Success combatant books and stories free download online pdf in Gujarati

સફળતાનો યોધ્ધા

''સફળતાનો યોધ્ધા''

નાનું એવું બાળક. નાનું એટલે કે, બાખોડીયાભર ચાલતું બાળક ધીમે ધીમે દીવાલનો આધાર પકડીને ચાલવાની કોશીષ કરે છે. તેમના પિતા લેપટોપમાં કામ કરતાં કરતાં નજર નાંખી રત્ના છે. દાદા છાપુ વાંચતા છાપાની આડશનો લાભ લઈને છાનુ છાનુ હ્મેઈ રત્ના છે કે, તેમનો પૌત્ર કેટલી મહેનત કરે છે ઉભા થવા માટે, અને તેનો બાપ એક ધંધામાં નુકસાન જતાં હ્મણે મોતની તારીખ પાકી થઈ ગઈ હોય તેવું સોગયું મોં કરીને બેસી ગયો છે. દાદાએ પૌત્ર પરથી નજર હટાવીને દીકરા પર નજર ઠેરવી. દીકરો પોતાના દીકરાની કોશીષને હ્મેઈ રત્નો હતો. બાળક ચાલતાં ચાલતાં જ પડી ગયું. રડવાનું ચાલુ થયું....ઉ...ઉ....ઉ....ઉ....

બાળકના પિતા અને દાદા બંને પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાનું નાટક કરી રત્ના હતા. બાળક દાદા અને પિતા બંને સામે નજર નાંખતાં રડવાનું ચાલું રાખ્યું કોઈએ ધ્યાન ન આપતા, ફરી દીવાલ પકડીને ચાલવાની કોશીષ કરવા લાગ્યું. બાળક બે–ચાર–છ–આઠ ડગલાં ચાલતાં ચાલતાં ફરી પડી ગયું. ફરી રડવાનું ચાલું થયું. ફરી કોઈએ ધ્યાન ન આપતાં ફરી કોશીષ કરી દીવાલ પકડીને ચાલતાં ચાલતાં ફરી પડયું. હવે તેમના પિતાથી રહેવાયું નહિં, તેમણે પોતાના દીકરાને હેતથી તેડીને પે્રમથી બચકારતા કત્નું હજુ નાનો છે બેટા, થોડો મોટો થઈ હ્મ પછી દિવાલ પકડીને દોડજે. ઘણી કોશીષ કરવા છતાં બાળકનું રડવાનું તો ચાલું જ હતું.

પિતાએ હેતથી બચકારતાં, હ્મદુની જપ્પી આપી. બાળકનું ધ્યાન બીજે દોરવા માટે ખીસ્સામાંથી ચોકલેટ આપી બેસાડયું, અને પોતે લેપટોપ લઈને પોતાના કામમાં ધ્યાન પરોવ્યું. દાદા છાપાની આડસમાંથી બાપ–દિકરાનો મેળાપ હ્મેઈ રત્ના હતા. બાળકે ચોકલેટને એકબાજુ ખસેડીને ફરી દીવાલ પકડીને ચાલવાની કોશીષ કરી, ફરી એજ પરિસ્થિતિ ઉભી થઈ. છતાં પણ બાળકે પોતાની કોશીષ કરવામાં જરાય પીછે હટ ન કરી.

હવે દાદાથી રહેવાયું નહીં, પોતાના દીકરાના ખોરામાંથી લેપટોપ લઈને પોતાના પૌત્ર તરફ આંગળી ચીંધતા બોલ્યા, આ તારો દીકરો હજુ તો બાખોડીયાભર ચાલતાં માંડ શીખ્યો છે. છતાં આટલી નાની ઉંમરમાં તેમના ચાલવાના દિવસો તો હજુ આવ્યા નથી. ચારપગે બાખોડીયાભર ચાલવાનું પડતું મુકીને દીવાલ પકડીને ચાલવાની કોશીષ કરી રત્નું છે. કેટલીવાર પડયું છતાં પણ તેમણે કોશીષ કરવાની છોડી નથી. એકવાર પડયું રડયું ફરી ઉભું થયું, ફરી પડયું રડયું ફરી ઉભું થયું. તેને તારા કે મારા સહારાની આછા વગર બસ પોતાની કોશીષ ચાલુ રાખી એકવાર પડીને બેસી ન રત્નું કે, આ કામ હું નહી કરી શકું.

તે વારંવાર આગળ વધવા માટે હિંમત કરી રત્નું છે. આ તારુ બાળક છે, બેટા તારુ બાળક, જે આટલી નાની ઉંમરમાં પણ તેનાથી ન થતાં કાર્ય માટે મમતાથી કોશીષ કરી રત્નું છે તો પછી તું તો એનો બાપ છો. તું તારા લોહીમાં સંસ્કાર રેડી શકતો હોય તો પછી તારામાં આ સંસ્કાર કયાં ગયા ? તું આમ એકવારની કોશીષમાં હિંમત હારી બેઠો છે. કમ સે કમ તારા બાળક પાસેથી કાંઈક તો જ્ઞાન લે. મારી આટલી હૃંદગીમાં મે કયારેય મુસીબત સામે હાર માની નથી. આ ઉંમરે પણ હું તારી સાથે મહેનતમાં ઉભો રહી શકું તો તું તો ઉંમરમાં પણ ઘણો નાનો હોવા છતાં આટલો અસહાય કેમ બની શકે ?

તું તો એવું સોગયું મુખ લઈને બેઠો છો હ્મણે તારા બંન્ને પગ વગરનો થઈ ગયો હોય કે પછી દુનિયાનો સર્વનાથ નિિત હોય એ રીતે હાર માની બેઠો છે. બેટા, ખરેખર તો તું માનસીક રીતે ભાંગી ગયો છે. તારા મનમાંથી એ ડરને બહાર ધકેલી નાંખ. બીહૃ વાર ફરી ઉભો થા. એકવાર નિષ્ફળ જતો માણસ હૃવનમાં વારંવાર નિષ્ફળતા નથી મેળવતો. તને મળેલ નિષ્ફતામાંથી તને શીખવા મળવું હ્મેઈએ કે, તારા કરેલ કામમાં કાંઈક તો ભુલ ભરેલું પગલું હતું તેથી જ તો આ નિષ્ફળતાનો ડર તારા મનમાં ઘર કરી ગયો છે. એક વાત યાદ રાખજે જયાં વિશ્વાસ હોય ત્યાં જ વસવાટ હોય છે. વિશ્વાસ વગર કોઈપણ કામ પુર્ણ રીતે સફળ થતું નથી. શારીરીક રીતે તો અટાકટા પહેલવાનને પણ શરમાવે તેવો છે.

માણસ હ્મે હૃવનમાં એકવાર હારી જવાથી પલાઠીવાળીને બેસી રહેશે તો કયારેય સફળતા તેમનો હાથ નહીં પકડે. સફળતાને તમારો હાથ પકડવા દેવો હોય તો, આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને મતાની દોસ્તી કરવી પડે છે. બેટા, હૃવનમાં ચડાવ–ઉતાર તો આવતા જ રહેશે. એટલે શું માણસે હિંમત હારી જવાની હોય છે. એક વાત યાદ રાખજે, સવારે ઉગતાં સૂર્યને પણ સાંજે તો આથમવું જ પડે છે. એટલે શું આવતી કાલે ઉગવાનું છોડી દેશે. આજ આથમશે ત્યારે જ આવતી કાલે બમણાં પ્રકાશ સાથે આસમાને દેખાશે. બેટા આજ કુદરતનો નિયમ છે. સુખના ટેકે દુઃખ ઉભેલ હોય છે, અને દુઃખના સહારા સુખ. રાત છે તો દિવસ તો ઉગવાનો જ છે. હ્મે દિવસ ઉગવાનું જ છોડી દે તો

સુરજ તેનું ઉગવાનું નથી છોડતો અને મારા–તારા જેવા લોટો લઈને તેની પૂહ્મ કરવાનું નથી છોડતા. હૃવન કયારેક એક સરખું રહેતું નથી. દરિયા જેવા દરિયામાં પણ ભરતી અને ઓટ આવે જ છે. કુદરત આપણને પ્રકૃતિ ારા જ સુખ દુઃખનો અહેસાસ કરતાં શીખવે છે છતાં પણ, બસ ખુશી આપણી, સુખ આપણું તો પછી દુઃખ પણ આપણું જ હોય ને ? સુખમાં તો ખુશીઓને સંકોરી સંકોરીને માણો છો તો પછી, દુઃખમાં દુઃખને પચાવવામાં કેમ પેટમાં દુખાવો ઉપડી હ્મય છે. તમારા ખુશીના સમયે તો સોગયું મોઢું કરીને બેસી નથી રહેતાં તો પછી દુઃખના સમયે કેમ ? દુઃખના સમયે દુઃખથી દુર ભાગવાના બદલે તેમાંથી રસ્તો ગોતવાનો ખુશીઓનો. તમને ખબર છે. કુદરતના દરેક અહેસાસમાં હ્મે માણસ ખુશીને ગોતી લેશે તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી કરી શકશે નહિ.

દુઃખ તો વાદળછાયા આકાશ જેવું છે. આસમાનમાં ઉગલે ચંદ્રની ઉપર નાની ઉમથી વાદળી આવતા ઢંકાય હ્મય છે. તો શું ચંદ્ર ઉગવાનું છોડી દેશે. જયાં સુધી રાત નહીં પડે ત્યાં સુધી સવારના સુર્યનો અહેસાસ મીઠો કયાંથી લાગશે. સુખનો અહેસાસ ત્યારે જ થાય છે જયારે દુઃખના અનુભવમાંથી પસાર થઈ ગયા હોય. સુખની કિંમત તો જ સમહૃ શકાય છે. એક સમય ભોજન ન મળે તો જ અન્નની કદર કરી શકશો. રણમાં તરસ્યા માણસનો હૃભ મોતને આંબવા આવ્યો હોય અને કોઈ મુસાફર, મુસાફર નહિ પરંતુ દુશ્મન પણ પાણી આપે ત્યારે તેમને તેમાં પણ ભગવાના દર્શન થાય છે. તો પછી આ તારા દિકરાને જ હ્મેતો નથી. ચોકલેટ પાસે તે પોતાની માને પણ યાદ કરતો નથી, છતાં પણ આજ ચોકલેટને બાજુમાં છોડીને પડવા છતાં ફરી ચાલવા માટેની કોશીષ કરી રત્નો છે. તે જ્ઞાન પણ તેને તારા લોહીમાંથી જ મળેલ છે, અને તું જ આટલી જલદી હાર કેમ સ્વીકારી લે ? ચાલ ઉઠ અને નવા ધંધા માટેનો વિચાર કર. એક વાર નહિ, બે વાર નહિ, સો વાર પણ પડયા પછી ઉભો થાય તે જ સાચો યોધ્ધા કહેવાય સમજયો. બોલવાનું પુરુ થતાં પુત્ર પોતાના પિતાને ભેટી પડયો. બંને બાપ–દિકરાની નજર બાળક તરફ ગઈ તો તે દિવાલ પકડીને ચાલતાં ચાલતાં ખડખડાટ હસી રત્નો હતો, કારણકે, તે તો સફળતાનો યોધ્ધા બની ગયો ને

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED