Odhani books and stories free download online pdf in Gujarati

ઓઢણી

ઓઢણી

આકાશના હાથમાં લાલ રંગની ઓઢણી હતી. એ ઓઢણીને તે નીરખી રહ્યો હતો. આ એ જ ઓઢણી હતી જે તેણે લજ્જાને ભેટ આપી હતી.

લજ્જા! વાહ ! કેટલું સુંદર નામ હતું. લજ્જા. બિલકુલ એના નામની જેમ જ લજ્જા પણ લજ્જામયી હતી. એમ સમજો કે જાણે લજામણીનો છોડ. સ્પર્શતા જ શરમાઈ જતી. આવી હતી લજ્જા. આકાશના મનમાં એક પછી એક લજ્જા સાથેના પ્રસંગો ઉભરાવા લાગ્યા ને એ વિચલિત થઇ ગયો.

આકાશને યાદ આવ્યું. આ લાલ ઓઢણી! આ લાલ ઓઢણી એ માત્ર ઓઢણી જ નથી પણ મારા જીવનનું એક અભિન્ન અંગ છે. આ એ જ ઓઢણી છે જે આકાશે લજ્જાને ભેટ આપી હતી. જ્યારે એમનો સંબંધ નક્કી થયો હતો ત્યારે આપી હતી.

આકાશ અને લજ્જાનો સંબંધ આમ તો બંનેના માતા પિતાએ જ નક્કી કરેલો. બંનેના લગ્ન થવાના હતા. પણ લગ્નના આગલા દિવસે આકાશે લજ્જાને મળવા બોલવી અને આ લાલ ઓઢણી તેને ભેટ આપી. એણે લજ્જાનો હાથ પકડી લીધો અને કહ્યું, લજ્જા, આ લાલ ઓઢણી હું તને ભેટ આપું છું. આ લાલ ઓઢણી આપણાં પ્રેમનું પ્રતીક છે. આ ઓઢણીને સંભાળીને રાખજે. આ ઓઢણી સદા તારી લાજ રાખશે. આમ કહી આકાશે લજ્જાને આ ઓઢણી તેને ઓઢાડી. અને લજ્જા લજ્જિત થઇ આકાશને પ્રેમભર્યું સ્મિત આપી ત્યાંથી ઘેર જવા રવાના થઇ.

બીજા દિવસે આકાશ અને લજ્જાના લગ્ન થવાના હતા. આકાશ ખૂબ ખુશ હતો. ખુશી એના હૃદયમાં સમાતી નહોતી. વર કન્યાના પરિવાર પણ અત્યંત પ્રસન્ન હતા.

કન્યા પધરાવો સાવધાન! ના નાદ વાતાવરણમાં ગુંજી ઉઠ્યા. આકાશનું હૃદય હવે ખૂબ જોર જોરથી ધડકવા લાગ્યું. આકાશ મીટ માંડી ને લજ્જાની રાહ જોઈ રહયો. એ વિચારી રહ્યો કે, હમણાં મારી લજ્જા આવશે અને હંમેશા માટે મારી બની જશે. પણ લજ્જા ના આવી. ઘરના બધા લોકો લજ્જાને શોધવા લાગ્યા. કોઈને પણ જાણ ન થઈ કે લજ્જા ક્યાં ગઈ?

લજ્જાના માતા પિતાને પણ લજ્જાએ જાણ નહોતી કરી. લજ્જા ઓ લજ્જા! ક્યાં ચાલી ગઈ તું મને એમ એકલો મૂકીને? આકાશનું હૃદય તડપી ઉઠ્યું. જાન લગ્ન કર્યા વિનાની જ પરત ગઈ.

આકાશનું મન હવે વિચલિત રહેવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે આખરે એવું તો શું થયું કે, લજ્જા આમ કોઈને પણ જાણ કર્યા વિનાની ચાલી ગઈ! ક્યાં ગઈ મારી લજ્જા? શુ થયું હશે એની સાથે? એ શા માટે આવી રીતે ચાલી ગઈ? આકાશ તડપતો રહ્યો લજ્જા માટે. પણ લજ્જા તો એવી લજ્જિત થઈ ગઈ હતી કે, હવે આકાશ પાસે આવતી જ નથી.

લજ્જાની રાહ જોતા જોતા બીજા દસ વર્ષ વીતી ગયા. દસ દસ વર્ષથી આકાશ લજ્જાની શોધ કરતો રહ્યો છે. તેણે લગ્ન પણ ના કર્યા. હવે એ હારી ગયો છે. લજ્જાને શોધતાં શોધતાં એ થાકી ગયો છે. દિશાહીન બની ગયો છે આકાશ. ધીમે ધીમે એ લજ્જાને મળવાની આશા ગુમાવી રહ્યો છે. એવામાં જ એક દિવસ એક નવી ઘટના બની.

એક દિવસ આકાશ લજ્જાને શોધતો શોધતો એક આશ્રમમાં પહોંચી ગયો. આ એક અત્યંત પવિત્ર મહર્ષિનો આશ્રમ હતો. આકાશ આ મહર્ષિ પાસે જઇ પહોંચ્યો. એ આશા સાથે કે કદાચ અહીં એને એના પ્રશ્નનો ઉત્તર મળી જાય. શી ખબર?!!

મહર્ષિ એ આકાશને જોયો અને તેને આશ્રમમાં આવવાનું તાત્પર્ય પૂછ્યું. આકાશે પ્રત્યુત્તર આપ્યો, મહર્ષિ, હું મનની શાંતિ માટે અને મારા મન ના સમાધાન માટે આપશ્રી ના શરણમાં આવ્યો છું. મારા મનને કયાંય શાંતિ જ નથી. લજ્જાની કથા તેમણે મહર્ષિ ને અતથી ઇતિ સુધી જણાવી અને પૂછ્યું, શુ હું ક્યારેય પણ લજ્જાને મળી શકીશ? શુ મારા મનનું સમાધાન થશે?

અવશ્ય! મળી શકીશ. વત્સ. મહર્ષિ બોલ્યા. અને તેમણે આકાશને લાલ રંગની એક ઓઢણી ભેટ આપી અને કહ્યું, આ ઓઢણી તારી પાસે સાંભળીને રાખજે. આ ઓઢણી જ તને તારી મંઝિલ સુધી પહોંચાડશે. આ ઓઢણીની મદદથી જ તું લજ્જા સુધી પહોંચી શકીશ.

આકાશે ઓઢણીને જોઈ અને યાદ આવ્યું. પોતે પણ આ લાલ ઓઢણી જ તો લજ્જાને ભેટ આપી હતી. તો શું આ ઓઢણી જ લજ્જાને ફરી મારી તરફ ખેંચી લાવશે? આકાશના મનમાં પ્રશ્નો ઉઠી રહયા હતા, આ લાલ ઓઢણી મહર્ષિ પાસે ક્યાંથી? એમને આ વાતની જાણ કેવી રીતે થઈ? આકાશને કશું સ્પષ્ટ સમજાતું નહોતું. આકાશે મહર્ષિ ને આ બાબત પૂછવા પ્રયત્ન કર્યા. પરંતુ મહર્ષિ એ તેને માત્ર એટલું જ જણાવ્યું કે, અત્યારે તું મને કોઈ જ પ્રશ્ન ના પૂછીશ. સમય આવ્યે તને તેનો ઉત્તર આપોઆપ જ મળી જશે. આકાશ આ લાલ ઓઢણી લઈને ત્યાંથી વિદાય થયો.

પરંતુ હવે આકાશનું મન પહેલા કરતા પણ વધુ વિચલિત રહેવા લાગ્યું. જ્યારથી એ મહર્ષિને મળ્યો હતો ત્યારથી એને એમાં કૈક ભેદ જણાતો હતો. એને આ મહર્ષિ નું વ્યક્તિત્વ કાંઈક ભેદી જણાયું. આ ઓઢણી મહર્ષિ પાસે કેવી રીતે આવી એમાં જરૂર કાંઈક રહસ્ય છે. અને તેણે મનોમન નક્કી કર્યું, હું આ મહર્ષિનો ભેદ તો શોધીને જ રહીશ.

આ ઘટના બન્યા ને થોડા દિવસ વીતી ગયા પછી આકાશે એક યોજના બનાવી.

થોડા દિવસો પછી તે મહર્ષિના આશ્રમમાં ગયો અને મહર્ષિને પગે લાગ્યો. અને મહર્ષિનો આભાર માનવા લાગ્યો. મહર્ષિ એ કહ્યું, અરે વત્સ! તું શા માટે આભાર માની રહ્યો છે મારો? આકાશે કહ્યું, મહર્ષિ, હું આપનો આભાર આપે આપેલી ભેટ આ લાલ ઓઢણી માટે માની રહ્યો છું.

અર્થાત? મહર્ષિએ પૂછ્યું.

અર્થાત એ મહર્ષિ કે, આપના આશીર્વાદથી મને મારી લજ્જા પરત મળી ગઈ છે. અમે બંને ખૂબ ખુશ છીએ. લજ્જા જોડે મારા લગ્ન થવાના છે.

હવે ચમકવાનો વારો મહર્ષિનો હતો. એમણે કહ્યું, શું વાત કરે છે વત્સ? તને! તને લજ્જા મળી ગઈ? એ શક્ય જ નથી.

આકાશે કહ્યું, શા માટે શક્ય નથી? મને મારી લજ્જા મળી ગઈ છે. મહર્ષિ બોલ્યા, અસંભવ! અસંભવ છે આ. એ કઇ રીતે બને?

કેમ ન બને? આકાશે પૂછ્યું.

કેમ કે, લજ્જા તો! લજ્જા તો મારા કબ્જામાં છે. મહર્ષિ વધુ વખત સત્ય છુપાવી ના શક્યા. તને લજ્જા મળે જ કેવી રીતે? એ તો મારી કેદમાં છે.

આકાશ બોલી ઉઠ્યો, બસ! મહર્ષિ. હવે તમારો ખેલ ખતમ થયો. હું તો જાણતો હતો કે લજ્જા તમારા કબ્જામાં છે. અને આ વાત પુરવાર કરવા માટે જ હું ખોટું બોલ્યો હતો. ચલ બોલ હવે, મારી લજ્જા ક્યાં છે? ચારેતરફ થી પોલીસે તને ઘેરી લીધો છે

મહર્ષિ ગભરાયો. એણે કહ્યું, મારા આશ્રમમાં ઉપર ના માળે જે છેલ્લો ઓરડો છે એમાં બધી સ્ત્રીઓને કેદ રાખી છે. ત્યાં જ તારી લજ્જા પણ છે.

ચલ ખોલ એ ઓરડો. અકાશે મહર્ષિને કહ્યું. મહર્ષિએ ઓરડો ખોલ્યો. ઓરડામાં અનેક સ્ત્રીઓ હતી. તે બધીને આકાશ એ મુક્ત કરાવી. લજ્જા પણ મુક્ત થઈ. બધી સ્ત્રીઓએ આકાશનો આભાર માન્યો. પોલિસ મહર્ષિનો પકડીને લઈ ગઈ અને જેલમાં નાખ્યો.

આકાશ અને લજ્જાનું પુનઃમિલન થયું. આકાશે લજ્જાને પુછયુ, લગ્નના દિવસે તારી સાથે શુ બન્યું હતું? લજ્જાએ ઉત્તર આપ્યો, આકાશ, તે દિવસે હું તને મળવા આવી પછી બીજા દિવસે સવારે એટલે કે લગ્નના દિવસે હું પ્રભુના આશીર્વાદ લેવા મંદિરે ગઈ હતી. પરંતુ જેવી હું દર્શન કરી મંદિર બહાર નીકળી કે આ મહર્ષિના માણસોએ મને કેદ કરી લીધી. મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કર્યો પણ નિષ્ફળ રહી. કારણ કે , આ મહર્ષિને સ્ત્રીઓ પ્રત્યે ભારોભાર ઘૃણા હતી એટલે એ બધી સ્ત્રીઓને હંમેશા કેદમાં જ રાખતો અને બધી સ્ત્રીઓ પાસે ખૂબ કામ કરાવતો અને અસહ્ય પીડા આપતો હતો. એને તો તમે એના કર્મની યોગ્ય સજા અપાવી. હવે આપણે આપણું જીવન આનંદથી વિતાવીશું. પણ તમે મારા સુધી કેવી રીતે પહોંચ્યા એ કહો.

આકાશે પેલી લાલ ઓઢણી લજ્જાને બતાવી અને કહ્યું, આના થકી. એ કેવી રીતે? ન સમજાતા લજ્જાએ પૂછ્યું. અને આકાશે લજ્જાને બધી વાત કરી. લજ્જાને મનોમન આકાશની બુદ્ધિ પર ગર્વ થયો.

અંતમાં આકાશ અને લજ્જાના લગ્ન થયા. આકાશે સુહાગરાતે લજ્જાને લાલ ઓઢણી ઓઢાડી અને કહ્યું, લજ્જા, આ લાલ ઓઢણીએ આપણી લાજ રાખી ખરી. આપણા મિલનનું કારણ પણ બની. અને લજ્જા લજ્જિત થઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED