Spandan Dilna books and stories free download online pdf in Gujarati

સ્પંદન "દિલ" નાં...part-1............રુણાનુબઁધ..........

કર્મ પ્રેમને બંધનથી બંધાયા રુણાનુબઁધ ..

થઈ જવું છે મુક્ત છોડાવા છે રણાનુબઁધ..

જીવ આ ખૂબ તડપે રીબાય બંધનોથી ..

ક્યારે થવાસે મુક્ત આ બધાં સંજોગોથી..

જન્મોની માયાજાળ બાંધે રુણાનુબઁધ ..

રુણ ચૂકવી ચૂકવી થાક્યો જીવ સગુણ ..

તારુ મારુ કરી લાલચે જીવ્યો છે ઘણો..

ભ્રમિત સુખમા સમય બગાડયો છે ઘણો..

જીવન ચક્રના ચક્કરમાઁ પીસાયો છે જીવ..

લાલચ વાસનાની ભૂખમાં ફસાયો છે જીવ.

મુક્ત કરી અગમ્ય બનાવને મારો જીવ ..

દીલ કરે પ્રાર્થના સામ્ભળને મારા શિવ ..

મુક્ત કરાવી બંધનથી મળે તારા આશિષ ..

"દિલ" કરે પ્રતિક્ષા મેળાપનાં મળે આશિષ..


.........ભ્રમ પ્રુથ્વીનો ગોળો............

અવકાશના આ જગતમાં ભ્રમ છે આ પ્રુથ્વીનો ગોળો...

જન્મીને વિવશ આ જીવ દુખી થવા દુનિયામાં આવ્યો..

પ્રક્રુતિ કુદરતને લીલીછમ જોઈ મનમાં આનંદ આવે ..

પ્રભુની કરેલી આ લીલામા મન દીલ આનંદે ડોલે ..

જિંદગીએ શીખવ્યું ઘણુ દુનિયા જોઈ સમજણ આવી ..

આશાએ જીવતા જીવને ખંજર ભોંકે દુનિયા ઘણી ..

સુખની પછળ દોડતા દોડતા આનંદ ગુમાવ્યો ખૂબ ..

નરાધમોની આ દુનિયામાં જીવવું દુષ્કર છે ખૂબ ..

સરળ કરવા જિંદગીને અપનાવ્યા રસ્તા ટૂંકા ..

ચૂકવી રકમ ભારે જિંદગીના એ સુખ નકામા ગયા ..

જીવે કર્યો પ્રેમને સાચો ત્યારે નિયમ બદલાઇ ગયો ..

પોતાના પારકા થયા ને માળૉ વિખાઈ ગયો ...

જ્ઞાન સાચુ થયું ને ભ્રમિત લાગી આ દુનિયા ..

સુખ આનંદના ફેરમા જુઠિ દેખાય દુનિયા ...

ઉધાર લીધાં પ્રુથ્વી નાં ગોળાએ વર્ષા પવન પ્રકાશ ..

નોધારો કાયમનો કોઈને આપે શું વરદાન??..

પડતી વિટમબણા કાયમની આફતમા એ અટવાયો ..

"દિલ " જાણી ગયું આ ભ્રમ છે પ્રુથ્વીનો ગોળો....


........પ્રેમ મનામણા..............

રુઠેલા મારા જીવને મનાવુ કરીને પ્રેમ ..

એના મુખ પર આવે હાસ્યભીનું તેજ ..

પિયુ મનાવે વારમવાર એને ચુમીને હોઠ ..

સંવારે એના વાળ વહાલે કરીને પ્રેમ ..

સમાઇ જાઉ બાહોમા હું કરીને ખૂબ સ્પર્શ .

અંગે અંગે સ્પર્શીને તને હું દઉં મીઠુ દર્દ..

ના રહે રીસ ગુસ્સો કરુ તારા મનામણા ..

કરુ ગુણગાન તારા દઉં વહાલ વધામણા..

બની ગયો કાનો હું તારો તું મારી રાધા ..

પાગલ બની કરુ પ્રેમ તું મારી અર્ધાઁગ્ના..

અંતરીક્ષમાઁ નથી કોઈ તારા સમ પ્રિયતમા..

સ્વર્ગની અપ્સરા ઉણી ઉતરે તું સૌઁદર્યા ..

જોઈ રહું એક નજરે તને તોય નાં ધરાઉ..

કામણગારરી કાયા તારી એમાં હું ડુબુ ....

પ્રેમને સિઁચિ આંખો ચૂમૂ ખૂબ કરુ પ્રેમ..

શબ્દો નથી કહેવા તને ઓછુ જ પડે ..

શ્વાશૌમાઁ ભરૂ સોડમ તારી બાવરો હું બનુ..

શું કરુ પ્રેમમાં તારા જીવ જ હું આપું ...

બનીયે પ્રેમમાં પ્રતિબિમ્બ એકમેકના ..

ના તૂટે નાં છુટે બંધન પ્રેમાગ્નીના ..

ના સીમા નાં કોઈ ડર નહીં કોઈ શરમ ..

ભળયા બે જીવ સાવ નાં રહે નિશાન ..

કર્યો પ્રેમને સાચો જ સાક્ષી રાખી ઈશ્વર ..

"દિલ"ને ઓળખ તારા હવે નથી સમય ..

.............ભુકંમ્પ................

પ્રુથ્વીના પેટાળમાઁ થતાં અસહ્ય કંપનોથી થતો ભુકંમ્પ...

ગામ નગર દેશને એ કરે પળ ભરમાં બસ ખતમ ...

પાતાળનાં તેલ પાણી ઉલેચી કરી ધરતી ને બેહાલ ..

વનસ્પતિ જંગલ વિનાશી સ્રુશ્ટિ કરી બરબાદ ..

રચ્યા પચ્યા સ્વાર્થમાઁ રહીને કરી છે અમાપ ભૂલો ..

ના સમજ માનવીએ કૂદરતનો બોલાવ્યો છે ખુર્દૉ ...

પગ પર જ મારી કુહાડી વિધ્વંશ ખોટો કર્યો ..

પ્રક્રુતીની સમતલ ચાલને ખોરવી વિનાશને નોતર્યો ..

વિનામૂલ્યે મળેલી અમૂલ્ય સમ્રુધીને મનફાવે એમ વેડફિ ..

ધરતીમાઁ ની આબરૂને ઉપકાર ભૂલી પિશાચ બની ને ચૂંથી ..

ઇશ્વરે આપેલા તત્વોને નાં એ જાળવી સંભાળી શક્યો..

બધા સ્વાર્થના સરવાળા બસ વિનાશ જ નક્કી કર્યો ..

સરહદૉના ઝગડામાઁ એ સંસ્કાર બધાં જ ભૂલ્યો ...

ના જાળવી પાત્રતા મર્યાદા ધરતીમાઁની કુપાત્ર ઠર્યો ..

ના સહી શકી અત્યાચાર તારા જનની ત્યારે ધ્રુજી ..

રખોપા કરવા તારા એણે અમાપ ભૂલો તારી સહી ..

કુદરતના તત્વોને લૂંટી બગાડી તે નગ્ન નાચ કર્યો ..

મુઠી ભર પિશાચોએ બળાત્કાર માઁ નો છડેચોક કર્યો ..

જાગ હે માનવી બચાવ જગતજનની ને ફરજ તારી સમજી ..

"દિલ" કરે પ્રાર્થના ચૂકવ ઋણ બધાં જનનીના બાળક બની ..


............પ્રેમ સંવાદ ...........

પ્રેમની ભાષા મૂક છતાં ખૂબ બોલતી .......

આંખોથી આઁખોના ઇશારા પણ કોઈ ભાષા નથી ..

પાપણની થરથરારટ અને નમતી નજર ...

કહેવું સમજાવવું છે ઘણુ પણ સંવાદ નથી ..

પ્રેમ સંવેદનાનો આવિષ્કાર ...

બે હ્રદયના મિલનની વાત પણ ઇતિહાસ નથી ..

એકરારનો છે પડકાર .......

ખૂબ છે તલસલાટ ભિઁજાય છે આંખો વાચા નથી ..

"દિલ" થી દીલ છે બેકરાર ......

મિલનનો છે વિશ્વાશ પણ ધીરજ નથી ...


..............વસંત.................

રુતુઓનો રાજા વસંત એ કાંઈ અમથું નથી ...

આંબાની કુંપળો"મરવા"ની મસ્તી ને કોયલની કૂક ..

ઉગતા સુરજ્ની કિરણોમાં આનંદનો છંટકાવ ...

કેસરિયા રંગમાં તેજ લિસોટોને આંબાનો મોહર....

લીલીછમ ધરતી પર ઢેલ મોરલા છે નાચતાં ..

ગૂલમહોરની લાલી ને પારીજાતકની છે મહેક .....

ફૂલોનું લચવુ કુંપળનું ફુટવુ દીલનુ છે ઝુમવુ .....

પીયુ મિલનની પ્યાસ સારસ નો છે મિલાપ ...

પ્રેમની છે મોસમ દિલની પુકાર સાજનની આશ ...

ભમરાની ગુંજન આંખમાં વિરહના છે આંસુ ...

આવને પ્રિયતમ હવે નાં તડપાવ દિલમાં સમાવ....

"દિલ" કરે પુકાર મિલનનો અવસર છે વસંત ...


.............પ્રેમ રંગ પીચકારી .............

આવી વસંત મ્હ્યોર્યા ફુલ પ્રેમનો છે તહેવાર ..

પ્રેમ રંગની પીચકારી મારા શ્યામને મારી..

ગુલ્મહોરનાં ફુલ આંબા ડાળે કોયલની છે કૂક ...

આજે રંગની છે છોળો પીયુ મિલનની વસંત ..

પ્રિતમે મારી મને પ્રેમરઁગ પીચકારી હું શરમાઇ ...

લાલ લીલા પીળા કેસરી રંગની છે ખૂબ લાહણી...

હુ મારા પ્રીતમના પ્રેમ રંગે ખૂબ રંગાઇ.

હાથમાઁ છે હાથ આજે મદહોશી નો સાથ....

નભનૉ ચન્દર્વૌ નીલો નીચે ધરતી છે લાલ..

આજે રંગબેરંગી પ્રેમ રંગની મીઠી અનુભૂતિ ..

કેસુડાનાં રંગ પાણીના છે ડંખ મીઠાં મધુરા. ..

લૂટાઉ એના પ્રેમમાં મારા ભીના આંખના ખૂણા ...

મંદિર જઈ કરુ ઘંટારવ ચરણે પડું શિવનાં ...

અબીલ ગુલાલ હલ્દી ને અક્ષતથી કરુ પૂજા ...

હોળીનો અગ્નિ આજે ખૂબ તપાવે પ્રેમાગ્ની ...

ધૂળેટી નો તહેવાર પ્રેમનો કર્યો એકરાર...

પ્રેમકેસરીયા રંગમાં બે જીવ ખૂબ રંગાયા..

ધરતી પર ઊતર્યું જાણે સ્વર્ગ આ વસંતમાં ..

પ્રેમરંગ પીચકારી મારી ઘાયલ કરી મારા પ્રિતમે ..

"દિલ" પિગળાવી બન્યો રંગ પાકો પ્રેમ ગૂલાલનો ....

............પૂનમની રાત .............

પ્રેમી દીલોની તડપન વીરહ્ની પૂનમની રાત ..

નભમાં તારા સમૂહને બહેલાવતી પૂનમની રાત ...

કવિને કલ્પના સ્ફુરાવી રચેયેતા બનતી પૂનમની રાત ..

પ્રેમ લાગણીના પૂર ઉભરાવતી આ પૂનમની રાત ..

દરિયાને પ્રેમ ભરતીમાં લઈ આવતી આ પૂનમની રાત ..

વાદળીઓ સાથે રમતો ચંદ્ર એ આ પૂનમની રાત ..

હ્રદયમાં પ્રેમ તત્વને આકર્ષાતી આ પૂનમની રાત ...

ચુમ્બકીય તત્વોને ખૂબ ભડકાવતિ આ પૂનમની રાત...

અગોચર દુનિયાની પ્રતીતિ કરાવતી આ પૂનમની રાત..

નાગ સર્પ ને ખૂબ લોભાવતી આ પૂનમની રાત ..

વનસ્પતિમાં ઔષધને ખૂબ પોષતી આ પૂનમની રાત...

નહીં સમજાય રહસ્ય છે અકબંધ આ પૂનમની રાત ..

દર્શન કરુ હું પ્રગટ ઈશ્વરનાં એ આ પુનમની રાત ..

"દિલ" ખૂબ મચલે આનંદે એ આ પૂનમની રાત...


...........પ્રશંશા................

પ્રભુને પણ ખૂબ પ્યારી છે આ પ્રશંશા..

કાર્ય શક્તિનું ઉદ્દીપક બને આ પ્રશંશા ..

માનવીના ગમતા પ્રભાવનું તત્વ પ્રશંશા..

પ્રગતિની કૂચ કરવા કારણ બનતી પ્રશંશા.

સુંદર અનુભૂતિ અભિવ્યક્તિ એ પ્રશંશા..

ભક્તોના ભજનમાં પ્રભુની થાય પ્રશંશા..

પ્રિયતમ કરે પ્રિયતમાની સુંદર પ્રશંશા ....

રૂષિઓની રુચામાઁ વ્યક્ત થાય પ્રશંશા ..

વસંતના વાયરે કોયલની કૂકની પ્રશંશા..

વર્ષાનાં અનરાધાર વરસાદની પ્રશંશા ...

ભાટાઇ ના બને કદીયે સાચી પ્રશંશા ..

કવિ કરે કલ્પના કાવ્ય રચવાની પ્રશંશા..

આઁખોના અમીથી થાય સાચા પ્રેમની પ્રશંશા

"દિલ" કરે અબાધિત કરે માપ્રભુની પ્રશંશા.


.............સૂર્ય ચંદ્ર .................

સૂર્ય ઊગી સવારે પ્રુથ્વી ઉપર ઉજાસ પાથરે...

ચંદ્ર રાત્રે અજવાળે સૂર્યનું તેજ ઉધાર લઇને...

સૂર્ય પોષે ઉછેરે પ્રુથ્વી ઉપર જીવ શ્રુશ્ટિને ...

ચંદ્ર ગુણોને ખૂબ પોષે રાત્રે ચાંદની પાથરીને ....

સૂર્ય રોજ ઊગી આથમે દિવસ રાત્રિ બનાવે ....

ચંદ્રની વધઘટ રાશિતિથિ નક્શત્રનુ સર્જન કરે ...

સૂર્ય અવકાશમાં સર્વ ગ્રહોને ઉજાળતો..

ચંદ્ર પ્રુથ્વીને ચુમ્બકીય શક્તિથી લોભાવતો ...

સૂર્યની સવારીમાં તેજોમય દર્શન વિષ્ણુના ....

મહાલક્ષ્મીના દર્શન ચંદ્રનાં તેજમાં સમાયા.....

સૂર્ય ચંદ્રની પરિક્રમા બધાં ગણિત સમજાવે ...

સૂર્ય ચંદ્ર ગ્રહણ નવા વિજ્ઞાન ઉપજાવે ..

માતા પિતાનો એહ્સાસ સૂર્ય ચંદ્ર કરાવે....

"દિલ" કરે દર્શનપૂજા હરરોજ આશિષ માંગે ..


..............પ્રેમ..................

પ્રેમ થયો કર્યો એક સ્વર્ગીય સફર .....

ભૂલ્યો પ્રેમમાં તારા હું જીવન ...

ભસ્મ થઈ જઉ ચઢી પ્રેમ ચિતા ઉપર ..

સમર્પિત જીવ છે તારા ઉપર ...

મોક્ષને ઠુકરાવુ માંગુ એક જિંદગી ઉધાર ..

જીવી લઉ એક જીવન ભીખનુ ....

ના કર એવો પ્રેમ હૈયું ઊછળી બહાર આવે.

કાળજુ પ્રેમાળ જોઈશે તમારુ......

આ જીવ દીક્ષિત થયો પ્રેમ વિશ્વાસ પર ...

પ્રાણ પ્રતિષ્ઠા થઈ તારા પ્રેમની .......

પ્રેમની પાત્રતા પ્રેમ તત્વની પરાકાષ્ઠા આંબે

પરવાન ચઢી પ્રેમ પુકારે ......

"દિલ" મંદિરમાં પ્રેમની મૂરત સ્થાપી તારી..

ટીસ ઉઠે પ્રેમની તારી .......


...............આંસુ.................

દિલથી અનુભવી આંખોથી વહેતો એહસાસ હું આંસુ....

પ્રેમમાં સુખ આનંદથી ઊછળી હું આંખોથી વહી રહું ..

તડપ વિરહમાં દુખ પામી યાતના સહીને વહી રહું ...

દુખ ગરીબી પરેશાની મજબૂરીમાં હું બસ વહી રહું .....

અપમાન ના સહેવાતા જવાબ મારા થકી હું કહી રહું ....

નથી સેહવાતો ક્યારેય અનાદર શું કરું? વહી રહું ...

સંજોગો મને આપે શિરપાવ મગરના આંસુનો સહી રહું ..

પરમાત્માની ભક્તિમાં તનમય થઈ આનંદે વહી રહું .....

દીકરીની વિદાયે કાળજા કપાયાના દુખે હું રડી લઉ ...

આત્મજનના મરણે શબ્દો ના સ્ફુરતા ખૂબ વહી જઉ ...

આનંદ ખુશી સુખદુઃખ બધામાં હું પ્રગટ થઈ જઉ ...

કારમાં અનાદર હતાશામાં હું ના વહી હું આંખો સૂકવી દઉં..

આંખો સાથ ના આપે ત્યારે લોહીના આંસુએ રડી લઉ ...

"દિલ"ને ના સમજાય સેહ્વાય ત્યારે મૂક જવાબ આપી રહું ...


.........નનામી ................

રચના થઈ મારી બળવા બાળવા માનવ શબ ને .

જીવનનું અંતિમ યાત્રાના ચરણનું આસન હું નનામી ....

ના નામ ના સરનામું છતા હું પહોચુ નામે સરનામે..

બંધાઇ વાંસ દોરડાથી પણ કરાવુ મુક્ત સર્વ બંધનથી ..

મુક્તિના અગ્નિને વધાવુ હું એમાં જઇ સમાઉ ..

છૂટવા સંસારથી એ બંધાય કસીને ખૂબ કાથીથી ...

મારા પર કરી સવારી નિકળે અંતિમ યાત્રા થી ..

સ્મશાને છોડે અમને દોરા કાથી સગપણ થી ..

ભડ ભડતા અગ્નિ માં સમાઇ બની જઉ રાખ સહી ..

"દિલ"ને છે એહસાસ રાખ બની ભળી જઉ માટી મહી..


...............માફી .................

મોટા હ્રદયે અપાતી ગુના ભૂલોને ભુલીને બધું માફી ..

ના થઈ શકે કદી માફ એવા ગુનામાં મળેછે ફક્ત ફાંસી ...

બે દીલોની પ્રેમમાં થતી મીઠી તકરારમાં જરૂરી છે માફી..

લોહીનાં સબંધોમાં જાળવવા સબંધ અપાય છે માફી ..

પશ્ચાતાપમાં નિચોવી જાતને પછી મળી જાય છે માફી ..

મિત્રોની ગેરસમજ ની ભૂલોનું નિવારણ છે માફી ..

મીઠા ઝાડના ફળ ખવાય મૂળ નહીં એમાં ના મળે માફી ..

અજાણતા થાય ક્યારેક ભૂલ તો સમજાય છે માફી ..

સમજીને કરે અનાદર હેરાન તો ના મળે માફી ..

ઝૂકીને કરું સલામ જ્યારે તમે આપશો સાચી માફી ..

સાચાને મળે સાચી ખોટાને ના મળે કદી માફી ....

"દિલ" છે પરેશાન વિતાડે સહુ કોઈ પણ ના માગે માફી ...


...............ગામ શહેર ...................

સવાર ઊગી સાંજ આથમી થાય રાત્ત્રી સરખી ..

છતાં ઘણાં અંતર એમાં ગામ અને શહેર ભણી ..

સવારની કુણી ધૂપ હવા ગામમા સંચાર થાય ..

દિવસ રાતના થયા ધુમાડા હજી શહેર ખાય ..

સવારના કામ આટોપી ગામમાં બપોરે વાળુ થાય..

કામ ચિંતાના બોજ તળે શહેર નિસાસા ખાય ...

કરી મહેનત વાડી ખેતરમાં ફળ ઘરના ખૂબ થાય ...

પરસેવો પાડી અઢળક ઘણો પીઝા પેટમાં જાય ...

સૂરજનાં સમયે ગામમા બધાં કામ સંચાલિત થાય ..

શહેર સમય કરતા આગળ જવામાં સમય ચૂકી જાય..

શાશન ગામમાં કુદરતનુ માનવ ખૂબ રાજી થાય ..

શહેરમાં શાશન સરકારનું માનવ દુખી જ થાય ..

વાળુપાણી કરી ગામડિયો સુખની નિંદ્રા થાય ..

ના નિંદ્રા પૂરી ના સુખ પૂરુ શહેરમાં માનવ રોગી થાય..

વગડાનાં છે વટેમાર્ગુ ચાલતા કાપે મિલો માર્ગ ..

માર્ગ પર જગ્યા જ નથી શહેરી ઘણો છે પીડાય ...

સૂર્યને નમી સવારે રાત્રે ગામમાં ભજન કીર્તન થાય..

શહેરમાં ડિસ્કો કોન્સર્ટનાં ઘોંઘાટમાં અહમ ભારે જળવાય..

ધરતીના છોરું રામ ભજી રોટલા સંતોષનાં ખાય..

શહેરીજન કાલની ચિંતામાં "આજ" ગુમાવી જાય..

વનસ્પતિને દેવ સમજી ગામમાં લાલન પાલન થાય..

"દિલ" કહે શહેરી એને હટાવી "મોલ"થી રાજી થાય


.................માટી.......................

ધરતી ઉપરનું અનોખું જીવ તત્વ છે માટી

જીવ એમાં અંકુરી સ્ફુરિ બની જાય રુણી

માટી તારા નવલા સ્વરૂપ પોષે ઘણાં જીવ

ધરતી એક છતાં ભિન્ન માટીના છે રૂપ ..

સિઁચન થયા ગુણ માટીમાં તેવા છે સ્વરૂપ

થાય વિચાર નોખી માટીના નોખા છે જીવ.

હે માનવી કર વિચાર આ માટીના છે રુણ

કેમ કરી ચુક્વીશ એને ભુલીશના એના ગુણ.

મહેક માટીની જીવનમાં ફેલાવે થઈ સગુણ..

થાય કદીના બદનામ માટી જાળવજે રુણ.

ભ્રૂણ બંધાયા માટી થકી નાકરજે કોઈ ભૂલ

લાજ રાખી માટીની થઈ જજે એનો સપૂત.

માટીના રમકડાં સહુ માટીમાં ભળવાના ..

જેવી જેની માટી એવી ઓળખ બનવાની.

ખૂબ ગુંદાઇ તાપેશેકાય પાણી બતાવી બનું.

માટીની લાજ"દીલ"માં રાખી રુણ બધાં ચૂકવું

...............ઢીંગલી..................

મારી દિયા હ્રીદયા દીવા ઘરઆંગણની ખુશીઓ...

ઇશ્વરે આપેલા વરદાન સમી મારી છે દીકરીઓ...

કેટલા કર્યા પુણ્ય ત્યારે આવી ઘરમાં આ દેવીઓ..

કન્યારત્ન સમા જીવોનો મારા ઘરમાં છે ખજાનો..

લાડકોડથી ઉછેરી એમનાં જીવમાં કરીએ સિઁચન...

ઓવારી જઉ સુખ સઘળા દીકરીઓ મારી અણમોલ..

મીઠામધુરા મુખડા એમનાં છાતી ભરાય આનંદે...

ગુડિયારાણી બધી નિરાળી આનંદે ખૂબ ઉછરે...

પા પા પગલી ભરીને આવી લક્ષ્મી બધી ઘરમાં....

ઊજાળશે બંને કૂળ થયા સિઁચિત ખૂબ દિલમાં...

દિકરાની ના પડે કદીખોટ એવી માંએ દીધી દીકરી..

"દિલ"માં છે અમાપ આનંદ ભરી ખુશીઓ ની ઝોળી......

.............ગુસ્સો....................

મન હ્રદયને દુખ થતાં પરિવર્તિત લાગણી ગુસ્સો ...

લોહી બાળી લોહી ગરમ કરી લાલ કરતો ગુસ્સો ...

ના સેહવાતા લાગણી દુભાવાની પ્રતિક્રિયા ગુસ્સો ..

નુકસાન કરાવી શરીર બગાડી બદનામ કરાવતૉ ગુસ્સો..

સાચી વાત ખોટી ઠેરવાતા નાં જીરવાતો ગુસ્સો ..

પ્રેમજીવોમાં વારે વારે મીઠો થતો ખૂબ ગુસ્સો ...

શેરબજારમાં ભાવ ગગડતા કાળ થતો ગુસ્સો ..

નેતાજીના વચન લહાણ ખોટા પડતા ગુસ્સો ..

ટ્રાફિક સમસ્યામાં લાંબી લાઇનો ખૂબ કરાવે ગુસ્સો ...

મોડામાં વધુ મોડુ કરાવતો પોલીસ પર ખૂબ ગુસ્સો ...

ભોલેનાથનો ત્રીજી આંખનો પાપી પર ખૂબ ગુસ્સો ....

"દિલ"કહે રુસણા સારા,નથી સારો આ ગુસ્સો ...

.............કહેવાઈ ગયું.................

કહેવાઈ ગયા પ્રેમરસના બે બોલ...

પ્રેમ જ નીતર્યો છે એ જોજો.........

કહેવાઈ ગયા છે પ્રશંશાના થોડા ફુલ..

સુવાસ બની શ્વાશમાં સમાઇ જજો......

કહેવાઈ ગયા છે બે ઠપકાના શબ્દો...

અર્થ સમજી શાનમાં સમજી જજો......

કહેવાઈ ગયા છે કડવા જે બે વેંણ .....

દીપક બની રસ્તો બતાવે એ જોજો..

કહેવાઈ ગયું છે જે ના કહેવાનું ....

ભરેલું નીકળી ગયું સમજજો........

કહેવાઈ ગયું છે જે જન્મોથી મૂક હતું...

સામ્ભળી લેજો બધું રહે નહીં જોજો ......

કહેવાઈ ગયું છે શબ્દ બની વાચાથી ..

સમજી મનચક્ષુથી જોઈ લેજો............

કહેવાઈ ગયું જે નહોતુ કહેવાયું ..

"દિલ"થી સ્વીકારી લેજો.......

.............માત્રૂભૂમિ..................

પ્રુથ્વી પરનું સ્વર્ગ છે મારી મત્રૂભૂમિ મારો દેશ...

ભૂમિએ ભૂમિએ પરચા જુદા મહાન મારો દેશ ....

ભારત મારો દેશ માત્રૂભૂમિ ખૂબ પાવન મારી...

ભાત ભાતના લોક અવનવી છે ભાષા અમારી..

ગંગા યમુના સરસ્વતી જેવી નદીઓ છે ભરપૂર...

હિમાચલ વિંધ્યાચળ અરવલ્લી ગિરિમાળા છે ખૂબ...

બાર ગાઉએ બોલી બદલે નીતનવા છે રૂપ...

વિશ્વમાં આખા અહીંજ રુતુઓ છે બધી ખૂબ...

સંસ્ક્રુતી સંસ્કારનો વારસો છે અહીં રુશિઓનો....

સંસ્ક્રુતજેવી દેવલીપી જેણે ભાષા આપી ઘણી....

અંતરીક્ષના રહસ્યો ગ્રહો તારા નભોમંડળ સમજાવ્યા....

સૂર્ય ચંદ્રનાં અંતર આપી વિજ્ઞાન ખૂબ વધાર્યા......

શૂન્યનું મૂલ્ય સમજાવી અંક ગણિત ભણાવ્યા...

ચાણક્ય આર્યભટ્ટ જેવા બાહોશ સપૂતો થયા ..

મારી ભૂમિમાં જન્મ લીધાં રામ કૃષ્ણ મહાવીરે....

પાવન પવિત્ર ભૂમિ મારી વિભૂતિઓને જન્માવે....

વેદ પુરાણ રામાયણ મહાભારત ની રચના અહીં ....

કઈ બાકી નથી અહીં સમ્પૂર્ણ છે ભૂમિ અમારી....

કણ કણ માં ભગવાન છે એ વિચાર અમારો....

બુધ્ધ ગાંધીએ દિશા ચીંધી વિશ્વ શાંતિ સંદેશે...

"દિલ"કહે મારુ શબ્દો નથી એવી માત્રૂભૂમિ મારી ...

કરુ એટલી ઓછી પડે પ્રશંશા એવી માત્રૂભૂમિ મારી..

....ચલને ડુંગરા ચઢી જઇએ ...........

ચલને ડુંગરા ચઢી જઇએ ..

ના ગણ પગલાં પગથિયા ..

ચલને ડુંગરા ચઢી જઇએ ..

કુદરતના છે અજબ કમાલ .

તાજી હવા જીવમાં ભરી લઇએ .

કરીશું ઓળખ વન શ્રુશ્ટિ ની ..

ચલને ડુંગરા ચઢી જઇએ

પંખીઓના મીઠાં છે કલરવ ..

ફૂલોના અવનવા રંગરૂપ છે ..

વ્રુક્શો ડાળે છે મસમોટા મધ ..

ચલને ડુંગરા ચઢી જઇએ ..

ગજબની અહી છે નિરાંત ..

ના કોલાહલ ના કોઈ અવાજ .

બસ પ્રક્રુતીની મીઠી છે ગોદ..

ચલને ડુંગરા ચઢી જઇએ ..

દૂર દૂર સુધી છે વનરાજી..

અંતર મારુ છે ખૂબ રાજી .

નથી ચિંતા ના કોઈ દુખ ..

ચલને ડુંગરા ચઢી જઇએ ..

શીતળ પવન છે ચારેકોર .

વ્રુક્શો જાણે નભને આબે .

ઇચ્છાની નથી કોઈ ખોટ .

ચલને ડુંગરા ચઢી જઇએ .

પશુ પંખી સર્પનો છે વાસ .

તળાવ સુંદર ઝરણા પાણી .

પ્રક્રૂતિની અહી છે ધમાલ ..

ચલને ડુંગરા ચઢી જઇએ .

જીવમાં આનંદ મનને શાતા .

કુદરતના અગમ્ય છે ખેલ .

"દિલ"કહે એકમેકના સાથમાં ચલને ડુંગરા ચઢી જઇએ ..

આંબા ચીકુની વાડી....

હે ..ઇ ..આવને મારી આંબા ચીકુની વાડીમાં....

તને પ્રણયના રાસ રમાડુ રે ..

તારા ફુલગુલાબી ગાલ જેવી ..

તારા વહાલના મીઠાં સ્વાદ જેવી ..

કેરીઓ હીલોળા લે ..

આવને મારી આંબા ચીકુની વાડીએ .....

કેસર હાફુસના રસ પીવરાવુ ..

ચીકુના મીઠાં હલવા ખવરાવુ ..

આવને મારી આંબા ચીકુની વાડીએ ...

આંબા ચીકુની ઘટા ઘનઘોર ..

આંબા ચીકુની સુગંધ ચારેકોર ..

આવને મારી આંબા ચીકુની વાડીએ ..

રાધા શ્યામનો પ્રેમ અનોખો ..

એવો પ્રેમરસ પીવરાવુ રે ..

આવને મારી આંબા ચીકુની વાડીએ ..

પૂનમ કેરી રાત્રે રાણી ચાંદનીમાઁ રમાડુ રે.

તારલીયાનો ચંદરવોને રાત નશીલી બનાવું રે ..

આવને મારી આંબા ચીકુની વાડીએ ..

પ્રણય રાસ રમાડુ રે ..

.....દરિયા કિનારે .........

દરિયા કિનારે નાળીયેર કેરી કેડિએ..

પવનની લહેરે ..દરિયાની છોળે..

મારુ દીલ ગભરાય પ્રેમની વાટે ..

શીતળ ચાંદની રાતે..હૈયાંની હારે..

પ્રિયા મિલનની આશે ..

ધ્ડકતા હ્રદયે પ્રિયા ની યાદે ..

વીરહ્ની પીડા ..મનનો વિશ્વાશ ..

બની તારો હમસફર ..

પહુચુ મઁઝિલે ...

ના કોઈ તકરાર ના ફરિયાદ ..

બસ પ્યાર પ્યાર અને પ્યાર ..

દરિયા કિનારે નાળીયેર કેરી કેડિએ ..

"દિલ" ધબકે તારા પ્રેમ સંગાથે ...

.......પ્રેમ ...આંધળો ?.........

વગોવાયો છે કેમ આટલો પ્રેમ ?

એતો ઈશ્વર સ્વરૂપ છે દીસતો..

કહેવાયો છે કેમ આંધળો પ્રેમ ?

એતો સાચાં દિલોમાં છે વસતો ..

હ્રદયમાઁ વસતો છતાં રોગ છે પ્રેમ ?

મડદાને કરે બેઠા એવી તાકાત ધરાવતો..

પ્રેમ પંથની ડગર ચાલતા હમસફર ..

જીવતા જ મોક્ષ પામતા હમસફર ..

પ્રેમ કરે સાચો પવિત્ર પાત્રતાનો ..

સાક્ષાત્કાર કરે ઇશ્વરનો ..

પ્રેમ છે એક યોગ નથી કોઈ રોગ..

"દિલ" છે પ્રેમઅમ્રુતની ધાર ..

વિશ્વાશને લઈ પોશતો...

..........વિધાતાના લેખ........

લખ્યા લેખ વિધાતાએ એજ બને એ પથ્થર ની લકીર..

કારણ વિના કંઇ ના બને એ કુદરતની છે તાસિર ...

ના જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થશે ?

કાળા માથાનો માનવી એ કેમ કરી એ સમજશે ?

નથી કોઈ જ્ઞાન ના થાય કોઈ જાણ થશે શું હવે ?

કર્મ આધીન થાય બધુજ એ જ ફળ ભોગવવાના..

ભાગ્યના લેખ નક્કીજ ના બદલે કદી કોઈ ચાલ ..

ભાગ્ય સહુ ભોગવતા નાચાલે કોઈ તરકીબ ના ચાલ ..

ના કોઈ બદલી શકે ના બગાડી શકે કદી કોઈ ..

જે થાય એ જોયાં કરો સ્વીકારો કુદરતના છે ખેલ ..

રાજાને બનાવી દે પળમાં રંક ગરીબ થાય તવંગર..

ના સમજાય ગણિત એના, ના કદી મિથ્યા થાય ..

જન્મ મરણ લગ્ન અબાધિત અધિકાર છે એના ..

કોણ ક્યારે કેટલું જીવશે ભોગવશે જવાબ નથી એના ..

સંબંધ બંધન રુણાનુંબંધ શબ્દો બની રહે જ્યાં ..

વિધાતાના લેખ પ્રમાણે ભોગવટો કરશે જ ત્યાં..

કોઈ જીવ ના કોઇનો મોહ્તાજ છે ..નથી કદી વિવશ..

ના કોઈ બાંધી શકે.. કુદરત જ બદલે એના લેખ ..

ના કોઈ જિવાડી ,મારી શકે ના કદી બાંધી શકે ...

"દિલ"કહે કુદરતની મરજી સામે ના કોઇની ચાલી શકે ..

........પ્રેમ તહેવાર .............

ગીત લખું પ્રેમતણા તારા મનને બહેલાવુ ..

નીરખી રહું તને અમીભરી આંખોમાં ઉતારુ.

વાદળ તણા કેશ તારા શી ઉપમા આપું ?.

રૂપ તારૂ તેજાના તોખાર હું વારી જાઉ ..

નીતરે છે લાલી તારા હોઠને હું ચૂમૂ ..

ત્રુપ્તીનો આનંદ સ્વર્ગ નો એહસાસ કરાવુ.

બાહોમા લઈ તને વહાલ હું ખૂબ કરૂ ..

શબ્દોનાં પ્રેમને વાસ્તવ માં હું ઉતારુ .

વીરહ્ની તડપ સહી વિયોગ ને વિસારુ..

મિલાનનો આનંદ કરી મન ને મનાવુ ..

મન મારુ નાચે આનંદે પ્રેમ તહેવાર ઉજવુ.

"દિલ" ખુશીઓથી ભરી વરસાદ વર્સાવુ .

.........ભસ્મ ..........

હવન કુંડથી હું આવી લલાટે હું લાગી .

ભોળા શિવશંકરના અંગે હું લાગી ..

મંત્રોચ્ચાર અર્પીને જન્મી હવનામાં ..

અગ્નિએ સાથ આપી બની પળ માં .

મંત્ર અગ્નિ દ્રવ્ય ની હું બની સાક્ષી ..

ઈશ્વર ને અર્પિત દ્રવ્ય ની નિશાની ..

કાષ્ઠ ઘી તલ દ્રવ્ય ની છે આહુતી ..

જીવ થી શિવ મિલનની છે વેદી ..

ૐકાર મંત્રોથી ત્રૂપ્ત થઈ હું બની ..

રાખ નહીં દીક્ષિત ભસ્મ હું બની ..

મારો જન્મ અંત છે હવન યગ્ન નો ..

"દિલ" જાણે ભસ્મ છે આશિષ પ્રભુનો.

...............અર્ધાઁગિનિ...............

ઇશ્વરે આપેલી અદભૂત ભેટ મારી અર્ધાઁગિનિ.

અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રેમ કરે મારી અર્ધાઁગિનિ .

જન્મો જન્મ એ જીવમાં જીવ પરોવી જીવે..

સુખદુઃખના સમયમાં આનંદશોક ના સાથમાં ..

શ્વાશમાં શ્વાશ પરોવી જીવન જીવે અર્ધાઁગિનિ ..

જીવન સફર થી મોક્ષ સુધીની જીવનસન્ગીની ..

આત્મ અગ્નિની સાક્ષી પગલામાં પગલુ સમાવે ..

આસ્થા ધીરજ્ના સૂત્રો સંયમ શરમના ગુણો ..

ના આત્મશ્લાઘ ના સ્વાર્થ ના કોઈ રુસણા ..

સમર્પિત જીવ આત્મા શરીર સ્વભાવથી ..

કૃષ્ણની રાધા શિવની ઉમા વિષ્ણુની લક્ષ્મી સમી ..

બધા રૂપ સમાયા તને શું કલ્પુ? તુજ અર્ધાઁગિનિ ..

સ્ત્રી છે ખૂબ પાવન , સમયે થાય એ દુર્ગેશ્વરિ ..

ગાઉ કઈ સ્તુતિ, વાંચુ કઇ રુચા તુ જ શક્તિ ...

મારા જીવમાં ભળી યુગ્મ થઈ તુ મારી જીવનસન્ગીની..

તારા રૂપ બધાં માતા પત્ની પ્રિયા ભગીની દાસી શક્તિ ..

પ્રેમ સાથના સાત મંગળ ફેરા ફરે એ પત્ની બની ..

હાથ પકડી ચાલે બની હમસફર સાથે મોક્ષ ભણી ..

પોષતી પ્રેમ કરતી રક્ષા કરતી તુ મારી અર્ધાઁગિનિ ..

જીવન આનંદ રસમાં બોળતી તુ મારી કામાગ્નિ ..

સાચા દિલથી પ્રેમ કરતી મારી અપ્સરા તુ પ્રેમાગ્નિ ..

"દિલ" પર રાજ કરતી મારી રાણી તુ અર્ધાઁગિનિ ..

.........સ્મશાન ભૂમિ ...........

ભૂમિઓમા શ્રેષ્ટ ભૂમિ એવી સ્મશાન ભૂમિ છું .

શિવ શિવગણના વાસ સમી પાવન ભૂમિ છું .

જીવનના ગણિત ગણતરીનો અંત લાવુ છું .

આવતા માનવ શબોને અગ્નિસંસ્કાર આપું છું .

મોહ્માયા વૈરાગ્યનો આત્મ સાક્ષાત્કાર કરાવુ છું .

મ્રુત્યુ પછીના સ્થાનનો એહ્સાસ કરાવુ છું .

તાંત્રિક અઘોરી યક્ષ ગણ અહી સાધના કરે છે .

મરેલાને પિત્રુ બનાવી વિધિ વિધાન કરે છે .

ભેદ રાખ ભસ્મનો સમજ્યા વિના વેદ ભણે છે.

સ્મશાનની રાખ ચોળી બાવા સાધુ બને છે .

સ્મશાન આવતા ચેહરાઓના બધાં મોહરા જોઉં છું .

વૈરાગ્યની વાતો કરનારાઓને ભટકતા જોઉં છું .

આજે નહીં તો કાલે વારો આવશે અહી આવવાનો .

સંભાળી લે "દીલ" હવે વારો છે રાખ બનવાનો..

.................વેઠ ..................

સમજણ ઉપહાર કદર વિનાની મજૂરી એ વેઠ ..

કરવા સારા કામ પણ મજૂરી વૈતરા એ છે વેઠ ..

ઉપયોગી કામ એ કામ છે બાકી રહે એ વેઠ ..

સન્માન વિનાનું કામ વળતર આપે પણ એ વેઠ ..

કાળજી વિના કરાતું કામ નુકસાન કરાવે એ વેઠ .

દબાણ ઘમંડથી કરાતા કામ એ કામ નહીં વેઠ .

મહત્વકાંક્ષા સારી પણ નશો કરાવે એ વેઠ .

સાચો પ્રેમ કરવો આનંદ પણ સમયવિલાસ વેઠ .

હ્રદય વિનાનો એહ્સાસ એ છલાવો છે એ વેઠ .

જ્ઞાન વિનાનો વૈરાગ્ય ભ્રમ એ કરાવે છે વેઠ .

આસ્થા વિનાની ભક્તિ એ થાય છે બસ વેઠ .

વિશ્વાશ વિનાનો પ્રેમ એ થાય દગો એ વેઠ .

મજૂરી મજ્બુરીમા વળતર વિના કરાવે એ વેઠ .

"દીલ" કહે જે કરો સાચુ કરો બાકી થશે એ વેઠ ..

................ll વ્રત ll ...................

ઇશ્વરે આપ્યુ વરદાન સ્વીકારી લીધું વ્રત.

આદેશને સર માથે ચઢાવી કરશું હવે તપ.

પાવક બની પાકા કરીશું જીવના સંબંધ .

પીડા વહોરી દીલ દુભવી પાળીશું વ્રત .

કેળવવા પાત્રતા માંગ્યું વ્રત કરશું તપ .

માઁબાબાની યાગ્ના કરશે નવા અંતરંગ .

શ્રધ્ધા અપાર આશિષ મળશે અપરમપાર.

પળ જાણે યુગ વીતે એહસાસ એવા થાય.

મન જીવની વ્યથા સાંભળે તારણહાર .

નદી દરિયા આંખના આખરે કોરા થાય .

ભરી ભીડમાં આત્મ એક્લોજ પરખાય .

કર્મ છોડી "દીલ"પ્રભુમાં વિલિન થાય .

.........વિકાસ કે વિનાશ?................

વિકાસના મદમાં માનવ ખૂબ કરે વિનાશ.

બુધ્ધિ થઈ ભ્રષ્ટ પાલક બન્યો ક્રૂર પિશાચ.

વનશ્રુશ્ટિને કરે બરબાદ કરવા ભૂંડો વિકાસ.

કાપતો જાય છે વ્રુક્શો કરે કુદરતને બેહાલ.

વટવ્રુક્શનો વટ ડુબ્યો તારાજ થયા ખૂબ ઝાડ.

પાલનહાર થયો અંધ આ કેવું તે રાજકાજ ?.

નિઃસહાય ડાળફૂલને જોઈ બોલી રહે વ્રુક્શ.

હું જ અસહાય કેમ કરી બચાવુ હું તને ડાળ?.

ફુલ હજી ફળ નથી થયું અને થઈ ગયો વિનાશ.

લાચાર વ્રુક્શ સંતોને જોઈ જીવ જાય કપાય.

નપુંસક બની મૂક જોઈ આંસુ વહાવી રહ્યો.

દાતાએ નક્કી કર્યો વિધ્વંશ કરુ હું શું શોક?.

કાષ્ટ ઢગલો જોઈ ખૂબ હરખાય છે કઠિયારો.

ભવિષ્ય ઉજાડ્યુ વંશનું મુર્ખને નથી જ્ઞાન .

વિકાસના નામે થતો વિનાશ છે બેરોક્ટોક.

લોહીના આંસુ "દીલ" રડે નથી કોઈ હવે ઉપાય.

.........અહમ.................

બ્રહ્મ મનના આ જગમાં ક્યાંથી આવ્યો આ અહમ?.

કેટલા આવ્યા કેટલાય ગયા કોનો રહ્યો અહમ ?.

રાજા હોય કે ભલે રંક કોઈનોય ના રહ્યો અહમ .

રાવણ આવીને રોળાઇ ગયો કરીને એ અહમ .

સાચા પ્રેમનાં પારખામાઁ પકડાઈ ગયો અહમ .

બે જીવના વિશ્વાશ્મા વાંધો પાડે છે અહમ.

હાથમાં આવેલા નસીબને ગુમાવે છે અહમ .

કરો ઘણાં વ્રત પ્રાર્થના એ તોડાવે છે અહમ .

સાચી પ્રશંશા ગૌરવમા ના રહે કદી અહમ.

પ્રેમીદીલના સંબંધમાં આડો ના આવે અહમ.

સાચા સગપણ છુટે તૂટે એવો છે અહમ .

સાચી સમજણ હોય તો ના ટકે અહમ .

પાત્રતા પચાવી હોય તો કદી ના આવે અહમ.

"દિલ" રાખે વિશ્વાશ એ કદીના કરે અહમ.

.........હ્રદયનાં આંસુ ..............

ના દેખાય ના સમજાય એ હ્રદયનાં આંસુ .

અસહ્ય પીડા ભોગવી નિકળી જાય આંસુ.

ના રેહ્વાય ના સેહવાય પરિણામ છે આંસુ.

ઝખ્મ દીલના ના દેખાય વહેવાવે એ આંસુ.

નથી કોઈ અસર ના સમજણ પીડા ઘણી .

કેમ કરી સમજાવુ આ દશા છે ખૂબ દર્દ ની.

કલમ અટકે છે જ્યારે શબ્દો ખુટે તડપનાં.

ટીસ ઉઠે દિલમાં ખૂબ લોહીનાં આંસુ રડે .

ખૂબ વિશ્વાશછે દિલમાં પ્રેમ સાચો કર્યો .

નહીં કરી શકે કોઈ એવો પ્રેમ મે જ કર્યો .

પરવાના ચઢે સીમા ઓળંગે પ્રેમ જ હવે .

સમજો હવે તો કેમ આપો ઝખ્મ દિલમાં?.

ના રડાવો ઘણુ થયું બસ ખમૈયા કરો .

લાલ થઈ આંખો રડી રડી આંખો સુકાઈ .

મન મનાવુ નાં રડવા હિંમત રાખું છું ઘણી .

કાબૂ નાં રહે આખિર "દીલ" છે રડીજ ઉઠે .

........મારુ વહાંલુ વલસાડ......

આંબાચીકુ વનમાં વસ્યું મારુ વહાંલુ વલસાડ.

વલસાડમાં આંબા નથી આંબાચિકુમાં છે વલસાડ.

પારનેરાનાં પાવન પર્વત પર માં તારા છે ડેરા .

તડકેશ્વર મહાદેવ અહી સ્વયમ્ભૂ પધાર્યા .

અતુલ મલક્ના ખૂબ વાગેછે દુનિયામાં ડંકા .

કેરીચીકુનાં વ્રુક્શોનાં લીલાંછમ છે વગડા .

ધરમપુરની વાટે બરુમાળ જ્યોતિર્લિંગનાં પરચા .

વશીયર પારનેરા ચણવઇ લીલાંછમ ગામડા .

વલસાડમાં વરસાદની અનરાધાર છે વ્રુશ્ટિ .

આતેા નાગસર્પ અને દેવોની છે શ્રુશ્ટિ .

ગિરિમાળા છે ફરતે રાખે સૌઁદર્યાનાં તડકા.

નદીઓ મીઠાં પાણીની વહે છે જાણે ગંગા .

સાગર સમ્રાટ હીલોળા લે છે ખૂબ પશ્ચિમમાં .

તિથલ સેગવી લશ્કરી રોડનાં સુંદર નજારા .

અહીઁ આંખોમાં અમી ભરે કુદરતની સુંદરતા .

જોજો નજર નાં લાગે વહાંલા વલસાડને મારા .

આઁબાચિકુની વાડી અને લીલાં છે ખેતરા .

એમાં વસ્યા સુખીઆનંદી લોકના ખોરડા .

ચટાકા ઉબાડિયાના અહીંના ખૂબ જાણીતા .

દુનિયા આખી આવીને અહીઁ ખૂબ માણતી .

રખે રાજ રમત રમતાં રાજલંપટૉ નગરમાં .

સંરક્ષણ છે વિશ્વામિત્રનું તાપી થી વાપીમા .

શાંત માયાળુ સ્વભાવે લોક વલસાડમાં .

ધરતી ઘણી આ પવિત્ર પાવન ગુજરાતમાં .

પરોઢે લાગે કશ્મીર સાંજે જાણે છે ગોવા .

છતાં નથી છૂટતા કોઈ સંસ્કાર વલસાડમાં .

વલસાડની કેરી હાફુસ કેસર ઘણી મીઠી .

વહાલા વલસાડને "દીલ"થી છે પ્રેમાંજલિ.

........રામનું રખોપુ .............

મારો રામ કરે રખોપુ

શીદને હવે હું ડરુ ?

નથી જ્ઞાન બુધ્ધિ કે કોઈ

સમજણનાં સરવાળા ..

છે પાકી શ્રધ્ધા આસ્થા .

પણ છે ભેગ ભક્તિનાં .

કરાવશે જરૂર મિલન .

બે દીલ પ્રેમીઓના .

નથી કોઈ છલ છલાવા.

ના મેલ બદઇરાદા .

બંને દીલ એ જ કહે .

નામ સ્મરણ છે પ્રભુના .

વ્રત તપના છે પારખા .

પાત્રતાની થાય પકવતા .

હવે જે થવું હોય એ થાય.

જે કરવુ હોય એ કરે .

"દિલ"ને ડર નથી જ કોઈ .

છે મને મારા રામના રખોપા .

.......કહી દે ................

કહીદે કહીદે ને હું શું કરુ જીવ મારા ..

કહીદે કહીદે હવે ધીરજ ખૂટી વહાલા.

કહીદે મારો પ્રેમ કેટલો ઓછો હજી ?

આપું એટલો કે ન માપી શકે કદી ..

કહીદે કહીદેે ધબકાર હવે દીલના ..

સાંભળું છું હું શ્વાશનાં સીસકારા મનમાં.

કહીદે કહીદે બે શબ્દ મને પ્રેમનાં ..

જોવડાવિશ કેટલી રાહ હવે પ્રેમમાં ..

નહી લઉ શ્વાશ એક પળ વિના તારા .

જન્મો જન્મના સાથ છે હવે પ્રેમમાં..

ના રૂપ નાં કોઈ ઇચ્છા અપેક્ષા પ્રેમમાં..

“દિલ”ને જોઇએ બસ સાચો પ્રેમ હ્રદયમાં ..

............ll સમય ll ..............

અણમોલ છે વહેતો જાય નાં બંધાય સમય.

હરપળ હરઘડી નવો એહ્સાસ છે સમય .

વહી ગયેલો નાં આવે કદી પાછો એ સમય.

કીમતી છે ખૂબ પળ પળ ઉજવીલો સમય.

નિશ્ચિંત મર્યાદામાં નક્કી જીવનનો સમય .

ના વેડ્ફાય કોસાય બસ ભોગવીલો સમય.

નહી રાખો કાળજી તો કાળ બનશે સમય .

પ્રભુ ભક્તિ સારા વિચારમાં હવે જાય સમય.

કોઇનો થયો નથી થશે નહીં આ સમય .

અવિરત અકળ ચાલ નાં પરખાય સમય .

સમય સાથે ચાલી સ્વીકારે એ જીતે સમય .

"દિલ"માંગે પ્રેમલક્ષણા ભક્તિ પ્રેમનો સમય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED