Raino Parvat Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Raino Parvat

રાઈનો પર્વત

સમાજ સુધારો અને નીતિશ્રદ્ધા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

રાઈનો પર્વત-સમાજ સુધારો અને નીતિશ્રદ્ધા

‘પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ રાઈનો પર્વત કરે, પર્વતનો વળી રાઈ.’ એવી અડગ પ્રભુશ્રધ્ધાને રજૂ કરતું ગુજરાતી સાહિત્યનં યાદગાર નાટક ‘રાઈનો પર્વત’ ઈ.સ. ૧૯૧૩માં પ્રગટ થયેલું. એનાં લેખક સ્વ. રમણભાઈ નીલકંઠે મૂળ તો લાલજી મનીઆરના ભવાઈના એક વેશમાંથી એની કથા લીધી અને ‘સ્ત્રીની કિંમત તે માત્ર પુરૂષના સાધન તરીકે નથી પણ એ ય તે પુરૂષ જેટલી જ માણસ છે’ એ સમાજસુધારાની વાત ઉમેરીને એને અસરકારક નાટક બનાવ્યું.

પર્વતરાયે રત્નદીપદેવ પાસેથી રાજ્ય આંચકી લીધેલું તે તેની રાણી અમૃતદેવી પોતાના પુત્ર જગદીપ માટે પાછું મેળવવા દ્રઢસંકલ્પ છે. એના જ રાજ્યમાં માલણના છૂપાવેશે રહે છે અને પુત્રનું નામ ‘રાઈ’ રાખી એને રાજકુમારની જેમ શસ્ત્ર-શાસ્ત્રો શીખવી તૈયાર કરે છે. શસ્ત્રવિદ્યાના મહાવરા સમયે ભૂલથી ‘રાઈ’ પર્વતરાયને તીર મારી બેસે છે અને પર્વતરાય મૃત્યુ પામે છે. તેનો સાથી શીતલસિંહ અને જાલકા મળીને, પર્વતરાય યુવાન થવા છ મહિના અજ્જ્ઞાતસ્થળે રહ્યા છે એવી વાત ફેલાવે છે અને છ મહિના પછી યુવાન રાઈને પર્વતરાય રૂપે પ્રગટ કરી ગાદી મેળવવાનું કાવતરૂં કરે છે.

"આવું તૃપ્તિકર, શિષ્ટ અને સ્થળ-સમયથી પર જી શકતું નાટક પણ ગુજરાતી તખ્તા પર બહુ ભજવાયું નહીં એનું કારણ એના લાંબા સંવાદો, વચ્ચે વચ્ચે આવતા અઘરા સંસ્કૃત શ્લોકો અને લાંબાં પદ્યો ગણવામાં આવે છે."

માતાના પ્રેમને વશ થઈ પ્રામાણિક, નીતિમાન રાઈ એ કાવતરામાં સામેલ થવા સંમત થાય છે પણ પર્વતરાય તરીકે પ્રગટ થવાનો સમય નજીક આવતાં તેને સમજાય છે કે પર્વતરાય થતાં જ ગાદી ઉપરાંત તેની રાણીનો તેણે પત્ની તરીકે સ્વીકાર કરવો પડશે. આ જ્ઞાન થતાં જ ‘ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ’ એવો નિર્ણય કરી ‘અસત્ય વડે હું રાજય મેળવવા ઈચ્છતો નથી’ એમ જાહેર કરી, પર્વતરાયની રાણી લીલાવતીને, ‘સકલ પ્રજાનાં તેવાં તમે મારાં માતા છો’ એમ કહી દે છે. પોતાની બાજી ઊંંધી પડતી જોઈ આઘાતમાં જાલકા મૃત્યુ પામે છે.

આ છ મહિનાના પર્વતરાયના અજ્જ્ઞાતવાસ દરમિયાન પ્રામાણિકતા અને વફાદારીથી રાજ ચલાવનાર પ્રધાન કલ્યાણકામ રાઈના સંપર્કમાં આવ્યો હોય છે અને “આ શરીરકાંતિને, બુદ્‌ધિપ્રભાવને માળીનું કામ અને રાઈનું નામ ઘટતું નથી” એમ દ્રઢપણે માને છે. તો કાવતરાંખોર શીતલસિંહ શત્રુ છતાં રાઈને ‘બુદ્‌ધિ વડે, પ્રભાવ વડે, ભાગ્ય વડે રાજા થવા યોગ્ય માને છે, અંતે સમગ્ર પ્રજાને ખબર પડે છે કે આ તો તેમનો કુંવર જગદીપદેવ છે તેથી તેને રાજા તરીકે સ્વીકારે છે અને પર્વતરાયની વિધવા પુત્રી વિણાવતીના પ્રેમમાં પડેલાં રાઈને તેની સાથે પરણાવી લીલાવતી પણ તેને ગાદી વારસ તરીકે સ્વીકારે છે.

ભવાઈના વેશમાંથી અંગ્રેજી નાટકની જેમ અંકો તથા વિવિધ દ્રશ્યોમાં અનેક પ્રસંગોને વહેંચીને, રાઈના ‘ર્‌ હ્વીર્ િ ર્હં ર્ં હ્વી’ એવા આંતરસંઘર્ષ સાથે, જાલકા-શીતલસિંહ વગેરેના બાહ્ય સંઘર્ષને રજૂ કરી, એ સંઘર્ષને ટોચે પહોંચાડી, સ્વગતોક્તિઓ વગેરેની મદદથી વસ્તુસંકલના કરી લેખક સુંદર નાટક ગૂંથે છે. સાથે સંસ્કૃત નાટકને અનુસરી ધર્મવીર-પ્રેમવીર નાયક સાથે મુગ્ધ, સુશીલ, સુંદરી વિણાવતીને એક અકસ્માત દ્વારા પ્રેમમાં પાડી, હાસ્ય માટે વિદૂષક જેવા વંજૂલનો ઉપયોગ કરી, પાત્રોના ભાવ નિર્વહણ માટે એકસો એક જેટલાં શ્લોકો અને પદ્યોનો ઉપયોગ કરી, વીર, હાસ્ય અને શૃંગારરસની છોળો ઉડાડી, સુંખાત સાથે નાટક પૂરૂં કરે છે.

આવું તૃપ્તિકર, શિષ્ટ અને સ્થળ-સમયથી પર જી શકતું નાટક પણ ગુજરાતી તખ્તા પર બહુ ભજવાયું નહીં એનું કારણ એના લાંબા સંવાદો, વચ્ચે વચ્ચે આવતા અઘરા સંસ્કૃત શ્લોકો અને લાંબાં પદ્યો ગણવામાં આવે છે.