મોગરાના ફૂલ - 9 Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મોગરાના ફૂલ - 9

મોગરાના ફૂલ

લેખક -મહેન્દ્ર ભટ્ટ

પ્રકરણ નવમું (ભાગ-૧)

ભગતની વિટંબણા

ભગતને નાનકી અને તેની સખીઓ ભેગી જોતા કૈક બન્યાની શંકા પડી,કેમકે નાનકીના હાવભાવમાં તેના ઉપર સખીઓનો કોઈ જોરદાર હુમલો થયાનું તેને સમજમાં આવ્યું હતું,તે ગુચવાયો આ નાનકીની સખીયો બે શરમ હતી તે ચોક્કસ હતું કેમકે હાસ્યની વચ્ચે તેમની આંખોમાં લુચ્ચાઈ તરી આવતી હતી,વીરસિંહ મિત્ર હતો એટલે ઘણી વખત તે તેને ત્યાં જતો,પણ નાનકી ને એવી નજરથી જોઈ ન હતી,નાનકીની ભૂલ હતી કે આ સખીઓ વચ્ચેથી છૂટી પડી તે તેને યાદ કરાવવા આવી,પણ વિચારતા વિચારતા હવે પછીની તેની અને નાનકીનાં સબંધોની સ્થિતિએ તેને ગભરાટ થવા માંડ્યો હતો,અને આ છોકરીયો વાતને કઈથી કઈ લઇ જશે,જ્યાં સુધી બધું સામાન્ય ચાલતું હોય ત્યાં સુધી કઈ વાંધો નહિ પણ આવા નારદવેડા કરીને કોઈના નિર્દોષ સબંધો ઉપર આંગણી ચિંધાય ત્યારે કેમનો કાબુ રાખવો,અને વીરસિંહ સાથેના સબંધો,તેના કાને આવી નકામી વાત પહોચે તો!!!!,

તેને તોફાન નો અણસાર દેખાયો ,કોઈ ખરાબી નક્કી હતી,બધું અસમતોલ થતું દેખાતું હતું,અને આ તોફાની ટોળી તેની ને નાનકીની આજુબાજુ જ રહે છે,તેને એક વિચાર આવ્યો હમણાજ નાનકીને જઈને મળવાનો,પણ ત્યાં જવા જાય તો મણીબેન પાસે જવાનું મોડું થાય,જેને દિવસની શરૂઆત આવી થાય તે આખો દિવસ પરેશાન થાય અને પાછું જે કામે જવાનું છે તેમાં ખુશીયોના સમાચાર છે,તો કેમનું થશે,પરાણે ખુશીને ચહેરા પર લાવવા તો કોઈ કલાકાર હોય એને પણ અઘરું પડે,કેટલીય વખત પ્રયત્ન કરે ત્યારે માંડ સફળતા મળે,અને મણીબેન જોતાવેત પારખી જાય તેમની પાસે કેમનું છુપાવવું,ભગત અને નાનકી કેવા નામ કે જેની પાછળ કોઈ વધારે પડતું વહાલનો ઈતિહાસ હોય,કોઈ ચોક્કસ સમૂહ બહુ ખુશ થાય ત્યારે આવા નામનું સર્જન થાય,તેમની પાછળ મુસીબત હાથ ધોઈને પડી હતી,હવે એજ સમૂહ કેમનો વણાંક લેશે,લોકો ઘુરકશે,પથરા પડશે,સૂઝ ખોઈ બેઠેલા ભગતના મનનો ભાર અતિરેક થઇ ગયો હતો,મહાદેવની આજની ભક્તિમાં જરૂર કોઈ ખામીઓ રહી ગઈ હશે,નહિ તો મહાદેવ તો ખુબ ભોળાદેવ,દેવાધિદેવ થોડી ભક્તિમાં પણ રાજી થઇ જાય,એવી લોકોની માન્યતા,તો ભગતને કેમના હેરાન કરે,પણ ભગત હેરાન હતો,ભગત તો તેનું ઉપનામ હતું પણ ખરેખર મહાદેવ માટે તેને ઘણું જ્ઞાન હતું,ખુબ જાણતો હતો ,એટલે તે સવારમાં મહાદેવની આરતીમાં મંદિરે અચૂક હાજર રહેવાનો પ્રયત્ન કરતો,આઘાત પ્રત્યાઘાત નાં આવરણ વચ્ચે ક્યારે તે શેઠના ઘર પાસે આવી ગયો તેની ખબર પણ ન પડી,બારણાને ધક્કો માર્યો બારણું ખુલ્લુજ હતું,

"આવ ભાઈ ભગત, બેસ "મણીબેનના સદાય ખુશ એવા ચહેરાની અનુભૂતિ જોતાવેત શાંત કરે, પણ નાનકીના વારેઘડીયે આવી જતા આવરણ વચ્ચે તે થોડો પરેશાન હતો, તેને કશું જાહેર થવા દેવું નહોતું, પણ શાંત થવાનો તેને સમય જોઈએ, હમણાજ તો તાજો બનાવ બન્યો, જ્યારે મણીબેનની નજર મળી ત્યારે, પ્રશ્ન ઉભો થયો અને દબાણ વધ્યું,

"ભગત, બધું બરાબર તો છેને,"અને જવાબ આવ્યો,

"હા, કાકી બધું બરાબર છે કેમ?" ભગત પોતાની જાતને સમતોલ કરતો રહ્યો,

"ના, ભગત કશું બરાબર નથી,"અને મણીબેન તેની બાજુમાં બેસી તેના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા,

"હું તને અને તારા ચહેરાની લાગણીયોને જાણું છું, ભગત મારાથી કઈ છુપાવીશ નહિ જે કઈ હોય તે કહે, તારાથી ન જવાય તો બીજો બંદોબસ્ત કરીશું, તેની તું ચિંતા ન કરતો" અને ભગત થોડીવાર ચુપ રહ્યો

"ન જવાય એવી કોઈ વાત નથી કાકી, પણ..." અને આજુબાજુ કોઈ નથી તેની ખાત્રી થતા તે બોલ્યો " આતો મહાદેવના મંદિર ગયો તો, ને નાનકી પણ આવી હતી તે, હું સુક્લાજી સાથે વાત કરતો હતો, તેણે મને અહી આવવાનું યાદ કરાવ્યું મોડું નાં થાય એટલે, પણ એવું લાગ્યું કે તેની સખીયો તેની મશ્કરી કરતી હતી એટલે હું થોડો પરેશાન થઇ ગયો હતો" જેમ કોઈ દીકરો પોતાની વાત માને કહે તેમ ભગતે કહી નાખ્યું,

"ઓહ આટલી વાત છે, તેમાં શું વાંધો, સખીયો છે, નાનકી કોઇથી જાય એવી નથી, બહુ મજબુત છે ભગત, અને સબંધોમાં એવું હોય તો હું તને સલાહ આપું કે કશું ખોટું નથી, મને તો જોડી નો સ્વીકાર છે,"મણીબેનના કહેવા ઉપર ભગતની આંખો સ્થિર થઇ ગઈ, તે અવાક બની ગયો,

"પણ કાકી એવી રીતે નાનકીને મેં કોઈ દાડો જોઈ પણ નથી...!"અને "જોઈ નથી તો હવે જોજે,નાનકી તેની સખીયો પર ખીજવાઈ હોય તો તો હું હવે તેને જોઉં છું ,કે તેને તારા માટે કૈક લાગણીયો જરૂર હશે,તારી કાકી તારા માટે ક્યારેય કશું ખોટું ના વિચારે તે તું જાણે છે,એટલે એતો સારા સમાચાર છે,તને જોઇને હું પારખી ગઈ હતી કે કૈક ખોટું થયું છે,સારું થયું તે સાચી વાત કહી દીધી,હવે આખો દિવસ શાંતિ લાગશે." અને અલ્કાબેન આવતા વાત રોકી,કાકાને શું કહેવાનું છે તે મણીબેન ભગતને સમજાવવા લાગ્યા,ભગતે વાત સાંભળી પણ તેના મને ક્યારેય નહિ વિચારેલી લાગણીયો ક્યાંકથી શરું થઇ,કોઈ રોમાંસનો અનુભવ થયો,નાનકી એવું વિચારતી હશે,'સબંધ'કાનો માત્ર વગરનો ગુજરાતી શબ્દ તેના માનસપટ ઉપર દબાણ કરીને કોઈક નવી દુનિયામાં તેને ધસેડી ગયો,સીધો સાદો ભગત મણીબેન ની સલાહથી ખોવાઈ ગયો,સાચું ખોટું જે હોય તે પણ તેના મનને કાકીની સલાહ ગમવા લાગી,ઘડીક પહેલા ફરિયાદ અનુભવતો હતો તે પોતે ગુનેગાર બનવા તૈયાર બન્યો,શૂન્યમાંથી સર્જન થયેલી કોઈક અદભુત લાગણીયોથી તે ખુબ ખુશ હતો શું કહેવાનું અને બીજી બધી માહિતી ભગતે યાદ રાખી લીધી,અને જતા જતા મણીબેન તરફથી આવેલા સ્માઇલને ખુબ ખુશ એવા ભગતે એવોજ જવાબ આપી ત્યાંથી પ્રસ્થાન કર્યું,અલ્કાબેન ત્યાજ હતા પણ વાતાવરણમાં આટલી ખુશી કેમ તે કંઈજ સમજી ન શક્યા,વિચાર આવ્યો પ્રશ્ન કરવાનો પણ કોણ જાણે કેમ હિંમત ન કરી શક્યા,જય શ્રી કૃષ્ણ નો છેલ્લો ઉચ્ચાર બંધ થતા બારણા વચ્ચેથી આવી ઘરના વાતાવરણમાં ભળી ગયો,ભગત બસ સ્ટેન્ડ બાજુ રવાના થયો,વચમાં ચાલતા ભગતને વિચાર આવ્યો હજુ બસને આવવાને ઘણી વાર હતી,નાનકીનું ઘર વચ્ચેજ પડતું હતું, મણીકાકીની સલાહ સાથે કેટલી મજબૂતાઈ છે તે જાણવાનું તેને મન થયું,અને એટલું દબાણ આવ્યું કે તેણે તેને બીજું બધું પડતું મૂકી મુખ્ય સ્થાન પર મૂકી દીધું,રસ્તો બદલાયો, સીધો નાનકીના ઘર તરફ, બીજા વિચારોએ આક્રમણ કર્યું,પેલી સખીયો બારીમાંથી ક્યાંક જોતી હશે તો!!!!,પણ નાનકી ને વાંધો ન હોય તો દુનિયા સાથે લડી લેવા તે તૈયાર હતો,વીરસિંહ તેનો ભાઈ,તેનો ભાઈબંધ હતો,પણ જ્યાં નાજુક સબંધોની વાત હોય ને તેની બેન સામેલ હોય તો,ભાઈબંધી સલામત રહેશે!!,અને ખીજ્વાયેલી નાનકી બારણું ખોલશે ત્યારે કઈ હિંમતથી તે બોલશે,બધા વિચારો તેને પાયમાલ કરવા લાગ્યા,તેની ચાલવાની ગતિમાં થોડી રુકાવટ આવવા લાગી,તેને ઘડીક માટે બસ સ્ટેન્ડ તરફ પાછા જવાનો વિચાર આવ્યો,સીધા સાદા જીવનને અનેક સમશ્યાઓમાં ફસાવવાનું બરાબર ન હતું પણ કોઈ અજાણ્યા દબાણથી તેની ગતિ ન અટકી,તે ચાલતો રહ્યો,યુવાની જોબન પર હથોડા મારતી હતી,આખરે નાનકીનું ઘર આવી ગયું,બારણા ઉપર લટકતી સાકણને પકડી બે ટકોરા માર્યા,બારણું ખુલતા વાર લાગી, ખુલ્યું ત્યારે નાનકીની માં દરવાજા ઉપર હતી,થીજેલો બરફ ગરમીથી ઢેફાની માફક સરકી પડે તેમ ભગત પડ્યો, " આવ ભગત,પણ તું બસમાં જવાનો હતો એવું નાનકી કહેતી હતી,"હવે જવાબ શું આપવો,થોડોક ગુચવાયો,ન કરે નારાયણ ને નાનકી હાજર થાય," હા, પણ નાનકી મંદિરે આવી ત્યારે કૈક પરેશાન દેખાતી હતી,એટલે સમય હતો ને વચ્ચે ઘર આવ્યું એટલે મને થયું કે પુછતો જાઉં"જવાબ કેમ નો હતો તેની તેને ખબર ન હતી,નાનકીની માં શું વિચારશે તેની પણ ખબર ન હતી,અને નાનકીએ સાંભળ્યો હશે તો શું કહેશે તેની પણ ખબર ન હતી,પણ કૈક કહેવું જોઈએ એટલે તેને જે યોગ્ય લાગ્યું તે કહી દીધું,નાનકીની માં ઘડીક જવાબથી અટકી,કદાચ નાનકી માટેના વિચારે તે ભોથી પડી "સારું ને નાનકી માટે તું ભાવ રાખે છે,પણ તેણે મને કઈ કહ્યું નહિ, " અને નાનકી બહાર આવી "મંદિરે શું થયું હતું બેટા..!!"અને નાનકીની ભારે નજર ભગત તરફ સ્થિર થઇ,ભગતના જોબનના ઝઝુમતા ઘોડાને લગામ લાગી ગઈ,કોઈક સારા દ્રશ્યની શોધમાં ખેચાઇ આવેલો ભગત હતાશ થઇ ગયો,મણીકાકી સાચા હોય તો નાનકી મારી હાજરીમાં આટલી ગરમ કેમ,અને મારા તરફ ભારે નજર કરવાની જરૂર શું,મેં તો કોઈ ભૂલ નથી કરી હું તો ફક્ત આજ સુધી વીરસિંહની ભાઈબંધીના સબંધે અહી આવતો હતો,તારી સખીઓ તારી મશ્કરી કરે એમાં મારા તરફ આટલો બધો ખીજ્વાટ,હું પણ ખીજવાઈ શકું છું,મન ચકરાવે ચઢ્યું,અરે ભગત,ક્યાંથી ક્યા આવી ગયો,એના કરતા સીધો બસ સ્ટેન્ડ તરફ ગયો હોત તો,હવે ખા લાડવા,જે કામ કરવાનું અગત્યનું હતું એમાય સમય કાઢીને પ્રેમની પરિક્ષા કરવા નીકળ્યો,અલ્યા કૃષ્ણ ભગવાન જાત જાતની હેરાનગતિ કરતા તોય વ્રજની ગોપીયો તેમના પ્રેમમાં સુધ બુધ ગુમાવી દેતી,નાનકી કઈ ગોપી નથી,એટલે જેમ ચઢતા પગલે અહી સુધી આવી ગયો તેમ વળતા પગલે પાછી પાની કરી જા,અત્યાર સુધી કેટલો ખુશ હતો અને નાનકીની એક નજર તારે માટે કેટલી ભારે પડી,એટલે નરમ થઈને હાઈ હલ્લો જે કઈ કહેવું હોય તે કહીને અહીંથી ચાલતી પકડ,પણ ભગતને બીજી બાજુ વાળતું તેનું મન તેને તેમ કરતા રોક્યો,તે સ્થિર થઇ ગયો,અત્યાર સુધી બારણે સુધી આવ્યો તે નાનકીના હેતુ માટેજ આવ્યો હતો એટલે બારણા ઉપર ટકોરા મારતા પહેલા ગતિને રોકવાની જરૂર હતી હવે તો બારણા ખુલ્લા થઇ ગયા અને નાનકી અને નાનકીની માં બંને હાજર છે,તો પરિસ્થિતિનો સામનો એ એકજ ઉપાય છે,બાકી પાછી પાની કરવી એમાં તો તું ખરેખરો અપરાધી સાબિત થઇશ માટે થોભ,હજુ નાનકીને બોલવા દે,પડશે એવી દેવાશે.અને આ વિચારે તેને થોડો મજબુત કર્યો "ભગત માને તે શું કહ્યું,?!!"લો કહો નાનકી આટલી બેરહેમ,માન અપમાન બધું ભુલાઈ ગયું,માની આગળ ભગતનો દોષ, હવે તો સમજ ભગત,અપમાનનો ભાર વધતો જાય છે,અપમાન પછીની ક્રિયાઓ સહન કરવાની શક્તિ હોય તો ઉભો રહે નહિ તો,સરખો જવાબ આપીને પૂર્ણવિરામ મૂકી ચાલતી પકડ,બસનો સમય થતા,તે પણ તારી રાહ જોઇને ઉભી નહિ રહે,તું ક્યાયનો નહિ રહે, ચારે બાજુના દબાણથી ભગતના શ્વાશની ગતિની ઝડપ વધી,એકવાર એવું લાગ્યું કે માની હાજરીમાં નાનકીને લાગણી હોય તો પણ કેવી રીતે કહે,એ તેની માં છે,અને જન્મથી તે તેના બંધનમાં છે, તારી વસાત કેટલી,સાચું સમજ ભગત,દરેક વાત કહેવાની નથી હોતી,અને નાનકી તો નારી છે,સમજવાનું તારે છે,હજુ કઈ બગડ્યું નથી,નાનકી જે ભગતને જાણતી હતી તે ભગત અત્યારે તેને જુદો દેખાતો હોય,અને સખીયોની હેરાનગતિ તેને પરેશાન કરતી નહિ હોય, માટે વ્યવસ્થિત જવાબ આપતા પહેલા થોડો શાંત થઇ જા,ભગતે હવામાં નીસાસાનો શ્વાસ છોડ્યો,રૂમ મોગરાના ફૂલોની સુગંધથી ભરાઈ ગયો હતો,વાડામાં થયેલા મોગરા ઉપર આજે ખુબ ફૂલો ઉતર્યા હતા એટલે નાનકીની માએ ભગવાનનું મંદિર મોગરાના ફૂલોથી ભરી દીધું હતું,મોગરાનું અસ્તિત્વ એક કુદરતનું વ્હાલ છે કે જેની હાજરી માત્રથી ખુશ્બુ રેલાઈ અને આજુબાજુના વાતાવરણને ખુશીયો થી ભરી દે,પછી તે ભગવાનની સેવામાં ચઢે કે,સુંદરીના વાળની શોભામાં વેણી બની સુગંધ ફેલાવે જ્યાં તેની હાજરી ત્યાં ચારેબાજુ સુગંધ,રંગ સફેદ પણ જલારામ બાપા જેવી વિભૂતિ પણ તેનાથી ખુબ ખુશ,જલારામ બાપાને વ્હાલા મોગરાના ફૂલ,આવા આ ફૂલોનાં વાતાવરણમાં ભગતની સ્થિતિ,સમશ્યા કે સમાધાન,ભગત એ ભક્તિ તરફી એક શબ્દ એટલે સમાધાન,

"માને મેં એટલુજ કહ્યું કે નાનકી પરેશાન દેખાતી હતી"અને નાનકીની નજરોમાં થોડી રાહત, માં બાજુ હળવો વણાંક પણ માં તરફથી કોઈ ફરિયાદ નહિ,

“સારું, હું કઈ હેરાન નથી, પણ તું તારી બસ ચુકી જશે, માટે જવું જરૂરી,"તમે માંથી તું થઇ ટુકાઈ ગયેલો શબ્દ અને નાનકીની નજરમાં ભળી ગયેલી ઠંડકથી વહી આવતું હોઠોનું સ્માઈલ, કોઈ નુકશાન નહિ,અજાણ્યા ઉપજેલા સબંધોની મજબુત પક્કડ,માના હૃદયમાં છવાતી ખુશી અને શાંતિ,ભગતનો સફળ પ્રયાશ,

"મણીકાકીએ તને યાદ કરી હતી, સમય હોય તો જજે,"એક વધુ મજબૂતાઈ,

"જય શ્રી કૃષ્ણ, કાકી"એક આદર અને ભગતનું પ્રયાણ,

“જય શ્રી કૃષ્ણ ભગત, સાચવીને જજે"ઘરડી નજરોમાંથી ચરાઈ આવતી લાગણી, બંધ થતું બારણું, બારણાની પુરાતી જગ્યામાંથી નાનકીના ચહેરાની ખુશીયો વચ્ચે નજરોની પરાકાષ્ઠા, અને એવોજ ભગતનો પ્રત્યાઘાત,

"આવજે "અને નાનકીના હાથના ઇશારે બધ થયેલુ બારણું,મોગરાની છેલ્લી સુગંધ વચ્ચે ભગતનું બસ માટે પ્રયાણ, ભગત બારણાની બંધ થવાની છેલ્લી પળોમાં નાનકીના સુમુધુર સ્માઈલને માણતો ચાલતો રહ્યો,આવજેના ઈશારામાં હલતો હાથ કોઈ ગજબ સ્વપ્નામાં લઇ ગયો,એ હાથનો સ્પર્શ થયો હોત તો....!!!,તો કોઈ ફિલ્મી સવાદમાં ફેરવીને કહેત તારા હાથો ખુબ સુંદર છે જેને સ્પર્શ કરે તેને જીવવાનું શીખવી દે છે,તેનો એક ઈશારો મારા જીવનને ધન્ય બનાવવા જઈ રહ્યો છે,નાનકી,લોકો પોતાનું તકદીર હથેળીઓમાં શોધવાનો પ્રયત્ન કરે છે પણ મારી તકદીર તો તારા હાથોમાં છે અમીરી ગરીબીના કોઈ તફાવતની જરૂર નથી, બીજા કોઈ તફાવતની જરૂર નથી,સંતોષની દુનિયામાં જીવી લઈશું,અમીરીની ઈમારત અને સાધનો જેના હોય તેને મુબારક,તે તેનું નસીબ છે,તે ભભકતી દુનિયાના રંગથી દુર રહીશું,સંતોષી જીવનમાં જીવન રસની મીઠાશ છે,નાનકી બસ તું તારું માધુર્ય હવે ઓછું થવા ન દેતી,ખોવાઈ ગયેલો ભગત સ્વપ્નોની દુનિયામાં હતો કે તંદ્રાવસ્થામાં,પણ આંખો રસ્તો જોતી હતી અને એ ચાલ્યો જતો હતો,આજુબાજુ બીજું બધું તેની નજર બહાર હતું,બંધ થતા બારણે અટકેલી નજર કદાચ બસના દરવાજે ઉઘડે એવી તેની પરિસ્થિતિ હતી, અતિશયોક્તિ ક્યારેક નહિ પણ કાયમ જીવલેણ નીવડતી હોય છે,મધને તેની માત્રામાં લેવાય તો ગુણ કરે,ક્યારેય દુધની માફક ન પીવાય,પણ ખોવાયેલાને શીખામાણ કોણ આપે,બરાબર બસ સ્ટેન્ડે પહોચ્યો ને બસની ઘંટડી વાગી તે દોડ્યો બસનું બારણું બંધ થાય તે પહેલા તે બસમાં ચઢી ગયો, કાળજી રાખતો કંડકટર બોલ્યો

"કેમનું છે ભગત, કેમ દોડવું પડ્યું?" હવે આને ક્યા જવાબ આપવો પણ મૂંગા રહેવામાં પણ ફાયદો નહોતો કેમકે બસ ગામના બીજા ઘણા માણસોને લઈને જતી હતી,એમાં જો કોકની નજર પાછી શંકા કરવા માંડે,કેમકે કૈક બન્યું હોય એટલે નજર પણ શંકાશીલ બની ગઈ હોય અને જે કોઈ જુએ તે બધા જાણે દુશ્મન,જ્યાં સુધી કોઈની સાથે વાતચીત ન થાય ત્યાં સુધી સારું,એટલે તેને જવાબ આપી દીધો,

"દોડ્તે નહિ તો તમે મારે માટે ઉભા થોડા રહેવાના હતા, દોડ્વુંજ પડેને " અને ચર્ચા અટકી નહિ

"હોય કઈ ભગત,તને તો હું ઓળખું છું,પણ મારી નજર બહાર જ હોય,છેલ્લામાં છેલ્લા પેસેન્જરને આ બસ લઈને જાય."અને તે હસ્યો,હવે ભગતને ચર્ચા વધારવામાં રસ નહોતો એટલે ખાલી જગ્યામાં હસીને બેસી ગયો,ઘણા બધા ગામના હતા એટલે કોઈ ઓળખતા પણ હશે,પણ ભગતને આજુબાજુ જોવામાં પણ રસ નહોતો,બારી બહાર જોતો રહ્યો,પણ તેને ખબર નહોતી,કે આવી વર્તણુક લોકોની ઇન્તેજારી ખુબ વધારી દેતી હોય છે,કેમકે તે હવે સામાન્ય વ્યક્તિ નથી પણ લોકોની નજરોમાં કોઈક એક શંકાશીલ છે,અને એવુજ થયું તેની બાજુની જગ્યા ખાલી હતી,તેમાં એક દરબાર આવીને બેસી ગયા અને તેની સામે જોઈ હસ્યા,

"કેમ ભગત, આજે શહેર બાજુ...? "કેમથી શરુ થતા બધા પ્રશ્નો હવે તેને માથાનો દુખાવો કરવા લાગ્યા, એકથી બચ્યો તો બીજો જોડાઈ ગયો, અને બરાબર બાજુમાં, હવે શું કરવું, ઉભા થઈને બીજે બેસવું તે પણ તેનું અપમાન અને પછી પાછો પ્રશ્ન તો કેમથી જ શરુ થવાનો, નવરા પડ્યા નથી ને કોઈનું નખ્ખોદ વાળ્યું નથી, હવે તો માથું ફાટી જશે,

"બસ આ થોડું કામ હતું "હવે તેને ચુપ કરવામાં અહીજ પૂર્ણવિરામ મૂકી દેવું જો પાછું પૂછ્યું કે તમે, તો તો આ દરબાર ભગતને એવો ઘસડી જશે કે તેને શ્વાસોશ્વાસની તકલીફ થઇ જશે એટલે તે ચુપ રહી બારી બાજુ જોવા માંડ્યો, નજર છોડાવતા ભગતને દરબાર પલક માર્યા વગર જોતો રહ્યો, અને પાછો પ્રશ્ન આવ્યો

"શું વાત છે ભગત બધું બરાબર છેને...?"અને હવે અકરામણ

"અરે કાકા બધું બરાબર છે, આપણા ગામમાં શું ખરાબ થવાનું હતું,"

"કેમ ભાઈ આટલી ગરમી, મારા કાન સારા છે, ઘણી પેઢીઓ જોઈ છે દીકરા જરા શાંત થા, સમજુ છું કે તું પરેશાન છે, પણ મદદ કરવાનો મારો પ્રયત્ન છે,

લે ભાઈ,ચલ હુજ બીજે બેસી જાઉં,"અને દરબાર ઉભા થયા,ભગત સુન મુન થઇ ગયો,આ દરબાર મૂછો પર તાવ દેવા વાલા આટલા નરમ,ખોટું થયું,ક્યારેય ગરમી નથી કરી અને દરબાર સાથે ગરમી,ના, બરાબર નથી,તેણે ઉભા થઈને દરબારની માફી માંગી લીધી,

"કઈ વાંધો નહિ ભગત,ચાલ્યા કરે,તારા જેટલો હતો ત્યારે હું એવોજ હતો,હવે બચી એટલી ઉપરવાળો,ઉપાધી વગર પાર કરે,બસ મારાથી કોઈને દુઃખ કે નુકશાન ન થાય ભાઈ એની કાળજી રાખું છું,બાકી કોઈ કોઈ વખત મગજ પર અપમાન થાય તો ગરમી ચઢી જાય છે,પણ કાબુ આવી જાય છે, ભગવાનની દયા."અને ભગત નરમ ગેશ જેવો થઇ ગયો, પબ્લિક બસમાં જાતજાતના મુસાફરો હોય,આપણી વાતને લઈને ગમે તેના ઉપર ગુસ્સો કરવો,એ યોગ્ય તો નથી,સારું થયું કે દરબાર શાંત હતા,નહિ તો દ્રશ્ય જુદુજ હોત,માફી માંગીને તે પાછો તેની સીટ ઉપર બેસી ગયો,બાજુની સીટ ખાલી પડી,મુસાફરી લાંબી હતી,બીજું બસ સ્ટોપ આવ્યું ત્યાંથી બીજા મુસાફરો બસમાં ચઢ્યા,ખાલી જગ્યાઓ પૂરાઈ ગઈ,ભગતની બાજુમાં એક છોકરીએ જગ્યા લીધી, છોકરીએ પોતાનું પર્સ વગેરે વ્યવસ્થિત કરી ભગતની

બાજુમાં બેઠક લીધી,દરબાર બેઠા હતા ત્યારે પરેશાન ભગતની એકશનમાં કૈક બદલાવ દેખાયો,પેલી છોકરી પણ હસી અને એક નોટબૂક જેવું તેની પર્સમાંથી બહાર કાઢી ભગત સામે ફરી જોયું,

"શું નામ તમારું?"

"શું...!"ભગત અડધો સીટ ઉપરથી નમીને છોકરીને જોઈ રહ્યો,

"જુઓ, હું એક કોલેજમાં અભ્યાસ કરું છું, મારા હોમવર્કમાં આવો એક વિષય છે જેમાં આવી બધી માહિતી ભેગી કરવાની છે તમને વાંધો ન હોય તો, પ્લીઝ...!!!"અને ખબર નહિ પણ ભગતે પોતાનું નામ કહ્યું,

"મારુ નામ ભગત"અને છોકરી હસી, અને

"એમાં હસવા જેવું શું છે...?"હસતી છોકરી અને ખામોશ ભગતના સંવાદથી એક ઘોઘાટ જેવું વાતાવરણ ઉભું થયું, આજુબાજુ, આગળ પાછળ બધા એક તમાશાની નજરે જોવા માંડ્યા, અને એકે તો મોટા અવાજે બુમ પાડી

"વાહ રે ભગત, તારી લીલા ન્યારી "અને તે જોરથી હસ્યો, અને બધા સામેલ થયા, તેમાં પેલા દરબારની નજર પડી, અરે આતો બધા છોકરાની હાંસી ઉડાવે છે, અને દરબાર ઉભા થયા, ના ગમ્યું, અને એક જોરદાર તમાચો પેલા બોલનારના મોઢા ઉપર આવી ગયો, વાતાવરણ ફેરવાઈ ગયું, હાસ્યનું મોઝું જેટલા દબાણથી આવ્યું હતું એટલા દબાણથી શમી ગયું, તમાચો પડ્યા પછી કોની હિંમત કે કોઈ કઈ બોલે, ખભા પરથી સરકતો ખેસ સરખો કરતા દરબાર બોલ્યા

"ખબરદાર વાત જાણ્યા વગર ભગતને કઈ કહ્યું છે તો! " જવાબમાં પેલાએ દરબારની માફી માંગી લીધી, અને દરબારની નજર ફેરવાઈ પેલી છોકરી ઉભી થઇ, તે પણ બોલી,

"સોરી,કાકા મારે લીધે બધી પરેશાની થઇ," "નાં બેટા,એમાં તારો કઈ વાંક નથી પણ બધાની વચ્ચે ગમે તેની મશ્કરી કરવી સારું નહિ,"જેમ તેમ બધું શાંત પડ્યું,પણ પેલી છોકરી હેરાન થઇ હોય તેમ તે ભગતની આગળની સીટ ખાલી હતી ત્યાં બેસી ગઈ,ઘડીક પહેલા જે દરબાર સાથે ભગતને માથાકૂટ થઇ એ દરબાર ભગતની મદદે આવ્યા ભગત અવાક બની ગયો,ક્યાંથી ક્યા બધું જોડાઈ છે,દરબારે તેમની બેઠક પર બેઠા બેઠા ભગતને બધું બરાબર હોવાનો ઈશારો કરી હાથ ઉચો કર્યો,ભગત હજુ એ દરબારને સમજી ન શક્યો,ભગતને પેલી છોકરીને માહિતી પુછવી હોય તો પૂછી શકે એવું કહેવાની ઈચ્છા થઇ પણ તેનાથી કઈ ન બોલાયું,અને પેલી છોકરીને પણ આવું બધું બન્યું એટલે,એ બાબતમાં રસ નહોતો,બસ ભગત બારી બહાર જોતો રહ્યો અને બસ તેની ગતિમાં સરકતી રહી, બે ત્રણ સ્ટોપ પસાર થઇ ગયા,બસમાંથી કેટલાક મુસાફરો ઉતર્યા અને કેટલાક બસમાં ચઢ્યા,દરબાર તેમની બેઠક ઉપરથી ઉભા થયા અને જેને સબક શીખવાડ્યો હતો તેની સીટ પાસે ઉભા રહ્યા,તેની નજર એક થઇ પણ પેલો ગભરાયો,એની બાજુમાં બેઠેલો પણ દરબાર કઈ કહે તે પહેલા બીજી સીટ પર જઈને બેસી ગયો,દરબાર ખાલી સીટમાં બેસી ગયા અને પેલાના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા,

" જો ભાઈ, મારું ઉતરવાનું આવી ગયું, એટલે જતા પહેલા મને થયુકે તને મળતો જાઉં, તું ને આ ભગત મારે માટે બંને સરખા, થોડું ખોટું થયું, પણ ભગત તારી જગ્યાએ બોલ્યો હોત તો તેને પણ આવીજ સજા થાત, ભાઈ માફ કરી દેજે, આ ઉમર કોઈ પાઠ ભણાવવાની તો છે નહિ, પાંચ-દસ વર્ષમાં આ જીવન પૂરું થશે, બસ તું મને માફ કરી દે એટલે હું જાઉં"પેલો આ દરબારને જોતો રહ્યો,

"કાકા કેવી વાત કરો છો, મને તો જિંદગીનો પાઠ મળી ગયો, નહિ તો આ એક તમાચાની જગ્યાએ કૈક જુદોજ અનુભવ થાત, એટલે તમારો તો ખુબ ઉપકાર છે, તમારે માફી માંગવાની ન હોય"અને દરબારને કૈક સંતોષ થયો હોય તેમ પેલાના ખભા ઉપર બે ત્રણ વાર હાથ ઠપકારી,

"આભાર,બેટા નહિ તો મારો રામ મને માફ ન કરતે,રામ રામ," અને પેલો સમજી ન શક્યો ,બસ ઉભી રહી તે દરબારને જોતો રહ્યો,દરબાર ઉતરી ગયા, આ દરબાર હતા કે કોઈ રામના ભગત એ કોઈને ખબર ન પડી,ફરી ઉપડેલી બસમાં બેઠેલા ભગતની છેલ્લી નજર પડી જેમાં દરબારને જોયા અને બારીમાંથી હાથ હલાવી આવજોનો ઈશારો કર્યો, દરબાર હસતા દેખાયા પણ અંતર વધતું ગયું અને એક વણાક આવ્યો ને દરબાર દેખાતા બંધ થયા,ભગત નિરાશ થયો, તેને યાદ ન આવ્યું આ દરબાર વિષે તે તેના ગામના રહીશ હતા,પણ પહેલા ક્યારેય આ દરબાર મળ્યા હોય તેવું તેના ધ્યાનમાં ન આવ્યું,તેને અફશોસ થવા માંડ્યો,કેમ તેણે આવી વિશેષ વ્યક્તિનો અનાદર કર્યો અને ગુચવાતું મન કેમ પ્રશ્નથી ડરવાને બદલે,પોતે કરેલી ભૂલની શોધમાં નીકળી પડ્યું,પોતાને બધા ભગત કહે છે,પણ હવે તે બદલાવવું જોઈએ, ક્યા બદલાશે,ખોવાયેલી નાનકી પણ ભગતના નામથીજ ઓળખે છે,ભગત રહેવા દે,હવે મહેશ નામ ઘણું પાછળ છૂટી ગયું છે,કોઈ