ઈચ્છા + મહેનત Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈચ્છા + મહેનત

ઈચ્છા + મહેનત = ?

આમ તો આપણે બધાં Human Beings સપનાઓ અને ઈચ્છાઓથી ઘેરાયેલા છીએ. જીવનમાં કોઈ પણ સપનાં પૂરા કરવા માટેની ઈચ્છાઓ જ આપણને 'Motivate' કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એનાં આગવા સપનાં હોય છે. કોઈને ફેશન ડિઝાઇનર બનવાનું સપનું હોય, કોઈને ડૉક્ટર બનવાનું સપનું હોય, કોઈને ડાન્સર બનવાનું સપનું હોય, કોઈને સફળ બિઝનેસમેન બનવાનું સપનું હોય તો કોઈને abroad માં settle થવાનું સપનું હોય. સપનાઓ વગર માણસનું જીવન નીરસ અને વ્યર્થ છે. સપનાઓ જ દરેક વ્યક્તિના જીવનમાં રંગો ભરવાનું કામ કરે છે. પોતે ભવિષ્યમાં આમ થશે કે આમ બનશે એવું દરેક વ્યક્તિ વિચારે છે. સપનું ભલે બીજાની દ્રષ્ટિએ મામુલી કે તુચ્છ હોય પરંતું તે વ્યક્તિ માટે તો પોતાનું જીવન જ હોય છે. રોડ પર રહેતો ગરીબ હોય કે આલીશાન બંગલામાં રહેતો અમીર, સપનાંઓ તો દરેક વ્યક્તિ જોવે જ છે.

પરંતું માત્ર કંઈ થવાં કે બનવા માટેના સપનાં જોઈ રાખીએ અને એ સપનાં પૂરાં કરવા કંઈ મહેનત ના કરીએ તો સેવેલાં સપનાં વ્યર્થ છે. વ્યક્તિએ પોતાની આવડત અને મૂલ્ય સ્થાપિત કરવા મહેનત કરવી પડે છે, સતત વ્યવસ્થિત અને વ્યૂહાત્મક પ્રયત્નો કરવા પડે છે. માત્ર ઈચ્છા કરવાથી સપનાં પૂરાં થતાં નથી. આપણે આપણાં વડાપ્રધાન મોદી સાહેબનો જ દાખલો લઈએ. જો તેઓ માત્ર મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી થવાનું સપનું જોઈ માત્ર બેસી જ રહ્યાં હોત તો શું એ આજે ભારતનાં વડાપ્રધાન હોત?.... ના... ચોખ્ખી વાત છે મિત્રો. જે તે સપનાં પૂરાં કરવાં પાછળ આપણી સમગ્ર મહેનત લગાડી દેવી પડે છે. મહેનત કર્યાં વગર સપનાં પૂરાં થશે એની આશા રાખવી એ એક જાતની મૂર્ખામી જ છે મિત્રો. તેથી "તમારાં સપનાં પૂરાં થવાની ઈચ્છા ત્યારે જ કરો જ્યારે તમે તે માટે મહેનત કરવા તૈયાર હોવ"

'3 Idiots' મૂવીમાં આમિરખાન પેલો dialogue બોલે છે ને, "तू महेनत कर, सफलता तेरे पीछे चली आऐगी... આપણે બધાં સફળતા પાછળ જ ભગીએ છીએ પરંતું સફળતા માટે જે મહેનતનો ફાળો છે એની પાછળ ભાગ્યે જ કોઈ ભાગે છે. ઘણાં વિદ્યાર્થીઓને ધો.12 પછી IIT કે IIM માં એડમિશન મેળવવાનું સપનું હોય છે. પરંતું એટલું સરળ નથી આવી મોટી Institutions માં એડમિશન લેવું. એ માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે એની Entrance Test પાસ કરવાં માટે. એટલી મહેનત કર્યા પછી પણ પાસ થઈશું જ એની કોઈ ગેરંટી નથી. ઘણી નિષ્ફળતાઓ પછી એમાં સફળતા મળે છે. સેવેલાં સપનાં સાકાર થવાની ઈચ્છા રાખવી ખરાબ વાત નથી પણ તેને માટે જે મહેનત કરવી પડે એ કર્યાં વગર માત્ર સપનાં જોઈ બેસી રહેવું ખરાબ વાત છે.

Well, આ તો જસ્ટ 'Education' related વાત કરી સફળતા માટે. પણ મિત્રો, ખરેખર શું આપણે કોઈ પણ ઈચ્છા કે સપનું જોતાં પહેલાં આપણી જાતને એક પણ વાર પ્રશ્ન પૂછીએ છીએ ખરાં કે, " આ સપનાને પુરું કરવા માટે જે મહેનત જરુરી છે એને માટે હું તૈયાર છુ?" ધારો કે આપણને પૈસાદાર બનવાનું સ્વપ્ન હોય જીવનમાં. તો , પૈસાદાર બનવા માટે મહેનત કરવી પડે, જે તે ધંધા કે નોકરીમાં ખૂબ ઊંડો રસ, ધગશ, ધૈર્ય, શાણપણ, શારીરિક તેમજ માનસિક ક્ષમતા એ બધાં ગુણો હોવાં જરૂરી છે. આ બધાં ગુણો કેળવ્યાં વગર અને મહેનત કર્યાં વગર ખાલી પૈસાદાર બનવાની ઈચ્છા કરી બેસી રહેવાથી કોઈ પૈસાદાર બની જતું નથી except કે 2 number નાં કામો કરીને..! હા..હા. આપણને આપણી નોકરીમાં જ રસ ના પડતો હોય તો એ નોકરીમાં કેવી રીતે આગળ વધીને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવાનાં? જીવનમાં આગળ વધવા માટે આપણે આપણી ક્ષમતા અને ગુણો વિકસાવવા પડે છે. ખાલી ઈચ્છા કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી જીવનમાં.

ધારો કે એક યુવાન છે. એની સમસ્યા એ છે કે એનું વજન ખૂબ વઘુ છે. અને એનાં જાડાપણા લીધે એ એનાં મિત્રો વચ્ચે ખૂબ લઘુતાગ્રંથિ અનુભવે છે. એ યુવાન પોતાનું વજન ઓછું કરવા માંગે છે પરંતું વજન ઓછું કરવા ખાવામાં control કરવો પડે, exercise કરવી પડે, diet change કરવો પડે. પણ ના તો તે ખાવામાં control કરી શકે છે કે ના તો exercise કરે છે. હવે માત્ર એને પોતાનું વજન ઘટાડવું છે એની ઈચ્છા કરવા માત્રથી એનું વજન ઘટવાનું નથી. એણે વજન ઘટાડવા જે જરૂરી વસ્તુઓ છે એ કરવી જ પડે અને તો જ એનું વજન ઘટે. પહેલાં એણે મનથી મક્કમતાપૂર્વક વજન ઉતારવા માટે સંકલ્પ કરવો પડે અને ત્યારબાદ ખાવામાં contol કરવાની સાથે સાથે exercise પણ શરૂ કરી દેવી પડે. Right Friends? That's it.

" To be Successful in life one must do hardwork to achieve that dream"

અને 'Success' આમ રસ્તામાં નથી પડી હોતી કે સરળતાથી મળી જાય. એ માટે સખત મહેનત કરવી પડે છે દિવસ-રાત જોયા વગર. જીવનમાં ઘણાં બધાં સુખો જતા કરવા પડે છે કોઈ એક વસ્તુ મેળવવા માટે. ફ્રેન્ડ્સ સાથે ગપ્પાં મારી શકાતાં નથી, family ને ટાઈમ આપી શકાતો નથી, T. v જોઈ શકતાં નથી. માત્ર જે તે સપનું પુરું કરવાં, તેને મેળવવા કિંમત ચૂકવવી પડે છે. પેલી મૂવી હતી ને , ' યે જવાની હૈ દીવાની'. એમાં રણબીર કપૂરને એને ગમતાં દુનિયાનાં ફેમસ 'Destinations' જોવાનું સપનું હોય છે. દિવસ- રાત એને પોતાનું સપનું જ દેખાતું હોય છે. અને એ પોતાનું સપનું પુરું કરવા કટિબદ્ધ હોય છે કોઈ પણ કિંમત ચૂકવીને. હવે તે માત્ર બધે ફરવા જવાનું સપનું વિચારી બેસી રહ્યો હોત તો કદી પણ એનું સપનું પુરું થવાનું હતું મિત્રો ? ... ના... એ માટે જીવનમાં બધી 'Comfortness' છોડવી પડે અને એ સપનું પુરું કરવાની તક મળતાં એક સેકન્ડમાં દરેક વસ્તું છોડવાની તૈયારી હોવી જોઈએ. એ એનાં પપ્પાની ઈચ્છા ના હોવાં છતાં એમને છોડીને જાય છે પોતાનું સપનું પુરું કરવા. You must have to pay price for your Success and that price is Hardwork.

" There is no Substitute for Hardwork" - Thomas A. Edison

અથાગ મહેનત અને તમારી આવડત જ તમને જીતાડે છે જીવનમાં. સફળતાનાં માર્ગમાં ઘણી બધી નિષ્ફળતાઓ પણ પડી હોય છે. એ બધી નિષ્ફળતાઓમાંથી માર્ગ કાઢીને આગળ વધવાનું હોય છે. એક જ વસ્તુ લાયક બનાવે છે તમને સફળતા માટે અને તે છે મહેનત. ખરેખર સફળ માણસ એ છે કે જે પોતાનું સપનું પુરું ના થાય ત્યાં સુધી પ્રયત્ન અને મહેનત કરતો જ રહે છે. વીજળીનાં બલ્બની શોધ ઉપર કામ કરતી વખતે થોમસ એડિસન 10,000 વાર નિષ્ફળ ગયો છતાં પણ એણે સ્વપ્નમાં પણ પ્રયત્નો કરવાનું છોડી દેવાનું વિચાર્યું નહીં. જો એણે કંટાળી અને હતાશ થઈને પ્રયત્નો કરવાનું છોડી દીધું હોત તો એ એની શોધમાં સફળ થઈ શક્યો હોત?

સફળતા માત્ર આજની પરિસ્થિતિ દ્રારા મપાતી નથી પરંતું તમે સફળ થવાં કેટલી મહેનત કરો છો અને એ માટે કેટલી નિષ્ફળતાઓનો સામનો કરો છો તેનાં દ્રારા મપાય છે.

Henry Ford Says, " The harder you work, the luckier you get".

પાવર પંચ

" Desire + Stability = Resolution

Resolution + Hardwork = Success"

- Narendra Modi