ડુંગરા તો દૂરથી જ રળિયામણા લાગે ! Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડુંગરા તો દૂરથી જ રળિયામણા લાગે !

આપણા સહુનાં દુઃખનું મુખ્ય કારણ :-

તુલના ( Comparison )

માણસ માત્રનો સહજ સ્વભાવ એકબીજા સાથે તુલના કરવાનો છે . જીવનમાં જે કાંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ - પૈસા , પ્રતિષ્ઠા , પ્રેમ , સુખ , દુઃખ , નોકરી , કુટુંબ , સગાવહાલાં , ઘર કાંઈ પણ ... જ્યાં સુધી આપણે આપણને મળેલ વસ્તુ , વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે બીજી વસ્તુ , વ્યક્તિ અને પરિસ્થિતિ સાથે તુલના ના કરી લઈએ ત્યાં સુધી માણસ માત્રને જંપ થતો નથી .

મારા કરતા બીજા પાસે વધુ પૈસા છે . મારા કરતા પાડોશીની ગાડી મોટી છે . મારા કરતા મિત્રના ઘરમાં સારું ફર્નિચર છે . મારા કરતા ફલાણીની પત્નિ વધુ સુંદર છે . મારા કરતા ફલાણીના સાસુ વધુ સારા છે . મારા કરતા મિત્રની નોકરી ઊંચા હોદ્દાવાળી છે . મારા કરતા ફલાણાનું કુટુંબ વધુ સુખી છે . મારી જ લાઈફમાં કેમ આટલું બધું ટેન્શન ? બીજા બધાને કેટલી શાંતિની લાઈફ છે ! આ બધી કમ્પૅરિઝનનું લિસ્ટ એન્ડલેસ છે મિત્રો ...

આપણને હંમેશા એમ જ થતું હોય છે કે મારા કરતાં બીજાની લાઈફ કેટલી સારી છે ! પણ મિત્રો , શું આપણને બીજાની લાઈફ વિશે પુરેપુરી જાણકારી છે ? તેમની અંગત જિંદગીમાં શું ચાલે છે , એમની લાઈફમાં કેટલા પ્રોબ્લેમ્સ છે , એ બધા વિશે આપણને ડિટેઇલ્સમાં ખબર છે ? આપણી બાજુમાં રહેતા પાડોશીની જ વાત કરીએ મિત્રો ... આમ તો આપણને આપણા પાડોશી વિશે મોટાભાગની જાણકારી હોય જ છે . જેમ કે બાજુવાળા ભાઈ શું કરે છે , ભાઈની વાઈફ કેવી છે , તેમને કેટલા સંતાનો છે , સંતાનો શું ભણે છે , તેમની રહેણીકરણી કેવી છે , તેમનો સ્વભાવ કેવો છે વગેરે વગેરે ... પાડોશીની મોટાભાગની જાણકારી હોવા છતાં આપણને પાડોશવાળા ભાઈના ધંધામાં કે નોકરીમાં કયા ઉતાર - ચઢાવ ચાલી રહ્યા છે , તેમને કોઈ આર્થિક બાબતમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે અથવા તો તેમના સગાંવાહલાં સાથેના સંબંધોમાં કાંઈ પ્રોબ્લેમ્સ ચાલે છે , એ બધા વિશે આપણી જાણકારી ઓછી હોય છે . આપણને તો એવું જ લાગે છે કે ભાઈનો ધંધો સરસ ચાલી રહ્યો છે ને ભાઈ ટકાટક રહે છે ને Honda Amaze માં ફરે છે . જો પાડોશી વિશે જ આપણને એમની અંગત લાઈફની જાણકારી હોતી નથી તો પછી દિવસ દરમિયાન આપણા સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ વિશે તો કેટલી ઉપરછલ્લી જાણકારી હશે આપણી પાસે ! આમ છતાં પણ આપણે માત્ર વ્યક્તિની બાહ્ય રહેણીકરણીથી અંજાઈને આપણા સુખ -દુઃખનું ત્રાજવું લઈ બેસી જતા હોઈએ છીએ . શું આ વાજબી છે મિત્રો ? ના ... એટલે જ તો આપણામાં પેલી કેહવત છે ને ? '' ડુંગરા તો દૂરથી જ રળિયામણા લાગે ! "

જીવનમાં પરિવર્તન તેમજ વિકાસ જરૂરી છે મિત્રો પરંતુ એ પરિવર્તન , એ વિકાસ આપણા મૂલ્યોમાં , સમજમાં અને વ્યવહારમાં થવો જોઈએ , નહીં કે માત્ર ભૌતિક વિકાસ . એ પરિવર્તન તેમજ એ વિકાસની સાથે સાથે જીવનમાં જે કાંઈ પણ પ્રાપ્ત કર્યું છે એનો સંતોષ હોય એ મહત્વનું છે . જીવનમાં કાંઈ પણ પ્રાપ્ત કરી લઈએ પણ અસંતોષ જ રહે તો એનો મતલબ એ જ કે તમે જીવનમાં સંતોષ મળે એવું કાંઈ પ્રાપ્ત કર્યું જ નથી .

જ્યાં સુધી તુલનાની વાત છે તો એ તુલના જીવનમાં પોઝિટિવ પરિણામ લાવે એવી રીતે કરવી જોઈએ . જો તુલના કરવાથી આપણને માત્ર માનસિક સંતાપ , ઈર્ષા અને દ્વેષ જ પ્રાપ્ત થતો હોય તો એવી તુલના નો કોઈ અર્થ નથી . એક ઉદાહરણ જોઈએ .

દેવાંગી નામની એક 18 વર્ષની છોકરી છે . જે કૉલેજમાં ભણી રહી છે . એ દેખાવમાં તો સુંદર છે જ અને સાથે સાથે ભણવામાં પણ એટલી જ હોંશિયાર છે . ગ્રેજ્યુએશન કર્યા પછી એને એકટિંગ ફિલ્ડમાં જવું છે . એકટિંગ કરવી એ એનું પેશન છે . કોલેજમાં પણ એ નાટક અને બીજી ઈતર પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ કરતી રહે છે . એની રોલ મૉડેલ પ્રિયંકા ચોપરા છે . એ PC ની જેમ જ એકટિંગ ફિલ્ડમાં મશહૂર થવા માંગે છે . એક દિવસ એ PC ના સ્થાન પર પહોંચવા માંગે છે . અહીં દેવાંગી PC ને રોલમૉડેલ બનાવી તેની સાથે પોતાની એકટિંગની કમ્પૅરિઝન અને કોમ્પિટિશન કરી રહી છે . આગળ જતા આ જ કમ્પૅરિઝન તેની લાઈફમાં પોઝિટિવ રિઝલ્ટ આપશે . આમ , આવું કમ્પૅરિઝન કોઈ પણ વ્યક્તિ માટે લાભદાયી પુરવાર થાય છે .

એ જ રીતે વ્યક્તિ સમાજમાં થતા સામાજિક ઉત્કર્ષના કાર્યોને પોતાના માટે માપદંડ રાખીને તે ઉત્કર્ષ માટે પોતાને સક્ષમ બનાવે તો એ સારા કાર્યો કરવા માટેની તુલના યોગ્ય ગણાશે .

ઘણીવાર પેરેન્ટ્સ પોતાના સંતાનોની એકબીજા સાથે કમ્પૅરિઝન કરતા હોય છે . આ પ્રકારની કમ્પૅરિઝન આગળ જતા સંતાન માટે અડચણરૂપ બને છે . ઘણીવાર તો સંતાન આ કમ્પૅરિઝનના લીધે એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાય છે . એક ઉદાહરણ જોઈએ .

એક દંપતીને બે બાળકીઓ છે . નેન્સી અને ફેની . નેન્સી 14 વર્ષની છે જે ધો - 9 માં અભ્યાસ કરે છે , જ્યારે ફેની 12 વર્ષની છે જે ધો - 7 માં અભ્યાસ કરે છે . નેન્સી ભણવામાં એકદમ એક્સપર્ટ . દરેક વિષયમાં એ સારા માર્ક્સ લાવે . મેથ્સ તો એને બહુ ગમે અને એમાં તો એનાં ફૂલ માર્ક્સ જ હોય . જ્યારે ફેની ભણવામાં એવરેજ . એને ભણવામાં એકેય સબ્જેક્ટમાં ખાસ ઇન્ટરેસ્ટ ના પડે . હા , પણ મ્યુઝિકમાં એને ઘણો ઇન્ટરેસ્ટ પડે . સ્કૂલમાં પણ મ્યુઝિક પિરિયડમાં એ ધ્યાનથી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખે અને ગાય પણ ખરી . પણ ફેનીના પેરેન્ટ્સને પોતાની દીકરી આમ મ્યુઝિકમાં વધુ ઇન્ટરેસ્ટ લે એ ના ગમે . એમને મન મ્યુઝિક એટલે ટાઇમપાસનુ સાધન માત્ર . " એમાં કાંઈ ટાઈમ વેસ્ટ કરાય ?" એવો જ એમનો પ્રતિભાવ . ફેનીના પેરેન્ટ્સ હંમેશા ફેની આગળ માત્ર નેન્સીના જ વખાણ કાર્ય કરે કે " નેન્સી કેટલી હોશિયાર છે ભણવામાં , કેટલા સરસ માર્ક્સ લાવે છે બધા સબ્જેક્ટસમાં .. મેથ્સમાં તો કેટલી એક્સપર્ટ છે ! તને જ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી પડતો " વગેરે વગેરે . જ્યારે ફેનીના કોઈ કાંઈ પણ વખાણ ના કરે . દિવસે દિવસે ફેની એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે . એ પહેલેથી જ ભણવામાં એવરેજ હતી ને હવે ધીરે ધીરે મ્યુઝિકમાં પણ એનો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે . જે વસ્તુ એને ગમે છે ' મ્યુઝિક ' એ એના પેરેન્ટ્સને ગમતું નથી . ' મ્યુઝિક ' માં તે ઘણી આગળ વધવા માંગે છે પણ માત્ર એના પેરેન્ટ્સના અણગમાને લીધે એ કરી શકતી નથી . ઘણા પેરેન્ટ્સ એ વાતને મહત્વ આપતા જ નથી કે તેમના સંતાનને શેમાં ' ઇન્ટરેસ્ટ ' છે ? માત્ર તેઓ માર્ક્સને જ જીવનમાં અગત્યતા આપે છે . સંતાનની આવડતને બદલે તેમના માર્ક્સની કમ્પૅરિઝનના લીધે તેઓ કોઈ વખત પોતાના સંતાનને જ અન્યાય કરી બેસે છે . દરેક બાળકમાં એક ખાસ પ્રકારની રુચિ હોય છે , જરૂર હોય છે માત્ર એની રુચિ અથવા ઈન્ટરેસ્ટના વિષયમાં ફીડબેક આપી તેને આગળ વધવાની તક આપવાની .

આપણા સામાજિક વ્યવહારમાં પણ આ કમ્પૅરિઝનનું ભૂત એટલું ચઢી બેસ્યું છે કે ઘણા પરિવારો આ સામાજિક વ્યવહારોમાં થતી દેખાદેખીને લીધે કર્જ ના ચક્કરમાં ફસાઈ પડે છે . આપણા આજના લગ્ન વ્યવહારોમાં થતી દેખાદેખી જોઈ ઘણીવાર એવું થાય છે કે રૂપિયાના આટલા ધુમાડા શું કામ કરતા હશે લોકો ? માત્ર સમાજમાં પોતાનું સ્ટેટ્સ ઊંચું બતાવવા ? " ફલાણાભાઈએ એમની દીકરીને 50 તોલા સોનું આપ્યું . આપણે આપણી દીકરીને 20 તોલા સોનું તો આપવું જ પડે ને , નહીં તો સગાવહાલાં શું વિચારશે ?". " ફલાણાભાઈએ એમના દીકરાના લગ્નમાં કેટલી જાતના પકવાન રાખ્યાં હતા , આપણે 3-4 પકવાન તો રાખવા પડે ને , નહીં તો કુટુંબવાળા શું વિચારશે ? " મિત્રો , આપણી પહોંચ મુજબ લગ્નમાં ખર્ચા જરૂર કરીએ પણ માત્ર બીજાએ કેવી રીતે અને કેટલું કર્યું એ કમ્પૅરિઝનમાં કેટલીક વખત લગ્નનો ખર્ચો બજેટની બહાર જતો રહેતો હોય છે મધ્યમવર્ગીય પરિવાર માટે ... અને એ બજેટની બહાર થઈ જતા ખર્ચા માટે ઘણા નબળી આર્થિક સ્થિતિવાળા પરિવારો કર્જ ના ચક્કરમાં ફસાઈ જતા હોય છે . શું સમાજમાં થતી આ પ્રકારની દેખાદેખી યોગ્ય છે મિત્રો ? આપણા દીકરા કે દીકરીના લગ્નમાં કુટુંબીજનો અને સગાંવહાલાંઓને આપણી પહોંચ મુજબ જરૂર જમાડીએ અને સમાજમાં થતા વ્યવહારો પણ કરીએ પરંતુ એ જ લગ્નમાં સગાવહાલાં જમણવાર તેમજ લગ્ન પત્યા પછી જોજો , શું બોલતા હોય છે ? " યાર , જમવામાં પેલા જતીનભાઈની દીકરીના લગ્નમાં જેવી રસોઈ હતી એવી મઝા ના આવી પ્રવિણભાઈને ત્યાં .." થઈ ગઈ ને કમ્પૅરિઝન આપણી ! આપણે ગમે તેટલા અઢળક ખર્ચા કર્યા હોય લગ્નમાં , છેલ્લે એક કમ્પૅરિઝનવાળો ડાયલોગ બોલી લોકો આપણને એક ખાનામાં બેસાડી દેશે . શું લગ્ન માણવા આવેલા સગાંવહાલાંઓને કદી જાણવામાં આવશે કે પ્રવિણભાઈએ આ બધો લગ્નનો ખર્ચો કર્જ લઈને કર્યો હતો ? ના ... લગ્ન પત્યા ને વાત પતી સગાવહાલાં માટે તો ..! મિત્રો , શા માટે પ્રવીણભાઈ જેવા મધ્યમવર્ગીય પરિવારો લગ્નમાં થતા ખોટા ખર્ચા પાછળ આંધળુકિયા કરવાનું છોડતા નથી ? We all need to stop all these absurd Comparison in our society . સમાજમાં ઘણા એવા પણ પરિવારો હોય છે જે પૈસાદાર હોવા છતાં સાદાઈથી જ તેમના દીકરા / દીકરીના લગ્ન કરતા હોય છે પણ આવા સાદાઈથી લગ્ન કરવાવાળાની દેખાદેખી ખૂબ ઓછા લોકો કરતા હોય છે સમાજમાં ...!

મિત્રો , કમ્પૅરિઝનવાળું માઈન્ડસેટ આપણા બધાના મગજમાં એટલું બધું જડબેસલાક બેસી ગયું છે કે આપણે બધા એ માઈન્ડસેટ પેટર્નમાં જ વિચાર્યા કરીએ છીએ . સવારે ઉઠીએ ત્યાંથી જ આપણા મગજમાં તુલનાત્મક વિચારો શરૂ થઈ જાય છે . દિવસ દરમિયાન પણ એ કમ્પૅરિઝનવાળું માઈન્ડસેટ ચાલુ જ હોય છે . There is no end of Comparison, it'll go on and on ... આપણે આપણી પાસે જે વસ્તુ નથી પરંતુ બીજા પાસે છે એ જોઈને દુઃખી થઈએ છીએ પણ પોતાની પાસે જે છે , ગુણ , સ્વરૂપ , પૈસા કે ગમે તે બીજું , એ બાબતથી આપણે આપણી જાતને ખુશનસીબ માનતા જ નથી . આપણને ખરેખર જીવનમાં એક પણ બાબત કે વસ્તુનો સંતોષ નથી મિત્રો ? આ ખરેખર વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો ઉત્તર મેળવવો ખરેખર અગત્યનો છે .

પહેલા તો આપણે આ પ્રકારની આપણી ઘર કરી ગયેલી તુલનાત્મક વિચારસરણીમાંથી બહાર આવવું પડશે . જીવનમાં મળેલ વસ્તુ , વ્યક્તિ અને પરિસ્થિતિને સ્વીકારતા શીખવું પડશે . જેટલું વાસ્તવિકતાની નજીક સ્વીકારતા થઈ જઈશું એટલી માત્રામાં જીવનમાં ફરિયાદો ઓછી થઈ જશે અને જેટલી ફરિયાદો ઓછી થશે એટલું આપોઆપ જીવનમાં સ્ટ્રેસ અને ફસ્ટ્રેશન ઓછું થઈ જશે . મગજ જેટલું શાંત હશે એટલું આપણે આપણી મુશ્કેલીઓને મૂળમાંથી જાણીને એને દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જઈશું , માત્ર ફરિયાદ અને તુલના કરવાથી જીવનની મુશ્કેલીઓનો અંત આવવાનો નથી એ વાત પણ સમજાઈ જશે .

ભગવાને જે અમૂલ્ય જીવન બક્ષ્યું હોય છે એની ભાગ્યે જ લોકો કદર કરતા હોય છે . મોટા ભાગના લોકો પોતાની લાઇફથી સેટિસ્ફાઇડ હોતા જ નથી . અડધી જિંદગી તો એમની ફરિયાદોમાં જતી રહેતી હોય છે . કોઈ દિવસ આપણે આપણા અંતરાત્માને દિલ ફાડીને કહ્યું હોય છે કે , " I am so much happy to get this beautiful life as a wonderful gift, I am fully enjoying my life. GOD thank you so much for giving me this beautiful life, I'll be always grateful to you for choosing me here as a human being. Love you GOD ." કદી કોઈએ કહ્યું છે પોતાની જાતને આ વાક્ય ? મોટાભાગના લોકોનો જવાબ 'ના ' જ હશે . કેમ કે મોટાભાગના લોકોને ' સંતોષ ' કઈ ચિડિયાનું નામ છે એ ખબર જ નથી હોતી , કેમ કે એમણે જીવનમાં ક્યારેય દિલથી સંતોષનો અનુભવ કર્યો જ નથી હોતો . અસંતોષના પોટલાં જ માથે રાખીને ફરતા હોય એમને ' સંતોષ ' નો ટેસ્ટ હોતો પણ નથી . અસંતોષ જીવનનો આનંદ ઝુંટવી લે છે જ્યારે સંતોષ જીવન આનંદમાં વધારો કરે છે . એક સરસ ઉદાહરણ જોઈએ .

બે ટંકનું પેટ ભરવા છૂટક મજૂરી કરીને જિંદગી જીવતો એક ગરીબ મુસલમાન રોજ મસ્જિદમાં નમાજ પઢવા જતો હોય છે . એની પાસે પોતે ચંપલ ખરીદી શકે એટલા રૂપિયા હોતા નથી એટલે એ રોજ ખૂદાને ફરિયાદ કરતો હોય છે કે , " ખુદા મારી પાસે ચંપલ નથી પહેરવા " એક વાર નમાજ પઢવા કરવા ગયેલા એ ગરીબ મુસલમાન પાસે બે પગ વગરનો અપંગભાઇ નમાજ પઢી રહ્યો હોય છે અને સાથે સાથે ખૂદાને એ શુક્રિયા કહેતો હોય છે એને એટલી સરસ જિંદગી આપવા બદલ . એ ગરીબ મુસલમાન તો દંગ રહી ગયો પેલા પગ વગરના માણસને સાંભળીને ! એ પોતે ખુદા પાસે ચંપલની ફરિયાદ કરતો હોય છે જ્યારે એ અપંગભાઈને તો બે પગ જ હોતા નથી છતાં એને ખુદા સામે કોઈ ફરિયાદ હોતી નથી , ઉપરથી એ તો સંતોષ માનતો હતો તેને મળેલ અમૂલ્ય જિંદગીનો ! એ દિવસથી એ ગરીબ મુસલમાન ખુદા પાસે ચંપલની ફરિયાદ કરવાનું છોડી દે છે અને જે મળે એનાથી સંતોષ માની જિંદગી જીવવા લાગે છે .

મિત્રો , આપણને પણ ભગવાને જે શરીરરૂપી અમૂલ્ય ખજાનો આપ્યો હોય છે એ ખજાનાનું મૂલ્ય આપણને ક્યારેય હોતું નથી . જેમણે જિંદગીમાં પેલા અપંગ મુસલમાન ભાઈની જેમ શરીરનું કોઈ અંગ ગુમાવ્યું હોય એમની સાથે પણ કોઈવાર પોતાને મળેલ જિંદગીનું કમ્પૅરિઝન કરી જોજો , તમને મળેલ અમૂલ્ય જિંદગીનું મૂલ્ય તરત સમજાઈ જશે .

ભગવાને માણસમાત્રને યુનિક બનાવ્યો હોય છે . દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ પ્રતિભા ધરાવતી હોય છે . કોઈ દેખાવમાં સારો હોય , તો કોઈનો અવાજ મધૂરો હોય , કોઈ કલામાં નિપૂણ હોય તો કોઈ સ્પોર્ટમાં , કોઈ કુકિંગમાં એક્સપર્ટ હોય તો કોઈ એકટિંગમાં . પરંતુ આપણને આપણી પ્રતિભા જોવાની દ્રષ્ટિ હોતી નથી અને બીજાના ગુણો જોઈને કમ્પૅરિઝન કરીને લઘુતાગ્રંથિથી પીડાવા લાગીએ છીએ . ભગવાને તો બે સાથે જન્મેલ બાળકો (ટ્વિન્સ ) માં પણ અલગ પ્રતિભા આપી હોય છે . વિશ્વમાં ક્યાંય પણ તમારી ફિંગરપ્રિન્ટ બીજી કોઈ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સાથે મેચ થશે ? ના . તો પછી ભગવાને આપણને એટલા જ યુનિક બનાવ્યા છે તો એ યુનિકનેસને જાળવી રાખવી આપણી ફરજ છે . " હું પેલા જેવો કેમ નથી ?" કે " હું પેલી જેવી કેમ નથી ?" એવી બધી કમ્પૅરિઝન કરીને આપણે આપણા જ અસ્તિત્વનું અપમાન કરીએ છીએ . હવે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી માણસની ઈચ્છાઓનો અંત નથી અને દુનિયાના દરેક વ્યક્તિ પાસે જે કાંઈ છે એ બધું મારી પાસે કેમ નથી એ પ્રકારની કમ્પૅરિઝન જ માણસ કરતો રહે તો તેનો અંત આવવાનો જ નથી . So Today's onwards Let's Stop Comparison And Start Living With Contentment ... !

" મન સુખી છે તો એક બુંદ પણ વરસાદ છે , બાકી

દુઃખી મન આગળ સમુદ્રની પણ ક્યાં ઔકાત છે ...!"

Contact Me @ : patelpriyanka19@gmail.com