મોગરાના ફૂલ - 9.2 Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોગરાના ફૂલ - 9.2

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ નવમું ક્રમશ: (ભાગ-૨ )

ભગતની વિટંબણા

મહેશને ઓળખતું નથી,જવા દે,એતો છપાઈ ગયું છે,અત્યાર સુધી કોઈ તકલીફ નહોતી,અને ચલાય તેમ ચાલ્યા કર નહિ તો પાછો ક્યાંક બદનામ નાં થઇ જાય,ભલા માણસને ભલા થવા માટે,નામને બદલે સારા કામની જરૂર હોય છે,ભગત મનના મંથનમાં ગુચવાતો રહ્યો,ત્યાં તો પેલી છોકરી જ્યાં બેઠી હતી ત્યાંથી ખસીને ભગતની સીટ બાજુ આવવા લાગી પેલી નોટબૂક તેના હાથમાજ હતી,ભગતની નજર પણ એ બાજુ સ્થિર થઇ,ભલા ભગતને કોણ સમજાવે કે બસમાં બેઠેલા બધા ઘડીક પહેલાજ આ છોકરીના કેસમાં સામેલ હતા અને તેમાંના ઘણા બધા હજુ ત્યાજ છે,દરબાર તો જતા રહ્યા હવે કોણ બચાવશે,મફતમાં મઝા મળતી હોય તો કોણ નહિ લે, બધાજ જોડાઈ જશે,પણ ખબર નહિ ભગત જોતો રહ્યો પણ રચાતા દ્રશ્યમાં કઈ બદલાવ આવ્યો,સીટની નજીક આવેલી છોકરી ત્યાં બેસે એ પહેલા પાછળથી એક છોકરી દોડીને તેને ખસેડી ભગતની બાજુમાં ચુપચાપ બેસી ગઈ,અને ફરી એક હાસ્યનું મોઝું ફરી વળ્યું,હવે તો આ મનોરંજનમાં ન જોડાયેલા પણ જોડાઈ ગયા,આગળ પાછળથી સહુની નજર ત્યાં સ્થિર થઇ,ભગત ગભરાયો,કેમકે,હવે તે ખરેખરો ફસાયો,બંને વચ્ચે લડાઈ નાં થઈ જાય, પેલી છોકરી પણ ખસી નહિ,અને બેઠેલી છોકરી ખસવા તૈયાર ન હતી,પરિસ્થિતિ કાબુ ગુમાવવા માંડી,સીધી વાત છે કે જ્યારે આવું થાય ત્યારે ઓથોરીટી વચ્ચે આવે તેમ બસનો કંડકટર તેની સીટ ઉપરથી ઉભો થયો,તેણે ઉભેલી છોકરીને પ્રશ્ન કર્યો "આટલી બધી સીટ ખાલી છેને તમે સીટ માટે ઝઘડા કરો છો...?!" અને પેલીએ સીધો જવાબ આપ્યો "આ સીટ માટે,હું અહી બેસતી હતીને આ બદતમીઝ બેસી ગઈ,"અને કંડકટર પણ હસ્યો,પણ બેઠેલી છોકરી બગડી,"બદતમીઝ કોને કહે છે,બદતમીઝ તું ને તારી માં"તખ્તો લડાઈમાં ફેરવાયો,બેઠેલી છોકરીએ એકદમ ધક્કો માર્યો, કંડકટરની સહાયથી ઉભેલી છોકરી પડતા બચી, કંડકટર સિવાય કોઈ ભાગ લેતું નહોતું,બધા તમાસાની મઝા લેતા હતા,આ છોકરી કોણ હતી કે અહિ બેસવા જીદ કરતી હતી,પણ જાય તેમ નહોતી,ધક્કો મારીને ચેતવણી આપી દીધી હતી કે હવે ચહેરો તૈયાર રાખજે,બગડતી બાજી,મુઝ્વાતો ભગત,મઝા લેતા લોકો બે છોકરીયોની વચ્ચે કંડકટર,આ બધાની વચ્ચે બસ ચલાવતા ડ્રાઈવરનો જોરદાર અવાઝ આવ્યો, "હવે તમે બંને ચુપ નહિ થાઓ તો પોલીસ સ્ટેસન નજીકમાં જ આવે છે,બંનેને ત્યાં ઉતારી દઈશ,રોજની માથાકૂટ"વાત સાચી હતી આખા બસની જવાબદારીમાં તેના પર તો બધાનો આધાર હતો,એક ભૂલ અને કેટલા બધાના જાનનું જોખમ,અને તે ખુબજ શક્ય હતું,આવી માથાકુટમાં તેને કોઈ ઝોખમ લેવું નહોતું,અને પોલીસનાં લફરામાં કોણ ફસાય,જાણે તેની ચેતવણીથી બધું શાંત થઇ ગયું,ઉભેલી છોકરીની નજર ગુસ્સાથી લાલ હતી પણ મન સાથે સમજાવત કરી,હાર માની પહેલા જ્યાં બેઠી હતી ત્યાં બેસી ગઈ,વિજયનો આનંદ માણતી છોકરી માટે કંડકટરનો પ્રશ્ન હતો,અરે બધાનો પ્રશ્ન હતો, તે આવું કેમ કર્યું,તેણે તેના હાથથી આગળની સીટનો સળીયો પકડી રાખ્યો હતો,હવે ભગત ઉભો થઇ ગયો કદાચ પેલી છોકરી ઉપર તેને દયા આવી,પણ બાજુમાં બેઠેલી જીદ્દી છોકરી ની નજરોએ લાલાસ પકડી,તેણે તેની સળીયાની પકડ મજબુત કરી અને ભગતને જતો રોકવાનો પ્રયત્ન કર્યો,કેમ રોકતી હતી આ છોકરી,ભગતે પ્રશ્ન કર્યો

"મને જવા દેશે...?" જેને જવું હોય તેને કેમ રોકાય, તેણે તેનો હાથ હટાવી લીધો પણ તે હાર માનવા તૈયાર ન હતી,કહ્યું

"જવું હોય તો જા, પણ નાનકીને બધું કહી દઈશ"ઓહ એમ વાત છે નાનકીનું નામ આવતા ભગત પણ અચકાયો,એ સીટ બદલવાની ગતિને રોકી પાછો બેસી ગયો,અને છોકરી ફરીથી જીતી ગઈ, નાનકીનો શબ્દ આજુ બાજુ પણ સંભળાયો,પણ હવે વાતમાંથી મઝા ઓછી થઇ હોય તેમ કોઈએ તેમાં ભાગ ન લીધો,પણ ભગતે તેના ગાલ ઉપર હળવો ચીમતો ભરી

"કેમ નાનકીએ જાસુસી કરવા તને મોકલી છે,"છોકરીએ ફક્ત ડોકી ધુણાવી અને હસી,

"તો પછી હું તને કેમ ઓળખતો નથી...!" પેલી તરત બોલી

"ઓળખીને શું કામ છે, હવે તો નાનકી બસ...."અને ભગતની નજર પાછી પડી,

"અરે ગાંડી, તારા માટે એવું વિચારાઇ પણ ખરું!!" અને જવાબ આવ્યો "રહેવા દે ભગત,હું નાં હોત તો પેલી..."અને ભગતે તેના મોઢા ઉપર હાથ મૂકી તેને બોલતી અટકાવી,અવાજ જ્યાં સુધી પહુચે ત્યાં સુધી લોકો સાંભળતા હતા,પણ કોઈને રસ હોય તેમ લાગતું ન હતું,

"અરે એતો કોલેજમાં ભણે છે એટલે બધું પૂછતી હતી "અને

"હા, હું પાછળ બેઠી બેઠી બધું જોતી જોતી હતી, બીજી વખત ભગતને તે પુછવા આવી હતી કે વ્હાલ કરવા?" ભગત કહે તે પહેલા બસ સ્ટેન્ડ આવ્યું એટલે બસ ઉભી રહી, બંને માથાકૂટ કરતા હતા અને પેલી છોકરી બાજુમાંથી પસાર થતા છોકરીના હાથમાં ચીમતો ભરી દોડીને બસમાંથી હસતી હસતી ઉતરી ગઈ, આ તરત ઉભી થઇ પણ ભગતે તેને જવા ન દીધી, કંડકટરને શું થયું તેની ખબર ન પડી,પણ બે વખત ઘંટડી વગાડી એટલે બસ ફરી ઉપડી. બસ તો તેની ગતિમાં ગતિમય થઇ પણ ચંદા સીટ પર પાછી ન બેઠી,ભગત તેને બેસાડવા આજીજી કરવા માંડ્યો,

"બેસી જા ચંદા એ છોકરી તો નાદાન હતી, હરકત કરતી ગઈ પણ તે તો ગઈ," લાલચોળ થતી ચંદા ઘુરકી,

"એને તું જાણતો નહોતો, તે તને જાણતી નહોતી, પણ જતા જતા તેણે જે હરકત કરી તેનો અર્થ તને ખબર પડી "અને એમાં ભગત પાછો ગુચવાયો, કયા જવાબથી ચંદા શાંત થશે 'હા' કે 'નાં' અને તેણે 'નાં' જવાબ કહી દીધો, કંડકટર ફરી પાછી માથાકૂટ સમજી ત્યાં આવ્યો,

"હવે શું થયું પાછું, તું બેસી જા બેન,"અને ચંદાને જાણે સહારો મળ્યો,

"પેલી જે હરકત કરીને ગઈ એને આ ભગત નાદાન કહે છે, બીજી વખત મલી, તો હું એને છોડીશ નહિ"અને ભગત બોલ્યો

"તું શાંત થઇ જા, ચંદા, મને અર્થની કેવી રીતે ખબર પડે? " અને

કંડકટર બોલ્યો

"હું કહું, ચંદા શું કહેવા માંગે છે"અને ભગતની નજર કંડકટર બાજુ ફરી,

"એનો અર્થ એવો થાય કે ચંદા તારી બાજુમાં બેઠી એટલે ખોટી નજરે તે ચંદાની મશ્કરી કરતી ગઈ,"ભગતને કંડકટરની વાત કઈ પલ્લે ન પડી, આવું ઘણી વખત થતું હોય, જ્યારે કઈ ન સમજાય ત્યારે ઉતાવળ કરવામાં ઉપરથી વાત બગાડે એની કરતા પલ્લે ન પડે તો તેનો એકરાર કરી શાંત થવું વધારે જરૂરી છે, કંડકટર ભગતને જોઈ હસતો રહ્યો,

"અરે પણ જવા દેને ચંદા,એ તો ગઈ"બેઠેલી ચંદા શાંત થવાના કોઈ મુડમાં નહોતી,કંડકટર કંટાળી તેની સીટમાં જઈને બેસી ગયો,બસ ચાલતી રહી,જ્યારે ચંદા શાંત થઇ ત્યારે ભગતને ખબર પડી તે તેની માસીને ત્યાં જતી હતી,ભગત માટે તેને કોઈ ગુસ્સો નહોતો,પણ ભગતે અટકાવી ન હોત તો પેલીને જડબાતોડ જવાબ આપી શકી હોત,અને એટલે તે ગુસ્સામાં હતી,ગુસ્સે થયા પછી શાંત થવાને વાર લાગતી હોય છે એટલે ભગતને ખાસ્સી રાહ જોવી પડી,ચંદા નાનકીની નજીકની સખી હતી,બે સ્ટોપ પછી ચંદા બસમાંથી ઉતરી ત્યારે તે શાંત હતી,આવજે કહેતા તેણે સ્માઈલ આપ્યું હતું અને ટકોર કરતી ગઈ હતી કે,નાનકી સિવાઈ બીજી કોઈ નહિ,જવાબમાં નાનકીના નામે ભગત મલકાયો હતો, અરે મારા ભગવાન ક્યા આ ચંદા અને ક્યા મારી નાનકી જેને ત્યાં ચંદા પરણીને જશે એનું તો આવી બનવાનું છે,જોકે તેનો ગરમ સ્વભાવ ખોટી વસ્તુ,જૂથાણું અને કોઈકને હેરાનગતિ વગેરે સામે છે,તે એક ઘણી સારી વસ્તુ છે અને તે રીતે તેનાં કુટુંબ માટે તે સહાયક છે,પણ તેના ભાવી પતિને તેની સાથે જોડાતાની સાથેજ ખોટી ટેવો,બુરી આદત વગેરે છોડી દેવું પડશે,જોકે પ્રભુજીની કૃપા વગર કોઈ જોડી બનતી નથી,લોકો પરણ્યા વગર આખી આયખું પસાર કરી દેતા હોય છે,એતો જેને એકલવાયું ગમતું હોય તેનું કામ,સાથી તો જોઈએ,જે જીવન સાથી ઘણી વખત ન બની શકે પરંતુ,અત્યારની દુનિયામાં ઉભા થતા કેટલાય પ્રોબ્લેમો સામે તેની મદદથી જીંદગી જીવવાની સહેલી થઇ જાય, જેને આપણે કહીએ થોડીક હૂફ મળી જાય,જ્યારે જ્યારે મુઝવણ ઉભી થાય તો તેની એક સલાહ,એક સુચન સહાયક બને,સાથીમાં ઘણી વખત માનવીની જગ્યાએ વેસ્ટમાં પ્રાણિઓ જેવાકે,કુતરા,બિલાડા વગેરેને પાળીને તેની સાથે સમય પસાર કરી જીવનમાં મઝા લેવાનો પ્રયત્ન થતો હોય છે,ગમે એમ પણ સાથીથી જીવન પસાર કરવું ઘણું સહેલું થઇ જતું હોય છે,સદા સત્ય એ છે કે દુનિયામાં આવ્યા એકલા અને જવાનું પણ એકલા છતાં માયાનો રંગ,માનવીને તેના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે અને તેનું નિવારણ કરવા તેને સાથીની જરૂર પડે છે એટલે એક કરતા બે ભલા, હસતા હસતા આ જીવન ની મુસાફરી પૂરી થાય એટલે બસ,હવે બસ તેના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી હતી, કેટલાય મૂકામો પસાર કરી બસ છેલ્લા મુકામે અટકી ફરી પાછી અડધો કલાકના વિરામ પછી એજ રસ્તા ઉપર અહીંથી મુસાફરો લઇ પાછી ફરવાની હતી,.બસ ખાલી થયા પછી થોડીવાર બધું ચેકિંગ થશે,સાફ થશે અને ફરીથી એના એજ રસ્તે મુસાફરી માટે તૈયાર હશે,ભગત ઓળખતા સર્વેને આવજો કહી જતો હતો ને રણજીત મળ્યો,તેનો એક ખાસ મિત્ર,એકબીજાના ખબર અંતર પૂછી,બંને મિત્રો ઘણા વખતે ભેગા થવાથી ખુશ હતા,રણજીતની ચા પીવાની વિનંતી ભગત ટાળી ન શક્યો,તેને જે કામે જવાનું છે તેમાં થોડું મોડું થશે,પણ તેનો મળતાવડો સ્વભાવ મિત્રોનાં હાલ ચાલ જાણવા સતત આનંદ અનુભવતો,ઘણી વખત મોડું થવાથી તેને સાંભળવું પડતું,પણ તે સહન કરી લેતો,બંને કેન્ટીનમાં બેઠા,અને ચા પીતાં પીતાં રણજીતે તે તેના ગામની બસમાં જવાનું જણાવતા ભગત અચરજ પામ્યો, એનાજ ગામની એક છોકરીને તે જોવા જતો હતો, કે જે તેની માસીને ત્યાં આજે આવવાની હતી,ભગતે કહ્યું ,

"બહુ જ સારા સમાચાર, તને જોતાજ છોકરી જરૂર 'હા' પાડી દેશે, એમાં કોઈ શંકા નથી, પણ તને ગમે છે કે નહિ તેના ઉપર બધો આધાર, શું નામ ખબર છે, તો હું કઈ મદદ કરી શકું,"જવાબમાં તેણે કહ્યું,"ચંદા"અને ભગતના વર્તાવથી તે અચરજ પામ્યો ભગત ચંદાને ખુબ નજીકથી જાણતો હોય એવો ખુશમય તેનો ચહેરો હતો,

"રણજીત ચંદા મારી સાથેજ બસમાં હતી, તે તેની માસીને ત્યાં આવી છે, પણ કોઈ તેને જોવા આવવાનું છે એવું તેણે કઈ કહ્યું નહિ." રણજીતે કહ્યું,

"કદાચ તેને તેની માસીએ એવી કોઈ વાત કરી નહિ હોય,"ભગતે કહ્યું "કદાચ એવું હોય,”

"તારા લવ મેરેજ, તરફનો પ્રયાશ હોત તો મારી સલાહ કઈ જુદી હોત પણ તે પૂછ્યું તો કહું છું કે તારૂ કુટુંબ પૈસાદાર અને ચંદા મીડીયમ ક્લાસની છે, એટલે ઘણો મોટો ફરક ત્યાં છે, ચંદા પોતાની જાતે ઘણી વ્યવસ્થિત અને દેખાવડી છે, પણ ખોટી વાતો તે પસંદ કરતી નથી, એટલે એ બાબતમાં ખાસ કાળજી તારે લેવી પડે, તારી પસંદગી હોય અને કુટુંબ તેને સ્વીકારે તો કઈ ખોટું નથી."નાનકીના સબંધ પછી ચંદા માટે ઉભી થતી સ્થિતિમાં ભગત બે બાજુથી સબંધમાં હતો, એટલે બને ત્યાં સુધી સાચી વાત બતાવવાનો તેનો પ્રયત્ન હતો,

"સારી છોકરી હોય, ને સબંધ થતો હોય, તો બીજું બધું તો ચલાવી લેવાય,"અને ભગત બોલ્યો,

"એ તું કહે છે પણ એકના એક દીકરાના લગ્ન થતા હોય ત્યારે પૈસાને હિસાબે માં-બાપ કોઈ કસર ન છોડે, પણ જ્યારે બરાબરી ન થાય ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય, ચંદાનું કુટુંબ બરાબરી કરી શકવાની કોઈ સ્થિતિમાં નથી, એટલે સબંધ થતા પહેલા બધી ચોખવટ કરી લેજે,"ભગત પોતે સલાહકારની સ્થિતિમાં હતો કે નહિ, એ એક સવાલ હતો પણ મિત્રની મદદ તે જરૂર કરી રહ્યો હતો,

"એમાં કોઈ વાંધો નહિ આવે ભગત, થેંક યુ"બસનો સમય પણ થવા આવ્યો હતો, બીલ ચૂકવી બંને ઉભા થયા,

"ચંદા ખુબજ સારી છોકરી છે, બેસ્ટ ઓફ લક,રણજીત,ચંદા નું થાય તો આપણી દોસ્તી પણ ખાસ થઇ જશે"અને તરત રણજીત બોલ્યો

"હું કઈ સમજ્યો નહિ, આપણે તો કેટલા વખતથી મિત્ર છીએ"અને ભગત બોલ્યો

"એ તો તને ચંદા પાસેથી ખબર પડી જશે,”રણજીત માટે ઉભી થયેલી પઝલના ઉકેલ વગર બંને છુટા પડ્યા, એક બસ બાજુ ગયો અને બીજો રીક્ષામાં બેઠો. ચંદા પાસેથી ખબર પડશે એટલે શું...!!??,અચરજ અને પ્રશ્નો વચ્ચે ઝોલા ખાતો આ પ્રશ્ન રણજીતના મનના ઊંડાણમાં ઘર કરી ગયો,તે એક પૈસાદાર કુટુંબમાં જનમ્યો હતો,હવે જ્યારે ઉમરના પડાવ ઉપર પરણવાનું પગલું આવ્યું તો તે તેમ કરી રહ્યો હતો,ઘણી બધી છોકરીઓ તેની સાથે વિવાહ કરવા તૈયાર હતી,જેમાં પૈસાનું પૂરેપૂરું ખેચાણ હતું,ભાવી ગમે તેવા સંજોગોમાંથી પસાર થાય પણ પૈસા હોય ત્યાં મુસીબતો હળવી જરૂર થઇ જાય,એટલે ઘણી છોકરીઓ મળતી હતી,તો રણજીતને કઈ વાત હેરાન કરતી હતી,ઘણી છોકરીઓ જોયા પછી પણ તે કોઈને પસંદ કરતો ન હતો,જ્યારે ચંદાની માટે તેને માહિતી મળી ત્યારે ભગત મિત્ર હતો છતાં મનમાં ઉલઝન ઉભી થઇ,માં બાપ પોતાના દીકરા માટે સારું વિચારે તેમાં કોઈ શંકા ન હોય,રણજીત પસંદગી કરવામાં સફળ થતો ન હતો,તેથી તેના માં-બાપ પરેશાન હતા,ચંદા નામ ચન્દ્ર સાથે જોડાયેલું હોવાથી તેનો સ્વભાવ ચંદ્ર જેવો શીતલ હોવો જોઈએ,પણ ભગતની વાતથી કૈક જુદું જણાતું હતું,ચંદા ગરમ સ્વભાવની હતી,ગમે એમ પણ તે આકર્ષાયો હતો,થોડીક ભગતની વાત તેને પરેશાન કરી ગઈ હતી,બસમાં ચંદા તેની સાથેજ હતી,અને ભગતે તેની બધીજ વાત કરી હતી,ભગત મિત્ર હતો એટલે આડા અવળા કોઈ ખોટા વિચારોને સ્થાન ન હતું, પણ તેની નારાજગી એ હતી કે તેનું કોઈ કામ મુસીબત વગર કે પરેશાની વગર પાર પડતું ન હતુ ,કૈકને કૈક વાતથી તે સહેલાઈથી પરેશાન થઇ જતો હતો, ભગતની માહિતીથી ઉપસેલા ચંદાના ચહેરાની કાલ્પનિક તસવીરનો તરજુમો કરવામાં તેનું મન વ્યસ્થ થઇ ગયું,ઘણી બધી છોકરીયો સાથે મુલાકાત થયા પછી ચંદા પણ તેના માટે સામાન્ય હોવી જોઈએ પણ કોઈ કારણસર તેના માટે તેની જુદીજ લાગણી ઉપસ્થિત થતી હતી,તેનું મન ચંદા સાથે જાતજાતના અગમ્ય જોડાણો જોડતું આજુબાજુનું બધું ભૂલી રહ્યું હતું,બસમાં તે બેઠો હતો,પણ ચંદાના વિચારોમાં ખોવાયેલો હતો,ટીકીટ તેના હાથમાં હતી પણ ક્યારે તેણે પૈસા કાઢીને આપ્યા તેની પણ તેને ખબર નહોતી,ટીકીટ આપીને કંડકટર કૈક બોલ્યો હતો,તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો,કૈક 'રોમિયો' જેવું,અને તે યાદ આવતા તેની નજર સીધી કંડકટર તરફ ગઈ પણ વિતી ગયેલી પળોના એ ખરાબ શબ્દ માટે તે પોતે જવાબદાર હતો,તે ખોવાઈ ગયો હતો,તેનો કોઈકે લાભ લીધો હતો,તેને કોઈક ખોટું કહે તે સાંભળવાની આદત ન હતી,તેજ વખતે તેના ધ્યાનમાં આવ્યું હોત તો મોટો ઝગડો થઇ જાત,પણ તે સચેત હોત તો આવી સ્થિતિ ઉભી જ ન થાતને,ગરમાતા ગુસ્સા ઉપર કાબુ મેળવી પોતાના કામમાં વ્યસ્ત એવા કંડકટર ઉપરથી નજર હટાવી તે પાછો ચંદામા ખોવાઈ ગયો,સારું થયું,એક અનહોની થતી રહી ગઈ,નહિ તો જેવા સાથે તેવામાં તે માનતો હતો,ઝગડો થયો હોત તો ઝગડો જોઇને મજા લેવાવાળા તો ઘણા હતા,'લોકો' નાં મથાળા હેઠળ જાતજાતના પહેરવેશ, જુદાજુદા રંગો,પાઘડી, ધોતી,ચશ્માં,લાકડી,સાડી ,ચોળી ચણિયો,

જાતજાતના ચહેરા,કોઈક ચિંતાગ્રસ્ત,કોઈક સદાબહાર,વાતોડિયા,નરમ,ગરમ ,વાત વાતમાં ઝગડા કરવાવાળા,નાનેથી માંડીને ઘરડા સુધીનું જાતજાતનું ઓડીયન્સ,પબ્લિક બસની જાત જાતની માનવ મેદની અને ઘણું બધું,બસ જ્યાંથી શરુ થાય અને જ્યાં છેલ્લા સ્ટેન્ડ પર અટકે ત્યાં સુધી મુસાફરી કરતા જાતજાતના મુસાફરો,રણજીત પણ મુસાફર હતો,તે તેની સમશ્યામાં ખોવાયેલો હતો,ઘડીક પછી તેનું પણ ઉતરવાનું આવશે ને તે પણ ઉતરી જશે, તેની બસની મુસાફરી પૂરી થઇ જશે,'રોમિયો'તેની સાથે બિલકુલ ફીટ ન થતો કંડકટર ધ્વારા કહેવાયેલો શબ્દ,તે યાદ રાખશે કે ચંદાનું વાતાવરણ તેને ભૂસી કાઢશે,એક હવામાં તેના મનની આજુબાજુ ઘૂમરાતો ગરમાટો શબ્દ, ત્રણેક સ્ટેન્ડ પછી તેને ઉતરવાનું આવ્યું,રોમિયોની આડમાં ગર્માતી તેની નજર છેક સુધી કંડકટર ઉપર સ્થિર થતી રહી,પણ કંડકટર તેના કામમાં બીઝી હતો, તે જ્યાં બેઠેલો હતો ત્યાંથી હાથ ઉંચો કરી,દોરી ખેચી એક ઘંટડી વગાડી બસ ઉભી રહી પહેલા મુસાફર પર તેની નજર પડી પણ પછીના ઉપર તેનું ધ્યાન ન હતું,રણજીતની નજર તેના ઉપરથી હટતી ન હતી,પણ તે લાઈનમાં ચોથો હતો, કંડકટર ને રોજનું હતું, રણજીતે પસાર થતા તેને ખભે હાથ મૂકી એટલું તો કહ્યુજ કે"તમારે મેનર શીખવાની જરૂર છે,"નજર મળી એટલે કંડકટર હસ્યો પણ યાદ આવતા રણજીતની માફી માંગી લીધી,રણજીત વધારે કહી શક્યો હોત પણ સમયના અભાવે તે ઉતરી ગયો,બે ઘંટડી વાગી ને બસ ઊપડી,ગામ હતું,બસસ્ટેન્ડ ન હતું પણ વડના મોટા ઝાડની આજુબાજુ ગોળ ચોરા જેવું બનાવેલું હતું,સામે ચા નાસ્તાની નાની દુકાન હતી,રણજીત પહેલા આવી ગયો હતો એટલે શોધવાની કે પૂછવાની કોઈ તકલીફ ન હતી,ગામમાં લોકોને નવરાશ હોય તેમ એકબે જણાં ચોળા ઉપર ખુલ્લા ધારિયા સાથે ગપ્પા મારતા બેઠા હતા ,ધારિયું જીવલેણ હથિયાર હતું,હિંસક બનાવ સામે સલામતી માટે તેનો ઉપયોગ હોય કે પછી રાખનાર ગામના કોઈ રખેવાળ હોય,રણજીતને એમાં કોઈ રસ ન હતો એટલે જાણીતા રસ્તે તે ચાલવા માંડ્યો,પોતાના ગામમાં તેનું નામ હતું,મોટું કુટુંબ હતું,એટલે બધા માનપાનથી બોલાવતા પણ અહી તેને જોઈ પસાર થતા અચરજ પામતા પણ કોઈને તેની પડી ન હતી,કોને સમય હતો,ટોળું હોય ત્યાં કોણ પૈસાદાર કે કોણ ગરીબ તેમાંથી છુટા પડો અને તમને જાણનારા મળે પછી તમારી કિંમત બાકી એકલ જીવ,માયાના જોડાણ માટે બધા ફાફા,સારું હોય તો સારું નહીતો ઉપાધિના પોટલા,રણજીત પણ ચંદાની ઓળખાણના અનુસંધાનમાં પડેલી કેડી ઉપર ચાલ્યો જતો હતો, રોમિયો શબ્દ હજુ તેના માનસપટ ઉપર હજુ ઘુમરાયા કરતો હતો,પણ વધારે પડતો ઘુમરાય તો તકલીફ કેમકે તે જે તરફ જઈ રહ્યો હતો, તે તરફ બહુજ ધીરાશ અને શાંતિની જરૂર હતી,કેમકે કદાચ તેનું ભવિષ્ય માટેનું સ્વપ્નું સાકાર થવાના ઘણા બધા ચાન્સીસ હતા,બસ તો જતી રહીને સાથે રોમિયો કહેવાવાળો પણ જતો રહ્યો,હવે જવાદે એ વાત,તાજો થઇ જા,ઘણા બધા પ્રશ્નોની લેવડ દેવડ હવે તો થશે, અને ચંદા સાથે મળશે ત્યારે તો,કૈક જુદી વાત હશે,આ પહેલા પણ ઘણી છોકરીયોને તે મલ્યો હતો, ,એટલે તેને એવી કોઈ દિલ દુભાવનારી મોટી ચિંતા ન હતી, તે જેને માટે જઈ રહ્યો હતો તે પણ એક છોકરી હતી,અને તેની સાથે ફક્ત એક મુલાકાત હતી,કે જે વડીલોની આગવી ગોઠવણને લીધે શક્ય બની હતી,છોકરું મોટું થાય એટલે તેને ઠેકાણે પાડવાની વડીલોની ચિંતાનો આ એક હિસ્સો હતો,કેટલાય સમયથી રણજીત તેમાં સફળ થતો ન હતો,સારી સારી છોકરીયો સાથેની મુલાકાત ગમે તે કારણસર સફળ થતી ન હતી,મુલાકાત સમયે વડીલો ખુશ થતા,પણ પરિણામ ની અસફળતાથી નારાજ થઇ જતા,જીવન સાથે કોઈકને જોડાવાની પસંદગી હતી,એટલે એક ગંભીર વિષય હતો,મુલાકાતની ગોઠવણ વડીલો કરતા પણ સમય બદલાતા હવે છોકરાઓ જાતેજ પસંદ કરવામાં વધુ સક્રિય બન્યા હતા,તેમ આજે રણજીતને ચંદા સાથે મુલાકાત થવાની હતી,અને ચંદા વિશેની થોડી માહિતી તેના મિત્ર ભગત પાસેથી તેને મળી હતી,સામાન્ય વિષય હતો પણ ગમે તેમ તેને ખુબ અગત્યતા આપવામાં આવી રહી હતી,ગામના આજુબાજુમાંથી પસાર થતા લોકો માટે રણજીત એક દેખાવડો યુવાન હતો,લોકો કૌતુકથી તેના તરફ એકી નજરે જોતા,પણ જ્યારે તેની માત્રા વધી જતી ત્યારે રણજીત હાથ ઉંચો કરીને તેનું અભિવાદન કરતો,તેને આ રીતના માનથી ખુશી થતી તે સફળ થાય કે નહિ પણ બસના અનુભવ પછી તે જરૂર ખુશ હતો,જીવન તો ચાલ્યા કરે પણ તેમાં દરેક સમયે ખુશ રહેવું ઘણું અગત્યનું છે,શક્ય નથી પણ પ્રયત્નથી તેમાં જરૂર મદદ મળે છે,રણજીત ઘરની લગભગ નજીક પહોચી ગયો હતો, દરવાજામાંથી પ્રવેશ કરતા ઘરના હીચકા ઉપર બે યુવતી જુલી રહી હતી તેમાં એક યુવતીએ પગ ટેકવી હિચકો રોક્યો અને બીજી આશ્ચર્યથી જોતી રહી,રણજીત અંદર આવ્યો,એક યુવતીએ તેનું હસીને સ્વાગત કર્યું,બીજીના મોઢા ઉપર સ્માઈલ હતું તે ઉભી થઇ પણ બીજી યુવતીની માફક ઉત્સાહિત ન થઇ,રણજીતે તે ધ્યાનમાં લીધું પણ સામે ચાલીને તેણે પોતાની જાતને યુવતી સામે નમસ્કાર કરી 'હું રણજીત ' કહી રજુ કરી,યુવતી પ્રભાવિત ન થઇ પણ 'હું ચંદા' એમ કહી યુવક સાથે હાથ મિલાવ્યો ,નમસ્કારની સામે ચંદાનું હાથ મીલાવવું કોઈક જુદી પ્રતિભા ઉભી કરતુ હતું,રણજીત તેનાથી નવાઈ પામ્યો કે ખુશ થયો તે તો રણજીત જાણે,પણ કૈક જુદા અનુભવની પ્રતીતિ જરૂર થઇ,બધા ઘરમાં ગયા,માસી ઘરમાં હાજર ન હતા,પણ તેની કોઈ ઝાઝી અસર ન હોય તેમ ખુલ્લી ચર્ચાએ સ્થાન લીધું, સમય બદલાયો હતો યુવક અને યુવતી વચ્ચે સર્જાતા સબંધોમાં ચર્ચા વગેરે થતું,હસી ખુશી અને મજાક મસ્તી પણ થતા,પણ જ્યારે અતિશયોક્તિમાં કોઈ ગંભીર હરકત સ્થાન લેતી તો ચેતવણી આવી જતી,ક્યારેક આવી સ્થિતિ આવતી,ખોટું કરવાનું પરિણામ બહુ ગંભીર હતું, સબંધો તો તૂટે પણ સાથે ક્યારેક મોટો દંડ કે મોટી સજા થઇ જાય તો નવાઈ નહિ એટલે યુવક વર્ગ એવી કોઈ ભૂલ ન થાય તેની કાળજી રાખતો, , કેટલીક ચર્ચા પછી ચંદાને માસીની ગોઠવણની ખબર પડી તેને કોઈ વાંધો ન હતો,ચર્ચામાં જ્યારે ભગત સાથેના સબંધની વાત આવી ત્યાર પછી ચંદા રણજીત સાથે વાતમાં વધુ સંગીન બની,અને અંત માસીની ગેરહાજરીમાં પણ સંગીન આવ્યો,ચંદા રણજીતની જોડીનું સમર્થન સાથે સર્જન થયું,રણજીત ખુશ થયો.