અપૂર્ણવિરામ - 19 Shishir Ramavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપૂર્ણવિરામ - 19

અપૂર્ણવિરામ

પ્રકરણ ૧૯

Shishir Ramavat


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૯

નેરળ સ્ટેશન પર મિની ટ્રેન જાણે એમની રાહ જોઈને જ ઊભી હતી.

ચલ, બેસી જઈએ? માયાએ ઉત્સાહથી પૂછ્‌યું.

આ બાબાગાડીમાં? નો, પ્લીઝ!

મોક્ષ અને માયા આજે પહેલી વાર કાર લીધા વગર માથેરાન આવ્યાં હતાં. નેરળ સ્ટેશનની બહાર જાણીતા હિલ સ્ટેશનને ન શોભે એવી સાંકડી ઊબડખાબડ ગલીમાં ટેકસી અને મિની વેન કતારબદ્ધ ઊભી હતી. તાવડાના ઊકળતા તેલમાંથી ઉતરી રહેલા ગરમાગરમ વડાની તીવ્ર ખૂશ્બૂમાંથી પસાર થઈને બન્ને એક સારી કાર શોધીને બન્ને બેસી ગયાં. થોડી વારમાં ખતરનાક વણાંકોવાળો, સરકતા સર્પની માફક ચકરાતો ઘાટ પસાર કરીને તેઓ દૃસ્તૂરી પહોંચી ગયા. સમુદ્રસપાટીથી અઢી હજાર ફૂટની ઊંચાઈ પર આવેલાં માથેરાન હિલ સ્ટેશનનું એ પ્રવેશદ્વાર હતું.

હીઅર વી આર!

ટેકસીમાંથી બહાર આવીને મોક્ષે હાથ પહોળા કરીને આળસ મરડી. પછી લીલી ખીણ તરફ નજર કરતો ઊભો રહી ગયો. માયાએ એની પાસે આવીને ખુહ્‌લલી તાજી હવા મોટેથી ર્શ્વાસમાં લીધી.

ઘાટ ચડતી વખતે એટલો ડર ક્યારેય નથી લાગતો જેટલો ઘાટ ઊતરતી વખતે લાગે છે. આવું કેમ થતું હશે?

વેલ, ઈટ ડિપેન્ડસ.

ડિપેન્ડસ ઓન વોટ, મોક્ષ?

મોક્ષ કંઈ બોહ્‌લયો નહીં.

એન્ટ્રી પોઈન્ટ પાસે ઢાળ પર પાર્ક કરેલાં વાહનોની જમઘટ થઈ ગઈ હતી. મોક્ષની નજર એક કાર પર અટકી ગઈ, ઓહો, નનો! માથેરાનમાં પહેલી વાર નનોને જોઉં છું.

માયાને પણ આર્શ્ચર્ય થયું, નનો આટલો ખતરનાક ઘાટ ચડી ગઈ?

ડરાઈવર કાબેલ અને ઠંડા દિૃમાગનો હોય તો કોઈ પણ કારને ઘાટ પર ચડાવી શકે. ચલ.

ઉત્સાહી પ્રવાસીઓનું મોટું ઝુંડ એન્ટ્રી પોઈન્ટ પાસે લાઈન લગાવીને ઊભું રહી ગયું હતું. અહીંથી આગળ જવા માટે વાહનોના પ્રવેશ પર મનાઈ હતી. હવે જંગલ વટાવીને મુખ્ય માથેરાન સુધી ફકત પગપાળા, ઘોડા પર યા તો ટાંગામાં જ જઈ શકાતું હતું. મોક્ષ અને માયા ચુપચાપ ચાલવા લાગ્યાં. એમટીડીસીના કોટેજીસની સામેની બાજુ બાંધેલા મેદૃાનમાં સફેદૃ- કાળા- બદૃામી ઘોડાઓ ઊભા ઊભા પૂંછડી ઊછાળતા આરામ ફરમાવી રહ્યા હતા અથવા તો ચરી રહ્યા હતા. કેટલાકની પીઠ પર પલાણ હજુ બંધાયેલાં હતાં. એક બાજુ ટાંગાવાળા પોતાના દ્‌વિચક્રી વાહનોને કતારમાં લાંગરીને પસાર થતા પ્રવાસીઓ તરફ અપેક્ષાથી તાકી રહ્યા હતા. સહેજ આગળ ટચુકડું અમનલૉજ સ્ટેશન આવી ગયું. અહીંથી પ્રવાસીઓ રમકડા જેવી મિની-ટ્રેનના કલરફુલ ડબ્બામાં ગોઠવાઈને કિલોમીટરના અંતરે આવેલા માથેરાન સ્ટેશન પર ઉતરી જતા હતા.

આ સારી સર્વિસ શરૂ કરી છે આ લોકોએ, મોક્ષે કહ્યું, કેટલાય લોકોને આપણી સુમનની જેમ નથી ઘોડા ફાવતા, નથી ટાંગો ફાવતો કે નથી એ ચાલી શકતા. અમનલોજથી ટ્રેનમાં બેસવાનું એમને સારૂં પડે છે.

પણ આપણે તો જ ચાલીશું, એઝ યુઝઅલ.

અફકોર્સ!

અમનલોજ સ્ટેશન પાસે સડક પૂરી થતાં જ માથેરાનની ઓળખ જેવી લાલ માટીની જાજમ બીછાઈ ગઈ. હવામાં અદૃભુત તાજગી ભરી દૃેતો આહલાદૃ ઓગળેલો હતો. મોક્ષને એકાએક મજા આવવા લાગી. મોટે મોટેથી વાતો કરતા પ્રવાસીઓનાં ટોળાંથી દૃૂર ફંટાઈને બન્ને સાંકડા પાટા પર લયબદ્ધ ચાલવા માંડયાં. લાલ મોઢાવાળા વાંદૃરા અચાનક સામે કૂદૃીને આર્શ્ચર્યથી ઘૂરકતા એક તરફ સરકી જતા હતા. ગાર્બેટ પોઈન્ટ પસાર થઈ ગયું અને થોડી વારમાં માથેરાન ઊઘડવા માંડયું. કોટેજીસ તેમજ હોટલો દૃેખાવા માંડી. ચહલપહલ વધવા માંડી. એક તરફ નાની દૃુકાનો ખૂલી ગઈ હતી. ઘોડાનું એક ટોળું લાલ ધૂળની ડમરી ઊડાડતું ધડધડાટ પસાર થઈ ગયું. પાકી સડકની વચ્ચેનો ચાર-પાંચ ફૂટનો હિસ્સો સળંગ કાચો રહેવા દૃેવામાં આવ્યો હતો કે જેના પર ઘોડા આરામથી ચાલી કે દૃોડી શકે.

એ જ પરિચિત માહોલ. માથેરાન સ્ટેશન, નાનકડી બજાર, ચીકી અને લેધરની ચીજવસ્તુઓની દૃુકાનો, રામ મંદિૃર પાસેનો હોર્સ પોઈન્ટ, નીચે ચપ્પલો અને અન્ય ચીજવસ્તુઓનો પથારો કરીને બેઠેલા ફેરિયા, કાપડિયા માર્કેટ, નાનાં બચ્ચાઓએ ડરોઈંગબુકમાં ચિતરી હોય એવી ઢળેલાં છાપરાવાળી પોસ્ટ ઓફિસ, જૈન મંદિૃર...

મોક્ષ અને માયા શાર્લોટ લેકના રસ્તે જમણી બાજુ વળી ગયાં. માથેરાન પાછું વધારે હરિયાળું, વધારે શાંત થઈ ગયું. પોલીસ સ્ટેશન અને ઈન્સપેકશન બંગલા તરીકે ઓળખાતું વર્ષોથી બંધ પડેલું ગવર્મેન્ટ ગેસ્ટહાઉસ પસાર થઈ ગયાં... અને ઘર!

ફાયનલી! માયાના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું.

યેસ, ફાયનલી!

ચારેક હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો ખૂબસૂરત સફેદૃ બંગલો, ફરતે એના કરતાં લગભગ ત્રણગણું વિશાળ કમ્પાઉન્ડ અને પાછળ જંગલની અડાબીડ લીલોતરી. ફ્લોરથી છત સુધીની ઊંચાઈ ધરાવતાં કાચના કમાનાકાર બારી-બારણાં બંગલાની મુખ્ય બાહ્ય દૃીવાલોનો ઘણોખરો હિસ્સો રોકી લેતાં હતાં. વરસાદૃનું પાણી ભરાઈ ન રહે તે માટે માથેરાનનાં લગભગ તમામ જૂનાં બાંધકામ માફક આ એકમાળિયા બંગલાની છત પણ નળિયાની બનેલી હતી. શાર્લોટ લેક તરફના રસ્તા પર પડતા લોખંડી ગેટથી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પાકો રસ્તો બાંધેલો હતો, જેની બન્ને તરફ વૃક્ષો ઉપરાંત આરસપ્હાણની ઊંચી સફેદૃ મૂતિઓની કતાર હતી. આકર્ષક અંગભંગિમા ધારણ કરીને ઊભેલી સ્ત્રીઓની આ કલાત્મક પ્રતિમાઓ વિકટોરિઅન શૈલીની હતી, જે બંગલાના સૌંદૃર્યને એક અલગ પરિમાણ આપી દૃેતી હતી. કમ્પાઉન્ડમાં રૉટ આયર્નના બનેલા બુટાદૃાર ડિઝાઈનવાળાં બે કલાસિક કૉફી ટેબલ સેટ તેમજ એકિ ંહચકો થોડા થોડા અંતરે ગોઠવાયાં હતાં.

એન્ટિક ફરનિચરથી શોભતો વિશાળ લિવીંગ એરિયા વટાવી માયા સીધી બેડરૂમમાં પહોંચી ગઈ. સેન્ડલ અને હેરબેન્ડ કાઢી, વાળ છુટા કરી એ પલંગ પર લાંબી થઈ ગઈ. મોક્ષે બાજુમાં ઈઝી ચેર પર પડતું મૂક્યું. એણે માયા સામે જોયું. એ આંખો બંધ કરીને પડી હતી.

કેટલાય વખતથી માથેરાન... માથેરાન કરતી હતી. હવે ખુશ?

હા! માયા આંખો ખોહ્‌લયા વિના મલકી, બસ, ચાલી ચાલીને થોડી થાકી ગઈ છું.

પગ દૃબાવી આપું? મોક્ષ મુસ્કુરાતો ઊભો થઈને પલંગ પર બેઠો. પછી માયાના બન્ને પગ ખોળામાં લઈ, એણે પહેરેલાં થ્રી-ફોર્થની કિનારી ફોહ્‌લડ કરી, હળવે હળવે સફેદૃ પીંડી દૃબાવવા લાગ્યો.

હંઅઅઅ... ધેટ્‌સ લાઈક અ ગુડ હસબન્ડ! માયાને મજા આવી ગઈ.

ફિીંલગ બેટર?

યેસ! પણ બહુ સેવા ન કર. હું પાપમાં પડીશ! કમ હિઅર...

મોક્ષે પોતાનાં શૂઝ બિસ્તર નીચે સરકાવીને બાજુમાં લંબાવ્યું. માયાએ સહેજ ઊંચી થઈને એના હોઠ ચુમી લીધા. પછી એને વળગીને, એની છાતી સાથે મોં દૃબાવીને લેટી ગઈ. મનમાં સંતોષની એક સુખદૃ લાગણી તો પ્રસરી, પણ થોડી વારમાં ફરી એ જ વાત દિૃમાગમાં ઘુમરાવા માંડીઃ માથેરાનમાં નિરાંત છે, પણ નિરાંતની નીચે દૃબાઈને, સળવળીને શાંત થઈ ગયેલો વેદૃનાનો કોલાહલ પણ છે. આ કોલાહલને છંછેડવો નથી. એ ભલે સુશુપ્ત થઈને પડયો રહ્યો. જો એને છંછેડવામાં આવશે તો એવો ભયાનક વિસ્ફોટ થશે કે...

માયાને ત્રાસ થઈ આવ્યો. વિચારોેને ખંંખેરી નાખીને સુવાનો પ્રયાસ કર્યો, પણ નિદ્રા એટલી આસાનીથી શી રીતે આવે. આકાર વગરના વિચારો દિૃશાહીન બનીને મનમાં પાંખો ફફડાવતા આમથી તેમ ઊડાઊડ કરતા રહ્યા. થોડી મિનિટો પછી એ મોક્ષથી અળગી થઈને હળવેકથી ઊભી થઈ. મોક્ષને ઝોલું આવી ગયું હતું. અચાનક માયાનું ધ્યાન બારી તરફ ગયું.

એ થીજી ગઈ!

પારદૃર્શક કાચની પેલી તરફ એક અજાણી બુરખાધારી સ્ત્રી સ્થિર ઊભી હતી. એનો ચહેરો પથ્થર જેવો હતો. કાળું આવરણ હટાવીને ફાટી આંખે એ માયાને એકધારૂં તાકી રહી હતી!

૦ ૦ ૦

આરામાનભાઈ...

આર્યમાનને જોતાં જ સુમન દૃોડીને એને વળગી પડી.

હાઉ આર યુ, માય કિડ સિસ્ટર? આર્યમાને વહાલથી એના મસ્તક પર હાથ ફેરવ્યો. પછી મસ્તીથી, મોં બનાવીને, વિદૃેશી લઢણમાં કહેવા માંડયું, ઈઝ એવરિીંથગ ઓર્રાઈટ? યેહ? યુ લોસ્ટ વેઈટ ઓર વોટ? નોટ િઈંટગ પ્રોપર્લી, યુ બેબીડોલ? મુકટાબેન, વ્હાય ડોન્ટ યુ ટેક પ્રોપર કેર ઓફ મિઝ સુમન?

યેસ યેસ... સુમન બોલી ઉઠી.

બધા મોટેથી હસી પડયા. સુમનને અંગ્રેજીના આ બે જ શબ્દૃો આવડતા હતાઃ યેસ અને નો. આર્યમાન એની સાથે ધરાર અંગ્રેજીમાં લાંબી લાંબી વાત કરતો અને સુમન જાણે બધું સમજતી હોય તેમ માથું ધૂણાવીને કર્યા કરતી.

સુમન... ડુ યુ લાઈક ગિફ્ટ્‌સ? મિશેલે એને સમજાવવાની કોશિશ કરી, ગિફ્ટ... ગિફ્ટ!

સુમને આર્યમાન તરફ જોયું, આરામાનભાઈ, મારી ગિફ્ટ?

અરે વાહ! તું તો મિશેલની ભાષા સમજવા માંડી, સુમી! આર્યમાન ખુશ થયો. એણે પોતાની બેગ ખોલીને સરસ રીતે ગિફ્ટ રપ કરેલાં ત્રણચાર બોકસ કાઢ્‌યાં. બોકસ ફરતે બાંધેલી રિબન ખોલવાની અને ચળકતો રંગીન કાગળ દૃૂર કરવાની સુમનને ભારે મજા આવતી. બાર્બી ડોલનો નવો સેટ તેમજ બીજાં રમકડાં જોઈને સુમન રાજી રાજી થઈ ગઈ.

બસ, હવે અઠવાડિયાં સુધી સુમનને કોઈની જરૂર નહીં પડે! મુકતાબેને હસતાં હસતાં ગરમાગરમ ચાનો કપ આર્યમાનના હાથમાં મૂક્યો, હવે એ ગુડડા-ગુડડીનાં લગન કરાવ્યાં કરશે ને પછી ફરમાયશ મૂકશે કે મારેય લગન કરવા છે, મારા માટે વર લઈ આવો!

આર્યમાન હસી પડયો, વરની ડિમાન્ડ એ મારી પાસે નહીં કરે, તમારી પાસે કરશે, કારણ કે તમે એનાં બેસ્ટ ફ્રેન્ડ છો! બરાબરને, સુમન?

ઢીંગલીઓમાં ગૂંચવાઈ ગયેલી સુમનનું ધ્યાન વાતોમાં ક્યાંથી હોય?

મુકતાબેને કહ્યું,હું મારાથી થાય એટલું કરૂં છું, આર્યમાનભાઈ. બાકી સુમનને આજકાલ એક સરસ બહેનપણી મળી ગઈ છે. રીના, આપણા વોચમેનની દૃીકરી. આખો દિૃવસ બન્ને સાથે રમ્યાં કરતી હોય છે.

ગુડ.

આર્યમાન, તારી ચા પીવાઈ ગઈ હોય તો... લેટ્‌સ ગો ટુ માય રૂમ, મિશેલે કહ્યું.

ઓહ યેસ. સુમન, તું પણ ચાલ.

સુમન પોતાનો સરંજામ સમેટીને ઊભી થઈ.

તમારો સામાન, આર્યમાનભાઈ? મુકતાબેને પૂછ્‌યું.

"મારો સામાન હોટલ પર પડયો છે, આર્યમાને અર્ધસત્ય ઉચ્ચારી દૃીધું, "મારી સાથે ઓસ્ટ્રેલિયાથી થોડા મહેમાનો પણ આવ્યા છે. મારે એમની સાથે થોડા દિૃવસ રહેવું પડશે... પણ હું ઘરે રહીશ, સુમીને મળવા!

મુકતાબેન ચાનો ખાલી કપ લઈને કિચનમાં જતાં રહ્યાં. આર્યમાન ચક્રાકાર સીડીનાં બબ્બે પગથિયાં ચડતો ત્વરાથી પહેલા માળ પર આવી ગયો. મોક્ષના બેડરૂમ તરફ નજર પડતાં જ એના પગ થંભી ગયા. ધીમાં પગલે એ આગળ વધ્યો. હજુ તો દૃરવાજાને સ્પર્શે ત્યાં પાછળથી મિશેલે લગભગ ચીસ પાડીઃ

નો, આર્યમાન!

આર્યમાને એકદૃમ પાછળ ફરીને જોયું.

નો! મિશેલની આંખો તગતગી રહી હતી, નથી જવું મોક્ષના કમરામાં!

કેમ?

પ્લીઝ, સવાલો ન કર.

આર્યમાન પાછો વળી ગયો.

હુું મારા રૂમમાં તો જઈ શકું ને?

તારા રૂમને મેં મુકતાબેનને કહીને સરસ ચોખ્ખોચણક કરાવી લીધો છે, સો ડોન્ટ વરી. અત્યારે તું મારી સાથે ચાલ. કમ ઓન, સુમન.

સૌ બીજા માળે મિશેલના કમરામાં આવ્યાં.

લવલી! ચારે તરફ ભયંકર રીતે અસ્તવ્યસ્ત પડેલી ચીજવસ્તુઓ પર નજર ફેરવતાં આર્યમાને કહ્યું, આ હવે બિલકુલ તારો જ રૂમ લાગે છે!

પારદૃર્શક સ્લાિઈંડગ ડોર હટાવીને એ ખુહ્‌લલી ટેરેસ-બાહ્‌લકનીમાં આવી ગયો. ઊંચી નાળિયેરીનાં પાન વચ્ચે એરંગલનો દૃરિયો શાંત લહેરાતો પથરાયેલો હતો. આર્યમાને પાળી પાસે ઊભા રહીને સિગારેટ કાઢી. પછી શાંતિથી કશ લેવા માંડયો.

એની હરકતોનું નિરીક્ષણ કરી રહેલી મિશેલ તરત સુમન તરફ ઘુમી. સુમન કાર્પેટ પર ગોઠવાઈને પાછી ઢીંગલીઓમાં ગૂંથાઈ ગઈ હતી. મિશેલ ધીમેથી એની બાજુમાં બેઠી.

સુમન... યુ લાઈકડ ઈટ?

સુમને કશી પ્રતિક્રિયા ન આપી.

ડુ યુ વોન્ટ વન મોર ગિફ્ટ?

સુમને શૂન્ય નજરે મિશેલ તરફ જોયું. એને ફકત ગિફ્ટ શબ્દૃ સમજાયો હતો.

આઈ વિલ ગિવ યુ અ બ્યુટીફુલ ગિફ્ટ. વેઈટ! મિશેલે પોતાનાં જીન્સના ખિસ્સામાંથી કાળો મંતરેલો દૃોરો કાઢ્‌યો. આ એ જ દૃોરો હતો જે અઘોરી ગોરખનાથે એને આપ્યો હતો.

ગિવ મી યોર હેન્ડ! મિશેલે સુમનનો ડાબો હાથ પોતાના હાથમાં લીધો. પછી ઝડપથી કાળો દૃોરો એનાં કાંડા પર બાંધી દૃીધો. મિશેલના હ્ય્દૃયના ધબકારા વધી રહ્યા હતા. દૃોરાની ગાંઠ સજ્જડ વળી ગઈ એટલે સહેજ પણ વિલંબ કર્યા વગર મિશેલે લાલ રંગનો રબરનો પહોળો ફ્રેન્ડશિપ બેહ્‌લટ સુમનના એ જ કાંડા પર એવી રીતે પહેરાવી દૃીધો કે જેથી એની નીચે કાળો દૃોરો સંપૂર્ણપણે છુપાઈ જાય.

સો ધિસ ઈઝ યોર ગિફ્ટ ફ્રોમ મી, ઓલરાઈટ? ધ ફ્રેન્ડશિપ બેહ્‌લટ! મિશેલની આંખોમાં તીવ્રતા ધસી આવી, ડોન્ટ રિમુવ ઈટ, ઓકે?

સુમન લિસ્સા બેહ્‌લટ પર આંગળી ફેરવવા લાગી. મિશેલે એના ગાલ થપથપાવ્યા, ગુડ ગર્લ! નાઉ ગો ટુ યોર રૂમ!

સુમને નાસમજીથી એના તરફ જોયું. મિશેલે દૃરવાજા તરફ આંગળી ચીંધીને ડોળા કચકચાવ્યા, ગો!

મિશેલના અચાનક પલટાયેલા હાવભાવ જોઈને સુમન ગભરાઈ ગઈ. પોતાની ઢીંગલી ઉપાડી તરત નીચું ઘાલીને એ કમરાની બહાર નીકળી ગઈ.

૦ ૦ ૦

કામ થઈ ગયું, બાબા!

આ બોલતી વખતે મિશેલના ચહેરા પર ગર્વની આછી છાલક લાગી. બે દિૃવસ પછી અઘોરી ગોરખનાથે એને પોતાના પ્રાઈવેટ નંબર પરથી ફોન કરીને મોડી સાંજે ઘરે મળવા બોલાવી હતી. બાબાને સન્મુખ થતાં મિશેલે પહેલું જ વાક્ય આ કહ્યું.

હું જાણું છું, ગોરખનાથે એના તરફ ઠંડી નજરે જોયું, ગાંડી છોકરીના કાંડે મંતરેલો દૃોરો બાંધવામાં કશી બહાદૃૂર નથી. તું અભિમાન કઈ વાતનું કરે છે, મિશેલ?

મિશેલનું ધ્યાન ગયુંઃ બાબાની આંખોનો રંગ અચાનક બદૃલાયેલો કેમ લાગે છે? એમની કાજળઘેરી આંખો આજે બ્લુ કેમ દૃેખાય છે?

અભિમાન નથી કરતી બાબા, આંખો પરથી નજર હટાવીને મિશેલે કહ્યું, હું તો ફકત એટલું કહું છું કે-

બસ! ગોરખનાથે એક હાથ ઊંચો કરીને એને બોલતી અટકાવી, જો તારે અભિમાન જ કરવું હોય તો હવે પછી હું તને જે કામ સોંપવાનો છું, તે આટોપી લીધા પછી કરજે!

કયું કામ?

એ કામ કરવા માટે તારે મારી સાથે મુંબઈ છોડવું પડશે.

કેમ? મિશેલને સમજાયું નહીં,ક્યાં જવાનું છે, બાબા?

બહુ સવાલો કરવા લાગી છે તું, છોકરી? બાબા ગરજ્યા, "મારા પર ભરોસો નથી તને?

નહીં નહીં બાબા, એવું નથી... મિશેલને ગભરાટ થઈ ગયો, આઈ એમ સોરી.

ગોરખનાથે થોડી ક્ષણો માટે વિચારોમાં ખોવાઈ ગયા. પછી કહ્યું, તારા જન્મસમય અને જન્મસ્થળ પરથી મેં તારી જન્મપત્રિકા બનાવી છે. તારી ભાષામાં કહું તો, હોરોસ્કોપ! તું મને વર્ષો પહેલાં કે વર્ષો પછી કેમ ન મળી ને અત્યારે જ કેમ મળી એની પાછળ ચોક્કસ ગણિત કામ કરે છે, મિશેલ! યોગ્ય સમય હવે આવી ગયો છે...

શાના માટેનો યોગ્ય સમય આવી ગયો છે એ પ્રર્શ્ન તરત મિશેલની જીભ પર આવ્યો, પણ એ પ્રયત્નપૂર્વક ચુપ રહી. જોકે એની પૃચ્છા વગર જ ગોરખનાથે સામેથી જવાબ આપી દૃીધો.

તેં ક્યારેય મડદૃાં ચૂથ્યાં છે, મિશેલ? ગોરખનાથે મિશેલની આંખોમાં સીધું ત્રાટક કર્યું, "માણસનાં મડદૃાં? સાચેસાચી લાશ? ચૂંથી છે ક્યારેય?

મિશેલ થથરી ઉઠી.

ના, બાબા.

તો હવે ચૂંથવા પડશે! હું તારી પાસે એક વિધિ કરાવવા માગું છું. એનું નામ છે શવસાધના! આ એવી સાધના જે જુવાન માણસના નિર્વસ્ત્ર શબ પર સવાર થઈને કરવી પડે છે. બોલ કરી શકીશ તું?