મોગરાના ફૂલ - 5 Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોગરાના ફૂલ - 5

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ પાંચમું

કડવી કાવેરી

રતિકાકા અને રતન કેન્ટીન બાજુ ગયા ,કાકાએ રતનની હાજરીમાં થોડીક હળવાશ અનુભવી,કાકાનો અનુભવ કોલેજમાં કૈક જુદીજ પરિસ્થિતિનો સામનો કરતો હતો,છોકરા ,નો રીસ્પેક્ત એટ ઓલ,વડીલની પણ મશ્કરી,કદાચ રતિકાકા પહેલી વખત આ કપરી પરીસ્થીતીમાંથી પસાર થઇ રહ્યા હતા,એટલેજ

રતનની હાજરીમાં તેમને કૈક હળવાશ લાગતી હતી, કોલેજમાં આવ્યા પછી જાણે છોકરીયોએ તો થોડીક વાર માટે કાકાનું તો અસ્તિત્વજ મટાડી દીધું હતું,નવા સાહેબ,વડીલ,પગે લાગ જેવા શબ્દો તીરની માફક હજી પણ કાકાને ચુભતા હતા,ઓ ગોડ ,ક્યા બહારનું વાતાવરણ અને ક્યા કોલેજનું,હજી કાકાના ચહેરા ઉપરથી રતાશ ઓછી થતી ન હતી,

"તે રતન આ છોકરીયો આટલી હદે તમનેય હેરાન કરતીજ હશે ને !!!?"

" કાકા, અમારે તો રોજનું થયું, કારણકે એમની જબાનને કોઈ લગામ નહિ, ને ટોળુંજ હોય, છોડો એમને, ને કહો કેન્તીન માં શું ખાવું છે,"રતને સ્માઈલ કરતા કહ્યું, અને કાકાએ પણ તેના સ્માઇલને આવકાર આપ્યો,

"ઓ કે, તો તને સમોષા પસંદ હોય તો એનો ઓર્ડર કર "

"હા એ બરાબર "અને ઓર્ડર આપી બંને કેન્ટીનમાં સીટ પર ઓર્ડરની રાહ જોતા ગોઠવાયા,

"રતન, આપણે અહી ભેગા થયાને લગભગ કલાક જેવું થઇ ગયું, અને આ છોકરીયોની માથાકુટમાં એકબીજાના ખબરઅંતર, પણ પૂછવાનું ભૂલી ગયા,"કાકાએ સમોસા આવે ત્યાં સુધી સમયની અંતરના તરંગ તોડતા કહ્યું,

"કાકા, મારે તમારી ખબર જરૂર પૂછવી જોઈએ, અને એ તો મેં શરૂઆતમાજ પૂછ્યું, અને રહી આ ક્રેઝી છોકરીયોની વાત,એતો તમને જ હેરાન કરી શકે,બાકી અમે તો ધ્યાન જ ન આપીએ,રોજની માથાકૂટ,હવે તો પચાવવાની

આદત પડી ગઈ છે,કેન્ટીનમાં ખાવું હોય એટલે આઘુ પાછુ કરે અને પછી વખાણના ટોપલા ભરે,બધું મતલબી ,"રતને વેદના ઠાલવી .

"પણ મેં તો, કૈક, અથવા ક્યારેક, દોસ્તીના જેવું અનુભવ્યું, રતન કાકાની નજર બહુ બારીક છે હો...."

"કાકા તમે પણ, સાથે ભણીએ, એટલે દોસ્તી તો રાખવી જ પડેને, પણ તમારી નજર કૈક વધુ પડતી જોતી લાગે છે "

"ઉમર નાં ઈશારે તો આ નજર કોઈ ભૂલ કરે એવું લાગતું નથી, પણ કાવેરી ની નજરમાં કૈક દેખાયું,

રતન ,કેમનું છે?"

"કાકા, સમોસા આવી ગયા, એ બધું છોડોને, સમોશાને માન આપો, ચાલો "

"કૈક હોઈ તો પાછું કાકાનું મો મીઠું કરાવજે,"

"કાકા, તમે તો કંઈના કઈ ચાઈલા, તમે ગમે તેમ કહો, પણ મને પારો નથી ચઢવાનો ,"

"પચાવવાની આદત પડી ગઈ છેને, કાકાની સો ટચ સોનાની વાત ટાળે છે, પણ એક દાડો સત્ય પર્વતની ટોચ ઉપરથી પોકારશે "

અને કાકા ની વાતે રતનને હસાવવામાં મજબુર કર્યો

"કાકા, પર્વતની ટોચ સુધી પહોચી ગયા, કાવેરીને પરાણે રતન સાથે ભટકાવવાનો વિચાર છે કે શું ?!!!"

"બેટા, આગે આગે દેખતે જાઓ, કાકા ક્યા કહતે થે "

"અચ્છા તો હમ ભી દેખેંગે"રતને હાસ્યને ચાલુ રાખ્યું ને કાકા તરફથી ઉઠતા તરંગોને બહાલી આપી,

ક્યારે સમોશાની ડીસો ખાલી થઇ ગઈ તેની ખબર પણ ન પડી,પણ રતને વેઈટર ને બોલાવી ,કાકા કઈ બોલે તે પહેલા બે આઇસ ક્રીમનો ઓર્ડર આપી દીધો,

"અચ્છા તો બેટા, એ દિખાઓ કે કાકા કા મુહ મીઠા કરા રહે હો"

"ઐસા હી સમજીએ, જો કાવેરી જીવનમેં આ રહી હૈ"અને રતને હાસ્યની કડી ચાલુ રાખી

"હવે મારા ખ્યાલ પ્રમાણે આપણી વાત કાવેરીને વહુ બનાવીનેજ છોડશે "

"ભગવાન જો વચ્ચે આવે તો ભાગ્યનું સ્વપ્નું સાચું પડે, બાકી કાવેરી, બાપા ઇન્સ્પેકટર અને મિજાજી, અને એ બધા વચ્ચે કાકાનો રતન એક સેન્ડવીચ,"ઓગળતો આઈસ્ક્રીમ સરબતી મીઠાશમાં ફેરવાતો રહ્યો,

"કાકાને યાદ કરી, સલામતીનો ઝંડો ઉંચો કરી દેજે, એટલે બધું સલામત,"કાકાએ ટીખળ કરી

"કાકા તમે ઝંડા ને ભગવાનની વાત કરી તો મેં ક્યાંક વાચેલી વાત કહું,"

"કહેને ભાઈ, એમાં પૂછે છે શું?"

"તો, સાંભળો,એક ભાઈ નાવમાં દરિયામાં મુસાફરી કરતા હતા અને ભગવાનના ભક્ત,થયું એવું કે એમની પહોચવાની જગ્યા આવે એ પહેલા , ગમે એમ પણ તેનો ભગવાનમાં વિશ્વાસ ઓછો થવા લાગ્યો, ,તે વધારે ને પહેલા વધારે દુ:ખી થવા લાગ્યો,આશાઓ ઘટતી જતી હતી,એકાંત ખાવા ધાતુ હતું,અને એક દિવસ એવું બન્યું,ભયંકર વરસાદ વાવાઝોડા સાથે ત્રાટક્યો, વીજના સબકારે તેનું ઝુપડું સળગવા માંડ્યું, બળતાં ઝુંપડાની સામગ્રી ગ્રીન હોવાથી વધારે ને વધારે ભૂરો ધુમાડો નીકળી વાતાવરણમાં ઉંચે સુધી જઈ રહ્યો હતો,વરસાદ જોરદાર હતો એટલે કદાચ લાગેલી આગ શમી જાય પણ ભકતનો ગુસ્સો શમવા તૈયાર ન હતો , હવે તે ગાંડો થઇ ભગવાનને ગાળો દેવા માંડ્યો,ઝુપડામાં પણ તને અદેખાઈ આવી તે આગ લગાડી ,આખું જીવન તારી ભક્તિમાં ગાળ્યું એનો તું મને બદલો આપે છે, અને ભયંકર ગુસ્સામાં તે સળગતા ઝુપડા ઉપર પથ્થરો ફેકવા માંડ્યો,ત્યાં તો કિનારેથી કોકનો અવાઝ આવ્યો ,"હે ભાઈ,ગભરાશો નહિ," અને તે અચરજમાં પડી ગયો, નજર કરી તો બે યુવાનો નાવને લાન્ગરીને તેના તરફ આવી રહ્યા હતા,તેની નજર આકાશ તરફ ગઈ, ગુસ્સાની જગ્યા હાસ્યએ લીધી અને હાસ્યની જગ્યા અટ્ટહાસ્યે લીધી, એકાંત ટાપુ ઉપર ફેલાયેલા એ અટ્ટહાસ્યને વાતાવરણે પડઘાનાં રૂપમાં ફેરવ્યું,બચાવ કરનારા સાવચેત થઇ ગયા,ક્યાંક માણસ ગાંડો તો નથી થઇ ગયોને, સાવચેતી ખુબ જરૂરી લાગી,

"જુઓ ભાઈ, ચિંતા ન કરો, અમે તમને બચાવવા આવ્યા છે તમે બરાબર છો,"જવાબ આવ્યો,"હા, હું બરાબર છું, હું તો મારા ભગવાનને હસું છું, ગાળો

દેવાની ચાલુ કરીને સહાય મોકલી, બસ એનું ધાર્યુજ કરે છે," હાથમાં બળતાં ઝુપડા તરફ ફેકવા ઉપાડેલા પથ્થરની ગ્રીપ ઢીલી પડી ગઈ તે હાથમાંથી સરકી નીચે ગબડી ક્યાંક સ્થાયી થઇ ગયો,. તેનો ગુસ્સો ઓસરી ગયો, તેણે પણ યુવાનો તરફ ચાલવા માંડ્યું અને સલામતી લાગતા બધા મળ્યા,"અરે, ભાઈ આ ઝુપડું બળતું જોઇને અમે આવ્યા નહિ તો,શું થાત," તે બંનેને વળગી પડ્યો,અને ખુબ ઉપકાર માન્યો,ભોળા ભગવાનને હાથ જોડી ખુબ માફી માંગી,આખરે ભગવાને ભક્તને ટાળ્યો, અને ભગવાનના ભક્તનો બચાવ થયો

અને આમ રતને કાકાને વાતથી અસ્રુ સભર કરી દીધા,કાવેરીની વાત ને મઝાક તો ક્યારના છૂટી ગયા હતા,રતન કાકાને ભરમાવવામાં સફળ થયો ,કેન્ટીન છોડી બંને બી્લ ચૂકવી બહાર નીકળ્યા,કાકાનાં બી્લ ભરવાના આગ્રહને રતને ધ્યાન ન આપ્યું.

કેન્ટીનના આજુબાજુ નાં વાતાવરણ તરફ નજર નાખતા બંને ટેબલ છોડી ચાલવા માંડ્યા,પણ રતન કાકા તરફથી કૈક વધુ સવાલો આવશે એવું વિચારતો હતો ને ત્યાજ ,

"રતન, એક વાત હજી મને સતાવી રહી છે અને તે છે તારી, હજી મારા મનમાં વીજની માફક ઝબુક્યા કરે છે,"

"મારી વાત, અને વીજની માફક, કાકા!"રતન હસીને અડધો નમી કાકાના ચહેરા તરફ જોઈ રહ્યો

" હા, હા, તારી વાત, પૂછું?"કાકાએ સ્માઇલને રેલાવતા કહ્યું

"કાકા તમે પણ, તમારે પરવાનગી માંગવાની હોય...!?"વડીલના માન ને રતને વધાવ્યું,

"અરે, ભાઈ કળીયુગમાં બધાને પરવાનગી માંગવી પડે, તને ખબર છે? સંબંધો જોડાતા જેટલો સમય લાગે તેના કરતા તૂટતા એકજ ક્ષણ થાય ,અને ઘણી વખત તો,નજરના પલકારામાં તૂટી જાય,પછી તેને એક ક્ષણ કે એના કરતા પણ ઓછી ગણીએ.... "

કાકાએ હોઠોના સ્માઇલને થોડું મોટું કરી રતન તરફ જોયું,

"તો તો હવે આપણે કોઈ કોમ્પ્યુટર ઉપર જ ગણતરી કરવી પડે, અને કોમ્પુટર મળે નહિ ત્યાં સુધી તમારા રતન માટેના વીજ જેવા સવાલને અંનાયાશે રોકાવું પડશે, જો ચાલે એવું હોય તો, આ કોલેજનો તો હું ભોમિયો છું, થોડીવારમાં જ શોધી કાઢીશું, બોલો,ચાલશે ...?"રતન પણ જાય એવો ન હતો

અને કાકા રતન નાં વાળ વિખેરતા બોલ્યા,"ભત્રીજો મારો છે,એટલે જોરદાર સામનો કરવામાં સમર્થ હોય તેમાં શું નવાઈ,પણ રતન, મારી નજરે ધોખો ન ખાધો હોય તો કાવેરીના બોલવામાં ને જોવામાં કઈ મીઠાસ જેવું દેખાતું હતું,"અને કાકાના આ સવાલ સાથે રતનની નજરોમાં જે પલકારો થયો તે કાકાની નજરથી જવાબ નાં રૂપમાં હતો પણ

"કાકા, કાવેરી ને મીઠાશને ભૂલે ચુકે ય નાં સરખાવતા ,અને રતન સાથે મીઠાશ,તમારી અનુભવી નજરે જરૂર ધોખો ખાધો છે કાકા,એમાં બિલકુલ નવાઈ નહિ,અને રતન તમને તો ખોટું ક્યારેય નહિ કહે એની ખાતરી રાખજો,"કાકાના સકંજામાંથી સરકવાનો રતને વ્યર્થ પ્રયત્ન કર્યો

"કાકાની નજર છે રતન, બહુ કડવું હોય ને તે પણ જ્યાં પાણી સાથે ભેળવાતા રંધાઈ પછી કડવાશ ઘટતા વાર કેટલી, અને નજરના સબંધોમાં તો ચાર ભેગી થાય એટલે ભયો ભયો,આજુબાજુનું બધું જાણે ખોવાઈ જાય ને આંખો પલકારા મારવાનું ય ભૂલી જાય "કાકાના જવાબે રતનને મોટેથી હસવામાં મજબુર કર્યો,બાજુમાં પસાર થતા છોકરા પણ ઘડીક માટે રોકાય આનો લાભ લેતા ગયા,

"કાકા, કાવેરી કડવી હોઈ કે મીઠી પણ તમારી વાતો તો મીઠાશથી ભરપુર છે એમાં બે મત, અને રતન એટલો બધો સહમત છે કે કાકા જે સમજે તે બધુ સાચું માનવા તૈયાર છે," અને નવા સવાલની પ્રતીક્ષા કરતો રતન બોલ્યો,

"જોજે, ભૂલ ન કરતો, કાકામાં ખોવાવાનું તને ભારે પડી જશે,"કાકાએ તેના ખભા પર હાથ મુકતા કહ્યું,આ સંવાદ કાવેરી નાં નામથી એટલો વધી ગયો હતો કે,આજુબાજુ પસાર થનારા પણ કદાચ કાવેરી નામમાં રસ લેવા માંડ્યા હતા,ઘણી વખત વાત વાયરાના સહારે વહેતા,રતન સામે કાવેરીનું મોટું ઝોખમ ઉભું થવાની પૂરે પૂરી શક્યતા વધારે એમાં નવાઈ નહિ, પણ અત્યારે તો કાકાને રતન મઝાથી ભરપુર હાસ્યનો રસ લઇ રહ્યા હતા. કેન્ટીન છૂટી ગઈ હતી,મુખ્ય રસ્તા ઉપર બંને ચાલી રહ્યા હતા,કોલેજ નાં કેટલાય વિભાગ હતા અને ઘણા મકાનો હતા જે જુદાજુદા રસ્તાઓથી જોડાયેલા હતા દરેક માંટે નિશાની તેમજ લખેલા પાટીયા હતા ,જે અજાણ્યા કે નવા વિદ્યાર્થી માટે માહિતી પૂરી પાડતા હતા,જેથી સમયનો બચાવ થાય અને જ્યાં કે જે વિભાગમાં જવું હોય ત્યાં સરળતાથી પહોચી શકાય,રતન માટે કઈ નવું ન હતું,પણ કાકાની નજરો દરેક બોર્ડ તથા નિશાની નું અચૂક નિરિક્ષણ કરતી,

"અત્યારે રતન આપણે મેઈન લોબીમાં જઈ રહ્યા છે, ખરું" કાકાના નવા સવાલ ઉપર બંનેના હાસ્યની માત્રા ઘટી અને ચહેરાના ભાવ બદલાયા,

"હા, કાકા, અને ત્યાંથી બહાર નીકળી આપણે રીક્ષા પકડી ડીનર માટે ચેતનામાં જઈશું "રતને પ્રસ્તાવ મુક્યો

"ના, ના આપણે મારી મોટલ ઉપર જઈશું ત્યાં તું મારી સાથે રહેજે, ત્યાં ડીનર પણ મજાનું લેવાશે અને મેનેજર મિસ્ટર પટેલ પણ ખુબજ ભાવી માણસ છે, જે ખાવું હશે તે મળી જશે, અને આપણે કાવેરીનું પણ વિચારવું પડશેને,"કાકાએ ટીખળ ચાલુ રાખી

"હા, જરૂર પણ હવે કાકાનું સાચવવા મારે તેને ફોન કરીને બોલાવી લેવી પડશે, એટલે મજાનું ખાઈ પીઈ ને, તેના માં-બાપને ખુશીના સમાચાર આપી દે," વળી પાછું હાસ્યે દેખા દીધી,

"તે તું કડવાશનો કોળીયો ઓગાળી જઈશ ...?"

"છુટકો જ નહિ ને, કાકા માટે ભત્રીજો મરવા પણ તૈયાર છે"લોબીમાંથી પસાર થતા રતને કાકાને જોરદાર જવાબ આપ્યો,

રતન વચ્ચેની એક બેઠક ઉપર બેસીને બુટની દોરી સરખી કરવા માંડ્યો,અને કાકા પણ એ બેઠક ઉપર બેસી , રતનના ચહેરા સામે જોઈ રહ્યા,અચાનક રતનની નજર પડી,

"કાકા શું વાત છે, આ પહેલા આટલા જોલી મિજાજમાં મેં તમને ક્યારેય જોયા નથી, કોઈ ખાસ વાત તો નથીને.......!"

" લો કર લો બાત, કાકાને મસ્કો મારવાથી કાવેરી જતી નહિ રહે" અને રતન એકદમ ઉભો થયો, તેની ગતિમાં કાકાએ કૈક જુદાઈ અનુભવી, અને બે હાથથી તાલી પાડવા માંડ્યા, કદાચ રતન પાગલ બને પણ,

"કાકા,તમે આ જે તાલી પાડો છોને એ ક્રિયાના શબ્દમાં થોડોક ફેરફાર થાય તો આખીને આખી પરિસ્થિતિ બદલાઈ જાય અને જ્યાં ખુશીની લહેરો દોડતી હોય ત્યાં લડાઈ ફાટી નીકળે ,વાતમાં કૈક સમજ પડી કે સમજાવું ?"રતને ઉભા થતા પોતાની હાસ્યની મુદ્રા ચાલુ રાખી અને કાકા પણ ખચકાયા,નવાઈ વચ્ચે કોઈ નવી વાત ઉભી થઇ રહી હતી,પણ જે વાતની સમજ કે ઉકેલ ન હોય તો મન સતત પરેશાન રહે,એટલે કાકાએ સમજવા મથામણ કરી પણ આખરે ઉકેલ ન મળતા રતન પાસેથી સમજવાનું ઉચિત સમજ્યું, "તુજ સમજાવ ભાઈ,તારી વાતમાં મને તો ગતાગમ પડતી નથી."કાકાની સાથે રતને પણ ફરીથી બેઠક લીધી,

"તો સાંભળો,એક વખત અમારું ગ્રુપ એક ગઝલનો પ્રોગ્રામ જોવા ગયું હતું,સરખે સરખા મિત્રો હતા,અને પ્રોગ્રામ દરમ્યાન હળવી મઝાક પણ ચાલુ હતી,એક પછી એક ગઝલ તેના શબ્દોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરતી જતી હતી અને એક ગઝલથી અમારો એક મિત્ર એટલો પ્રભાવિત થયો કે વચ્ચેજ બોલી પડ્યો "દો ટાલિયા "અને આખા ઓડીયન્સમાં હાસ્ય ફેલાઈ ગયું,કેમકે શબ્દોના ઉચ્ચાર સાથે શબ્દનો અર્થ જ બદલાઈ ગયો હતો અને અમારી બે હરોળ પહેલા બેઠેલા બે પ્રેક્ષકો અમારી તરફ જોવા માંડ્યા,અમારા એ મિત્રની સાથે તેમની નજર મળતાજ તેઓ એના તરફ ગુસ્સાથી ધસી આવ્યા અને અમે બધાએ વચ્ચે પડી માંડ સમજાવ્યા,કુતુહુલથી સલામતીના સભ્યો દોડી આવ્યા,ઘડીક વાર માટે પોગ્રામ પણ થંભી ગયો,

અને બધું સલામત થતા ફરીથી ગઝલોની રજૂઆત થઇ,પણ પ્રોગ્રામ પૂરો થયો પછી પણ અમારે અમારા એ મિત્રને સલામતીથી લઇ જવો પડ્યો,કેમકે હજુ પેલા બંનેની નજર એના તરફજ હતી,એ ગુસ્સે હતા કેમકે તે બંને ને માથે ટાલ હતી એટલે તે એવું સમજ્યા હતા કે અમારા એ મિત્રે તેમની મશ્કરી કરી હતી અને અમારા એ મિત્રને હકીકતમાં બોલવાની તકલીફ હતી,એટલે અમારા એ મિત્રની સાથે અમારું મનોરંજન પણ અટવાઈ ગયું હતું,પ્રસંગનું હાસ્ય તો વારેઘડીયે ધસી આવતું હતું પણ મઝાલ છે કે હસાય ......"અને કાકા પણ હસી પડ્યા,બંને જણાયે લોબીમાંથી હસતા હસતા પ્રસ્થાન કર્યું લોબીમાંથી બહાર નીકળી કાકાની મોટલમાં જવાનું નક્કી હતું ,

"રતન મને એ સમજ નથી પડતી કે અત્યારે તું જે ખુલ્લા દિલથી તારી વાતો બતાવી રહ્યો છું, એટલો આપણી સાંજની ગપશપ માં નથી હોતો,ત્યાં તો જાણે વાત પુરતી વાત,એવું મને લાગ્યા કરે,ખરું કે ખોટું,"

"ત્યાં તો ભગતની ભક્તિ ને વીરસિંહ વીરતા વારેઘડીયે ધસી આવતા હોયતો ખુલ્લા કેમ થવાય"રતને વ્યથા રજુ કરી,

"પણ બધા મીત્રોજ ને, એક બીજાની સાથે હોઈએ તોજ સંબંધોમાં મીઠાશ રેલાયને? "કાકાએ રતનને પહેલી વખત કૈક મિત્રોથી થોડો દુર હોય એમ અનુભવ્યો, અને એમને માટે મિત્રોની જુદાઈ થોડી પણ અનુકુળ ન હતી, વાત ફેરવાતા ચહેરાના ભાવો પણ ફેરવાયા, હાસ્ય ઘટીને સ્માઈલમાં અટકી ગયું, કાકાએ એની નોધ લીધી,કાકાને ઘણા કામો કરવાના હતા અને રતનની ખાસ જરૂરી હતી,

લોબીમાંથી બહાર નીકળતા હતા ત્યાં કાવેરી નજરે પડી,રતનની દ્રષ્ટી એક થતાજ તે સીધી ત્યાં આવી,કાકા પણ કોઈક નવા દ્રશ્યને નજરના

કેમેરામાં શમાવી લેવા તૈયાર થયા,તે એકલી હતી,ભલે રતન ગમે તેમ સમજાવે પણ સીધી આવેલી કાવેરી રતનના સમજાવ્યા પ્રમાણે કાકાના અનુભવ માં સહેજ પણ કડવી દેખાતી નહોતી,પણ આવતાજ કાકાને આદરનો અનુભવ થયો,પહેલા મળેલી તોફાની ટોળીની લીડર ને કયો ભાવ શાંત બનાવી ગયો હતો,કાકા તેમના તોફાનનું નિશાન બન્યા હતા તે અત્યારે કોઈ રીસ્પેક્તનો અનુભવ કરી રહ્યા હતા,કાવેરીના ચહેરા ઉપર સ્માઈલ હતું ,અને કાકા તેથી ખુબજ ખુશ હતા,કાકા ની નજર રતન ઉપર અને રતનની કાકા ઉપર,કદાચ કાવેરી આની નોંધ લે તો જરૂર અનહોની થાય, માનભંગ થાય ને રતનને પણ સહન કરવું પડે પણ એવું ન બન્યું,

"કેમ હેન્ડશમ હજી અહીજ અટકી ગયો છે કે કોલેજમાં રાતવાસો કરવાનો વિચાર છે "કાવેરીના ઝાટકે કાકા પણ ઝપટમાં આવી ગયા અને રતન પણ તૈયાર હતો, કોઈની નજર કાકા તરફ ન હતી તેની કાકાએ નોધ લીધી, કદાચ કાકાની હાજરી થોડીવાર માટે ભુલાઈ ગઈ હતી, કદાચ એમાં કોઈનો વાંક નહોતો દ્રશ્ય જ એવું હતું, અને કાકાને પણ તેનો હરસ શોક ન હતો. અને "હેન્ડસમ"કાકા એકવાર તો આચકો ખાઈ ગયા,આ કઈ ભાષા નો શબ્દ,કાકા ભુલીગયા હતા કે તેમનું હાલનું સ્થાન કોલેજના વાતાવરણમાં છે,પેઢી બદલાય રહી હતી,પહેરવેશ બદલાય રહ્યા હતા,ફેશનની દુનિયામાં ખોવાઈ રહેલી યુવાની ,આ છોકરી ઘડીક પહેલા શું બોલતી હતી,અને અત્યારે શું બોલી રહી છે,કયા સબંધે કાવેરી રતનની નજીક સરકી રહી હતી,ક્યા જઈ રહ્યો હતો આ જમાનો,કલિયુગની જ્વાળા માં બધું લપેટાઈ તો નથી રહ્યુંને,કાકા શબ્દોની અસર હેઠળ ખોવાઈ રહ્યા હતા,પણ બદલાતા જમાનાની સાથે બદલાવું ન હોય તો કઈ નહિ,પણ તેમાં રહેવું તો પડશેને,એકલા ક્યાં સુધી પીપુડી વગાડ્યા કરશો,અરે,પીપુડી પણ વાંસ છોડીને નવાનવા રૂપમાં ફેરવાઈ રહી છે ,બધુજ બદલાઈ રહ્યું છે કાકા, કાવેરી નવી છે પણ રતન તો તમારો પોતાનો છે,

હતાશ થવાની જરૂર નથી,રતન કોઈ ખોટું પગથીયું નહિ ચઢે,કાકાએ પોતાની જાતને ઢંઢોળી,નાં સંભળાય તો અહીંથી ખસો ,થોડા દુર થઇ જાવ,સમજો તો સહન કરી લો કાકા ,હવે બધું બદલાતુ જ રહેવાનું છે,અને બંધાયેલી માયા છોડીને ક્યાય જતું નથી રહેવાવાનું,એટલે ભળી જાવ,નાં હસવું આવે તો પણ પરાણે હસો,

"તારી તોફાની સહિયારો ક્યા ખોવાઈ ગઈ, કે છોડીને આવી, આ હેન્ડસમ ને મળવા,"

"કેમ કઈ,કાકાની હાજરીમાં બહુ ગરમી આવી ગઈ છે,તને મળે મારી જુતી” અને દુપત્તાને ખભા તરફ ઝાટકે નાખી તે ચાલવા લાગી ,કાકાના હાથ પહોળા થઇ ગયા,પણ રતન ની તીર સી નજર એમની એમ મંડાયેલી રહી,જાણે કઈ બન્યુજ ન હોય , વાતાવરણ ગરમાયું,કાકા શું કરે,રતન કયા વિશ્વાસે શાંત હતો, કાકાની નજર રતનના ચહેરા તરફ મંડાયેલી રહી,મૌન તોડ ,ભાઈ ,કાવેરી ખોવાઈ જશે,એટલીય ધીરજ સારી નહિ,તને જોતાજ તો તે સીધી તારી પાસે ચાલી આવી હતી પછી,કોઈની ખુશીમાં આમ અપમાન ન થાય,રોક ભાઈ રોક,કાકાના મનમાં ઉપજેલા દ્રશ્યથી કાકા ખુબજ ઉત્તેજિત હતા પણ બહારના દ્રશ્યને રતન ક્રિયાશીલ નહોતો કરતો,આતો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે ઠોકર મારવા જેવી વાત થઇ,પણ ગુસ્સામાં જઈ રહેલી કાવેરી કોઈ કારણસર રોકાઈને પાછી ફરી,અને એટલીજ ઝડપથી પાછી આવી, દાજ્યા ઉપર દામ દેતો હોય એવો રતન પથ્થર દિલનો થઇ બોલ્યો,

"શું થયું જાનેમન, ગુસ્સો ઓગળી ગયો કે ઓગાળવો પડ્યો,"પણ કોઈ રીપ્લાઈ નહિ, આવેલી કાવેરી એકદમ રતનના પગ બાજુ નમી, અને નીચેથી એનું પડેલું કાનનું ઝુમખું ઉઠાવ્યું, આ આવેગમાં બધું એકદમ બની ગયું એટલે રતનને કે કાકાને પણ તેની ખબર ન પડી, ઉપરથી રતન બોલ્ય,

"અરે, અરે આ શું કરે છે, પગે લાગવાની જરૂર નથી, આપણે તો મિત્રો છીએ, આવું બધું તો બન્યા કરે," હવે કાવેરી બગડી,કોઈ પણ બગડે,મશ્કરીની પણ હદ હોય,કાકા પણ એક ડગલું આગળ ભરી ગયા પણ પોતાની ક્રિયાને રોકી,વચ્ચે પડવાનું રોકી લીધું,

"બી હેવ યોર સેલ્ફ, નહિ તો........."

"બાપાને બોલાવી હાથકડી પહેરાવી દઈશ એમજને,"રતને આગને વધારે ભડકાવી કાવેરીના અધૂરા વાક્યને પૂરું કર્યું,

"ઇડીયટ ને વળી ઈજ્જત કેવી,પણ સાંભળ,તારી ગીતાએ વીરસિંહ ને લાફો મારી દીધો તે ખુશ ખબરી આપવા આવી હતી,અને મારે મારા બાપાને બોલાવવાની જરૂર નહિ પડે, ઈડીયટપણુ બંધ નહિ કરે તો કાવેરીને પણ સબક શીખવાડતા આવડે છે," અને કાવેરી ની તેજ નજર પલક માર્યા વગર રતન ઉપર છવાઈ ગઈ ,અને અસર કરી ગઈ,રતનની નજર પાછી પડી ગઈ,જાણે રતનને યાદ અપાવતી ગઈ કે બગડે તો સ્ત્રી રણચંડીનું રૂપ પણ ધારણ કરી શકે છે, કાવેરીને વધુ કહેવાની જરૂર ન પડી,રતન ખામોશ થતા તેણે પોતાના છેલ્લા ક્લાસ માટે ગતિ કરી,કાકા ની નજર બનાવને ખરા ખોટા વચ્ચે ઝડપથી બદલાતા ભોથી પડી આભી બની ગઈ,પણ ગીતાનું રતન સાથે જોડાયેલું પાત્ર તેમના કોયડાને વધુ ગુચવતું ગયું,રતન નવા સમાચારથી ખામોશ હતો કે કાવેરીના પ્રભાવથી તેની કાકાને કઈ ખબર ન પડી. કાવેરીનું પાત્ર હવાને ગરમીના ગરમ મોઝાઓ વચ્ચે ઝૂલતું છોડી લોબીના ડોર પાછળ ઓઝલ થઇ ગયું,રતન ક્યાંક ખોવાઈ એકજ મુદ્રામાં ઉભો હતો,કાવેરી તેના મનને ડામાડોળ સ્થિતિમાં મુકતી ગઈ હતી, અને તેણે આપેલા સમાચાર ખોટા માનવાની તેને જરૂર નહોતી લાગતી કેમકે સમાચારમાં સંડોવાયેલા બધાજ પાત્રોને તે ખુબજ નજીકથી જાણતો હતો,તે સમાચાર સો ટકા સાચા હતા,એટલે કાવેરી તેની સાથે દોસ્તીના સબંધો વધારવા તો ન્હોતીજ આવી,પણ ગીતાની દોસ્તી ઉપર ઘા મારવા આવી હતી, ગીતા નાં રતન માટેના દોસ્તીના સબંધોને તેથી કોઈ નુકશાન ન હતું,ગીતા એ ગીતા હતી અને કાવેરી એ કાવેરી,રતન કદાચ તેથી જ કાવેરીને સમય મળે થોડી ઝાટકી લેતો હતો,તે પણ દોસ્ત હતી પણ ગીતા સાથેનો રતનનો દોસ્તીનો વ્યવહાર તેને એક કાંટાની માફક ખુચતો હતો, એટલેજ તે છેલ્લા ક્લાસમાં મોડું થતું હોવા છતાં આ કારમાં સમાચાર સંભળાવવા સીધી રતન પાસે ધસી આવી હતી,અને તે રતનને વિચારોના વમળમાં ફસાવવામાં સફળ થઇ હતી,કાકા ગુચવાતા કોયડાને અસહાય બની વધારેને વધારે ગુચવાતું જોઈ રહ્યા હતા, કાકા પણ રતનની સમાચાર પછીની સ્થિતિથી હેરાન હતા,તે અનુભવી હતા છતાં રતન માટે મદદ કરવામાં અસફળ પુરવાર થઇ રહ્યા હતા,રતન કોઈ ઘેરા છાયામાં સ્થિતપ્રજ્ઞ થઇ બિચારો થઇ ગયો હતો,કાકા અને રતન વચ્ચેના લાંબા સમયના સબંધોમાં કાકાએ પહેલી વખત રતનને આટલો દુ:ખી ભાર્યો હતો,કદાચ કાવેરીના ધમકીભર્યા કહેણ કરતા તેના આપેલા સમાચારથી તે ખુબ પરેશાન લાગતો હતો, આવું થઇ શક્વાનનું શક્ય હતું એવું તેના મનમાં પહેલેથી લાગ્યા કરતુ હતું,અને એ બાબતમાં વીરસિંહને તેણે ચેતવ્યો હતો,કે ગીતા સાથેના વ્યવહારમાં થોડો સાવચેત રહે,પણ રતન જે કઈ સલાહ આપે એની તેને બિલકુલ અસર ન થતી,એક વખત તો ન કહેવાનું કહીને રતન અને ગીતાનાં સબંધને ખરાબ રીતે રતન સામે પેસ કર્યા હતા,ત્યારે રતનને તેના માટે નફરત થઇ હતી,તે તેનો મિત્ર હતો,મઝાકની પણ હદ હોય,ગમે તે રીતે ગમે તેના સંબધો વિષે બોલતા વિરસિંહને ને શરમ આવવી જોઈએ,જોકે એ બાબતમાં રતને ગીતાને કશું કહ્યું ન હતું, નહિ તો એજ વખતે સજા મળી જાત,તેના સર્કલમાં બધાને ગીતાની એ પ્રકારની સમજ હતી કે ગીતા જેટલી શાંત હતી એટલી સાચી અને સરળ હતી,ખોટી વાતમાં તે કોઈની શરમ ભરે તેવી ન હતી,અરે છોકરીયો પણ તેનાં માટે ખોટું કહેતા ડરતી,મઝાક મસ્તી તો થયા કરતા પણ ગીતાની હાજરી હોય ત્યારે સાવચેતી રખાતી,

કાકાની આસપાસ કાવેરી,રતન ,ગીતા અને વીરસિહ નાં પાત્રો જાણે ચકડોળની ગતિએ ભમી રહ્યા હતા,અને નજર એ નજર ,અત્યંત ગતિમાં કોને ઓળખી શકાય ,બધું ફર્યાજ કરતુ હતું,અનુભવી કાકા પણ ગોથું ખાઈને ગબડી પડે તો નવાઈ નહિ,નવા જુના પાત્રો વચ્ચે તે ઝઝૂમી રહ્યા હતા,કોઈનું કઈ બગડે નહિ એવી સતત ભાવના વાળા કાકા પરદુઃખભંજન હતા,પણ તેમની ભાવના બધે તો ક્યાંથી પહોચી શકે,ક્યાંક તરાડ પડે અને પછી બંધ ને છેલ્લે તૂટવાનું જ હોય, અંતે શાંત પાણીનું ધોધની ભયંકરતામાં રૂપાંતર અને પછી બધું તબાહ તબાહ,કાકા ને આવા દ્રશ્યોથી દુર રહેવું હતું,એક વાતનું તો હજી નિરાકરણ નથી આવ્યું ત્યાં બીજી અનેક વાતોનું સર્જન થઇ રહ્યું હતું,કાકા ઉભી થતી વાતની પરેશાનીમાં બારીકાઈથી જોઈ તેનો ઉકેલ શોધી રહ્યા હતા,

રતન વીરસિંહ અને ગીતા વચ્ચે પોતાને મુકીને જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,ગયા વર્ષે જ્યારે તેને વીરસિંહ મળ્યો હતો ત્યારે તે ખુબ ઉત્સાહમાં તેની પાસે ધસી આવ્યો હતો,કોલેજના એકાંકી નાટક "મોગરાના ફૂલમાં "તેનું સિલેકશન કોલેજના પ્રતિનિધીઓએ કર્યું હતું નાટક એકાંકી હતું પણ તેમાં એક વિભાગમાં ઊંઘતું પાત્ર સ્વપ્નોની દુનિયામાં વિચરતાં વિચરતા એક સુંદરીની મુલાકાત પછી તેની સુંદરતામાં ખોવાઈને મોહ માં અતીશ્યોક્તિએ પહોચે તે પહેલા સુંદરીનું વિલીન થઇ જવું અને પછી તેના વિરહમાં ભટકતા ભટકતા ભાંગી પડવું ,એક ભયંકર પ્રાણીના અવાઝ્થી ભયભીત થઇ તેની નિદ્રામાં ભંગ પડી તેનું જાગી જવું અને પોતાને પોતાની નીજી જિંદગીમાં ભાળી, વિરહમાં તડપતા તડપતા નાટકના પડદાનું બંધ થઇ નાટકનું પૂરું થઇ જવું,અડધા કલાકની આ ભૂમિકામાં ખાસ આકર્ષણ, પાત્રની વ્યવસ્થિત ભૂમિકા અને સુંદરીનીનાં ચોટલે મઢેલી મોગરાના ફૂલોની સુંદરતા ,જોનારાઓને મોહિત કરી ગયા હતા,ખુબ નામ મેળવ્યા પછી વીરસિંહ હકીકતમાં ગીતાની પાછળ પડી ગયો હતો,કેમકે ગીતા મોગરાના ફુલની સ્વપ્ન સુંદરીના પાત્રમાં હતી,રતન ગીતાનો મિત્ર હતો ,ગીતા મોટે ભાગે રતન સાથેજ ફરતી જોવા મળતી,વીરસિંહ આ નાટક પછી ગીતાને મિત્ર હોવા છતાં જુદી જ રીતે જોતો હતો,નાટકમાં સાથે કામ કર્યું એનો ખોટો મતલબ દેખાતા પછી ગીતાએ તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું અને તેથી પરેશાન વીરસિંહ રતનને જુદી જુદી રીતે ગીતા સાથે ફરીથી મિત્રતા કેળવાય એના માટે ખુબ પ્રયત્નો કરી છૂટ્યો હતો,પણ તેની પરેશાનીનો અંત નાં આવતા તેણે મિત્રતા બાજુ પર મૂકી રતનને ગીતા સાથે બીભત્સ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, રતનની ચેતવણી છતાં વીરસિંહ તેના ખોટા પ્રયાસથી પર નાં આવતા,એક વખત ગીતા સાથે સીધી મુલાકાતમાં ખોટી રજૂઆત કરી બેઠો હતો,

વીરસિંહ નો દેખાવ પણ સુંદર હતો, કોલેજમાં કહેવાતું કે જો છોકરાઓની દેખાવની સ્પર્ધા થાય તો વીરસિંહ જ પ્રથમ સ્થાન મેળવે,મોગરાના ફૂલ માં ભૂમિકા આપ્યા પછી તેની હાજરી વર્તાતી,પાગલ થતા મિત્રોનાં ટોળાથી ઘણીવખત તેને બચવું પડતું,બહુજ બહુમાન ગુમાન માં બદલાવા માંડ્યું ત્યારે ગીતાનો વ્યવહાર તેને વધારેને વધારે ખટકવા માંડ્યો હતો,આટલા બધા બહુમાન વચ્ચે ગીતા તેની સામે પણ નહોતી જોતી,કોલેજનું મોટું ગ્રુપ તેની સાથે હતું અને બધા વચ્ચે જયારે તેણે ગીતાને લલકારીને અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો , ત્યારે ગીતા તો ગીતા હતી ,એક જોરદાર તમાચાની એક્શન વચ્ચે તે કઈ જ ન કરી શક્યો,ગીતાની ભયંકર નજરોથી બચી અપમાનિત થઇ તેને નીકળી જવું પડ્યું,અરે તેના ચાહક મિત્રો પણ કઈ કરી ન શક્યા,ગીતા એટલી પણ ક્રૂર નહોતી,મોગરાના ફૂલમાં તો તેની સાથે હતી,વીરસિંહ જ ભાન ભૂલી ગયો હતો,હવે શું ......? જીવન ભર ગીતા સામે જોઈ પણ ન શકાય,કરેલા કર્મનું ફળ ભોગવ્યા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો,વહેતી વાત કાવેરી પાસેથી સાંભળીને રતન બધું જાણતો હતો છતાં પરેશાન હતો,તે ખોવાય ગયો હતો,વારે વારે પોતાના મિત્રને સમજાવ્યો હતો પણ આખરે જે બનવાનું હતું તે બન્યું,મિત્રો હતા ,ફક્ત વીરસિંહ તેનું સ્થાન ગુમાવી બેઠો હતો,તેનું ભાવી ભરમાય ગયું હતું,તેની ભૂલ તેને કોઈ ભયાનક પગલું ભરવામાં મજબુર કરે તે શક્ય હતું , અને તેનો રતનને રંજ હતો,તે દુ:ખી હતો, હવે તો સમયના વહેણમાં જે થાય તે જ જોવાનું રહ્યું, વિચારે ચઢી ગયેલા રતનને કોઈ સહારાની જરૂર હતી,અને કાકા સિવાય ત્યાં બીજું કોઈ ન હતું,ઘડીક વાર પહેલા ઉપસી આવેલી કાવેરી તો આગ ભડકાવીને ગરમ હવાને એટલી ગરમ કરી હતી કે કાકા સાથે ખુબ ખુશ એવો રતન હજુ એની અસરમાં હતો કદાચ પસાર થઇ ગયેલી એ પળો ઘણી ભારે હતી,અનુભવી કાકાને બાજી સંભાળ્યા સિવાય છૂટકો ન હતો,આમને આમ તો રતન ગાંડો થઇ જાય,અનુભવી કાકા આ બધું જાણતા હતા,

" ભાઈ રતન ......." સ્થગિત થયેલી હવા કંપિત થઇ

" હા, કાકા, માફ કરજો, થોડો........"ચહેરા ઉપર હાથ ફેરવી પોતાને જાગૃત કરતો તે બોલ્યો,

" અહી બેસ, મારી સાથે."અને કાકાનો જમણો હાથ તેના ખભા ઉપર ફરવા માંડ્યો

"કાકા હું બરાબર છું,પણ તમે કડવી એવી કાવેરીને મીઠી માની વહુ બનાવવા સુધી પહોચી ગયા હતા,હવે કહો કારેલી તેનો સ્વભાવ છોડે, ?"વહી ગયેલી પળોને કાકા સામે ખુશ ચહેરે તેણે રજુ કરી,કાકા જોઈ શકતા હતા,તેની પરેશાનીને એટલે તેમણે પણ તેને સપોર્ટ કર્યો,કદાચ વાતાવરણ થોડું શાંત થાય, રતનનો સવાલ અને તેની સાથે જોડાયેલી કાવેરી અને ગીતા બંનેના નામની સાથે કાકાને વધુ સમજવું હતું,પણ અત્યારની પરિસ્થિતિએ તેમને ગુચવણમાં મૂકી દીધા હતા,મુઝાઇ ગયેલા રતનને ઊંડાણમાં પૂછી વધુ પરેશાન કરવાનું તેમને યોગ્ય ન લાગ્યું,પણ સમજવું ઘણું અગત્યનું હતું,કોઈ સવાલનો નિરાકરણ કરવા આવેલા કાકા નવા સવાલો સાથે ફસાતા જતા હતા,નવા પાત્રો ,મોગરાના ફૂલ,ગીતા,કાવેરી આ બધું રતન અને વીરસિંહ સાથે અત્યાર સુધી સાંકળની માફક જોડાયેલા હતા,અને આ કોયડો સીધો કાકાની સાથે જોડાતો હતો,સાંજનો સુરજ અસ્તાચલ તરફ ગતિ કરી રહ્યો હતો,રતનના સવાલને જવાબ વિહીન સ્થિતિમાં રાખી બંને ઉભા થઇ કોલેજ છોડી રીક્ષા મેળવવા રોડ તરફ ચાલવા માંડ્યા.