Shravani Madhyahan books and stories free download online pdf in Gujarati

Shravani Madhyahan

‘શ્રાવણી મધ્યાહ્‌ન’

મનહર, મનભર કાવ્ય

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘શ્રાવણી મધ્યાહ્‌ન’- મનહર, મનભર કાવ્ય

‘મધ્યાહ્‌નની અલસ વેળ હતી પ્રશાન્ત

ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ

ને શ્રાવણી જલનું વર્ષણ તેય કલાન્ત,

ફોરાં ત્રે દ્રુમથી રહૈ રહી એક એક’

-રાજેન્દ્ર શાહ

“જેવું વિલંબતિ લયે મૃદુ મંદ ગાન” તે શ્રાવણી મધ્યાહ્‌ને અષાઢ ભરપૂર વરસી ગયો છે. પંથ ભીનો, ક્યાંક કાદવિયો, ક્યાંક દૂર્વાથી દવયો. ખેતરો જ્વારા અને ડૂંડાંથી હસતાં, ઉલ્લાસમય પંખીઓ, છલોછલ ભરાયેલું તળાવ, ધંતૂરા અને પીળાં કરેણનાં ઝૂલતાં ફૂલ, બરફ જેવું ઠંડું, ઊંજળું અને શ્વેત જળ અને નીલ આકાશ-બધું જ ભેગું થઈને જાણે કે શિવજીને-મંગળમય અને કલ્યાણકારીની માનસપૂજા કરે છે અને તેનો માનસિક કાલ્પનિક ઘંટારવ, રણકાર વિના જ, નાદબ્રહ્‌મના અમલથી, કેફથી ચિત્તને કૈલાસનો અનુભવ કરાવે છે. અદભુત સમાધિની જાણે કે સ્થિતિ !

ગામડાની પ્રકૃતિનું મનહર વર્ણન કરીને ‘શ્રાવણી મધ્યાહ્‌ન’ના પ્રતીકથી જીવનમાં આવેલાં પવિત્ર મધ્યાંતરના અનુભવનું મનભર દર્શન કવિ કરાવે છે.

જીવનમાં પણ અષાઢ ભરપૂર વરસી ગયો હોય, બધું છલોછલ ભરાઈ ગયું હોય પછી ‘શ્રાવણી વરસે સરવડે, વો કોઈ ઝીલો જી’ જેવી સ્વસ્થ, અલસ અવસ્થા આવે. આપણે તો તરબોળ થઈ ચૂક્યાં છીએ, હવે કોઈનો વારો આવવા દો. આ તંદુરસ્ત અભિયાન હોય તો મધ્યાહ્‌નની વેળ અલસ પણ હોય અને પ્રશાન્ત પણ હોય. નહીં તો ‘દોડ બસ દોડ’ ચાલુ જ હોય. કવિએ ‘લસતી ગોકળગાય’ની ઉપમા આપી છે. લસવું એટલે ક્રીડા કરતાં કરતાં ખસવું. (લાસ્ય નૃત્ય છે.) હવે શ્રાવણી જળ વરસે છે તે ય જાણે થાકેલું(કલાની) ઝાડ પરથી કો’ક કો’ક ફોરાં રહી રહીને ભીંજવી જાય છે. જીવનનું સમગ્ર ગાન વિલંબિત અને મૃદુ મંદ બની રહ્યું છે.

ચિત્તનું આ નાનું તળાવ વ્યોમના ગહન ઊંંડાણને, જ્ઞાનનાં ગહન તત્વને ઝીલે છે અને એ નીલ વ્યોમ, હિમોજ્જવલ શ્વેત જલધારી ત્રણાં વગેરેને કારણે સમાધિસ્થિતિમાં સરકી જાય છે. એ સ્થિતિ નથી તંદ્રાની, નથી સ્વપ્નની, નથી જાગૃતિની છતાં બધી જ સ્થિતિનું મિશ્રણ છે અને એવી માનસિક સ્થિતિમાં આત્મરૂપ, જીવરૂપ શિવના મંદિરનો ઘંટારવ રણકાર કર્યા વિના સંભળાય છે.

એટલે પોતે જ નહીં જાણે આખું ગામ જીવનના પથને વિસામે બધા જ પ્રકારના ભારનો ભારો ઉતારી લગાર વિરમ્યું અનુભવાય છે. શ્રમ અને આરામ, વાવણી અને લણણી, પુરૂષાર્થ અને પરિણામ-એમ બે કિનારાની વચ્ચે જીવનનો જલધિ ‘નિજમાં નિમગ્ન’ થયો છે. હવે ‘કર્તવ્ય કોઈ અવશેષ મહીં રહ્યું ના’

તેવું નચિંત મન, મારૂં ન હર્ષ શોક અને ‘વીતેલ તેની સ્મૃતિનો ડંખ’ પણ નહીં. ‘મારે ગમા અણગમા શું હતું’ (પણ હવે) ‘કશું ના.’ માત્ર સહેલવાનું જ બાકી રહ્યું. અને જીવનનો પંથ બદલાયો નથી. અભિગમ બદલાઈ ગયો છે. જ્યાં કાદવ છે ત્યાં સાચવવું બાકી પવિત્ર દૂર્વાથી છવાયો છે. અલબત્ત, પહેલાંની જેમ બેય બાજુ સુખ-દુઃખની વાડથી દબાયેલો જ છે તેથી મધ્યમમાર્ગ જ પસંદ કરવાનો છે. કંકાસિની અને બાવળ પણ ફૂલોની શોભાથી પ્રફુલ્લ થયાં દેખાય છે. કંટકોમાં પણ સુંદર રૂપ દેખાય છે.

આવી અવસ્થા હોય એટલે ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્જ્ઞ’ એવો અનુભવ જ કરે. ચિત્તનું આ નાનું તળાવ વ્યોમના ગહન ઊંંડાણને, જ્ઞાનનાં ગહન તત્વને ઝીલે છે અને એ નીલ વ્યોમ, હિમોજ્જવલ શ્વેત જલધારી ત્રણાં વગેરેને કારણે સમાધિસ્થિતિમાં સરકી જાય છે.

એ સ્થિતિ નથી તંદ્રાની, નથી સ્વપ્નની, નથી જાગૃતિની છતાં બધી જ સ્થિતિનું મિશ્રણ છે અને એવી માનસિક સ્થિતિમાં આત્મરૂપ, જીવરૂપ શિવના મંદિરનો ઘંટારવ રણકાર કર્યા વિના સંભળાય છે. એ હવે સર્વનું કલ્યાણ ઈચ્છે છે. એ હવે સર્વસ્થળે, સર્વસમયે, બધું મંગળમય જ જુએ, મંગળમય જ સાંભળે, મંગળમય જ અનુભવે એવા કેફનો અનુભવ કરે છે. એ કેફ જ જાણે કે કૈલાસનાં પુનિત દર્શનનો લાભ કરાવે છે જે જીવનનું એક ધન્ય પર્વ, એક ધન્ય ઉત્સવ, પવિત્ર દિવસ, ઉત્સાહ અને ઉલ્લાસની પવિત્ર પળ બની રહે છે. ‘શ્રાવણી મધ્યાહ્‌ન’ પ્રકૃતિમાં જ પ્રભુને પ્રત્યક્ષ કરતું એક મનહર-મનભર કાવ્ય બની રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED