Apurna Viram - 31 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 31

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૧

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક્ઃ

આત્માને શસ્ત્રો છેદી શક્તાં નથી, અગ્નિ એને સળગાવી શક્તો નથી...

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

પાણી એને પલાળી શક્તું નથી, વાયુ એના સૂક્વી શક્તો નથી...

સમગ્ર સમષ્ટિમાં આ શબ્દો ઘુમરાઈ રહૃાા હતા. ગુંચળાતા, ઊછળતા, તરતા, ડૂબતા, ધૂમ્રસેરની માફક્ ફેલાતા, સૂર્યની જેમ પ્રકશતા, વલયની માફક્ વર્તુળાકર ગતિ ક્રીને સીમાહીન બ્રહ્માંડની બહાર રેલાઈ જતા શકિતશાળી શબ્દો...

આત્મા... અગ્નિ... પાણી...

મોક્ષ સળવળ્યો. તેની સાથે શબ્દોએ પણ પડખું બદલ્યું.

વાંસાસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ...

મનુષ્ય જેમ જુનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ ક્રે છે તેમ જીવાત્મા શરીર છોડીને નવું શરીર ધારણ ક્રે છે...

મોક્ષને લાગ્યું ક્ે પોતે ઘન અંધકર વડે ચસોચસ ભરેલા એક્ વિરાટ અવકશમાં વેગપૂર્વક્ ફંગોળાઈ ગયો છે. ગુરુત્વાર્ક્ષણ વગરની વજનશૂન્ય સ્થિતિમાં એની સામે ક્શુંક્ ઝબક્ ઝબક્ થઈને અદશ્ય થઈ જાય છે. ઝબકરની બે અર્ધક્ષણો વચ્ચે એ જોઈ શક્ે છે જીવ અને વસ્ત્રોને, માયા અને એના અવાજને, શ્લોક્ અને ઉચ્ચારણને...

માયા...!

માયાના અવાજને હું એક્ “વસ્તુ” તરીક્ે જોઈ શક્ું છું. મને જીવ “દેખાય” છે. મને લિઝા દેખાય છે. રડતી, ક્ક્ડતી લોહીલુહાણ લિઝા. લિઝાનાં ટપક્તાં લોહીમાંથી અક્ષરો ઊપસે છે. જીર્ણશીર્ણ પુસ્તક્નાં પીળાં પડી ગયેલાં પાનાં... અને એના પર પ્રચંડ અવાજો સાથે ફડફડી રહેલા અક્ષરો!

....અને અચાનક્ વીજળીની જેમ ત્રાટક્તો પ્રશ્નઃ

“સમય આવ્યે એેક્ ક્ૂતરી પણ ગલૂડિયાં પેદાં ક્રી નાખે છે. જે હક્ ક્ૂતરી પાસે છે એ પણ તું માયાને આપવા માગતો નથી, મોક્ષ?”

મોક્ષનો માંહૃાલો વેદનાથી છલકઈ ઉઠે છે.

નહીં માયા, મારો ઈરાદો એવો નહોતો... મને ક્યાં ખબર હતી ક્ે...

“અને આ બધું કેને ખાતર? એક્ મંદબુદ્ધિ બહેનને ખાતર?”

મને ખરેખર ખબર નહોતી, માયા! હું ભવિષ્ય જોઈ શક્તો નથી...

ભ્રાંતિ અને ચેતના. સ્વપ્ન અને પ્રતિસ્વપ્ન. વાસ્તવ અને પ્રતિવાસ્તવ. સત્ય અને પ્રતિસત્ય... અને ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ!

...અને તેમાંથી પ્રગટતો એક્ માસૂમ ચહેરો!

સુમન... સુમન... તું ઠીક્ તો છેને, મારી બહેન?

૦ ૦ ૦

“આટલું ધ્યાનથી શું ક્રી રહી છે, સુમન?”

આર્યમાને સુમનના મસ્તક્ પર વહાલથી હાથ પસરાવ્યો. ક્શું બોલ્યા વિના એ મોબાઈલના ટચસ્ક્રીન સામે રમત ક્રી રહી હતી. એની જાડી જીભ મોંમાંથી બહાર આવી ગઈ હતી. આર્યમાને રુમાલથી એના હોઠના ખૂણા પરથી લાળ લૂછી, “સુમનમેડમ, સાંભળો છો?”

ભોળી ભોળી આંખોથી ભાઈ સામે જોઈને સુમન મલક્ી. મેડમનું સંબોધન એને બહુ ગમતું.

“હું પણ ઓફિસ જઈશ... કર ચલાવીને જઈશ!” આંખો પટપટાવ્યા વગર એ બોલી ગઈ.

ઓચિંતા ઓફિસે જવાનું ક્યાંથી સૂઝ્યું એવું પૂછવાને બદલે આર્યમાને મોં બનાવીને ગંભીર ચહેરે પૂછ્યું, “જરુર જજે... પણ ઓફિસે જઈને તું ક્રીશ શું?”

“ક્ેમ? કમ ક્રીશ! મારો વર ઘરે રહેશે. મારા માટે અને મુકતાબેન માટે રસોઈ બનાવશે. છોક્રા રમાડશે. એક્ મોટો બાબો, એક્ નાનો બાબો.”

આર્યમાનને હસવું આવી ગયું.

“પરફેકટ! તારો વર છોક્રાઓને રમાડશે ને હું તને રમાડીશ, બસ?”

“હા... પણ હું ઓફિસેથી પાછી આવું પછી, ઓફિસમાં નહીં, હં!”

“સારું, સારુ.”

સુમન પાછી મોબાઈલ સાથે વ્યસ્ત થઈ ગઈ.

ક્પાયેલું નાળિયેર લઈને ક્મરાની બહાર ઊભેલી મિશેલ ભાઈ-બહેનનો વાર્તાલાપ જોઈ રહી હતી. હળવેથી એણે પોતાની શોલ્ડરબેગમાંથી પ્લાસ્ટિક્ની નાની પારદર્શક્ કેથળી કઢી. આ કેથળી અઘોરી ગોરખનાથે એને આપી હતી. એમાં રહેલું લીલી ભુક્ી જેવો પદાર્થ સહેજ નાળિયેરમાં ઠાલવી કેથળી પાછી થેલામાં મૂક્ી દીધી. નાળિયેર થોડી વાર હલાવી, એમાં સ્ટ્રો મૂક્ી, હોઠ પર સ્મિત લાવી મિશેલ અંદર આવી.

“હેય સુમી.... સમથિંગ ફોર યુ...”

કેઈ પ્રતિક્રિયા નહીં. સુમને એની હાજરીની નોંધ સુધ્ધાં લીધી નહીં. મિશેલ અને આર્યમાનની આંખો મળી.

“અરે વાહ! નારિયેલ પાની!” આર્યમાને ક્હૃાું, “આ તો સુમીની ફેવરિટ વસ્તુ! લે સુમી.”

“મારે નથી પીવું...”

“ડોન્ટ સે નો, સુમન!” મિશેલનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો, “બી અ ગુડ ગર્લ, ઓક્ે?”

“એક્ મિનિટ!” આર્યમાને નાળિયેર પોતાના હાથમાં લીધું, “નાળિયેર તો હેલ્થ માટે ખૂબ સારું. તારે પછી ઓફિસે આખો દિવસ કમ ક્રવું હશે તો હેલ્થ તો સારી જોઈશેને? આ લે. એક્ શ્વાસે પી જા.”

સુમને નાળિયેર હાથમાં લીધું. પછી સ્ટ્રોથી બધું પાણી ચૂસી ગઈ. મિશેલ ધારદાર નજરે એને જોતી રહી.

“શાબાશ!” આર્યમાને ખાલી નાળિયેર બાજુ પર મૂક્ીને ઊભો થયો, “હવે આરામ ક્રજે, હં. ગુડ ગર્લ.”

ગોરખનાથે ક્હૃાું હતું ક્ે પેલું દ્રવ્ય પાવાથી સુમનને ઘેન ચડશે. સુમન એક્લી પોતાના રુમમાં રહે એ જ ઠીક્ છે. ઘસઘસાટ સૂતી રહેશે તો કેઈને ક્શી શંક નહીં જાય, મિશેલે વિચાર્યું. સુમનને રુમમાં એક્લી મૂક્ીને બન્ને દાદરા ચડવા લાગ્યાં.

“આજે તને અચાનક્ નાળિયેર લાવવાનું મન થઈ ગયું, મિશેલ?” આર્યમાને સ્વાભાવિક્તાથી પૂછ્યું.

“હમણાં ઘરે આવતાં રસ્તામાં નાળિયેરવાળો જોયો તો મન થઈ ગયું. સાત-આઠ લાવી છું. બાક્ીના ફ્રિજમાં પડ્યાં છે.”

આર્યમાને વધારે પૃચ્છા ક્રી. પોતાના ક્મરામાં બિસ્તર પર લેટી ગયો. પછી મિશેલને પાસે ખેંચી એની નીલી આંખોમાં ક્યાંય સુધી જોતો રહૃાો.

“આઈ લવ યુ બેબી!”

“રિઅલી?”

જવાબ આપવાનું કમ આર્યમાનના પ્રલંબ ચુંબને ર્ક્યું. એના શરીરમાં ગરમાટો આવી ગયો.

“બસ!” થોડી વારે મિશેલ હાંફીને અળગી થઈ. બે-ચાર ક્ષણ છતને મૌન તાક્તી રહી. પછી આર્યમાન તરફ પડખું ફેરવ્યું. એની હડપચી પર આંગળી ઘુમાવતા બોલી, “મને જવાબ આપ. સુમન તને ક્ેટલી વહાલી છે?”

એ આશ્ચર્યથી જોઈ રહૃાો.

“આ ક્ઈ જાતનો સવાલ છે? સુમન સિવાય મારું બીજું છે કેણ? આઈ મીન સુમન અને તારા સિવાય...”

“પણ તારા ક્રતાં મોક્ષ સાથે સુમનનું બોન્ડિંગ વધારે સ્ટ્રોન્ગ છે. આઈ મીન-”

“લોહીના સંબંધોમાં સરખામણી ક્રવાની ન હોય, મિશેલ! આ ક્ંઈ રસ્સીખેંચની સ્પર્ધા નથી. બહેન એ બહેન છે.” આર્યમાનને આગળ બોલવાનું સુઝ્યું નહીં. સહેજ અટક્ીને એણે ઉમેર્યું, “ક્ેમ આવો સવાલ ક્રવો પડ્યો?”

“એમ જ!” એ ઊભી થઈ ગઈ. સેન્ડલ પહેરીને બેગ ખભે ચડાવી.

“ક્યાં ચાલી? થોડી વાર બેસ મારી પાસે.”

“અત્યારે નહીં. પછી!”

મિશેલે ક્મરાની બહાર જવા પગ ઉપાડ્યા. દરવાજા પાસે અટક્ીને એણે પાછળ જોયું. આર્યમાન એને એક્ધારો તાક્ી રહૃાો હતો.

“આર્યમાન!” મિશેલની આંખોમાં તીવ્રતા આવી, “તને મારા પર ભરોસો છેને?”

આર્યમાન ક્શું બોલ્યો નહીં. ફકત હકરમાં માથું હલાવ્યું. મિશેલ સ્મિત ક્રીને નીક્ળી ગઈ. પોતાના બેડરુમમાં જઈને લેપટોપ ખોલ્યું. પછી પોતાની ઓસ્ટ્રેલિયન દોસ્તને ઝપાટાભેર ઈમેઈલ ટાઈપ ક્રવા લાગીઃ

