પ્રસ્તાવના
‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’
શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.
જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?
આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.
આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.
નિયતિ-9
(વીતેલી ક્ષણો: લગ્નમાંથી પાછા ફરતી વખતે સંધ્યા આનંદને જણાવે છે કે તે બહુ ખુશ છે કારણકે તે પ્રેગનેન્ટ છે. બંને બહુ ખુશ થાય છે. ઘરે આવતા ખબર પડે છે કે સંધ્યાનો હાર ખોવાઈ ગયો છે. બંને હાર શોધવા નીકળે છે, પણ હાર મળતો નથી. આંનદ વિનોદ પાસેથી અને મુંબઈના માફિયાઓ પાસેથી પૈસા ઉધાર લઇ નવો હાર ખરીદી સેન્ડીને પાછો આપે છે. આ ઘટના પછી બંને મુંબઈ છોડી બેંગ્લોર જવા ટ્રેનમાં નીકળી પડે છે. અંતે બેંગ્લોર આવીને ટ્રેન ઉભી રહે છે.)
હવે આગળ....
મુંબઇ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં હજારો લોકો રોજ પોતાનું પેટિયું કમાવવા આવે છે. આવા શહેરોમાં સ્ટેશને ભીડ ખુબ જ હોય છે. સંધ્યા એ ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી ન હતી. ટ્રેનમાંથી ઉતારતા ધક્કો લાગતા તે પડી ગઈ. ભીડ વધારે હતી અને લોકોને ઉતાવળ. કોઈએ તેને ઉભી કરવાની પરવા ન કરી. ઉલટાના લોકો તેના પર પગ મૂકી ચડવા લાગ્યા. તે લોકોના પગ નીચે ચગદાઈ ગઈ. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેણે પોતાની બધી તાકાત લગાવીને ઉભો થવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉભી ના થઇ શકી. છેવટે તે થાકીને હાર માનીને પડી રહી. આખો ભારે થઇ ગઈ, આજુબાજુનું દ્રશ્ય ધૂંધળું થયું, અવાજો ધીમા પડ્યા અને છેવટે બેભાન થઇ ગઈ.
જયારે તે જાગી ત્યારે જોયું કે તે હોસ્પિટલમાં હતી. આંનદ તેની પાસે બેઠો હતો. તે થાકને કારણે ઊંઘમાં હતો. સંધ્યા એ જયારે પોતાનો હાથ તેના હાથ પર મુક્યો ત્યારે તે ઝબકીને ઝાગી ગયો. સંધ્યા ને જાગેલી જોતા જ તેને વળગીને રડવા માંડયો. તે નાના છોકરાની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. સંધ્યાએ તેને આશ્વાશન આપતા કહ્યું કે "મને કઈ નથી થયું. હું જલ્દી સારી થઇ જઈશ. સુખ દુઃખ તો જિંદગીમાં આવ્યા કરે. દુઃખમાં હાર માનવને બદલે આપણે હિંમતથી તેનો સામનો કરવો જોઈએ. પરીક્ષા લે એનું નામ તો જિંદગી છે." આંનદે કહ્યું "આપણા જીવનમાં સુખ છે જ નહિ. માત્ર દુઃખ ને દુઃખ જ છે. અને આ એવું દુઃખ છે જેનો આપણે સામનો કરી શકીએ તેમ નથી. તેને આપણે જીતી શકીએ તેમ નથી. સંધ્યા તને ખબર છે આપણી જીંદગીનું સૌથી મોટું સુખ, આપણી સૌથી મોટી આશા સમાન આપણું બાળક હવે....." તે આગળ બોલી ના શક્યો તેનું ગળું રૂંધાઇ ગયું. સંધ્યા આ સાંભળી ગાંડાની જેમ ચીસો નાખવા લાગી "ના હજુ તે જીવતો છે...., તે આવશે....., જરૂર આવશે...., આપણને આ દુઃખથી ઉગારશે....., ઈશ્વર આટલો નિર્દય ના હોઈ શકે...," આ શબ્દો વારંવાર બોલ્યે જતી હતી. છેવટે પરિસ્થિતિ સમજતા ઘાંટો પાડીને રડવા લાગી. આંનદ પણ તેને ભેટીને રડવા લાગ્યો. કોઈ જ તેમને આશ્વાશન દેવા ના આવ્યું. આજુબાજુના લોકો તો જાણે તે છે જ નહિ તેમ વર્તવા લાગ્યા. નિર્દયી દુનિયા પોતાના કામમાં જ મશગુલ હતી. કોઈને તેમની પડી ન હતી. છેવટે રડીને થાક્યા એટલે શાંત પડ્યા.
