોળીઓ નાં બને કાળનો કદી પ્રભુને એ ખૂબ ગમતાં .

રક્ષા છે ખૂબ પરમેશ્વરની પળ પળની છે નજર .

રાખે જેને માંબાબા એનો વાળ નાં કદી વાંકો થાય.

ઊગી છે પાંખ પ્રેમની ઉડે છે સંગ સાથ નીલ ગગનમાં.

ના કોઈ વેર ઝેર નાં માંગે ચાઁદી સોના સુખ કરોડ.

"દિલ" માં રહી સંગ સાથ બસ ઉડે નીલ ગગનમાં.


...............વન ઉપવન..............

લીલી લીલી ધરતી સુંદર વનરાજી છે વનઉપવનમાં.

નીચે ધરા ઉપર ભૂરું છે નભ સ્વચ્છ સુંદર વિશાળ .

વહે પવન મીઠો ઠંડો જાણે લહેરખી ખૂબ આનંદની થાય.

હર રુતુ જાણે છે વસંત પુશ્પોના ભરેલાં ખૂબ ફૂલછાબ.

મહેઁકતા ફૂલ ચહેઁકતા પંખીઓના છે કાફલા અપાર .

વ્રુક્સો આપીને ફળ અપાર લચી પડી હર શાખા ડાળ.

ચારો તરફ લીલીછમ બિછાત સામે પહાડોની હારમાળ.

વાય પવન શીતળ સાથે વાદળૉની રમત ને સંગત .

ધવલગિરિમાળાનાં શિખરો છે જાણે આભને આંબતા.

ઝરણાં ધોધ નદી આવી શીખરેથી ઝૂમતા વધતા દેખાય.

રચ્યું છે અદભૂત દ્રશ્ય કુદરતે જાણે ઇશ્વરનો એહસાસ.

"દિલ"છે આનંદનાં હીલોળે પ્રક્રુતિ પર છે સદા કુરબાન.


...........વસાવુ પ્રેમ ઓરાની દુનિયા..............

વસાવુ આપણાં પ્રેમ ઓરાની દુનિયા કરી અમરપ્રેમ.

છે અનોખી અનેરી અંતરીક્ષમાં વસેલી આ દુનિયા.

પ્રેમ સૂર રેલાવુ હરપળ તારથી તાર મિલાવુ હ્રદયનાં .

સ્પંદનોના સથવારે પરોવી શબ્દો ગાઉ ગીત પ્રેમનાં.

આલાપ રેલાવુ પ્રેમભર્યા પહોચે શબ્દો તારાં હ્રદય મહીં.

સૂરસંગીતનાં સંગાથે ગાઉ ગીત વહાલ્થી પ્રેમભીના .

બને અનુપમ દુનિયા પ્રેમઓરાની એમાં છે ઇશ્વરનો વાસ.

ચાઁદ સૂરજ રોશની કરે તારામંડળ ગૂંથીને ભરે બિછાત.

પ્રેમઓરાની પ્રેમાળ દુનિયામાં રાણી તારું છે રાજ .

પ્રેમ લુટાવિ ભરૂ મહેફીલ તારા નશામાં હું દિન રાત .

ભાષા બની મૂક વિના વાચા નજરોમા પ્રેમ વાત સંવાદ.

વિના કહે સમજુ બધું શબ્દો બને વિવશ પારાવાર .

જીવથી મળી જીવ બની ગયો એક પાવન પ્રેમઓરા .

"દિલ" છલકાય પ્રેમથી વસાવુ એક પ્રેમઓરાની દુનિયા.


.................ઓઢાડું સુંદર ચૂનર તને પ્રેમરંગની.............

ઓઢાડું સુંદર ચૂનર તને પ્રેમરંગની.

મઢી ચાંદ તારલીયા કિનાર ઝળકતી.

ઓઢાડું સુંદર ચૂનર .......

મુખડુ રૂપ મઢ્યુ સોનેરી છે ઝૂલ્ફો .

બીછાવુ પ્રેમજાળ કરવાં કેદ દિલમાં.

ઓઢાડું સુંદર ચૂનર.........

ચૂનર છે મહામૂલિ અવકાશમાં આખા.

સુંદર જીવને ઓઢાડું ચૂનર પ્રેમરંગી.

ઓઢાડું સુંદર ચૂનર..........

જોઉં રૂપમાં તારાં જગના સુંદર સ્વરૂપ.

કરું આલાપ પ્રેમનાં તારાં જીવમનમાં રહુ.

ઓઢાડું સુંદર ચૂનર............

વાદળ બની રમું સંતાઉ જોઉં ચાંદ બની.

ફેલાવુ ચાંદની બની તેજ સમાઉ રૂપમાં.

ઓઢાડું સુંદર ચૂનર..............

રૂપ તેજ લિસોટો તારું આભ આખું ઝળકે.

તેજ સમાવુ તારું હું ભરૂ પ્રેમ નભ ગંગા.

ઓઢાડું સુંદર ચૂનર................

તારાં નામ મન હ્રદય રૂપનો બનુ દિવાનો.

"દિલ" ઓઢાડે સુંદર ચૂનર પ્રેમરંગ ભરપૂર.

...............પ્રેમ આંક.....................

શબ્દો પાસે એ તાકાત કયાં જે વર્ણવે પ્રેમ મારો .

કરે એ પ્રયાસ ઘણાં કહેવા પણ થાય વિવશ ઘણો.

શું કહે ખુમારી મારાં પ્રેમની છે મુઠી ઉંચેરો પ્રેમ મારો.

છે ગુરુર ઘણો પ્રેમનો ઊંચે ગગન પાર જઈ અડે.

નથી એ અભિમાન કે જે કાલે એ ધૂળમાં જઈ મળે.

પાવન છે પાત્રતા ઘણી જે ઇશ્વરે વારસામાં આપી .

કેળવાયો એટલો ઘણો નાં જરૂર પુરુવાર કરવાની .

આંખોથી ઉતારી હ્રદયમાં કરી પૂજા પ્રેમ લુટાવી.

ના કરું પ્રયાસ કદી કરવાં પુરુવાર કેટલો પ્રેમ મારો .

નથી કોઈ આંક માપ કોઈ ઉપાય બસ પ્રબળ પ્રેમ મારો.

ના છીછરો ઉછાઁછળો નથી બિભત્સ નથી કોઈ દેખાડો .

સમજે એને સમજાય પ્રેમ મારો ખૂબ "દીલ"માં સમાયો.


.............ઠંડા પવનની લહેરે............

ઠંડા પવનની લહેરે આવે યાદ મધુર તુજ સંગ.

માંડ થયેલી શાંત આવી હવા લગાડી ગઈ આગ .

મીઠું એ મુખડુ આવે યાદ ખૂબ લૂચ્ચૂ હાસ્ય લાવે .

કેમ કરી જીરવુ ? આ મનડુ મારુ થાય અધીરીયુ .

તું ક્યાં સમજે પ્રેમ મારો શું મૂલવે? એ અઘાઢ ઘણો.

પાગલપન મારુ દુનિયા જાણે હું પડ્યો પ્રેમમાં ઘણો.

ગાગર ભરી આંસુની છલકાય અવિરત મારાં નયન.

અપલક નયને જોઉં રાહ સમય વીતે વિરહનો હવે.

સૂરજ સવારનો સળાગાવે સાંજનો ખૂબ તડપાવે .

રેશમી રાત્રે ચાંદ ચૂપચાપ આંસુ વહાવીને વિહરે .

ચાંદની લાગે કાળી વીરહની રાત છે ખૂબ લાંબી .

રૂપ તારાં આંખોમાં સમાય વિરહમાં વધુ વિટળાય .

કરું છું પળ પળ તને યાદ સ્વપ્ન હોય કે વિચાર .

"દિલ"માં તું જ સમાઈ આંખો વહાલથી ઉભરાય.


...............પ્રેમજીવન દોર..............

પાવન વહાલભરી સુંવાળી રેશમી પ્રેમજીવન દોર.

બંધાયા એક તાંતણે પ્રેમનાં કરવાં અપાર વહાલ.

એક દોરમાં વીંટળાયેલા બે પ્રેમપારેવડા મનહ્રદયથી.

ચઢે રોજ નવો એક પ્રેમવળ છે બસ પ્રેમજીવન દોર.

રોજ ઉગે સૂરજ સવારે આથમી જાય એ સાંજે .

પ્રેમ ચઢે પરાકાષ્ટા નવી નથી કોઈ એનો બસ અંત.

ધરતી હોય કે અંતરીક્ષ ધબકે હ્રુદય ધબકારે એક.

પ્રબળ પ્રેમનાં સથવારે ઈશ્વર આપે સઁપૂર્ણ આશિષ.

