Shankhnaad books and stories free download online pdf in Gujarati

Shankhnaad

શંખનાદ

સ્વામી વિવેકાનંદ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

શંખનાદ

કેવળ આધ્યાત્મિક જ્ઞાન જ એવું જ્ઞાન છે, જે આપણાં દુઃખોનો કાયમ માટે નાશ કરી શકે છે.

અજ્ઞાન જ મૃત્યુ છે અને જ્ઞાન જ જીવન છે.

જ્યાં સુધી માનવીનું ચરિત્ર-પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી દુઃખ કલેશ વગેરે સમસ્યાઓ રહેશે જ.

મુક્તિનો અર્થ છે, સંપૂર્ણ સ્વાધીનતા.

સ્વાર્થ માટે કરવામાં આવતું કાર્ય દાસકાર્ય છે.

સાચા સ્નેહભાવ સાથે પ્રેમથી કરવામાં આવતું કોઈ કાર્ય એવું નથી કે જેના પરિણામે શાંતિ અને આનંદ પ્રાપ્ત ન થાય.

મનુષ્યના ચારિત્ર્યનું નિયમન કરવાવાળાં બે પરિબળો છે - શક્તિ અને દયા.

જે અવસ્થાએ મનુષ્ય અત્યારે જ છે, તેને ત્યાંથી આગળ વધવા મદદ કરવી જોઈએ.

જે પ્રેમ સંપૂર્ણ રીતે સ્વાર્થ રહિત છે, તે જ પ્રેમ છે અને તે ઈશ્વરનો પ્રેમ છે.

જ્યાં સુધી કોઈ બાબત તમે જાતે જ કરી ન શકો ત્યાં સુધી તેની ઉપર વિશ્વાસ કરશો નહીં.

સંપૂર્ણ વિશ્વ એ મોજાં અને ખાઈ સમાન છે. એવું કોઈ મોજું નથી જેની સાથે ખાઈ ન હોય.

ધર્મ એ માનવના જીવન અને ચિંતનની સર્વોચ્ચ અવસ્થા છે.

હું ઇચ્છું છું કે વાતો થોડી અને અર્થપૂર્ણ કામ વધુ થાય.

માનવી ભલે ગમે તેટલા સત્યનો અનુભવ કરે પણ તેનું દરેક સત્ય ભગવાનના પ્રત્યક્ષ દર્શન સિવાય કશું જ નથી.

જો તમે કોઈને મદદ ન કરી શકો તો કોઈનું અહિત ક્યારેય કરશો નહીં.

તમારી પ્રગતિ, તમારી આંતરિક શક્તિઓ વડે જ થશે.

સમભાવથી વિકાસ-લાભ મેળવવો, એ જ ‘મેં’ કહેલા ધર્મનો આદર્શ છે.

આગામી પચાસ વર્ષ માટે આ જનની જન્મભૂમિ ભારત માતા જ જાણે આરાધ્યદેવી બની જાય.

આપણો દેશ એ જ આપણો જાગૃત ભગવાન છે.

આપણી આસ-પાસ અને ચોતરફ દેખાતા આ માનવીઓ અને પશુઓ જ આપણા ભગવાન છે.

આપણે આપણા સમુદાયના આધ્યાત્મિક અને લૌકિક શિક્ષણનો ભાર ગ્રહણ કરવો જ પડશે.

રાષ્ટ્રીય શૈલીઓ અને સિદ્ધાંતોના આધાર ઉપર જ શિક્ષણનું વિસ્તરણ કરવું જોઈએ.

જે શિક્ષણ વડે આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ, માનવી બની શકીએ, ચારિત્ર્ય બનાવી શકીએ અને વિચારોનું સામંજસ્ય કરી શકીએ એવું શિક્ષણ વાસ્તવમાં શિક્ષણ કહેવા યોગ્ય છે.

આપણે જીવનમાં એક મહાન આદર્શ રાખવો જોઈએ અને તેના માટે પોતાના જીવનને સમર્પિત કરવું જોઈએ.

આપણી સમક્ષ ધર્મનો આધાર લઈને કાર્ય કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

જીવનનું નિશાન વ્યાપકતા છે.

આધ્યાત્મિક રાજ્યના અપૂર્વ તત્ત્વસમૂહો ને બદલે આપણને જડ રાજ્યનાં અદ્‌ભુત તત્ત્વોની જ પ્રાપ્તિ થશે.

સમગ્ર સંસાર મનુષ્યની શક્તિથી, આનંદની શક્તિથી, વિશ્વાસની શક્તિથી બનેલ છે.

સમભાવ વિના મિત્રતા થઈ શકે નહીં.

આપણે હાલ જ નિર્ભય બનવું જોઈએ, જો આમ થશે તો જ આપણે આપણાં કાર્યોમાં સફળતા મેળવી શકીશું.

શ્રદ્ધા જ એક માનવીને મહાન અને બીજાને દુર્બળ તેમ જ નાનો બનાવે છે.

જે માનવી પોતાને દુર્બળ માને છે, તે દુર્બળ બની જાય છે.

આપણાં રાષ્ટ્રીય લોહીમાં એક પ્રકારના ભયાનક રોગનું બીજ સમાયેલ છે, અને તે છે દરેક વિષયને હસીને ઉડાવી દેવો અને ગંભીરતાનો અભાવ, આ દોષનો સંપૂર્ણ રીતે ત્યાગ કરો.

સમગ્ર સંસારમાં દુઃખનું મૂળ કારણ ભય છે. ભય સૌથી મોટો અંધવિશ્વાસ છે. આ ભય જ આપણાં દુઃખોનું મૂળ કારણ છે.

વીર બનો, શ્રદ્ધાવાન બનો અને બાકીનું બધું આમ બન્યા પછી આવી જ જશે.

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં.

જો બીજાની મદદ ઇચ્છતા હો, તો તમારે અહંકારનો ત્યાગ કરવો પડશે.

ચારિત્ર્ય જોઈએ. જોઈએ એવા પ્રકારની દૃઢતા અને ચારિત્ર્યનું બળ કે જેની મદદથી માનવી આજીવન દૃઢ નિશ્ચયી બની શકે.

ઊઠો, જાગો, વિશ્વમાં આધ્યાત્મિકતાના રક્ષણ માટે હાથ લંબાવો.

સમગ્ર જ્ઞાનના અંતિમ લક્ષ્ય સ્વરૂપ પૂર્ણ એકત્વ કરતાં તમે ક્યારેય આગળ વધી શકતા નથી.

બધા જ ધર્મ એક જ સત્યની જુદી જુદી અભિવ્યક્તિઓ છે.

ભારતની વિશિષ્ટતા ધર્મ છે.

જો ભારતના હૃદયને ઠેસ પહોંચે તો આધ્યાત્મિકતાનો પ્રવાહ વહેલા લાગશે.

ભારતમાં માત્ર આધ્યાત્મિક કાર્યોથી જ વાસ્તવિક શાંતિ મળી શકે છે.

વેદાન્ત વિનાના બધા ધર્મ અંધવિશ્વાસ છે. વેદાન્તની સાથે સંયોજાતા જ દરેક વસ્તુ ધર્મ બની જાય છે.

લોકોને શિક્ષણ આપો કે જેથી તેઓ જાતે તેમની સમસ્યાઓને ઉકેલી શકે એવા સમર્થ બની શકે.

એક પરમાણુની પાછળ સમગ્ર બ્રહ્માંડની શક્તિ છે.

સારી તક અને સમય આવતાં જ માનવીમાં રહેલું દિવ્ય ઈશ્વરત્વ જાતે જ પોતાને પ્રગટ કરી દે છે.

દરેક માનવીનો સાધના પથ અલગ-અલગ હોય છે.

ભારતની હાલની જરૂરિયાત છે - ક્ષાત્રશક્તિ.

સભ્યતા એટલે કે સંસ્કારિતાનો અર્થ છે મનુષ્યમાં ઈશ્વરીતત્ત્વની અભિવ્યક્તિ.

કરુણાજન્ય પરોપકાર શ્રેષ્ઠ છે, પણ શિવભાવથી બધા જ જીવમાત્રની કરાતી સેવા સર્વશ્રેષ્ઠ છે.

આપણા ચારિત્ર્યનો સર્વોચ્ચ આદર્શ છે - ત્યાગ.

દુર્બળતા અને હીન ભાવનાનો ત્યાગ કરો.

કંઈક મેળવવા માટે અથવા કંઈક છોડવા માટે પ્રયાસ ન કરો પણ જે મળે છે તેનાથી સંતોષ પામો.

જ્ઞાન જાતે જ વર્તમાન છે, માનવી માત્ર તેને પ્રગટ કરે છે.

લોકો માટે સત્યના ભંડાર ખોલી દો. તેમાંથી જ એમના માટે જેટલું ઉપયોગી હશે તેટલું લોકો લઈ લેશે.

ઇચ્છા જ્યાં સુધી વિચાર સ્વરૂપમાં રહે છે, ત્યાં સુધી જ તે બંધનમાં હોય છે.

જે જ્યાં છે, ત્યાંથી જ તેને આગળ ધપાવો.

સત્ય બાબતે નિર્ણય સત્યની મદદથી જ કરવો જોઈએ, બીજી કોઈ રીતે કરી શકાય નહીં.

લોકોનું હિત કરવું, એ જ સત્યની પરીક્ષા નથી.

ભૌતિક સુખ, એ ભૌતિક દુઃખોનું જ રૂપાંતર છે.

માનવીનું સમગ્ર જ્ઞાન એ ધર્મનો માત્ર એક અંશ છે.

ભારતને જ કેન્દ્ર બનાવીને ધર્મના તરંગો અવાર-નવાર ઉદ્‌ભવ્યા છે.

દરેક વ્યક્તિ માત્ર તેને જ સત્ય માને છે, જે તેના ઉદ્દેશની પ્રાપ્તિમાં મદદરૂપ થતી હોય.

ભારતનું પુનરુત્યાથ થશે એ માત્ર ભૌતિક જ્ઞાનથી નહીં પણ આત્મજ્ઞાન વડે થશે.

ત્યાગ વગર કોઈ પણ મહાન કાર્ય કરવું શક્ય જ નથી.

પોતાના આરામનો, સુખોનો, પોતાના નામ, યશ અને પદ, એટલું જ નહીં પણ પોતાના જીવનનો પણ ત્યાગ કરો.

અપણે તો માત્ર કર્મ કરવાનું છે, ફળ આપમેળે જ મળતું રહેશે.

અન્ય લોકો માટે થોડુંક કામ કરવાથી પણ આંતરિક શક્તિ જાગૃત થાય છે.

બીજા માટે થોડુંક વિચારવાથી ધીમે-ધીમે આપણાં હૃદયમાં સિંહ જેટલી બળ-શક્તિ આવે છે.

દરેકનું મૃત્યુ તો નિશ્ચિત છે જ, પણ સારાં ધ્યેય સાથે મૃત્યુ વધારે યોગ્ય છે.

ગર્વથી કહો કે હું ભારતવાસી છું અને દરેક ભારતીય મારો ભાઈ છે.

હંમેશાં વિચારો કે ભારતની ભૂમિ મારા માટે સ્વર્ગ છે અને ભારતના કલ્યાણમાં જ મારું કલ્યાણ છે.

ભારતના અસ્તિત્વનો એક માત્ર હેતુ સમગ્ર માનવ જાતિને આધ્યાત્મિક બનાવવાનો છે.

માનવી જેટલો સ્વાર્થી હોય છે, એટલો જ એ અનૈતિક હોય છે.

તમે બધી જ બાબતોને દૂર ફેંકી દો - એટલે સુધી કે તમારી મુક્તિનો વિચાર પણ ત્યજી દો - જાઓ બીજાને મદદ કરો. તમે અત્યાર સુધી હંમેશાં મોટી-મોટી વાતો કરતા આવ્યા છો, પણ હવે તમારી સામે આ વ્યાવહારિક વેદાન્ત રાખવામાં આવ્યું છે.

તમે જે પણ કરતા હો, તે ક્ષણ પૂરતું એ કર્મને ઈશ્વરની પૂજા સમજો.

હે સાધક ! તમારા અંતરમાં આધ્યાત્મિકતાનો દીપ પ્રગટાવો, પાપ અને અપવિત્રતા રૂપી અંધકાર આપમેળે જ નાશ પામશે.

કાર્યક્ષેત્ર છોડી દેવું એ શાંતિનો માર્ગ નથી.

સતત પ્રવૃત્તિમય રહેવાની વૃત્તિ, અસીમ ઉત્સાહ, પ્રચંડ શક્તિ અને આ બધા ઉપરાંત સંપૂર્ણ આજ્ઞાંકિતતા - માત્ર આ ગુણોની મદદથી જ વ્યક્તિગત અને રાષ્ટ્રીય પુનરુત્થાન સંભવી શકે છે.

બધી જ બાબતોનો ત્યાગ કરો, અરે ! તમારી મુક્તિના વિચારનો પણ ત્યાગ કરો અને બીજાને મદદ કરો.

આપણે વિચારોને એવી રીતે આત્મસાત્‌ કરી લેવા જોઈએ કે એમના દ્વારા આપણા જીવનનું નવનિર્માણ થઈ શકે, આપણું ચારિત્ર્ય સુદૃઢ થઈ શકે અને આપણે માનવી બની શકીએ.

જે લોકોમાં આત્મવિશ્વાસ હોતો નથી, તેઓ નાસ્તિક છે.

માનવ આત્માઓના એવા સેતુ (સંગઠન)નું નિર્માણ કરો કે જે પરથી પસાર થઈને કરોડો નરનારી ભવસાગર પાર કરી શકે.

હું ભવિષ્ય જોતો નથી અને એ વિશે જાણવાની ચિંતા પણ કરતો નથી. પણ એક અદ્‌ભુત દૃશ્ય હું મારા મનઃચક્ષુ વડે જોઈ રહ્યો છું કે આ પ્રાચીન માતૃભૂમિ ફરી એક વાર જાગી ગઈ છે. તે પોતાના સિંહાસન ઉપર બેઠી છે - પહેલાં કરતાં વધુ ગૌરવ, અને વૈભવથી તેજસ્વી થઈને !

જે યુવાનો ચારિત્ર્યવાન છે, બુદ્ધિમાન છે, લોકસેવા માટે સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર છે, આજ્ઞાપાલક છે અને જે મારા વિચારોને અસરકારક રીતે અમલમાં મૂકવા અને એ માટે જરૂર પડે તો પ્રાણ ત્યાગવા તૈયાર હોય એવા યુવાનોમાં મારી બધી જ આશાઓ કેન્દ્રિત થઈ છે.

ભારતના રાષ્ટ્રીય આદર્શ ત્યાગ અને સેવા.

બળ-શક્તિ જીવન છે, દુર્બળતા મૃત્યુ છે. બળ પરમ આનંદ છે, શાશ્વત, અમર જીવન છે, દુર્બળતા નિરંતર ભારસ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે.

ઊઠો, હિંમતવાન બનો, શક્તિમાન બનો. બધી જ જવાબદારી પોતાના શિરે ધારણ કરો અને જાણી લો કે તમે જ તમારા ભાગ્ય નિર્માતા છો. તમને જે શક્તિ અને મદદની જરૂર છે, એ તમારી અંદર જ છે. આથી જ તમારા ભવિષ્યનું નિર્માણ જાતે જ કરો.

નીતિપરાયણ બનો, હિંમતવાન બનો. ધ્યેયપ્રાપ્તિ માટે સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરો - તમારા ચારિત્ર્ય પર એક પણ કલંકરૂપી ડાઘ ન લાગવા દો અને મૃત્યુ સામે લડી લેવાની હિંમત કેળવો.

ઉદાર બનો. યાદ રાખો જીવનનાં લક્ષણ છે - પ્રગતિ અને વિકાસ.

આજે આપણા દેશને જેની સૌથી વધુ આવશ્યકતા છે એ છે - લોખંડી શરીર અને પોલાદી સ્નાયુઓ, એવી પ્રચંડ ઇચ્છાશક્તિ કે વિશ્વની કોઈ શક્તિ જેને અવરોધી શકે નહીં, જે જગતના ગુપ્ત રહસ્યનો તાગ મેળવી શકે અને જે ગમે તે ઉપાયથી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે સમર્થ હોય, પછી તે માટે સમુદ્રના ઊંડાણમાં જવું પડે કે સાક્ષાત્‌ મૃત્યુનો સામનો કરવો પડે તો પણ શું !

પોતાની સામે એક આદર્શ રાખીને જીવનપથ ઉપર આગળ વધનારી વ્યક્તિ જો હજાર ભૂલ કરે તો હું દૃઢતાપૂર્વક કહી શકું છું કે આદર્શ વગરનો માનવી પચાસ હજાર ભૂલો કરશે. આથી જ પોતાની સામે આદર્શ રાખવો શ્રેષ્ઠ છે.

હું એટલું જ ઇચ્છું છું કે લોખંડ જેવા કોષ અને પોલાદ જેવા સ્નાયુ ધરાવતા સુદૃઢ શરીરમાં વજ્ર સમાન મનનો નિવાસ હોય.

પહેલાં આપણે પવિત્ર બનીએ અને ત્યાર પછી જ બીજા લોકોને પવિત્ર બનવામાં મદદ કરીએ. ‘બનો અને બનાવો’ એ જ આપણો મંત્ર છે.

દરેક માનવીને એટલે કે પ્રત્યે સ્ત્રી-પુરુષને - દરેક જીવમાત્રને ભગવત્‌ સ્વરૂપ સમજો. તમે કોઈની મદદ કરી શકતા નથી પણ તમે માત્ર બીજાની સેવા

કરી શકો છો. આથી જ જ્યારે જ્યારે તક મળે ત્યારે ઈશ્વરની સેવા માનીને સેવા કરજો.

જ્યાં સુધી લાખો લોકો ભૂખ્યા હશે અને અભણ હશે, ત્યાં સુધી હું એ દરેક વ્યક્તિને કૃતઘ્ન સમજું છું, જે ગરીબો અને અભણના ભોગે શિક્ષિત બની છે અને તેમની ઉપેક્ષા કરી રહી છે.

મહાત્મા એ વ્યક્તિને કહી શકાય, જેનું હૃદય ગરીબો માટે રુદન કરે છે, અન્યથા તે વ્યક્તિ દુરાત્મા કહેવાય.

દરેક કર્મ પવિત્ર છે અને કર્તવ્યનિષ્ઠા એ ભગવત્‌ પૂજનનું સર્વોત્તમ રૂપ છે.

વિકાસ જીવન છે, સ્થિરતા એ મૃત્યુ છે. પ્રેમ એ વિકાસ છે, જ્યારે સ્વાર્થી વૃત્તિ તે સ્થિરતા છે. આથી જ પ્રેમ એ આદર્શજીવનનો એક માત્ર નિયમ છે.

જે પ્રેમ કરે છે - એ જીવન જીવી જાણે છે, જે સ્વાર્થી છે - એ મૃત્યુ પામે છે. આથી જ પ્રેમ માટે પ્રેમ કરો, કારણ કે પ્રેમ એ આદર્શ જીવનનો એક માત્ર નિયમ છે.

કોઈ પણ પ્રકારના કર્તવ્યોની અવગણના કરવી જોઈએ નહીં.

કોઈ પણ માનવીની સાચી ઓળખ તેણે અપનાવેલા કર્તવ્યની ઊંચાઈ કે નીચાઈ પરથી નહીં પણ જે તે વ્યક્તિ નિશ્ચિત કર્તવ્યનું પાલન કેવી રીતે કરે છે એ બાબતના આધારે થાય છે.

ઇર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરો. એકતા કેળવી સાથે મળીને કાર્ય કરતા શીખો. આપણા રાષ્ટ્રને આ જ બાબતની ખૂબ આવશ્યકતા છે.

આવો ભાઈઓ ! આપણે સહુ સતત કાર્યરત રહીએ. આ આરામનો સમય નથી. આપણાં કાર્યો ઉપર જ ભારતનું ભવિષ્ય આધાર રાખે છે.

જો કોઈ ઈશ્વરની સેવા ઇચ્છતો હશે, તેણે સહુ પ્રથમ તેના સંતાનોની, આ જગતના બધા જ જીવોની સેવા કરવી જોઈએ.

બધી જ ઉપાસનાનો નિચોડ છે પવિત્ર બનવું અને બીજાનું ભલું કરવું.

મહાન કાર્યો મહાન ત્યાગથી જ સંપન્ન થઈ શકે છે.

સ્વાર્થી વૃત્તિ અનીતિ છે અને નિસ્વાર્થ ભાવના જ નીતિ છે.

આપણો ઉદ્દેશ જગતના જીવમાત્રનું કલ્યાણ કરવું એ હોવો જોઈએ. માત્ર પોતાની પ્રશંસા કરવાનો નહીં.

‘જીવ’ સેવા, એ જ સાચી ‘શિવ’ સેવા છે.

