પ્રસ્તાવના
‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’
શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.
જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?
આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.
આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.
નિયતિ-2
(વીતેલી ક્ષણો: એક દંપતીને ત્યાં સુંદર બાળકીનો જન્મ થાય છે. તેનું નામ સંધ્યા છે. તેનો જન્મ તેની માં અને શેઠ સાથેના આડસબંધને કારણે થાય છે. તેના બાપને આ વિશે ખબર પડતા તે શેઠ પાસેથી પૈસા લઇ સંધ્યાને રાજકુમારીની જેમ રાખે છે. સંધ્યા મોટી થતા તેનો બાપ તેને બીજા છોકરા સાથે જોઈ લેતા તે ગુસ્સામાં ઘરે ચાલ્યો જાય છે.)
હવે આગળ...
તે રાત્રે સંધ્યા દોઢ વાગ્યા આસપાસ ઘરે આવી.આવીને જોયું તો પપ્પા જાગતા હતા. થોડા ગુસ્સામાં હશે એવું લાગ્યું. તેને થયું કે પપ્પાએ જરૂર પોતાને આંનદ સાથે જોઈ લીધી હશે, એટલે ગુસ્સે થયા હશે. તેના પપ્પાએ તેને તેની પાસે બોલાવી. પોતાની પાસે બેસાડીને પ્રેમથી વાત શરૂ કરી “બેટા! મે તને મારા જીવથી વધારે સાચવી છે. તારી દરેક જિદ્દ પૂરી કરી છે. તને ક્યારેય કંઈ પણ કહ્યું નથી. પણ મને લાગે છે કે હવે સમય આવી ગયો છે. બેટા! તું મારું એકમાત્ર સંતાન છે. તો જ અમારો વંશ છે. મને લાગે છે કે હવે તારા લગ્નનો સમય નજીક આવી ગયો છે. કદાચ આવતા વર્ષે તારા લગ્ન કરવા પણ પડે. અમે તારા લગ્ન ખુબ ધામ ધૂમથી કરવા માંગીએ છીએ. અમે જેમ તને રાજકુમારીની જેમ ઉછેરી છે, તેમ રાજકુમારીની જેમ જ તારા લગ્ન થશે. પણ લગ્ન કરવા માટે અમારી પાસે પૂરતા પૈસા નથી. અમે અમારી બધી બચતો તારા ભણતરમાં વાપરી નાખી છે. અમે હવે વૃદ્ધ થયા છીએ. અમારામાં પહેલા જેવી કામ કરવાની શક્તિ રહી નથી. જો મારે કોઈ છોકરો હોત તો અત્યારે તે મને કામમાં મદદ કરત, પણ મારા માટે તો તું જ મારો દીકરો છે. તેથી તું જો કોલેજથી આવીને કોઈ પાર્ટટાઇમ જોબ(નોકરી) કરીને થોડા પૈસા કમાય તો સારું. અમારે એ તારા પૈસા જોઈતા નથી. અમે એ પૈસા તારા લગ્નમાં જ વાપરવા માંગીએ છીએ. બેટા! અમે તારી પાસે ક્યારેય કાંઈ માગ્યું નથી. આજે આટલું માંગુ છું. તું તારા વૃદ્ધ માં-બાપ પર આટલી દયા કરે તો સારું.” આ વાત સાંભળીને સંધ્યાની આંખોમાં ઝળઝળિયાં આવ્યા. તે કઈ બોલી ના શકી માત્ર માથું હલાવીને કહ્યું “હા પપ્પા હું જરૂર કરીશ.” આટલું કહી તે પપ્પાને ભેટી પડી. તેને થયું કે કદાચ પપ્પા તેને આંનદથી દુર રાખવા માટે જોબ કરવાનું કહે છે. પરંતુ આજે પહેલીવાર પપ્પાએ તેની પાસે કઈ માગ્યું હતું તેથી તે ના ન કહી શકી. તેણે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય તે જોબ કરશે.
બીજે દિવસે તે કોલેજથી બહાર ફરવા જવાને બદલે વહેલી ઘરે આવી ગઈ કારણકે આજે તેને જોબ પર જવાનું હતું. તે ઘરે પહોચી ત્યારે તેના પપ્પા તેની રાહ જોઇને બેઠા હતા. તે સંધ્યા માટે એક સુંદર ડ્રેસ લાવ્યા હતા. તે એકદમ મોર્ડન અને ફેશનેબલ હતો. તે એક બાપ દીકરીને આપે તેવો નહિ પણ એક પ્રેમી પોતાની પ્રેમિકાને આપે તેવો હતો. પહેલા તો સંધ્યાને ડ્રેસ જોઇને નવાઈ લાગી, પણ પછી પોતાના પપ્પા કેટલા આધુનિક વિચારોવાળા છે તે જાણી તેમના પ્રત્યે માંન થયું. સંધ્યા ડ્રેસ પહેરીને પોતાને અરીસામાં જોવા લાગી. લાલ કલરના એ ડ્રેસમાં તે બહુ સુંદર લગતી હતી. તે પોતાનું પર્સ લઇ પપ્પા સાથે કામ પર જવા નીકળી. રસ્તામાં તેના પપ્પાએ તેને કહ્યું કે તેમણે એક જવેલર્સના માલિક સાથે વાત કરીને જોબ નક્કી કરી લીધી છે. તે બંને ટેક્ષીમાં બેસી જવેલર્સે પહોચ્યા. જવેલર્સે પહોચીને તેણે સંધ્યાને કહ્યું “મે મારી જિંદગીભરની કમાણીનું રોકાણ તારામાં કર્યું છે. હવે એ મને વ્યાજ સાથે પાછું મળશે. હવે હું લોકોને દેખાડીશ કે તેમના છોકરા કરતા મારી છોકરી વધારે કમાય છે. તારે આ કામ કરવાનું જ છે. ભલે તને ગમે કે ના ગમે. મારા કપરા દિવસો હવે પુરા થયા. હવે મારા આરામના દિવસો ચાલુ થશે. તું મારી સોનાની ખાણ છે. જા અને સોનું લઇ આવ.” આમ કહીને તે ચાલ્યો ગયો. સંધ્યાએ પોતાના પિતાના મોઢે આવા શબ્દો પહેલીવાર સાંભળ્યા હતા. તેને આ સાંભળીને નવાઈ લાગી. તેને તેમાં કાઈ ખબર ના પડી. તે દુકાનમાં અંદર ચાલી ગઈ.
અંદર જઈને તેણે શેઠને પોતાનો પરિચય આપ્યો. મોહન જવેલર્સનો મોલિક મોહનલાલ એક આધેડ ઉમરનો વ્યક્તિ હતો. તેને સફેદ કુર્તો અને માથામાં પાઘડી પહેરી હતી. કુર્તાના ઉપરના બે બટન ખુલ્લા હતા, જેમાંથી છાતીના વાળ દેખાતા હતા. ગાળામાં જાડો સોનાનો ચેન પહેરેલો હતો. જોતા તે મારવાડી લાગતો હતો. મોટી ફાંદ અને મોઢામાં પાન હતું. તે સંધ્યાને ઉપરના માળે લઇ ગયો. તેને એક ગાદલા પર બેસાડી પાણી આપ્યું. પછી પોતે તેની બાજુમાં જઈને બેઠો. તે ધીમે ધીમે વાતો કરતો કરતો તેની બાજુમાં સરકવા લાગ્યો. જયારે તે એકદમ નજીક પહોચી ગયો ત્યારે સંધ્યાના વાળમાં હાથ ફેરવવા લાગ્યો. આ જોઈ સંધ્યા થોડી દુર ખસી ગઈ. પણ જયારે તેણે સંધ્યાના ગાલ પર કિસ કરી ત્યારે તે ભડકીને ઉભી થઇ ગઈ. તેણે ડરથી અને ગુસ્સાથી રાડ નાખતા કહ્યું કે “હું પોલીસને બોલાવીશ” ત્યારે શેઠે પાન થુકીને ગંદા દાત દેખાડતા હસતા હસતા કહ્યું કે “મારો ભાઈ જ પોલીસ કમિશનર છે. તું ફરિયાદ કરીશ તો તારા પર વેશ્યાનો કેસ કરીને તને જ અંદર કરી દેશે.” સંધ્યાએ કહ્યું “જો મારા પપ્પાને ખબર પડશે તો તારા ભૂંડા હાલ થશે. તે તને જીવતો નહિ છોડે” આ સાંભળીને તે વધારે જોરથી હસવા લાગ્યો. તેણે કહ્યું “તારા પપ્પા અને મારા ભૂંડા હાલ!” સંધ્યાએ કહ્યું “તું તેમને ઓળખતો નથી. તને નથી ખબર કે તેઓ મને કેટલો પ્રેમ કરે છે. જો હું તેમને કહીશને તો તે તને જીવતો નહિ છોડે.” શેઠે કહ્યું “લાગે છે તું તારા બાપને નથી ઓળખતી. તેણે તો તને મારી પાસે મોકલી છે. એક કલાકની મુલાકાત માટે મે ત્રણ તોલા સોનું આપ્યું છે. પણ તને જોતા એવું લાગે છે કે તારા માટે તો પાંચ તોલા સોનું પણ ઓછું છે. બોલ તારે કેટલું જોઈએ છે? માત્ર એક કલાકની જ વાત છે.”
સંધ્યા ત્યાંથી રડતી રડતી દોડીને નીકળી ગઈ. તેણે ખુબ આઘાત લાગ્યો હતો. તે માનવા જ તૈયાર ન હતી કે તેના પપ્પાએ આવું કર્યું હતું. તેને લાગતું હતું કે શેઠ ખોટું બોલે છે. તેને તેના પપ્પા પર લેશમાત્ર પણ શંકા ન હતી. તે સીધી ઘરે પહોચી. ઘરે પહોચીને જોયું તો તેના પપ્પા ખુબ ગુસ્સામાં હતા. શેઠે તેમને ફોન કરીને બધી વાત જણાવી દીધી હતી. હજી સંધ્યા કઈ બોલે તે પહેલા તો તેના પપ્પાએ તેને ગાલ પર એક જોરથી તમાચો છોડી દીધો. સંધ્યા તો ચક્કર ખાઈને પડી ગઈ. તેના કાન રણઝણી ઉઠ્યા. તેને વધારે આઘાત લાગ્યો. તે ગુસ્સાથી કહેવા લાગ્યો “સાલી રાંડ! હવે પોતાની જાત સિવાય બીજા માટે વિચારવાનો સમય પાકી ગયો છે. કામ કરવાની ના પાડે છે. બીજા સાથે ફરતા તને શરમ નથી આવતી. હું કહું ત્યાં કામ કરતા તને ઘા વાગે છે. મે મારી આખી જિંદગીની કમાણી તારા પર વાપરી છે અને જયારે એ કમાણી પાછી દેવાનો સમય આવ્યો ત્યારે ના પડે છે. મે તારા માટે આખી જિંદગી દુઃખમાં કાઢી હવે સુખનો સમય આવ્યો ત્યારે ના પાડે છે. તું મારા આંબાની કેરી છે અને હું તેનો માલિક. હું જ્યાં કહીશ ત્યાં તારે જવું પડશે.” સંધ્યાને હવે ખબર પડી કે તેનો બાપે શા માટે કહ્યું હતું કે ‘તું મારી સોનાની ખાણ છે.’ તેને ગુસ્સામાં રડતા રડતા કહ્યું “હું કોઈની ગુલામ નથી. તમે જો જબરજસ્તી કરશો તો હું પીલીસ બોલાવીશ. હું મરી જઈશ પણ આવા કામ નહિ કરું.” આ સાંભળી તેનો બાપ બોલ્યો “આજે તે સાબિત કરી દીધું કે ગમે તેમ રાખો તોય નાજયાદની ઓલાદો પણ નાજયાદ હોય છે. આજે તે મારી આખી જિંદગીની કમાણી પાણીમાં નાખી દીધી છે. જો જે તારી આખી જિંદગીની કમાણી પણ પાણીમાં જશે ત્યારે તને ખબર પડશે કે કેટલું દુઃખ થાય છે. તું મારું કહ્યું નહિ માને તો હું તને જાનથી મારી નાખીશ.” આમ કહી તે પગ પછાડતો પછાડતો ગુસ્સામાં બહાર ચાલ્યો ગયો.
(હવે સંધ્યાના પિતાનું સાચું રૂપ સામે આવ્યું છે. તે ગુસ્સામાં શું કરશે? કે પછી સંધ્યા તેનો બદલો લેશે? સંધ્યાની જિંદગી હવે પૂર્ણ રીતે બદલાઈ જવાની છે. કઈ રીતે ? તે હવે આગળના ભાગમાં. ત્યાં સુધી આંનદમાં રહો.)