Ethi Te Mithi Mori Maat Re... Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ethi Te Mithi Mori Maat Re...

એથી મીઠી તે

મોરી માત રે....

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એથી મીઠી તે મોરી માત રે....

હમણાં અમદાવાદની સી.એન.બાળવિદ્યાલયે બાળકોમાં વકતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી એક વકતૃત્વસ્પર્ધા યોજી. ચાલીસેક વરસ પહેલાં ધનાકાકા વિજય પદ્‌મ, મહાદેવ દેસાઈ વકતૃત્વસ્પર્ધા, મહાત્મા ગાંધી વકતૃત્વસ્પર્ધા વગેરેના નિર્ણાયક તરીકે કામગીરી બજાવેલી અને ‘વાક્ કૌશલ’ વિશે એક નાનકડું પુસ્તક પણ લખેલું.(જેની બીજી આવૃત્તિ હમણાં ત્રીસ-પાંત્રીસ વરસે, ગયે વરસે થઈ ખરી) એટલે આટલે વરસે ફરી નિર્ણાયક થવાની કામગીરી કરવાનો આનંદ આવ્યો.

રિસેસમાં માંડ અડધો કલાક રમવા મળ્યો હોય એટલે નાસ્તાનો ડબો એમનો એમ ઘેર પાછો આવેલો જોઈ દરરોજ ધમકી આપે, ‘તારા ટીચરને જ કહીં દઈશ.’-મા તે મા. ભૂખ તો એવી લાગી હોય પણ પહેલાં લેસનનું જ પૂછે અને ભલું હોય તો ટીચરે જથ્થાબંધ આપેલું લેસન જ પહેલાં પૂરૂં કરાવે પછી જ જમવા બેસાડે-મા તે મા.

ત્રીજા, ચોથા, પાંચમા ધોરણમાં બાળકો હતાં પણ લગભગ બધાંએ ‘મીઠા વધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે.’ એ કાવ્યપંક્તિ યાદ કરી. પોતે ભીનામાં સૂઈને બાળકને જમાડે, પોતે રાતોના ઉજાગરા કરીને, કષ્ટ વેઠીને બાળકને ભણાવે-ગણાવે અને મોટો માણસ બનાવે એવી એવી વાતો પણ દરેક બાળકે બરાબર યાદ રાખીને કરી. લગભગ બધાં બાળકો, બે ત્રણ અપવાદે, ટટ્ટાર પૂતળાંની જેમ ઊંભા રહીને પોતે યાદ રાખેલું કડકડાટ, સડસડાટ બોલી ગયાં. એક જણે કેડે હાથ રાખેલાં તે ટીચર આવીને સીધા કરી ગયાં અને એકને મમ્મી કે પપ્પાએ જેવો અભિનય શીખવ્યો હતો તેવો જ અભિનય કરીને બધું બોલ્યો.

વિજેતાઓનાં નામ જાહેર કરતાં મેં કહ્યું, ‘દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓ કે કોલેજના વિદ્યાર્થીઓ જેવું બોલે એવું જ આ બાળકો બોલ્યાં તે મોટા અફસોસની વાત છે. આમાંથી કેટલાં બાળકો પોતે જ બોલ્યાં તે સમજ્યાં હશે એ શંકાનો વિષય છે. હવે તો આ બાળકોમાંથી કોઈની માને ભીનામાં સૂવાનો વારો જ ક્યાંથી આવ્યો હોય? ડાયપરનો વપરાશ એટલો છૂટથી થાય છે કે એવો લહાવો કોઈ મમ્મી ઉપરાંત પપ્પા, દાદા, દાદીને લેવો હોય તો ય એને માટેની તક જ મળે એમ નથી.

હવે તો આ બાળકોમાંથી કોઈની માને ભીનામાં સૂવાનો વારો જ ક્યાંથી આવ્યો હોય? ડાયપરનો વપરાશ એટલો છૂટથી થાય છે કે એવો લહાવો કોઈ મમ્મી ઉપરાંત પપ્પા, દાદા, દાદીને લેવો હોય તો ય એને માટેની તક જ મળે એમ નથી.

ખરેખર તો આ બાળકોને જાતે બોલવાં દીધાં હોય તો એમ કહે કે ‘સવારે મીઠી મીઠી નિંદર આવતી હોય, પરીઓ અને રાજકુમારોનાં શમણાં આવતાં હોય તે મમ્મી ઉઠાડે, ચાલ ઊંઠ, પાછું નિશાળે જવાનું મોડું થશે, પછી ફરી વાન કે રિક્ષા આવી જશે ને તારે દૂધ પીધાં વિના ભાગવું પડશે-મા તે મા. જલદી જલદી બ્રશ કરાવી, કપડાં પહેરાવી મોટો ગ્લાસ ભરેલું બોર્નવિટાવાળું દૂધ મોંએ માંડી છે. બે-ચાર ઘૂંટડા પણ વધારીએ તો પરાણે પીવડાવી દે. ક્યારેક તો ઊંલટી પણ થઈ જાય-મા તે મા. રિસેસમાં માંડ અડધો કલાક રમવા મળ્યો હોય એટલે નાસ્તાનો ડબો એમનો એમ ઘેર પાછો આવેલો જોઈ દરરોજ ધમકી આપે, ‘તારા ટીચરને જ કહીં દઈશ.’-મા તે મા. ભૂખ તો એવી લાગી હોય પણ પહેલાં લેસનનું જ પૂછે અને ભલું હોય તો ટીચરે જથ્થાબંધ આપેલું લેસન જ પહેલાં પૂરૂં કરાવે પછી જ જમવા બેસાડે-મા તે મા. રોજ જમવામાં કેવાં કેવાં શાક હોય તે ન ખાઈએ તો ય પરાણે ખવડાવે, બપોરે ટીવી જોવાની ઈચ્છા હોય પણ પરાણે ઊંંઘાડી દે-મા તે મા. સાંજે બધાં રમતાં હોય પણ આપણે તો પાઠ અને ઘડિયા પાકા કરવા પાંચ - દસ વાર લખવા બેસવાનું જ હોય પછી જ રમવા જવા દે-મા તે મા. રાતે દાદાજીની વાર્તા સાંભળવામાં કે કાર્ટૂન જોવામાં એવો રસ પડયો હોય પણ ‘ચાલ, હવે ઊંંઘી જવાનું છે, નહીં તો વહેલાં નહીં ઉઠાય’ કહી જબરજસ્તી ઊંંઘાડી દે-મા તે મા. વાગે આપણને, માંદા આપણે પડયા હોઈએ અને રડું એને આવે-મા તે મા.’

સાંભળીને બાળકો હસીને લોથપોથ થઈ ગયાં. હાજર રહેલાં મમ્મી-પપ્પાઓ પણ હસ્યા વિના રહી શક્યાં નહીં ને ગંભીર બેઠેલાં શિક્ષકો પણ બાળકો બનીને હસ્યાં.