સ્પંદન "દિલ" ના.....part-2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદન "દિલ" ના.....part-2

.......આંખો બંધ કરીને તને.............

આંખો બંધ કરીને તને કૈદ કરી લઉ .

કરુ તને પ્રેમ કેટલો ખબર શું તને ?

વહાલથી વસાવી હ્રદયમાં પ્રેમ તને કરુ.

ઇશ્વરે બક્ષેલી બક્ષિસને માથે ચઢાવી લઉ.

આંખો બંધ કરીને તને ...

રૂપ તારું દિલમાં મારાં વસાવી ચુમી લઉ .

શું કરુ પ્રશંશા તારી આંખોમાં સમાવી લઉ.

આંખો બંધ કરીને તને ..

શ્વાશે શ્વાશે તાર બાંધુ એક તાર બની જઉ.

ધબકૂ હર ધડકનમાં તારી તને જીવી લઉ .

આંખો બંધ કરીને તને.

પરવાન ચઢેલો પ્રેમ મારો તુ જીરવી લેજે .

પરાકાષ્ટાની એરણે મારો પ્રેમ સમજી લેજે.

આંખો બંધ કરીને તને.

ટીસ ઉઠે મનમાં પ્રેમ થકી તુ ઝીલી લેજે .

કેસરિયા કરુ પ્રેમમાં તારા જગને ભૂલૂ હવે.

આંખો બંધ કરીને તને .

નાતજાત નિયમ સમાજનાં નહીં રોકી શકે.

"દિલ"થી થયો પ્રેમ તને હવે પાછો નહીં વળે.

આંખો બંધ કરીને તને.

................ફિકર......................

તારા પ્રેમે રંગાયેલો રંગિલો હું તારી ફિકર ખૂબ કરુ છું.

બીજા કેટલાય છે દુનિયામાં કયાં કોઇની ખબર લઉ છું.

મળી ગયા જીવથી જીવ થઈ ગયા હવે એક જ જીવ .

એટલેજ રાખું બધી ખબર તારી તને જીવીને જીવું છું.

તારુ બોલવું વર્તવું પહેરવું વિચારવું બધું મારું જ છે .

એક રંગ રસના બની જીવવું મજા હું એની લઉ છું .

રહી આ દુનિયામાં હવે અલિપ્ત બની ને મારેરેહવું છે .

એક જ પ્રેમ સંસ્કારે હવે મારે બાકીના શ્વાશ લેવા છે .

નજર નાં લાગે કોઇની નાં નજર કોઈ કરે તને .

એવુ મારું પ્રેમાવરણ બનાવું નજરે નાં ચઢે કોઈને .

હાડમાંસનું આ પીંજર ઉપર ચામડીનું છે આવર્તન .

જીવથી જીવને છે આકર્ષણ બાકી માટીનું જ વાસણ .

પ્રેમ સાચો હ્રદય મનથી થાય શરીરની શુ આયુ ?

માટીમાંથી આવેલો માનવ ફરી માટી થઈ જવાનો .

વફાદારી પાત્રતાની આ પ્રેમની ચાલ છે વરણાગી .

માહી પડ્યા મહાસુખ માણે "દીલ" છે બડભાગી.

..........જીવ અને તત્વ .........

શ્રુશ્ટિનાં રચયિતા ઈશ્વરની બેનમૂન રચના.

પંચતત્વથી બનેલી જીવોની શ્રુશ્ટિની સંરચના.

ધરા નભ અગ્નિ વાયુ જળ બધાં આ પંચતત્વ.

જીવે જીવે તત્વોની જુદી મેળવણીનાં સમીકરણ.

જે તત્વ અધીક એનો પ્રભાવ જીવ પર પરખાય.

ઓછાં અંશમાં તત્વની ઉણપ તરત સમજાય .

અદભૂત આ ગણિત સમીકરણ છે કુદરતનાં .

તત્વો થકી જીવ પરખાય એનાં ગુણ બંધાય .

પ્રુથ્વી તત્વથી દેહ્નો પ્રભાવ જળથી મળે જ્ઞાન .

વાયુ રાખે ગતિમાં અગ્નિથી કાર્યક્ષમ રાખે તેજ .

આકાશ તત્વથી જીવ તત્વ જે હ્રદયથી જોડાય .

પાવન પ્રેમ ખેચે જીવથી જીવને પ્રક્રુતિનાં પ્રમાણ .

સ્થૂળ તત્વો બધાં સ્પર્શે પંચતત્વનાં સ્થૂળ બની .

આકાશી તત્વ જીવ "દીલ"ને ખેંચે ઈશ્વર ભણી

...............લીલી વનરાજી ..........

વનરાજી ચારકોર લીલી વનરાજી .

વનરાજી જોઈ મન થાય ખૂબ રાજી.

કુદરતની અદભૂત કમાલ જોવા મળી.

સ્વર્ગનાં ઐહ્સાસની ઝલક જોવા મળી.

આનંદથી મારુ હ્રદય ઊછળે છે ઘણું .

ઈશ્વરની હાજરીનો સંકેત લાગે ઘણો .

પશુ પંખીઓને અહીઁ ભાવે છે ઘણું .

આનંદ કીલ્લોલથી ચહેકતા છે ઘણાં .

નાના મોટાં ઝરણાઓની અહીઁ ફોજ .

પાણીની રમઝટમાં છે ઘણી મોજ .

પગલે પગલે વ્રુક્શો લતાની શ્રુશ્ટિ .

જાણે ઇશ્વરે કરી છે સુખોની વ્રુશ્ટિ .

ફળફૂલોથી લચકતી ડાળીઓને જોઈ.

મીઠી સુગંધથી મહેકતી વાડીઓને જોઈ.

ધરા ઉપર જાણે લીલાં વનનો શ્રુઁગાર .

"દિલ"ને મળયો આનંદનો જ તહેવાર

............મસ્તી....................

દરિયા કિનારે મસ્તીની મજા .

પથ્થર કોરાણે બેસવાની મજા.

કનુડો લાવ્યો છે કાન્તા ને ફરવા .

એકબીજાને જોઈ હસવાની મજા.

અહીઆ આવે પંખીઓ ઘણાં .

મિઠુને બોલાવી રમવાની મજા .

જલ્દી નાં માને મીઠુ અહીઆ .

પ્રેમ પારેવડાને જોવાની મજા .

દરિયાના હીલોળા ઊઁચા ઘણાં .

એકમેકમાં પરોવાયા પ્રેમી ઘણાં.

સગવડ પ્રમાણે પહેરવાની મજા

આઇસક્રીમ ભેલ ખાવાની મજા .

ઓરેન્જ માંગતા મેન્ગૉની મજા .

"દિલ"ને કારણ વિનાની સજા .

..............સરખામણી...........

બે માનવ સ્વભાવ વર્તન સંસ્કારધન ઐશ્વર્ય સ્થિતિ.

સફળતા નિપુણતા પ્રેમ રૂપ બધાની થાય સરખામણી.

વિધાતાએ આપ્યું લખ્યું એજ મળે તોય સરખામણી.

કોઈને ઓછુ કોઈ વધારે નાં કાબૂ તોય સરખામણી.

કોઈ કરે કામ એશ કોઈ ક્યાંય ફરતો કોઈ ઘરગુલામ .

ના મળે ઘડીની નવરાશ ભલે આવક રહે રાતી પાઇ .

મારે કેમ આવુ કોઈને કેમ આટલું એજ એ ગણતો.

સંતોષનાં નામે મિન્ડુને દુખી થવાનાં રસ્તા ખોળતો.

સંતોષી નરને સ્વર્ગ લાગે ઝુપડુ મહેલ વાળો દુખી .

કેટલું કેવું સ્વીકારીયે તોજ રેહ્વાય સુખી આનંદી .

કોઈ ટહેલતા સાગર કિનારે કોઈ ચાલ્યા વિમાની સફરે .

કોઈ ચઢતા ડુંગરાની કાંગરે કોઈ દેવી માઁ નાં દર્શને .

બે ઘૂંટ શરાબનાં જાય ગળે ચાર પગે એ ઉડે .

ઓકાત સમજાય પોતાની જ્યારે પગ ધરતીને અડે .

સરખામણી કરે થવા દુખી જે હોય પોતનુ ઇર્શામા ગુમાવે.

સમય સ્થિતિ કોઇની સરખી નથી દાતાએ લખ્યું થશે.

ના કરશો સરખામણી જે નક્કી હશે તે જ થશે જ .

સમજનારા સમજી જશે બાકી "દીલ "શું કરી લેશે ?

.............આખિરી આશ.............

કુદરત તારા શરણે હું આવ્યો .

એક આશ સાથે રાખીને આવ્યો.

પળ ઘડી દિવસ માસ વર્ષો વીત્યા.

ના ડગી મારી શ્રધ્ધા આસ્થા કદી.

નથી સમજાયા તારા ગણિત મને કદી.

છતા બસ મનમાં આશ લગાવી બેઠો .

છે જરૂર કોઈ આ અંતરીક્ષમાં જબરુ .

જે ચલાવે આ તંત્ર બધું દુનિયાનું .

કરોડો જીવોને તુ જ છે પાળે સાચવે .

એટલા બધામાં તુ મને યાદ રાખે ?

નજર જરા તુ નાખજે આ જીવ પર .

રાહ જોઈ બેઠો બસ તારી આસ્થા પર.

શ્રધ્ધા ભક્તિ સબુરી ખૂબ છે તારા પર .

આસ્થા પાળવા કર ચમત્કાર હવે કોઈ.

તારા હોવાનાં કોઈ એંધાણ પુરાવા આપ.

મારા જીવ ને હવે કોઈ તસલ્લિ તુ આપ .

ખૂબ હવે તે કરી જીવનભર પરીક્ષાઓ ?

બસ હવે પરિણામ બધાં સારા મને આપ.

તારી વ્યવસ્થામાં હું એક છું મહોરું .

પણ માંગુ હું મારો ભૂલાવેલો પ્રેમ પાછો .

હવે જીવ છૂટી જશે પણ દીલ નહીં તૂટે.

હવે તારો આપેલો વિશ્વાશ નહીં જ છુટે .

વિશ્વાશ નાં તોડિશ હે દાતા તુ હવે મારો .

"દિલ "ને દીલ સાથે મિલાવી દેને પાછો.

..........રંગ છે ...જીવનના ......

જીવનના છે નીતનવા અલબેલા રંગ .

દરેક રંગના વિવિધ અર્થ કોઈ ખાસ.

રંગીન બની છે દુનિયા આખી પ્રેમમાં.

બનાવે મેઘધનુષ પરવાન ચઢી પ્રેમમાં .

આ દુનિયાના છે નવરંગી બધાં રંગ .

વ્યક્તિ વિચારે વિચારે બદલાય છે રંગ .

સ્વભાવ વર્તન વિચાર સંસ્કારનાં છે રંગ.

કોઇનો વિવેકી નમ્ર સંસ્કારી જાણે સફેદ.

પરખાય જાય પવિત્ર પ્રેમાળ એ વર્તનથી.

કોઈ બની જાય ક્રોધ ગુસ્સાથી ખૂબ લાલ.

ના થાય એ શાંત સ્વભાવે ખૂબ મિજાજી.

એકમેકના પ્રેમનો હરો લીલો વહાલો રંગ .

કરે ખૂબ ગુલાબી સ્વભાવ એ વહાલનો .

કેસરીઓ રંગ છે સાચી પવિત્ર ભક્તિનો .

ભૂરો નીલો રંગ જીવનમાં લાવે છે શાંતિ .

અદેખાઈ ધ્રુણા કપટિનો છે રંગ કાળૉ..

એ કાળૉ નાં સુધરે સ્વભાવ નાગાઈ નો .

પીળાે રંગ ખુશનુમાનો ખૂબ પવિત્રતાનો.

પ્રભુ વિષ્ણુ ભક્તિનો છે એ પવિત્ર રંગ .

માઁ ની ભક્તિ કેરો ઘેરો ખૂબ છે આ રંગ .

પ્રેમી જીવથી પ્રેમ આજે ઘણો રઁગાયો .

"દિલ "માં બસ આસ્થાનો રંગ સમાયો .

..............રંગોની હોળી...............

આવી આ રંગોની હોળી.

લાવી હ્રદયમાં ખુશહાલી .

અબીલ ગુલાલની છોળે.

પીચકારી મારી વહાલાએ.

મસ્તી ભર્યો આ છે માહોલ.

આનંદનો ખૂબ છે કીલ્લોલ .

નાજુક કલાઇ પકડી કાનાએ.

પ્રેમ એ લાલ કરી રંગીલા એ .

મુખ પર લાગ્યો વહાલાનો રંગ.

એને દિલમાં જગાવ્યો ઉમંગ .

બની મારાં રંગીલાની રંગીલી .

આજે થઈ ગઈ હું બડભાગી .

રંગરસિયા સંગ ખેલી હોળી.

હું પ્રેમ રસે બની નવરંગી .

.....અગન હોળી..

યાદ રહી ગઈ એ મને હોળી.

એ રંગ મારાં જીવનો ઉમંગ .

દૂરી થઈ ગઈ હવે જીવનમાં .

નારહ્યા હવે કોઈ રંગ ઉમંગ.

જળથી હવે બળેછે મારાં અંગ.

નફરત બન્યો છે હવે આ રંગ .

હવે નાં રમે આ જીવ કોઈ હોળી.

નાં રહી હોળી ધૂળેટી હવે રંગીન.

ના રહ્યા મારે કોઈ હવે તહેવાર .

છોડ્યા સર્વ જીવનમાં વહેવાર .

જીવને લાગી ઘણી ઊંડી ચોટ .

"દિલ" કરશે અશ્રુઓની હોળી.

...........પૂર્ણ વિરામ................

ક્યાંથી શરૂ કરુ ક્યાં કરુ હું પૂરુ ??.

જિંદગી નાં સમજાઇ મને હું શું કરુ ?

જિંદગીની દૌડ઼માં દૌડ઼તો ગયો નાં થંભ્યો .

રાહ મળટી ગઈ આગળ વધતો જ ગયો .

કયાં ખબર હતી જઉ છે કઈ દિશામાં ?

સમજ આવી અને બદલાઇ ગઈ દિશા જ .

હમસફરની શોધમાં જ ભટકતો જ રહ્યો .

કયા ક્યારે મળશે હું બસ રાહ જોતો રહ્યો .

આવી મિલનની વેળા નાં કઈ સમજી શક્યો .

વીધાતાની વ્યૂહરચનામાં અટવાઈ જ રહ્યો .

સ્વીકાર્યો પ્રેમભર્યૌ હમસફરનો બસ સાથ."

બેરી બની ને જિંદગી આપે હવે ખૂબ ત્રાસ .

છોડ્યુ જગ છોડ્યા બધાજ હવે ભોગવિલાસ .

મારા "દીલ"નું હવે પ્રેમ મિલન જ પૂર્ણવિરામ .

................હક્ક....................

સંમતિ સાથેનું બંધન બન્યો એ સંબંધ .

સંબંધે સ્વીકાર કરી આપ્યો છે જે હક્ક.

હક્કથી કર્યા સંબંધમાં જે વર્તન વિચાર .

એમાં સવાલ ઉઠે તો જવાબની ફરજ .

સિક્કાની બે બાજુ છે ફરજ અને હક્ક.

સંબંધમાં પ્રેમ હોય કે પછી બસ વ્યવહાર.

આપ્યાં છે સઁપૂર્ણ હક્ક અમે પ્રેમવિશ્વાશમાં.

કરોને મન ફાવે તેમ જ તમે પ્રેમવિશ્વાશમાં.

તારો ગુસ્સો રુસણા કે પ્રેમ સરઆંખો પર.

પણ ના રુઠ એવું જે વાગે સીધુ હ્રદયમાં .

હક્ક આપીને હક્ક લીધો છે પ્રેમસંબંધમાં.

નીભાવીશુ સાથે જ ફરજ પ્રેમસંબંધ માં .

સમજણ કેળવી પાત્રતા બને પ્રેમવિરહમાં.

"દિલ"રચે પરાકાષ્ઠા અનેરીજ પ્રેમવિરહમાં .

.............સજા ..................

સ્વીકારુ સજા સર આંખો પર લઇને મારા .

કરુ ખોટીકબૂલાત તને ગમતી સજા લઇને.

સંજોગ કરાવે મિલનમાં આપણા રુકાવટ.

સમજ વિવશ સંજોગ બનાવે મને મજબૂર.

કાળજુ કાપીને સહુ વિરહ તારો સંજોગમા.

તુ સમજે હું વિચરું તારા વિના ગગનમા ?.

કઈ સજા સ્વિકારુ જે તારો અહમ પોષે ?

પ્રેમ વિશ્વાશ સામે મને બીજું કંઇ ના ખપે .

પ્રેમ પરાકાષ્ઠા બતાવે છે તુ જે ઊંચાઈએ.

એ મારા ગ્રાફ નો પહેલો અંક એ ઊઁચાઈએ.

હરિફાઇ નહીં કરુ કોઈ હું પ્રેમ વિશ્વાશમાં .

એ ફીતરત નથી મારી આ પ્રેમ વિશ્વાશમાં .

આપી દઉં જીવ ઇશારે એક તારા પ્રેમમાં .

પણ એ સજા નહીં હોય વિવશ સંજોગમા.

કરી હોય ભૂલ તો જરૂર હું સજા સ્વિકારુ .

નિચોવી શરીર આ ચામડીનાં જૂતાં પહેરાવુ.

નાલઇશ પારખાં મારાં સાચાં પ્રેમવિશ્વાશમાં.

રૂંધાય ઉડી જશે જીવ મારો પ્રેમવિશ્વાશમાં.

સાચો મારો પ્રેમવિશ્વાશ સ્વીકારી લે તુ હવે.

"દિલ" સ્વીકારે સજા ના કરેલી ભૂલની હવે.

..................માંગુ વરદાન ...............

માંગુ વરદાન બસ હવે આપ મારા વહાલા.

રખડ્યો હું વર્ષો જન્મ સાંભળને વહાલા .

દરીયાદીલ પાલન્હારા કરુ હું પુકાર તને .

ક્રીશ્નબીહારી કરી દેને હવે ન્યાલ તું મને .

નમો નારાયણાયની ખૂબ ધૂન હું બોલાવુ .

તારા ચારણોની ધૂળ હું માથે જ ચઢાવુ .

નાજુક હ્રદય મારુ નહીં જ સહે હવે વધુ .

મિલન વિના હવે નહીં જોઇએ બીજું કશું .

મનોમન હૈયામા ખૂબ મથામણ રહે મને.

દૂર કરને પરેશાની આપને હવે શાંતિ મને.

ગોવિઁદ્માધવ હવે તારા શરણે આવ્યો છું

આપીદે આશિષ મે ખૂબ આશ રાખી છે .

અગમનીગમના તારા ખેલ નિરાળાઅનોખા.

પરચા સંકેતના તારા હવે ખૂબ સમજુ છું .

હ્રદયના દ્વારે કાયમ તારા દર્શન કરુ છું .

મોક્ષનાં સંકલ્પે "દીલ" તને જ પ્રેમ કરે છે .

..........શેષ નારાયણ ................

(જય ગોગા )

હે શેષ નારાયણ તક્ષક કહું કે જય ગોગા .

જય નાગનાગેશ્વર કરુ કોટી કોટી વંદન .

તમે ધરતી દરિયા પાતાળમાં છો વસતાં .

દેવાધિદેવ મહાદેવનાં છો ખૂબ માનીતા .

કરી ભક્ષણ વાયુને જીવો અકળ અનંતા .

વિષ્ણુને આપી શય્યા સેવા ખૂબ કરતા .

છત્ર બનાવી નારાયણ ઉપર છો શોભતા .

ફુફાડો મારી પાપીઓ ને છો ખૂબ ડસતા .

તમારા હોવાનાં એંધાણ ખૂબ મને મળતા .

એહસાસ કરાવી સંકેત ખૂબ મને કરતા .

દોરડું બની મંથન કરી અમ્રુત નીકાળતા .

હરિહરના તમે અતિ પ્રાણ પ્રિય બનતા .

અગમનિગમની શ્રુશ્ટિના છો તમે કર્તાધર્તા.

જીવોની આ શ્રુશ્ટિમાં તમે દેવ સ્વરૂપ માં .

આપી આશિષ કરો કલ્યાણ સદાય અમારું .

"દિલ"થી દિલનુ કરાવો મિલન હવે અમારું.

.................પ્રેમ રીસ..........

તારી યાદ આવે અને આંખો ભીની થાય

હ્રદયમાં મીઠી યાદોની સફર શરૂ થાય .

કેમ કર્યા તે રુસણા શુ ગુનો કહે મારો .

એક પળ દૂર નથી કરી જીવ છું તારો .

સમય સાથે ચલતા સમય થયો આકરો .

ના સમજી સમય અત્યારે નથી મારો .

કરુ છું તારી કદર ના કર તુ ફરક .

સમજ કેળવુ બસ સમજમાં હું ફરક .

માંગુ સમય કરવા વાર્તાલાપ પ્રેમનો .

ના થાય પૂરો એ સમય કદી પ્રેમનો .

પ્રેમની આ બારીએ હું તોરણ લગાવુ .

ચેહરાને તારા કદી નજર ના લગાવુ .

સુંદરતા તારી મારી આંખોમાં સમાવુ .

યાદ તારી મારા દીલ મનમાં સમાવુ .

તારા હસતાં હોઠ આંખોને હું વધાવુ .

યાદોને તારી જીવથી હું જોડી લઉ .

બસ કર નાદાની હવે બહુ કરી રીસ .

વસી જાને "દીલ"માં બહુ કરી જીદ .

........હું છું જ આવો ..........

નહી સમજાઉ હું શું કરૂ છું જ આવો .

સાવ સરળ ક્યારેક બની જઉ અઘરો.

કુદરતની કારીગરી બસ કામ કરી ગઈ.

વિધાતાને ચોપડે સાચો પ્રવેશ કરી ગઈ.

સાચો બની કરૂ બધાં સાચાં કામ જીવનમાં.

છતાં વગોવાઇ બનુ અણખામણો જીવનમાં.

નથી કર્યા પ્રયાસ કોઈને સમજાવવના કદી .

ખબર હવે નથી પડવાનો ફરક એનાથી કદી .

નથી પહેર્યો મુખવટો નથી કર્યા કોઈ ફરેબ .

મળયા ફળ મહેનતના કર્યુઁ કંઈક વિશેષ .

પ્રક્રુતિનાં સાથમાં કર્યા કામ જે કરાવ્યા.

શ્વાશ સંતોષના લઈ દિવસ કરૂ હું પૂરા .

રાહ જોઈ જીવનમાં સમજે બસ કોઈ મને .

"દિલ"ને મળે પ્રેરણા એવુ દીલ હવે મળે .

...........સાચું કે ખોટું?.............

ઘણીવાર થાય છે પ્રશ્ના સાચું કે ખોટું ?

મન સમજાવે કંઇ દીલ કહે છે કંઇ જુદુ .

સંતાન ઉછરે એક સારુ બીજુ પડે જુદુ .

દ્રષ્ટિ દ્રષ્ટિના ફેર છે આ શું સાચું શું ખોટું .

ગણવો સ્વાર્થ કે વિચારધારાની છે અસર .

એક વહાલુ જાણે બીજું બને અણખામણુ.

તુ ખૂબ કરી શકે ખૂબ કર હજી ઘણું બધું .

એ પ્રેરણા છે કે પ્રપંચ સાચું છે કે ખોટું ?

કુદરતનાં પ્રવાહે ચાલે થાય એજ બધું સાચું .

પરાણે પ્રપંચે કરાવે એ થાય જ બધું ખોટું .

પ્રપઁચી પ્રશંશા બસ ખાલી વૈતરા જ કરાવે .

લોહી ચૂસી સ્વાર્થના બસ સરવાળા જ કરાવે.

સમજણ કેળવી ફરજથી સાચા કામ કરીએ.

સાચાં પાઠ ભણી "દીલ"બધાને ઓળખી લઈએ.

..........એકલો અટુલો ...............

પથ પર ચાલ્યો બસ હું હવે એકલો અટુલો .

ના કોઈ રાહગીર મિત્ર સાથી રહ્યો હું અટુલો.

કેડિએ જીવનની મળયા ખૂબ તાળી મિત્રો.

સ્વાર્થમા જ ડૂબેલા બધાં રચ્યાપચ્યા મિત્રો.

સમજ્યા પોતાના એ નીકળયા બધાં પરાયા.

હતા પોતાના બીજાના ઓળખી હું ના શક્યો.

જીવનની ડગરે ડગ ભર્યા અજાણતા એકલાં.

ભ્રમ ભાંગ્યો મોહ થયો ભંગ રહ્યો બસ એકલો.

થયું જ્ઞાન ઘણું સારુ હવે મને દિશા સાચી મળી.

ભટકેલા રસ્તેથી સાચી રાહે ગયો પાછો વળી.

ના રહ્યા સગા મિત્રો પથ પર રહ્યો અટુલો

સાચુ કરવાની ધૂનમાં સ્વાર્થી મને ખૂબ ગણ્યો .

શુ પડ્યો ફરક હવે ભલે રહ્યો એકલો અટુલો .

હું એકલો જ આવેલો અને એકલો જ જવાનો .

ક્રુપા દાતાની મળશે સાચો સાથી નહીં રહું એકલો .

"દિલ"માંગે સાચો સાથી, હવે બસ સાથ પ્રણયનો.

............પુકારુ તને ...............

શું કહીને પુકારુ તને બોલને .

કેમ કરી સમજાવુ તું સમજને .

કઈ બોલીમાં તને હું બોલાવુ ?

કયા શ્લોક સ્ત્રોત્ર તને ગમતા?

ના દેખાય છતાંય છે સર્વવ્યાપ.

ભક્તિનો કયો રંગ છે તને પસંદ.

એ જ રંગે રંગાઉ હું હવેં પ્રભુ .

પાડુ સાદ તને હવે તો તું આવ.

કેમ કરી તને મનાવુ હું વહાલા ?

આપ દર્શન હું ખૂબ તને કરગરુ.

વ્હેમ અંધશ્રધ્ધા બધી જ હટાવ.

સાચી આસ્થા જ મને સમજાવ.

કણ કણમાં છે તારો જ વાસ .

છતાં હું કેમ તારાથી અજાણ .

પામી જઈશ નક્કી જ હું તને .

મનની છે પાકી ગાંઠ જ હવે .

અનેરા તારા રૂપનાં દર્શન કરાવ.

"દિલ"સમર્પિત તને હવેતો આવ .

.........જિંદગીના રૂપ .............

જિંદગી તારા છે ઘણાં અવનવા રૂપ .

ના સમજાઇ તુ કદી છે અનોખું સ્વરૂપ.

કોયડો બની સતાવે તુ મને હવે ઘણી .

સમજણ મારી ટૂંકી પડે શું કરૂ હવે ?.

આટા પાટાનાં છે ગણિત હું શું હવે ગણું ?.

ભણ્યો પણ ગણ્યો નહીં એવું લાગે ઘણુ.

અથાગ પ્રયત્ન કરૂ છું હું જીવનમાં પણ .

છતાંય કાયમ નિષ્ફળતા જ કેમ મળે?.

પકડી છે ડગર સાચી રાહની મેં સદાય .

કાંટા વાગ્યા પંથમાં બન્યો છું અસહાય .

નીતિ નિયમ સમાજનાં કદી નાં સમજાયા.

કુદરત કરે કમાલ ત્યારે બધાં થાય નકામાં.

ઉતાર ચઢાવનાં આ મારા અનુભવ પંથમાં.

નાં જણાય નાં દેખાય હવે કોઈ સાચી રાહ.

પડશે એવા દેવાશે મન હવે કરે વિચાર .

સારા થવામાં જ ગુમાવ્યું કાયમ મેં ઘણું .

કામવાસના લાલચનાં આ કાળા જંગલમાં.

શિકાર બની પીડાઈ વારે વારે મરૂ છું ઘણું.

પોતપોતાની સમજને ખરી ગણે છે બધાં.

સાચી કઈઅહીઁ સમજાવે કોણ હવે ભલા?

આગવો સ્વાર્થ સાધવાની છે ખૂબ હરિફાઇ.

મૂલ્ય ભૂલાયા બધાં છે નકરી બસ નાગાઈ.

જીવીલે મળયુ જે જીવન ના કર ફરિયાદ.

"દિલ"સંતાપે કકળે નથી હવે કોઈ ઉપાય.

.............મારો મીઠો જીવ .............

ઉઠને મીઠાં જીવ મારા કેમ તડપાવે હજી

સૂરજ ઉગ્યો આસમાને તુ કેમ ઊંઘે હજી .

મુખ પર શાંતિની છાયા મિઠડો છે ચહેરો .

ચુમી લઉ આંખોને વ્હાલો કરી લઉ વહેલો .

ઇર્ષા કરૂ પવનની સ્પર્શી તને વહે છે ઘણો .

સમાવી દઉં બાહોમા ના જોઈ જ શકે લોકો .

હૂંફ આપું તન મનથી હર સમય સંજોગમા .

સાથ રહું જીવનભર હર પળનાં શ્વાશમાં .

વિવશ નાં કરે પરમાત્મા બનું તારો આત્મા .

જીવથી જીવ જોડી બનુ તારો જીવાત્મા .

ખેલ કુદરતનાં હવે કોઈ નાં એ સમજાય મને .

જીવ હારી તને પામી ગયો એ સમજાય મને .

રાહ જોતો આવ્યો સમય વીત્યો છે મારો ઘણો .

અંતે સ્ફૂરાવ્યો એહસાસ તને ધન્ય થયો ઘણો .

ના છોડીશ સાથ મારો નહીં મળુ હું કદી ફરી .

સમાઈ જઈશ કુદરતમાં નહીં જન્મુ કદી ફરી .

રુણ ચૂકવી આવ્યો બાકી નથી હવે કોઈ બંધન.

"દિલ" ને સ્વીકારી લે દિલથી મોક્ષનો છે સંબંધ .

......રમત શૂન્ય ચોકડીની .........

જિંદગી બની હવે રમત શૂન્ય ચોકડીની .

કયા કયું ખાનું ચિત્ત થાય કયું છે ભરાય .

સામ સામેના દાવપેચ કોણ જીતે કે હારે .

કોની સોગઠી સીધી કોની પડે હવે ઉંધી .

મનમાં વિચારી ગોઠવણ છે બધી સ્વાર્થની.

કયા શું બોલવું ક્યાંથી કેવીરીતે છટ્કાય .

મીઠા મધુરા વચનોથી હવે કરે શરૂ રમત .

મનમાં હળાહળ ઝેર ઘોળે નાં કરે વિચાર.

ચાવવાના દેખાડવાના જુદાનો છે નકાબ .

વહાલા બની છેહ દઈ પીઠમાં મારે ખંજર.

રમત રમે જિંદગી સાથે પાસા ફેંકે પોબાર .

રામ રમશે રમતમાં તુ સમજી લેજે સુજાણ.

તકનો છે તકાદો રમી લે તુ બસ હવે રમત.

સમય સમજી રમજે રમત શૂન્ય કે ચોકડી.

રમત છે શૂન્ય ચોકડીની રમી લે તુ રમત .

દાતા રમાડે રમત "દીલ" રમે એજ રમત.

.........મળયા બે જીવ.............

જોડી બનાવી દાતાએ ખૂબ સમજી સરખા ગુણોથી ભરી .

લાવશે નવા રંગ આ પ્રેમિદિલની જોડી પ્રેમમાં રંગ પૂરી.

મેળવ્યા બંને જીવને નાં જાણે કેટલા વિરહ પછી ?

રડતાં રહ્યા હ્રદય મન એ રુણાનુંબંધનાં જ થકી .

ના સમય પ્રહર સંજોગ જોયોને મેળવ્યા છે આખિર .

જીવ થી જીવ મળી ગયા જાણે નાં છૂટશે એ કદી .

સામા વહેણે તરવા જેવી હામ છે ખૂબ ભીડી .

નહી ડૂબાડે દાતા જ્યારે એજ મિલાવે છે બે દીલ .

ના કોઈથી વેર છે નથી કોઈ થી કદી તકરાર .

છૂટા પડેલા જીવને હવે ખુશીથી મળવાદો ને સરકાર .

પ્રેમની સીધી ડગર છે ચાલ્યા આવતા સાથમાં બે જીવ.

"દિલ"થી સ્વીકારીલો એકમેકના માટે બનેલા આ બે જીવ.

.................ચાલ્યો પરદેશ..............

હુ ચાલ્યો ખૂબ દૂર દેશ પીયુ કેમ કરી મળશું હવે ?

ના રસ્તા જતા કોઈ પાછા વળે કેમ કરશું હવે ?

સાગર દરિયા ઓળંગી જઉ ખૂબ અંતર થયું હશે.

યાદોની પૂંજી મૂકી પાછુ વળી શુ જોઉં હું હવે ?

વાટ પકડી પરદેશની છોડી જઉ છું દેશ હું હવે .

પાડ્યા વીધાતાએ ખેલ અવળા કેમ કરશું હવે ?

પગલામાં પગલાં માંડેલા દૂર સુધી જવા અમે .

પથ બધાં ફંટાઇ ગયા છાપ જ રહી ગઈ હવે .

નિષ્ઠુર બન્યો સમય એ કાળ જ કહ્યો એને હવે .

કેમ કરી ચાલ્યો જીવ એનો જુદા પડ્યા હવે અમે .

ના વાંક છે કોઇનો સ્થિતિઓ બદલાઇ ગઈ હવે .

પ્રેમ પરીક્ષાઓ આપવા સમય સમજાવે છે હવે .

જો સાચો હશે પ્રેમ દીલનો પાછા મળશું ફરી અમે.

"દિલ"થી દીલ મળયા એવા કુદરત રક્ષે બસ હવે .

............વિવશ દીલ ................

કરી અમાપ પ્રેમ બે જીવ હજી પણ કેમ વિવશ?

કેમ બની વિધાતા ક્રૂર આવ્યો આવો કેમ દિવસ?

સાચા પ્રેમની પરાકાષ્ઠાનું છે આવુ કેવું રૂપ ?

કેટલું સહેશે આ નાજુક હ્રદય કેટલું હજી દુખ ?

પરવાન ચઢેલા આ મરજીવાઓની આ શું છે દશા?

જીવ હથેળી પર રાખી જીવવાની પણ છે મજા ..

કેટલું નિઁદશો? વખોનેડી કજીયો કેટલો હજી કરશો?

ના સમજી આ પ્રેમની વાતો ક્રૂર હજી કેટલા બનશો ?

સમર્પિત પ્રેમમાં જે જીવ થયા એનું શું બગાડશો?

છોડી પાર્થિવ શરીર બસ હવે તોડી દઇશુ નાતો .

કોઈ શું બાંધશે? વિવશ કરશે? બદનામ શું કરશે ?

પારેવા છે પ્રેમનાં છોડી જીવ બસ છૂટી જ જશે .

ના વિતાડ્શો આ સાચા પ્રેમી પંખીડાઓને તમે કદી .

"દિલ" આપી બેઠા એકમેકને નાં જુદા થાય એ કદી.

..............પ્રેમની પરાકાષ્ઠા ..............

પરાકાષ્ઠાની પરિભાષા બદલી નાખુ એવો પ્રેમ મારો .

તુ શું જાણે કેટલો ઊઁચો તારી સમજથી ઊઁચો ઘણો.

પ્રેમ કરતા હશે બધાં આવો નાં કર્યો હશે કોઈએ કદી .

એવો કરાવ્યો કુદરતે પ્રેમ મને મૂલ્ય જ બદલ્યું એણે.

નથી રહ્યા શબ્દો હવે શબ્દકોષમાં બાકી પ્રેમ કહેવા.

નથી રહ્યા કોઈ બાકી વચન તને આપવા પ્રેમ કરવા.

પ્રેમને મારા ઓછો આંકી નાં કરીશ ભૂલ એવી કદી .

ના એનો રંગ જાય એતો ઇશ્વરે કર્યો રંગીન પ્રેમથી .

ના કોઈ સમય સંજોગ વ્યક્તિ એને ધોઈ કાઢી શકે .

ના એને સમજી સ્વીકારી પામી એને નાં મૂલવી શકે.

નથી કોઈને સમજાવવું કે કેવો મારો અમર પ્રેમ છે .

ના કોઈ ગણિત પરિણામ નફા નુકસાનની પરવા છે.

પરવાનો બની ગયો તારા પ્રેમમાં નાં મ્રુત્યુનો ભય છે.

કરૂ સાચો પ્રેમ એજ ઈશ્વરની ભક્તિ આસ્થા ગણી છે.

સૌથી ઊઁચી પ્રેમસગાઇ નાં કોઈ છે બીજી ઊઁચી સગાઇ.

"દિલ" થી કર્યો પ્રેમ તને નાં રહે હવે કોઈ બીજી સફાઈ .

.............પ્રીત પીડન...............

હૈયું હાથ નાં રહે એવી છે પ્રેમ વીરહ્ની પીડા .

નથી રહ્યા વર્ણવા શબ્દો પ્રીત પીડનની વ્યથા.

માર્ગો શૂના ભાસે નાં કોઈ આહટનો એહસાસ.

લાગે નભ ધરતી વેરાન જાણે છે નિર્જીવ જગ .

આંબાનાં મોહર મરવા લાગે જાણે કડવા ઝેર .

પક્ષીઓનાં મીઠાં કલરવ સંભાળાય નર્યા કર્કશ.

ડાળીએ ડાળીએ મારા આંસુના તોરણ લટકે.

કિરણો સૂરજના જાણે મારા કાળજાને કરડે.

વાયરો વાતો જાય મને ખૂબ સંતાપતો જાય .

મીઠી યાદોના વાદળ મને વિતાડતા જાય .

વિચારોનો દરીયો હીલોળા લઈ મનને ખૂબ પીડે.

ક્યાં જઈ સમજાવુ "દીલ"ને પ્રેમ વિરહ કેમ પીડે ?

..............કઠપુતલી ..............

કઠપુતલીનાં ખેલ જેવુ આ જીવન થયું મારુ..

સમય સંજોગ વિધાતાએ લખ્યા જેવા લેખ એવું ..

ના કદી ચાલી મરજી મારી હું લાચાર બની જ રહ્યો.

ઇચ્છુ શું ?થાય શું ? આ જીવન હું જોતો જ રહ્યો .

રમાડતો રહ્યો સમય હું પુતલી બની રમતો રહ્યો .

દોરી સંચાર એનો જ હું ખુશી ખુશી નાચતો રહ્યો .

સંસારમાં બીજા ગોઠવે ચોપાટ હું એ જોતો જ રહ્યો .

મારી સામેની ચાલ નાં સમજી બસ હું રમતો રહ્યો .

હવે તો મને મારુ આપ બસ પોકારતો જ રહ્યો .

ચાલવા દેને મારી ચાલ એવું હું કહેતો જ રહ્યો .

પાડ પાસા પોબાર પ્રભુ જીતાડ બાજી મારી હવે .

જ્યા જેણે જેવો રમાડ્યો બસ હું રમતો જ રહ્યો .

કબૂલૂ કઠપુતલી બની તારા ખેલ હું નીભાવતો રહ્યો .

"દિલ"ને આપી દેને દોર જીતવા બધી બાજી મારી હવે .

.............કોરી પાટી.................

વીતી ગયો એ સમય દિવસ નાં રહ્યા હવે હાથ.

કયા ગયો કેવો જશે સમય કશુ નથી હવે હાથ.

માંગુ છું આપને પ્રભુ ફરી પાછી કોરી પાટી મારી .

ભૂલો સુધારી લખું નવા પ્રકરણ પાટીમાં હું ફરી.

આપને અવસર લખવા પાડું અક્ષર નવા હું ફરી .

સમજણ આવી મોટા થતાં ખબર સઘળી પડી.

જિંદગીની રાહ પર ચાલતો રહ્યો જે પથ મળી.

કેટલા આવી ઘણાં ગયા જાણે હમરાહી જ બની .

મિત્રો વહાલા સગા જે મળયા એ જ સ્વીકારી.

આગળ વધી આખરે બધી સમજણ હવે પડી .

કાશ..સંબંધની કેડિએ મળે મને કોરી પાટી ફરી .

સાચાં સંબંધના સરવાળા હવે "દીલ" કરશે ફરી .

.........પ્રેમ ઊઁચાઈ ..............

મારા તારા માટેનાં પ્રેમને કઈ સીમા કહું ?

તારા માટેની લાગણીઓને કેમ વરણ્વુ ?

શબ્દોની સીમા પ્રેમમાં ખબર પડે છે મને .

પ્રેમ પરાકાષ્ઠાની ઊઁચાઈ સમજાય છે મને.

પ્રેમમિલનના અરમાન પરવાન ચઢે છે હવે.

પ્રેમમાં તારા જીવ આપવો ઓછો પડે છે હવે.

એહસાસ પ્રેમનો કેટલો છે નથી ખબર મને.

આ પ્રેમ તપમાં ઈશ્વર જરૂર મળી જાય મને.

મને ઈશ્વર નહીં એને આપેલી ભેટની કદર છે.

પ્રેમમાં મને અપેક્ષા નહીં તપની જ ખબર છે .

પ્રેરણા બીજથી તારા, મારા કાવ્ય લખાય છે.

મન આત્માને પ્રેમઆનંદનો અનુભવ થાય છે.

કર્યો એવો પ્રેમ કદી નાં કર્યો હોય કોઇએ .

"દિલ" સમર્પિત કર્યુઁ તને શુ જોઇએ હવે?

..............રૂપ ..................

કુદરતે લુટાવ્યુ તને અમાપ તનમનનું રૂપ.

શ્રુઁગારની ક્યાં પરવા તારૂ ખૂબ સુંદર રૂપ.

કહું અપ્સરા તારૂ નખશિખ બેનમૂન રૂપ.

ના થાય વર્ણન કોઈ કહેવા તારૂ સ્વરૂપ .

મન તારૂ ખૂબ પવિત્ર દીલ પાવન ચંદન.

બધાં રૂપ પાણી ભરે એવું તારૂ રૂપ કંચન.

આંખોમાં તેજ સોનવર્ણો દેહ કાળા છે કેશ.

જોઈને બસ આહ નીકળે શું કરુ મને કહે?

રાણી બનાવી રાખું દિલમાં પ્રેમ ખૂબ કરુ .

આંખની પાલકે રાખું તને કદી નાં છેહ દઉં.

રક્ષા કરુ કાળજી રાખું ખૂબ સઁવારુ જ તને .

"દિલ" જીવ આપી પ્રેમમાં પુજુ છું જ તને.

...........વાસ્તુ પૂજન .............

ગ્રુહ પ્રવેશને મંગળકારી બનાવે વાસ્તુ પૂજન .

ખાતમુહૂર્ત ધરતી પૂજા પછી થતું વાસ્તુ પૂજન .

ધરતી ગ્રુહનો સર્વ દોષ નિવારે વાસ્તુ પૂજન .

ના દોષ કોઈ દુખ ખૂબ સુખ આપે વાસ્તૂપૂજન .

માઁ નાં નવચંડી યગ્ન સાથે જ થતું વાસ્તુ પૂજન .

મંત્રો યગ્ન આશીર્વાદથી ગ્રુહ પાવન કરે વાસ્તૂપૂજન .

દેવોને આમંત્રી પૂજા કરી ગ્રુહ પવિત્ર કરે વાસ્તૂપૂજન .

તોરણ શણગાર મંડપથી દિપી ઉઠે વાસ્તૂપૂજન .

ચુર્મા લડ્ડુ સાથે પૂરો જમણથાળ સાથે વાસ્તુપૂજન .

સુખ સંપત્તિ શાંતિ આનંદ આપે વાસ્તુ પૂજન .

વડીલ શુભેછકનાં આશીર્વાદથી સમ્પન્ન વાસ્તૂપૂજન .

જોઈ હરખ સૌના "દીલ" માને સાચું વાસ્તુપૂજન .

........મનની વાત ............

"મન" કંઈક અદભૂત અગોચર છે રચના તારી .

ક્યારેક ચંચળ ક્યારેક ધીરગંભીર ચાલ તારી.

ખૂબ પવિત્ર નિર્દોષ બાળક જેવી વિચારસરણી .

ક્યારેક ગૂઢ નાં સમજાય ક્રૂર બને સમજ તારી .

આવતી પળનો વિચાર નિર્ણય બને છે તારો .

વીધાતાએ શું કર્યો ખેલ એ નાં સમજાયો તને .

પ્રેમથી ભરેલું તત્વ તારૂ ખૂબ ભીંજવે છે તને .

પિડાથી ઉભરાતુ સત્વ તારૂ ખૂબ પીડે છે તને .

આંખના ખૂણા ભીના ખૂબ કરે નાં સહેવાય તને .

ના કહેવાય નાં સેહવાય ખૂબ વિવશ તુ બને .

મનની શક્તિ બળવાન બને પછી બાકી શું રહે ?

પ્રેમ જ આપે ખૂબ બળ મનને શાંત જ કરે .

છોડ બધી જંજાળ નથી કોઈ અર્થ બાકી હવે .

જોડી દે મન જ્યાં તારૂ લાગે ખૂબ પ્રેમમાં હવે .

મનથી મળે મન એવું મન હવે શોધી જોડી દે .

"દિલ" કહે દીલ થી મળયુ દીલ એવું દીલ જોડી દે .