Mograna Phool - 10 books and stories free download online pdf in Gujarati

મોગરાના ફૂલ - 10

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ દસમું (ભાગ-૧ )

સત્સંગ

રણજીત સાથે છુટા પડ્યા પછી ભગત સીધો બહાર ઉભેલી રીક્ષામાં બેઠો સ્થાન બતાવતા મીટર ઝીરો કરી ચાલકે રીક્ષા ગતિમય કરી,ઘણા સમય પછી ભગત શહેરમાં આવ્યો હતો,રીક્ષામાં માતાજીનો ફોટો લાગેલો હતો તેના ઉપર નાનો હાર ચઢાવેલો હતો,ભગતને ખુશી થઇ,

"માતાજીમાં માનો છો...!"સ્વાભાવિક રીતે ભગતે પ્રશ્ન કર્યો

"હા ભાઈ તેની કૃપાથી રોજી રોટી મળી જાય છે"અને ચર્ચામાં પ્રશ્ન ઉમેરાયો,

"સારા પૈસા મળે છે?" જવાબ આપતા ચાલકે કહ્યું

" પૈસામાં તો એવું છેને ક્યારેક પેસેન્જરો સતત મળ્યા કરે ત્યારે ધંધો ચાર પાંચ કલાકમાં થઇ જાય ને ક્યારેક બેસી રહેવું પડે ત્યારે તકલીફ પડે પણ ભાડું થઇ જાય"અને ભગતે પૂછ્યું

"ભાડું એટલે...?"ચાલકે કહ્યું

"આ તો મારી પોતાની રીક્ષા છે, પણ મોટે ભાગેની રીક્ષા ભાડે ફરતી હોય છે, એટલે ચાલકે માલિકને નક્કી કરેલું ભાડું રોજ આપી દેવાનું " ચાલક સારો હતો,ભગતના સવાલના વ્યવસ્થિત જવાબ આપતો હતો, ચાલતી રીક્ષાના ચાલક સાથે વાત કરતા કરતા ભગતે તેનું નામ પૂછી લીધું,માતાજીનો ફોટો જોઇને તેને ખુબ માન થયું,પેલાએ જગદીશ કહી તેની ઓળખ આપી,અને પાછળ જોઈ તેનું નામ પૂછ્યું અને "ભગત " જવાબ આવતા તો તે હસ્યો કહ્યું

"ભગતજી ઉમર તો નાની છે ને ભક્તિ કેમની લાગી"અને ભગત પણ હસ્યો “આમ મૂળતો મારું નામ મહેશ છે પણ ભૈબંધોએ મને ભગત બનાવી દીધો,"અને જગદીશ બોલ્યો,

"ભગતજી ભક્તિના કૈક અંશ હોય તો આવું નામ પડે" રીક્ષા ચાલતી રહી ને બંને વચ્ચે સંવાદ ચાલતો રહ્યો,

” ભગતજી મને લાગે છે આપણે એકજ રસ્તાના મુસાફર છીએ, બંને ધાર્મિક, તો હજુ તમારી લોજ આવવાને વાર છે માતાજીના નામે કૈક ધર્મ વિષે કહો,"અને તરતજ ભગત મોટેથી હસીને બોલ્યો

" અરે યાર હું કૈ કથાકાર થોડો છું, માતાજીનું નામ લીધું એટલે હવે કૈક

કહેવું પડશે,નરસિંહ મેહ્તાનું નામ સાંભળ્યું છે..?"

"હા, હા આપણા આદિ કવિ" જગદીશે તરત જવાબ આપ્યો,

"તો એના વિષે થોડુક જાણું છું તો ચાલશે"અને જગદીશે પાછળ જોઈ તરત કહ્યું

"ચાલશે હું દોડશે, આવો લાવો ક્યારે મળે, ઘેર બેઠા ગંગા"આ બે ત્રણ વખત તેણે પાછું જોઇને જવાબ આપ્યો એટલે ભગતે હસતા હસતા ટકોર કરી "જગદીશ ભાઈ રીક્ષા સાચવીને ચલાવજો, નહિ તો કઈ થશે તો ભલા ભગતોની રક્ષા ભગવાનને કરવાની ઈચ્છા હશે તો પણ કઈ કરી નહિ શકે"અને તરતજ જવાબ આવ્યો,

"સવાલ જ નથી, ભગતજી બે ફિકર રહેજો, આ ધંધામાં છું ત્યારથી કોઈ એક્સીડેન્ટ નથી,"

"તો સારું, આતો મને થયું સલામતી પહેલી પછી બીજું બધું, ખરુંને,"અને જગદીશ બોલ્યો

"તમે તમારે મહેતાજી વિષે ચાલવા દો "અને ભગતે શરુ કર્યું

" તો સાંભળો, આ મહેતાજી, ગુજરાતના પહેલા કવિ, કૃષ્ણ ભગવાનના

મહાભક્ત, ભગવાનમાં બહુ વિશ્વાસ,તે ચૌદસો ચૌદમાં તળાજા ગામ સૌરાષ્ટ્રમાં જન્મેલા તેમના માતા દયાકુવર ને પિતાનું નામ કૃષ્ણદાસ હતું,તેમના લગ્ન માનેક્બાઇ સાથે થયેલા,પાંચ વરસે માં-બાપ ગુમાવ્યા પછી દાદીએ તેમને મોટા કર્યા, ચૌદસો ઓગણત્રીસમાં તેમના લગ્ન થયા પછી તેમના ભાઈ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યા,તેમને બે સંતાન થયા પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ આ મેહતાજી નાગર બ્રાહ્મણ પણ તેમને ભાભી બહુ પરેશાન કરતા મેણા ટોણા મારે એટલે એક વખત સહન ન થતા મેહતાજી ઘર છોડી નજીકના વનમાં મહાદેવજીનું તપ કર્યું ત્યાંથી પ્રેરણા મળી તે વૃંદાવન ગયા ત્યાં કૃષ્ણ ની રાસ લીલા વગેરે ઉપર પંદરસો જેટલા પદો લખ્યા,ખુબ માન પામ્યા પછી જુનાગઢ પાછા આવી ભાભીને પગે પડી ગયા,ખુબ આભાર માન્યો,કુટુંબ સાથે ગરીબીમાં જીવન જીવતા જીવતા કરતાલ લઇ ભજન ગાતા,પછાત વર્ગ સાથે બેસી ભજન ગાતા એટલે નાગર બ્રાહ્મણો તેનો વિરોધ કરતા ,બધા લોકો તેમની મશ્કરી કરતા,એક વખત એવું બન્યું કે કેટલાક ભક્તો વૃંદાવન ની જાત્રા એ જતા વચ્ચે જુનાગઢમાં

અટક્યા,લાંબે જવાનું ને રસ્તામાં લુટારા લુટી લે એટલે હુંડી લખાવવાનું સ્થાન શોધતા હતા ત્યાં મહેતાજીના વિરોધીઓએ મહેતાજીનું નામ કહ્યું એટલે આ ભક્તો મહેતાજીને મળ્યા,અને પૈસા આપી હુંડી લખવાનું કહ્યું એટલે ઘરમાં પાંચ દહાડાથી અનાજ નહોતું પણ મહેતાજી સંમત થયા,માંનેક્બાઈ તેમના પત્ની તેમને કહેવા લાગ્યા આપને વૃન્દાવનમાં તો કોઈ પેઢી નથી ને હૂંડીના પૈસા કોણ આપશે,એની ચિંતા આપણે નહિ કરવાની શામાંલશાની પેઢીમાં શામળાને તેની ચિત્યા,કુટુંબને ભેગું કરો ને કરો જમણવાર,આવા વિશ્વાસુ ભગતે શામળામાં વિશ્વાસ મૂકી હુંડી લખી આપી,લોકોએ ખાઈ પી ને જલ્ષા કર્યા,કહેવાય છે કે તે વખતે પેલા ભક્તો નરસિંહ મહેતાની હુંડી વટાવવા વૃન્દાવનમાં શામળશાની પેઢી શોધવા લાગ્યા પણ ક્યાય મળી નહિ લોકોએ કહ્યું કે એ નામની તો કોઈ પેઢીજ નથી,તમે છેતરાયા છો ભાઈ,અને ભક્તો પૈસા વગર નિરાશ થઇ યમુના કિનારે બેઠા ચિંતા કરતા હતા ત્યાં,મંદિર બાજુથી પાઘડી પહેરેલા એક વેપારી બુમો પાડતા આવ્યા,અલ્યાં ભાઈ કોઈ શામળશાની હુંડી લઈને આવ્યું છે હું ક્યારનો શોધું છું ભાઈ મારી નોકરી જશે,અને પેલા ભક્તો ઉભા થયા ને હુડી આપી,શામળાએ હુંડી લઇ પૈસા આપી દીધા,ભક્તો ખુશ થયાને ને ભલા મહેતાના ભગવાને મહેતાની ભક્તિનો સ્વીકાર કરી તેની લાજ રાખી, મહેતાજીની વાત પૂરી કરી ભલા ભગતે ચર્ચાને બહુ મહત્વ ન આપ્યું હોય પણ જગદીશે તેને એક નાનો સત્સંગ માન્યો,તે ખુબ ખુશ થયો,સારી વસ્તુ હતી,માણસના જીવનમાં ક્યારે સત્સંગ આવે કઈ ખબર ન હોય પરંતુ સારા વિચારોની ટેવ ગમે ત્યારે સત્સંગની સહભાગી બની જતી હોય છે અને તે હકીકત છે,તેમ જગદીશ આવા અચાનક આવેલા નાના સત્સંગથી ખુબ ખુશ હતો,કથાઓમાં કહેવામાં આવતું હોય છે કે ભગવાન ભક્તને ક્યારે અને કયા રૂપમાં મળે તેની ખબર નથી હોતી,પણ મળવાનો હોય તો સત્સંગથી તેની શક્યતાઓ વધી જતી હોય છે માટે સત્સંગ કરો,જગદીશ રીક્ષા ચલાવતો હતો પણ તેના આ ધંધામાં માતાજીની કૃપાથી ઉભા થતા સત્સંગી વાતાવરણથી જગદીશ ખુશ હતો,ખુશી કે સદા ખુશ રહેવું એ સારા જીવન માટે ખુબ અગત્યનું છે, અઘરું છે પણ સદા સત્ય છે,ત્યાતો થોડીવાર માં પટેલ લોજ આવી ગઈ, જગદીશે સત્સંગ માટે ભગતનો આભાર માન્યો ,ભગતે ભાડું ચુકાવવા ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું,અને જગદીશના મોઢામાંથી અવાજ આવ્યો

"શું કરોછો ભગતજી," અને ભગત અવાક બનીને હાથમાં રહેલા પાકીટમાંથી પૈસા કાઢી, હાસ્યની મુદ્રામાં જગદીશને જોઈ રહ્યો,

"ભગતજી મુકો પાકીટ ગજવામાં, બેસો અને હું કહું તે તમે સાંભળો,"

"નાં હું હવે નહિ બેસું, તમારે શું કહેવું છે?" ભગતે નજર સ્થિર કરી પૂછ્યું,

"જુઓ ભગતજી સત્સંગ માટે જ્યાં કથા ચાલતી હોય ત્યાં જવું પડે, અને તમે કથાકાર નથી, તમારા મિત્રોએ મજાકી મુડમાં તમને ભગતજી બનાવી દીધા છે, બધું બરાબર, પણ આ જે તમે સત્સંગ કર્યો તેનાથી મારી ખુશીનો કોઈ પાર નથી, વિનતી કરીને કહું છું કે તમે આ પૈસા કોઈ જગ્યાએ દાન કરી દેજો, તો મને પુણ્ય પ્રાપ્તિ થશે," અને જગદીશની આ રજૂઆતથી ભગતે તરત કહ્યું,

"તમારે કુટુંબ છે ને આ તમારી રોજી રોટી છે, સારા વિચાર છે પણ દાન કરવું હોય તો તમારે કરવાનું, ભાડું તો લેવુજ પડે એમાં તમારી વિનંતી ન સ્વીકારાઈ,"અને ભગતે વીસ રૂપિયાની નોટ આપી દીધી, બાર રૂપિયા થતા હતા,

"સારું તો સત્સંગ તમારા તરફથી થયો તો પ્લીઝ ભગતજી ખાલી પાંચ રૂપિયા આપો" 'જુઓ જગદીશ ભાઈ આ વીસની નોટ રાખો, ફરીવારનો કોઈ સત્સંગ કરીશું, ક્યારેક મળીશું તો,

"અને તો ના ભાર હેઠળ ભગતે વીસની નોટ આપી ચાલવા માંડ્યું, નારાજગી હતી પણ ધીરા અવાજે જગદીશે જૈશ્રી કૃષ્ણ કહી આદર કર્યો, ગમે એમ તે ભગતના સત્સંગથી ખુશ હતો, રીક્ષા ગેરમા નાખી એટલે ચાલવા માંડી પણ લોજ બાજુથી અવાજ આવ્યો

"એય, રીક્ષા,રોક ભાઈ,રોક, ખાલી છેને, સ્ટેસન લઇ લે"

"હા ,કાકા" હાથમાંનો સામાન રીક્ષામાં મૂકી એક વૃદ્ધ કાકા રીક્ષામાં બેઠા,જગદીશને લાંબુ ભાડું મળ્યું,તેણે તેને સત્સંગનો પ્રભાવ કહ્યો,માતાજીના ફોટાને હાથ અડાડી મસ્તકે ચડાવી રીક્ષા ગતિમાન કરી.ક્યા સુધી રહેશે આ સત્સંગનો પ્રભાવ એતો જગદીશ જાણે પણ ધંધા ઉપર પ્રભુની કૃપા અવશ્ય દેખાતી હતી, પટેલ લોજમાં દાખલ થતા પહેલા ભગતે છેલ્લી નજર નાખી, રીક્ષા ત્યાં ન હતી,લોજના ધ્યાનમાં થોડીવાર પહેલા થયેલો સત્સંગ ભુલાઈ ગયો,આખુને આખું દ્રશ્ય બદલાઈ ગયું,આખરે ભગત લોજમાં દાખલ થયો ,મેનેજરની ડેસ્ક સામે હતી,હસીને ભગતે પોતાનો પરિચય આપી રતિલાલને મળવાનો પોતાનો હેતુ બતાવ્યો,મેનેજરને ભગતની ખાતરી થતા બેઠક ઉપર બેસવા કહ્યું,રતિલાલના રૂમનો કોન્ટેક કરી ભગત વિષે કહ્યું,સંમતિ મળતા ભગતને રૂમનો નંબર આપી અંદર જવા દીધો, રતિલાલનો રૂમ પહેલા ફ્લોર ઉપર હતો,ભગત સીડી ચઢી રૂમ શોધતો જતો હતો અને એક રૂમનું બારણું ખુલ્લું હતું,તેમાં એક સ્ત્રી અને બે પુરુષો વાતો કરતા હતા,અચાનક ભગતની નજર મળતા,ભગતે હસીને માન આપ્યું,પણ સામેથી માન ન આવ્યું, ઉપરથી બધા ઘૂરકીને ભગત સામે જોવા લાગ્યા,ભગતને માણસો બરાબર ન લાગ્યા,પણ મન મનાવી તે ચાલવા લાગ્યો,ત્યાં પેલી સ્ત્રી બોલી,"હાઈ"અને મોટેથી હસી,ભગત બને તેટલી ઝડપે ત્યાંથી ખસી ગયો,જાણે એકદમ ભાગ્યો, હજુ પાંચ દસ મિનીટ પહેલા તો સત્સંગની મોજમાં હતો અને જગદીશ જાણે તેનો દાસ બની ગયો હતો,જાણે કોઈ ભગવાની તત્વ તેની રીક્ષામાં ઉપસ્થિત હતું,અને અહી,આટલી બધી ભારે નજર,ઉપસેલા ઓરામાં કોઈ કહેતું હતું અહી તો દાનવો છે ભાગ ભગત નહિ તો....!!,નહિ તો...શું..કશું સલામત નથી,આ રૂમથી ખસી જા ભાગ અને ખબર નહિ પણ, અહી તેને આટલો બધો ડર કેમ લાગ્યો,રતિકાકા મળશે અને મને જોઇને ખુશ થઇ જશે એવા વિચારો મન પર હજુ તાજા જ હતા, અને તેને ભાગવું પડ્યું,ક્યારે રતિકાકાનો રૂમ આવે તેની ચિંતામાં બીજા કોઈના રૂમ ઉપર ભૂલથી પણ નોક ના થઇ જાય તેની તકેદારી રાખતો રાખતો તે ભાગતો રહ્યો ને પાછળ રહી ગયેલા રૂમ તરફ જોતો જોતો તે સાચા રૂમ પર આવી ગયો તેણે નોક કર્યું ને રતિકાકાએ બારણું ઉઘાડ્યું,તેના ચહેરાની લાલાશે રતિકાકાને ચિંતા થઇ રૂમની બહાર નજર કરી ત્યાં કોઈ ન હતું,બારણું બંધ કરી ભગતને પૂછ્યું

"શું થયું ભગત, તું પરેશાન લાગે છે,"

"એક મિનીટ કાકા"ભગતની પરેશાની જાણવા પ્રયત્ન કરતા રતિકાકાને રોકી ભગત બોલ્યો,

" કાકા અહી બધા કેવા માણસો છે,"અને

" આ કેવો સવાલ છે ભગત, કોઈએ તને કશું કહ્યું, ચલ એક મીનીટમાં તેનો નિકાલ કરી દઈએ"

"નાં નાં, કાકા રહેવા દો, આપણે અહી સલામત છીએ, ભગત છું પણ ભક્તિ નથી, એતો જગદીશ માટેજ સત્સંગ હશે!!"અને કાકા તેને જોતા રહ્યા

"ભગત, તું ખુબ પરેશાન છે લે થોડું પાણી પી ને કહે મને શું થયું "અને ભગતે કહ્યું

"કાકા, હમણાં તો દસ મિનીટ પહેલા મઝાનો સત્સંગ કર્યો ને અહી આવતો હતો તો એક ઓરડાના માણસોએ મારો રંગ બદલી કાઢ્યો,"અને કાકાએ શાંત કરતા કહ્યું,

"ભગત, અપમાન ભલ ભલાના રંગ બદલી કાઢે, આ લોજ છે, ટોળામાં જેટલા માણસો હોય ને કોઈ કોઈને ઓળખતું ન હોય એવું અહી છે, તું આવ્યો અને તને પરેશાની થઇ જ્યારે હું અહી કેટલાય વખતથી છું કોઈ પરેશાની નહિ, જેની નજરનો ભાર તેની જીત"ભગત હજુ શાંત ન હતો

,"કાકા મને એ કહો કે ઉઘાડો ઓરડો હોય ને તમે ત્યાંથી પસાર થાઓ, તો તમારી નજર ત્યાં તમારી ઈચ્છા ન હોય તોય જાય ખરું કે નહિ, અને નજર મળ્યા પછી લોકો ધુરકે ને અપમાન કરે તો..."અને કાકાએ કહ્યું

"તમારી તરફ જ્યારે નજર મળે ત્યારે જ નક્કી થઇ ગયું હોય કે તમારું અપમાન કરવું કે નહિ અને પછીજ કોઈ તેવું વર્તે, પણ એમાં પડવું નહિ કેમકે એ બધા લગભગ એક સરખા હોય, લોકોને હેરાન કરવામાં તેમને કોઈ શરમ નહિ, અને ઉઘાડા ઓરડાની તમારે શું ચિંતા જ્યારે તમારે ત્યાં જવું જ ન હોય,પણ છોડ બધું અને બીજી વાત કર"અને ભગતે મન મનાવ્યું,

"કાકા, તમે મને હજુ સહેવાગની માફક બધી બાજુથી જુઓ છો પણ કાકા તમારી કોઈ વાતને અમે અવગણી નથી કેમકે તમારી વાત અમારા સહુના ભલા માટેજ હોયને, કાકા તમે મહાન છો"અને કાકા હસ્યા,

" હવે તને એમ થશે કે કાકા કેમ હસ્યા, પણ હસવું આવે એવી વાત છે, સહેવાગે, એક વખત તારી માફક જ કહી નાખ્યું હતું, તેની નાદાનીમાં તેને ખબર નહિ કે કેટલી મોટી વાત હતી, પણ તકલીફ એવી હતી કે તેને સમજાવવા મારે માટે મુસીબત થઇ ગઈ હતી, ન બોલાય કે તેની વાતથી ન હસાય, અને કસોટીમાં ગોથા મારતા મારા મનમાં શૂન્યાવકાશ આવી ગયો હતો મારી આંખો શૂન્યથી ભરેલા આકાશ તરફ જોતી, સ્થિતિ ઉપર કાબુ કરવાનો પ્રયત્ન કરતી હતી" અને કાકાએ ભગત બાજુ જોયું, અને એકધ્યાનથી સાંભળી રહેલા ભગતે વાત અટકી એટલે તરત હસીને કહ્યું

" પણ પછી કાકા શું થયું...?"અને તરત જવાબ આપતા કાકા બોલ્યા

" પછી શું થાય, કઈ થયું હોય તો કહુંને," ભગત એકીટશે કાકાને જોઇ રહ્યો"તો કાકા, તમે પણ મઝાક કરી શકો છો," તરત જવાબ આપ્યો,

"મઝાક તો મઝાક પણ ભગત નાં મૂડને ફેરવી શકતી હોય તો મઝાક પણ મહાન છે"અને ભગત ઉભો થઈને કાકાને ભેટી પડ્યો

" કાકા તમે મહાન છો," કાકા બોલ્યા

"એ તો તારી કાકી વાત વાતમાં કહેતી હોય છે હવે કૈક નવું કહેવાનું ચાલુ કરો, કાકા કરતા કાકાના ભત્રીજા પણ એટલાજ મહાન છે "ભગતે ભીની આંખોને બાંયથી લુછતા કહ્યું

"એટલે તો કાકાના ભત્રીજા કાકાથી હજુ દુર જવાનું પસંદ કરતા નથી," અને કાકાએ વાતને ફેરવતા કહ્યું

" ભગત તને ખબર છે આજે બળેવ છે," અને ભગતે કહ્યું"કાકા મારે તો બેન નથી પણ રાખડી બાંધવામાં બેનનો પ્યાર જોઈએ પણ તે ન હોય તો પ્યારના નામ ઉપર ગમે તે રાખડી બાંધે તો ચાલેને"કાકા ભગતની હોશીયારીમાં દાખલ થયા

" બેન ન હોય તો સ્મૃતિ ચાલેને"કાકા ભગતની હોશીયારીમાં દાખલ થયા " બેન ન હોય તો સ્મૃતિ તારી બેનજ છેને,સહેવાગને રાખડી બાંધશે તો તને પણ એને બે ગીફ્ટ મળશે,પણ બેનના હકમાં પ્યારને ક્યા દાખલ કરે છે,કોઈ મલી ગયું છે કે શું...?,ભગતજી,છુપા રુસ્તમ," ભગતની બોલતી બંધ થઇ અને કાકાની સામે તેની ડોકીએ હાલીને હકાર ને બે ત્રણ વખત હલાવ્યો,

"લે, આમ કાકાના ખુબ વખાણ કરે છેને, કાકાને જ આટલી મોટી વાતથી દુર રાખ્યા છે, તું તો કહેતો હતો કે તમારાથી શું છુપાવવાનું અને કોણ છે એ સહભાગી?!!" શરમે થોડોક પરેશાન ભગતે કહ્યું

" નાનકી..."અને કાકાએ નમીને તેની આંખમાં આંખ પરોવતા કહ્યું

"વાહ ભગત, વીરસિંહ ને ખબર છે," અને ભગતે સાચી વાતને ખોલી,

"હજુ કાકી સિવાય કદાચ તેની માં ને ખબર છે, પણ નાનકી પૂરે પૂરી મારા જીવનમાં આવવા સંમત છે"અને કાકાએ નોધ લીધી આ વાત મઝાક

નહોતી

"અચ્છા તો, અહી કાકા ને ત્યાં કાકીનો સહારો લેવાય છે...!"અને ભગત બોલ્યો

" એવરીબડી લવ કાકાને કાકી"કાકા બોલ્યા

"બેટમજી હવે તો કહેવુજ પડશે,નહિ તો વીરસિંહ થી કોણ બચાવશે,"ઘભરાતમાં કાકાના રૂમમાં દાખલ થયેલો ભગત કાકાના આરોહ અવરોહમાં લીન બની પોતાની વાત સુધી ખેચાઈ આવ્યો,બળેવના બેન ભાઈના પ્યારના મોટા તહેવારે ભુદેવો પવિત્ર જનોઈને આજના દિવસે માં ગાયત્રીમાં મન એકાગ્ર કરી નવી જનોઈ પોતાના અંગ ઉપર અંગીકાર કરે છે,તે પણ એક આ દિવસની મહાનતા છે,આમ તો હિન્દુઓના દરેક તહેવારો મહાન છે,દરેકને પોતાનો આગવો એવો ઈતિહાસ છે,જેમકે હોળી,તેમાં લોકો તેના તાપથી પોતાના અંગો શેકે છે અને શરીરનો જામી ગયેલો કફ ઓગાળે છે,તેમાં વિજ્ઞાન સમાયેલું છે,ઋષિ મુનીઓએ દરેક તહેવારોમાં વિજ્ઞાનને સમાવીને ખુબજ કાળજી પૂર્વક તહેવારોની રચના કરી છે,તેને અનુસરતું નવું જનરેશન તેને સહેલાઈથી આપોઆપ અનુસરે, અને તંદુરસ્ત રહે, ભારતના ઋષીઓ મહાન છે, મહાનતાની વાતોમાં ખોવાયેલા કાકા અને ભગત મશગુલ હતા ત્યાં પટેલ આવ્યા અને કાકાએ ઉભા થઈને આવકાર આપતા કહ્યું

"આવો આવો મણીભાઈ, અને ખુરશી ખસેડતા કહ્યું,"બેસો"મણીભાઈ બેઠા અને બોલ્યા

"આ તો મને થયું કાકાના મહેમાન બરાબર આવી ગયા કે નહિ તેની તપાસ કરતો આવું ને ચા નાસ્તા માટે પૂછતો આવું

"કાકા, મને એક વાત બતાવો જે મારા મનમાં ક્યારની ગુચવણ ઉભી કરે છે, મારું અત્યાર સુધીનું માનવું એવું કે તમને મળવા આવતા મહેમાનોમાં મને ક્યારેય ઉમર દેખાતી નથી બધાજ લગભગ યુવાન તમને મળવા આવે છે, એમ કેમ...!?"અને ભગત અને કાકા બંને હસ્યા

"મણીભાઈ,તમને મારી ઈર્ષા તો નથી આવતી ને,મારા શરીર ઉપર ઉમરે દેખાવ કર્યો છે,પણ મારું મન ઘરડા થવામાં માનતું નથી,એટલે જુવાનીયા બધા સમજે છે કે અમારા પ્રશ્નોનું નિદાન ફક્ત એકમાત્ર કાકાજ છે,એટલે ખેચાઈ ખેચાઈને બધું જોબન અહી ખેચાઈ આવે છે,અને એકલા મેલ નહિ ફીમેલ હોત, એટલે તમારા રડતા મને એ નોધ ન લીધી હોય તો લઇ લેજો,હવે એક વાત કહું કે તમારો પ્રશ્ન ઉકેલાવાને બદલે વધારે ગુચવાયો તો તેમાં કોઈ ઉકેલ નથી કેમકે મારો પ્રભુ મારે માટે એવી રીતે સદા ખુશ છે.બોલો હવે કઈ કહેવું છે....!"અને કાકા સતત હસતા ભગતને ગોદો મારી મણીભાઈ તરફ જોઈ રહ્યા,મણીભાઈ બોલ્યા

" હવે એટલુજ કહેવાનું સદાબહાર કાકા સદા માટે જુવાન રહે, એવી અમારી સુભેચ્છા"અને મણીભાઈ પણ હસ્યા, અને તરત કાકા ભગતને સંબોધતા બોલ્યા

"જો ભાઈ ભગત આ મણીલાલ લોજના મેનેજર, આવ્યો ત્યારથી મારી સેવામાં એવા તો પડી ગયા છે કે તમે બધા પાછા પડી જાઓ, સમયસર નાસ્તો, જમણ ને નવરા પડ્યા એટલે પાછી કાકાની દેખરેખ"અને તરત ભગત બોલ્યો

" મણીભાઈ, અમારા કાકાજ એવા છે કે આખું ગામ તેમની દેખરેખ રાખે, અમારા કાકા જો અમારા ગ્રુપમાંથી કોઈને કઈ થયું એટલે એવા તો ચિંતામાં પડી જાય કે કાકીને કહીને તરત જ આવી જાય અને કાકી પણ એવા કે તરત કહે તમે જલ્દી જાઓ ને અહીની ચિંતા ન કરતા, અને કાકા નીકળી પડે, પરદુઃખભંજન, કાકાની વાહે વાહે અમે પણ તરત પહોચી જઈએ," અને ભગતને બોલતો રોકી કાકા બોલ્યા

" મણીભાઈ,કાકાના વખાણથી પેટ ભરાવવાનું નથી એટલે હમણાં તો ચાને ખારી મોકલો એટલે ભગત સાથે મજા લઈએ" આટલું કહ્યું એટલે તરત ઉભા થઈને ભગત સાથે હાથ મિલાવી મણીભાઈ જવા તૈયાર થયા અને ભગતે કહ્યું

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED