અપૂર્ણવિરામ - 20 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 20

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૦

હળવા ધક્કા સાથે કાર મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની બહાર મુખ્ય રસ્તા પર ઊભી રહી.

બસ, તું અહીંથી જ નીકળી જા! મિશેલે કહ્યું, તારે અંદૃર આવવાની જરુર નથી.

અરે? આર્યમાને ચાવી ઘુમાવીને એન્જિન ઑફ કર્યું, ગિવ મી ટુ મિનિટ્સ. ગાડી પાર્ક કરી દૃઉં છું. સ્ટેશન સુધી આવ્યો છું તો તને તારી સીટ પર પ્રોપરલી બેસાડીને જ જઈશ.

નહીં આર્યમાન. તું જા. આઈ વિલ મેનેજ.

તું ના કેમ પાડે છે? આર્યમાને કહ્યું, હું પણ જોઉંને, કેવાક દૃેખાય છે તારા અઘોરી બાબા ગોરખનાથ!

એ જ હું નથી ઈચ્છતી! મિશેલ ગંભીરતાથી બોલી, તારે ગોરખનાથને જોવાની કે મળવાની કોઈ જરુર નથી. તું શું કામ એનાં વર્તુળમાં પગ મૂકે છે?

મિશેલ, એ માણસ તને બહારગામ લઈ જઈ રહ્યો છે, કિલોમીટર દૃૂર! એ મડદૃાં સાથે તારી કોઈક ક્રિયા કરાવવા માગે છેે! મારે કમસે કમ ગોરખનાથને એક વાર મળી લેવું જોઈએ.

લૂક! મિશેલ વેધક નજરે જોયું, આઈ કેન પ્રોટેકટ માયસેહ્લફ, ઓકે? તારે મારી બિલકુલ િંચતા કરવાની નથી. તું હવે જા... અને હોટલ પર જ જજે, ઘરે નહીં.

આર્યમાને નિશ્ર્વાસ છોડ્યો, પણ મોક્ષ...

આપણાં ઘરમાં અત્યારે મોક્ષ પણ નથી અને માયા પણ નથી! મિશેલની આંખોમાં તીક્ષ્ણતા આવી ગઈ, તો પણ તારે ઘરે જવાનું નથી, ઓકે? હું પાછી ન આવું ત્યાં સુધી ઘરમાં પગ ન મૂકતો. સુમનને મળવું હોય તો ફોન કરીને બહાર બોલાવી લેજે. તને સમજાય છે હું શું કહું છું તે?

આર્યમાને કશું બોહ્લયા વિના નજર ફેરવી લીધી. મિશેલે બહાર આવી. પાછલી સીટ પરથી શોહ્લડરબેગ ઉઠાવીને કારનું બારણું બંધ કયુર્ર્. આર્યમાને બારીનો કાચ નીચે સરકાવ્યો, ટેક ગુડ કેર ઓફ યોરસેહ્લફ...

આઈ વિલ. બાય.

બેગના જાડા કાળા પટ્ટા બન્ને ખભે પર ચડાવીને મિશેલ આગળ વધી ગઈ. સ્ટેશનની બહાર ઊતરતી સાંજની ચહલપહલ હતી. એ દૃેખાતી બંધ થઈ પછી આર્યમાન કારમાં એમ જ બેસી રહ્યો.

વિદૃર્ભ એકસપ્રેસનો ફર્સ્ટ કલાસ કમ્પાર્ટમેન્ટ લગભગ ખાલી હતો. મિશેલ બર્થ-નંબર ચકાસતી પોતાની જગ્યા પર પહોંચી ત્યારે ગોરખનાથ પહેલેથી આવીને સ્થાન જમાવી ચુક્યા હતા.

ઓહ! ગોરખનાથના દિૃદૃાર જોઈને મિશેલ ચમકી ગઈ, ગુડ ઈવિંનગ, બાબા! મને એમ કે એક મને જ વધારે પડતાં વહેલાં પહોંચી જવાની આદૃત છે!

ગોરખનાથે બેસવાનો ઈશારો કર્યો. મિશેલ સામેની સીટની નીચે બેગ સરકાવી દૃીધી. પાણીની બોટલ હોહ્લડરમાં ભરાવીને એ નિરાંતે બારી પાસે બેઠી. ઊપસેલાં પેટવાળા ગોરખનાથે આજે જીન્સ અને આડી લાઈિંનગવાળું ટીશર્ટ પહેર્યું હતું. એમના ગાઢ રુંવાટીવાળા કાંડા પર લાલ-કાળા દૃોરાની જગ્યાએ ફોર્મલ રિસ્ટ વોચ આવી ગઈ હતી. માથું ચકચકિત શેવ કરેલું હતું અને આંખો પર કાળી ફ્રેમનાં જાડાં ચશ્માં ચડાવ્યાં હતાં.

સાંભળ, મિશેલ! ગોરખનાથે કહેવા માંડ્યું, આ વાત હું તને અગાઉ પણ કહી ચુક્યો છું કે જાહેરમાં હું નથી બાબા કે નથી ગોરખનાથ. મિસ્ટર નાથ... આ જ છે મારી ઓળખાણ!

આઈ એમ સોરી-

"મારી બર્થ પેલી બાજુ છે, ગોરખનાથે એને વધારે બોલવા ન દૃીધું, જો લેટ નહીં થાય તો કાલે સવારે નવ વાગ્યે ટ્રેન આપણને નાગપુર જંકશન પર ઉતારી દૃેશે. મતલબ કે લગભગ તેર કલાકનો પ્રવાસ છે. આ તેર કલાક દૃરમિયાન આપણે એકબીજા સાથે બિલકુલ વાત કરવાની નથી.

ઓકે, મિશેલે કહ્યું, આ ડબ્બો આખા રસ્તે આટલો જ ખાલી રહેશે?

ના. હમણાં દૃાદૃર સ્ટેશનેથી જ ભરાવા લાગશે. પણ ટ્રેન ખાલી હોય કે ભરેલી એનું કશું મહત્ત્વ નથી. યુ આર સેફ.

નાગપુર ઉતરીને પછી શું કરવાનું છે? આપણે પછી કોઈ-

ગોરખનાથે કરડી દૃષ્ટિ ફેંકી. મિશેલ ચુપ થઈ ગઈ. બાબાએ એને સાનમાં સમજાવી દૃીધું કે શાંતિ રાખ, તારે બધું જ આગોતરા જાણી લેવાની કોઈ જરુર નથી. એ ઊભા થયા, હું મારી જગ્યા પર જાઉં છું. કાલે સવારે ઉતરીને વાત કરીશું. જય મા સ્મશાન તારા!

મિશેલને સહેજ આશ્ર્ચર્ય થયું. જય મા સ્મશાન તારા? અગાઉ ક્યારેય આ ઉદ્ગાર ગોરખનાથના મોઢે સાંભળ્યો હોવાનું યાદૃ આવતું નથી!

મિશેલ એકલી પડી. લોકો આવતા ગયા. કૉચ થોડો ભરાતો ગયો. બરાબર સાતને પાંચે ટ્રેન ઉપડી. મિશેલ પુસ્તક લઈને ઊપરની બર્થ પર ચડી ગઈ. અહીં આસપાસના માહોલથી કપાઈને થોડું એકાંત અનુભવી શકાતું હતું. સામાન્યપણે ટ્રેનની મુસાફરી દૃરમિયાન લોકો સાથે વાતો કરવાનું મિશેલને ગમતું, પણ આજની પરિસ્થિતિ અલગ હતી. કાચીપાકી ઊંઘના ટુકડાઓમાં રાત પસાર થતી ગઈ.

બીજા દિૃવસે નાગપુર જંકશન સમયસર આવી ગયું. ગોરખનાથ અને મિશેલ એક પણ શબ્દૃની આપ-લે કર્યા વિના સ્ટેશનની બહાર આવ્યાં. નજીકમાં જ કોઈ મધ્યમ કક્ષાની રેસ્ટોરાંમાં જઈને મિશલને પૂછ્યા વિના સેન્ડવિચ અને ઈડલી સાથે ચા-કોફીનો ઓર્ડર અપાઈ ગયો. જાણે મિશેલનું અસ્તિત્ત્વ જ ન હોય તેમ ગોરખનાથ સતત પોતાનામાં ખોવાયેલા દૃેખાતા હતા. મિશેલના મનમાં ઘણા પ્રશ્ર્નો ઊછળકૂદૃ કરતા હતા, પણ એ પ્રયત્નપૂર્વક શાંત રહી. બ્રેકફાસ્ટ પતાવીને બન્ને બહાર આવ્યાં.

તું અહીં જ ઊભી રહેજે. હું પાંચ મિનિટમાં હમણાં આવું છું.

ગોરખનાથ અદૃશ્ય થઈ ગયા. પાંચ મિનિટ, દૃસ મિનિટ, પંદૃર મિનિટ. મિશેલની અકળામણ વધવા માંડી. આસપાસથી લોકો એને વિચિત્ર નજરે જોઈને પસાર થઈ જતા હતા. આખરે ગોરખનાથ સફેદૃ રંગની ખખડધડ જૂની વન લઈને આવ્યા.

આવી જા! ગોરખનાથે વનમાંથી ઈશારો કર્યો.

એ પાછલી સીટ પર ગોરખનાથીની બાજુમાં બેસી ગઈ. છોકરડા જેવા દૃેખાતા ડ્રાઈવરે ગાડી મારી મૂકી. બારીની બહાર નાગપુર સરકતું ગયું. મિશેલ માટે આ શહેર નવું હતું. થોડી વારમાં વને હાઈવે પકડી લીધો. રસ્તા બદૃલાતા ગયા. જોતજોતામાં નાગપુર પાછળ છૂટી ગયું. મિશેલ મૂંઝાઈ. ગોરખનાથ એને નાગપુરને બદૃલે બીજા કોઈ સ્થળે લઈ જઈ રહ્યા છે કે શું?

આપણે ગડચિરોલી જઈ રહ્યા છીએ... મિશેલની અવઢવ પામી ગયા હોય તેમ ગોરખનાથે શાંતિથી કહ્યું.

ગડચિરોલી? મિશેલના કાને આ નામ પહેલી વાર પડી રહ્યું હતું.

"મહારાષ્ટ્રનો એક જિહ્લલો છે ગડચિરોલી. તું થાકી છે?

ના.

ગોરખનાથે આંખ બંધ કરી લીધી. એમના હોઠ પાછા આછા આછા ફફડવા લાગ્યા. મિશેલ બારીની બહાર ફેલાયેલા મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારને શૂન્ય નજરે જોતી રહી. એને થોડી બેચેની શરુ થઈ ગઈ હતી. સહેજ ઊલટી જેવું થઈ રહ્યું હતું. એણે પર્સ ખોલીને એક પિપરમેન્ટ મોંમાં મૂકી. પછી વિચારોને ફંટાવવા મોબાઈલ પર ગૂગલ ઑન કરીને વિકીપિડીયા પર ગડચિરોલી વિશેની ઈન્ફર્મેશન વાંચવા લાગી. ગડચિરોલી મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિહ્લલો છે. અહીંથી આંધ્રપ્રદૃેશ અને છત્તીસગઢ બન્ને પાસે પડે. આ પ્રદૃેશ નકસલાઈટ પ્રવૃત્તિઓને કારણે બદૃનામ થઈ ગયો છે અને...

મિશેલની આંખો બંધ થવા લાગી. શરીર સહેજ સરકાવીને માથું બકરેસ્ટ પર નાખી દૃીધું. અર્ધતંદ્રા જેવી સ્થિતિમાં અસંબદ્ધ સપનાંનાં અલપઝલપ ધાબાં ઊપસવાં લાગ્યાં. સપનાંમાં આર્યમાન દૃેખાયો, ભયાનક ચીસો પાડતો મોક્ષ દૃેખાયો, એની પાછળ ખેંચાઈ રહેલી લાચાર માયા દૃેખાઈ. અજાણ્યા કેનવાસ પર આકૃતિઓ બની રહી હોય તેમ મોક્ષ અને માયા એકાએક ઊપસી જતાં હતાં, ભૂંસાઈ જતાં હતાં, ઊંધાં માથે હવામાં અધ્ધરપધ્ધર લટકીને દૃાંતિયા કરતાં હતાં, કરગરતાં હતાં અને પછી ધૂમાડાની જેમ વિખેરાઈ જતાં હતાં...

આંચકા સાથે મિશેલની આંખો ખૂલી ગઈ. વન કોઈ અજાણી જગ્યાએ ઊભી હતી. બાજુમાં ગોરખનાથ નહોતા. મિશેલે રિસ્ટ વૉચમાં સમય જોયો. બપોરના દૃોઢ. સ્લાઈિંડગ ડોર એક તરફ ધકેલીને એ બહાર આવી. કોઈ નાના નગરની બજાર જેવો માહોલ હતો. ગોરખનાથ આ ક્યાં લઈ આવ્યા મને? આસપાસ દૃુકાનોનાં બોર્ડ્સ, હોર્ડિંગ્સ પર ફેરવીને એડ્રેસ વાંચવાની કોશિશ કરી, પણ કશું સમજાયું એવું હતું નહીં કેમ કે મોટા ભાગનું લખાણ મરાઠી અથવા હિન્દૃીમાં હતું. મિશેલ પાછી વનમાં બેસી ગઈ.

થોડી વારમાં સામેની ત્રણ માળની બિહ્લિડંગમાંથી ગોરખનાથ આવતા દૃેખાયા.

ચાલ! ગોરખનાથે પોતાની એરબેગ બહાર ખેંચી,આ ચંદ્રપુર છે. આપણું ડેસ્ટિનેશન. ગડચિરોલી ડિસ્ટ્રિકટમાં જ પડે છે. આપણે અહીં જ રાત રહેવાની છે.

ફરી પાછું એક નવું ગામ અને નામ. અચ્છા, તો શવસાધનાની વિધિ આ ચંદ્રપુર ગામનાં સ્મશાનમાં કરવાની લાગે છે...

મિશેલ દૃલીલ કર્યા વિના શોહ્લડરબેગ પીઠ પર ચડાવીને ગોરખનાથની સાથે ચાલવા લાગી.પેલી ત્રણ માળની બિહ્લિડંગ કોઈ સાધારણ ગેસ્ટ હાઉસનું મકાન હતું. ગોરખનાથે કહ્યું, ચંદ્રપુરમાં રહેવા માટે આના કરતાં બહેતર જગ્યા નહીં મળે. બે િંસગલ રુમ બુક કરાવ્યા છે. સો ડોન્ટ વરી. રુમમાં મેનુ કાર્ડ જોઈને ખાવાનું ઓર્ડર કરી લેજે. આરામ કરજે. સાંજે છ વાગે મહાકાલી અને અચલેશ્ર્વર મહાદૃેવનાં મંદિૃરે દૃર્શન કરવા જઈશું. અહીંના પ્રખ્યાત મંદિૃરો છે એ.

રિસેપ્શન પરથી ચાવી લઈને મિશેલ પોતાના કમરામાં જતી રહી. રુમની હાલત જોઈને ખાવાનું ઓર્ડર કરવાની ઈચ્છા મરી ગઈ. નહાઈને, ફ્રેશ થઈને એણે સૂવાની કોશિશ કરી, પણ ઊંઘની જમાવટ ન થઈ. કદૃાચ જગ્યાનો દૃોષ હતો. કદૃાચ વિચારો સતત ગૂંચળાયા કરતા હોવાથી મન ઊચ્ચક થઈ ગયું હતું.

આખરે શું છે શવસાધના?

મિશેલના દિૃમાગમાં વારંવાર આ સવાલ પછડાયા કરતો હતો. ગોરખનાથે હજુ સુધી તેના વિશે એક શબ્દૃ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. શું તે પોસ્ટમોર્ટમ જેવી કોઈ ક્રિયા હશે? ગોરખનાથે મડદૃું ચૂથવાનો પડકાર ફેંક્યો ત્યારે મિશેલથી હા તો પાડતાં પડાઈ ગઈ, પણ એ જોઈ શકતી હતી કે અંદૃરથી પોતે ભયભીત થઈ ઉઠી છે. એક પેગન તરીકે એણે જાતજાતની વિધિઓ કરી છે, પણ આજ સુધી મનુષ્યના તો શું, કોઈ પ્રાણીના ડેડબોડીને સ્પર્શવાની જરુર ક્યારેય પડી નથી. શવસાધનાના નામે બાબા એકઝેટલી મારી પાસે શું કરાવવા માગે છે?ગેસ્ટ હાઉસ પર પાછાં ફરતી વખતે ગોરખનાથે કહ્યું, રાત્રે અગિયાર વાગ્યે આપણે નીકળવાનું છે. આજે અમાસની રાત છે એટલે વિધિ આજે જ થશે, તું થાકેલી હોઈશ તો પણ.

"મારે કોઈ વિશેષ તૈયારી કરવાની છે?

ના. તારે ફકત મારી સૂચનાઓનું પાલન કરવાનું છે.

રાત્રે પોણા અગિયાર વાગ્યે મિશેલ ફ્રેશ થઈને નીચે ઉતરી ત્યારે ગેસ્ટ હાઉસના સાંકડા કમ્પાઉન્ડમાં ગોરખનાથ ત્રણ-ચાર અજાણ્યા માણસો સાથે વાતો કરતા ઊભા હતા. મિશેલને જોઈને બધા ચુપ થઈ ગયા. મિશેલે સફેદૃ કુર્તી નીચે બ્લુ ટ્રેક પેન્ટ પહેર્યું હતું. વાળને વણાંકદૃાર પોનીટેઈલમાં બાંધી લીધા હતા.

હીચ મુલગી આહે. સગળે વિધિ હીચ કરણાર, ગોરખનાથે માણસોને મરાઠીમાં કહ્યું, ચલા નિઘુયા.

ત્રણ માણસો ફટાફટ બાઈક પર સવાર થઈને નીકળી પડ્યા. ચોથો પાઘડીધારી મધ્યવયસ્ક માણસ સફેદૃ ખખડધજ વનમાં ડ્રાઈવરની બાજુમાં બેઠો. મિશેલ અને ગોરખનાથ પાછળ ગોઠવાયાં. થોડી મિનિટોમાં સૂતેલા રસ્તા અને બજારોને ચીરીને વન ગામની બહાર નીકળી ગઈ. વનની આગળ જઈ રહેલા બાઈકસવારો ત્રિભેટેથી જમણે વળી ગયા, જ્યારે વન મુખ્ય રસ્તા પરથી નીચે ઉતરીને કાચી સડક પર ફંટાઈને આગળ વધવા લાગી. હેડલાઈટના શેરડામાં ફકત ઊબડખાબડ સપાટી સરકતી દૃેખાતી હતી. આગળ બેઠેલો માણસ જે રીતે ડ્રાઈવરને દિૃશાસૂચન કરતો હતો તેના પરથી લાગતું હતું કે આ વિસ્તારનો એ જાણકાર હોવો જોઈએ.

આપણે સ્મશાન તરફ જઈ રહ્યાં છીએ, બાબા?

ગોરખનાથે મિશેલ તરફ ગરદૃન ઘુમાવીને ભવા વંકાવ્યા, કેમ?

મિશેલ ગુંચવાઈ.

કેમ એટલે... શવસાધનાની વિધિ માટે.

ગોરખનાથ જવાબ આપ્યા વિના પાછા બારીની બહાર જોવા લાગ્યા, જાણે અંધારું ઉકેલતા હોય તેમ. મિશેલને અકળામણ થઈ આવી. બાબાએ બપોરે કહ્યું હતું કે ચંદ્રપુર અંતિમ ડેસ્ટિનેશન છે, તો પછી અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ? એ મૌન કેમ રહે છે? ખુલીને વાત કેમ કરતા નથી?

કાચો રસ્તો ક્રમશ: વધુ ને વધુ ખરાબ થતો ગયો. અચાનક વન આંચકો ખાઈને ઊભી રહી ગઈ.

ગાડી આનાથી આગળ નહીં જાય, ડ્રાઈવરે કહેવું પડ્યું.

ઠીક છે. અમે પગપાળા જઈશું. તું ગાડીમાં જ બેસી રહેજે. બહાર ન નીકળીશ.

ગોરખનાથે મિશેલને વનમાંથી નીકળવાનો ઈશારો કર્યો. જમીન પર પગ મૂકતાં જ મિશેલ સ્થિર થઈ ગઈ. આજુબાજુ ગાઢ અંધારું થીજેલું હતું તો પણ એને સમજાયું કે આ કોઈ જંગલ જેવી જગ્યા છે. હવામાં સહ્ય ઠંડક હતી.પાઘડીધારી માણસે થેલામાંથી બે ટોર્ચ કાઢી. એક ગોરખનાથને પકડાવી. ઝાડીઝાંખરા વચ્ચેથી પસાર થતી કેડી પર સૌ ચુપચાપ ચાલવા લાગ્યા. ગોરખનાથના વર્તાવ પરથી લાગતું હતું કે એમના માટે પણ આ જગ્યા નવી નથી. બલકે, અહીં એ કેટલીય વાર આવી ચુક્યા છે. કોઈ કશું બોલતું નહોતું. ફકત પગ નીચે કચડાતા સૂકાં પાનનો ખખડાટ અને જીવજંતુઓનાં વિચિત્ર અવાજો સંભળાતા હતા. લગભગ અડધી કલાક લગાતાર ચાહ્લયા પછી ગોરખનાથ અટક્યા.

બસ!

એમણે ચારે તરફ ટોર્ચ ઘુમાવી. પ્રકાશના શેરડામાં જે કંઈ દૃેખાયું તેના પરથી મિશેલને સમજાયું કે આગળ હવે ખુહ્લલું મેદૃાન છે અને એક ઘેઘૂર વૃક્ષને બાદૃ કરતાં આડેધડ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાં પાછળ રહી ગયાં છે. ગોરખનાથની સાથે ગામઠી મરાઠીમાં કશીક ઘૂસપૂસ કરીને પાઘડીધારી માણસ નીકળી ગયો. એની ટોર્ચનું ચાંદૃરડું કાળાડિબાંગ અંધકારમાં ધીમે ધીમે દૃૂર થતું અદૃશ્ય થઈ ગયું. ગોરખનાથે થેલામાંથી કપડું કાઢીને નીચે બિછાવ્યું.

બેસ!

મિશેલને હવે થાક મહેસૂસ થઈ રહ્યો હતો. ગોરખનાથ એની સામે બન્ને પગ ગોઠણથી વાળીને બેઠા.

મિશેલ, આ એ જ જગ્યા છે, જ્યાં પહોંચવા માટે આપણે ગઈ કાલથી એકધારા પ્રવાસ કરી રહ્યાં છીએ. આ હમણાં જે માણસ ગયો એ થોડી વારમાં એના સાથીદૃારો સાથે પાછો આવશે. એ બધા આદિૃવાસીઓ છે. ચંદ્રપુરનાં જંગલોમાં નાના નાના કસબામાં રહે છે. સમય અને દૃુનિયાથી કપાઈને જીવતા લોકો છે આ. એમની પોતાની દૃુનિયા છે, પોતાનાં રીતરિવાજો છો. એ લોકો હમણાં આવશે ત્યારે એમની પાસે એક જુવાન છોકરાનું મડદૃું પણ હશે. મડદૃું તાજું છે. છોકરો આજે સાંજે જ મર્યો છે. તારે એ નિર્વસ્ત્ર મડદૃાની ઉપર બેસીને શવસાધના કરવાની છે.

ગોરખનાથની આંખો વિચિત્ર રીતે ચમકવા માંડી,વિધિ ખતરનાક છે અને હવે તારે કરવી જ પડશે. છેહ્લલી ઘડીએ તું ફરી નહીં શકે. હવે કાં ઈસ પાર યા ઉસ પાર.

મિશેલના મનમાં વિચારોનો ચક્રવાત ફૂંકાઈ ગયો.

અમે આજની તારીખે, આ સ્થળે શવસાધના કરવાના છીએ તે કેટલાય દિૃવસો પહેલાં નક્કી થઈ ગયું હતું, પણ વિધિ માટે જુવાન માણસનું તાજું મડદૃું બાબાએ કેવી રીતે મેનેજ કર્યું હશે? શું આ છોકરાનું કુદૃરતી મોત થયું હશે? પણ મોત કુદૃરતી હોય તો એની આગોતરી કેવી રીતે થાય? તો શું એની કતલ કરવામાં આવી હશે? શવસાધનામાં ઉપયોગમાં લઈ શકાય તે માટે વિધિની થોડી કલાકો પહેલાં જુવાન છોકરાની બલિ ચડાવવાનું પહેલેથી જ નક્કી થઈ ગયું હશે?

મિશેલના શરીરમાંથી તીવ્ર કંપારી પસાર થઈ ગઈ.