Ghantala and Ghantalini Lokkatha Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ghantala and Ghantalini Lokkatha

ઘંટલા અને ઘંટલીની લોકકથા...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઘંટલા અને ઘંટલીની લોકકથા...

રવા આતા ચારણ છે, અંધ માલધારી છે, એને કાને ખબર પડયા કે કોઈ અંગ્રેજ લાટસાહેબ સિંહોના શિકાર માટે જુનાગઢના નવાબના મહેમાન થયા છે. પંદર-વીસ સિંહો ગીરમાં બચ્યા છે એમનું ય નિકંદન નીકળી જશે એ વિચારે આતા લાટને મોંઢામોંઢ થવા ચાલી નીકળે છે. સત્તાધાર સ્ટેશને એને કો’ક ભેગું થાય છે અને આમ ચાલીને પહોંચતા પહેલાં તો લાટ શિકાર કરીને પાછો વળી જાય એ સમજાવે છે. એની ટિકિટ લઈ એને પોતાની સાથે ગાડીમાં ભજનો ગાવા બેસાડે છે. જુનાગઢ સ્ટેશને ઊંતરી શાહી મહેલનો રસ્તો બતાવી પેલો જણ છૂટો પડે છે.

‘તમીં સ્હાવજને મારો કે અમને, સ્હંધુય એકનું એક. હવે ગયરમાં પનર-વીહ માંડ બાકી ર્યા. હવે તમે બંધૂકું ફોડી લ્યો ઈ છેલવેલું. ઈનાં પસી તમારે સિકારે તો ઠીક, જોવા આવ્યા જેવું ય કાંય બાકી નંઈ રેય.’

ખબર ફેલાઈ કે છેક ગીરના કોઈ નેસમાંથી આંધળો માલધારી લાટને મળવા આવ્યો છે. ચોકીદારોએ રોક્યો છે, ભૂખ્યો તરસ્યો દરવાજે બેઠો છે. દીવાન જાતે તેને મનાવવા આવે છે. અંધ રવા આતા પોતાને ગાડીમાં અહીં સુધી લઈ આવનારો અવાજ ઓળખે છે પણ ચૂપ રહે છે. નવાબ લાટને ઉતારાના પાછલે દરવાજેથી શિકારે મોકલી દેવાની યોજના બનાવે છે પણ આગલી સાંજે દીવાન સાથે લાટ ઉતારાના આગલા દરવાજાની પાસેના બગીચામાં લટાર મારવા નીકળે છે.

બહાર દરવાજે અંધ ચારણ અને નાનું લોકટોળું જુવે છે. રવા આતાને મળતાં એ લાટને જણાવે છે કે ‘તમીં સ્હાવજને મારો કે અમને, સ્હંધુય એકનું એક. હવે ગયરમાં પનર-વીહ માંડ બાકી ર્યા. હવે તમે બંધૂકું ફોડી લ્યો ઈ છેલવેલું. ઈનાં પસી તમારે સિકારે તો ઠીક, જોવા આવ્યા જેવું ય કાંય બાકી નંઈ રેય.’

લાટને સમજાઈ જાય છે. ફરમાન નીકળે છે. ‘અંગરેજ સાહેબ બા’દુરની વિનંતી કબૂલીને નવાબ સાહેબ ફરમાન કરે સે કે આજ પસી ગયરમાં સિકારની બંધી પાળવી.’

આકાશના તારા ખચિત વિશાળ મંડપ નીચે ઘંટલા-ઘંટલીનાં લગ્ન ઊંજવાય છે. રંગેચંગે નાત વહેવારો ય પૂરા થાય છે. આખું ગીર ઘંટલા-ઘંટલીનો એ લગ્નોત્સવ હરખભેર પૂરા ઉલ્લાસથી ઊંજવે છે. રવો આતો ગીરના એ સૌ પ્રજાજનો પાસે ઘંટલા-ઘંટલી ડુંગર ઉપર પોતાનાં ઢોર નહીં ચરાવવાનું વચન મેળવે છે.

એક અંધ ચારણ માલધારીની આ ફતેહ જોઈ દીવાન તેને ઈનામ આપવા ઈચ્છે છે. રવો આતો ઘંટલા ડુંગરને દત્તક આપવાની અને સામે ઘંટલી ડુંગર દીવાનને દત્તક લેવાની વિનંતી કરે છે. તેને ઘંટલાને પોતાનો પુત્ર બનાવી, દીવાનની દત્તક દીકરી ઘંટલી સાથે પરણાવવાના અને એ લગ્નની ઉજવણી નિમિત્તે સમગ્ર જ્જ્ઞાતિજનો અને સ્નેહીજનોને કરિયાવર અને જમણવાર આપવાના કોડ છે. દીવાન ખુશ થઈ કરિયાવર અને ગોરનું દાપું પોતે આપવાનું સ્વીકારે છે અને જમણવારનો ઉત્સવ આતાને કરવાની છૂટ આપે છે.

આકાશના તારા ખચિત વિશાળ મંડપ નીચે ઘંટલા-ઘંટલીનાં લગ્ન ઊંજવાય છે. રંગેચંગે નાત વહેવારો ય પૂરા થાય છે. આખું ગીર ઘંટલા-ઘંટલીનો એ લગ્નોત્સવ હરખભેર પૂરા ઉલ્લાસથી ઊંજવે છે. રવો આતો ગીરના એ સૌ પ્રજાજનો પાસે ઘંટલા-ઘંટલી ડુંગર ઉપર પોતાનાં ઢોર નહીં ચરાવવાનું વચન મેળવે છે.

એક અજાણ્‌યો કવિકંઠ ગહેકી ઊંઠે છે,

“ઘંટલો પરણે ઘંટલીને અણવર વાંહા ઢોર

હીરણ મેઘલ જાનડિયું ને ગીરમાં ઝાકમઝોળ ।। “

જે લોકકવિએ ઘંટલા-ઘંટલીનાં લગ્નની ભવ્ય અને દિવ્ય કલ્પના કરી એ સર્વાંશે ભારતીય છે. માત્ર માણસો જ નહીં, પશુ-પંખી જ નહીં, નદી, ડુંગર, સાગર, વૃક્ષ સૌ લગ્ન કરે છે-અન્યોન્ય સાથે પવિત્ર બંધને જોડાય છે. આ જોડાણ તેમને ટકાવી રાખે છે, વિકસાવે છે, સંવર્ધે છે, અમર બનાવે છે એ એમની માન્યતા જ નહીં, દ્રઢ શ્રદ્ધા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની આ વાર્તા છે.

જે લોકકથાની પરંપરાએ આ વાર્તાને પોતાના હૃદયમાં સાચવી રાખી છે તેને હજાર-હજાર વંદન! પણ જેણે આ લોકકથાને લોકપરંપરાના પ્રવાહમાંથી મોતીની જેમ સાચવીને આપણા સુધી પહોંચાડી એ ‘અકૂપાર’ નવલકથા લેખકશ્રી ધ્રૂવ ભટ્ટને લાખ-લાખ ધન્યવાદ!