સંધ્યા હવે અંદરથી તૂટી ગઈ હતી. તે આંનદને નિરાશ નહોતી કરવા માગતી. તે અંદરથી તૂટેલી હોવા છતાં તેણે આંનદને હિંમત આપતા કહ્યું “સારું થયું કે આ બાળકનો જન્મ ના થયો. જો તેને જન્મ લીધો હોત તો તેની જિંદગી કેટલી ખરાબ હોત. આપણે તેનું પાલન કેવી રીતે કરતે? અરે આપણે તેને ભણાવી પણ નહિ શકતે. આવી ગરીબીમાં સડવા કરતા સારું છે કે તે આ દુનિયામાં આવ્યો જ નહિ. અને ભગવાનની દયા હશે તો બીજું બાળક આવશે. આંનદ મને પ્રોમિસ કર કે જ્યાં સુધી આપણે બધા પૈસા ના ભરી દઈએ, જ્યાં સુધી આપણે આપણા બાળક માટે જરૂરી પૈસા ભેગા ના કરી લઇએ ત્યાં સુધી આપણે બીજું બાળક નહિ કરીએ. પ્રોમીસ આપ મને” આ સાંભળીને આંનદ વધારે રડવા લાગ્યો. રડતા રડતા તે હતી તેટલી બધી હિમત ભેગી કરીને કહ્યું “સંધ્યા .....” તે આગળ વધારે ના બોલી શક્યો. સંધ્યાએ કહ્યું “હા બોલ આંનદ. પ્રોમિસ આપ મને.” આંનદે કહ્યું ”કેવી રીતે પ્રોમિસ આપું તને. શું કહું તને જયારે આપણો ઈશ્વર જ રુઠ્યો હોય. તને ખબર છે તું ક્યારેય હવે માં નહિ બની શકે.” આ સાંભળીને સંધ્યા તો વિચારશૂન્ય જ બની ગઈ. તેને શું કરવું તે કઈ ખબર ના પડી. તે વધારે રડી પણ ના શકી કારણકે છેલ્લા થોડા કલાકોમાં તે એટલું બધું રડી હતી કે તેના આંસુ પણ સુકાઈ ગયા હતા. આંખો સુજીને લાલ થઇ ગઈ હતી. આંનદના છેલ્લા શબ્દોએ તેના કાળજામાં ઊંડો ઘા કર્યો હતો. તે હવે વધારે ઘા ખામી શકે તેમ ના હતી. નિયતીએ (ભાગ્યએ) તેને આ ચોથી લપડાક મારી હતી. આ ઘા ખરેખર ઘાતક હતો. તેની આંખો મીચાઈ ગઈ અને તે બેભાન થઇ ગઈ. પણ નિયતીએ હજુ તેને જીવતી રાખી હતી. કદાચ તે મરી ગઈ હોત તો તે આ પીડામાંથી ઉગારી જાત પણ ખબર નહિ કેમ તેના ભાગ્યને હજુ આટલી પીડાથી સંતોષ થયો ન હતો. ખબર નહિ કેમ ભાગ્યને હજુ આનાથી વધારે તો તેને કેટલું દુઃખ આપવું હતું.
સંધ્યા જયારે ભાનમાં આવી ત્યારે થોડી સ્વસ્થ થઇ ગઈ હતી. આંનદ તેને હોસ્પીટલમાંથી બહાર લઇ ગયો. હવે તે બંને એક બ્રિજ નીચે ઝુપડું બાંધીને રહેતા હતા કારણકે તેમને હવે ભાડાનો ખર્ચ પોસાઈ તેમ ન હતો કારણકે તેમની મોટા ભાગની કમાણી મુંબઈના માફીયાઓને આપવાની થતી. આંનદ હવે બે કંપનીમાં બે શિફ્ટમાં કામ કરતો હતો. 16 કલાક કામના અને બે ત્રણ કલાક આવવા જવા માટેના થતા. તે ખાઈને માત્ર ૫ થી 6 કલાક સુતો. સંધ્યા હવે ઘરે ઘરે વાસણ અને સાફ સફાઈ કરવા જતી. એક દિવસ તેને રસ્તા પર ઉભેલી વેશ્યાઓને જોઈ. તેમને જોઇને તેને થયું કે લાવ આ ધંધો કરી પૈસા કમાઈ બધા પૈસા ચૂકવી દઈ, આ પીડામાંથી કાયમ છુટકારો મેળવી લવ. પણ પછી તેને તેની માની અંતિમ સલાહ યાદ આવી કે ક્યારેય કોઈ પરપુરુષ સાથે આડસબંધ ના કરતી. તેને થયું કે આ દુઃખ પોતે કરેલા ખરાબ કર્મોનું જ ફળ છે. હવે વધારે ખરાબ કામ કરીને દુઃખ વધારવું નથી. પછી તેને થયું કે આત્મહત્યા કરી લવ. પણ આંનદનો વિચાર થતા આવા વિચારો ખંખેરી નાખ્યા.
તેમની બધી કમાઈ હવે માફિયાઓના હપ્તા ચુકવવામાં જતી હતી. આંનદ અને સંધ્યા ભાગ્યે જ હવે કોઈ વાતો કરતા. આંનદ કામેથી ખુબ મોડો આવતો. મૂંગે મોઢે ખાઈને કઈ પણ બોલ્યા વગર સુઈ જતો. રજાના દિવસે તેઓ ચોપાટીમાં કે બેટ પર જતા. ત્યાં આવતી ગાડીઓ જોઇને તેમને પોતાના જુના દિવસોની યાદ આવતી. નાના છોકરાઓને જોઇને બંને વિચારતા કે પોતાનું બાળક જો જીવતો હોત તો અત્યારે આના જેવડો જ હોત. બંનેને બહુ દુઃખ થતું પણ એકબીજાને કઈ કહેતા નહિ, કારણકે તે એકબીજાને વધુ દુખી કરવા ન હોતા માંગતા. બંને ક્યારેક ક્યારેક છાના ખૂણે રડી લેતા. પણ ચોપાટી પર ફુગ્ગા વેચતા કે ભીખ માંગતા બાળકોને જોઇને તેમને થતું સારું થયું કે તે આ દુનિયામાં આવ્યો નહિ નહીતર તેની હાલત પણ આવી જ હોત.
કહેવાય છે કે સમય દરેક દુઃખો ભુલાવી દે છે. આંનદ અને સંધ્યા સાથે પણ આવું જ થયું. તેમને બેંગ્લોરમાં હવે દસ વર્ષ થવા આવ્યા હતા. તેમને હવે માત્ર એક હપ્તો ચૂકવવાનો બાકી હતો. આ પછી તે બધા પૈસા પોતાના માટે વાપરી શકે તેમ હતા. બંનેએ હવે ઘર ભાડે લેવાનું નક્કી કર્યું હતું. બંને હવે અનાથઆશ્રમમાંથી બાળક દતક લેવા માંગતા હતા. સંધ્યાને હવે બીજા ઘરોમાં કામ કરવા જવાની જરૂર પડે તેમ ના હતી. આટલા વર્ષો કામ કરીને બંને હવે ઘરડા જેવા થઇ ગયા હતા. આંનદ હવે આંનદમાં ન હતો. સંધ્યાના હાથ સખત અને રુક્ષ થઇ ગયા હતા. આંખો ઊંડી ગઈ હતી અને આંખો ફરતે કળા ચકામાં પડી ગયા હતા. હાથ જાણે હાડકા પર ચામડી ચોંટી ગઈ હોય તેવા થયા હતા. ચહેરો કરચલીવાળો અને બિહામણો બન્યો હતો. માથામાં અમુક વાળ ધોળા થઇ ગયા હતા અને અમુક જગ્યાએ વાળ ખરી ગયા હતા. પણ આટલા દુઃખ સહીને તે સખત બની હતી. દર્દ ખામીને તેનું કાળજું વ્રજ જેવું સખત થયું હતું. જીંદગીમાં હવે તેને વધારે ઇચ્છાઓ રહી ન હતી. જિંદગી હવે તેને નીરસ અને બેકાર લાગતી હતી.
પણ છેવટે ખુશીનો દિવસ આવ્યો. હવે બધા પૈસા ચૂકતે થઇ ગયા હતા. તે હજુ હમણાં જ છેલ્લો હપ્તો ચૂકવીને ઘરે આવી હતી. આજે વર્ષો પછી જાણે કોઈએ હૃદય પરથી મોટો પથ્થર ઉંચકી લીધો હોય તેમ તે હળવીફૂલ બની હતી. તે બંને આવી ગંદી ઝૂપ્પડપટ્ટી છોડીને હવે ભાડાના ઘરે રહેવા જવાના હતા, પરંતુ જાણે પોતાનું ઘર ખરીદતા હોય તેવો આંનદ થતો હતો. આજે તેને કઈ સારું ખાવાનું બનાવવાનું નક્કી કર્યું હતું. કેટલાયે વર્ષો પછી આજે દબાયેલો ઉત્સાહ બહાર નીકળ્યો હતો. ઘણા વર્ષો પછી તેના ચહેરા પર સ્માઈલ હતી. તે છેલ્લે ક્યારે હસી હતી તે ખુદ પણ ભૂલી ગઈ હતી. આજે ઘણાય વર્ષો પછી તે ફરીથી જીવતી થઇ હોય તેવું તેને લાગ્યું. તે જરૂરી વસ્તુઓ લેવા બજારમાં ગઈ. પણ તે પોતાના ભાગ્યથી અજાણ હતી. તે ભૂલી ગઈ હતી કે તે જયારે જયારે ખુશ થતી ત્યારે ત્યારે વધારે દુઃખ આવી પડતું. આજે પણ કંઈક એવું જ થવાનું હતું.
ખુશ થતી હસતા હસતા તે બજારમાં પહોચી. ત્યાં તેને એક બાળક સાથે એક સ્ત્રીને જોઈ. તે ચહેરો તેને પરિચિત લાગ્યો. પછી તેને યાદ આવ્યું કે તે તો પોતાની મિત્ર સેન્ડી છે.
(સંધ્યા અને આંનદના દુઃખો હવે પુરા થયા છે. આખરે તેઓએ ભૂતકાળની ભૂલોની ભરપાઈ કરી દીધી છે. તેમની જીંદગીમાં હવે ખુશીઓ શરૂ થવાની તૈયારીમાં છે. પણ ત્યાં તેમની પાછલી જિંદગીનું કોઈ આવીને ઉભું રહે છે કે જેમને તેઓ સાવ ભૂલી ગયા છે. સેન્ડી તેમના જીવનમાં શું પરિવર્તન લાવશે? કે પછી આ પણ એક નિયતિની જ રમત હશે? આ બધા સવાલોના જવાબ હવે આવતા અંતિમ ભાગમાં. આવતા ભાગમાં આ વાર્તા પૂરી થઇ જશે.)