ગુમનામ શોધ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ગુમનામ શોધ

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 14

(આપણે આગળના પ્રકરણોમાં જોયુ કે શ્રીમાન શાહની પુત્રી કલાની અપહરણકારોએ હત્યા કરી નાખી. જેનો શ્રીમાન શાહ પર ખુબ જ આઘાત લાગ્યો. કંદર્પને પણ ચિંતા થવા લાગી. શુ થશે જાણવા માટે વાંચો આ અંતિમ પ્રકરણ)

“વેલકમ ડોકટર સાહેબ આવો આવો. કંદર્પે મને વાત કરી હતી કે તમે આવવાના છો.” સુભદ્રા બહેને ડો. રહેજાનુ સ્વાગત કરતા કહ્યુ.

“થેન્ક્સ, કંદર્પ છે કે નહી???” ડો. રહેજાએ બેઠક લેતા કહ્યુ.

“બસ તે હમણા આવતો જ હશે પોલીસ સ્ટેશનેથી. સાયદ ટ્રાફીકના કારણે મોડુ થઇ ગયુ હશે.” “પોલીસ સ્ટેશને???? હું કાંઇ સમજ્યો નહી. મને વિગતે કહેશો શું પ્રોબ્લેમ છે???” અચંભિત બની બેઠેલા ડો. રહેજાએ વાતને જાણવાની જીજ્ઞાશા સાથે પુછ્યુ. સુભ્રદ્રાબહેને તેને બધી પહેલાથી અંત સુધી બધી વાત કરી. બન્ને વાત કરતા હતા ત્યાં પ્રતિક્ષા ફરી ચીસ પાડી ઉઠી. ગભરાહટના માર્યા સુભદ્રા બહેન તેની પાસે દોડી ગયા અને પ્રતિક્ષાને સમજાવી સુવડાવવાની કોશિષ કરવા લાગ્યા. પ્રતિક્ષાને ઊંઘ આવ્યા બાદ સુભદ્રાબેન પાણી લઇને ડો. રહેજા પાસે આવ્યા.

“સોરી ડૉક્ટર સાહેબ, જરા કંદર્પની પત્નીની તબિયત સારી નથી.” “નો પ્રોબ્લેમ, પણ હું જાણી શકુ કે કંદર્પની પત્નીને શું બિમારી છે??? મારા ધારવા મુજબ તેને માનસિક તકલિફ જણાય આવે છે.” “હાસ્તો ડોક્ટર સાહેબ, ગ્રહણ લાગી ગયુ છે અમારા ઘરને એમ જ સમજી લો.” કહેતા સુભદ્રાબેને તેને પ્રતિક્ષાની બિમારીની પણ સંપુર્ણ હકિકત ડૉ. રહેજાને જણાવી.

“ઓહ માય ગોડ. સો સેડ. મારો એક સુઝાવ છે આપને કે જો તમે ઇચ્છો તો હું તમારી પુત્રવધુનો ઇલાજ કરવા માંગુ છું. મારી ડોક્ટરી કારકીર્દી દરમિયાન મેં આવા ઘણા કેસ સોલ્વ કર્યા છે.”

“ડોક્ટર સાહેબ, તમારુ ભગવાન ભલુ કરે. જો તમે મારી પ્રતિક્ષાને ઠીક કરી દ્યો તો આજીવન તમારો ઉપકાર નહી ભૂલુ હું.” સુભદ્રાબેન રાજી થતા બોલી ઉઠ્યા. “માજી, એ ફોર્માલીટીની કોઇ આવશ્યકતા નથી, તમે બસ એક કામ કરો મને પ્રતિક્ષાના ફાઇલ્સ અને તમામ પેપર્સ મને આપી દ્યો. હું સ્ટડી કરીને અને કંદર્પ સાથે વાતચીત કરી પ્રતિક્ષાનો ઇલાજ શરૂ કરી દઉ છું.”

સુભ્રદ્રા બહેને તેને બધા પેપર્સ અને બધુ બતાવ્યુ. ડો. રહેજાએ તે બધુ ચેક કરી અને પ્રતિક્ષાનો ઇલાજ ચાલુ કરી દીધો. તેની પાસે રહેવા અત્યારે પોતાનુ ઘર ન હતુ. આમ પણ પ્રતિક્ષાનો ઇલાજ ઘર પર જ થાય તેવી કંદર્પની ઇચ્છા હતી આથી કંદર્પના આગ્રહને માન આપી તેણે થોડા દિવસ કંદર્પના ઘરે જ રોકાઇ જવાનુ નક્કી કરી લીધુ.

***

કલા વિશે જાણીને કંદર્પ ખુબ જ ભાંગી પડયો હતો. હવે તેની ચિંતા વધુ ને વધુ ગહેરી બનતી જતી હતી. ન ચાહવા છતા પણ ખરાબ વિચારો તેનો પીછો છોડતા ન હતા. તે પોતાની ફેમિલી માંથી કોઇને પણ આ વાત જાણાવવા માંગતો ન હતો કારણ કે આમ પણ બધા ટેન્શન વચ્ચે જીવતા હતા અને આ વાત કહી તે તેના ફેમિલીને વધુ દુઃખમાં ધકેલવા માંગતો ન હતો. તેથી તે કેસની તપાસના બહાને થોડા દિવસ શ્રીમાન દીપક શાહ સાથે રોકાઇ ગયો. ગુમાન સિંહ અને પોલીસ બંન્ને પોતાની રીતે દીપુની તપાસ માટે લાગી ગઇ હતી. ગુમાનસિંહને વિશ્વાસ હતો જ કે તે દિપુને બચાવી જ લેશે.

***

ડો. રહેજાની ટ્રીટમેન્ટથી પ્રતિક્ષાની હાલતમાં ધીમે ધીમે ઘણો સુધારો આવવા લાગ્યો હતો. ડો. રહેજાને ઇન્ટ્રનેશનલ લેવલનુ પ્રમાણપત્ર મળ્યુ હતુ. તેનુ કહેવુ હતુ કે હવે કોઇ મોટો આઘાત ન લાગે તો પ્રતિક્ષા સાવ ઠીક થઇ શકે એમ છે.

કંદર્પ આવી હાલતમાં હવે ઘરે કાંઇ કહી શકે એમ ન હતો. દિવસ રાત જોયા વિના તે ભટકવા લાગ્યો. થાક અને ટેન્શન એ બન્નેની માઠી અસર તેના શરિર પર થવા લાગી.

એક દિવસ રાત્રે બાર વાગ્યે કંદર્પનો ફોન રણકી ઉઠ્યો. તેણે જોયુ તો ગુમાનસિંહનો કોલ હતો. ગુમાનસિંહે તેને કહ્યુ કે તે તાત્કાલિક મુબંઇ આવી જાય. કંદર્પને ફોન મુક્યા બાદ પરસેવો વળી ગયો. ગુમાનસિંહે તેને વધારે કોઇ ઇન્ફોર્મેશન પણ આપી ન હતી.

ફોન મુકતાની સાથે જ કંદર્પના વિચારો ગતિમાન થઇ ગયા. અનેક શુભ અશુભ વિચારોએ તેને ઘેરી લીધો પરંતુ ત્યાં જવુ અને એ પણ તાત્કાલિક પહોંચવુ ખુબ જ આવશ્યક હતુ એટલે ડાઇરેક્ટ તેણે પ્લેનની ટિકિટ કઢાવી લીધી અને મુબંઇ જવા નીકળી ગયો. ગુમાનસિંહે બતાવેલા સ્થળે તે પહોંચી ગયો. મુંબઇ પહોંચતા જ તેણે ગુમાનસિંહને ફોન કરી અને તેમણે કહેલા સ્થળે જવા નીકળી ગયો. આખા રસ્તે બસ એક જ વિચાર ઘુમતો હતો કે કાશ તેનો દિપુ સહી સલામત હોય. વિચારોની સાથે સાથે કાર પણ પુરપાટ દોડી રહી હતી એટલે સ્થળે પહોંચતા તેને બહુ વાર ન લાગી.

કાર ચાલકને પૈસા ચુકવી ઊંચા શ્વાસે હોટેલના રૂમમાં પહોંચતા જ તેણે જોયુ તો હોટેલમાં ગુમાનસિંહ અને તેમના બે માણસો તથા દીપુ હતો. તેના જીગરનો ટુકડો દીપુ. કંદર્પ દોડતો દિપુને વળગી પડ્યો અને તેને વ્હાલથી ચુંબનવર્ષા વરસાવવા લાગ્યો પરંતુ દિપુની હાલત જરા પણ સારી ન હતી. તે એટલો હેબતાઇ ગયો હતો કે તેના પિતાજીને પણ ઓળખી શકવા સમર્થ ન હતો. કંદર્પની પાસેથી બળજબરીથી છુટી તે દોડીને ખુણામાં સંતાઇ ગયો અને ધૃજવા લાગ્યો. નાના અમથા બાળ પર અપહરણકારોની બહુ વિકૃત અસર પડી હતી તે સાફ સાફ નજરે ચડી આવતુ હતુ. કંદર્પે ધીમે ધીમે તેની નજીક જતા દિપુને પસંદ બાળગીત ગાયુ ત્યારે દિપુના ચહેરા પર હળવી મુસ્કાન આવી અને તે તેની નજીક ગયો.

ગુમાનસિંહે જણાવ્યુ કે તેના પુત્રને વિદેશ વેંચી નાખવા માટે સોદો થઇ ચુક્યો હતો પરંતુ તેણે ગોઠવેલા ચાંપતા પહેરા અને બંદોબસ્તની મદદથી અપહરણકારો પોલીસના હાથે ચડી ગયા અને દિપુ સહી સલામત બચી ગયો. હવે તમારો પુત્ર ફ્રી છે. તેઓના ચુંગાલમાંથી બચી ગયો નસીબદાર છો તમે અને તમારો પુત્ર.

દિપુને લઇને કંદર્પ રાજકોટ આવી ગયો. દિપુ ખુબ ચુપ ગુમસુમ બની ગયો હતો. વારંવાર ગભરાઇને દૂર જઇ સંતાઇ જવુ અને હેબતાઇ જવુ એવુ બનતુ હતુ. ધીમે ધીમે પરિવારના સ્નેહ અને કંદર્પ અને પ્રતિક્ષાના લાડથી તેની હાલતમાં સુધારો આવવા લાગ્યો. પ્રતિક્ષાની બિમારી પણ દિપુના આવવાથી દૂર થવા લાગી.

***

દીપુ અને તેના માતા પિતા તો નસીબદાર હતા પરંતુ આપણા દેશમાં અનેક માતા પિતા આવા નસીબદાર હોતા નથી. તેઓ પોતાના વહાલસોયા સંતાનને હમેંશ માટે ગુમાવી દે છે. શુ આપને નથી લાગતુ નાના નાના અબુધ બાળકોને વિવિધ લાલચ આપીને કે તેને ડરાવી ધમકાવીને તેનુ અપહરણ કરવામાં આવે છે. તેના માટે કોઇ કડક કાયદા હોવા જોઇએ??? દેશની અંદરની સુરક્ષા પણ વધારે મજબુત બનાવી જોઇએ. એક નાનકડુ કુમળુ ફુલ એ માતા પિતાના હૈયાનો હાર છે. જીવનો કટકો છે. તે નિર્દોષ પ્રભુના અવતાર સમાન બાળક પર જયારે આવો અત્યાચાર ગુજારવામાં આવે છે ત્યારે ઇશ્વર તો નારાજ થાય છે અને તેના માતા પિતાની હાલત ખુબ ખરાબ બની જાય છે. ભારતમાં હજારો યુવાનો બેકાર ફરે છે અને ગુનાખોરી વધતી જાય છે. તેઓને સુરક્ષા જેવા જિમ્મેદાર પદવી આપવામાં આવે તો તેઓ રોજી રોટી મેળવી શકશે અને ગુનાખોરી અટકી શકશે. વી હેવ ટુ ડુ સમથીંગ ફોર ઇટ................... વીલ યુ ફાઇટ અગેઇન્સ્ટ ધીસ ક્રાઇમ??????? આપણા સૌ એ સાથે મળીને આના માટે કાંઇક જરૂરથી કરવુ જ જોઇએ.