ગુમનામ શોધ - 6 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ગુમનામ શોધ - 6

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 6

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે પ્રતિક્ષા અમદાવાદની ટુર પછી કોલેજ પર આવવાનુ છોડી દીધુ. અચાનક એવુ તે શું બની ગયુ પ્રતિક્ષા સાથે કે તેણે કોલેજ આવવાનુ છોડી દીધુ જાણવા માટે વાંચો આગળ) કંદર્પ તેના ભૂતકાળની યાદોમાં ખોવાયેલો હતો ત્યાં અચાનક જ કિચનમાંથી વાસણ પડવાનો અવાજ આવતા તે ઝબકી ગયો અને દોડીને જોયુ તો કોઇ ન હતુ. કદાચ બિલાડી કે કોઇ હશે તેવુ ધારી તે ફરી પ્રતિક્ષા પાસે રૂમમાં આવી બેસી ગયો. પ્રતિક્ષા પહેલેથી જ ખુબ જ દુ:ખી હતી. આજે પણ તેનુ નસીબ તેનો પીછો છોડતુ ન હતુ. કંદર્પ પ્રતિક્ષાને ખુબ ખુબ અને ખુબ જ પ્રેમ કરતો હતો. તેનુ દુ:ખ કંદર્પથી સહન થતુ ન હતુ. કોઇ રસ્તો પણ ન હતો બીજો તેની પાસે. માણસનુ મન કેટલી પીડાઓ સહન કરી શકે આખરે??? તેની કોઇ હદ તો હોય ને,,, મજબુતમાં મજબુત મનુષ્ય પણ પ્રતિક્ષા જેટલા દુ:ખો સહન ન કરી શકે અને આખરે પ્રતિક્ષા એક સ્ત્રી હતી, કોમલહ્રદયી સ્ત્રી કે જેના પર આવડુ મોટુ દુઃખ આવી પડતા તે ભાંગી પડી હતી. ******************************* પ્રતિક્ષા એક અઠવાડિયા સુધી તો કોલેજ પર આવી નહિ. કંદર્પ અને તેના મિત્રોને તેની ચિંતા થતી હતી આથી જલ્પાએ તેના ઘરે ફોન કરી જાણ્યુ તો તેના મમ્મીએ કહ્યુ કે પ્રતિક્ષાને મેલેરીયા થયો હોવાથી સીધી તે પરીક્ષા આપવા જ આવશે. કંર્દપને તેના મમ્મીની વાત મગજમાં તો બેસતી ન હતી કે ઓંચિતા તે બિમાર પડી જાય કારણ કે અમદવાદથી પરત આવી ત્યારે તે ફિટ એન્ડ ફાઇન હતી પણ એ બાબતે તેણે વધુ વિચાર ન કર્યો અને હવે તો એક અઠવાડિયા બાદ તેઓની એકઝામ શરૂ થઇ રહી હતી. કંદર્પ ખુબ ખુશ હતો કારણ કે પરીક્ષા શરૂ થયે હવે તે પ્રતિક્ષાને મળી શકશે. તેના મનમાં હજારો વિચારો આવી ગયા. તેની સાથે ઘણી બધી વાતોને શેર કરવાની તેને તિવ્ર ઇચ્છા થઇ હતી એટલે તે ખુબ આતુરતાપુર્વક પ્રતિક્ષાની મતલબ પરીક્ષાની રાહ જોઇ રહ્યો હતો. આખરે તે શુ જાણતો હતો પ્રતિક્ષા વિશે? તે કોણ છે અને તેના વિચારો શુ છે? તે બસ થોડા દિવસથી જ તેને ઓળખતો હતો જેમાં તેઓએ કયારેય એકબીજા વિશે ખુલ્લા દિલથી વાતો પણ કરી ન હતી. પરીક્ષાનો આવી એટલે પ્રતિક્ષા રોજ કોલેજ પર પેપર શરૂ થવાના સમયે આવતી અને કોઇ પણ સાથે વાતચીત કર્યા વિના જ પેપર ફટાફટ પુરુ કરીને જતી રહેતી હતી. કંદર્પને તેની સાથે વાત કરવી હતી પણ બે દિવસ તો તેને કાંઇ મોકો જ ન મળ્યો આથી તે ખુબ જ ઉદાસ બની ગયો. તેને કાંઇ ગમતુ જ ન હતુ અને શુ કરવુ તે સુઝતુ જ ન હતુ. આમ મોકાની શોધમાં ને શોધમાં પરીક્ષા પુરી થઇ ગઇ. પરીક્ષાઓ બાદ થોડા દિવસની રજાઓ હતી આથી કંદર્પ તો પોરબંદર જતો રહ્યો. તેના માદરે વતનમાં પણ તેને શાંતિ ન હતી, મનમાં સતત એ જ વિચારો ઘુમી રહ્યા હતા કે આખરે કાંઇક તો સમસ્યા આવી જ છે પ્રતિક્ષાના જીવનમાં અચાનક તેનુ બિમાર થઇ જવુ, ત્યાર બાદ પરીક્ષામાં પણ તેનુ ગુમસુમ બનીને આવવુ, કોઇ મિત્રો સાથે હળવુ મળવુ કે કાંઇ બોલવુ પણ નહી. તો આખરે એકાએક પ્રતિક્ષાને શુ થઇ ગયુ હશે? એક અઠવાડિયા બાદ રજાઓ પુરી થતા બધા નિયમિત કોલેજ જોઇન કરી લીધી. રજાઓ તો માત્ર એક અઠવાડિયાની જ હતી પરંતુ વર્ષોના વહાણા વિતી ગયા હોય તેવુ કંદર્પને લાગતુ હતુ. કંદર્પે રજાઓ દરમિયાન બીજી એક વાત પણ માર્ક કરી હતી કે રજાઓમાં પણ પ્રતિક્ષા ક્યારેય પાંચ મિનિટ માટે પણ વ્હોટ્સ એપ પર કે ફેસબુક પર ઓનલાઇન થઇ ન હતી. કંદર્પે રજાઓ દરમિયાન તેના વોટસ પર ઘણા મેસેજીસ કર્યા પરંતુ કોઇ જાતનો રિપ્લાઇ મળતો જ ન હતો. રજાઓ બાદ તે ભારે હૈયે વડોદરા આવ્યો. તેણે નક્કી કર્યુ કે તે જલ્પાની હેલ્પ લઇને જરૂર પ્રતિક્ષાને મળવા જશે અને તેના જીવનમાં કાંઇ પણ મુશ્કેલી હશે તો તેને દુર કરવાનો જરૂર પ્રયાસ કરશે. રજાઓ બાદ બધા ફ્રેન્ડ્સ એક બીજાને મળીને ખુબ ખુશ હતા. ગૃપમાંથી આજે પ્રતિક્ષા અને સાથે સાથે જલ્પા પણ આવી ન હતી. બધા કોલેજ કેન્ટિનમાં બેસી ગપ્પા મારી રહ્યા હતા. કંદર્પ પણ મુડ ન હોવા છતા બધા સાથે ચર્ચામાં ભાગ લઇ રહ્યો હતો. બધા તેઓની ચર્ચા અને મજાકમસ્તીમાં મશગુલ હતા ત્યાં અચાનક દૂરથી જલ્પાને દોડતી આવતી જોઇ. જલ્પા દોડતી આવી અને સીધી કંદર્પ પાસે આવી પણ દોડવાને કારણે તે ખુબ હાંફી રહી હતી. “હેય જલ્પા, શું થયુ? કેમ આમ દોડતી આવે છે? તું પ્રાથમિક શાળામાં ભણતી નથી કે ટાઇમ ઓવર થયે ગેઇટ બંધ થઇ જાય અને તને એન્ટ્રી પણ ન મળે.” પંજીએ કોમેન્ટ કરી પણ જલ્પાએ તે બાજુ કાંઇ ખાસ ધ્યાન ન આપતા કંદર્પને કહેવા લાગી. “કંદર્પિયા તને કાંઇ ખબર પડી કે પ્રતિક્ષાના જીવનમાં શું બની ગયુ? પ્રતિક્ષાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે?”

“વ્હોટ??? શું બકે છે તુ? કાંઇ ખબર પણ છે? પ્રતિ અને આત્મહત્યા???” “યસ. બકવાસ નહી આ સત્ય હકિકત છે કે પ્રતિક્ષાએ આજે સવારે સુસાઇડ અટેમ્પ્ટ કર્યો છે. હાલ તે હોસ્પિટૅલમાં એડમિટ છે.” “ઓહ માય ગોડ. વ્હાય ડીડ શી ડુ લાઇક ધેટ? આઇ એમ શોક્ડ યાર.” કંદર્પના તો મોતિયા જ મરી ગયા. અચાનક આવા શોકીંગ ન્યુઝથી તેના પગ ધૃજવા લાગ્યા. તેને આસપાસનુ ભાન ભુલાઇ ગયુ અને મગજમાં પ્રતિક્ષાએ આત્મહત્યા કરી છે એ શબ્દો ઘુમવા લાગ્યા. “કંદર્પ જલ્દી કર યાર. શી ઇઝ ઇન વેરી ડેન્જર કન્ડિશન” વિચારોના વમળમાં ફસાયેલા કંદર્પને પ્રતિક્ષાએ ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.

“યા.... યા..... ચલ આપણે જઇએ. મારે તેને મળવુ છે.” કંદર્પ તો હાથમાં બુકસ અને કોલેજ બેગ સાથે કાંઇ પણ વિચાર કે આધાર વિના દોડતો ભાગ્યો અને જલ્પા તેની પાછળ ભાગી. “એ ય બોઘા આમ ક્યાં ભાગે છે? કાંઇ હબર પણ છે કે પ્રતિક્ષા ક્યાં છે? અને આમ દોડવાથી કાંઇ જલ્દી નહી પહોંચે, બાઇક લઇ લે તો ઝડપથી પહોચી જઇશુ.” “યા. જસ્ટ વેઇટ ફાઇવ મિનિટ્સ. હું બાઇક લઇ આવુ.” કંદર્પે બાઇકની ચાવી લઇને તે બાઇક લઇને જલ્પા પાસે આવ્યો અને જલ્પાને બેસાડી તે બન્ને હોસ્પિટલ જવા ભાગ્યા. તેના ગૃપના બધા મિત્રો પણ પ્રતિક્ષાના આ ન્યુઝ સાંભળી હેબતાઇ જ ગયા. “અરે યાર આ બાજુ નહિ. રાઇટ સાઇડ ટર્ન લઇ લે આપણે સીટી હોસ્પિટલ જવાનુ છે.” જ્લ્પાએ પાછળથી કહ્યુ.

કંદર્પે બાઇક સીટી હોસ્પિટલ તરફ વાળી લીધી. થોડીવારમાં તેઓ હોસ્પિટલમાં પહોંચી ગયા. પ્રતિક્ષાને આઇ.સી.યુ માં એડમિટ કરી હતી. હોસ્પિટલમાં તેના મમ્મી પપ્પા ખુબ જ રડી રહ્યા હતા અને તેનો નાનો ભાઇ ઉદાસ થઇને બાંકડા પર બેઠેલો હતો. જલ્પા દોડીને પ્રતિક્ષાના મમ્મી પપ્પા પાસે ગઇ અને કંદર્પ તેના નાના ભાઇ તુષાર પાસે બાંકડા પર બેસી ગયો અને તુષારના ખભા પર હાથ રાખીને કંદર્પે પુછયુ, “હવે કેમ છે પ્રતિક્ષાને?” ત્યાં તો તુષાર કંદર્પના ખભે માથુ રાખીને રડવા લાગ્યો. તેને રડતો જોઇ તેના મમ્મી રીટા બહેન તેની પાસે આવી બોલ્યા “દીકરા રડ નહિ દીદીને કાંઇ થયુ નથી. તે કયાંય જશે નહિ. આમ મોરુ ના થવાય બેટા.” કંદર્પે પણ કાંઇ ખબર ન હતી છતાંય તુષારના માથે હાથ ફેરવી કહયુ

“કાંઇ નહિ થાય પ્રતિક્ષાને. તુ જરાય ચિંતા ન કર તે ખુબ જ બહાદુર છે. મૃત્યુ સામે પણ લડીને પાછી આવી જશે.” જ્લ્પાએ કંદર્પને ઇશારો કરીને અંદર આવવા કહ્યુ, “ડોક્ટર સાહેબની પરમિશન લઇ લીધી છે. તુ ચાલ બે મિનિટ મળવાનુ છે.” જલ્પાની વાત સાંભળી કંદર્પ તેની સાથે આઇ.સી.યુ માં ગયો. ત્યાં પ્રતિક્ષાની હાલત જોઇને કંદર્પ એકદમ સુન્ન થઇ ગયો. તે અત્યારે તો બેભાન હતી. પરંતુ તેને લોહીના બાટલા ચડતા હતા. કંદર્પે માર્ક કર્યુ કે પ્રતિક્ષાએ કોઇ ધારદાર વસ્તુથી પોતાની નસ કાપી હતી. તેમાં પાટો બાંધેલો હતો જે લોહીથી ખરડાયેલો હતો. તે સાવ દુબળી અને ફિક્કી પડી ગઇ હતી. ઘણાં સમય બાદ તેને નજીકથી ધારી ધારીને જોઇ હતી. તે પ્રતિક્ષાને ધારી ધારીને જોઇ જ રહ્યો હતો ત્યાં તો જલ્પા તેને ખેંચીને બહાર લઇ ગઇ. તેનો હાથ પકડીને સીધી તેને હોસ્પિટલની બહાર જ લઇ ગઇ. “જલ્પા આ શુ છે? જરાક મારે પ્રતિક્ષાના માતા પિતાને મળવુ હતુ. તેને સાંત્વના તો આપવી જોઇને. આપણી ફરજ નથી?” “તુ જલ્દી અહીંથી ચાલ તને કાંઇ ખબર નથી માટે હવે કાંઇ પણ બોલ્યા વિના ચાલ મારી સાથે. ખોટે ખોટી બુમા બુમ ન કરીશ” “શુ ખબર નથી? આખરે શુ છે? જે તમે મારા થી છુપાવો છો? કાંઇક બોલને મારી મા.” “અહી કાંઇ બોલવા જેવુ નથી. તુ એકવાર ચાલ અહીંથી. પછી હુ તને બધુ જણાવીશ.” “ઓ.કે. પણ કયાં જઇશુ?” “એક કામ કર, સયાજી પાર્ક લઇ લે ત્યાં તને બધુ નિરાંતે જણાવીશ. હવે આપણે કાંઇક કરવુ જ પડશે. હવે તો હદ થઇ ગઇ છે. ચાલ જલ્દી” જ્લ્પાએ બાઇકમાં પાછળ બેસતા કહ્યુ. કંદર્પ અને જલ્પા સયાજીરાવ પહોચ્યાં ત્યાં સુધી બંન્ને પોતપાતાના વિચારમાં મગ્ન હતા. રસ્તામાં કોઇ કાંઇ પણ બોલ્યુ જ નહિ.

જ્લ્પા સાથે સયાજીરાવ પાર્ક પહોચ્યા પછી એક બેન્ચ પર બેસીને કંદર્પે પુછ્યુ, “શુ છે મને કહે?” “એકચ્યુલી કોઇનો પર્સનલ મામલો તેની પરવાનગી વગર બીજાને જણાવવો યોગ્ય ન ગણાય. પરંતુ આજે પ્રતિક્ષાની જીંદગીનો સવાલ છે ત્યારે મારે કહેવુ પડે છે.” “હવે પહેલીઓ બુઝાવવાનુ રહેવા દે. જલ્દી હવે જણાવ શુ થયુ છે?” “હા એના માટે જ આવ્યા છીએ અહી. પ્રતિક્ષા ખુબ જ દુ:ખી છે યાર આપણે તેના માટે કાંઇક કરવુ જોઇએ યાર.” “પણ શુ થયુ એવુ શુ છે કે પ્રતિક્ષા એ આત્મહ્ત્યા કરવી પડી” “વચમાં સવાલો ન પુછે તો બધુ જણાવુ.”

“પ્રતિક્ષાની સ્ટેપ મોમ તેને ખુબ જ દુ:ખ આપે છે અને તેના ઘરમાં તેના પર ખુબ જ ત્રાસ ગુજરવામાં આવે છે અને બિચારા તેના પપ્પા પોતાની પત્નીને કાંઇ પણ કહી શકતા નથી અને પોતાની આ ખામીના કારણે તે પોતાની દીકરીને ઘણાં લાડ લડાવતા હતા. આથી તેને ફોન લઇ લીધો હતો પરંતુ તેની માતા રીટા બહેન તેને આ બાબતે પણ ખુબ જ દુ:ખ આપતા હતા અને તેને જયારે તમારી બંનેની મિત્રતા વિશે ખબર પડી ત્યારે તો હદ થઇ ગઇ અને તેના પર ઘરની બહાર જવા અને કોઇને મળવા પર પણ પ્રતિબંધ મુકી દીધો. કોઇ પણ બોયસ સાથે પ્રતિક્ષા મિત્રતા રાખે તે તેની માતાને જરા પણ ગમતુ નહિ. તે કોલેજ એકઝામ પણ માંડ તેના પિતાની પરવાનગીથી આવી હતી. આથી તેને કંટાળીને આવુ પગલુ ભર્યુ.” “બિચારી સાવ કંટાળી ગઇ છે. તે જીવી નહિ શકે અને પ્લીઝ તુ તેની સાથે રહેજે નહિ. નહિ તો તેને તેની સ્ટેપ મોમ ખુબ જ દુ:ખ આપશે. આથી જ મેં તને ત્યાંથી દુર જવા કહ્યુ. અમદાવાદ પણ માંડ તેના પપ્પાને મે સમજાવ્યા ત્યારે મોકલી. બાકી આવી રીતે તેને કોઇ પરમિશન પણ ન આપે.” “અરે, પણ આપણે શુ કરવાનુ છે?” “આપણે તેને હિમ્મત આપવાની છે અને બની શકે તેટલી મદદ કરવાની છે. પ્રતિક્ષાના પપ્પા અને મારા પપ્પા બંન્ને મિત્રો છે એટલે મારા પપ્પા તેને મળવા જવાના છે અને તેને સમજાવશે. કદાચ પ્રતિક્ષાને હવે રોજ કોલેજ પર આવવા દેશે. તુ બસ તેના પરિવારને જાણ ન થાય તે રીતે મિત્રતા રાખજે.” “પ્રતિક્ષા માટે હુ બધુ કરવા તૈયાર છુ. પણ તેની તબિયત કેવી છે?” “શી ઇઝ ઓલ રાઇટ નાઉ. કદાચ સાંજ સુધીમાં રજા મળી જશે.” “ઓકે થેન્કયુ વેરી મચ. તે મને બધુ કહ્યુ અને આપણે બંન્ને મળીને પ્રતિક્ષાને હેલ્પ કરીશુ.” “અરે યાર થેન્ક્યુ તો મારે કહેવાનુ હોય” ************************ “હાય, પ્રતિક્ષા”

“હાય સોરી બટ મારે લેકચર માટે મોડુ થાય. આઇ એમ લીવ.” પ્રતિક્ષા કંદર્પને ઇગ્નોર કરીને પોતાના રૂમમાં જતી રહી. કંદર્પ જલ્પાને શોધવા ગયો પણ તે પણ લેકચરમાં હતી આથી કંદર્પ પણ કલાસ રૂમમાં જતો રહ્યો. તેનુ મન લેકચરમાં લાગતુ જ ન હતુ. પરંતુ આજે પંદર દિવસ બાદ કોલેજ આવેલી પ્રતિક્ષા તેને આમ ઇગ્નોર કરી રહી હતી અને તે તેની મદદ કરવા માંગતો હતો. બ્રેકમાં તે ઉદાસ થઇને કેન્ટિનમાં બેઠેલો હતો ત્યાં જલ્પા તેને મળવા આવી. “કંદર્પિયા, પ્લીઝ હુ સમજુ છે. પણ આપણે તેની મદદ કરવાની છે.” આવતાવેંત જ જલ્પા કંદર્પની સામે બેસતા બોલી ઉઠી.

“પણ કેવી રીતે? તે વાત તો કરવી જોઇએ ને. અત્યારે પણ તે આપણી સાથે નથી.” “તે કોલેજેથી જતી રહી છે. જીંદગીથી તે બિચારી હારી રહી ગઇ છે. તેને હુ વર્ષોથી ઓળખુ છુ. ધીરે ધીરે કરતા તે સાવ ટુટી ગઇ છે.”

“વોટ કેન આઇ ડુ ફોર હર?” “યુ કેન ડુ એવરીંથિગ. યુ આર ધ ફર્સ્ટ પર્સન હુમ પ્રતિક્ષા લાઇક. મે તેની આઁખોમાં તારા માટે લાગણી જોઇ છે. તુ એને પ્રેમ આપી શકે છે અને તેની આ બદતર જીંદગીમાંથી તેને બહાર કાઢી શકે છે. તુ એને તારા પ્રેમ તરફ આકર્ષ અને તેને ખુબ જ પ્રેમ આપીને તેને જીંદગી તરફ પાછી વાળ. નહિ તો ફરીથી તે ગમે તેવુ પગલુ ભરી લેશે.” આટલુ કહ્યુ ત્યાં જલ્પાને તેની કોઇ મિત્ર બોલાવતી હતી આથી તે બાય કહીને જતી રહી. કંદર્પ વિચારમાં પડી ગયો. જલ્પાની વાત સાચી હતી. તે પ્રતિક્ષાને સાચો પ્રેમ કરતો હતો અને તે જ તેને પ્રેમ આપી અને જીંદગી તરફ વાળી શકે તેમ હતો. આ તેના પ્રેમની કસોટી હતી. તે જ કાંઇક કરી શકે તેમ હતો. “પણ શુ?” કાંઇ સુઝતુ જ ન હતુ. તે ઘણીવાર વિચારતો રહ્યો પરંતુ કોઇ રસ્તો સુઝતો જ ન હતો. આખરે હવે તો ઇશ્વર જ કોઇ રસ્તો દેખાડે તો જ કાંઇ થઇ શકે તેમ હતુ. *********************

ક્રમશ..................

પ્રતિક્ષા સાવ હારી ચુકી છે. તેની માતા તરફથી મળતા દુ:ખને દુર કરવા માટે કંદર્પ શુ કરશે? શુ થશે આગળ? પ્રતિક્ષાને મનાવવા અને સમજાવવા માટે અને તેની મુશકેલીઓમાંથી તેને ઉગારવા માટે કંદર્પ શુ રસ્તો કાઢશે? જાણવા માટે વાંચતા રહો આગળ. આ નવલકથા તમને કેવી લાગી તે અંગેના પ્રતિભાવો આપતા રહેજો.