“ડિયર સામન્થા, મુંબઈમાં તારી રહેવાની વ્યવસ્થા હું એક્ રિસોર્ટમાં ક્રવાની છું. સારી જગ્યા છે અને ખાસ તો, ઘરથી નજીક્ છે. આપણે જે કમ ક્રવા જઈ રહૃાાં છીએ તે એટલું ક્ઠિન છે ક્ે આપણા બે પૂરતાં નથી. ક્મસે ક્મ પંદરથી વીસ પેગન જોઈશે. જેટલા વધારે હશે એટલું વધારે સારું. હંુ બીજા લોકેનો કેન્ટેકટ પણ ક્રી રહી છું. દિવસ બહુ ઝડપથી નજીક્ આવી રહૃાો છે... અથવા રાત! ઉત્તેજના, ભય, નર્વસનેસ, મૂંઝવણ, અધીરાઈ, આનંદ... આ બધું જ એક્સાથે ફીલ ક્રી રહી છું. શું થશે? ક્મ સૂન! મિશેલ.”

૦ ૦ ૦

મોક્ષે આંખો ખોલી. બેડરુમમાં કેઈ નહોતું. ઝુલતા પડદાની વચ્ચે કચની બારીમાંથી માથેરાનની હરિયાળી જે રીતે સોનેરી ચમક્ી રહી હતી તેના પરથી લાગતું હતું ક્ે સૂર્ય ઢળવાની તૈયારીમાં છે. મોક્ષ એમ જ ક્યાંય સુધી સ્થિર પડ્યો રહૃાો. અંધકર અને ધુમ્મસનું, ચહેરા અને આકરોનું અદશ્ય દ્વંદ્વ ચક્રવાતની જેમ ફૂંકઈને શાંત થઈ ગયું.

માયા બાથરુમમાંથી બહાર આવી. પુસ્તક્ લઈને ચુપચાપ ડબલબેડ પર પીઠ ટેક્વીને પગ લાંબા ક્રીને બેસી ગઈ. એના ચહેરા પર ગંભીરતા હતી.

“ભયંક્ર સોલિડ ઊંઘ આવી ગઈ હતી મને. બહુ વિચિત્ર સપનાં આવ્યાં. આઈ ડોન્ટ નો વ્હાય...”

માયા અનુત્તર રહી.

“માયા?”

“હં...”

“હું વાત ક્રી રહૃાો છું તારી સાથે.”

“સાંભળું છું.”

“તારું ધ્યાન બીજે ક્શેક્ છે.”

“તને હમણાં સોલિડ ઊંઘ આવી ગઈ હતી અને ઊંઘમાં તેં વિચિત્ર સપનાં જોયાં. એમ જ બોલ્યોને તું?”

મોક્ષ એને જોતો રહૃાો. માયા નજર મિલાવ્યા વગર બોલતી ગઈ, “બસ, ઊંઘવાનું જ છે આપણે. ઊંઘવા સિવાય બીજું શું કમ બચ્યું છે?”

મોક્ષ એના હાથમાંથી પુસ્તક્ દૂર ર્ક્યું. પછી હળવેથી એની ગોદમાં મસ્તક્ મૂક્ીને ફરી લેટી ગયો.

“રિતેશ-રુપાલી બહાર ગયાં લાગે છે.”

“હા.”

ફરી થોડી શાંત ક્ષણો પસાર થઈ ગઈ. મોક્ષે થોડું વિચારીને ક્હેવા માંડ્યું, “માયા, ત્યારે લુઈસા પોઈન્ટ પર હું, રુપાલી ને રિતેશ વાત ક્રી રહૃાાં હતાં... તારા વિશે.”

માયાના હોઠ પર એક્ મ્લાન સ્મિત ફરક્ીને વિલીન થઈ ગયું. થીજી ગયેલી પીડાના પડછાયા જેવું. એણે પૃચ્છા ન ક્રી એણે મોક્ષે ક્હેવું પડ્યું, “તું પૂછીશ નહીં, શું વાતો ક્રી હતી?”

“મારા વિશે વધી વધીને શી વાત ક્રવાના તમે લોકે?”

“આઈ એમ સોરી, માયા.”

માયાનો ચહેરો સખત થવા માંડ્યો.

“જો માયા, મારી જે પ્રતિક્રિયા હતી, મારું જે વર્તન હતું તે બધું તે વખતની મારી માનસિક્ અવસ્થાને કરણે હતું. આઈ ડોન્ટ નો... પણ મારી જગ્યાએ બીજું કેઈ હોત તો ક્દાચ એણે પણ પોતાની પાગલ બહેનની હાલત જોઈને આ જ રીતે રિએકટ ર્ક્યું હોત. હું મારી જાતને જસ્ટિફાય નથી ક્રતો, પણ હું ગિલ્ટ અનુભવવા પણ નથી માગતો. તે સમયે મેં તને દોષી તરીક્ે જોઈ હતી એટલે... ”

પણ મારો ઈરાદો અશુભ નહોતો, મોક્ષ! તારી બહેન સાથે મેં જે ક્ંઈ ર્ક્યું... તેં આટલી ભયંક્ર સજા ફરમાવી દીધી મને?

માયા ક્શું બોલી ન શક્ી. ફકત સહમી ગઈ એ.

“...અને માયા, ક્રોધ શમ્યા પછી હું જ તારા તરફ આગળ વધ્યો હતો એ તું ક્ેમ ભુલી જાય છે?” મોક્ષ ક્હેતો ગયો, “બાળક્ મને પણ જોઈતું હતું. હું તો પાગલ છું બાળકે પાછળ! આપણે છેલ્લે માથેરાન શા માટે આવ્યાં હતાં? યાદ ક્ર! આપણી વચ્ચે જે ક્ંઈ થયું હતું એને ભુલાવી દેવા. એક્બીજાને મન મૂક્ીને પ્રેમ ક્રવા! વી જસ્ટ વોન્ટેડ ટુ મુવ ઓન!”

માયાના શરીરમાંથી વીજળીની માફક્ ક્ંપન પસાર થઈ ગયું. માયાને લાગ્યું ક્ે ક્ંપનની તીવ્રતા જો આટલી જ રહેશે તો એ ક્ષિતિજ સુધી વિસ્તરી જશે. એણે મોક્ષ સામે જોયું. એ જાણે વર્તમાનથી ક્પાઈને બીજી જ કેઈ સપાટી પર પહોંચી ગયો હતો.

“મોક્ષ?”

“આપણે થંભી ગયાં હતાં, આપણો પરિવાર બનતો અટક્ી ગયો હતો... પણ હવે કેઈ અવરોધ નથી, કેઈ વિરોધ નથી. તો શાની રાહ જોઈએ છીએ આપણે? ક્મ ઓન, માયા. લેટ્સ મેક્ લવ! લેટ્સ મેક્ બેબીઝ!”

...અને જાણે વિસ્ફોટ થયો. માયા જ્વાળામુખીની જેમ ફાટીઃ

“શું બોલ્યો તું, મોક્ષ? લેટ્સ મેક્ લવ? લેટ્સ મેક્ બેબીઝ? તું આ હવે બોલે છે? તારે છોક્રાં પેદાં ક્રવાં છે? હવે? આટલું બધું બની ગયા પછી?”

મોક્ષ સ્તબ્ધ થઈ ગયો. માયા વધારે ટક્ી ન શક્ી. મોક્ષને ધક્કો મારીને એ ઊભી થઈ ગઈ. એ ક્રોધથી થથરી રહી હતી,પણ આંખોમાંથી આંસુ ફૂટી નીક્ળ્યાં હતાં.

“તને ઓચિંતા શું થઈ જાય છે, માયા? ક્ેમ આટલી દુખી થાય છે? ખુલીને વાત ક્ર, પ્લીઝ...”

મોક્ષ ચિલ્લાતો રહૃાો પણ એ બહાર ક્મ્પાઉન્ડમાં નીક્ળી ગઈ. મોક્ષ પાછળ ખેંચાયો.

“ડોન્ટ ફોલો મી,” માયા આતંક્તિ થઈ ચુક્ી હતી, “મને એક્લી રહેવા દે, પ્લીઝ!”

મોક્ષ લોબીમાં જ થંભી ગયો. એ આંસુ લૂછતી ચાલવા નિરુદ્દેશ ચાલવા માંડી. આંખો સૂકવાનું નામ લેતી નહોતી.

શા માટે ક્ેટલાક્ ઘા ક્યારેય રુઝાતા નથી? શા માટે એમાંથી સતત વેદના ઝર્યા ક્રે છે? ક્ેમ ક્ેટલીક્ ગાંઠો ક્યારેય ખૂલતી નથી? મોક્ષ થોડી વાર પહેલાં ઈમાનદારીની, આત્મસ્વીક્ૃતિની લગભગ ધાર સુધી પહોંચી ગયો હતો. ક્ેમ એણે પીઠ ફેરવી લીધી? ક્ેમ મારામાં સત્યને નગ્ન ક્રી નાખવાની હિંમત આવતી નથી? ક્ેમ?

પ્રશ્નો. દશ્યને સતત ધૂંધળું બનાવી રાખતા વિક્રાળ પ્રશ્નો. ઉત્તર હું જાણું છું, પણ જીભે લાવી શક્તી નથી...

અચાનક્ માયાને ભાન થયું ક્ે અત્યારે અનાયાસ પોતે એ જ રસ્તા પર ચાલી રહી છે, જે રસ્તા પર મધરાતે એને રડતીક્ક્ડતી લિઝા મળી હતી... અને આ ક્દાચ એ જ વણાંક્ છે જ્યાં કેઈના અદશ્ય હાથોએ એનું ગળું રહેંસી નાખવાની કેશિશ ક્રી હતી.

એકએક્ માયાના પગ લાલ જમીન સાથે ખોડાઈ ગયા. થોડે દૂર મુમતાઝ ચિત્રની જેમ સ્થિર ઊભી હતી. એ જ જૂનો રંગ ઉડી ગયેલો કળો બુરખો. એ જ પથરીલી આંખો. માયા ગાંડાની જેમ એના તરફ દોડી.

“શું કમ મારી પાછળ પડી છો, મુમતાઝ?” એનો ગુસ્સો ફાટી પડ્યો, “શું જોઈએ છે તારે? ક્ેમ મારો પીછો છોડતી નથી?”

મુમતાઝે બરફ જેવી ઠંડક્થી તેની સામે જોયું, “તમે સારી રીતે જાણો છો બેન ક્ે હું શું કમ તમારો પીછો છોડતી નથી...નથી જાણતાં શું?”

માયા સમસમીને ખામોશ થઈ ગઈ, પણ પળવારમાં પુનઃ એનો ક્રોધ સપાટી પર થરથરવા લાગ્યો, “તું જુઠ્ઠી છો! ક્ેમ ખોટી વાતો ક્હીને મને ભરમાવે છે?”

“મેં ક્ઈ ખોટી વાત ક્હી બેન?”

“લિઝાની વાત! તેં ક્હૃાંુ હતું ક્ે એનું ઘર લુઈસા પોઈન્ટની નજીક્માં છે.”

“બરાબર છે. મેં શું, લિઝાએ ખુદ તમને આ જ સરનામું આપ્યું છે.”

“પણ લુઈસા પોઈન્ટની આસપાસ તો ક્ંઈ નથી. કેઈ ઘર નથી.”

“અને હોય તો?”

શું જવાબ આપવો તે માયાને સમજાયું નહીં.

“ચાલો મારી સાથે. હમણાં જ ખાતરી ક્રાવું,” મુમતાઝે ક્હૃાું.

માયાના જવાબની રાહ જોયા વિના એ ચાલવા માંડી. માયાએ કેણ જાણે ક્ેમ વિરોધ ન ર્ક્યો. એ પાછળ પાછળ ચાલવા લાગી. લુઈસા પોઈન્ટ અહીંથી દૂર નહોતો.

“આ આખો રસ્તો મેં જોઈ નાખ્યો છે... અને પેલી બાજુનો રુટ પણ. અહીં ક્શું જ નથી.”

“એમ? તો આ શું છે?” મુમતાઝે વ્યંગાત્મક્ સ્વરે ક્હૃાું.

માયાએ નજર ક્રી. એ ગુંચવાઈ ગઈ.

“આ તો ઝાડ-ઝાંખરાં છે. આડેધડ ઊગી નીક્ળ્યા છે...”

“ઝાડ-ઝાંખરાની પાછળ શું છે એ તો જરા જુઓ,” મુમતાઝ બન્ને હાથોથી જંગલી વનસ્પતિને હટાવીને, વચ્ચે જગ્યા ક્રીને અંદર ઘૂસી ગઈ, “આવો.”

માયા સાચવીને ઝાડીમાંથી પસાર થઈ. પાંચ-છ ફૂટ સુધી વધી ગયેલા લીલા-પીળા ઘાસને કરણે આગળનું દશ્ય દેખાતું નહોતંુ. જંગલી માખીઓ અને જીવાત એક્ધારી બણબણી રહી હતી. માથું ભમાવી દે તેવી ક્શીક્ ગંદી વાસ પણ આવવા લાગી હતી. જે પ્રકરની જગ્યા હતી તેના પરથી સ્પષ્ટ વર્તાતું હતું ક્ે અહીં વર્ષોથી કેઈ માણસે પગ સુધ્ધાં મૂક્યો નહીં હોય.

“ચાલો...”મુમતાઝે કહૃાું.

“પાગલ થઈ ગઈ છે તું? આમાં ક્ેવી રીતે ચલાય? હું પાછી જાઉં છું...”

“તમારે ક્યાંય જવાનું નથી,” મુમતાઝના અવાજમાં ક્રડાક્ી આવી ગઈ, “મારી પાછળ પાછળ ચાલતા રહો.”

માયાએ ક્-મને સાચવી સાચવીને થોડાં ડગલાં ભર્યાં. એને ડર લાગવા માંડ્યો. મુમતાઝ મને ક્યાં લઈ જઈ રહી છે?

સાત-આઠ મિનિટ સંઘર્ષ ર્ક્યા પછી બન્ને સ્ત્રીઓ એટલી ગીચ વનસ્પતિ વચ્ચે પહોંચી ગઈ ક્ે ત્યાં સૂર્યનો પ્રકશ પણ પહોંચી શક્તો નહોતો. માયાનો શ્વાસ રુંધાવા લાગ્યો.

“બસ, આવી ગયું.”

મુમતાઝે બે હાથથી જોર દઈને વનસ્પતિ ખસેડી. સામે ખુલ્લી જગ્યા જેવું હતું. માયા સરક્ીને બહાર આવી ગઈ. એની આંખો સામે એક્ અવાવરુ ખંડિયર ફેલાઈ ગયું. પથ્થરની કળી પડી ગયેલી તૂટેલી દીવાલો, પડી ભાંગેલી છત, જ્યાં ત્યાંથી ઊગી નીક્ળેલી લીલોતરી, ઓળખી ન શકય એવાં પક્ષીઓના ચીસોટા. માયાએ ભયભીત થઈને મુમતાઝ સામે જોયું.

“બસ, આ જ છે,” મુમતાઝે ક્હૃાું.

“એટલે?”

“આ જ છે લિઝાના અંક્લનું ઘર.”

માયા સન્ન થઈ ગઈ, પણ આ તો...”

“ખંડિયર છે એમ જ ક્હેવું છેને તમારે? સાઠ-પાંસઠ વર્ષથી આ જ હાલતમાં ઊભું છે.”

માયાની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, “તો પછી લિઝા?”

મુમતાઝે ભયાનક્ અટ્ટહાસ્ય ર્ક્યું. એની આંખો બદલાઈ ગઈ.

“લિઝા પાંસઠ વર્ષથી અહીં જ રહે છે. આ જ ખંડિયરમાં. આ જ લિઝાનું ઘર છે. બોલાવું એને?”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED