Have Aapde Vicharvu Padse Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Have Aapde Vicharvu Padse

હવે આપણે વિચારવું પડશે...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

હવે આપણે વિચારવું પડશે...

"એકસો નવ વરસ પહેલાં દાનાભાઈ શાળામાં દાખલ થયા હતા. એક પણ વર્ષ નાપાસ વિના એકવીસ વરસની ઉંમરે મેટ્રિક થયા ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. તેમના બે મોટાભાઈ જ્જ્ઞાતિગત વ્યવસાય પ્રમાણે ઘેટાં-બકરાં ઉછેરતાં, ચારતાં. ત્રણ બેનો પરણી ગયેલી અને બે નાનાભાઈ જન્મતાં જ મૃત્યુ પામેલા."

ઉપરનો પરિચ્છેદ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો.

દાનાભાઈ કઈ સાલમાં જન્મ્યા હશે?

દાનાભાઈ કઈ ઉંમરે શાળામાં દાખલ થયા હશે?

પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સાલમાં શરૂ થયું હશે?

દાનાભાઈ કઈ જ્ઞાતિના હશે?

દાનાભાઈના પિતાશ્રીનાં સંતાનોનો મૃત્યુદર કેટલા ટકા ગણાય?

એમ.બી.એ. થયેલા અને પચ્ચીસ હજાર રૂપિયાનો મહિને પગાર મળે તેવી નોકરી માટે ઉમેદવારી નોંધાવનાર સાડા પાંચસો ઉમેદવારોને, તા. ૩૦-૧૨-૧૨ના રોજ પચાસ ગુણની સામાન્ય જ્જ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની જાણકારી ચકાસવા લેવાયેલી પરીક્ષામાં પાંચ પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન હતો.

જરાક વિચારાય તો સાવ સરળ પ્રશ્નો છે. પણ તમે ધારો કે આ પાંચે પ્રશ્નોના સાચા જવાબો આપનારા ઉમેદવાર કેટલા હશે ? કદાચ આઘાત લાગશે પણ માત્ર આઠ ઉમેદવારોએ આ પાંચે પ્રશ્નોના સાચા જવાબ લખ્યા હતા.

જોઈ શકાશે કે થોડાક સરવાળા-બાદબાકી અને સામાન્ય તર્કશક્તિ હોય તો પ્રથમ વિશ્વયુદ્ધની ચાવી તો આપી જ છે. અને એ યાદ ન હોય તો પણ તેની સાલ શોધી શકાય. બીજા પ્રશ્નમાં ઉંમર પૂછી છે છતાં માત્ર સાલ લખનાર ઉમેદવાર પણ હતા. દાનાભાઈની જ્જ્ઞાતિ પરિચ્છેદમાં દર્શાવેલી નથી એમ લખનાર પણ હતા અને દાનાભાઈની જન્મસાલ ૧૯૦૩ લખનારા તો સો ઉપરાંત હતા. કેટલાકે તો સરવાળા-બાદબાકી કરવામાં આખું પાનું ભર્યુ હતું તો પણ સાચો જવાબ લખી શક્યા ન હતા.

અંગ્રેજી વ્યાકરણના સરળ પ્રશ્નોમાં બધા સાચા જવાબ લખનાર માત્ર ત્રણ હતા પણ વધારે આઘાત જન્માવે એવી બાબત તો એ છે કે ગુજરાતી વ્યાકરણના સરળ પ્રશ્નોના બધા સાચા જવાબ લખનાર એક પણ ઉમેદવાર ન હતો. સંક્ષેપીકરણ(અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં) સરસ રીતે કરી શકનાર એક પણ ઉમેદવાર ન હતો અને લગભગ ૯૮ % ઉમેદવારોને અહેવાલ અને નિબંધ વચ્ચે મુખ્ય શો તફાવત છે એની ખબર ન હતી. કેટલાકે તો વળી અહેવાલને પત્રના રૂપમાં રજૂ કર્યો હતો. રજૂઆતની ભાષાની પણ ખાસ વાત કરવા જેવી છે. અંગ્રેજી લખાણમાં કે ગુજરાતી લખાણમાં વ્યાકરણશુદ્ધ વાક્યરચનાઓ કરનારાઓની સંખ્યા બહુ જૂજ હતી પણ સ્પેલિંગ અને જોડણીની બાબતમાં એક પણ ઉમેદવાર થોડોકે સંતોષકારક દેખાવ કરી શક્યો ન હતો.

કુલ પચાસ ગુણના પ્રશ્નપત્રમાં તીસ કે તેથી ઉપર ગુણ મેળવનાર માત્ર ચાર જ ઉમેદવાર નીકળ્યા. પચ્ચીસ ઉપર ગુણ મેળવનાર સોળ ઉમેદવાર હતા. એ ય સરળ પંદર સ્ઝ્રઊ ને કારણે જ.

આ આખું પરિણામ શાળામાં જે રીતે શિક્ષકો ભણાવે છે તેના સ્તરને છતું કરે છે. ગોખીને માહિતી અથવા વિગતો ઉત્તરપત્રમાં લખી નાખવાની જે આદત કેળવાઈ હોય છે તેને કારણે થોડું પણ વિચારવાનું આવે છે ત્યારે આપણા સ્નાતકો પણ ગૂંચવાઈ જાય છે. તંત્રએ અને શિક્ષકોએ તો વિચારવું જ પડશે પણ મા-બાપો પણ જવાબદારીમાં છટકી જાય તે નહીં ચાલે.