પ્રેમ કહાની-2 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કહાની-2

ઇશ્વા અને ખંજન કોલેજકાળથી એકબીજાના પ્રેમમા ગળાડુબ હતા કસમયે ઇશ્વાના પપ્પાએ બન્નેને રસ્તામા એકબીજામા ખોવાયેલા જોયા અને ઇશ્વાને બીજે પરણવા ફરજ પાડી ખંજન પણ તેના માતાપિતાને મનાવી ના શકયો અને આખરે દરેક પ્રેમી પંખીડાની જેમ ઘર છોડીને ભાગી ગયા અધુરામા પુરુ બાઈકનો અકસ્માત થયો

હવે વાંચો આગળ

ખંજન ખુબ જ ખરાબ રીતે ઘવાયો હતો બાઇક સ્લીપ થઇ અને માથુ જમીન સાથે ભટકાયુ પુષ્કળ લોહીની ધાર થઇ અકસ્માત પછી રાડ પણ ખંજન પાડી શકયો નહોતો રસ્તામા પસાર થતી એક કારમા બેઠેલુ યુગલ તેમની વહારે આવ્યુ તાત્કાલીક ધોરણે મદદ આપી હોસ્પીટલમા લઇ ગયા

હીબકા ભરતી ઇશ્વા ઘણી વારે શાંત થઇ અને એ ગીતાબહેને તેને ઘરે કોલ કરી અહિ બોલાવા કહયુ ભારે હૈયે ઇશ્વાએ ઘરેથી ભાગીને આવ્યાની વાત જણાવી પેલી સ્ત્રીએ ઉંડો નિસાસો નાખ્યો અને દિલ પર પત્થર મુકી ઇશ્વાને હકીકત જણાવી ખંજન અકસ્માતમા ખુબ જ ગંભીર રીતે ઘવાયો હતો છેલ્લા ચોવીસ કલાકમા એટલે કે અકસ્માત પછી ભાનમા આવ્યો જ નહોતો ઇશ્વાને એવો તો આઘાત લાગ્યો કે જાણે તેના સપનાની દુનિયામ પ્રચંડ ધરતીકંપ આવ્યો મહામહેનતે પોતાની જાતને કાબુમા લાવી અને એ જ ઘડીથી ખંજનને ભાનમા લાવવા તેને સાજો સારો કરવા સૌ પ્રથમ પોતે સ્વસ્થ થઇ વહેતા અશ્રુ સાથે તેણે આઇસીયુમા ગાઢ નિંદ્રામા ઉંઘતો ખંજન જોયો અને બેભાન થઇને જમીન પર પડી ગઇ જયારે ભાનમા આવી આંસુ સારવા સિવાય કયા કઇ કામ જ હતુ ઇશ્વાની સ્થિતિ સુધરતી ચાલી અને તેને હોસ્પિટલમાથી રજા આપી બીલ ગળામા પહેરેલા સોનાનો ચેન વહેચીને ભર્યુ અને એ પરિવાર જેણે અકસ્માતમા સહારો આપ્યો હતો તેના ઘરે રહી અઠવાડીયુ પંદર દિવસ મહિનો થયો પણ ખંજન પથારીમા એમ જ સુતો રહયો હિમ્મત હારેલી ઇશ્વાએ બન્નેના ઘરે કોલ કરી મદદ માંગી પણ જાકારો મળ્યો વધુ એક આઘાત તેના ભાગે આવ્યો હોસ્પિટલનુ બીલ ચડતુ જતુ હતુ માટે ઇશ્વાએ જોબ જોઇન કરી લીધી પણ દસ હજારના પગાર સામે આઇસીયુનુ બીલ કયા પુરુ પડવાનુ અને ઇશ્વાની જીંદગીમા એક બીજો વળાંક આવ્યો એક નિઃસહાય ઘરથી ભાગેલી છોકરી જેનો સાથી હોસ્પિટલના બિછાને પડયો હોય જેના ભવિષ્યની ડૉકટરે પણ ચિંતા વ્યકત કરી હોય અને બે પૈસા ભેગા કરતા થાકી જતી હોય તે છોકરીની માનસિક સ્થિતી કોણ સમજી શકવાનુ ? અને જો એ છોકરી જો આવા સંજોગોમા અજાણ્યા લોકોની વચ્ચે રહીને પ્રેમ માટે લડે એ પોતાના પ્રેમને કેટલા ઝનૂનથી ચાહતી હશે

એ પરિવારમાં બસ પતિપત્ની જ રહેતા હતા અને તેની સાથે ઈશ્વા પોતાના સુખ દુ:ખ સહતી ગઈ ઈશ્વા જોબ કરતી નિત્ય હોસ્પીટલમાં જઈ બેભાન ખંજન સાથે એકલી એકલી વાતો કર્યા કરે ક્યારેક મંદિરનો પ્રસાદ એના માથે ચડાવતી તો ક્યારેક એના કપાળને ચૂમી લેતી હમેશા એક આશા સાથે જતી અને એક વાયદો લઇને ફરતી કોલેજમાં ગાળેલી પળો યાદ કરતી ક્યારેક એ પળો તેના જીવવાનું પ્રેરકબળ બનતી ક્યારેક તે ચાબુકની જેમ મન પર વીંઝાતી.

ડોકટરે ઘણા પ્રયત્ન કયા પણ ખંજન ભાનમા આવતો જ નહોતો મગજની નસો ગંભીર રીતે ઘવાઇ હતી અને સોજો ચડી ગયો હતો અને મગજની ઑકિસઝન લેવાની ક્ષમતા ખુબ જ ઓછી થઇ ગઇ હતી ડોકટરોએ એક સજેશન આપ્યુ ટ્રીટમેંટ ચાલુ રાખો કદાચ પરિણામ આવી શકે ઇશ્વા પાસે હવે બીલ ભરવાના રીતસરના વાંધા પડવા લાગ્યા અને અહી ખંજનની પરિસ્થિતી બદલવાનુ નામ લેતી નહોતી કેસ પોઝિટીવ રીપ્લાય આપતો નહોતો અને એક સ્પેશાલીસ્ટે તો મર્સી કીલીંગ માટે સુચવ્યુ પણ ખરુ અને ઇશ્વાના દિમાગમા ધરતીકંપ સર્જાય ગયો જે યુગલ સાથે ઇશ્ચા રહેતી હતી તેમણે તેને એક પ્રપોઝલ મુકી એ તેમનુ નજીકનુ સંબંધી યુગલ ઘણા વર્ષોથી નિઃસંતાન હતુ રંજનમા ખામી હોઇ તે મા બની શકે તેમ નહોતુ અને તેઓ અનાથાશ્રમમાથી બાળક લેવા માંગતા નહોતા કારણકે રંજનને સુરેશનુ જ બાળક જોઇતુ હતુ બન્ને પૈસેટકે સુખી હતા અને પોતાનુ કામ ઇશ્વા કરી શકે તેવુ લાગ્યુ એક દિવસ યોગ્ય સમયે રંજને ઇશ્વાને ઑફર હિમ્મત કરીને મુકી દિધી સરોગેટ મધર બનવા ઇશ્વાનો દેખાવ શરીર સોષ્ઠવ એના બોલવા ચાલવાની પધ્ધતીમા એના સંસ્કાર છલકાય આવતા હતા આવી સુસંસ્ક્રુત છોકરી પોતાના બાળકને જન્મ આપે એવુ રંજન અને સુરેશ ઇચ્છતા હતા વળી તેની સાથે બનેલા બનાવથી તેઓએ પોતાનો પ્રસ્તાવ ખાસ મુકયો જેથી તે પણ જે નાણાકીય મુશ્કેલી અનુભવતી હતી તેમા મદદ કરે અને ઇશ્વા ક્રોધીત થઇ ઉઠી તેની આટલી હિમ્મત કે મને આમ પુછ્યુ જયારે તેને ખબર છે કે પોતે ખંજનની છે તરત જ તેનુ ઘર છોડી દેવાના વિચાર સાથે ઉભી થઇ અને તેનો ફોન રણકયો ડોકટરનો ફોન હતો તેમણે જણાવ્યુ કે ફોરેનથી આવતા મહીને એક સ્પેશાલીસ્ટ આવવાના છે કદાચ ખંજનને માટે સારા ખબર આપી શકે ઇશ્વા એકદમ ખુશ થઇ ગઇ પણ સાથે પૈસાની જોગવાઇ કરવાના ખયાલ સાથે જ ચહેરો પડી ગયો અને ધબ્બ કરતા પડી ગઇ.

ઈશ્વા અજીબ ઉલઝનમાં પડી ગઈ શું કરવું ખંજન માટે તે કઈ પણ કરવા તૈયાર હતી પણ આમ આવું કરવું પડશે એવો તો વિચારે ક્યારે પણ કર્યો નહોતો આજ વિચારોમા તે સુઇ ગઇ અને સવારે એક મકકમ નિર્ધાર સાથે ઉઠી ગીતાબહેનને હા કહી દિધી કારણકે સુરેશ અને રંજન ફકત એક નકકી રકમ નહોતા આપવાના પણ ખંજન માટે બધો જ ખર્ચો ઉપાડવા તૈયાર હતા અને પુરા સમયમા પુરતો સધિયારો સહકાર પણ આપવાના હતા ઇશ્વા સાવ એકલી પડી ગઇ હતી તેને હુંફ જોઇતી હતી જે ગીતા બહેનના પરિવારમા મળી હતી અને જેવી ઇશ્વાએ હા પાડી એટલે તરત જ કાર્યવાહી ચાલુ કરી દિધી સૌ પ્રથમ તેની સાથી એક કરાર થયો જેમા વળતરની ચોખવટ કરી હતી અને ઇશ્વાને ખાસ જણાવવામા આવ્યુ હતુ કે આ સમય દરમિયાન પોતે પોતાની કુદરતી ગર્ભાવસ્થા જેટલી કાળજી લેવી જાણે અણજાણે એવુ કઇ ન કરે જેથી બાળકને ક્ષતી પહોંચે એ રંજન અને સુરેશની આજુબાજુ અને સંર્પકમા રહે એકવાર આ નિર્ણય લઇ લીધો છે તો પીછેહટ કરી શકશે નહી અને એગ્રીમેંટ અને સહી સિકકા પણ થઇ ગયા ડરતી હિચકીચાતી ચિંતિત ઇશ્વા ગીતા બહેન સાથે હોસ્પિટલમા ગઇ અને ત્યા તેના ઉદરમા સુરેશના બીજનુ પ્રત્યારોપણ થયુ ઇશ્વા પર શસ્ત્રક્રિયા થઇ જેવી ઓપરેશન થિયેટરમાથી બહાર આવી એટલે ગીતાબહેનને વળગીને રોઇ પડી કઇ છોકરી મા બનવાનુ પસંદ ના કરે પણ ઇશ્વાએ પણ ઇચ્છયુ હતુ પણ આમ તો બીલકુલ જ નહીને.....!! આજે પોતે જ પોતાની નજરોથી પડી ગઇ હોય એવો અહેસાસ થયો ગીતાબહેન તેની મનઃસ્થિતી જાણતા હતા પણ બોલવા માટે શબ્દ નહોતા ફકત વ્હાલથી માથે હાથ ફેરવી સાંત્વના આપતા રહયા ડોકટરે તારીખ આપી દિધી હતી અને શરત મુજબ ખંજનને યુએસ તબીબ કિૂયા માટે લઇ જવાયો ગર્ભાવસ્થાની અવનવી લાગણી અનુભવતી ઇશ્વાએ ભારે હૈયે ખંજનને વિદાય આપી.

ઇશ્વા હવે અજીબ લાગણીઓ અનુભવતી હતી કયારેક સુખઃદ તો કયારેક દુઃખદ તે તેનામા પાંગરતા પિંડા સાથે લાગણીના તંતુ સાથે તાદાત્મ્ય સાધતી ગઇ તેના શરીરમા જીવ પાંગરી રહયો હતો અને તેને કારણે શારીરિક ઉથલપાથલ મચી રહી હતી ઉછરી રહેલા જીવની સાથે તેની અંદર કઇ બીજુ પણ શ્વસી રહયુ હતુ એક મમત્વ એક સ્ત્રીત્વ એક આશા એક નવુ જીવન મહીનાઓ સુધી તે માનસિક યાતનામાથી પસાર થઇ હતી અને હવેની પળો તેને ખુશી બક્ષી રહી હતી અને હા સાથે સાથે ખંજન માટેની આશાઓ પણ વધતી ગઇ હતી અહી આવેલા ડૉકટર તો કઇ કરી ના શકયા એટલે તેને ઉચ્ચ સારવાર માટે યુએસ લઇ ગયા સુરેશ પણ તેની સાથે ગયો હતો એટલે ઇશ્વા નચિંત હતી અહિ તે ગીતાબહેન અને રંજન સાથે ખુબ જ હળી ભળી ગઇ હતી ગીતાબહેન એક માની જેમ તેની કાળજી રાખતા હતા અને રંજન તેનુ મુડ સાચવવાનુ કામ કરતી કારણ કે ઇશ્વા ખુબ જ ગુનાહિત લાગણી પણ અનુભવતી હતી કયારેક તે ખંજનની તીવ્ર ખોટ સાલતી આખરે એક ગર્ભવતી સ્ત્રી તેના આ સમયમા તેની હુંફ ચાહતી હોય છે જે માટે ઇશ્વા રીતસરની ભાંગી પડતી ત્યારે ગીતાબહેન ખુબ જ ઘૈર્યથી કામ લેતા તેને ઐતિહાસિક પૌરાણિક સાહસિક કથા સંભળાવતા અને એક સ્ત્રીમા કેટલુ બળ હોય છે તેની પ્રતિતી કરાવતા ઇશ્વાની શરિરાકતી બદલી રહી હતી તેના પિંડને કુંપળો ફુટી રહી હતી સાથે તેનામા માનસિક બદલાવ પણ આવવા મંડ્યો હતો તે એના બાળક સાથે વાતો કરતી હતી અને તેની બહાર આવવાની પ્રતીક્ષા પણ કરવા લાગી હતી

એક દિવસ સુરેશનો યુએસથી કોલ આવ્યો કે ખંજન ની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે બસ પછી તો પૂછવું જ શું ઈશ્વા ની ખુશીનો પાર ના રહ્યો હરખમાં તે ગીતાબહેનને વળગી ઉઠી ઈશ્વાએ કરેલા તપનું ફળ તો મળવું જ રહ્યું ને ઇશ્વા હવે થોડી ઘણી રાહત મળી હતી સુરેશે ખબર આપ્યા હતા કે ખંજનની હાલતમા સુધારો આવી રહયો છે તેની આંખો ખુલી રહી છે તેના ડોળા ચકળવકળ કરતો વિડિયો પણ ઇશ્વાએ જોયો અને તે ખુશીની મારી રોઇ પડી આખરે તેના પરીશ્રમનુ ફળ મળ્યુ ખરુ સુરેશે કહયા પ્રમાણે તે ભાનમા આવ્યો ત્યારે પણ ઇશુ..... ઇશુ..... એવુ બબડતો હતો એ સાંભળીને ઇશ્વા પોતાને એકદમ ખાસ સમજવા લાગી હવે તેને પોતાના લીધેલા માતા બનવાના નિર્ણય પર રહી સહી શંકા દુઃખ અફસોસ રહયો નહી

ઈશ્વાની મરજીથી ખાસ સિઝેરિયન ઓપેરશન થયું બાળકને જોઇને તે ખુશીથી ઝૂમી ઉઠી બન્નેની તબિયત પણ સારી હતી રંજન અને ગીતાબહેને બહુ જ સારી રીતે ઇશ્વા અને તેના પુત્રને સંભાળી લીધા ત્રણ દિવસમા બન્ને ઘરે પણ આવી ગયા પણ તેની ખુશી ટકી નહી બાળકને રંજન જ પાસે રાખતી અને ઈશ્વાને પોતાની ઓકાત યાદ આવી ગઈ મનને મનાવી લીધું અને બાળકને ફક્ત ધવરાવતી વખતે ખુબ પ્રેમ કરી લેતી ગીતાબહેન આ બધું જોઇને નિસાસો નાખતા પણ એ પણ ક્યાં કઈ કરી શકે એમ હતા ઇશ્વા બાળકનુ સ્મિત જોઇને ખુબ જ હરખાઇ ઉઠતી પણ રંજન પુત્રને તેની પાસે વધુ રહેવા ના દેતી તેથી તે થોડી વ્યથિત રહેતી તે સારી પેઠે સમજતી પણ હતી કે તેના જ બાળકની પોતે માતા નથી

બીજા એક મહીનામા ખંજન સંપુર્ણ સ્વસ્થ થઇ ગયો આખરે એ દિવસ પણ આવી ગયો ખંજન સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો અને એ પોતે ઈશ્વાને મળવા ઉતાવળો થઇ ગયો હતો અને સત્વરે ઈશ્વા સામે આવી ઉભો રહ્યો ઇશ્વાને મળવા ઉતાવળો થઇ ગયો સુરેશે ખંજનને ફકત અકસ્માતની જ વાત જણાવી હતી ઇશ્વાની સરોગસીની વાત જણાવી નહોતી હવે તો ખંજન સાજો થઇ ગયો છે ને બસ અહી આવે એટલે સત્વરે લગ્ન લઇ લેવાના હતા ગીતાબહેન અને રંજને આ માટે અમુક વિચાર કર્યા હતા જેની ચર્ચા ઇશ્વા સાથે કરી પણ હતી આજે ઇશ્વા માટે સોનાનો સુરજ ઉગ્યો હતો હા આજે ખંજન સુરેશ સાથે સાજો સારો થઇને ઘરે આવવાનો હતો અને ઇશ્વાની ખુશીનો પાર ન રહયો તેની ધીરજ રંગ લાવી હતી ખંજનને ગમે એ રંગનો ગુલાબી રંગનો પંજાબી પહેર્યો અને તૈયાર થઇ ડૉરબેલ રણકયો અને ગીતાબહેને દરવાજો ઉઘાડયો સુરેશે બધી જ વાત કરી હતી કે તેમણે સહારો આપ્યો છે ખંજન ગીતાબહેનને પગે લાગ્યો અને સોફા પર બેઠો તેની નજર ઇશ્વાને શોધતી હતી ઘરમા હાજર સભ્યો તેની નજરની બરાબર નોંધ લઇ રહયા હતા વધારે ખોટી ના થતા ખંજનને અંદરની રુમમા જવા કહયુ જયા ઇશ્વા તેની ચાતકની જેમ રાહ જોઇ રહી હતી ખંજન રુમમા ગયો અને બન્નેની નજરો મળી ઇશ્વાનો સંયમ તુટયો અને દોડીને તેને વળગી પડી અને ખંજન જડ્ ની જેમ ઉભો રહી ગયો બે ઘડી ઇશ્વા તેમ જ વળગી રહી પણ ખંજનનો હાથ સીધા જ રાખ્યા તેથી ઇશ્વા છોભીલી પડી ગઇ અને અળગી થઇ ગઇ હવે તો ખંજન આંખો પણ નહોતો મિલાવતો તેની આંખોએ ઇશ્વાને બરાબર નોંધી હતી પ્રસુતી પછીનુ ફુલેલુ પેટ બેડોળ અંગો કાંતિહીન ચહેરો આંખો નીચે કાળા કુંડાળા મો પર આવેલી પરીપક્વતા ચુલબુલી ઇશ્વા એક સ્ત્રી લાગી રહી હતી કોઇ કઇ બોલે કરે એ પહેલા તો પારણામા સુતેલુ બાળક રોવા માંડયુ અને ખંજનનો રહયો સહયો શક વિશ્વાસમા પલટાયો ઇશ્વા બાળકને પારણામાથી કાઢી રહી હતી અને ખંજન ગુસ્સાથી રુમની બહાર જવા ધસ્યો ઇશ્વા લગભગ બરાડી ખંજન..... કયા જાય છે અને ખંજને પહેલા અને આખરી શબ્દો બોલ્યા ધોકેબાજ તને હવે મારી જરુર જ કયા છે તે ઘર છોડીને ચાલ્યો ગયો ઇશ્વાએ અટ્ઠાહાસ્ય કયુ એ આ આઘાતથી માનસિક સમતુલા ગુમાવી ચુકી હતી અને ભોંય પર પડી ગઇ અને ગીતાબહેન પ્રેમથી તેનો વાસો પસવારી રહયા