પ્રેમ સ્ફટિક છે શુધ્ધ ઘણો નાં મેલ એમાં કોઈ .

ના મજબૂર વિવશ મજબૂત ઘણો પ્રેમજીવન દોર.

વિહરે જીવ થઈ એક આલોક હોય કે કોઈ પરલોક.

"દિલ"એ બાંધ્યો જીવ પ્રેમભર્યો પ્રેમજીવન દોર થકી .

.............આંસુથી પરોવ્યો પ્રેમ.................

આંસુથી પરોવ્યો પ્રેમ ખુશીના કંકુએ ભરૂ માઁગ.

પ્રેમ વાદળે ભર્યુ આભ લુટાવુ તને વરસીને આજ.

આંખોમાં લાગ્યું પ્રેમઅંજન નજરોમા કરી લઉં કેદ.

આંખોમાં આંસુના તોરણ પીડા વીરહ્ની સહુ અપાર.

પંથ પ્રેમનોં ચીંધી ચાલુ સાથ તારી રાહ જોઉં આજ.

હ્રદય ધબકી લાગે ડર મિલનની ઘડીની ઘણી આશ.

જગ જોને કરે વિવશ તારો પ્રેમ સાથ માંગુ અમાપ.

કાંટા ભરી પ્રેમ ડગર મળી સાથ સાથ કરીએ પાર.

પીડાનો આ દરિયો તરી જઉ તું આપે જીવનદાન.

મરજીવો બની તરતો જાઉ પ્રેમસાગર લુટાવિ જાઉ.

હ્રદયની દોર હ્રદયથી જોડી દે તારામાં સમાવી લે.

"દિલ" કબૂલે છડેચોક તને પ્રેમ કરું હવે બોલાવી લે.

.................સરનામું અંતિમ......................

જીવનસફર કરીએ કેટલીય નક્કી સરનામું અંતિમ.

આવ્યો લઈ જન્મ એ જવાનો નક્કી સરનામું અંતિમ.

લઈ આવેલો સ્વપ્ન કરવા કાર્યો જીવનમાં નીતનવા.

સારું કરું કંઈક વિશેષ કરું નવી નવી શોધ આરંભું.

અરમાન હતા ભરી આભ કરી ઈશ્વરને પ્રાર્થના અપાર.

પ્રેમનાં એહસાસ ધરબાયેલા અમાપ મન હ્રદય મહીં.

કર્યો કરું કરીશ પ્રેમ આપી ક્ષમતા પાત્રતા પવિત્ર ઘણી.

ના નડૂ કોઈને બસ પ્રેમ ડગરે માંગુ સાથ ચાલતો રહું.

ધરતી નભ જળ પવન પ્રકાશ સર્વ તત્વને વિનવુ ઘણું.

તત્વમસીને માંગુ પંચતત્વમાંથી પ્રગટી સ્વીકારુ એને.

તત્વથી મળી તત્વ જીવી જઉ નક્કી સરનામું અંતિમ.

"દિલ" જીવીને વિરમે એની રાખનું નક્કી સરનામું અંતિમ.

.....................આંતરનાદ...................

આંતરમનનાં આત્માનો સાચો રણકાર આંતરનાદ.

પ્રક્રુતિ ઈશ્વર પંચતત્વને આત્માનો પોકાર આંતરનાદ.

વિષમ સ્થિતિમાં આદ્ર જીવનો સંચાર આંતરનાદ.

મૌન તપનો સ્વયંસ્ફુરિત તેજલિસોટો આંતરનાદ.

બે જીવોના એક થવાં સંઘર્ષનોં નિચોડ આંતરનાદ.

તત્વથી તત્વ મળે તત્વજ્ઞાનનોં સાક્ષાત્કાર આંતરનાદ.

પ્રક્રુતિ અને પુરુષનું પવિત્ર પ્રણયગાન આંતરનાદ.

પ્રેમ એજ ભક્તિઆસ્થા એજ અવાજ આંતરનાદ.

સન્યસ્ત સંસારનું સમર્પિત પ્રેમનાદ એજ આંતરનાદ.

સાથીના સાથ વિના એકલો જીવપીડાય આંતરનાદ.

વિષયમુક્ત જ્ઞાન પ્રિયતમા સંગ પરિણય આંતરનાદ.

પ્રેમનાદ્થી રંગાયુ "દીલ"સાથમાં પ્રેમગાન આંતરનાદ.