મોગરાના ફૂલ - 3 Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોગરાના ફૂલ - 3

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ ત્રીજું

રતિલાલનું પ્રસ્થાન

રતિલાલ ટુકી વાતચીત પછી મગન શેઠના પ્લાન મુજબ જય શ્રી કૃષ્ણ કહી

મગન શેઠના રૂમની બહાર આવ્યા,શેઠાણી કુતુહુલવશ સોફામાંથી ઉભા થયા કદાચ જગન વિષે રતીલાલ તો કૈક માહિતી આપે,પણ રતિલાલની નજર મળતા તેઓ ધીરેથી હસ્યા અને જય શ્રી કૃષ્ણ કહી અલ્કાબેનનું માન કરતા ઘરની બહાર નીકર્યા,શેઠાણી હવે કઈ ભયાનકતાનો ભોગ બનવાના હતા, શું થઇ રહ્યું છે આ બધું,ફરતા

જવાબદાર પાત્રોની વાણી ટુકી થઇ ગઈ છે કે પોતાનો દીકરો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે,કોઈ કઈ કહેતું નથી,બોઝથી વધતા ભારને ઓછો કરવો તો કઈ રીતે કરવો,શું મગનશેઠ એ બાબતમાં કંઈજ નહિ કહે,

માનું હૃદય હતું ,એક વખત હિંમત કરી મગનશેઠના રૂમ તરફ પગ માંડયા,

પણ મગનશેઠ જાતે કઈ ન કહે ત્યાં સુધી તે નહિ પૂછે એવા

વિચારે તેમને રોક્યા,આટલા બધા સમય પછી મગનશેઠ તબિયતમાં બરાબર હતા,તે દેખાઈ આવતું હતું,તો પછી આ બધું તેમની સાથે કેમ છુપાવાતું હતું, તે પત્ની હતી,શું તે જાણવાનો તેમનો હક્ક નથી,શું કરવું,ફરી એકલા પડી અલ્કાબેન માથું પકડી સોફા ઉપર બેસી પડ્યા. રતિલાલે બસ

રસ્તામાં કેટલાય મળ્યા,બધાનો એક સામાન્ય પ્રશ્ન

"કઈ બાજુ ઉપડ્યા...?” અને તેનો ટુંકો જવાબ "આ જરા બહાર જવું છે."બીજી કોઈ લાંબી વાત નહિ,

કેટલાક ઉભા રહેતા પણ ઘડીયાર બતાવી ઉતાવળના બહાને તે ઉભા ન રહેતા, બાકી તેમનો સ્વભાવ તે પ્રમાણે ન હતો,અને બસ સ્ટોપ પર આવ્યા, બસ હજુ આવી ન હતી,નસીબ જોગે, એક બે જણા તેમની બાજુમાં હતા,

તેમને બહુ વાતો નહોતી કરવી કેમ કે,બધા જગન માટે જ પુછતા હતા.તેમને જે કરવાનું હતું એમાં શાંતિની જરૂર હતી,વિચારવાનું હતું,જોકે બધી બાબતમાં હોશિયારી હોવાથી તેમના માટે કશું અઘરું ન હતું,પણ બધા

એક સવાલથી પૂછ્યા જ કરે તો પછી,મુશ્કેલી થઇ જાય,ગામની બસ હતી,એટલે અહીથીજ પાછી જવાની હતી,બાજુ માં ઉભેલાએ ધીરેથી હસી

"કેમ રતિલાલ"એમ કહી ટુકમાં પતાવ્યું, બધાને તેમની સાથે વાત કરવું ગમતું, તેઓ આમ જુઓ તો સોસીયલ વર્કર જેવા હતા, લોકોના પ્રશ્નો સાંભળી પંચાયતમાં રજુ પણ કરતા, પણ આજે તેમનું ધ્યાન

જુદી રીતનું હતું, બસ આવી,

ગામની બસ હતી અને અહીથીજ પાછી જવાની હતી અને થોડાક જવા , વાળા હતા એટલે ઉતાવળ કરવાનો અર્થ ન હતો,નહીતો ભીડવાળી વસ્તીમાંતો પડે એના કકડા, કોઈ થેલા બારીમાંથી નાખીને સીટ રોકવાનો પ્રયત્ન કરે

તો કોઈ નાના છોકરાને બારીમાંથી બસમાં મૂકી દે ને પછી જાય એવો સામાન

આપી સીટો રોકી લે કેટલાકતો હાથાપાઈમાં આવી જાય અને તોફાન કે ખરાબ શબ્દોની આપલે ઝામી જાય, તો વળી કેટલાક

સીટના ઝઘડામાં વચ્ચે પડી બધુ શાંત કરે,ઝગડો મોટો હોય તો,પોલીસની હેલ્પથી બધું શાંત થાય,અને એમ કરતા બસ થોડીવારમાંજ ભરાઈ જાય,

તેમાં કેટલાકના ખિસ્સા હળવા થઇ જાય,બેઠેલા શાંતિથી પહોચવાના સ્થળ સુધીનો નિરાતનો દમ લે, ને ઉભેલા બેઠેલા પર ઘૂરકતી નજરોએ અકળાતા બસમાં જગ્યા મળવાથી સંતોષ માની મુસાફરીની શરુઆત

કરે,કલ્પનામાં ન આવે એવી આ મુસાફરીમાં બધાજ પુરુષ,સ્ત્રી,છોકરાને ઘરડા

ધક્કા મુક્કીમાં ભીસાઈને પ્રવેશ કરે,તો કેટલાકને તાકાતવાળા જુવાનોની

મદદ પણ મળે,ભીડ હોય ત્યાં નિયમો બધા અભરાઈ ઉપર મૂકાઈ જાય,અને વસ્તીમાં ફરિયાદ કરવાવાળા કેટલા..,કોને સમય છે ફરિયાદ કરવાનો,અને ફરિયાદ કરો તો સાંભળી અમલમાં મુકવાવાળા કેટલા,

ઝડપથી ફિલ્મની પટ્ટી જેવી ગતિમાં દોડી રહેલી ભીડમાં કોઈને નવરાશ છે ખરી....!,અહી તો બસ આખી ખાલી,ડ્રાયવર અને કંડકટર પણ રતિલાલ પાસે આવીને ખબર અંતર પૂછી ચા- પાણી માટે ગયા,બસ આવી ત્યારે

પણ કેટલાયે ગતિ રોકી રતિલાલનું અભિવાદન કર્યું હતું,એટલે રતિલાલ ગામની મોભાવાળી વ્યક્તિ તો હતીજ,મોભો તો કોને ન ગમે, બધી બાજુથી

વખાણ થાય,ચારે બાજુથી લોકો બોલાવતા હોય,પણ કોઈકજ તેનો લાભ મેળવે,બધાને માટે તે સ્થાન ઉપલબ્ધ નથી.બસમાં ટીકીટ હોલ્ડર ઉપર પંચ

અથાડતો કંડકટર ચઢ્યો,અને ડ્રાયવરે સીટ લેતા ફરીથી રતિલાલને

હાથ ઉંચો કરી બસ ચાલુ કરી ગેરમા પડી ગતિમય થઇ, કલાકની , મુસાફરીમાં આઠ દસ સ્થળોએ રોકાતી રોકાતી બસ શહેરમાં પહોચવાની બસ ચાલુ થઇ તે પહેલા થોડા બીજા મુસાફરો આવ્યા હતા.રતિલાલને બસ જયારે આવી અને જે મુસાફરો ઉતર્યા તેમાં એક વ્યક્તિ અજાણી લાગી હતી,અને તેથી તે થોડા પરેશાન હતા,તે વ્યક્તિને પહેલી

વખત તેમણે જોઈ હતી,અને સમજાતું ન હતું,કેટલાય વરસોથી રહેતા હોવાથી ગામના ખૂણે ખૂણાની તેમને ખબર હતી, પણ અજાણી લાગતી વ્યક્તિ,ધોતી કુરતો,હાથમાં લાકડી અને માથે સફેદ ફાળિયું,સફેદ લાંબી

વાંકી ભરાવદાર મૂછો વચ્ચે ઘરડી પણ તેજદાર આંખો,કોઈક ભૂતકાળની લડાયક વ્યક્તિ,સમજ ન પડતા,રતિલાલે કોક દરબારને ત્યાં મહેમાન હશે,એવું સમજી મન વાળ્યું. કેટલોક રસ્તો વનરાજીથી ભર્યો ભાદર્યો

હતો,રસ્તાની બંને બાજુ ઝાડોની કટાર એક માઈલ સુધી લાગેલી હતી,ઝાડોની કટાર તેની થડની જાડાઈ ઉપરથી ઘણા પુરાણા સમયથી હોય તેમ લાગતું

હતું, કુદરતનો આ નઝારો એક વખત જોવા જેવો હતો,જુના સમયમાં લોકો કુદરતને કેટલું મહત્વ આપતા હતા,આજે વસ્તીએ પોતાનાજ પગ ઉપર

કુહાડો મારી ઝાડો કાપી રહેવાની સગવડતા વધારી દીધી છે,પર્યાવરણ કેટલું મહત્વનું છે તે જાણવા છતાં દરકાર કરી નથી,સાથે સાથે પશુ પક્ષીયોનું જીવન પણ હેરાનગતિમાં મૂકી દીધું છે,સ્વાર્થીને રસ્તો બતાવે કોણ...? કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે ભયાનક

તાંડવ,કે જેમાં બચાવનું નામ નહિ,ખબર નહિ શું થશે.....?!

બસમાં બેઠેલા કુદરતની મોઝ માણતા હતા, પણ ચોમાસાના સતત હેલીના ભોગથી ડામરના રોડ ઉપર પડેલા ખાડાઓ ઉપરથી બસ પસાર થતી,ત્યારે એવો તો જંપ આવતો કે બસની બેઠક અને બેસનાર વચ્ચે ખાસું

અંતર પડી જતું,અને પાછળના ભાગમાં બેઠેલાની તો શું દશા થાય, રોજનું થયું એટલે લોકો પણ ટેવાય ગયેલા,સળીયાની પક્કડ મજબુત કરીને સમતોલન જાળવે એટલે હાની ન થાય બીજું શું...?

પક્કડ છુંટી જાય તો પછી જે થાય તે,ઘણાતો પડે તોય હસતા હોય,અને એને હસતા જોઈ આજુબાજુ વાળાને પણ ગમ્મત પડી જાય ને છોકરા તો જાણે

ખડખડાટ હસી લાવો લઇ લે,પણ પડ્યા પછીની દશા તો પડેલાનેજ ખબર પડે અને આમને આમ બસની મુસાફરી મઝા કરતા કરતા પૂરી થાય ને વસ્તી વસતીમાં ભળી જાય . કલાકનો રસ્તો પૂરો કરી બસ શહેરના

મુખ્ય બસ ટર્મિનલ ઉપર આવી ગઈ,રસ્તામાં ધીરે ધીરે કરીને આખી બસ ભરાઈ ગઈ હતી,ગામથી બેઠેલા વચ્ચે વચ્ચે ઉતરી ગયા એટલે રતિલાલને

ઓળખવાવાળાની સંખ્યા ઘટી ગઈ હતી, રતિલાલને ચશ્માં હતા,પણ ખમીસ પેન્ટમાં ઇન કરેલું અને બૂટ મોઝા તેમનો

દેખાવ વધારતા હતા,બસનો ડ્રાયવર બસનું પાટિયું બદલતો હતો,

તેની સાથે નજર મળતા તેને આવજો કહી ધીરે ધીરે ખસતી લાઈનમાં તે જોડાઈ ગયા છેલ્લે કંડકટર સાથે સ્મિત કરી બસમાંથી ઉતર્યા,સામાનમાં રોજની જરૂરિયાતની બેગ હતી,પણ બાજુમાં જ રીક્ષા તૈયાર હતી એટલે બહુ

ઉચકવું ન પડ્યું,અને સ્થળનું નામ કહેતા ડ્રાયવરે રીક્ષા સ્ટાર્ટ કરી થોડીવારમાં રીક્ષા મુખ્ય રોડ ઉપર બીજા વાહનો સાથે ભળી ગઈ,

રતિલાલ પહેલી વખત રીક્ષામાં નહોતા બેસ્યા,પણ આજે એમને બે બાજુ નમી

સમતોલન જાળવ્યા કરવું પડતું હતું ,રીક્ષાવાળો તેના આગલા વીલને જગ્યા

મળે તેમ રિક્ષાને ઘુમાવતો હતો,

"ભાઈ, જરા સાચવીને..."રતિલાલ થોડા મુઝાતા બોલ્યા.

"ચિંતા ન કરો કાકા, તમને હેમ ખેમ પહોચાડી દઈશ."

રીક્ષાવાળાએ થોડો ચહેરો તેમની તરફ ફેરવી જવાબ આપ્યો.એટલે રતિલાલે

ઘમ્ભીર ચહેરા ઉપર હાસ્ય લાવતા કહ્યું,

"ક્યાં...?" અને તે હસ્યા

"અરે કાકા, મઝાક શું કરો છો "

"ના, ભાઈ મારે ઘણા અગત્યના કામો કરવાના છે અને એમાં સાચવવું સારું."

રીક્ષાવાળાને જવાબ આપતા બોલ્યા

"તમને ખબર છે કાકા, રીક્ષા એ એકજ એવું વાહન છે કે જે તમને હેમ ખેમ જ્યાં જવું હોય ત્યાં પહોચાડે,અને તે સમયસર...!"

" સારું ભાઈ, હવે કેટલું બાકી..."

"પાંચ દસ મીનીટમાં પહોચી જઈશું"અને પછી વધારે ચર્ચા થઇ નહિ,

રીક્ષાવાળાની વાત થોડી સાચી હતી,કેમકે અમદાવાદ જેવા મોટા શહેરમાં

સાંકડી ગલીઓ અને પોળમાં પણ પોળ, એવા સાંકડા રસ્તાઓમાં રીક્ષા જ પહોચે, બસોના સમય પ્રમાણે રીક્ષાવાલોજ તમને પહોચાડે,

ગમે એમ પણ રતિલાલ તેમના સ્થળ ઉપર હેમ ખેમ પહોચી ગયા.

ઈશ્વર પટેલ આ લોજના માલિક હતા, અને મગનશેઠને નજીકનો સબંધ હોવાથી રતિલાલ શેઠના કહ્યા મુજબ અહી આવ્યા હતા,મેનેજર મણીલાલે થોડી વાતચીત પછી તેમને માટે બધી સગવડતા

ખાવાપીવાની તેમજ રહેવાની કરી આપી,અત્યાર સુધી બરાબર હોવાનો

રતિલાલને સંતોષ હતો,કપડા બદલી બહાર અટારીમાં એક આરામ ખુરસીમાં બેઠા,બહાર એક તળાવ જેવું હતું,લોજની માલિકીનો વિસ્તાર લાંબો હોય તેમ લાગતું હતું,કુદરતી વાતાવરણ વચ્ચે લોજ હમેશા ભરાયેલી લાગતી હતી,ઘણા માણસો કામ કરતા હોવાથી કોઈ જાતની તકલીફ ન હતી,અને મણીલાલ જાતે તેમની સંભાળ લેતા હતા,થોડીવાર બેઠા ત્યાં બે ત્રણ

કબુતર ઈંતેજારીથી અટારીના છેડે આવીને બેઠા કદાચ ટેવાયેલા હશે,રતિલાલે તેમના માટે આવેલા નાસ્તામાં બ્રેડના ટોસ હતા

તેમાંથી થોડા ટુકડા કરી નાખ્યા,કબુતરોએ ચપોં ચપ ટુકડા વણી ખાધા,અને થોડીવાર વધુનો ઈન્તેજાર કરી ન મળતા ઉડી ગયા,રતીલાલને કુદરતના આવા મેળથી આનંદ થયો,અહી તો એકલવાયા જેવું હતું,,

જે માણસો દેખાતા તેમાં અહી કામ કરવાવાળા તેમજ ધંધાદારી માણસો હતા,બધા પોત પોતાના કામથી વ્યસ્ત હતા,બપોરના સમયનું મેનુ ટેબલ ઉપર પડ્યું હતું, થોડીવાર એમાં નજર નાખી,બહુ ભારે તથા ગરમ

વસ્તુઓ તેમની પસંદગીની ન હતી એટલે સાદી વસ્તુઓ તેમણે પસંદ કરી,એટલામાં મેનેજરે આવ્યા,

" શું કાકા બધું બરાબર છે ને "

મણીલાલ ઉમરમાં ચાલીસેક વરસના લાગતા હતા,

"બધું બરાબર છે ભાઈ."

રતિલાલ માટે મણીલાલનો સ્વભાવ મળતાવડો અને સમય પસાર કરવા માટે અનુકુળ હતો.

"તમે કેટલા વખતથી અહી મનેજર છો? રતીલાના પ્રશ્નથી બાજુમાં પડેલી ખુરશી ખેચી સ્થાન લેતા મણીલાલ બોલ્યા

" છેલ્લા પાંચ વરસથી, માલિક સારા છે ને મારામાં ખુબ ભરોસો છે."

"નોકરીમાં વફાદારી રાખવી સારી ભાઈ, રોજી રોટી થી તમને સંતોષ અને તમારી સાથે જોડાયેલાને સંતોષ"

વાતચીત કરતા હતા ત્યાં ડેસ્ક ઉપર મણીલાલની જરૂર પડી એટલે પછી

આવવાનું કહેતા તેઓ ગયા,રતિલાલ ફરી એકલા પડ્યા એટલે આરામની સ્થિતિમાં આંખો બંધ કરી વિચારી ગયા,

મણીલાલ સાથે વાતચીત કરતા કરતા થોડીક માહિતી કે કડી તેઓ મેળવી શકશે,કોઈકનો લોબીમાં દોડવાનો અવાજ આવ્યો,એટલે કુતુહુલથી તેઓ રૂમ બહાર નીકળ્યા,કોઈ બે જણ લડી પડ્યા હતા અને મણીલાલ તેમને

વચમાં પડી સમજાવતા હતા,આજુબાજુ લોજના કર્મચારીઓ હતા,જવાબદારી

હતી એટલે સમજાવતા ન માને તો બીજા ગ્રાહકોની સેફટી માટે પોલીસને બોલાવવી પડે,પણ મણીલાલની સમઝાવતથી બંને છુટા પડ્યા,ઘણી વખત

બોલવામાં કોઈ નાની ભૂલ ઝઘડાનું મોટું સ્વરૂપ આપી દે અને પછી કોઈને પાછા ન પડવું હોય એટલે હાથાપાઈ ઉપર આવી જાય ને પછી પોલીસ

આવે ને કેસ થાય, કોઈને વાગે ને હાડકા તૂટે,વાતનું વતેસર થઇ જાય ને કોઈ કારણ ન હોય તો પણ મોટું નુકશાન થઇ જાય,બધું શાંત થયું

એટલે મણીલાલ ખાત્રી કરીને પાછા આવ્યા,

"બંને જણ ધંધાની વાતથી લડી પડ્યા, વેપારી છે એટલે કોઈ વાતથી લડતા લડતા બાપ સુધી આવી ગયા,"

"હીરાના વેપારી હશે,"

"કોણ જાણે, પણ ઘણી વખત આવું થાય, લોજ એટલે કેટલુય બને,"

"તમે પણ હવે ટેવાઈ ગયા હશો, હું જોતો હતો તમે શાંતિથી બંનેને સમજાવ્યા,"

"હવે આટલા વર્ષો પછી ટેવાવુંજ પડેને,નહિતો કાકા આ બધા આપણને વેચી ખાય.."

"સાચી વાત, ભાઈ હવે વસ્તીમાં પણ એકબીજા માટે માન ઘટી ગયું છે, ઝઘડા વધતા જાય છે"

"પહેલાતો કાકા, લોકો મદદ કરતા, હવેતો સામેય ન જુએ "

મેનેજર વાતચીતમાં રસ લેતા હતા,તે રતિલાલને ગમતું હતું,

“ મણીલાલ કોમર્સ કોલેજ અહીંથી કેટલે દુર..?"માહિતી માટે રતિલાલેપૂછ્યું

"પાંચેક માઈલ, કેમ કોઈને મળવા જવું છે?"

"થોડીક માહિતી મેળવવી છે"રતિલાલે જવાબ આપતા કહ્યું,

"હા, તો પછી બપોર પછી ખાઈને જાવ, ઓફીસ તો સાડા ચાર સુધી ખુલ્લી હશે રિક્ષાવાલો લઇ જશે, "મણીલાલે માહિતી આપતા કહ્યું

"એવુજ કરું," ટુકમાં જવાબ આપ્યો

"મારો, સન આ વર્ષેજ પ્રીકોમર્સમાં માં દાખલ થયો, બે છોકરામાં બીજો હાઇસ્કુલમાં છે."મણીલાલે કુટુંબની માહિતી આપી

"તમારું પોતાનું મકાન છે કે ભાડે?"

"ના, પોતાનું, હું મારી પત્ની ને બે છોકરાનું નાનું કુટુંબ છે."રતિલાલને વધુ માહિતી આપતા મણીલાલ બોલ્યા, થોડી વધારે વાતચીત કરી મણીલાલ સાંજે ફરી આવવાનું કહી ડેસ્ક ઉપર ગયા

રતિલાલ બપોરનો નાસ્તો પતાવી તૈયાર થઇ બહાર નીકળ્યા,મણીલાલ લોજમાં બીઝી હતા,તેમનું ધ્યાન ન હતું,રતિલાલે તેમને ખલેલ ન કર્યા,બહાર નીકળી ખાલી રીક્ષાની રાહ જોતા ઉભા,

રોડ ઉપર રીક્ષાવાળાને પણ ખબર હોઈ તેમ એક રીક્ષા ટ્રાફિકમાંથી છૂટી થઇ ,રતિલાલ નજીક આવી ઉભી રહી ગઈ,મીટર ઝીરો થતા રતિલાલે કોમર્સ કોલેજ કહેતા રોડ ઉપર ટ્રાફિકમાં ભળી ચાલી પડી રીક્ષા ચાલક સરદારજી હતા, રતિલાલને જોતા સરદારજીને કોઈ ખાસ અસર થઇ હોય તેમ

"સત શ્રીય અ કાલ, કાકા” એવું માનભર્યું ઉદબોધન કર્યું, રતિલાલને ગમ્યું અને સ્મિત કરતા

“સત શ્રીય અકાલ” કહી જવાબ આપ્યો, રીક્ષાના આગળના ભાગમાં ગુરુ ગોવિંદસીન્હ્જીનો ફોટો

લગાડેલો હતો અને તેના ઉપર એક નાનો હાર લગાવી સુસોભન કર્યું હતું, રતીલાલ થોડીવાર ભારતના ઇતિહાસમાં ખોવાઈ ગયા,આઝાદીના

સમયમાં તેમણે વાચેલી શીખોની કુરબાની યાદ આવી ગઈ ,અને પછીતો દ્રષ્ટી રોડ બહાર જોતી હતી પણ મન ઈતિહાસ ઉકેલવામાં પડ્યું હતું, વીર ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ યાદ આવી ગયા,

લાલ,બાલ ને પાલ, મૌલાના આઝાદ, નેતાજી,ચાચા અને પૂજ્ય બાપુને તેમનું સ્મરણ નમસ્કાર કરતુ ગયું ,કેવો હતો એ અહિંસક ઈતિહાસ કે જેની કોઈ

સરખામણી ન હતી,સોનાના અક્ષરોમાં લખાયેલો એ ઈતિહાસ રતિલાલની આંખો ભીની કરતો ગયો અને કોલેજના દરવાજે રીક્ષા વણાંક લઇ ઉભી રહી

"શું વાત છે કાકાજી, કોઈ તકલીફ નથી ને….?”

"નહિ સરદારજી, કોઈ તકલીફ નહિ, પણ ગુરૂની છબીએ હું જુના ઇતિહાસમાં ખોવાઈ ગયો "

"ક્યાં બાત હૈ કાકા, વાહે ગુરુ, વાહે ગુરુ” અને સરદારજીના બંને હાથો હોઠોને ચૂમી ગુરુને હેત કરતા ગયા.

"દેખો કાકા, આપ બહુ સારા માનસ છો, ગુરુ હોતે હી હૈ કુછ અચ્છોકે લિયે, બસ સુમિરન કર લો, બાત બન જાયેગી."

ગુરુના ગુણગાન ગાતા સરદારજીને રતિલાલ જોતા રહ્યા,ભાડું ચૂકવાઈ ગયું

છતાં સરદારજીની રીક્ષા ન્યુત્રલમાં હતી

"કાકા, હમ દિલસે કહેતા, સરદાર જોગેનદર, હાજર હોગા ઇસ નંબર પે,કભી ભી

ફોન કરના "અને નંબરવાળું સરદારજીનું કાર્ડ રતિલાલે વાંચ્યું

"અરે વાહ, આપ તો રીક્ષા યુંનીંયનકે પ્રતિનિધિ હો...!"

"હા જી,હમારી ભી માંગે હોતી હૈ,બાત બનતી નહિ, તો હડતાલ હો જાતી હૈ,ઔર એક ભી રીક્ષા નહિ ચલતી"

"ઔર આપકા પ્રતિનિધિ મંડળ સરકારસે બાત કરતા"રતિલાલે સરદારજીની

વાતની પૂર્તિ કરી.

"બાત થોડા આગે પીછે હોતી, મગર બન જાતી,વસ્તીકો રીક્ષાકી બહુત જરૂરત."રતિલાલે સંમતિ આપી

"અચ્છા કાકા, ભુલીયેગા મત, હમારા આજ સુધર ગયા."અને સરદારજીના ડાબા હાથે ગેરમા પડેલી રિક્ષાએ ગતિ પકડી.

રતિલાલનું સ્માઈલ ખુશીની ચાડી ખાતું હતું.તેમણે દરવાજો પસાર કરી કોલેજના મુખ્ય બારણે પ્રવેશ કર્યો. શરૂઆતના રૂમો ઓફીસ અને સ્ટુડન્ટ સર્વિસના હતા પછી મોટા વિસ્તારમાં પુસ્તકાલય હતું આગળથી ડાબે અને જમણે ફંટાઈ બીજા વિભાગો તથા ભણવાના રૂમો હતા એ પ્રમાણે સીડી ઉપરથી બીજા બે માળ હતા,કોલેજનો ઘણો મોટો વિસ્તાર હતો.

ઓફિસમાં માણસો હતા,પણ બધા કામમાં વ્યસ્ત હતા,બારી ઉપર કોઈ ન હતું, આવ્યા પછી ક્રિયાશીલ બનવું જરૂરી હતું,પણ આ કોલેજ છે તેના નિયમો પ્રમાણે કોઈ બારી ઉપર આવે પછી જે માહિતી પૂછવી હોય તે પુછાઈ,

પણ ઉતાવળે આંબા ન પાકે,ધીરજ ધરવી સારી,સરદારજી સાથે પસાર થયેલી સારી વાતચીત હજુ માનસપટ પર હતી,ત્યાં પણ ખૂશી હતી,ખુશ થતા માણસો, પછી અહી બધા યુવાનો, ઉતાવળ કરવી સારી નહિ,બહાર પડેલી બેઠક ઉપર સ્થાન લીધું,ઘણા વિદ્યાર્થીઓ પસાર થયા,પણ તેમના તરફ જોવાની પણ કોઈએ તકલીફ ન લીધી,કોઈ માન

નહિ,પાંચ મિનીટ પસાર થઇ ગઈ,તેમની હાજરી ની કોઈ કિંમત ન હતી અથવા તેમનું ધીરજ ધરવાનું અનુમાન બરાબર ન હતું,શું કરવું ..? ના, સમયની બહુ કિંમત છે,આમને આમ તો ઓફીસ બંધ કરીને બધા

જતા રહે તો પણ મેળ ન પડે, ને એમને એમ ખાલી હાથ પાછું જવું પડે,મન બહુ વિચારી ગયું,બેઠક ઉપરથી ઉભા થતા હતા ત્યાં પસાર થતા એક છોકરાએ તેમની સામે જોઈ સ્માઈલ આપ્યું,એટલે સામે વિનય

કરી તેમણે સ્માઈલ આપ્યું,અને હાથ ઉંચો કર્યો એટલે છોકરાએ નજીકની બેઠક લીધી,

"શું, આપને કઈ પુછવું હતું? "

" હા, ભાઈ શું નામ તમારું?

"હું ગૌતમ, કહો હું આપની શું મદદ કરું,"

વિનય સાથે થતી વાતચીત દરમ્યાન વારે ઘડીએ તેની નજર રીસ્ત વોચ ઉપર હતી,તે તેમની નજર બહાર ન હતું.

"હા ભાઈ, ક્યારનો બેઠો છું કોઈ બારી પર આવતું નથી "

" બધા બ્રેકમાં હશે."

"આ શહેરમાં આવ્યો હતો, એટલે અમારા ગામના બે-ત્રણ છોકરા ભણે છે તે મળતો જાઉં એમ કરી આવ્યો હતો"

"મારે ક્લાસ છે, પણ હજુ વીસેક મિનીટ બાકી છે, તમે નામ ને ક્લાસ ખબર હોય તો આપો, કદાચ હું ઓળખતો હોઉં."

"બીજા વરસમાં છે, નામ જગન, રતન ને વીરસિંહ "

"ઓહ, હું પણ બીજા વરસમાં જ છું, જગન તો છેલ્લા ત્રણ દિવસથી નથી આવતો."

"તમેં બધા મિત્ર છો.?"

"હું તો ખાલી ઘણા ક્લાસમાં સાથે હોઈએ એટલે ઓળખું, પણ રતન મળશે, અડધો કલાક રોકાઓ તો,"

"અહીજ બેસું, એટલે તારે મને શોધવો ન પડે."

"હું તો કદાચ નહિ આવું, મારે બીજો ક્લાસ છે પણ તમે સામે લાયબ્રેરીમાં જાઓ, ત્યાં વાચવા માટે છાપા ને બધુજ છે"

"સારું ગૌતમ, તમે ઘણી મદદ કરી, આભાર "

"ચાલો તમને લઇ જાઉં."

"ના ના હું જઈશ, પણ રતન નહિ આવે તો રાહ જોઇને જતો રહીશ"

"સારું તો કાકા નમસ્તે, ઓહ તમારું નામ પૂછવાનું તો ભુલી ગયો"

"રતિકાકા કેજોને, ઓકે, નમસ્તે."વાતચીત પૂરી થઇ, રતિકાકાને મદદ મળતા સંતોષ થયો,પણ પાછા જગનના સમાચારે ચિંતાનો

વિષય ઉભો કર્યો ,

લોબીમાંથી પસાર થતા વચ્ચે નોટીસ બોર્ડ આવ્યું તેના ઉપર વિદ્યાર્થીઓ માટે

માહિતી લખેલી હતી,કાકાને કુતુહુલ થયું તે ચશ્માં ચઢાવી વાંચવા માંડ્યા,

"નવા સાહેબ આવ્યા લાગે છે "

પસાર થતું ત્રણ ચાર છોકરીઓના ગ્રુપમાંથી એક છોકરી બોલી અને કાકા

સામે જોવા લાગી,પોતાના તરફનો ઈશારો હતો એટલે સ્મિત વાળો ચહેરો બોલનાર છોકરી તરફ ફેરવ્યો

એટલે બીજી છોકરીએ તેનો ચોટલો ખેચી

"પગે લાગ, ભાન નથી." અને પેલીએ વેદના થવાથી ઓઉચ...એવો ઉચ્ચાર કર્યો ,અને બધી કાકા તરફ જોવા લાગી ,કાકાની ઠેકડી થઇ તે માટે કાકાને વાંધો ન હતો પણ તેમણે હસતા હસતા કહ્યું,

"વડીલની માંન મર્યાદા રાખવી સારી,"

પણ જેમને તોફાન જ કરવું હોય

"એટલે તો મેં પગે લાગવાનું કહ્યું"

પેલી તરત બોલી,કાકાને કઈ કહેવું યોગ્ય ન લાગ્યું ,એટલે બધી હસી અને એક બોલી

"એનું નામ કાવેરી, બસ બક્યાજ કરે, ભાન વગરની"

હવે તો બહુજ થઇ ગયું,છોકરીઓ પણ આટલી હદે જાય, હમેશા માંન મેળવતા કાકાના હસતા ચહેરા પર લાલાસ ધસી આવી

જે જીવનમાં પહેલી વખત તેમણે અનુભવી,અને અડીયલ ગ્રુપ હજી શિકારીની માફક ટાંકી રહ્યું હતું,સીધા જવાને બદલે કાકા ઘડીક વાચવા સ્ટોપ થયા ને એમને આ ક્રેઝી ગ્રુપનો અવોર્ડ મળ્યો.

પણ ગરીબીની મશ્કરી ભગવાનથી પણ સહન ન થાય તેમ,પેલી ઓફિસની

નહિ ખુલેલી બારી ઉઘડી અને ત્યાંથી કોઈકનો ભારે પણ ઓર્ડર જેવો અવાઝ

આવ્યો

"શું ચાલી રહ્યું છે ત્યાં...!"

અવાઝથી પરિચિત હોય તેમ પેલું ગ્રુપ ભાગ્યું કાકાએ અવાઝ તરફ જોયું,પેલો માણસ બારીમાંથી અડધો નમી બહાર આવી ગયો હતો,કદાચ સીક્યુરીટી હશે, કાકાને રાહત થઇ

પણ માઠો અનુભવ જરૂર થયો ,તેઓ વાંચવાનું બંધ રાખી લાયબ્રેરી તરફ

ચાલવા લાગ્યા,પણ કોઈકે તેમને અટકાવ્યા,

"કાકા, સોરી પેલી છોકરિયોયે ,તમને સતાવ્યા તે બદલ,તમે બરાબર છો...?"

"કશો વાંધો નહિ, ભાઈ, છોકરાઓ છે, મને કઈ તકલીફ નથી, પણ શિસ્ત કેટલું બધું પાંગણું છે કે છોકરીયો પણ લાભ લે છે".

"જો મળશે આ ગ્રુપ તો જરૂરથી સજા થશે."

નવા અનુભવથી સદાય ખુશ દેખાતા કાકાનો ચહેરા ઉપર પહેલી વખત માંયુંષીએ સ્થાન લીધું,ગમે તેવી પરિસ્થિતિમાં કાબુ રાખતા કાકાને આ

અપમાન પહેલી વખત ભારે લાગ્યું,સીક્યુરીટી આ અનુભવથી વધારે

ઘમ્ભીર થઇ,કાકાની પાછળ ચાલ્યો આવતો માણસ વોકી તોકી ઉપર બીજા સાથે પેલા તોફાની ગ્રુપ માટે ઘમ્ભીર રીતે શોધ ચલાવી રહ્યો હતો,

કાકાને લાગતું હતું તેમ ઉભો થયેલો આ પ્રોબ્લેમ,કદાચ પોતાનો વધારે

સમય બગાડશે અને અજાણ્યા સ્થળે સીક્યોરીટી સાથે જોડાયેલા બધા વિભાગો ,પોલીસ,કોર્ટ,તેમના મનને હલાવતા ગયા,ન જોયતા લફરા,

તેમને કોઈ ઘમ્ભીર લાગણી કે ચેતવણીનો ભાસ થયો,તેમણે ચાલવામાં તકલીફ અનુભવી,વ્યથિત થયેલા મનને શાંત થવું હતું પણ અહી તે શક્ય ન લાગ્યું,અને પોલિસ અને કોર્ટના લફરામાં કોઈ પડવા ન માંગે,લાંબી ને લાંબી ચાલતી આ કાર્યવાહી,તમારો ગુનો ન હોય તો પણ મન અને તનને એવા તો તોડી નાખે કે,કુટુંબના બધા સભ્યો પાયમાલ થઇ જાય ,બધું ખોરવાઈ જાય,લાયબ્રેરીમાં તેઓ રતનની રાહ જોવાના હતા,એક વિચાર તેમને રોકી ને

તાત્કાલિક રીક્ષા કરી લોજ ઉપર લઇ જવા જોર કરતો હતો,તો બીજો તેમને

પરિસ્થિતિનો સામનો કરવા પ્રેરતો હતો,

કાકા પોતાને સમતોલિત કરી નહોતા શકતા,પણ છેલ્લે લાઈબ્રેરીમાં દાખલ

થયા,સીક્યોરીટી ગાર્ડે તે નોટીસ કર્યું અને તે સીધો લોબીમાં ચાલ્યો ગયો ,કાકાએ બોર્ડ ઉપર લગાડેલા છાપા

ચશ્માં પહેરી વાચવા માંડ્યા,પણ તેમણે આજુબાજુ શાંતિ અનુભવી,બધા

સહુ સહુના કામમાં વ્યસ્ત હતા,વિદ્યાર્થીઓ ગ્રુપમાં કે એકલા પોત પોતાનું કામ

કરતા હતા,છોકરીઓ પણ હતી,પણ તેમને જેની ચિંતા હતી તે ક્રેજી

ગ્રુપ અહી નહોતું ,ઘણી આંખો તેમના તરફ એકધારી જોતી હતી પણ તેમાં પોતે અહી માટે નવા હતા તેને કારણે એવું તેમને લાગતું હતું,છાપું વાચતા ઉભા હતા ત્યાં તેમને બેસીને કઈ વાચવા માટે

વિચાર કર્યો અને એક માસિક લઇ બાજુમાં ખાલી ખુરસી ઉપર બેસી ગયા,રતન માટે આજુ બાજુ સતત જોવું તેમણે બંધ કર્યું અને માસિકમાં મન પરોવ્યું

તેનાથી તેમને બે ફાયદા થયા,બધા પોતાને જોયા કરે છે એમાં રાહત થઇ અને વાંચન ટોપિક તેમને શાંત કરવામાં સહાય થયો.

કાકા જે વાંચી રહ્યા હતા તેની નીચેના ભાગમાં લાઈનની નીચે જુદું લખાણ પઝલના રૂપમાં હતું,તેમાં સરુઆતમાંજ લખ્યું હતું,ડોન્ટ ચિટ, ઓકે ,કાકાને રસ પડ્યો,તમને ૧ થી ૧૦૦ સુધીના આંકડા તો યાદ જ હશે,

તો બતાવો તેમાં ૯ ની સંખ્યા કેટલી,ફરીથી કહું ,બે મીનીટમાં લુચ્ચાઈ કર્યા વગર જવાબ લખી લો,પછી જવાબ ૧૫ પાના ઉપર મેળવો.

ખરું ભાઈ,કાકાનું મન કામે લાગ્યું, સાદી દેખાતી

આ પઝલ ઉપર આંગળીઓના વેઢાની મદદથી કાકાએ એક જવાબ ૧૧ નક્કી

કર્યો અને લખવા પેન શોધી,પણ ન મળતા યાદ રાખ્યો.નાની એવી આ પઝલ અશાંત થયેલા મનને થોડી શાંતિ આપતી ગઈ,મનને મનમાં બોલ્યા

નો ચીટીંગ,બાત ઇન્તેરેસ્તિંગ ,ધીરે રહીને ૧૫ નંબરનું પાનું ખોલ્યું,તેમનો

જવાબ ખોટો હતો,આટલા સરળ સવાલનો ખોટો જવાબ કેવી રીતે, અને પછીતો સાચા જવાબ સાથે પોતાની ભૂલ શોધવા તેમણે એકથી જોવાની

સરુઆત કરી,અને જોતા જોતા ૯૧ થી ૯૯ સુધીના નવની સંખ્યા તે જોવાનું ભૂલી ગયા હતા,તેમનો જવાબ સાચા જવાબ સાથે બરાબર

મળી ગયો,જવાબ હતો ૨૦,એવી વાત છે ત્યારે સહેલી વાત પણ ઉતાવળમાં અઘરી થઇ જતી હોય છે,કાકાએ પઝલ લખનારના ચાતુર્યની ખુબ પ્રસંસા કરી, અને આભાર પણ ખુબ માન્યો કેમકે થોડીવાર

પહેલા તેઓ ખુબ અશાંત હતા.અને વાંચન ચાલુ રહ્યું,તરત બીજી પઝલ હતી,જો કે આ પઝલ થોડી મૂંઝવણ વાળી હતી પણ ઘણા બધા જાણતા

હોય તેમ તેમને લાગ્યું,લખાણ હતું,બકરી,સિંહ અને ઘાસ આ ત્રણ ને , નદીની બીજા કિનારે હેમખેમ એક એક કરીને પાર ઉતારવાના હતા, કાકાને વાંચવામાં ખુબ રસ પડ્યો,જવાબમાં તકલીફ પડે તો ૧૫ પાના ઉપર સાચો જવાબ જુઓ.કાકા પઝલ ઉકેલવામાં પડ્યા,પહેલા ઘાસ ને લઇ જવાય તો બીજા કિનારે બકરીને સિંહ એકલા પડે તે બરાબર નહિ,

સિંહને લઇ જઈએ તો ઘાસ ને બકરી એકલા પડે તે પણ બરાબર નહિ,હવે બે વસ્તુ સાથે લઇ જવાય નહિ,એટલે આ પઝલ પણ ઉકેલવામાં હાર જ માનવી પડે અને ૧૫ પાનાનો લેખકનો જવાબ જોવો પડે,

હાર ન માનવી હોય તો વિચારવું પડે,હોશિયાર કાકા આમાં પણ હારી રહ્યા હતા,તેમને જવાબ જોવાની ખુબ ઈચ્છા થઇ,પણ તેમને

"કેમ છો રતિકાકા"

એવા માંન ભર્યા શબ્દોએ રુકાવટ કરી,કાકાનું પોતાનું કોઈક આવ્યું,

અત્યાર સુધીનું બધું ભૂલાઈ ગયું,પોતાનો એટલે કે જેને પોતાની કોઈ પણ વાત કહેવાય,પોતાના ગ્રુપમાં બધા સાથે કાકાએ દિલના સંબધો

એટલા મજબુત કર્યા હતા કે કોઈ પણ મુસીબત ઉભી થાય તો બધા એક થઇ સામનો કરે,અને એમાંનો એક રતન તેમની ખબર પૂછી રહ્યો હતો,કાકાનું અહી આવવાનું તેના માટે જરૂર એક પઝલ હતું,પણ તેમની હાજરીમાં કોઈ

પણ પ્રશ્ન કાકાનું માનભંગ કરવામાં સહેલો હતો એટલે જે કાકા કહે તેજ સાંભળવાનું હતું,કાકાને પણ અહી થયેલું માનભંગ રતનને સંભળાવી

દુખી નહોતો કરવો,કાકાએ રતનને ખબર પુછતા આ પઝલ બતાવી,અને ઉકેલી જોવા કહ્યું,રતને તે વાચી પોતાનું યુવાન મન કામે લગાડ્યું,અને કાકા સાથે સ્માઈલ આપતા જરૂર અઘરી હોવાનો દાવો કર્યો, કાકાને સમય બરબાદ નહોતો કરવો એટલે ૧૫ પાના ઉપરનો જવાબ જોઈ લીધો,ઉકેલ હતો,

પહેલા આં કિનારેથી બકરીને લઇ બીજા કિનારે મુકે,પાછા આવી સિંહને લઇ જાય ,સિંહને મૂકી બકરીને ફરીથી પહેલા કિનારે લઇ જાય,પછી બકરીને પહેલા કિનારે મૂકી,ઘાસ બીજા કિનારે મૂકી આવે અને છેલ્લે બકરીને લઇ જાય અને આમ બધું હેમખેમ પાર ઉતારે,જવાબ સાચો પણ સમજવો મુશ્કેલ હતો ,

ખેર કાકા અને રતન બંને જણાએ પઝલ એન્જોય કરી,રતન સાથે

કેન્ટીનમાં જવાનું વિચારતા હતા ત્યાં સીક્યુરીટી ચાર છોકરિયોને લઈને આવી,

કાકાને જે વિષયથી દૂર થવું હતું તે એકદમ સામે આવીને ઉભો રહ્યો અને

પઝલોનો ધેર લાગી ગયો,રતન કે જેને દુખી નહોતો કરવો તે

સ્તબ્ધ બની જોઈ રહ્યો,કાકાએ ચશ્માં ઉતાર્યા,

"આજ છોકરીયો હતીને કાકા...?"

સીક્યુરીટીના અવાજમાં પૂરો વિશ્વાસ હતો

કાકા કઈ બોલે તે પહેલા રતન ઘૂરક્યો

"ઓ માય ગોડ, શું કર્યું આ લોકોએ...?"

કાકાએ તેને શાંત કરતા કહ્યું

"કશું નથી કર્યું, ખાલી ફન માટે મઝાક કરતા હતા,"

"તમે કોણ છો,"

સીક્યુરીટી એ રતનને પૂછ્યું,પણ રતન જવાબ આપે તે પહેલા રૂઆબથી ઉભેલી એક છોકરી બોલી.

"ગીતાનો ખાસ મિત્ર"અને રતનનો હાથ ઉંચો થયો,

"કન્ત્રોલ યોરસેલ્ફ રતન,"કાકાએ રતનને શાંત કરતા કહ્યું, કાકા અચરજમાં મૂકાઈ ગયા, આ છોકરીયો સિક્યોરીટીની હાજરીમાં પણ મનફાવે તેમ બોલે છે અને ગીતા તેમના માટે નવું નામ હતું,

"ઓ હીરો, હાથ ઉંચો કર્યો તો ચલાવી તો જો, ભારે પડી જશે આને ધમકી માનવી હોય તો ધમકી"

અને વાતાવરણ ગરમાઈ ગયું, હવે કાકા ખરેખર ઘુચવાયા,મન પોતાને દોષ દેતું હતું અને રસ્તો કાઢવા ફાંફા મારતું હતું,અને તેમણે આગળ આવીને સીક્યુરીટીને કહ્યું,

"અમાંરે કોઈ ફરિયાદ નથી કરવી, મારી મશ્કરી થઇ છે ને, જવા દો એ લોકોને." ઘડીક પહેલા પઝલથી ખુશીમાં ફેરવાયેલું વાતાવરણમાં તોફાન ડોકિયા કરવા માંડ્યું,

"નાવ, લિસન એવરીબડી, મારે પોલીસ બોલાવવી પડશે” સીક્યુરીટીએ બધાને સાવધ કર્યા, કાકાને જેનો ભય હતો તે બાજુ પાસુ પલટાતું હતું,તેમનો કોઈ વાંક ન હતો અને વાત પોલીસના

પગથીયા ચઢી રહી હતી,શું થઇ રહ્યું છે આ બધું? કાકા ખરેખરના મુસીબતમાં હતા,

"કઈ વરે નહિ, એકના બાપા પોલીસ અધિકારી છે” રતન કોઈની પણ ચિંતા કર્યા વગર સીક્યુરીટીનો જવાબ આપતો બોલ્યો

" હા, તો તારે શું છે, તે મારા બાપાને વચ્ચે લાવે છે," બે હાથો કેડ પર મુકીને રતનના ચહેરા સામે ટાંકતી એક બોલી

"તો તું ગીતાને વચ્ચે કેમ લાવી." રતન પણ કોઇથી જાય તેવો ન હતો,તેના ચહેરા પર સ્મિત હતું,સીક્યુરીટી પણ પોલીસ અધીકારીનું સાંભળતાં ઢીલી પડી,

"તમે બધા એકબીજાને જાણો છો તો વાત શું કરવા વધારો છો, જે થઇ ગયું તે ભૂલી જાવને છુટા પડો, એક વડીલ તરીકે માની માન રાખો બેન” કાકાની આજીજી પછી ખબર નહિ પણ કોઈ કઈ ન બોલ્યું, કદાચ બંને બાજુ

મતલબ હશે,રતન ગીતા માટે વધુ સાંભળવા ન હોતો માંગતો અને કદાચ બાપાની દાટથી છોકરીયોને બચવું હતું,અને સિક્યોરીટીને બધાને વાંધો ન હોય તો પોલીસની માથાકુટમાં ન હોતું પડવું ,એટલે અહી સમાધાન થયું

પણ જતા જતા રતન બોલ્યો,

"વાંધો ન હોય તો બધાને કેન્ટીનમાં ચા હું પીવડાવું,"

પણ તરત જવાબ આવ્યો

"જા જા હવે, કંજુસાઈ કર્યા વગર"જે છોકરી બોલી તે કાવેરી હતી તે કાકાએ નોટીસ કર્યું,

"તો કાવેરી હાઉ એબાઉટ બ્રેંક ફાસ્ટ...?” શા માટે રતન ઓફર કરતો હતો કાકાને કઈ ખબર ન પડી

"ઇટ્સ ટુ લેટ, કંજુસ" અને વાતાવરણમાં હાસ્ય ફેલાયું, તેને હાથથી હવામાં ઝાટકતો રતન કાકા સાથે કેન્ટીન બાજુ ગયો,

સિક્યોરીટી બધું સિક્યોર થતા બધા ઉપર નજર રાખતી રાઉન્ડમાં ગઈ, ડેસ્ક ઉપર શાંતિ જાળવવાનું પાટિયું કર્મચારીએ ફરી તેની બરાબર સ્થિતિમાં

મુક્યું,કે જેને કોઈએ ઊંધું કરી નાખ્યું હતું.