Videshi kahevato books and stories free download online pdf in Gujarati

વિદેશી કહેવતો

વિદેશી કહેવતો

કહેવતો પતંગિયા જેવી સુંદર છતાં ચંચળ હોય છે , કેટલીક પકડાઈ જાય છે તો કેટલીક છટકી જાય છે -રશિયા

જે મધમાખીઓના મુખમાં મધ હોય છે તેમની પુછડીએ ડંખ જરૂર હોય છે.

-ઇંગ્લેન્ડ

જો તમે નાણાં ઉધાર આપો છો તો કા તો એ નાણાં ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો.

-આલ્બેનિયા

ભૂખ્યા માણસને એક માછલી આપવાથી તમે તેનો એક દિવસનો ખોરાક આપી શકશો પણ જો તેને માછલી પકડતા શીખવાડશો તો આખી જિંદગીનો ખોરાક આપી શકશો.

- ચીન

જગતમાં કોઈ અમીર પાસે એટલું મોટું મહાલય નથી હોતું કે તેને કોઈ પાડોશી જ ના હોય.

- સ્વીડન

તમે જ નિહાળો છો તેમાંથી અડધુંજ સાચું માનો અને જ સાંભળો છો તેમાંથી કશું સાચું ના માનો.

-ક્યુબા

ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.

- ઇંગ્લેન્ડ

જે રસ્તો સૌથી વધુ ઘસાયેલો હશે એ સૌથી વધુ સલામત હશે.

- ચેકોસ્લોવેકિયા

અવારનવાર માણસને પોતાનું દુર્ભાગ્ય એ જ રસ્તે મળી જાય છે જ રસ્તો તેણે દુર્ભાગ્યથી પીછો છોડાવા પસંદ કર્યો હોય છે.

- ફ્રાન્સ

જયારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ થઇ જાય છે.

- રશિયા

જે પુસ્તક વાંચવા માટે ક્યારેય ખોલવામાં નથી આવતું એ માત્ર કાગળોનો ઢગલો જ છે.

- પોલેન્ડ

કોઈ ઝાઝા બધા લફડાંઓને એકસાથે સંભાળવા જાય તો જાળ વિના માછલી પકડતા માછીમાર જેવી તેની હાલત થાય છે. એકને સંભાળે ત્યાં બીજી ઉછાળો મારે!

- ચીન

ધીરજ આનંદની ચાવી છે અને ઉતાવળ શોકની ચાવી છે.

- અલ્બેનિયા

સ્ત્રીના આભૂષણો તેના પતિએ શાંતિ માટે ચુકવેલી કિંમત છે.

- આફ્રિકા

જયારે તમે કોઈને ક્ષમા આપો છો ત્યારે તમારી જાત મજબૂત કરો છો અને તેની જાતને નબળી બનાવો છો.

- અમેરિકા

જમીન પર મોં ભેર પછડાયેલો માણસ માત્ર ઉભા થવાના જ પ્રયત્નો કરી શકે કારણ કે તે વધુ નીચે પતન પામી શકે તેમ નથી.

- ઇટાલી

શુદ્ધ અંતરાત્મા કરતા વધુ આરામદાયક ઓશીકું બીજું એક પણ નથી.

- ફ્રાન્સ

જે પોતાની જાત ને સમાજની સફાઈ માટે સાવરણી બનાવે તેણે ધૂળની ફરિયાદ ના કરવી જોઈએ.

- જર્મની

સંપત્તિ જેટલા સુખો આપે છે તેથી વધુ એ વસુલ કરે છે.

- ચીન

જે કશું જ ઈચ્છતો નથી એ સર્વાધિક શ્રીમંત છે જે બધું જ ઈચ્છે છે એ સર્વાધિક ગરીબ છે.

- ગ્રીસ

કીડી પણ છ ફૂટ ઊંચી હોય શકે જો તેના ખુદના માપદંડથી માપોતો.

- સર્બિયા

તમે ઉદાસીના પંખીને તમારા માથે ચકરાવો લેતા રોકી શકતા નથી પણ તેને તમારા મસ્તક પાર માળો બાંધતા જરૂર રોકી શકો છો.

- ચીન

જે ગુના જાહેરમાં આચરવામાં આવે છે તેને હળવાશથી લેવાય છે .- ઇટાલી

સારી વસ્તુઓ શોધવી પડે છે અને ખરાબ વસ્તુઓ મળી જાય છે.

- એસ્ટોનીયા

સજાથી કદાચ એક ખોટો માણસ સાચો નહીં બને પણ સો સાચા માણસો ખોટા બનતા અટકશે.

- અરબસ્તાન

ગુસ્સાની એક ક્ષણ પર જો તમે નિયંત્રણ રાખી શકો તો પસ્તાવાના સો દિવસો બચાવી શકો.

- યુગોસ્લાવિયા

ડાહ્યો માણસ બીજાની ભૂલોમાંથી શીખે છે અને મૂરખ માણસ પોતાની ભૂલોમાંથી.

- ઇટાલી

મૌન માનવી હંમેશા સાંભળવા લાયક હોય છે.

- જાપાન

જે પાસા પકડતા જ ડરે છે તે ક્યારેય રમત જીતતો નથી.

- તિબેટ

પશ્ચાતાપ કરનાર એક પાપી પ્રલોભનને તાબે ન થનાર દસ સંતો કરતાંય વધુ ચડિયાતો છે.

- રશિયા

વાદળાઓ હંમેશા વરસાદની એંધાણી આપે તેવું નાતની પણ ધુમાડો હંમેશા આગની જ ચેતવણી આપે છે.

- આફ્રિકા

મિસ્ટાન્ન અને મહેનત બંને ત્રણ દિવસ પછી ઝેર બની જાય છે.

- સ્કોટલેન્ડ

સીડી ચડવા માટે તમારે નીચલું પગથિયું પેલા ચડવું પડશે.

- જર્મની

દુનિયામાં ખરેખર સુખી મનુષ્ય એ છે જે પોતાની જાતને સુખી મને છે.

- ફ્રાન્સ

માળામાં રહેલા બે પક્ષી કરતા હાથમાં રહેલું એક પક્ષી વધારે ઉપયોગી છે.

- આયર્લેન્ડ

હૃદય પાસે એવું કોઈ રહસ્ય છુપાયેલું નથી જે વર્તન દ્વારા પ્રગટ થતું ન હોય.

- સ્પેન

હજારો વર્ષોની પ્રતિષ્ઠ એક જ કલાકની વર્તણુક દ્વારા ધૂળધાણી થઇ શકે છે.

- જાપાન

આંસુને પણ પોતાની ભાષા હોય છે પરંતુ જે રડે છે તે જ તેને સમજી શકે છે.

- આર્મેનિયા

અશ્રુઓના વરસાદમાં જ સમજણની ફસલ પાકે છે.

- ચીન

જો તમે તમારા ચેહરા પર હસો છો તો તમે ઈશ્વર પર હસો છો , જો તમે મારા વસ્ત્રો પર હસો છો તો તમે મારા દરજી પર હસો છો પણ જો તમે મારા કર્તવ્ય પર હસો છો તો તમે મારા પર હસો છો.

- એસ્ટોનીયા

તમારી ટોપલી એટલી ઊંચી ન ટાંગો કે તમારે ત્યાં પહોંચવા માટે કુદકા લગાવવા પડે.

- બહામા

તાજમાં એક હીરો વધુ ઉમેરાય એ કરતા પેટમાં એક ટુકડો રોટી વધુ ઉમેરાય એ અગત્યનું છે.

- સ્વીડન

જયારે પાપ ભુલાઈ જાય ત્યારે ક્ષમા આપવી સહેલી છે.

- અરબસ્તાન

ઘણાને સખત પરિશ્રમનું ફળ મળતું નથી કારણ કે એક કેરી માટે તેઓ આખો આંબો ઉગાડવાની મહેનત કરતા હોય છે.

- ડેન્માર્ક

જયારે ઓકનું પ્રચંડ વૃક્ષ ધરાશાયી થાય છે ત્યારે બધા જ લાકડા ચોરવા પહોંચી જાય છે.

- સર્બિયા

લીલું ઝાડ પાડવા મહેનત કરવી પડે છે સૂકું ઝાડ આપમેળે પડે છે.

- પેરુ

છેલ્લે હસનાર જ હસવાનો ખરો હકદાર છે.

- ઇંગ્લેન્ડ

જ્યાં સુધી હું પગ વિનાના એક વિકલાંગને નહોતો મળ્યો ત્યાં સુધી હું મારી પાસે જૂતા ના હોવા બદલ દુઃખી હતો.

- ઈરાન

જે લડાઈ લડવાના નથી આવી એ સૌથી કરુણ પરાજય છે.

- ફ્રાન્સ

તમારો શ્રેષ્ઠતમ મિત્ર અને કનિષ્ઠતમ શત્રુ તમારી જ જાતમાં છુપાયેલો છે.

- ઇંગ્લેન્ડ

સલાહ આપવી સારી વાત છે પણ એથીયે વધુ સારી વાત ઉપાય આપવો તે છે.

- તુર્કસ્તાન

જો તમે વૃદ્ધ હો તો સલાહ આપો જો તમે યુવાન હો તો સલાહ આપવી પડે તેવો મોકો ના આપો.

- ચીન

સંસારમાં પૈસાદાર માણસ સદાય શાણો અને રૂપાળો જ હોય છે.

- જર્મની

અસવાર ઘોડા પાર ચડીને ઘોડેસવારી કરતા શીખે એટલું પૂરતું નથી તેને ઘોડા પરથી ઉતરતા પણ આવડવું જોઈએ.

- મેક્સિકો

જે માણસને ઘેર કોઈ મહેમાન ના આવતા હોય તેને પોતાના પર્યટનમાં કોઈ યજમાન પણ મળતા નથી.

- તાઇવાન

દરેક જાત્રાળુ કઈ સંત નથી બનતો.

- ડેનમાર્ક

આત્મજ્ઞાન એ આત્મવિકાસનો પ્રારંભ છે.

- ફ્રાન્સ

જાત પર મેળવેલો વિજય સર્વશ્રેષ્ઠ વિજય છે.

- ગ્રીસ

સત્ય માણસને ગમે ત્યાં લઇ જઈ શકે જેલમાં પણ.

- પોલેન્ડ

જે બીજાના વસ્ત્રોમાં પોતાની જાત ઘુસાડે છે તે બહુ જલ્દી નગ્ન થઇ જાય છે.

- બલ્ગેરિયા

સૈનિકો લડે છે અને રાજાઓ વિજેતા જાહેર થાય છે.

- ઇઝરાયલ

જે લડાઈ કરીને ભાગી છૂટે છે તેણે બીજા કોઈ દિવસે અધૂરી લડાઈ પુરી કરવી પડે છે.

- ફિનલેન્ડ

સંબંધીઓ અને સૂરજથી જેટલું વધુ અંતર રહે તેટલું સારું.

- મેક્સિકો

પ્રતિષ્ઠ એટલે નબળાઈને ઢાંકી દેવા વપરાતો નકાબ.

- ઇઝરાયલ

જેણે ઉઘાડા પગે ચાલવાનું છે તેણે કાંટા વાવવા ન જોઈએ.

- સ્કોટલેન્ડ

ઝાડીઝાંખરામાં કોઈ માનવી કારણ વિના દોડતો નથી કા તો એ સાપનો પીછો કરે છે અથવા સાપ તેનો પીછો કરે છે.

- નાઈજીરિયા

માણસ ક્રોધમાં હોય ત્યારે હંમેશા સત્ય બોલે છે.

- અમેરિકા

કોઈના પતન પર ક્યારેય હસવું નહિ જીવનના તમામ માર્ગો લપસણા હોય છે.

- રશિયા

ખોટા સિક્કાને પણ બે બાજુઓ હોય છે.

- ચીન

ભયંકર ભરતી પછી પણ ઓટ આવે જ છે.

- યુગોસ્લાવિયા

હા અને ના એવા ટચુકડા શબ્દો છે જે ધરખમ ચીજોનું સર્જન કરી શકે છે.

- જર્મની

તમારા પગ કરતા તમારા જૂતા વધુ ઝડપે દોડે નાગી તેની કાળજી લેજો.

- આયર્લેન્ડ

માંસ તો ઘણા જળચરો ખાય છે પણ માત્ર શાર્કને ફાળે જ અપયશ આવે છે.

- જમૈકા

પોતાનો જોડો જ હંમેશા ડંખે છે.

- ડેનમાર્ક

જાહેર સેવાઓ જુના દેવા સમાન છે બંનેમાં વળતર ભાગ્યે જ વળે છે.

- સ્પેન

સાપ કરડવાનો ફાયદો એ છે કે પછી કીડીના ચટકાનો ભય રહેતો નથી.

- સુદાન

માણસ જે કરતા નથી ગભરાતો તે કહેતા ગભરાય છે.

- નોર્વે

ખાલી પાકીટ હોય તો માર્કેટમાંથી ઝડપભેર પસાર થઇ શકાય છે.

- ઇંગ્લેન્ડ

રસ્તા પરની સૌથી વજનદાર ચીજ ખિસ્સામાં રહેલું ખાલી પાકીટ છે.

- ચીન

બિલાડીને જો સતત પુરી રાખવામાં આવે તો એ સિંહ બની જાય છે.

- હોલૅન્ડ

જો કેડી પણ નજર સામે હોય તો દૂરનો રાજમાર્ગ મૂકી તેના પાર દોડવાનું શરુ કરી દો .

- હંગેરી

કરોળિયો માત્ર

માખી માટે જ જળ ગૂંથતો નથી.

- ચેકોસ્લોવેકિયા

જે મારી પ્રશંસા કરે છે એ મારા શુભેચ્છક છે અને જે મારા દોષ બતાવી મને ટપારે છે એ મારા શિક્ષકો છે.

- ચીન

જ્ઞાનનો ફેલાવો થઇ શકે છે ડહાપણનો નહિ.

- ભારતીય સંસ્કૃત સુભાષિત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED