રેપ આત્માનો Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેપ આત્માનો

રેપ આત્માનો

શૈલી ભાનમાં આવી તો તેમના શરીર પર ફકત એક ચાદર હતી, તે પણ ન જાણે કેટલી જગ્યાએથી ફાટેલી હતી. તે ઝાટકા સાથે શરીરથી મન સુધી ફફળી ઉઠી શરમથી તેમની આંખો ખુલતા સાથે બંધ થઈ ગઈ. તે મનમાંથી જ પુરી રીતે ભાંગી પડી હતી, તેમની શારીરીક સ્થિતિએ તેમની માનસીકતાને મારી નાંખી હતી. તેની આબરૂ સાથે જાણે શરીર પણ લુંટાય ગયુ હોય એવા અહેસાસ સાથે તેનામાં હલન-ચલન કરવાની હિંમત પણ ભાંગી ગઈ. મનમાં અનેક સવાલ ચાલી રહયા હતાં, તો આજુબાજુ માણસોની ભીડનો કોલાહલમાંથી પણ અનેક સવાલો કાને અથડાય રહયા હતા. અચાનક શૈલીના કાને એક વાકય અથડાયું એક કલાક થયા લાશ અહીં જ પડી છે. કોઈએ તેમના માતા-પિતાને જાણ કરી.

શૈલીના શરીરમાંથી ગરમ લોહીનો પ્રવાહ પસાર થઈ ગયો. આંખમાંથી આસુંનો ગરમ પ્રવાહ વહેતો તેમના ગાલને તાપતો પસાર થઈ ગયો. તેમનાં મનમાં અનેક વિચાર દોડી રહયા હતા. એક કલાક થી લાશ, આ વાકયે તેમના મનમાં પુરી રીતે જગ્યા કરી લીધી હતી. તે વિચાર લાગી, કહેનારે ઠીક જ કહયું, મારી જીંંદગી જીવતી લાશ જ બની ગઈ છે. જે મંદિરમાંથી ભગવાનને જ લુટી લેવામાં આવે તો તેને મંદિર પણ કેમ કહી શકાય ? ફરી નવો વિચાર મનમાં જાગ્યો હું જીવતે જીવત મૃત જાહેર કરવામાં આવી ?

શૈલીને પુરી તાકાતથી ચીસ પાડવાની ઈચ્છા થઈ કે, હું જીવીત છું. પરંતુ તેનામાં બોલવા તો શું હલવા માટે પણ હિંમત ખુટી ગઈ હતી. કેટલાય વિચારો કરતું મન કયા કંઈ પરિસ્થિતિમાં છું તે જોવાને બદલે મને મૃત જાહેર કરી દીધી. શૈલી ઉંડા વિચારમાં ગરકાવ થઈ યાદ કરવાની કોશીષ કરી રહી હતી.

રોજ બસમાં જતી કૈલી આજ બસમાંથી નીચે ઉતરતા બે કોલેજના અજાણ્યા છોકરાઓએ શૈલીને ચોકલેટ આપતાં કહયું, મારો બર્થ ડે છે તેની ખુશીમાં શૈલી અજાણ્યા હોવા છતાં શૈલીએ ચોકલેટ મોં માં મુકતા હેપી બર્થ ડે વીશ કર્યું અને ધીમે ધીમે ચાલવા લાગી, થોડી આગળ જતાં બેભાન થઈ ગઈ... આટલે સુધી તો બધુ બરાબર યાદ હતું, પછી શું થયું તે વિચારવા પોતાના મગજ પર પુરી રીતે જોર આપીને યાદ કરવાની કોશીષ્ા કરી રહી હતી.

ધુંધળું દેખાય રહયું પણ ન હતું, પરંતુ એક જાગૃત મનની ઝલકનો અહેસાસ અનુભવી રહી હતી. કે, તેજ ચોકલેટ આપના બંને એક ઓટોમાં તેમને ઘરે લઈ જવાનું કહી રહયા હતા. ફરી ધુંધળી છબી ઉપસી તેમાનો એક શર્ટના બટન ખોલી રહયો હતો. તે કોઈ મહારાક્ષાસ જેવો ક્રુર લાગી રહયો હતો. શૈલી પાસે પ્રતિકાર કરવા માટે જરાય તાકાત ન હતી.

શૈલીની ઈચ્છા છતાં પણ પ્રતિકાર કરી શકી નહિં, તેમની બેહોશીની હાલતમાં તેમના શરીરનું નુર જ ખોવાઈ ગયું હતું. તાકાત જાણે શુન્ય થઈ ગઈ હતી. શરીર ઠંડુ બરફની શીલા જેવું હતું. ધીમે ધીમે તેમના પર વજન વધી રહયો હતો. જાણે આંખોનું તેજ હણાતું જતું હતું. આંખો ખોલવાની કોશીષ કરવી પણ શકય ન હતી. પોતાની જાત સાથે જબરદસ્તી કરતી શૈલી નશાની હાલતમાં આંખો ખોલવા પુરી કોશીષ કરી રહી હતી.

વર્ષોથી ભુખ્યો માણસ ભોજન પર તુટી પડે તેમ શૈલીના શરીર પર કોઈના રાક્ષાસી પંજા પડી રહયા હતા. કયારેક કમર પર તો કયારેક છાતી પર તો કયારેક કોઈ મહાન ગુનાની સજા મળી રહી હોય તેમ માથાના વાળને ઝકડીને મરેલ ઢોરની જેમ ઢસડી રહયું તું...

જેમ મરેલ ઉંદરને કુતરો ખાય તેમ આ રાક્ષસ જીવંત શૈલીના શરીરને ચુંથી નાખ્યું મારી નાખ્યું. જીવતી હોવા છતાં તે જીવતી રહી ન હતી. શૈલીના શરીરને જાણે કોઈ નરભક્ષી રાક્ષસ બનીને પીંખી રહયો હતો. તે હવે હરણીની જેમ ફફડવા સિવાય કંઈ કરી શકતી ન હતી. કારણકે તેમના બંને હાથને બાંધીને મોઢા પર ટેપ મારેલ હતી.

માણસમાં કેટલી કુ્રતા ભરેલી છે તે તમે વિચારો જોઈએ, કોઈના જીવનમાં ઝેર ધોળીને જીવનની શાંતીને હણી લેવી તેનો ન્યાય કોણ કરશે

શૈલીના વિચારની તંદ્રા કોઈનો જાણીતો અવાજ કાને પડતા તુટી તે હતી તેમની સહેલી મોના... તે શૈલીની બાજુમાં બેસીને મોટા અવાજે રડી રહી હતી. શૈલી પણ શુન્યમસ્ક હોસ્પીટલની છતને તાકી રહી હતી. આમ જ પંદર દિવસ પસાર થઈ ગયા. શૈલીનો શ્વાસ તો ચાલી રહયો હતો, પરંતુ તે એક જીવતી લાશ બની ગઈ હતી, ન કોઈ સાથે બોલવાનો વ્યવહાર ન વાત કરવાનો, ન જમવાની ભુખ કે ન પાણીની તરસ ફકત મૌન વ્રત ધારણ કરી લીધું હતું.

ભુલથી કયારેય ઉભી થાય તો અરીસા સામે ઉભી રહી પોતાના જ શરીર પરથી નખ વડે ચામડીને ચીરી ચીરી ને શરીરને તો થીંગડા મારેલ કપડાં જેવી હાલત કરી નાંખી હતી, હવે તો શૈલીના બન્ને હાથ બાંધીને રાખવામાં આવતા છતાં પણ તેમની નફરત તેમનું ઝનુન બનીને પોતાના જ શરીરને નુકસાન પહોંચાડી રહયું હતું.

શૈલીની એક આ પરિસ્થિતિમાં છે એવું નથી. શૈલીની સાથે તેમનો આખો પરીવાર આ સજા ભોગવી રહયો છે. શૈલીની માનસીક હાલત જોઈ તેમના ઘરના દરેક વ્યકિતની માનસીક સ્થીતી વધારે ખરાબ થતી જાય છે એ વિચારીને કે, શૈલીને આ વાતાવરણમાં બહાર લાવવી કંઈ રીતે...

શૈલીની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થતાં તેમને ઘેનના ઈન્જેકશન આપવામાં આવતાં. શૈલીની માનસીક પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે, તે પોતાની જાતને આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકી નહોતી. તેમની જીંદગી ત્યાં જ અટકી ગઈ હતી. શૈલીનો વાંક શું હતો ? તેમણે અજાણ્યાનો વિશ્વાસ કર્યો તે ? બીજાની ખુશીમાં ખુશ થઈ તે ? કે પછી એક સ્ત્રી છે તે ? ચોકલેટ ખાધી તે ?

શૈલીને કેવી સજા ? તેમની મનોવ્યથા વાંચનાર દરેક સ્ત્રીને સમજવી બહુ સહેલી છે. સ્ત્રી હોવાને નાતે તમે સમજી શકો કે, શારીરીક દર્દ દેખાય છે જયારે માનસીક દર્દ વ્યકિતને મનમાં જ ખોખલો કરી નાંખે છે. તેની માનસીકતાને લંગડી કરી નાંખે છે તેમાંથી બહાર લાવવા માટે તે વ્યકિતને માનસીક મજબુત સહારાની જરૂર હોય છે. કદાચ વાંચતા સમયે પણ તમને ગુસ્સો, દુ:ખ, શૈલી પ્રત્યે લાગણી જન્મી હશે.

આ ફકત સ્ત્રીઓને પહેલ નથી કરેલ... વાંચનાર દરેક પુરુષ પણ સમજી જ શકે, શૈલીની જગ્યાએ તેમની બહેન, ભાભી કે તેમના જ ઘરની કોઈ સ્ત્રી હોય તો ? આટલું વાંચતા કદાચ તમારા શરીરમાં લોહીનો ગરમ પ્રવાહ દોડવા લાગ્યો હશે ? આંખોના ભવા ચડી ગયા હશે ? સારી વાત છે કે, લાગણીની કદર છે તમને... પરંતુ એક સ્ત્રી માટે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું ખુબ અઘરુ એટલા માટે છે, કારણ કે તે ખુબ લાગણીશીલ હોય છે. તેથી વધારે પડતી દુ:ખી થાય છે. “

કોઈપણ સ્ત્રી જયારે માનસીક રીતે ભાંગે છે ત્યારે તેમની પરિસ્થિતિનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી, અને કદાચ ઈશ્વરે તે શબ્દોને સ્થાન આપ્યું નથી. કારણકે તેને શબ્દો દ્વારા નહિં પરંતુ અહેસાસ દ્વારા અનુભવી શકાય છે. તેના માન - સન્માનને જયારે ઠેસ લાગે છે ત્યારે તે શરીરથી નહિ પરંતુ મનથી દુ:ખી થાય છે તેવી જ રીતે શૈલીની સાથે થયેલ શારીરીક તકલીફના ઘા તો કદાચ થોડા સમયમાં રૂજાય જાય પરંતુ તેમના માનસીક ઘામાં રૂઝ આવવી અને લાવવી બંને ખુબ ખુબ કઠીન પરિસ્થિતિમાંથી પસાર થવા જેવી વાત છે.

રેપ તો શરીરનો થાય છે પરંતુ એક સ્ત્રી માટે તો ... તેમની આત્માને લુંટી લીધા જેવી વાત છે. આત્માના ઘાને એટલી ઝડપી રૂઝ નથી આવતી. તે ઘા તો દિવસે ને દિવસે વકરતો જાય છે. ભગવાન કરે કોઈ સાથે કયારેય શૈલી જેવો બનાવ ન બને એવી પ્રાર્થના કરીએ... તમને પણ દુ:ખ થતું જ હશે..... તમે પણ એક વચન આપો.....

તમે ખરેખર, શૈલીને મદદ કરવા ઈચ્છતા હોય તો ઘરમાં રહેતા તમારા પુત્રને દરેક સ્ત્રીઓને માન આપે જયાં માન છે ત્યાં અપમાન માટે કોઈ જગ્યા હોતી નથી. જો તમે તમારા બાળકને માન આપતા નહી શીખવો તો ચોક્કસ તમારા ઘરમાં પણ એક દિવસ મગજની સાથે લડતી અને આત્માનો રેપ થયેલ કોઈ શૈલી હશે ?

પરંતુ આવા કેસમાં હિમત હારવાને બદલે ભોગ બનનારને સહારની જરૂર હોય છેઈ તેમને હિમત અને આત્મવિશ્વાસથી તેમની સાથે ઘરના દરેક સભ્ય છે તેવી હિમત સાથે જીવનમાં આગળ વધવા તેમજ જે બની ગયું છે તેનાથી દુર ભાગવાને બદલે તેનો સામનો કરવા માટે તેમને પુરી રીતે તેયાર કરવાની જરૂર હોય છેઈ આવા કેસને લગતા જ કેટલાક કાયદાની જાણકારી મેળવીએ.....

સ્ત્રીઓ પરની જાતીય હિંસાને લગતા ફોજદારી કાયદાઓ :-

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ,૧૯૮૩ તરીકે ઓળખાય છે.

સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે. ૮૦ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા. મથુરામાં સગીરવયની એક છોકરી પર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આ કેસ નીચલી કૉર્ટથી હાઇ કૉર્ટ, અને ત્યારબાદ સુપ્રીમ કૉર્ટમાં ગયો અને સુપ્રીમ કૉર્ટ જ્યારે મહારાષ્ટ્ર હાઇ કૉર્ટના ચુકાદાને ઉલટાવીને જણાવ્યુ કે, બળાત્કાર થયો નથી, પરંતુ છોકરીએ સંબંધ બાંધવાની સહમતી આપી હશે, કારણ કે છોકરી અગાઉ પણ બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોઇ તે કુંવારી ન હતી. વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું !

ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ-કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.

સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ,૧૯૮૩ તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નીચે મુજબના નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા:

  • કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી (રક્ષણ) હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો. આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.
  • ફોજદારી કાયદામાં કલમ-૨૨૮(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.
  • કલમ-૩૨૭(૨) હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે (ઇન કેમેરા) ચલાવવામાં આવશે.
  • જો કે, આ સુધારામાં સ્ત્રી-સંગઠનોની કાયદા અંગેની ઘણી બધી માગણીઓ સ્વીકારવામાં ન આવી. પરિણામે, વખતોવખત સ્ત્રી-સંગઠનોએ બળાત્કાર અને અને તમામ પ્રકારની જાતીય હિંસાઓને લગતા કાયદાઓમાં સુધારો કરવાની રજૂઆતો કરી.
  • બળાત્કાર માટેની શિક્ષા

  • બળાત્કારના સામાન્ય કેસમાં સખત કેદની સજા સાત વર્ષ કરતાં ઓછી નહીં, પણ જેને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાશે, અને સાથે દંડને પાત્ર પણ રહેશે.
  • ૩૭૬ (૨)માં વધુ ગંભીર પ્રકારના બળાત્કારના ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નીચે જણાવેલ ૧ થી ૧૪ એન સંજોગોમાં જો બળાત્કાર કરવામાં આવે તો તેને સખત કારાવાસ કે જે ૧૦ વર્ષ કરતાં ઓછો ન હોય, કે જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાય તેટલી શિક્ષાને પાત્ર, આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિનું બાકી રહેલું કુદરતી જીવન, અને તેની સાથે દંડને પાત્ર ઠરશે.
  • જે કોઈ પોતે પોલીસ-અધિકારી હોવા છતાં, પોતાના પોલીસ સ્ટેશનની હદમાં, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કે પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની ક્સ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.
  • જે કોઈ જાહેર નોકર હોવા છતાં પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની કસ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.
  • સશત્ર દળોનો સભ્ય કે જેને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાં ફરજ પર મૂકવામાં આવ્યો હોય ત્યાંની સ્ત્રી પર બળાત્કાર કરે.
  • જે કોઈ વ્યક્તિ જેલ, રિમાન્ડ હોમ અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલા જાપ્તાના અન્ય સ્થળ અથવા સ્ત્રીઓની કે બાળકો માટેની સંસ્થાના સંચાલક અથવા સંસ્થામાં કોઈ અંતેવાસી સ્ત્રી પર બળાત્કાર કરે.
  • જે કોઈ, હૉસ્પિટલના સંચાલક અથવા કર્મચારી વર્ગનો હોય અને તે હૉેસ્પિટલમાં સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • સ્ત્રીનાં સગાં, વાલી કે શિક્ષક અથવા એવા કોઈ સ્થાન પર હોય કે જે, તે સ્ત્રીનો વિશ્વાસ કે તેના પર સત્તા ધરાવતા હોય તેની પર બળાત્કાર કરે.
  • જે કોઈ, કોમી અથવા સાંપ્રદાયિક હિંસાના સમયે સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • જે કોઈ સ્ત્રી ગર્ભવતી છે તે જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરે.
  • જે કોઈ સ્ત્રી સોળ વર્ષ કરતાં નીચેની વયની હોવા છતાં બળાત્કાર કરે.
  • જે કોઈ સંમતિ આપવા અસક્ષમ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • જે કોઈ સ્ત્રી ઉપર નિયંત્રણ અથવા વર્ચસ્વની સ્થિતિ ધરાવતો હોય તે આવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • જે કોઈ સ્ત્રીની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ આવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • જે કોઈ બળાત્કાર કરતી વખતે ગંભીર શારીરિક ઇજા અથવા અંગ-વિચ્છેદ અથવા વિકૃત અથવા સ્ત્રીના જીવનને ભયમાં મૂકે અથવા
  • જે કોઈ એકથી વધારે વાર અથવા વારંવાર સ્ત્રી ઉપર બળાત્કાર કરે.
  • સામૂહિક બળાત્કાર

    ૩૭૬(ડી) સામૂહિક બળાત્કાર :જ્યારે એક અથવા એકથી વધુ વ્યક્તિઓ સમૂહમાં મળીને સ્ત્રીનો બળાત્કાર કરે અથવા તેઓના સામાન્ય ઈરાદાના સ્વરૂપમાં કરવામાં આવ્યું હોય તો ત્યાં આમાંની દરેક વ્યક્તિને બળાત્કારના ગુના માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યું હોય અને તે સખત કારાવાસની શિક્ષા કે જે ૨૦ વર્ષ કરતાં ઓછી ન હોય, પરંતુ જેને આજીવન કારાવાસ એટલે કે આવી વ્યક્તિનું બાકી રહેલા કુદરતી જીવન સુધીનો રહેશે,અને દંડ સાથેની શિક્ષાને પાત્ર રહેશે.

    Kirti Trambadiya

    E-mail :