Matrubhashane Aatmathi Door Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Matrubhashane Aatmathi Door

માતૃભાષાને આત્માથી

દૂર કરવાનું પાપ કરવા જેવું નથી

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

માતૃભાષાને આત્માથી દૂર કરવાનું પાપ કરવા જેવું નથી

કવિશ્રી ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ સંગ્રહની ‘આત્મની માતૃભાષા’ નામે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે, “ ગામેથી શબ્દ લઈને નીકળ્યો હતો.” અલબત આ વાક્યમાં ‘હું’ એ કર્તાપદને એમણે કદાચ જાણીને ટાળ્યું છે કારણ કે, પછી તરત એ સભાન થઈને નોંધે છે કે, “શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો?” સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં વિદેશના સાંસ્કૃતિક સંમાજોમાં-એટલે કે, વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં તો, ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ.

એટલે ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો’ એમ તો એક ટેવવશ લખી દેવાયું. બીજું જ વાક્ય સૂચવે છે કે ખરેખર તો, શબ્દ એમને લઈને ગામથી નીકળ્યો હતો.

આપણા સૌ માણસોનું પણ એવું છે. માની કૂખે જન્મ લીધો, આ જગતમાં પ્રવેશ્યાં ને શબ્દએ આપણી આંખો ખોલી. જન્મયાં ય ન હોતાં અ પહેલા ચારેક મહિનાથી માનો શબ્દે શબ્દ આપણે સાંભળ્યો છે. માની આંગળી આપણે પકડી લીધી છે. એ પહેલા ય માના શબ્દોની આંગળી આપણે પકડી લીધી છે. માની ભાષાનો- માતૃભાષાનો આત્મા શબ્દરૂપે આપણી અંદર ધબકે છે.

આ શબ્દ આપણને કુટુંબનો પરિચય કરાવે છે. આ મા તો ખરી જ પણ આ બાપા, આ દાદા-દાદી, આ ભાઈ-બહેન વગેરે વગેરે જુઓ કેવો ક્રમ ચાલે છે? માના સંબંધે બાપા ય આવે છે તો, એમના સંબંધે દાદ-દાદી આવે છે. એ પછી આ સંબંધે નાના-નાની પણ આવે. સાથે મા-શી માસી ય આવેને મા કરતાં બેવડું વહાલ વરસાવતા મામા ય આવે. તો, બાપાના સંબંધે કાં કાં (કેમ? કેમ? એમ એ છોવાનાં) કરતા કાકા ય આવે આમ બાળક કુટુંબના સંબંધોને સમજતું સમજતું શબ્દોર્શોના સંબંઘોને પણ સમજતું જાય. અને સમજાય કે આ આખી સમાજવ્યવસ્થા જ નહીં, સૃષ્ટિ વ્યવસ્થા સમગ્રપણે શબ્દોર્થોના સંબંધોની વ્યવસ્થા છે. આ આખું જગત સંબંધોની એક સમગ્ર ભાતરૂપે એક વ્યવસ્થારૂપે અસ્તિત્વ ધરાવે છે.

આમ માનો શબ્દ એને જગતના પરિચય સુધી લઈ જાય છે, માનો આ જ શબ્દ એને શાળાના ઓરડાઓ સુધી લઈ જાય તો, એ ઓરડાઓમાં બેસીને એ જ જગતને ઓળખવાનો છે, જાણવાનો છે, સમજવાનો છે એ એને માટે સરળ બની જાય છે. શિક્ષણ એક બહું જાણીતો નિયમ ‘પરિચિત ઉપરથી અથવા પરિચિતની મદદથી અપરિચિતનો પરિચય’ એ શિક્ષણક્રિયાનો પ્રાણ છે. જે બાળકો માતૃભાષાની આંગળી પકડીને જ્ઞાનમંદિરમાં પ્રવેશ છે તેઓ તો ધન્ય છે જ પણ તેમનાં મા-બાપ પણ ઘન્ય છે કારણ કે એ જ્ઞાનમંદિરમાં જ તેમને અન્ય અનેક ભાષાઓનો પણ પરિચય થવાનો છે.

પણ કમનસીબે જેમને જ્ઞાનમંદિરમાં પ્રવેશની સાથે જ અન્ય ભાષાની આંગળી પકડવાની આવે છે તેઓ મુંઝાય છે, મુરઝાય છે માની ભાષાની આંગળી પકડી રાખવાની છૂટ પણ નથી હોતી ત્યાં તો, એમનો પ્રાણ ગૂંગળાય છે. તેઓ જાણે કે અનાથ બની જાય થે, નોંધારાં બની જાય છે. આવાં બાળકોના અન્ય વિષયો તો નબળા રહે જ છે પણ તેમની અન્ય ભાષા ઉપરની પકડ પણ બહું નબળી રહી જવા પામે છે અપવાદ રૂપે થોડા કિસ્સા હોય એ વાત જુદી.

કવિશ્રી ઉમાશંકરે તો, નસીબદાર તેમને તો, “સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી” એવી ગાંધીગ્િારા ગુજરાતી થકી પોતાની માતૃભાષા થકી પ્રાથમિક શિક્ષણનો પાયો પાકો કરવાની તક મળી. આ માતૃભાષાનો શબ્દ એમને સત્યાગ્રહ છાવણીઓમાં જેલોમાં, વિશ્વ-વિદ્યાલયોમાં (તેઓ ગુજરાતીભાષા-સાહિત્યના આજીવન શિક્ષક-અધ્યાપક રહેલા એ સૌ જાણે છે)લઈ ગયો અને પછી સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, વિશ્વના સાંસ્કૃતિક સમાજોમાં અન્ય ભાષાના શબ્દની આંગળી પકડીએ ભલે મહાલ્યા પણ માતૃભાષાની આંગળી એમણે ક્યારેય છોડી નથી. કદાચ માતૃભાષાજ એમને પોતાની આંગળીએ વળગાડીને અન્ય ભાષાઓ સુધી અને છેક વિશ્વના સાંસ્કૃતિક સમાજો સુધી લઈ ગઈ.

માતૃભાષાનો આત્મા એનો ભાષક છે. માતૃભાષાને એના આત્માથી એના ભાષકથી અળગી કરવાનું પાપ ભૂલેચૂકે ય કરવા જેવું નહી.

રેટ કરો અને રિવ્યુ આપો

Hetal

Hetal 2 માસ પહેલા

Harsh Pandya

Harsh Pandya 6 માસ પહેલા

Nikunj Vadoliya

Nikunj Vadoliya 4 વર્ષ પહેલા

Jay Sathwara

Jay Sathwara 6 વર્ષ પહેલા

mahesh

mahesh 6 વર્ષ પહેલા