Gumnam Shodh - 8 books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ - 8

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 8

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(અગાઉના પ્રકરણમાં આપણે જોયુ કે પ્રતિક્ષા ધીરે ધીરે કંદર્પ સાથે મિત્રતા કરે છે અને એક દિવસ ઓંચિતા તે તેની સાથે ભાગી જવાનુ કહે છે તે તેની સ્ટેપ મોમથી કંટાળી ગઇ હોય છે. તેને કોઇ રસ્તો દેખાતો નથી આથી બંન્ને ઉટી ભાગી જાય છે. હવે આગળ શુ થશે જાણવા માટે વાંચો.)

ઉટી, ખુબ જ સુંદર હીલ સ્ટેશન. પ્રેમીઓ માટેનુ સ્વર્ગ. આ રમણીય પ્રદેશ પર અમે ભાગીને આવી ગયા. જીવન કેવા ખેલ ખેલે છે તેનો અંદાજ કરવો લગભગ મુશ્કેલ છે. ભણવા માટે, કેરિયર બનાવવા માટે વડોદરા આંખોમાં અનેક સપના સજાવીને આવેલો હુ, આજે બધુ છોડી પરિવારના સપનાઓને અધુરા મુકીને પ્રતિક્ષા સાથે ભાગી આવ્યો જે મને પ્રેમ પણ કરતી ન હતી !! બસ પોતાની મુશ્કેલીઓથી બચવા માટે મારી સાથે આવી હતી. “હાશ, આઇ એમ ફ્રી નાઉ.” બસમાંથી ઉતરીને તેણે તેના બે હાથ ફેલાવીને ચીસ પાડતા કહ્યુ. “હેય પ્રતિ હાઉ કેન યુ ટ્રસ્ટ ઓન મી જસ્ટ લાઇક ધીસ? હુ તને કોઇ દુ:ખ નહિ આપુ તેવુ કેમ વિચારી લે છે?” મેં તેની પાછળ બસમાંથી ઉતરતા કહ્યુ.

“હુ તારી આંખો પર ટ્રસ્ટ કરુ છુ. તુ મને પ્રેમ કરે છે. તુ મને દુ:ખ આપવાનુ તો દૂર એ બાબતે વિચારશે પણ નહી તેનો મને વિશ્વાસ છે.” તે થેલો ઉપાડીને ચાલવા લાગી. મે રસ્તામાંથી જ ઓન લાઇન હોટેલ બુક કરાવી લીધી હતી. હુ ખુબ જ ખુશ હતો કે મને બગાસુ ખાતુ પતાસુ મળી ગયુ હતુ. પરંતુ જયાં સુધી હુ પ્રતિક્ષાના દિલમાં લાગણી ન જગાવી શકુ ત્યાં સુધી બધુ જ નકામુ હતુ. વળી અમે તો ભાગી આવ્યા હતા અને અમારુ આ ભાગી આવવુ કોઇએ પ્રમોટ પણ કર્યુ ન હતુ કે અમારુ જીવન ચલાવી શકીએ. અમારી પાસે માંડ એકાદ મહિના ચાલે એટલા પૈસા હતા બાકી આગળનુ પણ વિચારવાનુ હતુ.

“પ્લીઝ વોક ફાસ્ટ. કેટલુ સુહાનુ મોસમ છે? આઝાદીની હવા તો મને પાગલ કરી રહી છે.” તેણે મારી સામે જોઇ બૂમ પાડી. હું તો સતત બસ એ જ વિચારે હતો કે મારા પરિવાર પર શુ વિતશે જ્યારે તેને આ બધી વાતની ખબર પડશે? અમે સીમ કાર્ડ પણ બદલી નાખ્યા હતા અને થોડો સમય કોઇ નો કોન્ટેક પણ કરવાનો ન હતો. વળી કમાવવાની ચિંતા, પ્રતિક્ષાના દિલમાં પ્રેમ જગાવવાની ઉપાધિ. હુ તો કાંઇ બોલી પણ શકતો ન હતો. “વાઇ આર યુ સ્પીચલેશ. કુદરતી સૌદર્યમાં ખોવાઇ ગયો શુ યાર?” પ્રતિક્ષા એકદમ ખુશ હતી તેની આ ખુશી જોઇ હુ પણ થોડીવાર માટે મારી બધી ચિંતા, દુ:ખ બધુ જ ભુલી ગયો અને તેની સાથે ચાલી નીકળ્યો. થોડી વાર ચાલ્યા ત્યાં હોટેલ આવી ગઇ. અમે બુક કરાવેલ રૂમમાં પહોંચી ગયા.

લાંબી મુસાફરીના થાક પછી રૂમ મળતા અનેરી ખુશી થાય પરંતુ આજે પ્રતિક્ષાને તો જરાય થાક ન હતો. વર્ષોના કેદ પછી મળેલી આઝાદીએ તેના દિલમાં અનેરો ઉત્સાહ જગાવી દીધો હતો અને મને તો જરાય ભાન પણ ન હ્તુ. એક તરફ પહાડ જેવા પ્રશ્નો હતા જયારે બીજી તરફ મારો પ્રેમ મારી સાવ નજીક જ હતો. સાંજ ઢળવા લાગી હતી. અંધારુ વધવા લાગ્યુ. અમે ફ્રેશ થઇને હોટેલમાં ડિનર લીધુ. એક અજાણ્યા પુરુષ સાથે ઘરથી હજારો કિ.મી દુર હોટેલના એક રૂમમાં લગ્ન વિના રહેવાનુ હતુ પણ પ્રતિક્ષાને તેની જરા પણ ચિંતા ન હતી. લાંબી મુસાફરીના થાકને કારણે તે તો ડિનર બાદ નાઇટ ડ્રેસ પહેરીને સુઇ ગઇ. થોડી જ વારમાં તેને ઘસઘસાટ ઉંઘ આવી ગઇ પરંતુ મારી સ્થિતિ તેનાથી સદંતર વિપરીત હતી, ચિંતા ના માર્યા મને જરાય ચેન ન હતુ. હું હાલની પરિસ્થિતિની અને આવનારી પરિસ્થિતિને લઇને ખુબ ટેન્શનમાં હતો ત્યાં મારી નજર પ્રતિક્ષા પર પડી. પ્રતિક્ષા નાઇટ ડ્રેસમાં ખુલ્લા વાળ સાથે ઘસઘસાટ ઉંઘતી ખુબ જ સુંદર લાગતી હતી. તેની માસુમિયત અને નિર્દોશતા તેના ચેહરા પર ઝળકી રહી હતી. તેના ચેહરાને એકવાર ચુમી લેવાનુ મન થઇ આવ્યુ. પરંતુ જયાં સુધી તેના મનમાં મારા પ્રત્યે પ્રેમ જાગૃત ન થાય ત્યાં સુધી તેને ટચ ન કરવાનુ નક્કી કરી હુ રૂમના રવેશમાં આવી ગયો. રાત્રે ઠંડીનુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ હતુ. પહાડી કાતિલ ઠંડી ખુબ જ જોરદાર હોય છે. એકાએક કયાંથી કયાં આવી ગયો હતો. ખુબ જ ઠંડી લાગી રહી હતી. પ્રતિક્ષા સાથે એક જ રૂમમાં આવેગો શાંત કરી રહેવુ મારા માટે ખુબ જ મુશ્કેલ હતુ. વળી લગ્ન અને પ્રેમ વિના તેની સાથે રહેવુ પણ કેમ? મેં નીચે જઇને બીજો એક વધારાનો રૂમ બુક કરાવી લીધો. પ્રતિક્ષા ગાઢ ઉંઘમાં હતી. અત્યારે તેને જગાડવી એ મને ઠીક ન લાગ્યુ અને તેને જણાવ્યા વિના જવુ પણ હું યોગ્ય સમજતો ન હતો આથી હું ટી.વી. ઓન કરી જોવા લાગ્યો. ઠંડી કાતિલથી અતિ કાતિલ બની રહી હતી. રૂમ ટેમ્પરેચર વધારી દીધુ અને પ્રતિક્ષાને પણ એક વધારે ધાબળો ઓઢાળી દીધો. તેને આરામથી ઉંઘતા જોઇ મનમાં ટાઢક વળી. ટી.વી જોવા માટે તો ચાલુ કર્યુ હતુ પણ મન લાગતુ ન હતુ. એક બાજુ મારા પરિવારનો વિચાર મને ખાઇ જઇ રહ્યો હતો અને બીજી બાજુ પ્રતિક્ષાને સાચવવાની અને પ્રેમથી તેનુ દિલ જીતવાની ખ્વાહીશ હતી. આ બન્ને વિચારો વચ્ચે ઝોલા ખાતો હું ઊંઘી ગયો તેનુ મને પણ ભાન ન રહ્યુ. સવારે મને પ્રતિક્ષાએ ઉઠાડયો ત્યારે મારી ઉંઘ ઉડી. ઠંડીમાં ગાઢ ઉંઘ આવે છે તેમાં પણ મુસાફરીનો થાક. અમે ફરી ફરીને વાહન બદલીને અઠવાડિયાની મુસાફરી કરીને વડોદરાથી ઉટી આવ્યા હતા. “કમ ઓન કંદર્પ ચાલ બહુ જ ભુખ લાગી ચાલ કયાંક નાસ્તો કરવા જઇએ.” મને સવારે ઉઠડતા તે બોલી. હજુ થાક પણ નહોતો ઉતર્યો ત્યાં તો સવાર પડી ગઇ હતી. તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં અજબ આકર્ષણ હતુ તે મારી જાત પર કાબુ રાખવા દેતુ ન હતુ. વ્હાઇટ ટોપ અને યલ્લો કેપ્રીમાં તેના શરીરનું આકર્ષણ ગજબ લાગતુ હતુ. નજર બસ તેના પર જ અટકી ગઇ હતી “પ્રતિક્ષા, બે મિનિટ અહીં બેસ મારે તારી સાથે ચર્ચા કરવી છે.” મે તેનો હાથ પકડીને તેને મારી બાજુમાં બેસાડી. “પ્રતિક્ષા, આપણે જીવનનો બહુ મોટો નિર્ણય બહુ શોર્ટ ટાઇમમાં લીધો છે અને ભાગીને અહીં તો આવી ગયા છે પણ હવે આગળ શુ કરીશુ? કાંઇ વિચાર્યુ છે તે?” “કંદર્પ ડોન્ટ વરી યાર, કાંઇ નહિ બસ આપણે લગ્ન કરીને કયાંય નાનકડો આશિયાનો બનાવીશુ.” “પ્રતિ, આ કોઇ લેખકની કલ્પનાની નવલકથા કે ફિલ્મ નથી. આ આપણી રીઅલ લાઇફ છે યાર. નથી તને મારો અંગત પરિચય અને તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે??? લગ્ન માટે બન્ને વચ્ચે પ્રેમ હોવો એ અતિ અનિવાર્ય છે, જે આપણા બન્ને વચ્ચે નથી, એ તુ જાણે છે અને હું એવુ નથી ઇચ્છતો કે ભવિષ્યમાં આપણે પ્રેમના અભાવને કારણે છુટા પડીએ. તે તારી લાઇફ દુ:ખ અને તકલીફ વચ્ચે વિતાવી છે. હવે તુ તારી મરજી અને ઇચ્છા પુર્વક તારી જીંદગી ખુબ જ સુખ અને પ્રેમથી વિતાવે એવુ હુ ઇચ્છુ છુ. તુ તારો અભ્યાસ કર અને જીંદગીમાં આગળ વધ. તુ જેને ચાહે તેની સાથે લગ્ન કરીને સુખી થા. તેના માટે હુ સતત તારી સાથે અને સપોર્ટમાં રહીશ. મારા માટે તારા સાથ કરતા તારી ખુશી વધુ મહત્વ ધરાવે છે.” “આ લેખકને શોભે તેવા શબ્દો ક્યાંથી ગોખીને આવ્યો છે? જો એક વાત તો તારી સાચી કે લગ્ન માટે બન્ને વચ્ચે પ્રેમ હોવો ખુબ જરૂરી છે પણ શું આ દુનિયામાં જેટલા પણ લોકો છે તેમણે શું લવ મેરેજ કરેલા છે? અને રહી વાત અરેન્જ મેરેજની તો તેમા તો લગ્ન પહેલા માત્ર એકાદ-બે સામાન્ય મુલાકાતમાં કોઇને એકબીજા પ્રત્યે પ્રેમ જન્મતો નથી. તો શું તેઓ હેપ્પીલી નથી રહેતા હોતા?? ? આપણી વચ્ચે ભલે હાલ પ્રેમ નથી પણ ભવિષ્યમાં સાયદ એવુ પણ બને કે આપણા વચ્ચે અતૂટ પ્રેમ હોય. મને ખબર છે યાર તુ મનોમન મને ખુબ ચાહે છે પણ મારા રુક્ષ વર્તાવને કારણે તુ તારા દિલની વાત મને ન કહી શક્યો, એટલે જ મે તારી સાથે ભાગવાનુ પસંદ કર્યુ અને મને ખબર છે કે મારા પ્રત્યેનો તારા દિલમાં રહેલો પ્રેમ એક દિવસ મારા મનમાં પણ પ્રેમ જગાવીને જ રહેશે. તુ ખુબ જ સારો છે યાર. મને તારા પર ગર્વ છે.” તેને મારો હાથ પકડીને ચુમી લીધો.

“મારી જેમ તુ પણ આ ફિલોસોફી ક્યાંથી શીખીને આવી છે? મારા મનની પચાસ ટકા મુંઝવણ તો તે દૂર કરી દીધી. પણ હજુ એક પ્રશ્ન છે જે મને ગઇકાલ રાત્રીથી પરેશાન કરે છે.” “બોલ બોલ તારી પ્રોબ્લેમ, તેનુ નિરાકરણ પણ હું ચપટી વગાડતા જ કરી દઇશ.” “પ્રતિક્ષા હુ તને ખુબ જ ચાહુ છું, આજ દિવસ સુધી મે મારી ભાવનાઓને કાબુમાં રાખી હતી પણ જ્યારે આપણા બન્ને વચ્ચે હવે એકાંત છે ત્યારે સાચુ કહુ મારી ભાવનાઓ પર કાબુ મેળવવો અઘરો છે, માટે મે મારા માટે બીજો એક રૂમ બુક કરાવ્યો છે. અત્યારે હુ તેમાં રહીશ અને પછી કોઇ તારા માટે સુરક્ષિત હોસ્ટેલ અને ભણવાનુ સ્થળ શોધી લઇશ અને મારા માટે નોકરીની શોધ કરીશ. આપણી પાસે બહુ વધુ રકમ નથી કે જેનાથી આપણે બેઠા બેઠા મોજ કરીએ, આપણે જો આપણું જીવન સુખમય રીતે પાર પાડવુ હશે તો તેના માટે મહેનત તો કરવી જ રહી. તુ સમજે છે ને હું શું કહેવા માંગુ છું???”

“બુધ્ધુ છે તુ. ઓ.કે. બસ તારી ઇચ્છા છે તો આપણે બન્ને અલગ અલગ રૂમમાં રહેશું, હેપ્પી????” તે બસ મારી સામે જોઇ તેની મુસ્કાન મારા પર વેરવા લાગી.

“થેન્ક્સ, ચલ હવે મારી બધી ચિંતા હળવી થઇ ગઇ છે. હવે ફટાફટ તારી ચિંતા દૂર કરી દઉ. હું આમ ગયો ને આમ પાછો આવુ છું. તારા માટે બ્રેકફાસ્ટ અરેંજ કરવાનુ છે ને???” કહેતોં હું નીચે જવા નીકળી ગયો, મારા કર્ણૅ પર પ્રતીક્ષાનું હાસ્ય પડતા મને પણ ટાઢક મળી. ******************

“પ્રતિ લે મિઠાઇ ખા.” પાંચમા દિવસે ઉટીમાં હોટલમાં તેના રૂમમાં જઇને તેને મિઠાઇનો કટકો આપતા કહ્યુ. “શુ થયુ? કેમ આજે મીઠુ મોઢુ?” “તારા માટે ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન મળી ગયુ છે અને અહીં કોલેજમાં પણ અને મે એક નોકરી પણ શોધી લીધી છે. “અરે વાઉ યુ આર સો ગ્રેટ. પણ યાર તારા સ્ટડીનું શું પછી? મારા કારણે તુ તારુ કેરિયર બગાડીને મારી સાથે ચાલી નિકળ્યો છે અને હવે હું સ્ટડી કરું અને તુ જોબ કરે તે વાત મને ગળે ઉતરતી નથી.” તે મને વળગીને બોલી.

ઇટ્સ ઓ.કે. યાર. હવે તારુ મારુ કરવા કરતા આપણું વિચાર સમજી???” કહેતા મે તેના બન્ને ગાલને ખેચ્યા. “આઉચચ્ચ્ચ્ચ.... યું બ્લડી... કહેતી તે મારી પાછળ તકિયો લઇ મને મારવા દોડી અને હું રૂમમાં આમથી તેમ તેનાથી બચતો દોડવા લાગ્યો. “આજે તો તુ ગયો કંદર્પ. નહી છોડું તને,,આઉચચ્ચ્ચ્ચ...આઇ મા.” “શું થયુ અચાનક પ્રતિ?? આર યુ ઓલ રાઇટ?? હું તરત જ પાછળ તેની પાસે જતો રહ્યો. “સોરી યાર, પગ મચકોડાઇ ગયો કે શું?” તેને મે સોફા પર બેસાડી ત્યાં તેણે મારા બન્ને ગાલ પકડીને ખેંચવા લાગી “બુધ્ધુરામ યુ આર ટ્રેપ્ડ. તને પક્ડવા કાંઇક તો કરવું ને મારે???”

“આહહ્હ્હ્હ... યુ નોટી. કહેતો હું તેને ભેટી પડ્યો અને તે મને વળગી રહી. અમે બન્ને એકબીજાના આલીંગનમાં હતા, મારી સાથે તે પણ આજે મદહોશ થવા ઉત્સુક જ હતી.. “એક્સક્યુઝ મી પ્રતિ......હું હમણા આવુ છું.” સમયસુચકતા વાપરી હું તેનાથી દૂર ખસી ગયો. “હેય કંદર્પ, આમ એકલી છોડીને કેમ દૂર જાય છે???” તેની આંખોમાં માદકતા હતી જે મને તેના તરફ ખેંચી રહી હતી પણ મનને શાંત અને સંયમમાં રાખવુ ખુબ જરૂરી હતુ માટે હું માત્ર હળવા સ્મિત સાથે તેનો રૂમ છોડીને નીકળી ગયો. “અરે એ તો કહેતો જા કે તને ક્યાં અને કઇ નોકરી મળી છે? તેના આ પ્રશ્નને અવગણતો હું મારા રૂમ તરફ નીકળી ગયો.

********** બે દિવસ બાદ પ્રતિક્ષા ગર્લ્સ હોસ્ટેલમાં શિફ્ટ થઇ ગઇ. તેની કોલેજ ફરીથી શરૂ થઇ શકે તેમ તો ન હતી માટે તેણે બ્યુટી પાર્લરનો કોર્ષ જોઇન કરી લીધો. આમ પણ તેને સાજ શ્રીંગારનો ખુબ શોખ હતો માટે તેણે તેને મનપસંદ કોર્ષ સહર્ષ સ્વિકારી લીધો. તે ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા લાગી અને હુ એક ફાઇવ સ્ટાર હોટેલમાં મારુ વેઇટરનુ કામ કરવા લાગ્યો. હોટેલ માલિકને મે મારી મજબુરી કહી દીધી હતી આથી તેણે બહાર આઉટહાઉસની બાજુઓ એક રૂમ મને રહેવા આપી દીધો હતો. આ બધી વાતની મે પ્રતિક્ષાને ખબર પડવા દીધી ન હતી. તાત્કાલિક કોઇ કામ મળે તેમ ન હતુ. વળી મે કોલેજ પણ અધુરુ છોડયુ હતુ. આથી કોઇ સારી નોકરી મળવાની આશા ન હતી. રાત્રે છ થી બાર વાગ્યા સુધી વેઇટર ની જોબ હતી અને દિવસે પાસેના ગામમાં ચા ના બગીચે મજુરી માટે જતો. પ્રતિક્ષાને હું કોઇપણ સંજોગોમાં ખુશ રાખવા માંગતો હતો અને હવે તેના કોર્ષનો ખર્ચ પણ હવે મારે ઉપાડવાનો હતો. મારા પ્રેમને કારણે હું આજે એક બ્રીલીયન્ટ સ્ટુડન્ટ માંથી એક આજ્ઞાંકિત વેઇટર અને મહેનતી મજુર બની ગયો હતો પણ હું ખુબ ખુશ હતો કે ભલે મારો અભ્યાસ છુટી ગયો હતો પણ મારી પ્રતિક્ષા કે જેની હું મનોમન પ્રતિક્ષા કરતો હતો, આજે તે મારી સાથે હતી.

મને ખબર હતી કે પ્રતિક્ષા સાથે મારા ભાગી ગયાના સમાચાર મારા ઘર સુધી પહોંચી જ ગયા હશે. આજે અમે બન્ને ઊંટી પહોચ્યા તેને એક માસ જેવુ થવા આવ્યુ હતુ. મને મમ્મી પાપાની ખુબ ચિંતા થઇ રહી હતી આથી મે તેમની સાથે વાત કરવાનુ મનોમન નક્કી કરી લીધુ પણ તે પહેલા એકવાર મે પ્રતિક્ષા સાથે આ બાબતે ચર્ચા કરવાનુ વિચારી તેને કોલ કર્યો અને સાંજે મળવાનુ નક્કી કરી લીધું.

વધુ આવતા અંકે....

શું કંદર્પ પ્રતિક્ષાના દિલમાં પ્રેમ જગાવી શકશે??? જો હા, તો કેવી રીતે??? પ્રતિક્ષા અને કંદર્પનો પરિવાર આ બન્નેના સબંધનો સ્વિકાર કરશે??? જાણવા માટે વાંચો આગળનો પાર્ટ... અને આપના મહામૂલા અભિપ્રાય મને આપતા રહો. ફરી મળીશું નેક્ષ્ટ પાર્ટ સાથે આવતા શનિવારે..............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED