Ek Vichaar books and stories free download online pdf in Gujarati

એક વિચાર

એક વિચાર...

કિર્તી ત્રાંબડીયા

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


એક વિચાર...

એક વિચાર... પામવા માટેનો વિચાર માણસના મનમાં એવો પગ પેસારો કરી દે છે કે, તેમને ઘરની જ નહિ

પરંતુ દુનિયાની કોઈ તાકાત કોઈપણ પ્રકારની કપરી પરિસ્થિતિ નળતી નથી. ઞ્ જેમને જુનાગઢનો ડુગરઞ્સર કરવો છે તેમને કોઈપણ મુસીબત પાછા પાળી શકતી નથી. તેમના મનમાં અડગ નિશ્ચય થઈ ગયો હોય છે. મનમાં ગાંઠ વળી ગયા પછી કોઈ તાકાત તેમને મજબુર કરી શકતી નથી.

ખરેખર, ઉપરોકત વાત સો આના સોના જેવી ખરી છે. દરેક માટે મારા, તમારા, આપણાઞ્સૌ માટે તમને મારી વાતનો ભરોસો ન હોય તો અખતરો કરી શકો છો, અને રીઝર્લ્ટ પણ સો ટકા મેળવશો જ. બસ જરૂર છે ફકત મનથી મજબુત રહેવાની. તમે નક્કી કરેલા વિચારને વળગી રહેવાની. મુસીબત આવતા થાકી હારીને પડતી મુકવાની નહીં કોઈપણ સંજોગો સામે લડી લઈ જીત મેળવવાની, જીત મેળવવા માટે કોશીષ કરવી પડે છે. કોશીષ કરવા માટે શરૂઆત કરવી પડે છે. શરૂઆત કરવા માટે વિચાર કરવો પડે છે. જેમણે વિચાર કર્યો તેમણે પચાસ ટકા સફળતાની શુભ શરૂઆત કરી દીધો સમજો. પરંતુ માણસો એટલા તો આળસુ થઈ ગયા છે કે, કોઈપણ કાર્યની શરૂઆત માટેની વાતો કરવામાં જ વર્ષો સુધીનો સમય પસાર કરી નાંખે છે.

ફકત વાતો કરવામાં. તે પણ કેવી અરે ફલાણા ભાઈએ મારી જેમ આગળ વધવા માટે મહેનત કરેલ તેમને આટલા લાખની નુકસાન ગઈ. એટલે તો હું શરૂઆત કરતાં પહેલા સો વાર વિચાર કરુ છું. ફલાણા ભાઈને નુકસાની જવાની પોતે શરૂઆત કરતાં પહેલાં જ હાર માની લીધી. આટલા નબળા વિચાર હોય ત્યાં સફળતાની વાત તો બહુ દુર રહી ગઈ. શરૂઆત કરવા માટે પણ માણસ નુકસાનને જ આગળ ધરે તો નુકસાન સિવાય હાથ પણ શું લાગે? સફળતા તે વ્યકિતના જ ગળામાં હોય જેમણે કયારેય કોઈપણ મુસીબતનો સામનો કરવા માટે પીછે હટ કરેલ નથી. આવતી દરેક મુસીબતને પે્રમથી સ્વીકારી લીધી છે. તેના નામના મરશીયા નથી ગાયા. તેમણે તો ભગવાનની પ્રસાદીની જેમ માથે ચડાવી તેમણે જ હંમેશા જંગ જીતી છે. ચાલો આવી જ એક સત્ય હકીકતથી થોડા માહિતીગાર થઈએ કે, એવા પણ વિરલા પડેલ છે જે દરેક મુસીબતને ખાય જાય છે. પછી તો મુસીબત પણ તે રસ્તા આવતા ડર અનુભવે છે.

સ્ટીફન જીરાર્ડન આઠ વર્ષની ઉંમરથી એક આંખ કામ કરતી ન હતી. એટલે કે તેમને એક આંખે અંધાપો આવી ગયો હતો. એક આંખે જોઈ પણ શકતો ન હતો, તેથી તેમના પિતાએ પણ ધ્યાન આપવાનું ઓછું કરી નાખ્યું, એક આંખ ન હોવાથી તે જીવનમાં શું કરી શકવાનો છે આવા ભ્રમરચીત વિશ્વાસ સાથે તેમણે સ્ટીફન તરફ ધ્યાન આપવાનું છોડી દીધું અને તેમના નાના ભાઈઓને કોલેજમાં મોકલવા માંડયા. સ્ટીફન આ આઘાત જીરવી ન શકતા તેમના જીવનમાં નિરાશાના વાદળો છવાય ગયા.

તેમની ખામીને સ્વીકારવાની બદલે તેમના પિતાએ તેમને અલાયદો કરી મુકયો. તેથીઞ્સ્ટીફનના ભાઈઓ આગળ નીકળી ગયા અને તે ભણવામાં ઘણો પાછળ રહી ગયો. પરંતુ પણ તે આવું વિચારી બેસી રહે તેવો નહોતો, તેમજ અંગે્રજોના દેશમાં એટલે કે પરદેશી ધરતી પર રહેતો હતો. તેમને હંમેશા દરેક કાર્યમાં નિષ્ફતા જ મળેલ. કોઈપણ કાર્યમાં હંમેશા નિષ્ફળતા તેમને પકડીને ઉભી રહેતી. પરંતુ સ્ટીફન તો મુસીબતને ગળે વળગાળનાર હતો. તે એટલી ઝડપથી હારઞ્સ્વીકારનાર વ્યકિત ન હતો. તે નિષ્ફળ જતા દરેક કાર્યને વારંવાર કરવાની કોશીષ કરતો. તેમણે તેર વર્ષની નાની ઉંમરે સ્ટીબરમાં કેબીન બોય તરીકે નોકરી કરી હતી. સ્ટીબરને કેમ ચલાવવી તે તેમણે ખુબ સારી રીતે જાણકારી મેળવી લીધી હતી. જ્ઞાન મેળવવા માટે તેમણે પોતાના જીવનની એક એક સેકન્ડનો ઉપયોગ પુરી રીતે કર્યો હતો.

ધીમે ધીમે સ્ટીફને પોતાની ખામીને સ્વીકારીને જીવનમાં ખામી સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો, અને ધંધામાં ધ્યાન આપ્યું. શરૂઆતમાં કંઈ કેટલીય મુશીબતોનો સામનો કરવો પડયો. પૈસા માટેથી તેમણે કોઈપણ વસ્તુની લે–વેચ કરવાની શરૂઆત કરી દીધી. પછી તે તુટેલી બોટલ હોય કે વધારાનો ભાંગેલ–તુટેલો ભંગાર હોય. દરેક ચીજ–વસ્તુઓનો લે–વેચનો આમ આ જ ધંધામાં એટલી આવડત આવી ગઈ કે, ફિલાડેલ્ફિયામાં તે બહુ મોટો નામી ધંધાર્થી તરીકેની ઓળખ બનાવી લીધી. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી. દિવસે દિવસે પરિસ્થિતિ સુધરતી ગઈ. અનુભવ વધતો ગયો. અણઆવડત વાળા કાર્યને કરવાથી કાર્યમાં સફળતા મળતી ગઈ તે પણ એટલી બધી સફળતા મળી કે, સ્ટીફને જેને હાથ અડાડતો તે સોનું બની જતી. કહેવાનો મતલબ એ છે કે, કોઈપણ ભંગારની કિંમત સોના જેટલી મળતી થઈ ગઈ.

તેમને ધંધાની પુર્ણરીતે આવડત આવી ગઈ. ભંગારને ખરીદતી વખતે ભંગાર જ ગણવાનો અને વેચતી વખતે તેમને ભંગાર નહીં પરંતુ સોનાના સ્થાને રાખીને વેચાણ કરવાનું. બસ, આ તેમનીઞ્સમજ અને સમયની યોગ્યતાએ તેમને બહુ ઝડપથી અમીરોની હરોળમાં સ્થાન આપી દીધું.

સ્ટીફનની આ સફળતાથી તેમના ભાઈઓ હંમેશા ઈર્ષાની આગમાં જલતા. બધાં હંમેશા કહેતાં કેઞ્સ્ટીફન તો તેમના નસીબના હિસાબે રૂપીયા કમાયો છે. તેમના નસીબના લીધે તેમને દરેક કામમાંઞ્સફળતા મળી છે. ખરેખર તો સ્ટીફન કેટલો નસીબદાર છે તે પોતે સારી રીતે જાણતો હતો.

ખરેખર, સ્ટીફનના એક વિચારે તેમના જીવનમાં બદલાવની હવા લહેરાવી દીધી તેમજઞ્સફળતાની સીડીઓ સર કરવા માટે તેમણે ઘણી મુસીબતનો ધીરજથી સામનો કર્યો. કોઈપણ કાર્યમાં સફળતા એમ જ નથી મળી જતી. સફળતા મેળવવા માટે નિયમીતતા, દઢતા, પાકો નિશ્ચય, તેમજ શાંત ચિતની જરૂર પડે છે. આ બધાંની પહેલાં એક ઞ્વિચારની...

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED