પવિત્ર પ્રેમ Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પવિત્ર પ્રેમ

પવિત્ર પ્રેમ (ભાગ - ૧)

કીર્તિ ત્રાંબડીયા

-:: પ્રસ્તાવના ::-

'પ્રસ્તાવના' શબ્દ એટલે વાર્તાનો સારાંશ પરંતુ અહીં પ્રસ્તાવનામાં તમને બુકનો સારાંશ તો નહીં આપી શકું.

કારણ જરૂર આપી શકીશ. કારણકે તમે જે વાર્તા વાંચવા આગળ વધી રહ્યા છો તે બધી હકીકતો, સત્ય, મનને ઢંઢોળતી, દિવસે પણ ડરાવતી, શીયાળામાં પણ પરસેવામાં ભીંજવતી અને કયારેક તમારા જીવનમાં તમને જ ડુબાડતી, તો પછી કયારેક તો આયનામાં તમારો જ ચહેરો જોઈને ડરનો આભાસ કરાવતી, કયારેક જીવનમાંથી પસાર થયેલ એક એવો ભયાનક ખોફ ફકત સત્ય તેમજ રૂહ કંપાવતી સત્ય હકીકતો તમારા, મારા, આપણા સૌના શહેર, ગામ, જીલ્લા, કસબા, પરામાં રહેતા લોકોએ પોતાની ભાષામાં પોતાના સ્વઅનુભવે અનુભવેલી બસ તેમને મઢી, મઠારી, રંગ-રૂપ આપીને તમારી સામે લાવી રહી છું.

અને....હા, તમારી પાસે પણ આવી કોઈ સત્ય હકીકત એટલે કે, ડર, અનુભવ, અહેસાસ, કે પછી પ્રેમનો હાહાકાર, કે પછી ભુતનો રણકાર, કોઈ પણ વાત હોય જે તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો નીચે આપેલ ઈ-મેઈલ પર જરૂર જણાવી શકો છો.

આ સત્યહકીકતના ખજાનાને કોઈને

અર્પણ કરવા યોગ્ય હોય તો,

એ જ લોકો છે,

જેમની કહાની નામ અને ગામ ને

બદલીને તમારીસામે લાવી રહી છું

એ દરેકને આ ખજાનાના દરેક શબ્દ

અર્પણ કરુ છું જેમના જીવનનો ડર, આસું,

દુ:ખ, પ્રેમ, અહેસાસ, લાગણી, નીડરતા,

આભાસને દુનિયાની સામે લાવવા

માટે હિંમત કરી છે તે દરેકને

અર્પણ..........

પવિત્ર પ્રેમ ...

આજની વાર્તા એક ઝડપી, આધુનિક અને ઘડિયાની સાથે નહિ પરંતુ તેમની આગળ દોડતા શહેરની (ગામ, નામ બદલાવેલ છે)

મંજુલા એટલે હવાની લહેરાતી ગઝલ, તમારી દરેક નજરે નજરે ફરતી એક મસ્ત સ્વર્ગીય પરી, સુડોળ કાયા ઈશ્વરે તો જાણે મન મુકીને અર્પણ કરી હોય એવી લચક, નજાકત ભર્યું હોય એવી ચંચળતાથી ભરેલ હરણી જેવી ચાલ, વાળ તો જાણે વહેતી નદી જોઈ લો, અને ચહેરો કોઈ સ્વર્ગની અપસરાને પણ જાખો પાડે તેવો. તેના ચહેરા પર લહેરાતી એક લટ પવનની સાથે જાણે ફરફર... કરતી હવાને નચાવતી હોય એમ ડોલતી કયારેક તેમના હોઠને ચુમવા હીલોળા લેતી તો કયારેક તેમના કપારને ચુમતી લહેરાતી ફરી તેમના ગાલને સ્પર્શતી તો કયારેક તેમના મંજુલા પોતાના સુવાળા હાથ વડે કાન પાછળ પહોંચાડતી, ફરી હવાની લહેરખી સાથે લહેરાતી લહેરાતીપ્રેમ થી ઝુમતી તેમની આંખોની પાંપણોને ચુમતી હવાને જાણે લહેરાતી રહેતી, તો કયારેક તેમના જ ગાલની સાથે રમત કરતી જાણે સંતાકુકડી રમતી હંમેશાને માટે લહેરાતી રહેતી, અને વાળની લંબાઈ પણ એટલી લાંબી કે...તેનો ચોટલો તો વારંવાર તેમના કમરને એવું તો આલીંગન આપતો જાણે હંમેશા માટે બંધનમુકતીની ઈચ્છા ન હોય, ફરી કોઈ કામમાં વ્યસ્ત મંજુલાપ્રેમ થી ઉપાડીને પાછળ ફેંકતી ફરી ઝુલતો ઝુલતો આગળ આવી જતો. જાણે બંને પકડમ પટ્ટી રમી રહયા એ રીતે હંમેશા કામની વ્યસ્તતામાંથી સમયે સમયે ઝુલતા ચોંટલાને હેતથી પાછળ ધકેલતી રહેતી તેમની અદા પણ લાજવાબ.

તેમની કમર પણ એક જાદુઈ કૌતુક જેવી. જાણે નદીએ ડુંગરને લીધેલ ગોળાય જેવી કામણગારી, કુદરતે જાણે કામણની પુર્ણતા મંજુલામાં મન ભરીને મુકી દીધેલ. નિસર્ગની સુંદરતાની અપિ્રતમ પ્રતિમા, હંમેશા જો તેની સાથે કોઈ ચીજ રહેતી તે પણ શ્વાસથી પણ પહેલાં તો તેમનો કમરબંધ. જે હંમેશા તેમની કમર પર બંધાયેલો રહેતો. મંજુલાની લચકતી ચાલ સાથે તેમનો કમરબંધ તેમની કમરે બંધાયેલ હોવા છતાં પણ તેમને સ્પર્શવા માટે હંમેશા અધીરો રહેતો... જેમ એક પિ્રયસીની એક ઝલક જોવા તેમનો પિ્રયતમ હંમેશા વલખા મારતો હોય તેમ તેમનો કમરબંધ હંમેશાને માટે તેમની લચકતી ચાલ સાથે ઝુલતો રહેતો અને તેમાં રહેલી ઘુઘરીનો મધથી પણ મીઠો રણકાર તેમની ચાલ સાથે તાલ મીલાવતો સુર છેડતો... પરંતુ મંજુલાની સ્થીરતાની સાથે પણ તેમનો રણકારનો હંમેશા કાને પડતો જ.

ધરતી પણ તેમના પગના સ્પર્શને પામવા જાણે તલપતી હોય તેમ હંમેશા અધુરી રહેતી, અને તેમના પગની પાયલનો રણકાર એટલો તો મીઠો કે ઉંઘમાં પણ બાળકની હાલરડાની ખામી પુરતો, અને પે્રમીને પોતાની પિ્રયસીની હાજરીનો હંમેશાને માટે અહેસાસ કરાવતો.

જાણે હવા તેમની પાસેથી પસાર થતાં ખુશનમાં સુગંધની સાથે વૃક્ષાોને ડોલાવતી જાય અને વૃક્ષાોને અડતી જાય અને નચાવતી જાય. સુકા પાંદડાઓ પણ તેમની પગ તળે મોક્ષાને પામવાની આતુરતા સાથે હવાની લહેરની સાથે ભાન ભુલીને ખરી પડે છે. આ તો મંજુલાની બાહય મહેફીલની મહેક છે.

પરંતુ અસલમાં ....ગામમાં તો મંજુલા સિંહણ તરીકે ઓળખાતી હતી. ગામમાં કોઈની મજાલ કે મંજુલાની સામે કોઈ બુરી નજરથી જુએ, અરે મંજુલા તો શું ? ગામની કોઈપણ છોકરીઓની સામે ગામના લફંગા નજર ઉંચી કરીને જોવાની હિંમત ન કરતાં ફકત મંજુલાને હિસાબે. ગામ તો શું તેમના ગામની આજુબાજુના ગામના પણ નજર ઉંચી કરીને જોવાની હિંમત કરતાં નહિ. સૌ લફંગાના મોંએ હંમેશા એક જ વાત ફરતી આ મંજુલા ગામ મુકીને જાય નહિ ત્યાં સુધી આપણે સિંહના મોમાં હાથ નાંખીને દાંત ગણવાની હિંમત કરવી નથી.

આજ મંજુલાને અચાનક શું થઈ ગયું કે, કામવાળી રમલીની સાથો સાથ કામ કરાવા લાગી. આ એજ મંજુલા છે જે પોતાની જાતને અરીસા સામેથી દુર કરવા જરાય રાજી ન હતી. કોઈપણ કામને અડકતાં પહેલાં બે વખત પોતાના નખ નો વિચાર કરી લેતી, હાથની મુલાયમ ચામડીના સ્પર્શમાં ખોવાઈ જતી. પોતાની હાથની લચક અને મુલાયમપણાની ઝાંખપ તેમને મંજુર ન હતી. તેમને પોતાના નખની આછપ મંજુર ન હતી. એક નાના એવા ગામમાંથી ભણી ગણીને પ્રોફેસરની પદવી મેળવી મંજુલા પ્રોફેસર તરીકે સફળ પણ થઈ. પરંતુ આજકાલ મંજુલા કંઈ ઠીક દેખાતી ન હતી. મનમાં મોટી હલચલ ચાલી રહી હતી. તેમના ચહેરા પર જોઈ શકાતી હતી. પોતાની હલચલને છુપાવવા માટે જ આજ તે રમલીને કામ કરાવવા લાગી. રમલીને ઝડપથી કામ પુરુ થતાં તે પણ બીજા ઘેર કામ કરવા ચાલી નીકળી, અને મંજુલા...તે તો કોલેજની પ્રોફેસર હોવાથી હંમેશા સવાર સવારમાં સાત વાગ્યામાં તૈયાર થઈને નીકળી જતી.

મંજુલાના ચાહકોમાં આખી કોલેજના બોયસ અને ગલ્ર્સની હંમેશા લાઈન લાગેલી રહેતી બધાં તેમની દીવાનગીમાં અર્ધપાગલ બની ગયા હતા. અરે વિધાર્થીઓ જ નહિ પરંતુ કેટલાક પ્રોફેસરો પણ મંજુલાના દીવાના હતા. તેમની સાડી પહેરવાની સ્ટાઈલથી લઈને નાકની ચુંક હોય કે, પગની માછલી મંજુલામાં થતાં નાનામાં નાના ફેરફાર આ દીવાનાઓનો માટે હંમેશા ચર્ચાનો વિષય બની રહેતો.

પરંતુ મંજુલા તો મંજુલા જ. તે કોઈને ઘાસ નાખતી નહી. તેમના પતિને પણ પુરો ભરોસો, જયારે પણ મંજુલા તેમના પતિ મહેશ સાથે બહાર જતી ત્યારે હંમેશા મહેશ મસ્તીમાં કહેતો, મંજુલા તું સાથે હોવાથી મારી કિંમતમાં ઘણો વધારો થઈ જાય છે. નહીં તો આ ચપળગજું સામે કોઈ જોવાની તસ્દી પણ ન લે. મંજુલા પણ પતિની મજાકને રમતમાં કાઢી નાંખતા, કહેતી રૂપમાં સો ગુણ મેળવ્યા છે તમે. તમારા રૂપની સરખામણીએ હું તો જીરો અને તમે હીરો છો હીરો...

બેડરૂમમાં ફરી બારી સામે આવીને ઉભી રહી. શું સુજયું કે, ઝડપથી કબાટમાં પોતાના રાખેલા કપડાંની પાછળ સંતાડેલ દુરબીનને લઈને બારીના પડદાનો સહારો લઈને કંઈક જોવા માટે મથતી રહી. પરંતુ અચાનક ગુસ્સા સાથે પોતાની જાતને બેડ પર પડતી મુકી દીધી. આજ તેમના મનમાં ડંખ લાગ્યો હતો.

તેમના ફલેટની સામે જ આવેલ સરકારી ગાર્ડનમાં છેલ્લા અઠવાડીયા થયા આવતો રાહુલ મંજુલા માટે પસંદગીનું પાત્ર બની ગયો છે. આમ તો રાહુલ હંમેશા વિધાર્થીઓથી ઘેરાયેલો જ રહેતો. કયારેક કસરત, તો કયારેક સુર્યનમસ્કાર, તો કયારેક લાફીંગ, યોગાસન, ધ્યાન આવી કંઈક ને કંઈક પ્રવૃતિમાં મશગુલ રાહુલ તો આ વાતથી સાવ અજાણ જ.

પરંતુ મંજુલા માટે તો રાહુલ તેમની મંજીલ બની ગયો છે. પરંતુ આજ રાહુલ તેમને દેખાયો નહિ. તેમના મનમાં બેચેની વધતી ગઈ. ખરેખર તો મંજુલા મનોમન રાહુલને પસંદ કરતી હતી. પરંતુ તેમનું મન તે વાતને માનવા પણ તૈયાર ન હતું, અને રાહુલથી એક ઝલકને છોડવા પણ તૈયાર ન હતું.

વારંવારં તેમને મન સાથેના મહાયુધ્ધમાં તે પોતાની જીતની ઝંડી લહેરાવી દેતી. પરંતુ તે તેમનો વહેમ હતો. ફકત વહેમ, તે પોતાની જાતે સાથેના યુધ્ધમાં હંમેશા જીતી જવા માટે તૈયાર રહેવાની આદત સામે મજબુર હતી. દિવસે દિવસે તેમના વર્તનમાં પણ ઘણું પરિવર્તન દેખાય રહયું હતું.

પ્રેમને થોડો તમે છુપાવીને રાખી શકો, તે તો એક એવો અહેસાસ છે જે તમારી દરેક હીલચાલમાં દેખાય આવે છે. તમારા વર્તનમાં, તમારી વાતમાં, તમારી બોલ-ચાલમાં, તમારા સ્વભાવમાં આવતા પરિવર્તનમાં, અરે તમારા શોખ અને સ્વાદમાં પણ પરિવર્તન લાવે તેને જપ્રેમ ની આછેરી ઝલક કહી શકાય તમે જ વિચારો કેવી રીતે છુપાવવું શકય છે.

મંજુલાની તડપ પણ દિવસે - દિવસે વધવા લાગી. પરંતુ મંજુલા પોતાના મનની વાત કોઈને કહેવા માંગતી ન હતી. પરંતુ તેમની દુનિયામાં એકપક્ષીયપ્રેમ સાથે ખુશ હતી. તે એક એવા વ્યકિતનેપ્રેમ કરતી હતી, જેમને તે પુરી રીતે ઓળખતી પણ ન હતી. અરે તેમના નામથી પણ અજાણ હતી. બસ તેમની પાગલપન જેવી ચાહત ફકત એક ઝલક જોવાની હતી કે પછી......

મંજુલા આજ સુધી રાહુલને મળી પણ ન હતી. બસ બારીની બહાર એક દિવસ સવાર સવારમાં એક નજર પડી સાત-આઠ દિવસ પહેલાંની જ વાત બસ.... દિવસે દિવસે મંજુલાની તડપ વધતી ગઈ તે પણ એટલી હદે કે, માનસીક તકલીફ અનુભવવા લાગી, તેના લીધે તેમનો સ્વભાવ દિવસે દિવસે ચિડચિડયો થતો જતો હતો. એક દિવસ પણ રાહુલનો ચહેરો જોવા ન મળે તો મંજુલાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જતો. પાગલપન કહો કે, ઝનુન પરંતુ દિવસે દિવસે મંજુલા વધારે ને વધારે આ પરિસ્થિતિમાં ઉંડી ઉતરતી જતી હતી.

આમ જ...એક દિવસે તે કોલેજ પણ ન ગઈ. ન બપોરે ભોજન કર્યું કે ન સાંજે રસોઈ બનાવી.

મહેશે આવીને મંજુલાને કેન્ડલલાઈટ ડીનર લેવા બહાર જવા માટે તૈયાર થવા કહ્યું.

મંજુલાના મનમાં વિચારોનો એવો તો વંટોળ ફુંકાયો હતો કે, તેમાંથી બહાર નીકળવું તેમના માટે મુસીબતરૂપ હતું. જમતી વખતે મહેશની નજર મંજુલા પરથી હટતી ન હતી. તે વારંવાર પુછી રહ્યો હતો કોઈ વાત હોય તો કહી શકે છે. પરંતુ તે તો વધારે ને વધારે વિચારોના વમળમાં ફસાતી જતી હતી. મહેશની એક પણ તેમના કાને પહોંચી ન હતી.

ઘરે આવ્યા બાદ મંજુલાને વર્ષોનો થાક લાગ્યો હોય એ રીતે બાથરૂમમાં ફ્રેસ થવા ચાલી ગઈ. તરત જ છુટા વાળ સાથે વન પીસ નાઈટી પહેરીને બહાર આવીને પોતાની જાતને સુવા માટે પડતી મુકી......

મહેશ એક નજરે મંજુલાને જોતો રહી ગયો.. શું થઈ ગયું છે ? મારા કહેવાથી પણ કયારેય વન પીસ ન પહેરતી મંજુલા આજ થ્રી પીસ નાઈટીને બદલે...... તરત મહેશે સુતેલ મંજુલાના માથામાં પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. આમને આમ એક કલાક પસાર થઈ ગઈ. મંજુલા સતત ફરતાં પંખાને તાકી રહી હતી, અને મહેશ માટે મંજુલાનું વર્તન, સમજ બહાર હતું, મંજુલાને એવું તો શું ટેન્શન છે કે, તે એક શબ્દ સુધા બોલતી નથી.

મહેશેપ્રેમ થી પુછયું પણ ખરું મંજુલા કોઈ ટેન્શન હોય તો જણાવ હું તારી મદદ કરીશ. હું પુરી કોશીષ કરીશ, મંજુલાએ આંખનું મટકુ પણ ન માર્યું. કોલેજની કોઈ પ્રોબ્લેમ છે ? મંજુલાએ ના માં માથું હલાવીને પોતાની જાતને જાણે મહેશમાં સમાવવા કોશીષ કરી રહી હોય એટલી તાકાતથી મહેશને બાથમાં લઈને મન મુકીને રડી પડી.

મહેશ એક પણ શબ્દ બોલ્યા વગર તોફાની દરિયાના મોજા શાંત થવાની રાહ જોતો મંજુલાના માથામાં પ્રેમ થી હાથ પસવારી રહયો હતો, અને મંજુલા મન મુકીને રડી રહી હતી. તે પોતાના મનમાં આવેલા તોફાનને બહાર લાવવા મથી રહી હતી કે પછી તે તોફાનમાં સમાવવા કે પછી બંનેમાંથી કયાં રસ્તે જવું તે અસમજસમાં હતી. ખરી રીતે તો, તે ખુદ પણ અજાણ હતી, તેના મનમાં ઉઠેલા તોફાનથી, તેનું મન અને મગજ બંને અલગ અલગ દિશામાં કુચ કરી રહયા હતા.

મહેશની તો બસ એક જ ઈચ્છા હતી કે, કોઈપણ વાતે મંજુલાને દુ:ખ ન થવું જોઈએ, તે હંમેશા મંજુલાને ખુશ જોવા માંગતો હતો. તેમના માટે તો મંજુલા એટલે ઘુઘવતો દરિયો, ખુલ્લા આસમાનમાં ઉડતું પંખી અને બગીચામાં મહેકતા ફુલ પર ચહેકતું પતંગીયું હતું. મંજુલા પાસેથી તો તે જીવતા શીખ્યો હતો. પરંતુ આજકાલ મંજુલાનું વર્તન - વ્યવહાર સમજની બહાર હતો.

આમને આમ મનનો ઉભરો શાંત થતાં તે મહેશના ખંભે જ માથુ મુકીને સુઈ ગઈ. ભર ઉંઘમાં પણ તે હીંબકા ભરી રહી હતી. તેમની આંખોના આંસુ ગાલ આવીને સુકાઈ ગયા હતાં, આસુંઓથી ખરડાયેલા ગાલ સાથે પણ શાંત, સૌમ્ય ચહેરો મહેશ મન ભરીને જોઈ રહયો હતો.

મહેશે તેમને બેડ પર બરાબર સુવરાવી પગથી માથા સુધી ચાદર ઓઢાડીને મનભરીને નીરખી રહયો હતો, મંજુલા હતી તો પ્રોફેસર, પરંતુ એક નાના બાળક જેવી કોરી પાટી જેવો ચહેરા સાથે આરામથી સુઈ રહી હતી.

મંજુલાની આવી હાલતથી મહેશ પણ મનથી ખુબ જ પરેશાની અનુભવી રહયો હતો, તેમણે સીગરેટ સળગાવી. મહેશને એક વાત તો સમજમાં આવી જ ગઈ હતી કે, મંજુલાના મનમાં કંઈક તો છે, પરંતુ તે કોઈ વાત બતાવવા માંગતી નથી, તેમ છતાં પણ દુ:ખી છે તે વાતની પુરી સાબીતી તેમની નજર સામે દેખાય રહી હતી. કયારેક અતિ ખુશ… થઈ તો કયારેક અતિ દુ:ખી……

પરંતુ તેમની પાસેથી વાત જાણવી કંઈ રીતે આજ સુધી કયારેક આવી પરિસ્થિતિ ઉભી થઈ ન હતી. આમ તો સાત વર્ષ થયા મંજુલા સાથેના લગ્નજીવનમાં કયારેય કોઈ વાતનું દુ:ખ દેખાયું નથી. ફકત એક જ વાતનું દુ:ખ છે કે તે મા બની શકે તેમ નથી. પરંતુ તે મુંઝવણ માટે તે વારંવાર ચર્ચા કરે છે.

મંજુલાના આસું એ મહેશની ઉંઘ ઉડાડી દીધી. તે કોઈ વાતે તેમને દુ:ખી નથી જોઈ શકતો. વિચારોના વાદળમાં ઘેરાયેલ મહેશ એક પછી એક સાત સીગરેટ ફુંકી નાંખી. સવારનો પાંચ વાગ્યાનો આલારામ મંજુલાના મોબાઈલમાં વાગતા. તે ક્ષીતીજમાં રહેલ ચંદ્રને જાણે અટારીએ છોડવા જતી હોય એવી આળસને દુર ખંખેરીને બેઠી થઈ તો સામે જ મહેશ હાથમાં સીગરેટ સાથે તેમને એક નજરે તાકતો દેખાયો.

મહેશ, આટલા સવાર સવારમાં તમારી ઉંઘ ઉડી ગઈ. મહેશે પુરી થતી સીગારેટ સામે જોતા જ મંજુલાને પ્રેમથી બાથમાં લઈને તેમના કપારને હેતથી પસવારીને નહવા માટે ગયો. પરંતુ તેમનું મગજ એક વિચાર તરફ દોડી રહયું હતું, તે....હતું મંજુલાનું દુ:ખ. મંજુલા તો નવા દિવસે રાહુલના આવવાની રાહની ખુશીમાં ગીત ગણગણતી હોલમાં આવેલ બાથરૂમમાં ફ્રેસ થઈને મહેશની પહેલાં જ કીચનમાં જઈને નાસ્તાની તૈયારી કરવા લાગી. મહેશ ડાઈનીંગ ટેબલ પર આવ્યો બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યો. મહેશ પણ મંજુલાને ખુશ જોઈને બધું ભુલી ગયો.

આવતા અંકે મળીએ.....