Cover story books and stories free download online pdf in Gujarati

કવર સ્ટોરી

કવર સ્ટોરી

સુદેશભાઈ આમ તો અમારા નવા પાડોશી છે. આમ તો એમનું નામ સુદેશભાઈ ના બદલે આદેશભાઈ રાખવાની જરૂર હતી. એમનો બસ એક જ ધંધો આદેશ આપવાનો. એ સિવાય એ બીજું કઈ જ કરતા નથી. ઘરમાં એમના પત્ની હંસાબેન એમનાથી ત્રાસી ગયા છે. બસ એ હંમેશા પત્નીને આદેશ જ આપ્યા કરે છે. જાણે પત્ની એમની ગુલામ હોય અને પોતે માલિક એમ હંસાબેન નું કહેવાનું છે.

હા, તો આવા છે સુદેશભાઈ. એમને અમારા મહોલ્લામાં મારા અને બીજા એક બે લોકો સિવાય બહુ ભળતું નથી. આદેશ આપવામાંથી ઊંચા આવે તો લોકો સાથે વાત કરવાનો સમય મળે ને?

આદેશભાઈ સોરી હો સુદેશભાઈ. આ જોને નામ પણ સુદેશભાઇ ના બદલે મારાથી આદેશ ભાઈ લખી ગયું. હા તો આ સુદેશભાઇ જેટલા આદેશભાઈ છે એથી વિરુદ્ધ હંસાબેન ખુબ જ શાંત પ્રકૃતિ ધરાવે છે. લોકોના હૃદયમાં એમણે બહુ ઝડપથી પોતાનું સ્થાન મેળવી લીધું છે. મહોલ્લાના લોકોને પણ હંસાબેન સાથે બહુ સારું બને છે. મારી પત્ની નિર્ઝરા તો એમની ખાસ બહેનપણી બની ગઈ છે. હંસાબેનનો સ્વભાવ જ એવો છે કે એમની સાથે કોઈ પણ માણસને મિત્રતા થઇ જ જાય.

આપણો તો ધંધો જ પત્રકારનો એટલે આમ તો રખડવાનો ને ગામ આખાના ઇન્ટરવ્યૂ લેવાનો. ઘરમાં તો બંદા બહુ ઓછો સમય હાજર હોય એટલે મને આજુબાજુની ખાસ ખબર હોતી નથી. પણ હમણાં હમણાં નિર્ઝરા મારી સાથે સુદેશભાઈ અને હંસાબેનની વાતો કરે છે. હંસાબેનના તો એ વખાણ કરતા થાકતી જ નથી. હું થાકી જાવ છું એને સાંભળીને પણ એ બોલતા નથી થાકતી. આમ,અમારું જીવન ગાડું વ્યવસ્થિત ચાલ્યું જતું હતું.

પણ પછી અચાનક એક દિવસ એક ઘટના બની. એક એવી ઘટના ઘટી કે જે અમારા અખા મહોલ્લા માંથી કોઈ ના પણ વિચારમાં આવ્યું જ નહોતું. આ એક એવી ઘટના હતી કે અમારા તો સર્વ ની કલ્પના બહારની જ વાત હતી. અમે કોઈ તો કડી પણ આવું કઈ વિચાર્યું જ નહોતું.

નિર્ઝરા એ મને કહ્યું, "પેલા હંસાબેન દગાખોર નીકળ્યા."

મેં પૂછ્યું , કેમ વળી, શું થયું?

"અરે એ જેટલા ભોળા દેખાય છે એટલા ભોળા નથી પણ એટલા જ લુચ્ચા છે. આપણે તો એને શરીફ સમજ્યા હતા પણ એ તો- અને આ સુદેશભાઈ કઈ આદેશભાઈ નથી. એમને તો આદેશ એટલે શું એ જ ખબર નથી. બિચ્ચારા સુદેશભાઈ! મને તો એની દયા આવે છે. એટલું બોલી નિર્ઝરા અટકી. એની આંખમાં હંસાબેન પ્રત્યે ભારોભાર રોષ દેખાઈ આવતો હતો. જેની વાત કરતા એ થાકતી નહોતી આજે એની વાત કરતા આટલો રોષ?

મને કઈ સમજ ના પડતા મેં કહ્યું, " મને તો એમાં કઈ ખબર નથી પડતી. તું કહેવા શું માંગે છે? કંઈક ફોડ પાડીને વાત કર તો ખબર પડે.

અને નિર્ઝરા એ જે હકીકત કહી એ સાંભળીને હું તો એકદમ અવાચક રહી ગયો.

એ બોલી ઉઠી, " તો સાંભળો. તમને સત્ય હકીકતના દર્શન કરાવું ."

"હંસાબેન એ ખરેખર સુદેશભાઈના પત્ની નથી."

"તો! તો પછી એ કોણ છે?"

"એ જ તો હું તમને કહું છું. એ તો એક ચાલાક અને પૈસાખાવ સ્ત્રી છે. સુદેશભાઈને તો એ બલીનો બકરો બનાવીને બેઠી છે. એ તો હંસાબેનના તાલે નાચે છે."

"પણ તો પછી સુદેશભાઈ હંસાબેનની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ નથી કરી દેતા?" હું અધીરાઈથી બોલી ઉઠ્યો.

"એ પણ એ કરી શકે એમ નહોતા." નિર્ઝરા એ કહ્યું.

"કેમ?"

"કારણ કે, એમના અસલી પત્ની સુષ્માબેન હંસાના કબ્જામાં છે અને હંસાબેન વિષે એને કોઈ પણ હરફ ઉચ્ચાર્યો છે તો સુષ્માબેનનું મોત દેખાશે. એવી ધમકી હંસાબેન એ એમને આપી હતી."

"હા પણ એ હંસા સુદેશભાઈને મળી કેવી રીતે?"

"જેમ એમણે મીઠી મીઠી વાતો થી આપણું દિલ જીતી લીધું હતું એવી જ રીતે એમણે સુદેશભાઈને પણ એમના મોહપાશમાં જકડી લીધા હતા. અને પછી તો ન થવાનું થયું. એ હંસાબેન પ્રત્યે આકર્ષાયા. અને સુષ્માબેન આ સહન ના કરી શક્યાં અને એ તો એના પિયર જવા ચાલી નીકળ્યા. પણ રસ્તામાં જ હંસાબેને એમનું અપહરણ કરી લીધું અને પોતે કેવી લુચ્ચાઈ થી એના પતિને ફસાવ્યા એની અકર્મી કરમ કહાની એ ણે સુષ્માબેનને સંભળાવી. અને એ સાંભળી સુષ્માબેન તો અવાચક જ રહી ગયા. એ કરી પણ શું શકે? રોવા સિવાય? બીજો કોઈ ઉપાય જ ક્યાં હતો?

"ઓહ,પછી શું થયું? પણ તને આ બધી વાતોની કેવી રીતે ખબર પડી? હંસાબેન અત્યારે ક્યાં છે? મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું.

"તમે હવે ચિંતા ના કરો. એમને તો પોલિશ પકડીને લઇ ગઈ છે. આટલા મહિનાથી ચૂપ બેઠેલા સુદેશભાઈમાં આજે અચાનક હિંમત આવી ગઈ હતી. હવે એમનાથી વધુ અત્યાચાર સહન ના થતા હિંમત કરી તેઓ પોલિશ સ્ટેશન પહોંચી ગયા અને હંસાબેન વિરુદ્ધ ફરિયાદ લખાવી આવ્યા. અને પોલિશ એમની કરમ કહાની સાંભળી એમને પકડી લઇ ગયા. હવે એમને આજીવન કેદ થશે.

"હા, પણ સુદેશભાઈ છેક સાંજે હિંમત કરી તો આ પહેલા કરી હોત તો?"

મને વચ્ચે જ અટકાવીને નિર્ઝરા બોલી, પણ એ વખતે એમને ડર હતો. સુષ્માબેનના જીવની પરવા હતી."

"તો હવે નથી શું? સુષ્માબેન ક્યાં છે?"

"અરે સુષ્માબેનને લીધે જ સુદેશભાઈ માં હિંમત આવી."

"એટલે? મને કઈ સમજાયું નહિ." મેં પૂછ્યું.

"એટલે એમ કે, સુષ્માબેનને હંસાબેન એ જ્યાં કેદ કરી રાખ્યા હતા ત્યાંની બારી હંસાબેન એ ખુલ્લી રાખી દીધી હતી અને ત્યાંથી સુષ્માબેન છટકી ગયા અને બધી તપાસ કરી. અને આજે સવારે જ સુષ્માબેન અહીં આવી પહોંચ્યા, અને એમણે સુદેશભાઈને હિંમત આપી. અને હંસા વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહ્યું. અને હવે અત્યારે પરિણામ તમારી સામે છે. અને સુદેશભાઈને પોતાની ભૂલ સમજતા તેમણે પત્નીની માફી માંગી. બંને કેટલા સમય પછી મળ્યા છે. બંને આજે બહુ જ ખુશ છે. જિંદગીમાં પહેલી વાર મેં આજે સુદેશભાઈને આટલા ખુશ જોયા છે. જિંદગી પણ કેવા વળાંકો લેતી હોય છે!"

"ચાલ, આપણે બંને એમને બંનેને અભિનંદન આપવા જઈએ." મેં નિર્ઝરા ને કહ્યું.

પણ નિર્ઝરા એ મને અટકાવીને કહ્યું, "ના, આજે નહિ. ઘણા સમય ના વિરહ બાદ એમનું આજે ફરી મિલન થયું છે. આવા સમયે એમને ત્યાં જઈને એમને ખલેલ પહોંચાડવો ઠીક નહિ. એટલે આપણે આવતી કાલે જઈશું."

"સારું, ભલે. જેવી તારી મરજી." મેં કહ્યું.

અને બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે, આ હકીકત મારા આવતીકાલના છાપાની કવર સ્ટોરી બની શકે છે. સૌથી અલગ. જે લોકો એ કદી જોઈ કે સાંભળી ના હોય અને આ સ્ટોરી છાપીને હું બેસ્ટ કવર સ્ટોરી રાઇટર બની જઈશ એવા શેખચલ્લીના વિચારો કરતો હું મારા અખબારના પ્રેસ પર જવા નીકળ્યો. આખરે હું પત્રકાર ખરોને? એટલે આવા વિચારો તો આવે જ ને?

જિંદગીમાં ઘણીવાર આપણી ધારણા બહારનું પણ બની જતું હોય છે. જિંદગી એની ચોપાટ ફેલાવીને જ બેઠી હોય છે. એને તલાશ હોય છે શિકારીની. અને એ મળી જતા સુદેશભાઈ, સુષ્માબેન, મારા અને તમારા જેવા કંઈક લોકોનાં ભોગ લેવાય છે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED