નિયતિ-8 Ashvin Kanzariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ-8

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-8

(વીતેલી ક્ષણો: વિનોદ સંધ્યાને સમજાવે છે કે નસીબ સૌથી શક્તિશાળી છે, જયારે સંધ્યા તેને બધા મહાપુરુષોના ઉદાહરણ આપી સમજાવે છે કે મહેનત વડે નસીબને પડકારી શકાય છે. ચર્ચા પૂરી થતા બધા મહેમાનોને સંધ્યા પ્રત્યે માન ઉપજે છે. બધા મહેમાનો સંધ્યા સાથે વાત કરે છે. આને કારણે બહુ ખુશ છે. પણ સંધ્યા આનંદને જણાવે છે કે તેનાથી મોટી પણ એક ખુશી છે.)

હવે આગળ....

રિક્ષામાં બેઠા પછી સંધ્યાએ આંનદને કહ્યું "આજે હું બહુ ખુશ છું." આંનદે કહ્યું "હું પણ બહુ ખુશ છું. મને આજે ખબર પડી કે તારી પાસે આટલું નોલેજ પણ છે. બધા જ તારા વખાણ કરતા હતા. તને ખબર છે તું બહુ ફેમસ થઈ ગઈ છો." સંધ્યાએ કહ્યું "એટલા માટે તો હું ખુશ છું જ. પણ એનાથી પણ મોટી એક ખુશી છે." સંધ્યાએ આંનંદનો હાથ પોતાના હાથમાં લઇ તેને પેટ પર રાખતા કહ્યું "તું બાપ બનવાનો છે." આ સાંભળતા જ બંનેની આંખોમાં ઝળઝળિયાં આવ્યા. બંને એકબીજાને ભેટી પડ્યા. એટલામાં ઘર આવતા રિક્ષા ઉભી રહી. આંનદે ખુશીમાં રીક્ષાવાળાને 10 રૂપિયા વધારે આપ્યા. નીચે ઉતરતા જ સંધ્યાએ કહ્યું આ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ છે. પણ બિચારીને ક્યાં ખબર હતી કે ભાગ્યએ તેના માટે કઈક અલગ જ વિચારી રાખ્યું હતું. જેટલી મોટી ખુશી છે એટલુ જ મોટું દુઃખ આવવાનું હતું.

બંને ઘરમાં આવીને સુવાની તૈયારી કરવા લાગ્યા. સંધ્યા છેલ્લીવાર પોતાને જોઈ લેવા માટે અરીસા સામે ઉભી રહી. જેવી તેને શાલ ઉતારી કે તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ. તેના ગળામાં હાર ન હતો. પહેલા તો શું કરવું તે કઈ ખબર ન પડી પણ પછી કદાચ હાર શાલમાં ક્યાંક હશે એમ માનીને તે શાલ ફંફોસવા લાગી. એટલામાં તેની ચીસ સાંભળીને આંનદ દોડતો દોડતો આવ્યો. આવીને તેને પૂછયુ શું થયું? પણ સંધ્યા ગાંડાની જેમ શાલ અને કપડાં જ વિખેરતી રહી. આંનદ બે ત્રણ વાર પૂછ્યું છતાં સંધ્યાએ કઈ જવાબ ના આપ્યો. છેવટે તેને હાથ પકડીને પૂછ્યું ત્યારે સંધ્યા માત્ર “હાર..” એટલું જ બોલી શકી. આ સાંભળતા જ આંનદ બે હાથ વડે વાળ પકડીને ત્યાં જ બેસી ગયો. તે પોતાના કપડાં તપાસવા લાગ્યો. પછી અચાનક બહાર નીકળી દોડવા લાગ્યો. તેને હતું કે હાર કદાચ રિક્ષામાં પડી ગયો હશે અને રિક્ષા બહુ દૂર નહિ ગઈ હોય. પણ રિક્ષા ક્યાંય દેખાતી ન હતી. તેને થયું થોડું ઝડપથી દોડીશ તો રિક્ષા કદાચ મળી જશે તેથી તે વધારે ઝડપથી દોડવા લાગ્યો. તેને પોતાનું બધું જોર લગાવ્યું. તેને આજુબાજુનું કઈ ભાન ન રહ્યું. તે તો ગાંડાની જેમ દોડયે જ જતો હતો એ આશામાં ને આશામાં કે રિક્ષા ક્યાંક મળી જાય. છેવટે તેને હાંફ ચડ્યો, પેટમાં ગોટા વળ્યાં, આંખે અંધારા આવ્યા, ઠોકર વાગી અને પડી ગયો, પણ રિક્ષા ન મળી. છેવટે નિરાશ થઈને પાછો ઘરે આવ્યો. હાર રિક્ષામાંથી ક્યાંક નીચે પડી ગયો હશે, સવારમાં કોઈ જોઈ જશે તો તે લઇ લેશે એ બીકે અડધી રાત્રે બંને થાક્યા હોવા છતાં હાર શોધવા નીકળ્યા. આખો રસ્તો ખૂંદી વળ્યાં પણ હાર ક્યાંય ન મળ્યો. આ દોડા દોડમાં સવારના ચાર વાગી ગયા હતા. છેવટે બંને નિરાશ થઈને પાછા આવ્યા. હાર ક્યાંય ન મળ્યો. હજુ થોડા સમય પહેલા જિંદગીનો સૌથી ખુશીનો દિવસ સૌથી દુઃખી બની ગયો. આ ભાગ્યની ત્રીજી લપડાક હતી.

બંને ઘરે આવીને પહેલા તો ખુબ રડ્યા. પણ છેવટે એકબીજાને આશ્વાશન આપતા છાના રહ્યા. હાર કેવી રીતે પાછો દેવો તેના વિષે વિચારવા લાગ્યા. આંનદ સવાર પડતા જ બઝારમાં જ્વેલર્સોમાં તેના જેનો હાર શોધવા માટે રખડવા મંડ્યો. છેવટે ઘણી રખડપાટ પછી એક દુકાને તેના જેવો હાર જોવા મળ્યો. દુકાનનું નામ હતું મોહન જવેલર્સ. હારની કિંમત ઘણી વધારે હતી. ભાવમાં થોડી રકઝક કર્યા પછી છેવટે તેમણે ભાવ નક્કી કર્યો. આંનદે વિનંતી કરી કે પૈસા માટે તેને ચાર પાંચ કલાકનો સમય આપે, ત્યાં સુધી આ હાર કોઈને વેચે નહિ. પણ પછી આટલા પૈસા ક્યાંથી લાવવા તે વિચારવા લાગ્યો. અચાનક તેને વિનોદ યાદ આવ્યો. આમ પણ તે સંધ્યાથી ઇમ્પ્રેસ થયો હતો, તેથી તે તેની મદદ કરશે તેમ તેને લાગ્યું. વિનોદ પાસે તેને જઈને કહ્યું કે સંધ્યા પ્રેગ્નેન્ટ છે અને અત્યારે ઇમર્જન્સી છે તેથી તેને પૈસા જોઈએ છે. તે બધા પૈસા થોડા સમયમાં પાછા આપી દેશે. વિનોદે આંનદને થોડા પૈસા પાછા આપ્યા પણ તે હાર ખરીદવા પૂરતા ન હતા. હજુ અડધા પૈસા ઘટતા હતા. છતાં તે વિનોદનો આભાર માની ત્યાંથી નીકળી ગયો. હવે બીજા અડધા પૈસા લેવા માટે તે મુંબઈના માફિયાઓ પાસે ગયો. તે લોકો ગમે તેને પૈસા આપતા પણ તેનું વ્યાજ ઘણું વધારે હતું. તે લોકો જો કોઈ પૈસા પાછા ના આપે તો તેને મારીને તેની કિડની વેચીને પણ પૈસા વસુલતા હતા. આંનદે ના છૂટકે તેમની પાસેથી પૈસા લીધા. છેવટે બધા પૈસા લઇ હાર લઈને તે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને જોયું તો સંધ્યાએ બધો સમાન પેક કરી લીધો હતો. તેણે આંનદને કહ્યું કે "હવે આપણે આ શહેરમાં નથી રહેવું. જે શહેરે મારા માં-બાપનો ભોગ લીધો, તારા બાપને જેલમાં નાખી આપણને કંગાળ બનાવ્યા, અને હજુ ઓછું હોય તેમ આવું દુઃખ આપ્યું. આપણે ગમે તે બીજા શહેરમાં ચાલ્યા જઈશું, ગમે તે કરીશું પણ હવે અહીં નથી રહેવું. આંનદ ગળગળો થઇ ગયો. તે કાંઈ બોલી ના શક્યો. માત્ર માથું હલાવી હા પાડી.

સંધ્યા હાર લઈને સેંડીને ત્યાં ગઈ. હાર સેંડીને આપીને કઈ પણ બોલ્યા વગર પાછી ફરી. તેને હતું કે જો તે કઈ બોલશે તો તરત જ તે રડી પડશે. ઘરે આવીને આંનદ અને સંધ્યા રેલ્વે સ્ટેશને ગયા. તે બેંગ્લોર જવા માટેની ટ્રેનમાં બેઠા. ટ્રેનના એ જનરલ ડબ્બામાં ખુબ ભીડ હતી. વારે વારે સ્ટેશને જ્યાં ટ્રેન ઉભી રહેતી ત્યાં ચા અને નાસ્તા માટેના ફેરિયાઓ ચડી આવતા. કોઈ સ્ટેશને જયારે ભીડ વધી જતી ત્યારે તેમને ઉભા રહેવું પડતું. એક દિવસ મોંઘી ગાડીઓમાં ફરનારી આજે ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતી હતી. એક દિવસ ચારે બાજુ રૂમ ફ્રેશનરની સુગંધ વડે ઘેરાયેલી આજે પરસેવાઓની દુર્ગંધ વડે ઘેરાયેલી હતી. એક દિવસ પીઝા અને બર્ગર ખાનારી આજે વડાપાવથી પેટ ભરતી હતી. બેંગ્લોર જઈને શું કરશું? કયા રહીશું? પૈસા કેવી રીતે ભરાશે? આવા કેટલાય વિચારો તેના મગજમાં ભમતા હતા. છેવટે આવું વિચારતા વિચારતા જ સ્ટેશન આવ્યું.

(સંધ્યા અને આનંદે હવે શહેર તો છોડી દીધું છે, પણ શું નસીબ તેમનો પીછો છોડશે? આ નવા શહેરમાં નસીબે તેમના માટે કંઈક અલગ જ ખેલ રચ્યો છે. શું છે નિયતિનો (નસીબનો) આ નવો ખેલ? તે હવે આગળના ભાગમાં. ત્યાં સુધી ખુશ રહો.)