Speechless Words CH. 28 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH. 28

|| 28 ||

પ્રકરણ 27 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે, આદિત્ય વેકેશન કરવા માટે અમદાવાદ જતો રહે છે અને દિયા રાજકોટ છે. દિયા અને આદિત્ય વચ્ચે એક રાત્રે વ્હોટ્સ એપ પર વાતો થાય છે પણ આદિત્યને આ વાતમાં કોઈ જ મજા નથી આવતી કારણ હતું દિયાના બહુ જ મોડેથી આવતા મેસેજના રીપ્લાય. દિયા કેમ આદિત્યને ઇગનોર કરતી હતી ? આ વાતનો જવાબ દિયાએ આદિત્યને આપ્યો જ નહીં. આ વાર્તામાં છેલ્લે દિયા પોતાની બહેન ખૂશ્બુને કોલ કરે છે. પછી ? હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

***

બીજા દિવસે રાજકોટમાં..

દિયાને પણ વેકેશન ચાલતું હતું અને એટલે જ પોતાની સાથે કંપની મળી રહે તે હેતુથી તેણે પોતાની કઝીન બહેન ખૂશ્બુને કોલ કર્યો. દિયાને હરવા ફરવાનો બહુ જ શોખ હતો. નવા નવા એડ્વેન્ચર અને નવી નવી બીજી જગ્યાઓએ ફરવા જવાનો અને તેની મેમરીઝ સંગ્રહ કરવાનો બહુ જ શોખ હતો. આથી દિયાએ ખૂશ્બુને બોલાવી ફરવા જવા માટે પણ થયું ઊલટું.

દિયા : હેલો

ખૂશ્બુ : હાઈ બબુ, શું વાત છે તારો કોલ ??? કઈ સ્પેશ્યલ ?

દિયા : સાંભળ ક્યાં છો તું ?

ખૂશ્બુ : ઘરે કેમ કઈ કામ હતું કે એમ જ કોલ કર્યો ?

દિયા : ના, મારે તને મળવું હતું થોડી ઇમ્પોર્ટન્ટ વાત હતી.

ખૂશ્બુ : બોલ ને શું હતું ?

દિયા : તું એક કામ કર અત્યારે જ ટ્રેનમાં બેસીને રાજકોટ આવીજા. ફરવા જઈશું ક્યાંક.

ખૂશ્બુ : ના, મેડમ અહીંયા ઘરે કોઈ નથી. હવે, તે જ મને આ કીધું છે એટલે તું જ કર. આજે આમ પણ રવિવાર છે એટલે અંકલ અને આંટી ઘરે જ છે તો હવે તું ટ્રેનમાં બેસી ફટાફટ આવીજા જામનગર. હું જમવાનું બનાવીને રેડી કરું છું ત્યાં સુધીમાં ઓકે ? બાય.

દિયા : હા બાય.

દિયા રાજકોટથી પોતાની બેગ પેક કરીને નીકળી જામનગર જવા માટે ટ્રેનમાં અને થોડી વાર બાદ પહોંચી જામનગર તેના કાકાના ઘરે પોતાની બહેન ખૂશ્બુને મળવા માટે. હવે, શરૂ થયો સ્ટોરીનો મોસ્ટ ઇન્ટરેસ્ટીંગ પોઈન્ટ. દિયા ખૂશ્બુના ઘરે પહોંચી. ખૂશ્બુએ ઘરનો દરવાજો ખોલ્યો અને દિયાએ ટાઈટેસ્ટ હગ આપ્યું. બે ક્ઝીન સીસ્ટર્સ મળે એટલે આ સીન જોવા જેવો જ હોય. બે બેસ્ટ ફ્રેન્ડ્સ ઘણા સમય પછી મળ્યા હોય એવી ફીલીંગ્સ બંનેના મનમાં જોવા મળતી હોય છે.

“ આજે ટ્રેન બહુ મોડી હતી કે શું ? “, કીચનમાં જઈને પાણીની બોટલ લઈને કાચના એક ગ્લાસમાં પાણી ભરતા ભરતા ખૂશ્બુએ દિયાને મોડા આવવાનું કારણ પૂછ્યું.

“ હા, ઉપરથી જ લેટ હતી અને આ ભીડ એટલી બધી કે જગ્યા મળવી મુશ્કેલ બની જાય. આમ છતાં મને તો મળી ગઈ હતી. “, દિયાએ પાણી પી ને ગ્લાસ ખૂશ્બુએ લઈને આવેલી પ્લેટમાં મુક્તા કહ્યું.

“ શું વાત છે ? આજે ઘરે આવવાનું કેવી રીતે થયું ? “, ખૂશ્બુએ દિયાને પોતાના ઘરે આવવાનું કારણ પૂછતાં કહ્યું.

“ બસ, વેકેશન હતું તો વિચાર્યું કે ચાલ જામનગરથી તને બોલાવી લવ એની જગ્યાએ મારે જ આવવાનું થઈ ગયું. “, દિયાએ ખૂશ્બુને જવાબ આપ્યો.

“ બેટા, આ તો છે ને ઘરે કહેવાનો જવાબ થયો, તું મને સાચે સાચું કે શું હતું ? અહીંયા આવવાનું મેઇન રીઝન ? ? “, ખૂશ્બુ દિયાની સાથે જ મોટી થયેલી અને તેના જેવડી જ ઉંમરમાં હોય તેને દિયાની બધી જ વાતો આપ મેળે જ ખબર પડી જતી.

“ જો ખુશું થયું એવું છે કે આઈ એમ ઇન લવ વીથ સમવન “, દિયાએ ચારેબાજુ જોતાં ધીમેથી ખૂશ્બુને કહ્યું.

“ ઓહહો વાઉ.. ગ્રેટ કોણ છે એ લકી મેન ? “, ખૂશ્બુએ ખુશ થતાં થતાં દિયાને પૂછ્યું.

“ છે કોઈ... તેની જ વાતો, તેની જ ચિંતા, તેનો જ ખ્યાલ, તે ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ બસ તે જ દેખાય છે.......each and every second of my life .... બસ એ જ દેખાય છે. “, દિયાએ ખૂશ્બુને પોતે જેને પ્રેમ કરે છે તેના વિશે વાત કરતાં કહ્યું.

“ અચ્છા કોણ છે એ સ્વિમિંગના ગ્રૂપમાં કે ફેમિલી રિલેશનમાં કે પછી કોલેજના ક્લાસમેટમાં શેમાં છે ? કઈક હીંટ તો આપ “, ખૂશ્બુએ દિયા પાસે તેના પ્રેમીને ઓળખવા માટે હીંટ માગી.

“ આમ જુઓ તો તે ક્યાંય નથી અને એક રીતે જુઓ તો બધે જ છે. કદાચ અત્યારે પણ મારા વિચારોમાં અને મારી યાદોમાં છે. “, દિયાએ ફરીવાર પોતાના પ્રિય પાત્ર વિશે વાત કરતાં કહ્યું.

“ બહુ કરી હવે તું જ બોલી જા કોણ છે એ ? “, છેલ્લે કંટાળીને ખૂશ્બુએ દિયા પાસેથી જ જાણવા અપીલ કરી.

“ જિગર “, દિયાએ જવાબ આપ્યો.

“ જિગર ?? ઓહહો “, ખૂશ્બુએ સામે ઉત્સાહિત થતાં કહ્યું.

***

તે જ દિવસેમાં આદિત્ય આ જ સમયે દિયા સાથે વાત કરે છે..

“ જિગર ???? હેતુ યાર કેટલા સમય પછી એક તો મેં તને કોલ કર્યો મારા દુ:ખના ટોપલા ઠાલવવા અને તું છે કે આગમાં ઘી ઉમેરે યાર. જિગર કેવી રીતે પોસીબલ છે ? જિગર દિયાનો છે ને જસ્ટ ફ્રેન્ડ છે લાઇક તું અને હું એમ. “, મેં હેત્વીને કોલ પર કહ્યું.

મારી અને હેત્વીની ઘણા સમય પછી આજે કોલમાં વાત ચાલતી હતી. હેત્વીને આ બધી વાતની ખબર હોઇ તેણે મને જાણ કરી અને કહ્યું કે દિયા તો જિગરને લવ કરે છે અને એટલે જ મને એક ઝટકો લાગ્યો. હું કેવી રીતે માનું કે દિયા જિગરને પ્રેમ કરે છે ? કારણ કે મને તો એમ જ હતું કે દિયા મને લવ કરે છે.

“ આદિત્ય, તું ભોળો છે યાર. તું સાવ સીધો સાદો છે યાર. તને એ દિયા તો કાઇ જ નથી, તને તો હું પણ રમાડી લવ હવે, તારું શું આવે ? તું એવો છોકરો છે કે જેની સાથે જસ્ટ કલાક બે કલાક સારી અને રોમેન્ટીક વાતો કરીએ એટલે પૂરેપૂરો ઓગળી જાય. દિયાએ તારી આ જ ક્વોલિટીનો ફાયદો ઉઠાવ્યો છે. જો મને તારા અને દિયાના રીલેશનથી કોઈ જ ફર્ક નથી પડતો અને આજે તને મેં કોલ પણ નથી કર્યો. તે મને સામેથી કોલ કર્યો એટલા માટે હું તને આ બધી લપ કરીને સમજાવું છું કે યાર, હજી સમજી જા. હજી તારી પાસે ઇનફ ટાઈમ છે. ભૂલી જા દિયાને કાયમી માટે. દિયા તારી માટે છે જ નહીં. તું બહુ જ સારો છોકરો છે. હું તો કાસ્ટમાં તારાથી અલગ છું અને મારા ચહેરા પર સ્પોટ છે. તું છે ને મારી ચિંતા ના કર, મારા મેરેજ તો કોઈ મારી જેમ ડાઘ વાળો ચહેરો ધરાવતા વ્યક્તિ સાથે જ થશે ને અને હા, મને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. “, હેત્વીએ મને કહ્યું.

“ હેત્વી, યાર તું કેટલી મસ્ત છે ! મારે તારા ઘરે આવવું છે બોલ ક્યારે આવું ? “, મને ખબર નહીં કેમ હેત્વીના ઘરે જવાની ઈચ્છા થઈ. આથી મેં હેત્વીને કહ્યું.

“ ઓકે રવિવારે સાંજે જ આવી જા. તું અમદાવાદથી પણ આવી ગયો હોઈશ. ઓકે ચાલ ફાઇનલ હું મમ્મીને કહી દઉ છું અને સાંભળ બારમાં ધોરણના ચોપડા મેથ્સના તારે કામમાં આવે એટલે તે લેવાના બહાને આવજે. “, હેત્વીએ મને જાણે બહુ મોટી ફાઇટ કરવાની હોય એમ પ્લાન સમજાવતા કહ્યું.

“ ઓકે મળીએ રવિવારે સાંજે “, આમ કહીને મેં કોલ કટ કર્યો.

આદિત્યને હેત્વીની વાત પર જરા પણ વિશ્વાસ નહોતો અને કેવી રીતે હોય પોતાની ગમતી છોકરી વિશે કોઈ એમ કહે કે તે છોકરી કોઈ બીજાને પ્રેમ કરે છે એટલે શરૂઆતમાં તો કોઈ પણ છોકરાને તે વ્યક્તિ પર વિશ્વાસ ના આવવો સ્વાભાવિક છે. આવું જ કઈક આદિત્ય સાથે થયું હતું.

***

આ તરફ જામનગરમાં...

“ બાય ધ વે દિયું તને આ જિગર ક્યારથી ગમવા લાગ્યો ? “, ખૂશ્બુએ દિયાને જમવા માટે શાક સુધારતા સુધારતા પૂછ્યું.

“ જિગર. જિગરની વાત જ અલગ છે. એમ કહું ને તો એ જ્યારથી મારી સાથે સ્વિમિંગમાં આવતો ત્યારથી જ મને ગમે છે. આ બધી શરૂઆત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશીપથી થયેલી. જિગર મેનમાં ચેમ્પિયન થયેલો અને હું વીમેનમાં ચેમ્પિયન થયેલી. ત્યારબાદ આ ચેમ્પિયનશીપમાં થયેલી અમારી વિક્ટ્રીનું સેલીબ્રેશન અમે સાથે કર્યું. ઈટ વોઝ લાઈક માય ફર્સ્ટ ડેટ. ત્યારથી જ જિગર મને ગમી ગયો. એની હર એક વાતમાં જાદુ છે. “, દિયાએ જિગરના વખાણ કરતાં જિગર વિશે બધુ જ ખૂશ્બુને કહ્યું.

“ હમ્મ.. તને અત્યાર સુધીમાં આમ તો ઘણાએ પ્રપોઝ કર્યું હશે ને ? એમાંથી કોઈ ના ગમ્યું તને ? “, ખૂશ્બુએ દિયાને દિયા પાસે આવેલા પ્રપોઝલ્સ વિશે વાત કરતાં કહ્યું.

“ ના.. આમ તો અમુક ચહેરાઓ એના કરતાં વધુ સારા પણ હતા પણ માત્ર દેખાવમાં અને ખાલી દેખાવ સારો હોવાથી કઈ જ નથી થતું. મારે તો જિગર જેવો નેચર પણ જોઈએ છે. “, દિયાને જિગર એટલો બધો ગમી ગયો હતો કે ખૂશ્બુ પાસે જિગરના વખાણ કરતાં થાકતી જ ના હતી.

***

આ તરફ રાજકોટમાં...

આદિત્ય અમદાવાદથી રાજકોટ આવી ગયો હતો અને હેત્વીના ઘરે પણ જઇ આવ્યો હતો. સમય ધીમે ધીમે પસાર થતો જતો હતો અને હેત્વી અને આદિત્યની ફ્રેન્ડશીપ બહુ જ ગાઢ બનતી જતી હતી. હેત્વી અને આદિત્ય વચ્ચે પ્રેમ નહોતો પણ દોસ્તી હતી અને એવી દોસ્તી કે જેમાં કોઈ જાતની શરત નથી. આદિત્ય પોતાની જાતે જ કહેતો હતો કે મને તો દોસ્તીવાળો લવ થઈ ગયો છે. સમય ઘણો બધો પસાર થઈ ગયો અને 2016ની નવરાત્રિનો સમય થઈ ગયો. આ વખતે આદિત્યને બી. ઇ. એટલે કે એન્જીનિયરીંગનું આ છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું. હવે, આદિત્ય ટૂંક સમયમાં એન્જીનિયર બનવા જઇ રહ્યો હતો. દિયાને સરકારી નોકરી મળી ગઈ હતી. હેત્વી એમ. એસ. સી. કરી રહી હતી. હવે, વાત શરૂ થાય છે રાજકોટના પ્રખ્યાત ગરબા ‘આજકાલ – બામ્બુ બિટ્સ’ની. દિયા ક્યાં ગરબા રમવા જવાની હતી ? તેની આદિત્યને ખબર ના હતી અને દિયા ક્યારેય આદિત્યને આવી માહિતી આપવા કોલ કે મેસેજ ના કરતી. દર વખતે બિચારા આદિત્યને સામેથી કોલ અને મેસેજ કરવા પડે. આ વખતે પણ એવું જ હતું. આદિત્યએ નવરાત્રિ આવવાના આગલા અઠવાડિયે દિયાને કોલ કર્યો. બોસ, મજાની વાત તો એ હતી પહેલા નોરતે જ આદિત્યનો બર્થ ડે હતો. હવે, પોતાનો બર્થ ડે હોય અને સાથે પોતાને ગમતી છોકરી, તો ગરબા રમવાની મજા કોને ના આવે ? તમે જ બોલો. હવે જોઈએ આદિત્યની વાતમાં બીજું શું થાય છે ? હવે આદિત્યએ દિયાને કોલ કર્યો,

( On Call )

આદિત્ય : હાઇ..

દિયા : બોલો

આદિત્ય : નવરાત્રિનું શું પ્લાનિંગ છે ?

દિયા : હું તો મારા ગ્રુપ સાથે રમવા જવાની છું.

દિલથી મારી એવી ઈચ્છા હતી કે કદાચ દિયા મને એવું કહે કે આ વખતે આપણે સાથે રમવા જઈશું પણ અહિયાં તો વાત જ સાવ બદલી ગઈ. ખબર નહીં કેમ પણ મારા કરતાં વધુ દિયાને તેના ગ્રુપ સાથે પ્રેમ હતો. આમથી કદાચ દસ ટકા પ્રેમ દિયાએ મને કર્યો હોત ને તો સાચ્ચે તેની આશાથી ચાર ગણી ખુશી હું તેને આપવા માટે તૈયાર હતો. પણ શું થાય યાર ચાલે.

આદિત્ય : ઓકે, સ્વિમિંગનું ગ્રુપ કે કોલેજનું ?

દિયા : સ્વિમિંગનું. કેમ ?

આદિત્ય : અરે.. ના એકચ્યુલી મારે પણ આવવું હતું રમવા પણ હવે તો તે પાસ પણ લઈ લીધા હશે. તારે મને ઇન્ફોર્મ તો કરાય ને ! તો હું પણ લઈ લેત પાસ તારી સાથે રમવા માટે.

દિયા : એમ કેમ ઇન્ફોર્મ કરું લે ! મારા ફ્રેન્ડ્સ મારા માટે જઈને લઈ આવ્યા. મને કે તું નહીં રમે તો અમે પણ રમવા નહીં જઈએ તો પછી હું પણ તૈયાર થઈ ગઈ એમની સાથે રમવા જવા માટે.

આદિત્ય : કાશ આવું તું મને કહેતી હોત કે આદિ તું મારી સાથે રમવા આવ અને જો તું નહીં રમે તો હું પણ નહીં જાવ રમવા માટે તો લાઈફ કેટલી મસ્ત હોત.

દિયા : હમ્મ.. હવે મૂકું ફોન ? ?

આદિત્ય : કેમ ? હજી તો મેં થોડી વાત કરી યાર ખાલી.

દિયા : હા, પણ હવે મારે નથી કરવી વાત. હું મૂકું છું ફોન મારે ટાઈમ નથી અહિયાં. બાઈ..

આદિત્ય : અરે પણ સાંભળ તો ખરા..

દિયા : બાઈ..

( Call Ended From Diya )

દિયાનું આવું વર્તન મને આજ સુધી નથી સમજાયું અને તમને પણ નહીં જ સમજાય એવો મને વિશ્વાસ છે. બધી વસ્તુઑમાં કોમ્પ્રોમાઇઝ કરવાની હવે તો આદત પડી ગઈ હતી. દિયા મારી સાથે માત્ર રાત્રે વાત કરતી એ પણ ટૂંકા ટૂંકા મેસેજ રીપ્લાય દ્વારા. સાડા દસ વાગ્યે ઓનલાઇન થઈને અગિયાર વાગ્યે સૂઈ જતી. એક જ વસ્તુ ના સમજાતી કે દિયા અડધી કલાકમાંથી પંદર મિનિટ તો ખાલી ‘હમ્મ’ કહેવામા જ વિતાવતી તો પછી બાકીની પંદર મિનિટ માટે વ્હોટ્સ એપ પર શું કામ ખોટા ધક્કા ખાતી હશે ? હશે, ચાલો જવા દો. આમ પણ હવે વાતને લાંબી કરીને કોઈ ફાયદો નથી નકામો મારો અને તમારો બંનેનો મૂડ બગડશે. ચાલો આગળ વધીએ.

નવરાત્રિ આવી ગયા. પહેલી ઓક્ટોબરથી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો હતો. હંમેશાની જેમ આ વખતે પણ મારી પાસે સિઝન પાસ જેવી કોઈ જ વસ્તુ ના હતી. શું થાય ? ગમે એમ તોય લેખકનું હ્રદય ધડકે તો ખરા ને ? મારા એક મિત્ર કરણે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોતે લીધેલા પાસનો ફોટો અપલોડ કરેલો. આ વાત મારા મગજમાં હતી અને મેં કરણને કોલ કર્યો. કરણ મારી સાથે કેવી રીતે વાત કરતો ? તે કઈક આવી હતી.

આદિત્ય : ક્યાં છો મોટા ?

કરણ : આ રહ્યો મોટા બોલને શું હતું ?

આદિત્ય : બામ્બુના પાસ જોઈ છે. અમે અંદાજિત ચાર છીએ. હું ઋષિ અજીત અને મારો ભાઈ.

કરણ : હા, આવીને ઘરેથી લઈ જા. પણ મારી પાસે જોવાના છે હો રમવાના નથી. હાલશે ને ?

આદિત્ય : હાલશે નહીં હલાવવા પડશે.

કરણ : કેમ એવું કાં એલા ?

આદિત્ય : મોટા તારા ભાભી બામ્બુમાં રમે છે એટલે એની સાથે રમવા જવું છે. હવે તે જોવાનો કરી દીધો મેળ રમવાનો તો હું કોમ્પિટિશન જીતીને કરી લઇશ. આવા જુગાડ તો હું નાનો હતો ત્યારથી જ કરતો આવું છું.

કરણ : હા, લઈ જ મોટા. ગાડી જોતી હોય તો એ પણ લઈ જા. ઝેડ એમ આર પડ્યું જ છે. હું ના હોય તો મમ્મીને કેજે ચાવી આપે.

આદિત્ય : બસ, હવે એલાં ખાલી હું જ એને લવ કરું છું એ મને નથી કરતી ભૂરા.

કરણ : ઇ જે હોય એ તું પાસ લઈ જા જે તારી રીતે બસ ? હારુ હાલ ભાઈ, ફોન મૂકું ભાઈ ?

આદિત્ય : ઓકે ભાઈ.

***

અર્જુને આદિત્યને પાસનો મેળ તો કરી દીધો પણ શું દિયા આદિત્ય સાથે ગરબા રમવા આવશે ? અને જો બંને એક સાથે ઝેડ એમ આરમાં રમવા જશે તો ? નવરાત્રિની રંગત કઈક અલગ જ થવાની છે. બધા જ પ્રશ્નોના જવાબ મળશે પરંતુ આવતા પ્રકરણમાં. સ્પીચલેસ વર્ડ્સ વિશેના ફિડબેક આપ રિવ્યુ દ્વારા આપો છો તેમ મને મેઈલ પણ કરી શકો છો. E-mail: rjravi3205@gmail.com. See you soon till then bye bye.