સંગઠન શક્તિ છે અને એનું રહસ્ય છે, ‘આજ્ઞાપાલન.’

દરેક રાષ્ટ્રના ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે એ જ રાષ્ટ્રના લોકો મહાન અને શક્તિશાળી બની શક્યા છે, જેમને પોતાનામાં દૃઢ વિશ્વાસ હતો.

આપણી મુખ્ય અને પહેલી આવશ્યકતા છે “ચારિત્ર્યનું ઘડતર”

આપણને જોઈએ છે - હૃદય અને વિચારોનો સમન્વય.

બધા જ શિક્ષણનું મુખ્ય ધ્યેય છે - માનવીને સુખી કરવો.

વાસ્તવમાં એ જ વ્યક્તિ મહાન કહેવા યોગ્ય છે - જેનું ચારિત્ર્ય હંમેશાં અને બધી જ પરિસ્થિતિઓમાં મહાન ને એકસમાન રહે છે.

માનવીને સુખી બનાવવો એ જ ધર્મનો મૂળ ઉદ્દેશ છે.

જ્યારે હૃદય અને મનનો મત ભેદ હોય ત્યારે હૃદયને જ અનુસરો.

એવા હૃદયની જરૂર છે, જે દરિયા સમાન ગંભીર અને આકાશ જેવું ઉદાર હોય.

સાચું શિક્ષણ કેવળ, કુદરતના ખોળે રહેવાથી જ પ્રાપ્ત થતું હોય છે.

હંમેશા ખુશમિજાજ અને હસતા રહેવું તે તમને ઈશ્વરની નજીક લઈ જશે - કોઈ પણ પ્રાર્થના કરતાં વધારે નજીક લઈ જશે.

સર્વસામાન્ય માનવીને શિક્ષિત બનાવો, તેમને પ્રગતિમાં મદદરૂપ થાઓ, તો જ આપણું રાષ્ટ્ર સાચા અર્થમાં પ્રગતિ કરી શકશે.

બધા જ ગરીબ, અભણ, અજ્ઞાની અને દુઃખીજનોને આપણા ભગવાન માનો. યાદ રાખો કે આવા લોકોની સેવા એજ તમારો સાચો ધર્મ છે.

તમે પરમકૃપાળુ પરમાત્માના દૂત છો, સંતાન છો, અને તેના કાર્યો અને હેતુ સિદ્ધ કરવા તમે નિમિત્ત માત્ર છો - એવી ભાવના હૃદયમાં રાખીને જ સતત કર્મ કરો.

આપણને ત્રણ ચીજોની જરૂર છે - અનુભવ કરવા માટે હૃદયની, કલ્પના કરવા માટે બુદ્ધિની અને કામ કરવા માટે સુદૃઢ હાથની.

પવિત્રતા, દૃઢતા અને ઉદ્યમ - આ ત્રણેય ગુણો એક સાથે જ હોય તેવું હું ઇચ્છું છું.

સખત પરિશ્રમ કરવા લાગો. એ સાથે જ તમારા હૃદયમાં પ્રચંડ શક્તિ જાગૃત થઈ રહી હોવાની વાત તમે અનુભવી શકશો. એવી પ્રચંડ શક્તિ કે જેને ધારણ પણ કરવી કઠણ લાગશે.

તમે એ દેવતાઓની પાછળ કારણ વગર દોડ્યા કરો છો પણ આપણી આસ-પાસ, ચારે બાજુએ જોવા મળતા વિરાટ પુરુષની પૂજા આપણે શા માટે કરવી જોઈએ નહીં ? જ્યારે આપણે આ વિરાટપુરુષની પૂજા કરીશું ત્યાર પછી જ આપણે અન્ય દેવોની પૂજા કરવાની યોગ્યતા મેળવી શકીશું.

સહુ પ્રથમ આપણી આસપાસ જોવા મળતા વિરાટ પુરુષની પૂજા કરો.

આ બધા જ આપણા દેવ છે અને એમાંય આપણા દેશવાસીઓની પૂજા અર્થાત્‌ સેવા સૌપ્રથમ કરવી જોઈએ.

હું ચાહું છું, લોખંડની પેશીઓ અને પોલાદી સ્નાયુઓ જેની અંદર શક્તિ, પૌરુષત્વ, તે જ ધાતુનું બનેલું મન હોય, ક્ષાત્રતેજ, વીર્ય અને બ્રહ્મતેજ.

આપણા સુંદર અને આશાસ્પદ યુવાનોમાં આ બધી જ બાબતો ઉપલબ્ધ છે.

જે દિવ્ય શક્તિના પ્રથમ સ્પર્શથી સંપૂર્ણ વિશ્વમાં ચારે દિશાઓમાં મહાતરંગો ઉત્પન્ન થવા લાગ્યા છે, એ દિવ્ય શક્તિની સંપૂર્ણ અભિવ્યક્તિની કલ્યાણકારી કલ્પના કરો, કારણ વગરની શંકા, દુર્બળતા અને ઇર્ષ્યા - દ્વેષભાવનો સંપૂર્ણ ત્યાગ કરી મહાયુગની સ્થાપનામાં મદદરૂપ બનો.

આપણા સમાજને લોહીમાં સ્ફૂર્તિ અને બળવાન સ્નાયુઓની આવશ્યકતા છે. લોખંડની ભુજાઓ પોલાદના સ્નાયુઓની જરૂર છે., નહીં કે દુર્બળતા ઉત્પન્ન કરતા નિરર્થક વિચારોની.

જે બુદ્ધિ શ્રેષ્ઠ અને ઉદાત્ત વિચારોને ધારણ કરી શકતી નથી, જે મૌલિક વિચારશક્તિ ગુમાવી ચૂકી છે. જેનું પૌરુષ નાશ પામ્યું છે અને જે ધર્મના નામ ઉપર બધા જ પ્રકારના ક્ષુદ્ર અંધવિશ્વાસ દ્વારા પોતાને વધુ ઝેરી બનાવતી જ રહે છે - એ પ્રકારની બુદ્ધિ ધરાવતા માનવીઓથી આપણે હંમેશાં ચેતતા રહેવું જોઈએ.

ભૂલી જવાયેલી ભગ્ન કેડીઓની શોધ કરવાને બદલે હું તમને તમારી સમક્ષ પથરાયેલા નવ-નિર્મિત અને વિશાળ માર્ગ ઉપર ચાલવાનું આમંત્રણ આપું છું. જેઓ બુદ્ધિમાન છે, તેઓ આ વાતને સમજી લે.

હે માનવી ! હું તમને પાછળ રહી ગયેલા ભૂતકાળની ઉપાસનાને છોડીને હાલમાં ધબકતા એવા વર્તમાનની પૂજા કરવાનું આમંત્રણ આપું છું.

ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અંગે વિલાપ કરવાને બદલે વર્તમાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્‌વાન કરું છું.

શુભ સંકલ્પ, સચોટ ઉપાસના અને સાત્ત્વિક સાહસના અધિષ્ઠાન ઉપર ઊભા રહો અને વીર બનો.

દરેક વ્યક્તિ અને રાષ્ટ્રને મહાન બનાવવા માટે ત્રણ ચીજોની આવશ્યકતા - જરૂર હોય છે. (૧) સદ્‌વૃત્તિથી શક્તિ ઉપર અડગ વિશ્વાસ (ર) અવિશ્વાસ અને ઇર્ષ્યાભાવથી મુક્તિ (૩) સત્પ્રવૃત્તિ અને સદ્‌કાર્યોમાં જોડાયેલા માનવીઓને મદદરૂપ થવાની ઇચ્છા.

પુરુષાર્થની શક્તિથી તમારી આંતરિક શક્તિઓનો વિકાસ કરો.

જો આપણે દેશને ફરીથી મહાન બનાવવો હશે, એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હશે તો તે માટે જરૂર છે સંગઠન બનાવવાની, અને વિખરાયેલી ઇચ્છાશક્તિઓને ફરીથી એકઠી કરવાની.

ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓને એકત્રિત કરવામાં જ ભારતની રાષ્ટ્રીય એકતા સમાયેલી છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા સાધવાનો અર્થ છે એવાં હૃદયોને સમાન તાંતણે બાંધવાની જેમનાં સ્પંદનોમાંથી એક જ આધ્યાત્મિક લય ઝંકૃત થઈ રહ્યો હોય.

પ્રકાશ ક્યારેય પણ અંધકારનો વિનાશ કર્યા વગર રહી શકતો નથી.

સત્ય એની સારપને જરૂર અભિવ્યક્ત કરશે જ.

જો આપણે સહુ વીરવૃત્તિ ધારણ કરીને, દૃઢ અંતઃકરણ અને સંપૂર્ણ પ્રામાણિક બનીને પોતાના કર્મક્ષેત્રમાં કાર્ય કરીશું તો માત્ર પચ્ચીસ જ વર્ષમાં બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. એવો કોઈ જ પ્રશ્ન બાકી નહીં રહે કે જેના માટે ઝઝૂમવું પડે. અને ત્યારે સમગ્ર ભારત આર્યત્વથી પરિપૂર્ણ બની જશે.

કલિયુગમાં દાન એ એકમાત્ર ધર્મ છે.

આપણે વિચારોને એવી રીતે આત્મસાત્‌ કરી લેવા જોઈએ કે જેના થકી આપણા જીવનનું નિર્માણ થઈ શકે, ચારિત્ર્યનું ઘડતર થઈ શકે અને આપણે માનવી બની શકીએ.

જો ગરીબ વર્ગના લોકો શિક્ષણની નજીક જઈ શકતા ન હોય, તો શિક્ષણે તેમના ખેતર, ફેક્ટરીઓ અને અન્ય બધાં જ સ્થળોએ જવું પડશે.

જો તમે માત્ર પાંચ જ વિચારોને આત્મસાત્‌ કરી એ વિચારોને અનુરૂપ તમરા જીવન અને ચારિત્ર્યનું ઘડતર કરી શકો તો તમે એ માનવી કરતાં ઘણા શિક્ષિત કહેવાઓ કે જેણે એક સંપૂર્ણ પુસ્તકાલય કંઠસ્થ કર્યું હોય.

આપણા દેશનું સંપૂર્ણ શિક્ષણ-લૌકિક કે પારમાર્થિક આપણા જ હાથમાં રહે એવું લક્ષ્ય આપણું નથી. પણ આ શિક્ષણ રાષ્ટ્રની જરૂરિયાત મુજબનું હોય અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રાષ્ટ્રીય પદ્ધતિથી જ આપવું જોઈએ.

મારી સંપૂર્ણ આશાઓ નવી - યુવાન - પેઢીમાં કેન્દ્રિત થઈ છે. આ જ લોકોમાંથી મારા કાર્યકરો મળી રહેવાના છે. એ લોકો સિંહની જેમ પરાક્રમ કરી બધી જ સમસ્યાઓને ઉકેલશે.

આપણું કાર્ય કેવળ રસાયણોને એકત્ર કરવાનું છે. એમને એકબીજામાં ભેળવી દેવાની ક્રિયા ઈશ્વરના નિયમો મુજબ આપમેળે જ થશે. આપણે તો માત્ર લોકોના દિમાગમાં - બુદ્ધિમાં વિચાર ભરી દેવાના છે, બાકીનું કાર્ય તેઓ જાતે જ કરી લેશે. - આ જ વાસ્તવિક અર્થમાં લોકશિક્ષણ કહી શકાય.

માનવીઓ, માત્ર માનવીઓની જરૂર છે. અને બાકીનું કાર્ય આપમેળે થઈ જશે. પણ વીર્યવાન, તેજસ્વી, ઐશ્વર્યયુક્ત, પૂર્ણ અને પ્રામાણિક યુવાનોની જરૂર છે.

પ્રેમ જીવન છે, અને ઘૃણા મૃત્યુ.

મૃત્યુ એ અટલ છે, ત્યારે સત્કાર્ય માટે પ્રાણ ત્યાગવા એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

મારા શ્રેષ્ઠ, વીર અને ઉદાત્ત બંધુઓ - આવો, તમે પૂર્ણ શક્તિથી કાર્ય કરવામાં લાગી જાઓ. ક્યાંય થોભશો નહીં, તેમ જ પાછા વળીને પણ જોશો નહીં - ન નામ માટે, કે ન યશ માટે.

પરોપકાર કરવો એ જ જીવન છે અને પરોપકાર ન કરવો એ મૃત્યુ છે.

ધર્મને મુદ્દો બનાવી ક્યારેય વિવાદ ન કરો.

માનવસમાજમાંથી જો ધર્મને અલગ કરવામાં આવે તો બાકી શું બચે ? કાંઈ જ નહીં, માત્ર પશુઓનો સમૂહ ! દુર્બળતા એ મૃત્યુ છે.

દંભી બનવા કરતાં સ્પષ્ટ રીતે નાસ્તિક બનવું વધારે સારું છે.

સમગ્ર વિશ્વને જો કોઈ એક જ ધર્મનું શિક્ષણ આપવું હોય તો એ છે ‘નીડરતા.’

‘અજ્ઞાન, ભેદભાવ અને વાસના’ - આ ત્રણ બાબતો મનુષ્ય-જાતિના મુખ્ય કારણો છે.

માનવ જીવનનું મુખ્ય રહસ્ય માત્ર ઉપભોગ નથી પણ અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું એ છે.

આપણે અસત્યથી સત્ય સુધી નહીં, પણ સત્યથી વધુ ઉચ્ચતર-શ્રેષ્ઠ- સત્ય સુધી પહોંચવાનું છે.

આદર્શને નીચી કક્ષાએ લાવીને આપણે આપણી દુર્બળતાનું સમર્થન કરવું જોઈએ નહીં.

જેનું હૃદયરૂપી પુસ્તક ખૂલી ગયું હોય, તેને બીજા કોઈ પુસ્તકની જરૂરિયાત રહેતી નથી.

સર્વશ્રેષ્ઠ અને મહાન પુરુષ શાંત, મિતભાષી અને અજ્ઞાત હોય છે.

દરેક મહાપુરુષનું જીવન એ તેમના ઉપદેશોનું એકમાત્ર ભાષ્ય છે.

સમગ્ર કુદરત એ એવું પુસ્તક છે, જેનું વાચન આત્મા કરી રહ્યો છે.

હંમેશાં તમારી અંદર જુઓ, બહાર ક્યારેય જોશો નહીં.

ગુલાબ જેમ કુદરતી રીતે સુગંધનું વિતરણ કરે છે, એવી જ રીતે તમે પણ દાન કરો.

વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ વગેરે જે ગુણ કુદરત આપણમાં મૂકે છે, એ બાબતો સમાજને વહેંચવા માટે જ હોય છે.

બીજા માનવીને આપ્યા બાદ ભૂખના કારણે જો તમારું મૃત્યુ થાય તો તમે એ ક્ષણે જ મુક્તિ મેળવશો.

આ ભારત દેશ-દર્શનશાસ્ત્ર, આચારસંહિતા, કોલમતા, મધુરતા અને પ્રેમની માતૃભૂમિ છે.

ક્ષાત્રભાવ એટલે કે વીરતા અને આત્મસંતોષ, પ્રભુત્વ મેળવવામાં નહીં પણ આત્મ ત્યાગમાં છે.

સમાજમાં અદના પુરુષ અને સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યા વગર સમાજની ઉન્નતિ શક્ય જ નથી.

ભારતમાં જે ચીજવસ્તુની ખોટ જણાય છે એ છે - મનમેળ અને નિરર્થક બાબતો, માટે તમારો વ્યક્તિગત અહંકાર ફેંકી દો, તેનો ત્યાગ કરો અને માત્ર કાર્ય કરો. યાદ રાખો. ઘાસનાં નાનાંનાનાં તણખલાંઓથી બનેલાં મોટા દોરડાંની મદદથી એક ઉન્મત્ત હાથીને પણ બાંધી શકાય છે.

વાસ્તવમાં એ જ વ્યક્તિને મહાન કહી શકાય, જેનું ચારિત્ર્ય હંમેશાં અને બધી જ અવસ્થાઓમાં મહાન અને એક સમાન રહે છે.

માનવીનો અભ્યાસ કરો, માનવી જ જીવન-કાવ્ય છે.

મહાન માનવી એને કહેવાય, જે પોતાના હૃદયના લોહીથી માર્ગ બનાવી આપે છે.

શાંત રહીને શક્તિઓનો સંગ્રહ કરીને આધ્યાત્મિકતાનો ‘ડાયનેમો’ બની જાઓ.

વિચાર ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે જેવું આપણે વિચારીએ એવા જ આપણે બનીએ છીએ.

સંગઠન અને શક્તિ આ બન્ને બાબતો પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી શરત છે - આજ્ઞાપાલન.

મહાન વિશ્વસંગીતમાં ત્રણ ભાવોનું પ્રાધાન્ય જોવા મળે છે, એ છે - સમાનતા, બળ અને સ્વાધીનતા.

આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે, જ્યાં આપણે પોતાની જાતને વધુ બળવાન બનાવવા આવીએ છીએ.

આ સંસારમાં તમે એવી રીતે કર્મ કરો કે જાણ તમે પરદેશી પ્રવાસી હો, પર્યટક હો.

સતત બોલતા રહેવાથી તમારું જીવન દુઃખમય બની જશે અને બધે જ અસફળતા મળશે.

ધર્મનો અર્થ છે હૃદયના સૌથી આંતરિક પ્રદેશમાં સત્યની પ્રાપ્તિ.

વાસનારૂપી મદિરા પીવાથી જ સમગ્ર વિશ્વ મસ્ત બની ગયું છે.

કાલે અથવા પરમદિવસે અથવા યુગો પછી પણ આખરે સત્યનો વિજય થવાનો જ છે.

મન, વાણી અને કર્મથી બાર વર્ષ સુધી પૂર્ણ સત્યની ઉપાસના કર્યા પછી જ માનવી જે ઇચ્છા કરે તે પૂર્ણ થશે.

આધુનિક વિજ્ઞાન હવે તે તારણો સુધી પહોંચ્યું છે, જ્યાં યુગો પહેલા વેદાન્તશાસ્ત્ર પહોંચ્યું હતું.

વિશ્વના ઇતિહાસની થોડાક માનવીઓના કારણે જ રચના થઈ છે.

દરેક જીવાત્મા એક નક્ષત્રસ્વરૂપ છે અને આ બધા જ નક્ષત્રો ઈશ્વરરૂપી અનન્ય અને નિર્મળ આકાશમાં ગોઠવાયેલાં છે.

એ પ્રેમ જ સાચો પ્રેમ છે, જ્યાં ભૌતિક આકર્ષણ જરાપણ રહેતું નથી.

મારી દૃષ્ટિએ આ જગતમાત્ર ઈશ્વરની લીલાથી વિશેષ કશું જ નથી.

હું કેવળ એ જ બાબતોનું શિક્ષણ આપું છું, કે જે બાબતોને મેં જાતે જ અનુભવીને સત્યનો સાક્ષાત્કાર કર્યો છે.

કલા સૌંદર્યની અભિવ્યક્તિ છે. આથી જ દરેક બાબત કલાપૂર્ણ હોવી જોઈએ.

ઇર્ષ્યા અથગા તો દ્વેષભાવ આપણાં રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉપરાંત કલંક સમાન છે.

આપણે લોકો બીજાને છેતરીને નેતા બનવા ઇચ્છીએ છીએ, પણ એનાથી કશું જ નથી વળતું, કોઈ એવા લોકોને અનુસરતા નથી.

એ બાબત ક્યારેય ભૂલશો નહીં કે ભારતીય નારીઓનો આદર્શ સીતા, સાવિત્રી અને દમયન્તી છે.

સંગઠન અને પરસ્પર મનમેળ એ જ પશ્ચિમી દેશના નાગરિકોની સફળતાનું રહસ્ય છે.

હિંદુ લોકો રાજકારણ, સમાજશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રો ધર્મના માધ્યમથી જ સમજી શકે છે.

દરેક જીવમાત્ર એ સર્વશ્રેષ્ઠ ઈશ્વરનું એક મંદિર છે.

હાથ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે તમે કાયમ દાન કરતા રહો.

તમારી પાછળ શાંતિ અને આનંદનો સાગર લહેરાઈ રહ્યો છે.

દરેક બિન્દુના પોતાનામાં સંપૂર્ણ સિંધુ સમાયેલો છે.

આત્મા સિવાય અન્ય કોઈ બાબત પર પ્રેમ કરવાથી તેનું ફળ શોક અને દુઃખ જ મળે છે.

પ્રેમ અખંડ આનંદની અભિવ્યક્તિ છે. એના ઉપર દુઃખોની થોડીક છાયા પડવી એ બાબત આત્મકેન્દ્રી એટલે કે સ્વાર્થ અને શરીર પરાયણતાની નિશાની છે.

જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તેનું ધ્યાન કરો.

કોઈ પણ વિષય ઉપર મનને એકાગ્ર કરવાની બાબતને જ ધ્યાન કહેવાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો