Jagat Rangbhumi Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Jagat Rangbhumi

જગત એક રંગભૂમિ

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જગત એક રંગભૂમિ

“જુની રંગભુમી પછી આઈએનટી, ફિલ્મો, ટી.વી.નો યુગ આવી ગયો, આજે પ્રવીણ જોશી, શાંતારામ, રાજકપુર કે હમલોગ-બુનિયાદ ધારાવાહિકો કોઈ યાદ નથી કરતું”

“જુની રંગભુમી, મુંગી ફિલ્મો, બોલતી ફિલ્મો, ટીવી, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં સતત ફેરફાર થતાં રહ્યા, જીવન પરીવર્તનશીલ છે, કાળચક્ર ફરતું રહ્યું.”

ઉપરનાં બંને અવતરણો ‘ નટવર્ય અમૃત જાની’ના પુસ્તકમાંથી લીધાં છે, વાત સાચી. ‘કાળચક્ર ફરતું રહે છે’. મહાભારત સીરીયલ જોનારને યાદ હશે કે, ‘મૈ સમય હું’થી એની શરૂઆત થતી. સમય સમય બળવાન છે. એ સમયની વાત માનવને સમજાઈ જાય તો તેનો બધો અહંકાર, તેના બધા ઉધામા તેનો અજંપાઓ સમી જાય. સમયની વાતને સમજવા સ્વાનુભવની તોલ કશુંય ન આવે છતાં આવાં પુસ્તકો, કિસ્સાઓ, કહાણીઓ વગેરે પણ મદદગાર બને જ છે.

બાકી દીકરાને ભણાવીને કંઈક બનાવવાની ખેવનાથી જ જેણે પોતે કુશળ નટ હોવા છતાં નાટ્‌યજગત છોડેલું તે જયશંકર જાની પોતાની બધીજ આશા અને અરમાન એવા દીકરા અમૃતને વળી પાછા ‘નાટકની દુનિયાના દુષણ’ માં સામે ચાલીને લઈ જાય છે એવું કેમ બને છે? (પાન.નં-૫) જો કે દીકરાએ પિતાને વચન આપેલું કે “ભલે નાટકમાં કામ કરૂં, પરંતુ તમારા માટે નીચાજોણું નહીં થાય. પરિણામે રંગરાગની દુનિયામાં હોવા છતાં ની વ્યસની રહ્યા, ચારીત્ર્‌યની બાબતમાં ક્યારેય શીથીલતા ન આવી” (પા.૧૦૨)

‘ નટવર્ય અમૃત જાની’ - જુની રંગભૂમીના મોટા ગજાના કલાકાર સ્વ. અમૃત જાનીના જન્મશતાબ્દી પર્વ પ્રસંગે પ્રગટ થયેલી એક નાની પુસ્તિકા છે. નાનકડા પંદરેક વરસના અમૃતને સમયજ ‘છાયાદેવી’ની ભૂમિકા સુધી લઈ જાય છે. ‘છાયાદેવી’ ની એ ભૂમિકા અમૃતને રોયલ નાટક મંડળીમાં કામ અપાવે છે. ત્યાં ‘ગંગા’ ‘કાંતી’, ‘જહાં ઝેબ’, ‘અલક કિશોર’ અને ‘કુમુદ સુંદરી’ની યાદગાર નાયિકાઓની ભૂમિકા ભજવવાની તક મળે છે. ‘સારા કરાંચી ઈનેકે પીછી પાગલ બન ગયાં થા’ (પાન.-૨૪). પણ સમય ‘રોયલ’નો સમય પુરો થવાનો સંકેત કરે છે અને અમૃત જાની ‘આર્યનૈતીક નાટક’ સમાજમાં જોડાય છે સત્તા અને ઘનના રસિયા શું શું નથી કરી શકતા? (પા.-૨૬) એનો અનુભવ અમૃતને થાય છે આર્યનૈતીક છોડીન રાજકોટના ‘ચેતન નાટક સમાજ’માં જોડાય છે. ત્યાંથી ‘દેશી નાટક સમાજ’માં જોડાય છે અને ત્યાં દસ વરસ કામ કરે છે. પછી લથડતી તબિયતને કારમે મુંબઈ છોડી રાજકોટ ‘સંગીત નાટક અકાદમી’માં આ ‘અલ્પશીક્ષિત’ ‘નટ’ ‘લેકચરર’ તરીકે જોડાય છે. આ સમયની બલિહારી નહીં તો શુ? જેની પાસે એ જમાનાનું મેટ્રીક પાસનું પ્રમાણ પત્ર નહીં તે લેકચરર!

સમય તેમને વળી પાછો ત્રણ વરસનો કોન્ટ્રાક્ટ કરાવી મુંબઈ રેડિયો સ્ટેશનની નોકરીએ લગાડે છે. કોલેરાનો હુમલો એમને મુંબઈ છોડવા મજબૂર કરે છે અને મિત્રોના સદભાવને કારણે રાજકોટ રેડિયો ઉપર બદલી થાય છએ ને ત્યાંથી જ અંતે નિવૃત થાય છે.

સત્યાસી વરસની જિંદગી કંઈ ટૂંકી ન ગણાય. એક રંગીન દુનિયાની રંગીન જિંદગી પદ, પ્રતિષ્ઠા, પૈસા બધું મેળવવા છતાં અનિયમિતતા, થાક, ઉજાગરા, સંઘર્ષથી ભેરલી હતી તે વાચકને સમજાય છે. આજે સમાજમાં નાના અને મોટા પડદાના કલાકારોનું જે રંગીન અન ઝળહળતું સ્થાન છે તે સ્થાન એ જમાનામાં જૂની રંગભૂમિના કલાકારોનું હતું.

પણ અગત્યની વાત આ છે કે, જીવનમાં સુખ અને દુઃખ- બધું સમય નક્કી કરે છે. માણસને જે ભૂમિકા ભજવવાની આવી છે તેને એ જો નિષ્ઠાપૂર્વ, દિલથી ભજવે છે, તો એમાં ઓતપ્રોત થતાંએ કૃતાર્થતા અને ધન્યતાનો અનુભવ કરે છે. કલાકાર અમૃત જાનીએ પોતે નોધ્યું છે, “જરાય ક્ષોભ વગર લખું કે કુમુદની ભૂમિકાએ મને ‘પ્રેમ’ શબ્દનો મહિમા સમજતો કર્યો. જીવનમાં કદીયે ન ભુલાય તેવા પ્રસંગો, એ સમયની મારી યુવાવસ્થાએ અનુભવરૂપે આપ્યા. ‘દિધાં છોડી પિતા-માતાને, ત્યજી વહાલી ગુણી દારા’ આ મૂળ નવલકથામાં લખાયેલા ગીતને હું ચોધાર આંસુ સાથે કુમુદ બનીને રજૂ કરતો ત્યારે પ્રેક્ષકો પણ આખનાં આંસુ અટકાવવા અસમર્થ બની જતાં.” (પા.૬૧)

એ જમાનો હતો. રાત્રીના સમયમા લોકો નાટક જોવા ટોળેવળતા. સવારના ચાર-પાંચ વાગ્યા સુધી નાટકો ચાલતાં. મનોરંજન તો ખરૂં જ પણ જીવનના પાઠ પણ એ પ્રજા નાટકોમાંથી શીખતી. ઘોડાગાડીવાળા મોટા આવાજે લલકારતા “કીસ કી બની રહી હૈ કીસ કી બની રહેગી” તો રેલવે સ્ટેશન ઉપરના કુલીઓ ‘એક સરખા દિવસ દુઃખના કોઈના જાતા નથી’ (મૂળ તો, ‘માલવપતિ મુંજ’માં એ જમાનાના લાકડા અશરફ ખાન એક સરખા દિવસ સુખના કોઈનાજાતા નથી. ગાતા તે ઉપરથી) ગાઈને આવતી હાલના સોનેરી દિવસોની વાટ જોતા. આ અસર હોય છે મનોરંજનની દુનિયાની, આ પ્રભાવ હોય છે પ્રજા ઉપર મનોરંજનની દુનિયાનો.

કદાચ આ નાટકની દુનિયા જ શીખવાડે છે કે, આખરે તો આ જગત આખી એક રંગભૂમિ છે. આપણે ભાગે જે ભૂમિકા ભજવવાની આવી તે તન્મય થઈને, જરા ય દિલચોરી વિના, પૂરી નિસબત અને નિષ્ઠાથી ભજવો તમે પોતે આનંદ સ્વરૂપ બની જશો અને એજ તો જીવનનું લક્ષ્ય અથવા હેતું છે.