Madhav Kya Nathi ? Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Madhav Kya Nathi ?

માધવ ક્યાંય નથી...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

માધવ ક્યાંય નથી...

“માધવ ક્યાંય નથી થી શરૂ થઈ ‘માધવ ક્યાંય નથી?” એવા પ્રશ્ન સાથે પુરી થતી સ્વ. હરીન્દ્ર દવેની નવલકથા ‘કૃષ્ણતત્વ’ને ‘ધર્મતત્વ’ને અથવા ‘શુભ-સત્યતત્વ’ સાથે સાંકળે છે.

“કૃષ્ણ આપણને મળવા આવે અને રાહ જોઈને બેસી ઓછું રહેવાય છે?” ( પાન નં. - ૧૨૮) નારદની એવી માન્યતા છે તેથી કૃષ્ણને મળવા તેમની શોધમાં નીકળ્યા છે. ખબર પડે કે કૃષ્ણ દેવકીના આઠમા સંતાન તરીકે જેલમાં જન્મ્યા છે. કૃષ્ણ તો નારદ ત્યાં પહોંચે એ પહેલા વસુદેવ આત્મબળના કરંડિયામાં બેસી નંદને ત્યાં પહોંચી ચુક્યા છે પણ નારદને કંસની આખમાં દેખાતા ખોફમાં અને દેવકીની આંખોમાં દેખાતા વાત્સલ્યમાં કૃષ્ણનાં દર્શન થાય છે. દુષ્ટને ધર્મતત્વનો ખોફ લાગે અને વાત્સલ્યને સર્વત્ર પુત્ર દર્શન થાય એમાં શી નવાઈ? લેખક અહીં સૂચવી દે છે કે, જેણે ઈશ્વરને માથે રાખ્યો છે તે ગમે તેવા અનિષ્ટના પૂરની પેલે પાર પહોંચી શકે છે.

નારદ કૃષ્ણને મળવા નંદગામ ગોકુળ પહોંચે તે દરમિયાનમાં લેખક મુદ્રાનું રાધામાં કઈ રીતે રૂપાન્તર થયું તેની વાર્તા કહી છે. મુદ્રાનો પ્રથમ અર્થ ચલણી સિક્કા થાય પ્રદ્યોત મુદ્રાને બેભાન અવસ્થાને કારણે જુગારમાં હારી ગયો મુદ્રાનો બીજો અર્થ એ થાય છે, નિશાની અથવા પરવાનો એ જિંદગીની નિશાની છે. વ્યવહાર જીવનનો પરવાનો છે. એ કાળના પ્રવાહમાં વહી જાય છે અને આ ઘન સંપત્તિનું સંપૂર્ણ સમપર્ણ તેનું ભક્તિમાં, રાધામાં રૂપાંતર કરે છે.

નારદને ગોકુળમાં મળેવી રાધા કહે છે “ મારી પાસે તો એક જ મન હતું તે તો ગયું કૃષ્ણની સાથે”- મન જતું રહે પછી માત્ર ઈશ્વર રહે. “ જલ મૈં (મન) થા તબ હરિ નહીં, જબ હરિ હૈં તો મૈં નહીં,” વૈદ્યરાજ કહે છે એમ રાધે ગોકુળ ના અમૃતનો સ્પર્શ થયો છે. પછી મૃત્યુ અડકી જ કઈ રીતે શકે? હમણાં જ આંખો ખોલી, જુઓ, બસ મનની આંખો ખૂલી જાય પછી આખા કદંબવનના કયા વૃક્ષ પર કૃષ્ણ બેઠો છે. તે ગમે ત્યાંથી દેખી શકાય છે. ગોકુળમાં આવેલા નારદને નંદના વિષાદમાં, યશોદાના ઝૂરાપામાં, રાધાની તલ્લીનતા અને તન્મયતામાં, ગોપીઓની પ્રીતિ અને તલસાટમાં પળે પળે કૃષ્ણનાં દર્શન થાય છે તેથી એ બોલી ઊંઠે છે. “કૃષ્ણ અહીં ક્યાંય નથી છતાં અહીં સિવાય ક્યાંય હોઈ ન શકે” (પાન નં. ૭૨)

ઉદ્ધવજીને આ અનુભવ અન્ય રીતે થાય છે. “ તુલસીક્યારા ઝૂરતા હતા, શ્યામ આકાશ અને નક્ષત્રો ઝૂરતાં હતાં, વાંસળીનાં વીંધ ઝૂરતાં હતાં, મોરપિચ્છના રંગો ઝૂરતા હતા. ” તેવું ઉદ્ધવજીને દેખાય છે અને ખાતરી થાય છે કે, “ કૃષ્ણ અહીં સર્વત્ર છે” ( પાન નં-૮૭) નિશદિન કૃષ્ણની સાથે રહેનારને પણ જાણે કૃષ્ણ માટે ઝૂરવાનું મન થઈ જાય

ઉદ્ધવજી જ્યારે પાછા ફરે છે ત્યારે એમના એક હાથમાં યશોદાએ આપેલું ગોરસનું પાત્ર છે અને બીજા હાથમાં વાંસળી છે. (પાન નં-૯૩) આ ખૂબ સૂચક છે. ગોરસનું પાત્ર માતૃત્વનું- વાત્સલ્યનું સૂચક છે તો, વાંસળી પ્રભુપ્રેમથી વીંધાયેલી તેથી નિત્ય પ્રેમ નિર્મળપ્રેમનું સૂચન કરે છે.

પછી તો નારદ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ખટપટો, કાવાદાવા, રાજરમત જોવા મળે છે. સળંગ ત્રણવાર કૃષ્ણ અહીં નથીં એની ખાતરી નારદને થાય છે. (પાન નં-૧૦૧)

નારદને જાણ થાય છે કે, કૃષ્ણ તો ત્રિવદ્રાના મહેલમાં છે. આ ત્રિવદ્રા તે જેનાં ત્રણે અંગ વાંકાં છે તેવી બેડોળ-કરૂપ ગણાતી સ્ત્રી. કૃષ્ણ તેને ‘સુંદરી’ કહીને સંબોધે છે. (પાન નં-૧૦૯) જીવનમાં એને પહેલવહેલી વાળ કોઈએ સુંદરી કહીને સંબોધી છે. ઈશ્વરનું સર્જન અસુંદર કઈ રીતે હોઈ શકે? ભગવાન ક્યારેય કોઈ અસુંદર વસ્તુનું સર્જન કરી શકે ખરા? આ શ્રદ્ધાને જ ભક્તિનું નામ આપાય છે. આ શ્રદ્ધા જ જીવનને માત્ર સુંદર નહીં, શિવ - મંગળકારી અને સત્યના માર્ગ પર લઈ જાય છે.

નારદે જોયુ કે, એક રાજા શૃંગાળ પોતાની જાતને ભગવાન તરીકે પૂજાવતો હતો. એક રાજા નામે જરાસંધઘ અભિમાનમાં મત્ત થઈ સામે થનાર દરેકને મોતને ઘાટ ઉતારતો હતો. નારદ જરાસંઘને કહે છે. ‘એક એક માણસના મોતની સાથે તુ મરી રહ્યો છે.’ (પાન નં-૧૪૯) અને નારદને સમજાય છે કે જરાસંઘને પણ જીરવી જાણ તે કૃષ્ણ પામે. (પાન નં- ૧૬૩) વાત તો સાચી કૃષ્ણને મેળવવાના નથી પામવાના છે. તેથી યુધિષ્ઠિર નારદને કહે છે કે, ‘તમારી ખોજ બહારની છે અને તેમાં કૃષ્ણ મળે તો પણ શું?’ (પાન નં-૧૬૭) વળી વધારે સ્પષ્ટતા કરતાં યુધિષ્ઠિર ઉમેરે છે, “એકાદવાર કૃષ્ણ જ્યાં નથી ત્યાં તો તેણે શોધી જુઓ?” (પાન નં-૧૬૮) યુધિષ્ઠિર સમજે છે કે કૃષ્ણનું બળ શસ્ત્રોમાં નથી, સંકલ્પમાં છે. (પાન નં-૨૦૫) અને જગતનું મહાભારત શસ્ત્રોથી નહીં, સંકલ્પથી જીતાય છે.

ૠષિ માર્કણ્‌ડેય પણ નારદજીને આ વાત જુદી રીતે સમજાવે છે. તે કહે છે. “ હજી તમે આત્મજ્જ્ઞ નથી બન્યા, તમે કૃષ્ણના દેહને શોધો છો.” (પાન નં-૧૬૮)

આપણી સૌની દશા આવી જ છે. કૃષ્ણને ધર્મતત્વને અને સુખ-શાંતિને આપણે મહેલોમાં, મંદિરોમાં, આરતીઓમાં, સ્તોત્રોમાં, શાસ્ત્રોમાં, પૂજા અને અર્ચનામાં, તીર્થોમાં સત્સંગમાં, કથા-કિર્તનમાં શોધ્યા કરીએ છીએ. દ્વારકા પહોંચેલા નારદને પણ આ સમજાય છે. એ જુએ છે કે લોકો કૃષ્ણને ભૌતિક એશ્વર્ય પ્રગટાવનાર ઈષ્ટદેવ માને છે. તેમને પૂજે છે. તેમનાથી ડરે છે. (પાન નં-૧૮૯) અને છતાં કૃષ્ણે જ ઘડેલા તેમના જીવનમાં કૃષ્ણનો જબરજસ્ત અભાવ છે. (પાન નં-૧૯૦) કૃષ્ણતો કુળજનોથી તજાયેલો, એકલો - અટુલો ક્યાંક અજાણી જગ્યાએ છે (પાન નં-૨૦૬) એમને ખાતરી થાય છે કે લોકોમાંથી કૃષ્ણને પ્રેમ કરનાર તો ભાગ્યેજ કોઈ છે. અંતે નારદને આત્મ દર્શન થાય છે દેવષ્ર્િાઓમાં નારદ હું છું નારદને કહેજો “કૃષ્ણ તમારા માટે જીવ્યા છે.” (પાન નં-૨૫૪) સમજાય છે ને કે, ભક્ત માટે જ ભગવાન છે અથવા ભક્ત છે તો ભગવાન છે?

નવલકથા અંતે ઉદ્ધવજ પણ જરા જુદી રીતે આ આત્મજ્ઞાન લાઘે છે એ કહે છે, ‘વ્રજની ગાયોના નેત્રમાં, યમુનાના વહેણમાં, દ્વારિકાના હૃદયમાં વીણાનાં કંપનોમાં, રાધાના વિરહમાં, યશોદાના વહાલમાં દેવકીની વત્સલતામાં, ભક્તો યુગો પછી કૃષ્ણનાં દર્શન કરશે. કૃષ્ણ માટે ઝૂરનારા હશે ત્યાં સુધી કૃષ્ણ હશે અને એમના તપે આ દુનિયા ટકી રહેશે . ’ (પાન નં-૨૬૬) લેખક હવે, પ્રશ્ન પૂછે છે “માધવ ક્યાંય નથી?” નવલકથા શિર્ષક ક્યું પસંદ કરવું એ વાચકની પસંદગી છે.