શ્રદ્ધા કે ભ્રમણા. a Chauhan Harshad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

શ્રદ્ધા કે ભ્રમણા. a

પ્રાચિનકાળથી આજ સુધી ઘણાં યુગો પસાર થયાં. અમુક માનવસમાજ માટે અનુકૂળ હતાં જ્યારે અમુક પ્રતિકૂળ સાબીત થયાં. પરંતું પ્રતિકૂળતાનાં શિખર પર જે યુગની ગણના થાય છે એ છે હાલનો કળિયુગ. અનિશ્ચિતતાઓથી ભરેલો યુગ એટ્લે કળિયુગ.સંઘર્ષિ યુગ એટલે કળિયુગ. ચોતરફ નજર ફેરવતા દુઃખ, વિષાદ, વેદના સિવાય કંઇજ નજરે નથી ચડતું. કોઈ સમાજના શિખરે જીવતો વ્યક્તિ હોય કે પછી નીચલા સ્તરે જીવતો માનુષ, દરેક કોઈને કોઈ દુઃખ, તકલીફ કે દર્દથી પીડાય છે. સંપત્તિનું સુખ હોય તો શારિરીક સુખથી વંચિત હોય છે. શારિરીક સુખ હોય તો પારિવારિક સુખ માટે તરસતો હોય છે. કોઈ માનમોભો કમાવવા ચિંતીત હોય જ્યારે કોઈ કમાવેલ માનમોભો ટકાવવા મથતો હોય છે. " આખરે વટ તો હોવો જ જોવે ને...!!"

પરંતું આ યુગમાં સુખ,યશ,સફળતા,માન એ ઘડી બે ઘડીના વરસાદી ઝાપટા સમાન છે. જે ક્યારેય સ્થાયી નથી હોતું. એ માટે જેટલા વલખા મારો એટલું જ દુઃખી થવું ઘટે. જો નદીના વહેણની વિરૂદ્ધ જશો તો વધારે બળ લગાવવું પડશે, વધારે ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવું પડશે. જો તમે દુઃખને નકારી એમાંથી છટકબારી કરવા જશો તો તમે ક્યારેય એ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવી શકો. દુઃખને સ્વીકારવું પડશે અને હસતે મુખે સહન કરી આગળ વધવું પડશે.

પરંતું જ્યારે આપણાં પર કોઈ અણધારી પ્રચંડ વિપત્તિ આવી પડે, ચોતરફ ફક્ત નિરાશા જ હાથ લાગે, જીવન અંધકારમય જણાય અને દુઃખો ભોગવતા ભોગવતા જીવન તદ્દન નીરસ ભાસે. ત્યારે આપણી એક નવી આશાનો આવિર્ભાવ થાય છે. અને એ આશા પરમતત્વ ઇશ્વર પર ટકેલી હોય છે. એ જ ઇશ્વર જે આપણાં તારણહાર બનશે અને દરેક વિપત્તિઓમાંથી ઉગારશે. અહીંથી શરુ થાય છે આપણી પ્રાથના. ઇશ્વર સમક્ષ આજીજીઓનો સિલસિલો શરુ થાય છે. દરરોજ પ્રાથના માટે સમય કેળવાય છે. પરંતું શું ખરેખર આપણી પ્રાર્થના સફળ થશે?

સવારે ઉઠતાંની સાથેજ હાથ જોડી નમન સાથે પ્રાથના કરીએ કે આજનો દિવસ સુંદર જાય. દિનભર કામ કરીએ . કામમાં વ્યસ્ત રહીએ. નવરાશના સમયમાં આનંદ પ્રમોદ કરીએ અથવા તો કોઈ સ્થળે ટહેલ મારી આવીએ. બેચાર મિત્રો સાથે જો ભેટો થાય તો જોકઝપટા મારી સમય વિતાવીએ. મન ઉદાસ હોય તો થોડુ એન્ટરટેઇન્મેન્ટ કરીએ. શરીર થાકે ત્યારે આરામદાયક પથારીમાં થોડો આરામ ફરમાવી લઇએ. રાત્રે સ્વાદિષ્ટ ડીનર લઇ ગાઢ નિંદ્રા કરી રાત વિતાવીને દિવસનો અંત આણીએ. અને હા, દિનભરની ભાગદોડમા રસ્તે જો કોઈ મંદિર આવે, તો મંદિર સમક્ષ ફરીને વ્યસ્તતામાં પણ માથું નમાવીને ઈશ્વરને યાદ કરાવતા રહીએ કે હું તમને ભજુ છું. આવીજ કાંઇક હોય છે આપણી દિનચર્યા અને પ્રાથના.તો શું આટલા નમન અને પ્રાર્થનાથી ઇશ્વર આપણી દરેક અભિલાષા પુર્ણ કરશે?

પરંતું પ્રાર્થનાનું સ્વરુપ ત્યારે બદલાય છે જ્યારે કોઈ અણધારી મુસીબત કે આપત્તિ આવી ચડે. તત્કાલ મંદિરે જવા માટે અલગથી સમય ગોઠવાય છે.વ્રતો ને ઉપવાસના સેશન શરુ થાય છે. દાન પેટીમાં નખાતી રકમમાં અચાનક વધારો થાય છે. જાણે ઈશ્વરને તેની કૃપાનું મૂલ્ય ચૂકવી રહ્યો હોય. બે હાથ જોડી કમરેથી નમનનો કોણ બદલાય છે. મુસીબત જેટલી મોટી એટલો કોણ વધું. રસ્તે આવતાં મંદિરે ફક્ત નમન કરવાનું છોડી,પોતાનો કિંમતી સમય વેડફી મંદિરે મુલાકાત લેવાય છે. શ્રીફળ મનાય છે. દિવાઓ મનાય છે. માનતાઓ રખાય છે. યજ્ઞો થાય છે અને દાન પુણ્ય કરાય છે. અંતે જ્યારે બધુજ થાળે પડી જાય ત્યારે ફરી એજ પહેલાનો ક્રમ ચાલું. આવીજ કંઇક હોય છે આપણી શ્રધ્ધા અને ભક્તિ. આ શ્રધ્ધામાં મહદઅંશે ડર પણ છુપાયેલ હોય છે. ઈશ્વરનો ડર. 'દિવાબત્તી નહીં કરીએ તો ભગવાન કોપીત થશે. શ્રાવણ માસમાં શિવને દૂધ નહીં ચડાવીએ તો ધંધામાં બરકત નહીં આવે. ભગવાનને ભોગ નહીં ચડાવીએ તો એ નારાજ થશે અને દુઃખ વરસાવશે..." આ પણ આપણી શ્રદ્ધાનું એક અણદીઠું સ્વરૂપ છે. પરંતું અહિ સવાલ એ છે કે શું આપણે ફક્ત તકલીફો દુર કરવા જ ઈશ્વરને પુજીએ છીએ? આપણાં સ્વાર્થ અને ઈચ્છાઓ ખાતર ભજવાથી શું ઈશ્વર ખુશ થશે?

પરંતું અહિ મુદ્દાની વાત એ છે કે આપણે હંમેશા એક ભ્રમણામાં જીવીએ છીએ. આપણે ઈશ્વરને ખુશ કરવા મથીએ છીએ. ફલાણુ વ્રત,ફલાણુ દાન,ફલાણો ઉપવાસ કરવાથી ભગવાન રાજી થશે અને સારું ફ્ળ આપશે. આજ છે આપણો ભ્રમ.

વાસ્તવમાં આપણાં કર્મોથી ઈશ્વરને કોઈ જ ફરક નથી પડતો. કોઈ પાપ કરીએ કે પુણ્ય,ફ્ળ તો આપણે જ ભોગવવાનું છે. ઈશ્વરને તમારાં કર્મોથી કોઈજ લેતી દેતી નથી. नादते कस्यचित पापं न चैव सुकृतम विभू । ભગવદ્દ ગીતાનાં આ શ્લોકમાં સ્વયં ઇશ્વર પુષ્ટિ કરે છે કે, પરમેશ્વર કોઇના પણ પાપ કે પુણ્ય ગ્રહણ નથી કરતા. એટલે કે દાન, યજ્ઞ,વ્રત વગેરેનું પુણ્ય અને પાપોનું ફ્ળ તમારે જ ભોગવવું પડશે.ન તો ઇશ્વર તેમાં ભાગીદાર બને છે કે ન તો કોઈ હસ્તક્ષેપ કરે છે. તમે દસ રૂપિયાનું શ્રીફળ ધરો કે દસ હજારનું, શિવને એક પળી દુધથી નવડાવો કે એક લીટરથી, જે ઈશ્વરે પ્રકૃતિમાં સર્જન કર્યું છે એ જ તમે ઈશ્વરને ચડાવો છો. ઇશ્વર તો સૌનાં પાલનહાર છે એટલે એમણે અન્ન સર્જન કર્યું. એમને કોઈજ વસ્તુની જરુર નથી.

મહર્ષિ વ્યાસના પિતા પરાશર મુનિએ ભગવાનની વ્યાખ્યા કરી છે, સમસ્ત ધન, યશ,શક્તિ,સૌંદર્ય,જ્ઞાન અને વૈરાગ્ય ધરાવનાર પુરુષોત્તમ પરમેશ્વર એટ્લે ભગવાન. આપણી આસપાસ જે કાઈ પણ છે એ ઈશ્વરની માલિકીનું છે. ઈશ્વરે આપેલી વસ્તુને આપણાં સ્વાર્થ ખાતર ફરી ઈશ્વરને આપવાથી કોઈજ ફરક નથી પડતો. પરંતું જો એ શ્રીફળનાં દસ રૂપિયાથી તમે કોઈ ભૂખ્યા ગરીબનું પેટ ઠારશો તો તમારો ઇશ્વર જરૂર રાજી થશે.શિવ અભિષેકના દૂધને શેરીના ભૂખથી મરતા કોઈ કૂતરાને પીવડાવશો તો તમારો શિવ નિઃશકપણે ખુશ થશે.

ઈશ્વરને પ્રાપ્ત કરવાની એક ખુબજ સરળ ઉપાય ગીતામાં કહેલ છે. ભક્તિયોગ દ્રારા.ભક્તિયોગ એટલે માનવનાં મોક્ષ માટેનો અંતિમ પડાવ.ભક્તિ એટલે પ્રેમ. નિસ્વાર્થ પ્રેમ. ઇશ્વર સાથે મિત્ર,પિતા, પતિ, કે સ્વામીનાં ભાવ સાથે પ્રીતિ જોડી સબંધ બાંધી પ્રેમ કરવો એટલે જ ભક્તિ. કોઈજ ઇચ્છા કે વસ્તુંની માંગણી નહીં, ફક્ત નિસ્વાર્થ પ્રેમ. જ્યારે આવો શુદ્ધ સબંધ બંધાય ત્યારે ખુદ ઇશ્વર પણ દોડી આવે છે.

મીરાંબાઈનો પ્રેમ નિસ્વાર્થ હતો એટલેજ એનાં પ્રિયતમ શ્રી કૃષ્ણ ખુદ વૈકુંઠથી લેવા આવ્યાં. નરસિંહ મહેતાની નિસ્વાર્થ ભક્તિ જ હતી કે જેણે સમસ્ત બ્રહ્માંડનાં સ્વામી શ્રી કૃષ્ણ ને મદદે આવું પડયું. ઇશ્વર તો પરમ કૃપાળુ છે.એનાં જેટલી કૃપા કોઈ ન કરી શકે.જ્યારે હૈયામાંથી લાગણી ભર્યો પ્રેમ છલકાય ત્યારે ખુદ ઇશ્વર એમનાં મુરાદ બને છે. દરેક પળ એની પરવાહ કરે છે. મુસીબતો ને તકલીફોથી ઉગારે છે. સાચા ભક્તને ઇશ્વર પાસે કંઇજ માંગવાનું નથી રહેતું.ઇશ્વર આપોઆપ જ એની દરેક અભિલાષા પુર્ણ કરે છે.

શ્રી કૃષ્ણએ સ્વયં ગીતામાં(૯.૨૫) કહ્યુ છે કે,

अनन्याश्रीयान्तयन्तो मां ये जनाः पर्युपासते।

तेषां नित्यभिमुक्तानां योगक्षेमं वजाम्यहं ।।

" જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું. તથા તેમની પાસે જે છે એનું રક્ષણ કરુ છું."

ઇશ્વર કૃપા મેળવવા આપણે ફક્ત પ્રેમ આપવાની જરૂર છે. પ્રેમ થકી જ ઇશ્વર મળશે અને દરેક ઇચ્છા પુર્ણ થશે. જ્યારે આપણે શરણાગતિ સ્વીકરયે ત્યારે આપણાં સપનાઓની જવાબદારી ખુદ ઇશ્વર હાથે લેશે. અને કૃપા વરસાવવા તત્પર રહેશે. ઇશ્વર પ્રેમ મળતાંની સાથેજ આપણી જીંદગી કાદવ જેવા કળયુગમાં પણ કમળની જેમ ખીલી ઉઠશે. અઢળક દાન અને સારા કર્મોનું ફ્ળ તમને સ્વર્ગમાં સ્થાન જરૂર અપાવશે. પરંતું એ પુણ્ય ફ્ળ ક્ષીણ થતાં ફરી આ દુઃખીયાર લોકમાં જન્મ લેવો પડશે. પરંતું જ્યારે પરમેશ્વર સાથે સબંધ હોય, લાગણીઓનું આદાન પ્રદાન હોય, ત્યારે તમે વૈકુંઠમાં સ્થાન મેળવશો. એક એવો લોક કે જયાં ગયા પછી ક્યારેય ફરી જન્મ લેવો નહીં પડે અને હમેશા પરમ સુખ મળશે એ પણ ખુદ નારાયણનાં સંગાથે.

ગીતાના ૮માં આધ્યાંયનાં ૨૮માં શ્લોક કાંઇક આમજ કહે છે.

वेदेषु यगनेषु तपःसु चैव

दानेषु यत पुन्यफलं प्रदिष्टम ।

अत्येति तत्सर्वमिदम विदित्वा

योगी परं स्थानंउपेति चद्यम ।।

" જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, તેં વેદાઘ્યયન,તપ,યજ્ઞ,દાન કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થતાં તમામ ફળોને મેળવે છે અને અંતે વૈકુંઠ ધામને મેળવે છે."

આ શ્લોક્ને સમસ્ત ગીતાનો સાર કહેવાયો છે.ઈશ્વરને તેનાં મૂળ રૂપમાં જાણી લાગણીભાવપૂર્વક પ્રીતિ રાખનાર વ્યક્તિ તમામ પ્રકારના દાન, યજ્ઞ,અને પુણ્ય કર્મોના ફળને એક સાથે મેળવે છે. જરૂર છે તો ફક્ત ઈર્ષા,દંભ,દ્વેષને દરકિનાર કરી હૈયામાં ઇશ્વર પ્રેમના દીપકને પ્રગટાવવાની. જો તમારે હૈયે ઇશ્વર પ્રત્યે પ્રેમ હશે,મનમાં સ્મરણ અને કંઠે નામ, તો તમારે ઈશ્વરને રીઝવવાનાં કોઈજ પ્રયાસ નહીં કરવા પડે. ન દિવા,ન વ્રત, ન માનતા,ન યજ્ઞ કે ન દાન. પછી તમે ધોતી ઝભ્ભો કે ભાગવા વસ્ત્ર પહેરતા વ્યક્તિ હોય કે જીન્સ ટી શર્ટ પહેરતા વ્યક્તિ. ઈશ્વરને ફક્ત પ્રેમથી મતલબ છે, નહીં કે પહેરવેશથી. અને ખરો મોક્ષ તો પ્રેમથી જ માળે,નહીં કે કર્મોથી.