|| 27 ||
પ્રકરણ 26 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે આ સમય મે મહિનાનો હતો અને આદિત્ય ઉનાળાના વેકેશનમાં હંમેશા અમદાવાદ પોતાના મામાના ઘરે વેકેશન કરવા જતો. આથી આ વખતે પણ આ મુલાકાતના અંતે આદિત્ય પોતાના અમદાવાદ જવાની વાત કરે છે. હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
***
સમય ખૂબ જ સરસ ચાલી રહ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમર વેકેશનમાં હું અમદાવાદ ગયો હતો. આ વર્ષે હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારે આ વેકેશનમાં દરરોજ રાત્રે દિયા સાથે રોમેન્ટીક વાતો કરવાની હતી. મારો મૂડ ખૂબ જ સરસ હતો. દરેકની લાઈફમાં કઝીન ભાઈ - બહેનોનું બહુ જ મહત્વ હોય છે. મારી લાઈફમાં પણ મારા કઝીન ભાઈ કરણનું બહુ જ મહત્વ છે. આથી મેં અમદાવાદ જઈને સૌથી પહેલા કરણને મારી અને દિયા વિશે બધી વાત કરી. બે – ત્રણ દિવસ થયા મેં દિયાને સામેથી એક પણ મેસેજ ના કર્યા, કારણ કે હું રાહ જોતો હતો દિયાના મેસેજ આવવાની. તમને ખબર છે ? દરેક સાચો પ્રેમ કરતાં છોકરાની એક એવી ઈચ્છા હોય છે કે તેને જે છોકરી ગમે છે તે સામેથી તેને મેસેજ કરે અને હા, માત્ર તેની જ સાથે લાંબી વાતો કરે. મારી પણ આવી ઈચ્છા હતી કે દિયા મને સામેથી મેસેજ કરે માત્ર મારી જ સાથે વાત કરે અને લાંબી વાતો કરે અને આ વાતો ક્યારેય પૂરી જ ના થાય. કેવી મજા આવે નહીં ? આવા વિચારોમાં જ બે – ત્રણ દિવસ થઈ ગયા અને પછી મારાથી ના રહેવાયું અને મેં દિયાને કોલ કર્યો. ખબર નહીં કેમ પણ દિયાએ મારા કોલનો કોઈ જ રિસ્પોન્સ ના આપ્યો. એક વખત, બે વખત ઘણી બધી વખત કોલ કર્યા પણ મને જવાબ જ ના મળ્યો. મારામાં એક પ્રોબ્લેમ છે કે હું જ્યારે કોઈ ગમતા વ્યક્તિને કોલ કરું અને તે કોલ રિસીવ ના કરે એટલે ખરેખર લાગી આવે હો. મારૂ પણ દિલ બહુ જ ઉદાસ થઈ ગયું હતું. એકદમ દ્દુ:ખ થતું હતું. હું અગાસી (ધાબા) પર બેસીને જ હંમેશા દિયા સાથે વાતો કરું કરણ કે કોઈ ના હોય આજુ બાજુ એટલે અને અમદાવાદનું ધાબું કેવું હોય એ તો તમે જાણો જ છો. થોડું જોરથી ‘આઈ લવ યુ’ બોલાય જાય તો બીજી ચાર છોકરીઓને એમ થાય કે મને કીધું લાગે છે. એકદમ નજીક નજીક ઘર હોય જાણે તમે અગાસી પર ક્રિકેટ રમતા રમતા જસ્ટ પ્લેડ કરો ને તો બીજી સોસાયટીના ઘરમાં બોલ જતો રહે. આ બાપુનગર એરિયાની હું વાત કરું છું. આ વિસ્તાર આવો જ છે અને હું છેલ્લા પંદર વર્ષથી આ જ ઓબ્સર્વ કરું છું પણ અમુક દેશી પ્રેમીઓ માટે તો આની પણ એક મજા છે.
બાપુનગરની આવી જ એક સાંકડી પોળમાં મારા મામાનું ઘર હતું. આ ઘરની અગાસી એટલે મારા માટે શાંતિનું સ્થળ. હું અગાસી પર બેઠો બેઠો દિયાના વિચાર કરતો હતો ત્યાં બસ, એટલી વારમાં કરણ આવ્યો.
“ રવિ, તારો મોબાઇલ ફ્રી હોય તો આપ ને થોડા સોંગ્સ ડાઉનલોડ કરવા છે. “, કરણે નોર્મલી મારી પાસે ફોન માગ્યો.
“ હા, ભાઈ લે ને મારે આમ પણ હવે ફોનનું કોઈ કામ નથી રહ્યું. “, મેં કરણને ફોન આપતા કહ્યું.
“ કેમ આજે આટલો બધો આમ ઉદાસ કાં ? બાજુવાળા માસીએ સોંગ વગાડવાની ના પાડી લાગે.. એ છે જ એવા બે આ લાલજી ને આવવા દે. બરાબરનો લેવો છે મારે એને તું જો જે “, કરણે મને પોતાની પ્યોર અમદાવાદીમાં બાજુવાળા આંટી પર ગુસ્સો કરતાં કહ્યું.
“ એલા પણ એણે કઈ કર્યું જ નથી. શું ખોટેખોટો લેવાની વાતો કરે છે. “, મેં કહ્યું. સ્વાભાવિક છે કે એક ગુજરાતી અને બીજો કાઠિયાવાડી બોલે એટલે આવો જ વાર્તાલાપ થાય.
“ એમાં થયું એવું કે... “, મેં દિયા કોલ રિસીવ ના કરતી હોવાની આખી કથા કરી.
“ એમાં શું ભાઈ આજે રાત્રે મેસેજ કરજે ને નેટ હું ફ્રી કરવી આપીશ મોજ કર. વ્હોટ્સ એપમાંથી આજે મેસેજ કરજે એણે જોઈએ શું કહે છે ? “, કરણે મને કોન્ફિડન્સ આપતા કહ્યું.
રાત્રીનો સમય થઈ ગયો અને મેં બરાબર દસ વાગ્યાને સાડત્રીસ મિનિટે દિયાને મેસેજ કર્યો. અમારા વચ્ચે જે રીતે કન્વરસેશન થઈ એ કઈક આવી રીતે જ હતી.
( Me and Diya on Whats App )
Me : Hi ( 10 : 37 PM )
Diya : Hmm ( 10 : 41 PM ) ( જનરલી ઘણા સમય પછી જ્યારે તમે તમારા મનપસંદ પાત્ર સાથે વાત કરી રહ્યા હોય ત્યારે hi કહ્યા પછી તમને આવા રિપ્લાયની અપેક્ષા તો ના જ હોય ને ! )
Me : Hows you ( 10 : 41 PM )
Diya : Good ( 10 : 44 PM )
Me : Great so whats going on ? ( 10 : 44 PM )
Diya : Nothing ( 10 : 49 PM )
Me : Diya yaar shu thayu chhe tane ? ? Any Problem ( 10 : 49 PM )
Diya : Nop ( 10 : 53 PM )
Me : Yaar bol ne tu ek nanakdo reply aapvama ketli vaar lagade chhe. I am not talking with anyone else except you yaar bol ne plz ( 10 : 53 PM )
Diya : Hmm ( 10 : 58 PM )
Me : What Hmmm ??? Kai pan hoy etle hmm sarkho reply to kar yaar shu thayu che ( 10 : 58 PM )
Diya : Kai nathi thayu pan shu chhe tare ?????? ( 11 : 10 PM )
Me : Kai nathi pan tu sarkhi rite vat to kar mari sathe yaar ( 11 : 10 PM )
Me : Oi hello ( 11 : 17 PM )
Me : Diya are you there ????? ( 11 : 24 PM )
Diya : Haan pan bol ne have ( 11 : 25 PM )
Me : Shu thay chhe tane ?? ( 11 : 25 PM )
Diya : Aa badha jone ( 11 : 27 PM )
Me : Tu mari ek sathe vaat karne bija badha sathe shu kam vat karti haish mare aam j tari sathe vaat nathi thati yaar ( 11 : 27 PM )
Diya : Haaa Hmm good ( 11 : 33 PM )
Me : Shu good yaar bol ne kaik to bol ( 11 : 33 PM )
Diya : Hmm.. shu bolu ? ( 11 : 47 PM )
Me : Arey okay shu kare tu ? ( 11 : 47 PM )
Diya : Group ma friends sathe vato ( 11 : 51 PM )
Me : Haa pan mari sathe to vato kar yaar hu ktlo khush hato yaar saav mood off thai gayo ( 11 : 51 PM )
Diya : haa saru to biju shu ( 11 : 59 PM )
Me : Hein ? Okay how’s your day ? ( 12 : 00 AM )
Me : Hello ( 12 : 08 AM )
Me : Diya ??? ( 12 : 11 AM )
Me : Kyan gai yaar ? ( 12 : 13 AM )
Me : Busy chho ? ? ? ( 12 : 25 AM )
Me : Ok bye mare vat j nathi karvi ( 12 : 37 AM )
Me : Yaar km no reply ( 12 : 45 AM )
મારી અને દિયાની આ લગભગ સૌથી ખરાબ વ્હોટ્સ એપ કન્વરસેશન હતી. હું બાર વાગ્યાથી નોન સ્ટોપ મેસેજ કરી રહ્યો હતો પણ દિયાનો એક પણ વખત રીપ્લાય આવતો નહોતો. હું તમને જ પૂછું તમને કોઈ ગમે છે અને તમે એની સાથે જ વાત કરવા ઓનલાઈન થયા હોય અને તે તમારી સાથે આવી રીતે વાત કરે અને ઓચિંતા તમારી સાથે વાતો કરવાનું બંધ કરી દે તો કેવું દુ:ખ તો બોસ હું પણ માણસ જ છું અને દુ:ખ મને પણ થાય જ ને. આ સમય હતો જ્યારે હું જીવનમાં સૌ પ્રથમ વખત કોઈ છોકરી માટે રડ્યો હતો. કારણ કે અત્યાર સુધી તો માત્ર ક્રશ વાળી વાતો ચાલતી હતી અને દિયા તો મારા માટે મારો પહેલો પ્રેમ હતો. આ કોઈ મજાક નહોતો અને નહોતો હું નાનો સોળ વર્ષનો છોકરો જે છોકરમતમાં આવી ભૂલ કરી રહ્યો હોય. આ એક એવી લાગણી હતી, એક એવી ફીલીંગ હતી જેને પ્રેમ કહેવાય છે. મને પ્રેમ થઈ ગયો હતો. દિયાને હંમેશાં માટે મારી બનાવવા માંગતો હતો પણ મારી સાથે આવું થયું. મારા પ્રેમનો મજાક બની ગયો હતો. હું રડતો હતો. અંધારામાં અગાસીમાં પછી ત્યાં તો મારા હીબકાં ભરવાનો અવાજ આવે તો વોશરૂમમાં જઈને ખૂબ જ રડ્યો. મારે રડવું જ હતું મારા માટે અને મારા પ્રેમ માટે થઈને અને હું રડ્યો પૂરી કલાક રડ્યો. દિયાને બહુ બધા કોલ કર્યા પણ બધા જ કોલ વેઇટિંગમાં આવ્યા એટલે વધારે રડવું આવ્યું. લોકો એવું કહે છે કે જે કમજોર હોય ને એને જ રડવું આવે પણ એવું ના હોય યાર દુ:ખ થાય તે માણસને રડવું તો આવે એમાં એ કમજોર છે અથવા તો નમાલો છે એવું માનીને એનો મજાક ક્યારેય ના બનાવો. આજે હું બહુ જ રડતો હતો અને થોડી વાર પછી દિયાનો મને મેસેજ આવ્યો.
Diya : Haa bol ( 1 : 47 AM )
Me : Kyan hati tu ? Ketla call karya ??
Diya : Mari friend no call hato so eni sathe vat karti hati ( 2 : 20 AM )
Me : Are pan atyare koi friend no call thodo aave yaar ??? sachu bol kono call hato ? ( 2 : 20 AM )
Diya : Kai nahi tare kam shu hatu aaje maru ? ( 2 : 21 AM )
( Messages ફટાફટ મળવા લાગ્યા એટલે સમજાય ગયું કે દિયાની સામેના બધા જ કેરેક્ટર સુઈ ગયા છે. )
Me : Tu aavi rite bolti hoy to have fatafat reply kare chhe tu. ( 2 : 22 AM )
Diya : Haa have bol ne tare shu kam hatu ? ( 2 : 22 AM )
Me : I want to know that do you love someone ? ( 2 : 23 AM )
Diya : E mane nathi khabar bye gn ( 2 : 30 AM )
Me : Hello Diya ?? ( 2 : 40 AM )
Me : Sui gai ?? ( 3 : 00 AM )
દિયા મારી સામે ગૂડ નાઈટ કહેવાની રાહ જોયા વગર જ સૂઈ ગઈ હતી અને હું અહિયાં તેના રીપ્લાયની વેઇટ કરી રહ્યો હતો. હંમેશા મારી જ સાથે શું કામ આવું થાય ? મને એ જ નહોતું સમજાતું. મારી હંમેશા એવી ઈચ્છા હતી કે મને કોઈ એવી છોકરી મળે જે માત્ર મને જ પ્રેમ કરતી હોય. મારા કહ્યા વિના જ એ મને સમજી જાય. મારી આંખો પરથી મારી વાતોને સમજી જાય. જેને પોતાના મિત્રો સાથે ચેટીંગ કરીને ગપ્પાં મરવામાં નહીં પણ મારી સાથે બેસીને વાતો કરવામાં રસ હોય. એક એવી છોકરી જેને પોતાના અંગત મિત્રોના ચેટ વાંચવામાં નહીં પણ મારી આંખો વાંચવાનો શોખ હોય. ઇન્દ્રની અપ્શરાને જાણે શ્રાપ દીધો હોય અને પૃથ્વી પર માત્ર મારા માટે જ આવી હોય એવી છોકરી મારે જોઈએ. જેની આંખો કવિતા હોય, જેની વાતો કવિતા હોય, જેની ચાલ કવિતા હોય અને જો માત્ર તમને હળવું સ્પર્શ કરે ને શરીર કંપન કરવા લાગે આવી છોકરી હોવી જોઈએ. મારે રૂપનો બહુ મોહ નથી પણ હા, છોકરી ભલે પઝેસીવ હોય પણ આમ લાગવું જોઈએ કે યાર, આ મારી પત્ની છે. ગર્વ મહેસુસ થવું જોઈએ આવી છોકરી મારે જોઈતી હતી. હવે ? હું આ જ બધા વિચારોમાં ને વિચારોમાં સૂઈ ગયો.
***
બીજા દિવસે રાજકોટમાં..
દિયાને પણ વેકેશન ચાલતું હતું અને એટલે જ પોતાની સાથે કંપની મળી રહે તે હેતુથી તેણે પોતાની કઝીન બહેન ખૂશ્બુને કોલ કર્યો. દિયાને હરવા ફરવાનો બહુ જ શોખ હતો. નવા નવા એડ્વેન્ચર અને નવી નવી બીજી જગ્યાઓએ ફરવા જવાનો અને તેની મેમરીઝ સંગ્રહ કરવાનો બહુ જ શોખ હતો. આથી દિયાએ ખૂશ્બુને બોલાવી ફરવા જવા માટે પણ થયું ઊલટું. હવે ? આપણે બહુ જ જલ્દી મળીશું આવતા પ્રકરણમાં. આવતા પ્રકરણમાં ઘણી બધી મજા કરવાની છે, દિયાએ કોલ કરીને ખૂશ્બુ સાથે શું વાતો કરી ? દિયાને આદિત્યએ કોલ કરીને પૂછ્યું કે તે કોને લવ કરે છે ? પણ દિયાએ કોઈ જ જવાબ ના આપ્યો તો શું દિયા સાચે કોઈને લવ કરતી હશે ? આદિત્યએ દિયાને ડાયરી ગીફ્ટ કરી છે અને આ ડાયરી હજી સુધી દિયાએ વાંચી નથી. હવે, આ ડાયરીમાં શું રહસ્ય છુપાયેલું છે ?