પારકી થાપણ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

પારકી થાપણ

પારકી થાપણ

બન્નો રે બન્નો મેરી ચલી સસુરાલ કો,

અખિયૉ મે પાની દે ગઈ , દુઆ મે,

મીઠી ગુડ-ધાની દે ગઈ...

T.V. પર ચાલતા આ ગીતનાં શબ્દોએ વૈભવીની આંખો ભીંજવી દીધી. કેમે કરીને એ પોતાની જાત ઉપર સંયમ ના જાળવી શકી. ને એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા...અત્યાર સુધી એણે પોતાની લાગણીઓ ઉપર સંયમ જાળવી રાખ્યો હતો પરંતું જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો તેમ તેમ એ વધુ લાગણીશીલ ને ઢીલી પડતી જતી હતી. બે દિવસ પછી એનાં લગ્ન હતા છતા એને પોતાના જ લગ્નનો કોઈ ઉમળકો નહોતો. વળી વળી ને એને માં નાં શબ્દો યાદ આવી જતા હતાં ને એની આંખો ભીની થઈ જતી હતી, '' દિકરી તો પારકી થાપણ કેવાય , એને થોડી જીંદગીભર માં-બાપ નાં ઘેર બેસાડી રખાય..!'' આ શબ્દો એનું હૃદય ચીરી નાખતાં હતાં... '' શુ દિકરી હોવું ગુનો છે? ખુદ એનાં મમ્મી પપ્પા એની પારકી ગણતા હતા ! શું દિકરીને કોઈ દિવસ કોઈ પોતાનું સમજશે જ નહીં? '' આ બધાં પ્રશ્નો તેનાં મગજ ને મન માં ઘૂમરાઈ જતા હતાં.

એવું નહોતું કે એની મરજી વિરૂદ્ધ એનાં મમ્મી - પપ્પા એનાં લગ્ન કરી રહ્યાં હતાં. શાલીન સારો અને સમજુ છોકરો હતો ને વૈભવી ને પણ એ સારી રીતે સમજતો હતો છતા પણ વૈભવી નાં હ્ર્દયમાં ઊંડે ઊંડે એક ચિંતા કોરી ખાતી હતી કે સાસરે ગયા પછી કેવી રીતે મમ્મી એકલી જ ઘર અને લકવાગ્રસ્ત પિતાનું ધ્યાન રાખી શકશે ? એક બાજુ ઘર ખર્ચ કાઢવા મમ્મી ઘેર બેઠા સિલાઇ કામ કરતી ને બીજી બાજુ ખાટલાગ્રસ્ત પતિની સારવાર...! તેનાં પપ્પા પહેલા એક કાપડની મિલમાં નોકરી કરતાં હતાં પણ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિની ચિંતામાં ને ચિંતામાં એક દિવસ એમની ઉપર લકવાનો હુમલો આવ્યો ને એ ખાટલે પટકાયા અને ઘર ચલાવવાની જવાબદારી વૈભવી અને એની મમ્મી પર આવી પડી. વૈભવીએ પોતે પણ કૉલેજ પછી એક પ્રાઇવેટ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ મેળવી લીધી હતી છતા પણ આજની મોંઘવારી અને પપ્પાની સારવાર પાછળ એની સેલેરી ને મમ્મીનાં સિલાઇ કામ કરીને કમાવેલા નાણાં ક્યાંય જતા રહેતાં. વૈભવને કદી આજની ફેશનેબલ છોકરીઓની જેમ મોજશોખ પાછળ પૈસા બગાડવા ગમતાં નહીં. એ પહેલેથી જ simple Life જીવવામાં માનતી હતી. સમજણી થઈ ત્યારથી જ એને એની જવાબદારીનું ભાન થઈ ગયું હતું. મમ્મી પપ્પા નું એ એકમાત્ર સંતાન હતી ને એણે જ ઘરનો દિકરો બની ને મમ્મી પપ્પા ને સાચવવાના હતાં.ઘરનાં કામકાજ કરવાની સાથે એ ભણતી ને કૉલેજ પછી પણ જ઼ે ફર્સ્ટ જોબ મળી એ એણે સ્વીકારી લીધી હતી, એનો પોતાનો interest આર્ટસમાં હતો છતા માત્ર ઘરની જવાબદારી માટે પુરી કરવા ! દુનિયાના કોઈ પણ સુખ કરતાં એનાં માટે એનાં મમ્મી-પપ્પા નું સુખ પ્રથમ હતું.

