શિયાળાની સવારનું પહેલું હોકીંગ Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિયાળાની સવારનું પહેલું હોકીંગ

શિયાળાની સવારનું પહેલું હોકીગ

કિર્તી ત્રાંબડીયા

રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


શિયાળાની સવારનું પહેલું હોકીગ

પપ્પા અને મમ્મી રોજ સવારે હોકીંગમાં જાય. દીદી પણ રોજ સ્વીટી સાથે હોકીંગમાંઞ્જાય,અમારી સ્વીટુંળીને બહુ જ ખરાબ આદત છે, હોકીંગ સાથે જ છીંછીં કરવાની જો હોકીંગમાંઞ્ન લઈ જઈએ તો તે અમારા ઘરમાં હોકીંગ સાથે ચારે બાજુ ફુલ પાથરી દે... સમજી ગયા ને...

દાદા પણ હોકીંગમાં જાય, મને સાથે લઈ જવાનું કહું તો બધાં ઘસીને ના પાડે, (મને નથી ઘસતાઞ્પણ તેની બે બત્રીસને એટલી હદે ઘસીને ના પાડે કે, તેની બત્રીસી ઘસાણા પછી મોઢામાંથીઞ્થોડો ગણો તો સફેદ પાઉડર ખરી જ પડે) દાદાને તો આવી ઘસીને ના પાડવાની ટેવને લીધેઞ્આખી બત્રીસીનાં દાંત ખલાસ થઈ ગયા છે.

મે પાકો નિર્ણય કરી લીધો હતો કે આવતા રવિવારે તો હું પણ હોકીંગમાં જઈશ. મારોઞ્સાચો મિત્ર તો આમ જુઓ તો કોઈ નહિ, પણ ચમચા મિત્ર ચાર. આ ચમચા મિત્ર ગમે ત્યારે ગમેઞ્ત્યાં ચાલતી ગાડીએ ચડી જાય એવા. (વાતોમાં ચાલતી ગાડીએ ચડવામાં એ થી ઝેડ સુધીનું પૂરેઞ્પૂરો કોર્સ કમ્પલીટ કરેલ) તે ચાર અને એક હું અમે પાંચયે નક્કી કર્યુ કે આવતા રવિવારે હોકીંગમાંઞ્જવાનું શુભ મુર્હુત કરી પ્રયાણ કરીએ, તો ચારેય આવી બરાબરની બોલીંગ કરી ગયા. અંકલઞ્અમે બધા સાથે જઈશું. ચાલો એક બોલમાં જ છક્કો, પત્યું આપણી તો કાલની કંકોત્રી પાકી,ઞ્(એટલે હું કાંઈ કાલે લગ્ન કરવા નથી જવાનો, અરે આમ પણ કાંઈ તમારી પહેલા મારો હક્કઞ્થોડો લાગવાનો હતો, અને જો ભુલથી તમે ભુલ કરી જ લીધી હોય તો વાત અલગ છે, તો તો પછીઞ્આપણો ચાન્સ પાકો જ સમજો, પણ એમ તો હજુ વાર લાગશે...

સવારમાં એક નાઈટસુટ અને માથે ગરમ સ્વેટર, માથા પર કાનની પટ્ટી, પછી મમ્મીનોઞ્ગરમ ઉનનો સ્કાપ, માથે સ્ટાઈલીસ અંગે્રજ વખતની દાદાની ટોપી અને ડોકમાં મફલર પગમાંઞ્પણ બે જોડી મોજા અને બુટ, માથે ઓઢી શાલ બંદા તૈયાર થઈ બહાર નીકળ્યો ત્યાં તો મારું ગ્રુપઞ્આવી ગયું. મને જોઈને તો મારી આગળ પાછળ ચકર ફરીને જોવા લાગ્યા, એક તો મને હાથઞ્અડાડીને કહે આટલો બધો બોડી બિલ્ડર એક રાતમાં કેવી રીતે ? એટલે મારે કહેવું પડયું, આ તોઞ્શીયાળાની ઠંડી ન લાગે ને એટલે...??? એટલે એક બોલ્યો વાહ જાડીયા તું તો ઉભો છો કે બેઠોઞ્છો કાંઈ સમજ જ નથી પડતી. (બધાંય એકી સાથે ખળખળાટ હસી પડયા)

બધાંય શેરીમાંથી બહાર તો નીકળ્યા સવારમાં સવારમાં પહેલી વાર આવા અંધારામાં નીકળ્યાઞ્એ પણ પાછા એકલા જ એટલે ડર નથી નો ભાવ તો બધાની વાતમાં હતો પણ (બધાંના ચહેરાઞ્લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯ઞ્કહેતા હતા કે આ અંધારી વહેલી સવાર કેવી ડરામણી લાગતી હતી.) બધાંયે ભેગા મળી નક્કી કર્યુંઞ્કે બગીચા બાજુ જશુ તો બહુ દુર થશે, એટલે હોકીંગના મેદાન બાજુ જ જઈએ, ત્યાં વચ્ચે જ લાલીયોઞ્બોલ્યો ત્યાં નથી જઉં એના કરતાં તો શાળાના મેદાનમાં જઈએ, બધાંયે લાલીયાની વાતને ન્યાયઞ્આપ્યો. બધાંએ શાળાના મેદાન બાજુનો રસ્તો પકડયો.

ઠંડી પણ ખુબ હતી એમાં આ રસ્તો એટલો ભુત જેવો લાગતો હતો કે વાત ન પુછો, થોડુકઞ્ચાલ્યા ત્યાં તો એક બોલ્યો, આવી કકડતી ઠંડીમાં ચાલવાની ઈચ્છા જ નથી થતી, ચાલોને પાછા ઘરે.ઞ્

મને શું સુજયું તો મે મારી સાલ કાઢી આપી. આ તમે ચાર વચ્ચે ઓઢી લો, મને તો ઠંડી લાગશે નહિ,ઞ્હું તેમની આગળ આપણી પાછળ ચાર સૈનિકો (કોઈ અજાણ્યા જુએ તો એટલો તો ખ્યાલ આવી જઞ્જાય કે કોઈ શાહી સવારી જઈ રહી છે, તે ભુલમાં પણ મને સલામ મારવાનું ન ભુલે) પણ બીકનેઞ્હિસાબે મુગા મુગા ચાલતા હતા.

અચાનક અમારી બાજુમાંથી વાવાઝોડાની જેમ હવાને કાપતું સફેદ સફેદ કાંઈક દોડતું ભાગ્યું,ઞ્(રોડની લાઈટ ન હોવાને લીધે જોઈ શકાતું નહોતું) તે તો ભાગ્યું પણ તેની પાછળ (એટલે કે અમારાથી)ઞ્થોડે દૂર એક કુતરું ભસતું ભસતું આવતું હતું અને અમારા તો મોતીયા મરી ગયા, આવી કકડતી ઠંડીઞ્અને એમાંય આ કુતરું, દોડવું તો અશકય લાગતું હતું, પણ પેલા સાલ ઓેઢેલા ચારેય તો ડરના માર્યાઞ્એવા દોડયા કે ચારેયની સાલ વચ્ચે મનેયે ઉંચકી લીધો.

હું જાણે વગર દોડયે દોડતો હતો.....એટલે આપણે (સમયને શીરોમાન્ય ગણી વર્તમાનઞ્પરિસ્થિતિ મુજબ) ટ્રાફીક સીગ્નલની સેવા આપવાનું કામ સંભાળી લીધું, (તમે ટ્રાફીક સીંગ્નલઞ્સમજો કે પછી મેચની કોમેન્ટ્રી સમજો મારા માટે તો બન્ને એક જ હતું, આ તો જમાના પ્રમાણેઞ્સમય દોડે એટલે આ કોમેટ્રી પણ દોડતા... દોડતા... જોકે દોડતી કોમેન્ટ્રી જ સમજોને) પાછળઞ્જોયું ત્યાં તો પેલું કુતરું અમારાથી બે હાથ જેટલું દુર હતું અને બીકમાં ને બીકમાં મારી લથડતીઞ્જીભે કોમેન્ટ્રીની સરવાણીના સૂર રેલાયા, ઝ...ળ... ટ...., ઝ...ળ...ટ પેલું ટમને આંબલાનીઞ્ટૈયાળીમાં જ શે....

મારી કોમેન્ટ પુરી થયા પહેલાં તો તે ચારેય (કાર રેસમાં પેલી, વાંકલી, ચુંકલી, થોડીઞ્ઢીંગલા જેવી, એક વ્યકિત બેસી શકે એવી કાર જેવી સ્પીડે મને ઉંચકેલ હોવા છતાં પણ દોડયે જતાઞ્હતા) હું તો બીકમાં ને બીકમાં બંને હાથે સાલને બરાબર ઝકડાવી રાખી હતી, (મારુ ધ્યાનઞ્આગળ જતાં આગળવાળો તો ગાયબ, અને પાછળનું કુતરું પણ ગાયબ, પણ મારો બકવાસ તોઞ્ચાલુ જ હતો, ઝ..ળ...ટ...., ઝ...ળ....ટ પેલું ટમને આંબવાની ટૈયાળીમાં જ શે....) અચાનકઞ્ચારેય મારી આજુ બાજુ બેઠેલા દેખાયા (મને તો આ સ્વપ્ન જ લાગતું હતું ) એટલે ડરને લીધે મેઞ્તો દાદાની ટોપી ને માથેથી ઉતારી મોંઢું જ ઢાંકી દીધું, ત્યાં તો મારા કાને અવાજ પડયો, કાનીયાઞ્તારે તો સારું, દોડવું જ ન પડયું?

બીજો બોલ્યો સાચી વાત છે મારું તો દોડી દોડીને વોકીંગ ને બદલે રહેવા દોને... (હું તો એઞ્વિચારતો હતો કે આ ચારેય મારી આજુ બાજુ મને ચપોચપ પકડીને બેઠા છે તો પછી હું કોનેઞ્પકડીને બેઠો છું) ત્રીજો બોલ્યો, કાનીયા કાંઈક તો બોલ, ચોથાએ મારા મોઢા પરથી ટોપી ઉંચકાવીઞ્બોલ્યા કાનીયા આંખ ખોલ જો.....તો ખરાં......, (મે ડરતાં ડરતાં આંખ ખોલી એટલે એક બોલ્યોઞ્કાંઈક બોલ તો ખરાં હવે શેનો ડર છે, ડરપોક સાલો)ઞ્મારાથી રહેવાયું નહીં, એટલે ડરતાં ડરતાં પુછયું તમે ચારેય મને ચપોચપ પકડીને બેઠાઞ્છો તો પછી આપણને કોણ ઉંચકી જાય છે. (જાણે બંધ ટયુબલાઈટમાં પાવરનો ઝાટકો આવે તેમઞ્અચાનક ઝાટકો લાગ્યો પણ તે ઝાટકા સાથે જ એક જોરદાર આંચકો લાગ્યેા અને ધડાકા ભેરઞ્કાંઈક ભટકાયાનો અવાજ આવ્યો, સાથે સાથે હો...ચીં....હો....ચીં....હો....ચીં...નો કરકસ અવાજઞ્પણ કાને પડયો, અને મારા ચારાય સૈનિકો સાથે હું એવી જગ્યાએ ફેકાયો કે, થોડુ થોડુંઞ્અજવાળાની બદલે અચાનક અંધારું ભાસતું હતું. (ફેકાંતા જ મારા હાથમાં) એક પોચું અને લીસુંઞ્લીસું જાડું દોરડું હાથ લાગી ગયું અને હું એ દોરડામાં ટીંગાયેલો હતો અને તે ચારેયે મને ઝકડાવીનેઞ્પકડી રાખ્યો હતો.

મને વધારે પડતી તો દાદા સાથે સુવાની ટેવ અને દાદાને નાડીવાળો બલમુડો પહેરીનેઞ્સુવાની ટેવ, અને સુતા સમયે પણ મને દાદીની નાળી હાથમાં જ જોય. ફરી હો...ચીં....હો....

ચીં....હો....ચીં...નો કરકસ અવાજે કાને પડયો, (આ કરકસ આવજે તો ભાન થયું કે અમે હજુઞ્જીવી રહ્યા છીએ મને તો લાગ્યું કે દાદા સાથે સુઈ રહ્યો હતો) અચાનક સાઈડમાં ટીંગાયેલો બોલ્યો,ઞ્કાનીયા ઉપર તો ચડ.

મને તો આશ્ચર્ય થયું ! તો શું હું નીચે છું, ટીંગાયેલાની કમાન્ડ તો છટકી જ ગઈ હતી,ઞ્બોલ્યો, અરે કાનીયા આ કુવો છે, કુવામાં ટીંગાયેલા છીએ......અને મારા શરીરમાંથી તો ધ્રુજારીઞ્નીકળી ગઈ,ે (પણ.. આ શું ? મારે ઉપર ચડવું જ ન પડયું, દોરડું અમને ધીમે ધીમે ઉપરની તરફઞ્લઈ જતું હતું ) નાની એવી દિવાલ આવતા હું દિવાલ ઉપર ચડયો અને સાઈડમાં કુદયો, (તેઞ્ચારેય મિત્રોએ હજુ મને ઝકડી રાખ્યો હતો. હવે તો છોડો મને, એટલે એકે મને શાબાસી આપી,ઞ્વાહ...કાનીયા, વાહ....તને ખબર છે આપણે શેમાંથી બહાર નીકળ્યા છીએ?

મે પણ સામે પ્રશ્નાર્થ કર્યો શેમાંથી ? પાછુ વળીને જો... આપણે જે દિવાલ કુદીયા તેઞ્કુવાની હતી, મેં કહ્યું તું રમત કરવાનું છોડ, (ગુસ્સે થતાં બોલ્યો પાછળ જો એટલે ખબર પડશે કયાંઞ્હોકીંગ કરી આવ્યા, મે પહેલી વાર તેને આટલો ગુસ્સામાં જોયો હતો) હું તો ડઘાય ગયો પાછળ જેઞ્દિવાલ કુદયો હતો તે બાજુ નમીને જોયું......મને પરસેવો વળી ગયો, આતો અમારા ગામથી સોઞ્કિલોમીટર દુર આવેલો પડતર કુવો હતો. જેની વાત હંમેશા મે દાદાને મોઢે સાંભળી હતી.

ખરેખર તો હવે મને ઉંઘ ઉડી, મે આજુ બાજુ જોયું, ત્યાં બીજો બોલ્યો કાનીયા શું ગોતેઞ્છે..??? પેલું લીસું લીસું દોરડું (કેવું જાદુની જેમ આપણને ઉંપર લઈ આવ્યું મારે એને ઘરે લઈ જાવુંઞ્છે) ત્યાં તો અમે જે જગ્યાએ ઉભા હતા ત્યાં જગ્યાએથી જમીન સાથે સરકતા હોય એવું લાગ્યું.

(હવે ધીમે રહી હું મારા ચારેય મિત્રો સાથે બેસી ગયો, હજુ પણ અમે એકબીજાને છોડયા નહોતા.

નવાઈની વાત તો એ હતી કે અમારી આજુબાજુની જમીન સ્થીર હતી અમે તો જાણે ગાડીમાં બેઠાઞ્હોય એવા આનંદમાં હતા.

મારાથી રહેવાયું નહિ, મસ્તીમાં ને મસ્તીમાં હું ઉભો થઈને આગળ ચાલતો થયો પાછળઞ્મારા ચારેય મિત્રો, અમે પાંચેયે તો ચાલતી ગાડીમાં રેલગાડી દોડાવી, હું આગળ તે ચાર પાછળ, હુંઞ્આગળ છુક...છુક...છુક..છુક....પાવો વાગડું, એટલે બીજો સીટી વગાડે અમારી રેલગાડી એટલીઞ્સરસ દોડતી હતી, અને સાથે સાથે અમે આટલી ઝડપી શેના ઉપર ઉડી રહ્યા હતા તે પણ જોઈઞ્શકતા નહોતા. આંખો ખુલ્લી હોવા છતાં અમને આજુબાજુથી કોઈ ચીજ સ્પષ્ટ દેખાતી નહોતી,ઞ્હજી મને એ સમજાતું નહોતું કે અમને લઈને કોણ દોડી રહ્યું હતું. અચાનક મારા પાછળ રહેલઞ્મિત્રએ અમને ચારેયને પકડીને અજગર એમ કહીને ચીસ નાંખી,ઞ્એક આંચકો સાથે અમે પાંચેય એક સાઈડમાં એવા ફેકાય ગયા કે, (જયારે ભાનમાં આવ્યાઞ્ત્યારે ખબર પડી કે, ફેંકાણા એવા જ બેભાન થઈ ગયાતાં) ભાનમાં આવતા મે આંખ ખોલી, ખોલીઞ્એવી જ બંધ કરી દીધી, ફરી થોડી વાર પછી ધીમે રહીને એક આંખ મારી( જોકે આંખ મારવાઞ્જેવો સમય પણ નહોતો, કે... નહોતી સામે મલ્લિકા એક આંખ ઉઘાડીને જરા જોયું કે પહેલાં જેઞ્જોયું તે સાચું જ હતું કે પછી....સ્વપ્ન) ફરી એજ સીન જાણે ટીવીના પદડે કેસેટ ચોટી ગઈ હોયઞ્એવું લાગતું હતું.

મારો એક મિત્ર ઉલટો બેભાન સુતો હતો, પણ બીજો તો તેની ઉપર ચતો સુતો હતો. હુંઞ્સવાસનમાંથી અચાનક બેઠો થતાં જ, મારું મોઢું બકરીના પેટ સાથે ભટકાયું તો, મારા પગ તો હજુઞ્પણ બકરીના પગ નીચે જ હતા. (એટલે કે બકરીના ચાર પગ વચ્ચેથી પસાર થતા હતાં) ડરનાંઞ્લીધે બકરીઓનું બે...બે...બે... સરુ થઈ ગયું. (બકરીના બે..બે...બે...સાથે બકરીઓની ચહલઞ્પહલ પણ વધી મારા એકાદ મિત્રની માથે બકરી તો, એકાદ મિત્ર બકરી માથે એક સાથે પાંચેયેઞ્આજુ બાજુ જોયા વગર જ છલાંગ લગાવી, છલાંગ લગવતાં સીધા જ શાળાના ગેટની અંદર, પછીઞ્ખ્યાલ આવ્યો કે, આ તો બકરીઓના ટ્રકમાં જઈ પડયા હતા.)

થોડી વાર થતાં કાંઈક કળ વળી એટલે મારો હાથ સ્વેટરના ખીસ્સામાં ગયો, જેવો ગયોઞ્એવો મુઠી સાથે પાછો બહાર આવ્યો, મીઠું ખોલતા જ હું બોલ્યો, યાર... મારા ખીસ્સામાં આઞ્પીપર કયાંથી આવી, (પતી ગયું પીપરનું નામ પડયું એટલે આ ચારેય ચમચાઓ પીપરનીઞ્આગળ પાછળનો એક પણ શબ્દ ન સાંભળે) ને મારા હાથમાંથી બધી પીપરો લઈને મમળાવીઞ્ગયા. (જાણે મોટી કંપનીની ચોકલેટનો સ્વાદ માણતાં હોય તેમ મુંગા મંતર થઈને. મારું આજુબાજુઞ્ધ્યાન જતા ખ્યાલ આવ્યો, યાર..., આપણે તો શાળાએ પહોંચી ગયા..! એટલે બીજો બોલ્યો,ઞ્તારે કયાં જવું હતું...? (નવી નવેલી દુલ્હનનો ઘુંઘટો ઉઠતાં જેમ શરમાઈ તેમ શરમાતા) હુંઞ્બોલ્યો એમ વાત નથી, આપણે કયાં ગયા હતાં એ ખબર નથી...

અમે તો વાતો કરતા હતાં, ત્યાં મારું ધ્યાન પેલાં ચોથાના ચહેરા પર ગયું, તે પરસેવેઞ્રેબઝેબ હતો, (રીતસર તેની દાઢીએથી પરસેવાની પાતળી ધાર જ થતી હતી ઉઠયો ત્યારથીઞ્મોઢું ઢોવાનો સમય જ નથી મળ્યો) મને ઉપાદી તો એ વાતની હતી કે જો આને કંઈ થયું ગયું તોઞ્જવાબદાર તો હું જ ગણાવ ને ? મે જ બધાંને મોટા ઉપાડે તૈયાર કર્યા હતા. ફરી મારો જીવ નઞ્રહેતા તેને રીતસર હચમચાવી નાખ્યો, (જો ભુલથી પણ કોઈએ મને આટલો હચમચાવ્યો હોય તોઞ્મારી હોજરીને તો ઘણી રાહત રહે, કેમકે મારુ જમવાનું આવા હચમચાટ સાથે પચવાને બદલેઞ્સીધું લોહીમા પરિવર્તન થઈ જાય, અને આંખા શરીરમાં લોહી દોડની સ્પર્ધાની જેમ દોડીને ફરીઞ્હૃદયમાં પહોંચી જાય, તમે જ વિચાર કરો જોય રાહત મળે કે નહિ...)

મને કંઈ જવાબ ન મળતા ફરી હળબળાવતાં જાણે ઉંઘમાંથી જાગ્યો હોય એમ બકવાસઞ્ઉપર ઉતરી આવ્યો, મને પાણી મળશે થોડું... પાણી.., એટલે અમે ચારેય તેને ઉંચકીને શાળાનાઞ્નળ નીચે બેસાડી દીધો. (કુંભકરણ જેમ ભોજનની સુગંધથી જાગે તેમ તે પાણીના પ્રવાહમાંઞ્જાગ્યો) જેવો જાગ્યો એવો જ ભાગ્યો. (એટલે ગાયબ થઈ ગયો સમજો ને) હું તો હેબતાઈ ગયો કે,ઞ્આ પાંચમાંથી અચાનક બાદબાકી કેમ થઈ ગઈ, હું આજુ બાજુ મોઢું ફેરવું છું ત્યાં તો મારા ખંભેઞ્ભારે વજન આવ્યો અને વજન ગાયબની સાથે પેલા ત્રણેય ગાયબ. એટલે હું તો રીત સર ચીસઞ્પાડી ઉઠયો અરે...યાર તમે લોકો મને છોડીને કયાં ચાલ્યા ગયા.

હું તો હજી પણ ચારે બાજુ મોઢું ફેરવી રહ્યો હતો. મે ઉપરની બાજુ ભગવાન સામે આંખઞ્બંધ કરી પ્રાર્થનાની આશાએ જ કહ્યું ભગવાન મારા ચાર ચમચાં મારી પાસે મોકલ. આંખ ખોલતાંઞ્મારી નજર સામે જ ચારેય ટાંકાની પાળી પર ભીના કપડાં ઝાંપટા ધ્રુજતા....ધ્રુજતા એક છલાંગઞ્સાથે નીચે આવ્યા. (મે તેની સામે જોઈને પુછયું પાકા સ્વામીનારાણ..., દિવસ ઉગતાં પહેલાં જઞ્માઘસ્નાન માંથી પરવારી ગયા) એટલે અત્યાર સુધી ચુપ રહેલો પાણી....પાણીની પોકાર કરતો,ઞ્જે પરસેવામાં ન્હાયો હતો તે અત્યારે પાણીમાં નાહીને બરાબર જાગ્યો, અને ગુસ્સા સાથે લાલઞ્આંખ કરીને બોલ્યો, આવી ઠંડી માં સ્નાન, હું એક મહિનાથી નાહવાને બદલે બાથરૂમમાં પાણીનીઞ્ડોલ ઉધી વાળીને બહાર આવું છું અને તું માધસ્નાની...

આજ પછી તો સાથે હોકીંગ તો શું ભુલથી પણ ગાડીનું ક્રોસીંગ પણ હું નહીં વટાવું. મનેઞ્બહુ દુઃખ થતાં મે પુછયું કેમ શી વાત છે..??? અરે હજુ પુછે છે શી વાત છે...?? આજે તે અમનેઞ્સવાર સવારમાં ગધેડા પર હોકીંગ કરાવ્યું, બાકી રહી ગયું હતું તો ગામથી સો કિલો મીટર દુરઞ્આવેલા કુવાની સફર કરાવી, કુવામાંથી બહાર નીકળવા માટે તને કોઈ ન મળ્યું ને તે અજગરનાઞ્સહારે બહાર કાઢયાં, (ત્યાં જ મને યાદ આવ્યું પેલું લીસું દોરડું) અને તેનું તાપમાન વધ્યું, લીસાઞ્દોરડાની વાત કરશ એતો મારી બાજુ એની પુછડી હતી, મોઢું હોત તો મારી કેવી હાલત થાત. એઞ્બીકમાં ને બીકમાં તો મારુ પેન્ટ ખરાબ થયું ગયું. (એટલે મારાથી પણ ન રહેવાયું, અરે યાર ચાલોઞ્પહેલાં તો ગેટની બહાર નીકળી ઘરનો રસ્તો પકડીએ રસ્તામાં બાકીના અધ્યાય પુરા કરીશું)

ફરી તેની કમાડ છટકતી જોતા જ, મે તેમને બોલતાં રોકયો, પહેલી વાત તો એ કે સવારઞ્સવારમાં તમારી જીંદગી માં કોઈ ભુલથી પણ તમને ગધેડાની સફર ન કરાવત. બીજું કે ગામથી સોઞ્કીલોમીટર દુર આવેલ કુવામાં ઉતરવાની વાત તો એકબાજુ રહી ગઈ, કોઈ તમને જોવાય લઈઞ્જવાનું નથી, અને ખાસ વાત દેશ આખામાં રૂપિયા દેતા પણ અજગરની સફર કોઈ નહીં કરાવે, તેઞ્પણ આટલી રોમેન્ટીક, વાતોમાં ને વાતોમાં ઘર પહોંચ્યા ત્યાં તો આખું ઘર સાથે પેલી સ્વીટુળીઞ્પણ રાહ જોઈને ઉભી હતી.

અમને જોતા જ પપ્પા બોલ્યા સારું હોકીંગ કરી આવ્યા. એટલે ત્રીજાથી રહેવાનું નહીંઞ્એટલે ગુસ્સા સાથે બોલ્યો, આખા શિયાળાનું હોકીંગ, ક્રોસીંગ, ઈવનીંગ, મોડલીંગ બધું જ અહીંઞ્સમાપ્ત સમજો ને. (દાદા બહુ અનુભવી તે સમજી ગયા અને બલમુડાની નાળીથી અમને પાંચયનેઞ્વીટીં ને તેના રૂમમાં લઈ ગયા) અને બધાં ખડખડાટ હસી પડયાં. તમેય પણઞ્હસો...હસો....હસો...મફત છે...ભાઈ....

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