Bhadarvano Bhindo Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Bhadarvano Bhindo

ભાદરવાનો ભીંડો

કવિ દલપતરામની વિશિષ્ટ શૈલી

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ભાદરવાનો ભીંડો

કવિ દલપતરામની વિશિષ્ટ શૈલી

ભાદરવો આવે એટલે ગણેશોત્સવ આવે, સંવત્સરી આવે, આખો શ્રાદ્ધ પક્ષ આવે અને બધા પૂર્વજો એક પછી એક લાડુ અને દૂધપાક ખાવા હાજર થઈ જાય. સારો પાક થયો હોય એટલે ખેતરો લીલાંછમ હોય અને લણણીની ઋતુ આવે. ‘ભાદરવો ભરપૂર’ ને બધી રીતે, બધા અર્થમાં સાર્થક.

વાંકદેખા ઊંંટને સભામાં ભેંસનાં શિંગડાં, કૂતરાની પૂંછડી, પોપટની ચાંચ બધું વાંકું જ દેખાય છે. વાંકા માણસને વાંકું જ દેખાય એ વાત, કવિ સહજ રીતે છેલ્લે ધીરે રહીને ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે!’ પંક્તિમાં કહી દે છે.

પણ બહુ ઓછાને, આપણી ગુજરાતી વાણી રાણીના શાણા અને વ્યવહારકુશળ વકીલ દલપતરામ ડાહ્યાભાઈ કવિ યાદ આવે. એમની બુદ્‌ધિચાતુર્યની, સહજ રમૂજ-વિનોદની અને સૌથી વધુ તો જીવનને ઊંંડાણથી જોતી-સમજાવતી શાણી કવિતા ‘દલપતકાવ્ય’માં સંગ્રહાયેલી છે. કેટકેટલી પેઢીઓએ કવિતાઓ ભણી છતાં એનું નાવીન્ય, એની ચમત્કૃતિ અને સૌથી વધુ તો એમાંથી સહજ સમજાતો, હૃદય સોંસરવો ઊંતરતો અને જીવનભર યાદ રહેતો બોધ લગભગ બધાને યાદ હોય જ. એમની જાણીતી કવિતાઓમાં “ઊંંટ કહે આ સભામાં,” “શરણાઈવાળો”, “બાપાની પીપર”, “ભાદરવાનો ભીંડો” હજુય ઘણાના મનમાં ગૂંજ્યા કરતી હશે.

વાંકદેખા ઊંંટને સભામાં ભેંસનાં શિંગડાં, કૂતરાની પૂંછડી, પોપટની ચાંચ બધું વાંકું જ દેખાય છે. વાંકા માણસને વાંકું જ દેખાય એ વાત, કવિ સહજ રીતે છેલ્લે ધીરે રહીને ‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે!’ પંક્તિમાં કહી દે છે. કવિએ ‘આપનાં’ વાપરીને તો આડો આંક વાળ્યો છે ! ‘વાંકાઓ’ને જ સૌથી વધુ માનપાન મળે છે આ દુનિયામાં!

અને પેલો શેઠ! ‘પોલું છે તે વાગ્યું, તેમાં તે શી કરી કારીગરી, સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.’ એ તો શરણાઈવાળો ખરેખરો શાણો, નહીં તો સાંબેલું માથામાં માર્યું હોત તો શેઠને ય ભાન થયું હોત કે સાંબેલું ય વાગે! અને વાગે તે કેવું!

પણ સૌથી વધુ અસરકારક ‘ભાદરવાનો ભીંડો’ કોઈ પણ યુગ હોય, કોઈ પણ સમાજ હોય, ભાદરવાના ભીંડાનો તોટો નહીં પડવાનો. કવિની સહજ રજૂઆત જ જુઓ.

‘ભીંડો ભાદરવો તણો, વડને કહે સૂણ વીર,

સમાઉં નહીં હુ સર્વથા, તું જા સરવર તીર.

તું જા સરવર તીર સૂણી વડ ઊંચર્યો વાણી

વીત્યે વર્ષાકાળ જીશ હું બીજે જાણી.’

કાવ્યપંક્તિઓમાંની શબ્દપસંદગી, એમાંનો સહજ લય, એમાંના પ્રાસ, એમાંની સરળ છતાં હૃદયમાં ઊંતરી જતી ભાવસંવેદના-બધું એવું તો એકરસ થઈને આવે છે કે જોડકણાં જેવી ગણાતી આ કવિતા કોઈ પણ ઉંમરે, કોઈ પણ સમાજની વ્યક્તિ, કોઈ પણ સમયે અને સ્થળે માણી શકે.

દલપતશૈલી તરીકે બહુ વખણાયેલી અને એટલી જ વખોડાયેલી આ શૈલીને કારણે જ આપણને ચાલીસ-પચાસ-સાઠ વરસ પછી પણ એ કાવ્યપંક્તિઓ અકબંધ એવીને એવી યાદ છે. એમાંની શબ્દપસંદગી, એમાંનો સહજ લય, એમાંના પ્રાસ, એમાંની સરળ છતાં હૃદયમાં ઊંતરી જતી ભાવસંવેદના-બધું એવું તો એકરસ થઈને આવે છે કે જોડકણાં જેવી ગણાતી આ કવિતા કોઈ પણ ઉંમરે, કોઈ પણ સમાજની વ્યક્તિ, કોઈ પણ સમયે અને સ્થળે માણી શકે.

વડને વીર કહેતી વખતે ભાદરવાના ભીંડાની ગર્વ અને અભિમાનથી ફાટફાટ થતી છાતી કે સમગ્ર વ્યક્તિત્વનું દ્રશ્ય કેવું અંકાયું છે! જેની અનેક ડાળો જ, જેનાં મૂળિયાં બની ચૂકી છે એવો વર્ષોથી ધૂણી ધખાવી બેઠલો જટાજૂટ ધરાવતો જટાધારી યોગી એટલી જ સહજતાથી, એટલી જ શાંતિ અને બેફિકરાઈથી ‘સમાઉં નહીં હું સર્વથા’(આમાંનો ‘હું’ નોંધ્યો?)નો જવાબ આપે છે. ‘તું જા સરવર તીર’નું કવિએ ખાસ પુનરાવર્તન કર્યું છે અને વડ કહે છે,(ઊંચર્યો વાણી) ‘વીત્યે વર્ષાકાળ જીશ હું બીજે જાણી’ હવે કોઈ ટિપ્પણની, સમજૂતીની, કોઈ વિવરણ કે વિવેચનની જરૂર જ નથી રહેતી. એની ગૂંજાયશ જ નથી. આની બંધ બેસતી પાઘડી કોઈને પણ પહેરી લેવાની છૂટ છે.