............સંસાર સૂનો...............
મળેલા જીવોનો સમય વિરહનો થાય હવે સંસાર સૂનો..
ઉપાય કરો હજાર ના થાય શાંત જીવ વિના સંસાર સૂનો..
પ્રેમે સિઁચ્યા સાથ પ્રેમનાં કેમ કરી વિરહ જીરવાય ?
છે રુતુ વરસાદની વિરહ પ્રિયતમાનૌ હવે કેમ ખમાય?
વાતા પવન ટહુકા મોરનાં ચિરશે હૈયા પ્રીતમના ..
નહી સેહવાય હેલી વર્ષાની હ્રદયે ચીસ સંભળાય..
વળીજા પાછો હે મેહૂલા જીવ નહી ખમે વાદળ વરસાદ..
વીરહી જીવોને કેમ સંતાપે કેમ જીવીશુ હવે અમે ?
કરું આજીજી વાતા પવનને સવારી કરાવી લઈ આવ ..
ચઢી વાદળે લાવે પ્રીયતમાને સુગમ મિલન હવે થાય ..
વ્યથા વીરહની પીડશે ખૂબ થશે સંસાર ખૂબ સૂનો ..
અટકી જશે શ્વાશ જ્યારે જીવને પ્રેમ સાથ નહી મળે..
હીબકા ભરતા જીવને હવે રડતાં સીસકતા કોણ રોકે ?
"દિલ"ને થશે પીડા અપાર થઈ જશે હવે સંસાર સૂનો ..
.............એક નદી કહે સાગરને............
મારે સાગર સાથે સાટુ વાળવુ છે ..
કરી કરી ખૂબ અવાજ એનાં પાણી તણો ..
વારંવાર પોકારી મને એનાં મોજાં તણો ....
પછાડી માથા ખૂબ ફીણવાળી સ્પર્શ તણો..
ખૂબ ખળ ખળ વહી આવું સમાઉ શાંત થતો..
ગતિ મારી અકળ અને તુ અચળ સાગર ઘણો..
કેમ કરી વાળુ શાટુ તુ તો પ્રેમમાં અમર ઘણો ..
..........એક પક્ષીની વેદનાં.............
ખુંચવ્યો દાણૉ મારો કેમ કરી ચાલ્યો જીવ ?..
હું તો છું હતો બસ આશરે તારા કેમ કરી જીવું હવે ?..
કરી હતી શું ભૂલ કે તેં આપી શિક્ષા કેમ જીવું હવે ?..
કર્યા નથી કોઈ છેદ શ્રુશ્ટિમા તારી..કેમ જીવું હું હવે ?..
કરે કોઈ ભરે કોઈ કર્યા અન્યાય કેમ જીવું હવે ?..
પેટ જીવન કદ સર્વ નાનું મારુ કેમ જીવું હવે ?..
નથી માંગ્યા મંદિર મહેલ બસ એક માળો મારો ..
મે તો બસ માંગ્યો દાણૉ એક કેમ જીવું હવે .?..
ઉડવા શીખવી ને પાડ્યો નીચે કેમ ઉડવું હવે ?..
એક દાણામાં લઉ જીવી એય્ય ખુંચવિ લીધું કેમ ?..
............જીવની વ્યથા...............
સિઁચ્યા જળ સંસ્કારના બચપણથી આ જીવમાં ..
કરી કાયાપલટ આ જીવની કેમ હવે અભડાવુ ?
ઊછરતા જતા આ શરીરમાં આવી ઘણી ખૂબ ઇચ્છાઓ..
સારુ નરસુ સમજવામાં ગયો એળે કેમ કરી અભડાવુ ?
કરી ભૂલો સુધારી વળ્યો પાછો સમજ ગઈને આવી ..
બળું મનમાં ઘણો કરું શું ?કેમ કરી અભડાવુ ?..
પીધાં ઝેર મધુ જે ના કરવાનાં કર્યા કર્મ ઘણાં ..
થયો જીવ મારો જાગ્રુત ખૂબ કેમ કરી અભડાવુ ?..
આપ્યું જ્ઞાન ભક્તિ સંચાર સાચી પાત્રતા તણું ..
થઈ ગયો હું ધન્ય ઘણો તો કેમ કરી અભડાવુ ?..
થયા દર્શન મળ્યા સંકેત શુભ ઘણાં કુદરતનાં હવે ..
"દિલ"ને મળી દિશા સાચી કેમ કરી અભડાવુ ?..
.......કેમ કરી કરું કલ્પના........
કેમ કરી કરું કલ્પના હે પ્રિયતમા તુ કલ્પનાથી પણ સુંદર છે ..
તને કેમ કરી કલ્પુ મનમાં હે પ્રિયે તુ મને ખૂબ જ પ્રિય છે ..
તને કેમ કરી વસાવુ હ્રદયમાં અહી સ્થાન તારુ અચળ છે ..
તારા પ્રેમ થકી હું પાગલ ઘણો બસ તારા રંગનો રંગિલો છે ..
વાદળ કેર કેશ તારા એનાં ઘૂમરાળા સ્પર્શ્મા રમવું છે ..
ચાંદલા કેરા આભૂષણમા અભિભૂત થઇને શોભવુ છે ..
તારી આંખોના અંજન બની એનાં તેજ સમુ પ્રકાશવુ છે ..
તારા રસિલા હોઠોની પ્યાસ બની મધુરસ લુટવો છે ..
નકશીદાર નાકને ચૂમિ ખૂબ હેત તને વરસાવવુ છે ..
મરોડદાર ડોક્મા બની હાર તને વિટળાવવુ છે ..
લાવણ્યમય દેહ તારો બસ વારી વારી જઉ છે ..
સુંદર તારા દેહ સંગ જીવને પવિત્ર ખૂબ જીવવો છે ..
અંતરીક્ષમા આખા બસ તને જ પ્રિયે ખૂબ ચાહી છે ..
"દિલ"" કહે શું કરું કલ્પના પ્રિયે તુ કલ્પનાથી પણ સુંદર છે..
........માંગુ બસ એટલુ પ્રભુ......
માંગુ બસ એટલુ પ્રભુ હું સદાય તારો સાથ રહે ..
સમય સ્થિતિ સંજોગ કોઈ પણ હોય નામ તારુ રહે ..
ભટકુ બની વણઝારો ધરતીના અંત છેડા સુધી ..
માંગુ નહી વધુ કંઈ પથારી મારી માટીમાં બને ..
કાંકરા કાંટા ભલે ચૂમે હાથ પગ થાય ભલે ઘાયલ ..
નામ તારુ નાં ભૂલૂ મુખે સદાય સાદ તારો જ રહે ..
વાયરા તોફાન પવન આવે ભલે મારી રાહ થકી ..
ના થાકુ હારુ બસ તારી આસ્થાએ ચઢાણ ઊઁચા ચઢુ ..
ઊંડા ખૂબ તારા સાગર નદી ઊઁચા ડુંગર પહાડ ..
શક્તિ એવી આપ દાતા કરું પાર બધુ તારે સાથ ..
આંખો ઉભરે આંસુ સંગ વિહવળ ખૂબ હ્રદય થકી ..
જીદ કરી કરું દર્શન બસ રહુ તારા ચરણ થકી ..
આવે ભલે સ્થિતિ વિપરીત થઉં પરેશાન અપાર ..
"દિલ"માં છે આસ્થા ઘણી પકડીશ જરૂર તુ હાથ ..
...........રહ્યો એનો......એજ................
મળ્યું ખોળીયું જે આ જન્મમાં જીવ પરોવાયો એમાં..
કેળવાયુ ચરિત્ર સ્વભાવ જીવ્યો જીવ બસ એમાં ..
મળ્યું બાળપણથી જે સંગ્રહાયુ રહ્યું આજસુધી ..
નાં પડ્યો ફરક વિચાર ન બદલ્યા કદી આજસુધી ..
રહ્યું અંતરમન એવું જ હરસમય નાં પડ્યો ફરક..
એજ આસ્થા વિચાર એ જ રહ્યા સંસ્કાર હરપળ ..
સમય સંજોગ સ્થિતિ સગપણ કદી ન કરે હવે અસર..
ઘડ્યો ઇશ્વરે મને જેવો હું બસ રહ્યો એનો એજ ..
સારી ખોટી નીચી ઊઁચી આવી સ્થિતિ ઘણી અનેક ..
પચાવી જીવી કરી પસાર બસ રહ્યો એનો એજ ..
જીવન પથ પર નીકળયો ચાલી મળ્યા દોસ્ત અનેક ..
સમજાયા ઘણાં નાં સમજ્યા બધો વીતી ચૂક્યો સમય ..
સમજણ આવી સાચી ઘણી કેળવી ચઢ્યો હું મોભ ..
માફી માંગે "દિલ"થી ઘણો હવે આંતરમન ઉજાળે ..
.....................તોફાન ...........................
સમાય તારી કીકીઓનાં તોફાન મારી આંખોમાં ..
થતાં તોફાન બધાં જોઉં તારા નયન કટાક્ષમાં ..
ઉછળે અનુભૂતિ પ્રેમની હ્રદય સ્પંદનો તોફાનમાં ..
સમાવી લઉ તોફાન બધાં મારાં તન મન જીગરમા ..
વીરહી જીવોના તોફાન જે ખૂબ રોકી રાખેલાં ..
કરે કરશે તોફાન પ્રેમનાં ખૂબ જીવો એ વિરહના ..
કાળઝાળ ગરમી ખૂબ તપાવે ધરતીને ગ્રીષ્મમાં ..
કરી તોફાન આવે મેહૂલો તરસ ધરતીની છીપાવવા ..
પ્રખર બને વિરહ જેમ ધરતી પુકારે તપીને પ્રેમમાં ..
આવે મેહૂલો બની પ્રેમી હેલી વરસાવે પ્રેમમાં ..
છે કારણ કોઈ તપવા ધરતીનું પ્રખર ગ્રીષ્મમાં ..
"દિલ"કહે હેલી વરસાવે મેહૂલો પ્રેમની હવે વરસાદમાં ..
...................મન ઝરુખે...................
બેઠો હું થઈ ધ્યાનમગ્ન વિચારમાં મારાં મન ઝરુખે ..
આવ્યો અણસાર હ્રદય મહીં અવાજ આંતરમનનો ..
જોઈ રહ્યો હું મનચક્શુથી લીલા અકળ સંસારની ..
મથી રહ્યો હું સમજવા સર્વ ક્રિયા નશ્વર જગતની ..
માંડી મીટ નભ થકી કરવા ઝાંખી મારાં ઈશ્વરની ..
પણ કાચી પડે પાત્રતા હજી મારી સમજવા કુદરતને ..
નીહાળું આવી રાત પૂનમની કરવા મદહોશ મનજીગરને.
તત્વ ચુમ્બક ચાંદનીનું કરે પરવશ અપાર મનહ્રદયને ..
નિરાકાર ઈશ્વરને હું નીરખુ માણું મારાં મન ઝરુખે ..
થઈ ભાવવિભોર વસાવુ મારાં મનહ્રદયમાં ઈશ્વરને ..
આપે જ્ઞાન અમ્રુત શક્તિ અગોચર મારાં મનહ્રદયને ..
ક્રૂપાનિધાન આપે વરદાન સમ્પૂર્ણ મારાં "દિલ"જીવને ..
...............પ્રેમ આંક.....................
શબ્દો પાસે એ તાકાત કયાં જે વર્ણવે પ્રેમ મારો .
કરે એ પ્રયાસ ઘણાં કહેવા પણ થાય વિવશ ઘણો.
શું કહે ખુમારી મારાં પ્રેમની છે મુઠી ઉંચેરો પ્રેમ મારો.
છે ગુરુર ઘણો પ્રેમનો ઊંચે ગગન પાર જઈ અડે.
નથી એ અભિમાન કે જે કાલે એ ધૂળમાં જઈ મળે.
પાવન છે પાત્રતા ઘણી જે ઇશ્વરે વારસામાં આપી .
કેળવાયો એટલો ઘણો નાં જરૂર પુરુવાર કરવાની .
આંખોથી ઉતારી હ્રદયમાં કરી પૂજા પ્રેમ લુટાવી.
ના કરું પ્રયાસ કદી કરવાં પુરુવાર કેટલો પ્રેમ મારો .
નથી કોઈ આંક માપ કોઈ ઉપાય બસ પ્રબળ પ્રેમ મારો.
ના છીછરો ઉછાઁછળો નથી બિભત્સ નથી કોઈ દેખાડો .
સમજે એને સમજાય પ્રેમ મારો ખૂબ "દીલ"માં સમાયો.
.............ઠંડા પવનની લહેરે............
ઠંડા પવનની લહેરે આવે યાદ મધુર તુજ સંગ.
માંડ થયેલી શાંત આવી હવા લગાડી ગઈ આગ .
મીઠું એ મુખડુ આવે યાદ ખૂબ લૂચ્ચૂ હાસ્ય લાવે .
કેમ કરી જીરવુ ? આ મનડુ મારુ થાય અધીરીયુ .
તું ક્યાં સમજે પ્રેમ મારો શું મૂલવે? એ અઘાઢ ઘણો.
પાગલપન મારુ દુનિયા જાણે હું પડ્યો પ્રેમમાં ઘણો.
ગાગર ભરી આંસુની છલકાય અવિરત મારાં નયન.
અપલક નયને જોઉં રાહ સમય વીતે વિરહનો હવે.
સૂરજ સવારનો સળાગાવે સાંજનો ખૂબ તડપાવે .
રેશમી રાત્રે ચાંદ ચૂપચાપ આંસુ વહાવીને વિહરે .
ચાંદની લાગે કાળી વીરહની રાત છે ખૂબ લાંબી .
રૂપ તારાં આંખોમાં સમાય વિરહમાં વધુ વિટળાય .
કરું છું પળ પળ તને યાદ સ્વપ્ન હોય કે વિચાર .
"દિલ"માં તું જ સમાઈ આંખો વહાલથી ઉભરાય.
...............પ્રેમજીવન દોર..............
પાવન વહાલભરી સુંવાળી રેશમી પ્રેમજીવન દોર.
બંધાયા એક તાંતણે પ્રેમનાં કરવાં અપાર વહાલ.
એક દોરમાં વીંટળાયેલા બે પ્રેમપારેવડા મનહ્રદયથી.
ચઢે રોજ નવો એક પ્રેમવળ છે બસ પ્રેમજીવન દોર.
રોજ ઉગે સૂરજ સવારે આથમી જાય એ સાંજે .
પ્રેમ ચઢે પરાકાષ્ટા નવી નથી કોઈ એનો બસ અંત.
ધરતી હોય કે અંતરીક્ષ ધબકે હ્રુદય ધબકારે એક.
પ્રબળ પ્રેમનાં સથવારે ઈશ્વર આપે સઁપૂર્ણ આશિષ.
પ્રેમ સ્ફટિક છે શુધ્ધ ઘણો નાં મેલ એમાં કોઈ .
ના મજબૂર વિવશ મજબૂત ઘણો પ્રેમજીવન દોર.
વિહરે જીવ થઈ એક આલોક હોય કે કોઈ પરલોક.
"દિલ"એ બાંધ્યો જીવ પ્રેમભર્યો પ્રેમજીવન દોર થકી .
.........જેવી છે એવી ખૂબ સુંદર છે........
જેવી છે એવી ખૂબ સુંદર છે તું નાં બદલાઇશ કદી .
ના શણગાર નથી નાં શોભતા નખરા કોઈ દુનિયા થકી.
નથી વિવશ તારું રૂપ કોઈ શણગાર કરવા કોઈ.
આપ્યું કુદરતે અપ્રતિમ રૂપ સ્વરૂપ ભીનેવાન દેહ થકી.
કરુ છું પ્રેમ તને બોલાવુ નામ ભલે કોઈ ભાષા થકી.
અર્થ થાય તારાં પ્રેમનો બસ નામ લઉં કોઈ શબ્દ થકી.
જે છું તું એજ રહેજે હું દિવાનો એ રૂપ સ્વરૂપ થકી.
ના પહેરીશ મોહરા ખોટાં નહી શોભે તારાં રૂપને કદી.
તું છે જે એવું રૂપ જીવ બીજો નથી દુનિયામાં હજી.
એક જ તું બસ તુજ મારાં મન હ્રદય જીવમાં વસી.
તને જીવું કરુ પ્રેમ અમાપ અપાર તારાં જીવમાં રહી.
"દિલ"ને ખૂબ વહાલી ખૂબ સુંદર તું નાં બદલાઇશ કદી.
............અશ્મિ શોધું ખાખમાં..........
અશ્મિ શોધું ખાખમાં જોઉં હું સ્મશાનની રાખમાં .
મિટાવ્યુ અસ્તિત્વ પ્રેમમાં પામી નવો અવતાર મોક્ષમાં.
ખૂબ નિભાવ્યા ફરજ ચૂકવ્યા કરજ રુણ જીવના.
ચક્ર કર્યું પૂરુ કર્મનું નક્કી થયું પ્રકરણ નવું પ્રેમનું .
જીવ સાથે જીવે પડછાયો કોઈ અગમ્ય અંતરીક્ષનો.
પળ પળ આપે સંકેત સમજ કોઈ અગમ્ય ઇતિહાસનો.
બળ આપી ક્રુતનિશ્ચયિ બનાવે કરવા કર્મ અગમનો.
જીવતી આંખે બતાવે નવા પરિણામ આવનાર પળનો.
મિટાવી રહી છે ભૂતકાળ બનીને આગ સ્મશાનની.
સરકી રહ્યા છે સંબંધ હાથથી બની નશ્વર કારણ થકી.
"હું" ગયો, નાં રહ્યું એ જીવ સ્વરૂપ ઓળખ હવે.
ભસ્મ થયું અસ્તિત્વ જેને ઓળખતો હતો હું પહેલાં એને.
નવા અસ્તિત્વનો આનંદ ઘણો નાં સમજાયો જન્મ જૂનો.
"દિલ" શોધે અશ્મિ ખાખમાં એ રાખ બન્યો એ કોણ હતો?
.................પરોવ્યો હાથ પ્રેમથી.................
પરોવ્યો હાથ પ્રેમથી જીવથી જીવ બાંધ્યો વિશ્વાશથી .
પ્રતિક્રુતિ બન્યો હાથ અપાર અમાપ પ્રેમનો વિશ્વાશથી .
જીવનમ્રુત્યુ ભલે હોય જીવ બંધાયો એવો નાં છુટે કદી .
જીવ છોડે શરીરને આત્મા કરશે સાથ તારાં પ્રેમનો સદા .
શરીર છુટે આત્મા રહે પ્રેમઓરામા સાથ નાં જ છોડે .
સાથે છૂટેલા જીવ રહે સાથ બસ એક જ પ્રેમઓરામા .
જીવનપથ પર જીવ મળશે ઘણાં જાણ્યા અજાણ્યા .
પ્રેમપથ પર સાથ તારો જ બીજા નાં કોઈ સંબંધ .
જીવતાં માણિશુ સ્વર્ગ ધરતી પર નભમા પ્રેમઓરામા .
ના આવે કોઈ જીવ વ્યક્તિ કે વિચાર વચ્ચે પ્રેમપંથમાં .
પાત્રતા એવી પ્રેમની પરાકાસ્ઠાના નાં વર્ણન કોઈ .
ના કોઈ પરિભાષા ઊંચાઈના નાં સંવાદ હવે કોઈ .
કૃષ્ણાએ કર્યો રાધાને પ્રેમ અમાપ અપાર નાં સીમા કોઈ .
કરે એજ અપાર અમાપ પ્રેમ "દીલ" રહી પ્રેમઓરામા .
...........સાથ સંગાથ..........
સાથ કર્યો જીવન મ્રુત્યુનો કરી પ્રેમનો સંગાથ .
પકડી હાથ પરોવી આંગળીઓ સાથનો એહસાસ .
આવી પડે સ્થિતિ પરિસ્થિતિ ગમતી અણગમતી .
ઉષ્ણા હૂંફ છે પ્રેમવિશ્વાશની બસ સાથ સંગાથ .
સાથ નાં છુટે કદી હવે ભલે છુટે બસ શ્વાશ .
પરોવી શ્વાશ એકમેકના નીકળયા સાથ સંગાથ .
પ્રેમવિશ્વાશનાં પંથે નીકળી ચાલ્યા એક સાથ .
પહોચીશુ મોક્ષ મંઝિલે છે ખૂબ આસ્થા વિશ્વાશ .
મન હ્રદય જીગરથી કર્યો એકમેક્નૌ ખૂબ પ્રેમ સાથ .
ઉભરે છે અપાર પ્રેમ ધન્ય થયો સાથ સંગાથ .
સાથમાં રહી કરશું હવે કર્તવ્ય ફરજ નવરચના .
"દિલ"મા છે નિશ્ચય અડગ પ્રેમનો સાથ સંગાથ .
...........વાગ્યા બાણ તારાં પ્રેમનાં..............
વાગ્યા છે બાણ તારાં પ્રેમનાં કર્યા મનહ્રદય ઘાયલ.
હૈયું અપાઇ ગયું પ્રેમમાં મારાં હાથ રહ્યું નાં હવે કશું.
વાગ્યા બાણ તારાં પ્રેમનાં હ્રદયથી સર્વસ્વ અપાઇ ગયું.
જીવનમ્રુત્યુ હવે બસ એકસાથમાં લીધાં આપી વચન.
સંચાર થયો પ્રેમ હ્રદયમાં નાચી ઉઠ્યા મોર રોમરોમ.
ભૂલૂ સંસાર સમાજ હવે નાં રહે કોઈ સમજ નાં ભાન.
પ્રેમ તેંજે ધારદાર બાણ વાગ્યું તારું પાકુ જ નિશાને.
કરી ઘાયલ મને આપ્યું સુખ પ્રેમનું નાં રહી સૂદ્બૂધ.
કરી મને વિહવળ ખૂબ વિરહમાં હવે સંતાપે છે પળ પળ.
"દિલ" ઘાયલ થયું તારાં પ્રેમબાણે નાં માંગુ સુખ બીજું .
..............લુટાવુ જિંદગી...............
પળ મળે બે પ્રેમની જિંદગી લુટાવુ આખી.
ભરાય હૈયું વિરહથી આંખોમાં આવે પાણી.
વિહવળ ખૂબ જીવ મારો વર્ષા રુતુ આવી.
ગરજે ગાજે ગગન મનનાં તોફાન સતાવે.
થાય વીજળી આભમા ઝબકે એ હ્રદયમાં.
વરસે વાદળ અવિરત નમ થાય છે નજર.
યાદ સતાવે છે ખૂબ ઊર્મિઓનો પુકાર છે.
આવીજા પળભર મળી શ્વાશ મિલાવી જા.
એક નામ તારું મારાં હૈયે હોઠે હ્રદયમાં છે.
ઇલાજ મારી પીડાનો જાન તારાં હાથમાં છે
પળ એક પ્રેમની આપીદે બધું કુરબાન છે .
પરખ જીવને મારાં શબ્દ માત્ર સહારો છે .
માંગુ ભીખ પ્રેમની તારાં નાં કરીશ નિરાશ .
પ્રેમથી છલોછલ "દીલ"કરુ તને સમર્પિત.
.........આવીને વરસો અનરાધાર મેહુલા.........
આવીને વરસો અનરાધાર મેહુલા .....
રુતુ આવી વરસો બેસુમાર મેહુલા .....
ચઢી આવ્યો મેઘ ખૂબ ગરજતો ......
કાળા વાદળ સંગ જળથી ભરેલો....
આવીને વરસો ..........
રુતુ આગની દઝાડતી ગઈ જલાવી ...
તન મન બળયું છે ઘણું ખૂબ સતાવી...
મન ભરી વરસો હવે ના રોકો સવારી ...
ઢોળીદો હવે હેલ હેત પ્રેમથી ભરેલી ....
આવીને વરસો ...........
તપી ધરા તપ વિરહના ખૂબ કરીને ...
વરસીને કરો ત્રુપ્ત હવે જીવ ભરીને ..
સુકાઈ ગઈ આંખો હવે રડી રડીને ...
કાળજાને ડસ્યાછે ડંખ ઝેર ભરીને ....
આવીને વરસો ..............
હવે વરસો સાંબેલાધાર બેસુમાર ...
ધોઈ નાખો બધાં ઘા ઊંડા હ્રદયના..
લાવી પ્રણયનાં પૂર ભરીદો પળમાં ...
વરસી "દીલ"માં શાતા આપો જીવમાં..
આવીને વરસો ....
...........પ્રેમ તારો મુઠી ઉંચેરો.........
કલ્પનાથી પણ વધુ પવિત્ર પ્રેમ તારો મુઠી ઉંચેરો.
કરી પ્રેમ તને પામી ગયો પાત્રતા કર્યો પાવન મને.
કરતો રહ્યો પ્રેમ હર ઘડી પળ સમય બસ તને .
વારી ગયો તારાં રૂપ કરતા પાવન પવિત્ર જીવને હવે.
કરી પાર પરાકાષ્ઠા નથી રહ્યા કોઈ માપ હવે .
તું નીકળી આગળ ઘણી તને હું દોરાતો જ રહ્યો .
રાખી ચરિત્ર પવિત્ર તારું નભાવ્યા જગના સંબંધ .
કવચ તારું તું જ બની રહ્યો પ્રેમ તારો મુઠી ઉંચેરો.
સ્વર્ગથી ઉતરી ગંગા સમાઈ સીધી શિવ જટા મહીં .
આવી બની હમસફર મારાં દિલમાં સમાઈ વસી .
હિમાલયથી ઊઁચા શિખરે સ્થાપી મૂરત સુંદર હવે .
"દિલ" સ્વીકારે પ્રેમઆનંદે પ્રેમ તારો મુઠી ઉંચેરો .
..............લાગી લગન તારી પ્રેમધૂનની...................
મનહ્રદયમાં મારાં લાગી લગન તારી પ્રેમધૂનની.
નથી રહી ઉર્મીઓ કાબુમાં રહુ પ્રેમ સમાધિ મહીં .
જોઉં તને દશે દિશાઓમાં સમગ્ર પ્રક્રુતિને થકી .
પરોવાયા શ્વાશ હર પળ ઘડી તારાં પ્રેમના થકી .
માહી પડ્યા મહાસુખ માણે દેખણ હારા દાઝે ભલે.
પડ્યો એવો પ્રેમસાગરમાં નથી જોઈતો આરો હવે .
હૈયું નથી રહ્યું હાથમાં મારાં દોર તારે હાથ હવે .
માર જીવાડ આપ અસહ્ય પીડા નથી કેહવુ કંઈ હવે.
પામુ ઈશ્વર એટલો પ્રેમ વિશ્વાશ આપી દીધો છે તને.
લૂટાવિ સર્વસ્વ થયો ન્યોછાવર સંભાળીલે તું મને .
સ્થાન આપ્યું એવું ઉચ્ચ તને પાત્રતા બતાવ તું હવે.
નહી સહી શકુ કંઈજ એવું જે નથી કદી ગમતું મને.
રાખી સાક્ષી કુદરતને જે કીધું બધું સત્ય છે જ હવે .
"દિલ" શું કરે?બસ લાગી લગન તારી પ્રેમ ધૂનની હવે.
..................પ્રક્રુતિની ગોદમાં..................
ઉગ્યો સૂરજ થઈ સવાર ઊભો હું પ્રક્રુતિની ગોદમાં .
સ્વર્ગ સમી ધરતી મારી કરુ પ્રેમ અપાર એને .
આપ્યાં વ્રુક્શ વેલા વનરાજી શોભા જ વધારવા ઘણાં .
મળે ખૂબ ફૂલ ફળ ઔષધ આભમા નાસમાય એટલા મને.
ઊઁચા પહાડ પર્વત ગિરિમાળાઓ અડતી ખૂબ આભને.
સુંદર ખળ ખળ વહેતા ઝરણાં નદી ખૂબ ગમતાં મને .
લહેરાતો અનિલ જાણે સ્પર્શે વહાલથી ખૂબ મને .
આપી અદભૂત અણમોલ ભેટ રહુ પ્રક્રુતિની ગોદમાં હવે.
જગમાં છે સુંદર બધું એવી અનુભૂતિ મને થાય હવે .
નથી રાખવા ઝેર કોઈ રેહ્વુ બસ પ્રક્રુતિમાં જ હવે .
થાય બધાં ખૂબ સુખી સમ્રૂધ્ધ મને કરી દે માફ હવે .
નથી જોઈતા કોઈ રુણ બંધન ના સંબંધ કોઈ હવે .
ધબકી ધબકાર ધરતીનો મન મારુ સમાયુ એમાં હવે .
"દિલ" જીવશે મારશે પ્રેમ કરશે પ્રક્રુતિની ગોદમાં હવે.
..................લઉં સર આંખો પર....................
થઈ વશ પ્રેમમાં તારાં સઘળુ લઉં સર આંખો પર.
અપાર અમાપ પ્રેમ પછી નથી સેહવાતુ કંઈ હવે .
દૂર કરી એક પળ મને ના કરીશ છલાવો કોઈ હવે.
નથી સેહવાતુ રેહવાતુ છતાં લઉં સર આંખો પર હવે .
કેળવી સમજણ મન હ્રદયને મનાવીશ ખૂબ હવે.
ના પહોચે કોઈ દુઃખ પીડા વર્તન કરીશ એવું હવે .
કરુ હું લાખ પ્રયત્ન પણ હ્રદય છે નથી માનતું હવે.
નહોતી ખબર પ્રેમમાં પડી વિવશ આટલો થઈશ કદી.
નહી રહે હાથ હૈયું રાજ કોઈક બીજું કરશે કદી હવે .
આપી અપાર પીડા કરી દે લાખ ટુકડા દીલના હવે .
માંગુ સજા હાથ ફેલાવી મને ખપતુ છે એ જ હવે .
પ્રેમ કર્યો સાચો ખૂબ અપાર અમાપ તને જ સદાય .
"દિલ"સ્વીકારે જે આપે તેં સર આંખો પર હવે .