વોઈસલેસ વેદશાખા ૧૧ Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

વોઈસલેસ વેદશાખા ૧૧

૧૧. મુલાકાતની મુશ્કેલી

પ્રિય વિશાખા,

આપણે જ્યારે મળ્યા ત્યારે જ મને તારા પ્રત્યેનું આકર્ષણ થઈ ગયુ હતુ. આથી વિશેષ એ કહેવાનું કે તે જ્યારે ૧૦ જ મિનિટમાં તારી પ્રામાણિકતા દેખાડી ત્યારથી જ મારા મન અને મગજમાં તારા વિચારો ચાલું થઈ ગયા હતા. એ દિવસનો તારા પહેરેલા કપડાં તને કપાળ પર વળેલો પરસેવો અને તારું મારા આ સ્વાભાવિક જીવનને જોઈને ચકિત થઈ જવું. આપણી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ એપ્સમાં બહુ સામાન્ય અને સાહજિક વાત થઈ છે. હા, હું બોલી શકતો નથી. વોઈસલેસપણાં હોવાનો અપસોસ મને પ્રથમ એક વર્ષ ખૂબ જ રહ્યો. કુદરતની આ કરામતને સ્વીકાર્યા સિવાય મારી પાસે બીજું કંઈ જ નહોતુ. તે શાળાના શિક્ષકો તેમજ ત્યાંના મારા મિત્રોની સહાયથી આ ઉપાધિને ઓવરકમ કરી ગયો. હવે હું એકદમ જ સહજ થઈ ગયો છું. તને જોયા પછીનું મારુ વર્તન ફરી ગયુ છે. સાચું કહુ તો મને પણ કોઈક પસંદ કરશે એ તને મળ્યા પછી ખબર પડી. મને સમજી ભલે તુ ના શકી હો પણ તારી આતુરતાએ મને તારો કરી દિધો છે. હા! તારો.. મને તુ ગમવા જ લાગી છો. આ બધુ મોઢામોઢ કહેવાની મને ઈચ્છા છે પણ જીભને જીવવું નહોતુ મારી સાથે. તને ડ્રેસમાં જોવાની ઈચ્છા અને બર્થડેની સરપ્રાઈઝએ મારું એક ડગલું હતુ. હું ડરતો હતો આ પગલાથી પણ આગલા દિવસની તારી ભાવનાને જોઈ તે રાત્રે મૈં એટલા ઠેકડા માર્યા હતા કે વાત જવા દે! દુનિયા ભલે આગલ ચાલી ગઈ હોય પણ મારી ઈચ્છા છે કે આપણે પત્ર વ્યવહાર ચાલું રાખશું. તારા પ્રત્યે પ્રેમ થયો કે શું એ ખબર નહિં પણ ચોક્કસ હું તારી સાથે સંબંધ આગળ વધારવા માંગીશ.

પત્રનો મારો પહેલો પ્રયાસ તને ગમશે એવી આશા સાથે..

લિ. વોઈસલેસ વેદાંત..

ક્રિમ કલરના નાઈટ ડ્રેસ સાથે કૂકડુંવાળીને સૂતેલી વિશાખાએ પત્રને ચૂમી લિધો. વાળ સરખા કરીને પત્રને ઓશીકા નીચે માથુ રાખીને સૂઈ ગઈ. આંખ બંધ થતા તેને મોબાઈલ યાદ આવ્યો. સાંજના કરેલો મેસેજ નો રિપ્લાય વાંચીને તેને વેદાંતને ફોન કરવાનું સૂજ્યુ પણ વોઈસલેસ છે વેદાંત..માટે...

*****

સામે વેદાંતે પત્ર વાંચીને બારી તરફ જોઈ રહ્યો હતો. તેને લખેલા એ પત્રમાં વિશાખા પ્રત્યેની લાગણી સ્પષ્ટ હતી. આજના બર્થડેની વાત અને આજનો અનુભવો તો કંઈક અલગ જ હતા. તે યાદ કરતા તો તેનો ચહેરો પૂનમના ચંદ્રની જેમ ચમકી જતો હતો. સાંજથી મોબાઈલ ના ખોલતા તેને પોતાનો મોબાઈલ ચેક કર્યો. મોબાઈલમાં વિશાખાના મેસેજ વાંચતા તેમજ તેને ઓનલાઈન જોતા જ મેસેજ કર્યો.

'હું તમને હમણાં જ ફોન કરવાની હતી' આ વાતથી લઈને 'શું કરો છો?' જેવી રોજીંદી કાર્યકાળની વાતો હવે સામાન્ય થવાની હતી. તમે ગમે તેવા જમાનાના ફોરવર્ડ હો પણ આ શીતળ રાત્રિની શાંતિની એ સંતાઈને કરેલી વાતની મજા આજના યુવાનોની અલગ હોય છે. એ હાઈકના સ્ટીકરની મસ્તી તો ડબલ મિનિંગ વાત તો ક્યારેક 'હું એમ ન્હોતી કહેતી' આવુ કહીને તેની પ્રેમભરી મજાક સૌથી મીઠી લાગે છે. વાયદાઓના બનેલા આ વિશ્વમાં જાણે વર્ષાઋતુ આવી હોય એવું લાગે છે. આવનારા બધા વિચારોમાં હવે એની તસ્વીર દેખાય છે. કલ્પનાશક્તિ સતેજ બને છે. એકબીજા માટે મરી પડવાની ભાવના જ સંબંધની નિકટતા વધારે છે. એકબીજાની લેવાતી સારસંભાળથી સંબંધ સુઘડ બને છે. ઝઘડાઓ પણ અહિં મીઠો ભાગ ભજવે છે. વિશાખા અને વેદાંત વચ્ચે પણ આવી જ કંઈક વાતો થાય છે.

વિશાખાએ અચાનક જ પડખું ફેરવ્યુ. "શું થયુ?" પ્રિયંકાની નિંદર ઊડી. "અરે..કંઈ નહિં સૂઈ જા.." વેદાંતના મેસેજનો જવાબ દેતા વિશાખા બોલી. વાતોનો પ્રવાહ ચાલુ જ રહે છે. અંતે વેદાંતની વાત માનીને બીજા દિવસે સવારે કૉલેજ જવાનું હોવાથી વિશાખા વેદાંતને તકિયો માની તેને ચોંટીને સૂઈ જાય છે. વેદાંત પણ એમ જ કરે છે.

(બીજા દિવસે સાંજે ૪:૦૦ વાગ્યે)

"આવું ભાઈ?"

હર્ષનું આવું પૂછવાથી વેદાંત હસવા લાગે છે. કમ્પ્યૂટરના કામ વ્યસ્ત વેદાંત હર્ષ સામે જોવાનું ટાળે છે. આમ પણ નવા માણસ પ્રત્યેની લાગણી વધતા હવે તમને બાકીના સંબંધો તુચ્છ લાગે છે. ભલે, એ સંબંધ બન્યો એને સમય થયો ના હોય પણ તમને એક અલગ જાતનો વિશ્વાસ બેસી જાય છે. કદાચ, એટલે જ પ્રેમમાં સૌથી વધુ તાકત છે એવું લોકો કહે છે. વેદાંતને કામમાં વ્યસ્ત જોઈને હર્ષ સ્વાભાવિક રીતે તેની બાજુમાં બેસે છે. પોતાના નવા બ્લોગની તૈયારી કરી રહેલો વેદાંતને જોઈને હર્ષ તેના બ્લોગને આકર્ષણ બનાવવા તેમાં વિશાખાના ફોટોઝ મૂકવાનું કહે છે. હર્ષને બ્લોગનો વિષય, બ્લોગ વિશેની માહિતી કંઈ જ ખબર નથી. છતાં તેના આ વિચારને વેદાંત વધાવે છે. કારણકે તેણે પોતે પણ એકવાર વિશાખાને આ કાર્યમાં લઈશ એવું વિચારેલું. પોતાના મત પ્રમાણે જો તે એવું કરશે તો ખરેખર લોકોને ગમશે. વળી, વિશાખાનો દેખાવ ને સુંદરતાનું તો કહેવું જ શુ! વેદાંતને હર્ષને પોતાનો વિચાર કહેવાની ઈચ્છા થાય છે પણ પહેલાં વિશાખાને કહેવાનું મનમાં નક્કી કર્યુ હોવાથી તે કંઈ જ હાવભાવ આપતો નથી. હર્ષ સમજી જાય છે કે તેને બ્લોગ વિશે વાત થાય તેની જરાપણ ઈચ્છા નથી. 'હું ધારું તો ગઈકાલની વાત કાઢીને વેદાંતને હસાવી શકું' એવું વિચારતા તે બોલી દે છે. "વિશાખાને સરપ્રાઈઝ ગમી?" વેદાંતનું ધ્યાન ફંગોળાયું. હસતા મોઢે તેને હા માં ઈશારો કર્યો. પછી, હર્ષને એ પત્ર વંચાવ્યો. હર્ષ આ પત્ર વાંચી ખૂબ ખુશ થયો. તેમના વધતા સંબંધ વચ્ચે હર્ષ પોતાની હરખભરી લાગણી વ્યક્ત કરી રહ્યો હતો. જોતજોતામાં આંટી અને વિશાખા બંને રૂમમાં દાખલ થયા.

"લે, તમે બંને સાથે?" અચાનક આવતા જોઈ હર્ષથી બોલાય ગયુ.

"હા..આ છોકરી અહિં જ આવતી હતી અને હું કામેથી તો બેય નીચે જ ભેગા થઈ ગયા..પણ તુ અહિંયા?"

"થયુ કે ભાવ પૂછી આવુ.."

"હા, કેમ નહિં! આતો વેદાંતના સાહેબ હમણાં આવશે તો તમારે બેસાશે નહિં એટલે! બાકી તમે બંને ય નાસ્તો કરીને જજો. હમણાં હાથ-પગ ધોઈને માંડુ જ છુ."

વિશાખાને થયુ કે પોતાને તો હવે વેદાંતને મળવામાં મુશ્કેલી થશે. સાંજે ટ્યુશનના સાહેબ આવી જશે ને ત્યારબાદ તેમના મમ્મી હશે. સવારે કૉલેજ બંક મારીને વેદાંત આવવા નહિં દે. એ હવે વેદાંતને ના ગમે એવું કંઈ જ કરવા ઈચ્છતી નહોતી. રોજ ટ્યુશનનું કહીને જતી હોસ્ટેલમાં પણ ટાઈમ કહેવાય ગયો હતો. હવે વેદાંત કંઈ પોતાનો કાર્યકાળ ફેરવે તો જ થાય એમ હતુ.

"હેલ્લો!!"

વિચારી રહેલી વિશાખાને હર્ષે આવકાર આપ્યો. વિશાખા કમ્પ્યૂટર ટેબલ સામે રહેલા પલંગ પર બેઠી. એના મતે કોઈ બાજુથી વેદાંતને મળવાનું સૂજતું ના હતુ. વેદાંત તેના ચહેરા પરથી તેને કંઈક મૂંઝવણ છે એમ સમજી ગયો. શું કરવું એ વિચારતો હતો ત્યાં હર્ષે ફરી ડપકો માર્યો.

"કેમ કાંઉ કાંઉ કરતી કોયલ આજે વોઈસલેસ થઈ ગઈ?"

"અરે..ઓ કાગડા..તારું કામ કર ને! ને હાલ, મને એ કહે અત્યારે તુ હોય..સાંજે આંટી હોય તો હું મળું ક્યારે વેદાંતને એકાંતમાં! તારા ઘરે?"

અચાનક જ ટીચરની જેમ બોલતી મૂંઝાયેલી વિશાખાને જોઈને બંને મિત્રો હસવા લાગ્યા.

"ઓહ..પ્લીઝ યાર આ મજાક નથી. હું સિરિયસ છુ."

હર્ષનો ફોન વાગતા તે બહાર ગયો. એ ફરી અંદર આવતો હતો કે તેના સાહેબ આવ્યા. પરિસ્થિતિને પારખીને તેને પોતાના ઘરે જવું જોઈએ એવું લાગ્યુ.

"હાલો, સાહેબ..તમે વેદાંત ને પેલી છોકરી નાસ્તો કરી લઈએ."વેદાંતના મમ્મીએ હર્ષને વિદાય અને સાહેબને આવકારતા કહ્યુ.

વેદાંતના સાહેબ પહેલાં તો વિશાખાને જોઈને અનુમાનો કરવા લાગ્યા. પછી, તેને સમજાયુ કે મિત્ર જ છે. પોતાના અનુભવોને કારણે આની શું અસર પડી શકે એ પણ એ જાણતા હતા. તો વળી, પોતાને સવારે સમય ના હોવાથી સાંજ સિવાય કોઈ ઉપાય થઈ શકે એમ નહોતા. પોતે જે કૉલેજમાં છે ત્યાં વેદાંતને હાજરી આપવી ફરજિયાત હતી. આથી, વેદાંત શું કરશે એ સાહેબ માટે પણ સસપેન્સ હતુ. થોડીવારમાં જ વેદાંતે સાહેબને ઈશારામાં કહ્યુ કે 'મારું આજનું કામ થઈ શકે એમ નથી. આપણે કાલથી શરૂ કરીશું.' વેદાંતની આ વાત સમજીને સાહેબને દુઃખ તો થયુ પણ વોઈસલેસ તેમજ તેના કાકાના સંબંધને હિસાબે તેઓ બોલી ના શક્યા. વેદાંતના મમ્મીને આ નિર્ણય ના ગમ્યો. તે સાહેબને બહાર એમ જ ઊભા રાખીને આવ્યા. કોઈ એક છોકરીના આગમનથી પોતાના બાળકનું નવું-સવું ભણતર બગડે એ એક માતાથી જરાય સહન ના થાય!! તેના મમ્મી રૂમમાં દાખલ થતા જોઈને જ વિશાખા વેદાંતને ખીજાવા લાગી. "વેદ, તારે આમ સાહેબને ના કહી દેવાય? સારું ના લાગે!"

"વાહ! બેટા, હું ય આ જ કહેવા આવી છું."

વિશાખામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને બેઠેલો વેદાંત તેના મમ્મીને જોઈ ગભરાયો. તેને અચાનક જ આવેલા વિશાખાના આ બદલાવનો ભાવાર્થ સમજાયો. તે મનોમન હસ્યો. પોતાની ભૂલની સમજણ ને મમ્મીની વાતનું માન રાખીને સાહેબની માફી માગી. તેના મમ્મી જ્યારે સાહેબને બોલાવવા ગયા ત્યાં સુધીમાં વિશાખાએ વેદાંતનો હાથ પકડી પોતાનો પત્ર આપ્યો. વેદાંત હાથ પકડીને બેઠો હતો. સાહેબને આવતા જોઈ વિશાખા બોલી.

"તો વેદાંત હું જઉં?"વેદાંતએ નકારમાં માથું ધૂણાવ્યુ. "ભલે, હું નીકળું આંટી.." વિશાખા ચાલી ગઈ. વેદાંતની સાથે તીવ્ર વાત અને કલાક નહિં આવે એવું બહાનું કાઢીને આવેલી વિશાખા માત્ર વીસ જ મિનિટમાં પાછી ફરી. તેને રાજકોટમાં રહેતી પોતાની બહેનપણીને બોલાવી. બંને નાસ્તો કરવા ગયા.

આ બાજુ વેદાંત પોતાના અભ્યાસમાં સ્થિર થયો. શરૂઆતમાં ધ્યાન ભટક્યુ. સાહેબની પોતાના તરફની ધગશ અને લાલ આંખ જોઈને તે હકીકતની પરિસ્થિતિમાં આવ્યો. ખરેખર, આ યુવાન પેઢી બહુ જ સમજદાર છે. તેઓને એક સાચી અને સારી દિશામાં લઈ જવામાં આવે તો તેઓ સફળતાના ઉચ્ચત્તમ શિખરોને સર કરી શકે એમ છે. વેદાંત પણ એમાંનો જ એક છે. નથી કોઈ વ્યસન કે નથી કોઈ આદત..છે તો બસ લગન. મોટા થવા માટેના સપના ને પરિસ્થિતિનો સામનો કરવાનો જુસ્સો. તેની સાથે પીડાને પણ પળવારમાં નાશ કરી દે એવા વ્યક્તિઓનો સાથ છે. જીવનમાં શબ્દોનો અખૂટ ભંડાર ખૂટે એવો માતૄત્વનો પ્રેમ છે. છેલ્લે, પોતાને ચાહનારી વિશાખા! હવે કરવાની છે તો બસ મહેનત. તે ફરી પોતાનું મગજ પૂરજોશમાં ચલાવવા લાગ્યો. યુટ્યુબના વિડિયોઝની મદદથી પોતાને કામ આવે ને સરળતાથી સમજી શકાય એવી એક્શનોને એકઠી કરવા લાગ્યો. પોતાના બ્લોગ માટે જોઈતી અપડેટ,ખર્ચો તો વળી, એનું કન્ટેન્ટ એકઠું કરવા લાગ્યો. કન્ટેન્ટ રાઈટીંગનું મહત્વ તેમજ સર્ચ એન્જિન ઓપટીમાઈઝેશનની અગત્યતા સાહેબે તેને બખૂબી સમજાવી. હજુ તેને ઘણું કરવાનું હતુ. સાહેબના ગયા પછી અને રાત્રિના ભોજન પછી તેને ગીતો સાંભળવાનું ચાલુ કર્યુ.

પોતાના પ્લેલિસ્ટનું આ ગીત આવતા જ એ ગમમાં ખોવાય જતો. "પાપા કહેતે હે બડા નામ કરેગા..બેટા હમારા ઐસા કામ કરેગા.." તે મનમાં જ આ ગીત ગાતો ને દરરોજ સાંભળતો. આ ગીતથી તેને એક મંઝિલ મળતી. પોતાને ક્યાં સુધી મહેનત કરવાની છે તેનું ભાન થતુ. તે પોતે પણ જાણતો હતો આ એક જીવનનો એવો દાયકો છે જે પાછો ક્યારેય આવવાનો નથી. તે પોતે ધારે તે કરી શકે છે. તેને જે કામમાં રસ છે તે કરવાની છૂટ ઘરમાંથી મળી છે. તેનો ફાયદો ઊઠાવી પપ્પાનું નામ રોશન કરવાનું છે. ગીતના બોલથી જેને પપ્પા ન હોય એની આંખમાં આંસુ આવી જાય એ સ્વાભાવિક છે. એ ઘરનો મોભી કે જેને સૌથી વધુ ચિંતા દિકરાને સેટ કરવાની હોય. વધુમાં વધુ દિકરાને ખીજાય, તેને જરૂર પડતાં મારે પણ ખરા પણ અંતે તો ઢાલ બનીને ઊભો રહે! એ ઘરનો ધણી કે જે દિકરાની યુવાનીમાં પોતે તેનો મિત્ર થઈને તેની માતાથી છૂપાવી તેને મોજશોખ કરવા દે. બાઈકની જગ્યાએ મોટર આપીને છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની છૂટ આપનારો એ વ્યક્તિ આજે વેદાંતની જીંદગીમાં નથી. તે ગમે તેટલો તેને યાદ ના કરે પણ રાત્રિની આ એકલતા, શાંત વાતાવરણ, ટહેલવા નીકળેલા એ રસ્તા પરના યુગલો પિતાની યાદ અપાવે છે. તેને લાગે છે કે જ્યારે પોતાની જીદ્દ પૂરી ના થતી ત્યારે કેવા રીઢા ને લોખંડ જેવા લાગતા એ પિતા! આજે એનો ગુસ્સો, તેમનો માર તો તેમની એક ઝલક માટે વેદાંત તરસે છે. દરેકના દુઃખને સાંભળનારું કોઈ છે. વેદાંતની સાથીદાર વિશાખા છે જ ને!

"શું કરે છે?" વિશાખાનો મેસેજ વાંચીને યાદોમાંથી બહાર આવી વેદાંત જરા મલકાય છે. નાની-નાની વાતોનું શેરીંગ હંમેશા વ્યક્તિને પોતીકાપણાંનો ભાવ આપે છે. જે વાતનું અત્યાર સુધીનું તમારા પર ધ્યાન પણ નથી આપ્યુ એ વાતો જ્યારે કોઈ વ્યક્તિ તમને જોયા વગર દૂરથી કરે ત્યારે તમને એ તમારી લાગવા લાગે છે. જીવનમાં આપણને સમજનારું જ્યારે મળે છે ત્યારે સૌથી વધુ ખુશી મળે છે.

"આંટી શું કરે?" અચાનક આડો પ્રશ્ન આવતા વેદાંતને નવાઈ લાગી.

"સૂઈ ગયા.." વેદાંતે જવાબ આપ્યો.

"ધેન બી રેડી..હું આવું છુ!" આટલું લખીને વિશાખા ઑફલાઈન થઈ ગઈ. વેદાંત વિચારમાં પડી ગયો. પોતાને મળવા રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યે વિશાખા હોસ્ટેલેથી કેવી રીતે આવશે ને શું કામ? પ્રશ્નોની હારમાળા સર્જાઈ! વળી, એકપણ મેસેજ ના પહોંચતા વેદાંતને જરા ગુસ્સો આવ્યો. પોતાને શું કરવું એ ના સમજાતા તેને ડાયરી કાઢીને લખવા લાગ્યુ..

*****

આ બાજુ વિશાખાએ પ્રિયંકાના મોબાઈલમાંથી ગામમાં રહેલી મિત્રને ફોન કરી પોતાના પપ્પા બિમાર પડ્યા છે એવું બહાનું કાઢીને વિશાખાની જરૂર છે તેવું અહિં આવીને કહેવા સૂચવ્યુ. નિયતિ ૧૦ જ મિનિટમાં આવીને વિશાખાને લઈ ગઈ. રાત્રિના કપડાં બેગમાં લઈ વિશાખાએ જવાની પરવાનગી માંગી. પહેલાં તો વોર્ડને ઘરમાં ફોન કરીશ એવું વિચાર્યુ પણ પપ્પાની માંદગી સાંભળી તેને પણ છોકરીઓ પર વિશ્વાસ મૂક્યો. રસ્તામાં નિયતિને વિશાખાએ ઉપરછલ્લી વાતો કહી. વેદાંતને વિશાખાએ ટેક્સ્ટ મેસેજ કર્યો. "વિશાખા ઈઝ ઑન ધ વે.." ખુશીથી ઝૂમી ઊઠેલી વિશાખાએ પોતાના ઈયરફોનમાં ગીત ચડાવ્યુ. 'પલ પલ દિલ કે પાસ તુમ રહેતે હો..'

*****

વેદાંત મેસેજ વાંચીને એકદમ જ ચોંકી ગયો. વિશાખાનું પાગલપન જોઈ તે જરા અચકાયો. તેને વિચાર્યુ કે પોતે જે કરે છે તે સાચું છે કે નહિં? વિચારોને અંતે તે નિર્ણય પર આવ્યો કે સાંજે વિશાખાને મળાયું ન હતુ તેથી આવી હશે. તેને બધાની વચ્ચેનો રસ્તો શોધવાનું નક્કી કર્યુ. આ બધા વચ્ચે તે અચાનક જ અરીસામાં પોતાનો ચહેરો જોવા લાગ્યો. યુવાનીના પ્રેમની ખાસિયત કંઈક અલગ જ હોય છે. તેમાં દેખાવનું મહત્વ નથી પણ સામેવાળાના પોતાના દેખાવ પ્રત્યેના વખાણ સાંભળવાની એક મજા હોય છે. વેદાંતને પણ કંઈક આ જ લાગણી હતી. વેદાંતનો ફોન રણક્યો.

"વેદ, હું નીચે પાર્કિંગમાં છું..તુ આવ"

ઘરમાં કોઈને ખબર ના પડે એમ વેદાંત બેઠક રૂમમાં આવે છે. યુવાનીની આ ક્ષણો માણવાલાયક છે. તમે કદી ના કરેલા અનુભવો તમને આ પહેલો પ્રેમ કરાવે છે. એક એવો ડર છે મનમાં છતા વિશાખાને મળવા માટેનું ઝૂનુન એ ડરને ડરાવી દે છે.

મમ્મીને ખબર ના રહે તેમ વેદાંત દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. નીચે વિશાખા વેદાંતનો ઈંતેજાર કરતી ઊભી છે. તો વળી, નિયતિ પણ પહેલી વાર ફોટા પછી વેદાંતને મળવા ને જોવા ઉત્સુક છે. ખુશનુમાં વાતાવરણની આ રાત્રિની મુલાકાત ને પ્રેમભર્યા સંવાદ, અવર્ણનીય આલિંગનો સાથે મળીશું આવનારા ભાગોમાં.. ને હા! વિશાખાનો એ પત્ર તો રહ્યો જ રહ્યો!!

બન્યા રહો વોઈસલેસ વેદાંતને વિશાખાની પ્રેમશાખામાં..