દાદીમા જ્યારે જીવતાં હતાં તયારે વૈભવીને એનાં બાળપણની ઘણી બધી વાતો કહેતાં કે 'તું જન્મી ત્યારે તારો એક જોડકો ભાઈ પણ જન્મ્યો હતો પણ એ બિચારો જન્મ્યા પછી 2 કલાક જ જીવ્યો. તારી મમ્મીને દીકરાની બહુ આશા હતી. એ જન્મ્યો ને ભગવાને તરત જ એની પાસે બોલાવી લીધો એનો આઘાત તારી મમ્મી ઘણાં વર્ષો સુધી સહન નહોતી કરી શકી. તું ત્યારે નાની હતી એટલે તને તો યાદ નહીં હોય પણ તારી મમ્મીને તું જન્મી એનો બિલકુલ હરખ નહોતો કેમ કે તારી સાથે જન્મેલ ભાઈ મૃત્યુ પામ્યો હતો. એ તને તારા ભાઈ ને ખાઈ જનારી કાળમુખી જ સમજતી હતી..કદાચ દિકરીને બદલે દિકરો જીવતો રહ્યો હોત તો એ વધુ ખુશ થઈ હોત. તારાં પપ્પાને મન તો દિકરો કે દિકરી બેય સરખા હતાં પણ દિકરો ય જીવ્યો હોત તો કંઈ ફરિયાદ ના રહેત એમણે બન્નેને ભગવાન પાસે. શરૂઆતના વર્ષોમાં તારી મમ્મીનું વર્તન ખૂબ ખરાબ હતું તારા પ્રત્યે પણ તારા પપ્પા સમજાવતા તારી મમ્મીને કે ''દિકરો નહીં હોય આપણાં નસીબમાં બીજું શું? એમાં આ ફૂલ જેવી કોમળ દીકરીનો શો ગુનો?'' ત્યારે તારી મમ્મી મન મનાવી લેતી કે જેવી ભગવાનની ઇચ્છા. પણ 4-5 વર્ષ પછી પણ તારા મમ્મી-પપ્પાને કોઈ સંતાન નાં થયું ત્યાર પછી તો તારી મમ્મી માનસિક રીતે ખૂબ ભાંગી પડી હતી અને ખૂબ ગુસ્સે થઈ જતી તારી પર, ત્યારે તું રડતાં રડતાં તારા પપ્પા પાસે જઈને એમનાં ખોળામાં લપાઈ જતી."

વૈભવી મોટી અને સમજણી થઈ એમ ધીરે ધીરે એને સમજાવા લાગ્યું હતું કે મમ્મીનું વર્તન કેમ એનાં પ્રત્યે પ્રેમાળ નથી. એ એની મમ્મીનું દર્દ સમજતી હતી ને એને પણ થતું કે તેનો પણ કોઈ ભાઈ હોત તો કેટલું સારુ થાત ! પણ એનો ભાઈ ના જીવ્યો એમાં એનો શો વાંક હતો એ એને સમજાતું નહોતું. એ એની મમ્મીના પ્રેમ માટે ખૂબ તલસતી હતી. બીજી મમ્મીઓની જેમ એ કદી વૈભવીને લાડ લડાવતી નહીં. એની મમ્મીનાં હૈયામાં હજુ દીકરાના મૃત્યુનો વસવસો ગયો નહોતો. વૈભવી મન મનાવી લેતી કે મમ્મી નહીં પણ પપ્પા તો એને પ્રેમ કરે છે ને ! એનાં માટે એનાં પપ્પા એની દુનિયા હતી. પપ્પાની ખુશી માટે એ કોઈ પણ ત્યાગ આપવા તૈયાર હતી. સમજણી થઈ ત્યારથી સૌથી વધુ એ પપ્પાનું ધ્યાન રાખતી. કૉલેજ પત્યા પછી સમાજમાંથી વૈભવી માટે લગ્નનાં માંગા આવવા લાગ્યા ત્યારે એણે પપ્પાને કહી જ દીધું હતું કે, ''હજુ તો મારે તમારી ખૂબ સેવા કરવાની છે. હજુ શું ઉતાવળ છે મારા લગ્નની? તમે મને ભણાવી ગણાવી આટલી મોટી કરી ને હું એમ જ તમને આવી પરિસ્થિતિમાં મુકીને જતી રહું? શું તમે મને એટલી સ્વાર્થી સમજો છો ? " પણ પાસે બેઠેલી મમ્મીએ ત્યારે કહી દીધેલું વૈભવીને કે, '' દિકરી તો પારકી થાપણ કેવાય એને થોડી જીંદગીભર માં-બાપ નાં ઘેર બેસાડી રખાય ! '' વૈભવીનું હૈયું ભરાઈ આવ્યું હતું મમ્મીના એ શબ્દોથી. પપ્પાની હાજરીમાં એણે મહામહેનતે આંખમાં ધસી આવેલા આંસું રોકી રાખ્યા હતાં. એને ખબર હતી કે એના પપ્પા જો એને રડતી જોશે તો એ દુઃખી દુઃખી થઈ જશે. એ વખતે એણે મમ્મી - પપ્પાને કહી દીધું હતું કે, " બે વર્ષ સુધી મારી લગ્ન કરવાની ઇચ્છા નથી, બે વર્ષ પછી તમે કહેશો ત્યાં હું લગ્ન કરી લઈશ. " એને સમજાતું નહોતું કે કેવી રીતે એ લગ્ન કરવાની ના પાડે મમ્મી-પપ્પાને? શું દીકરીને બદલે દિકરો હોત તો આ જ રીતે એને પારકો ગણ્યો હોત ? શું દીકરીનો હક નથી બનતો એનાં માતા-પિતાની સેવા કરવાનો ? ઉંમરલાયક થતાં પરણીને સાસરે જતું રહેવું એ જ માત્ર એની જવાબદારી છે ? અને એક વાર લગ્ન થઈ ગયાં પછી કોઈ પણ દિકરી સાસરીની જવાબદારી મુકીને પિયરમાં એનાં મમ્મી-પપ્પાની સેવા કરવા ક્યાં જઈ જ શકે છે? એનાં કરતાં લગ્ન જ નથી કરવા એવો જ વૈભવીનો નિર્ણય હતો. પણ ક્યાં કોઈ સમજી શકતું હતું એને ? પપ્પા બિચારા એમની જ પરિસ્થિતિથી લાચાર હતાં ને વૈભવી એનો નિર્ણય જણાવી એના પપ્પાને વધું દુઃખી ને લાચાર બનાવવા નહોતી માંગતી.

વધુ આવતાં અંકે....

Contact me @ Facebook/ pri19patel

Email @ patelpriyanka19@gmail.com