Bharoso books and stories free download online pdf in Gujarati

ભરોસો

ભરોસો

નિકીતા અહેન અને મોહનભાઈ છેલ્લા ૩ વર્ષથી એકલા રહેતા હતા. આ એમનો પોતાનો જ નિર્ણય હતો. કારણ બાળકો જ્યારે સારું કમાવા લાગ્યા એમને એમ થયું કે હવે આપણે સારી સોસાયટી માં મોટું ઘર લિયે પણ મોહનભાઈ અને નિકીતા બહેન ને વર્ષોથી રહેતા આ એરિયા માં થી નીકળવું જ નહોતું . છેલ્લે એમ નક્કી થયું કે બંને બાળકોને ગમે તેવા ઘરમાં તેઓ રહી શકે છે. માતા પિતા અહિયાં જ રહેશે પણ કોઈ પણ દીકરો જવાબદારી માં થી છુટશે નહિ . પણ ૬ મહિના પહેલા મોહનભાઈ ને કેન્સરનાં રોગ એ ભરડો લીધો . નિકીતા બહેન તો આમે ચાલી નહોતા શકતા. દીકરાઓ એ રસોયાની અને ઘરકામ માટે બેન રાખી દીધા હતા. અને એમને પણ સમય મળે ત્યારે આવી જ જતા. ફોન તો રોજ એ કરતા જ . પણ છેલ્લા મહિના થી બંને દીકરાઓ ને બહારગામ જવાનું થયું હતું ને વહુ ઓ ને પણ ઓફીસ અને ઘર બંને સંભાળતા તેઓ મળવા આવી નહોતા શક્યા . એમાં મોહનભાઈ નાં મનમાં એમ જ થઇ ગયું હતું કે હું જીવતો છું તો આ હાલ છે , જો કાલે હું નહિ રહું તો નિકીતાનું કોણ ? અને દિવસે દિવસે આ વિચાર દ્રઢ થતો જાતો હતો . છેલ્લે કંટાળીને આજે સાંજથી જ મોહનભાઇ અને નીકીતા બેને નિર્ણય કર્યો હતો કે બસ આજનો દિવસ રાહ જોશું બાળકોની..હવે વધારે નહી...હવે જીવવું જ નથી બસ.

આમને આમ એકલું તો જીવશે નહી..જ્યારે બંને જ માંદગીમાં પટકાણા છે ત્યારે તો બાળકો નજીક જોઇયેને...પણ હવે એમને એમ લાગતું હતું કે તેઓ બાળકોને ભણાવી શક્યા પણ ગણાવી ન શક્યા..મોટો દીકરો ડોક્ટર બન્યો..એના પછીનાં દીકરા એ કોમ્પ્યુટરમાં માસ્ટરી કરી.અને પછી દીકરીને ખરાબ ન લાગે એટલે એને પણ માતા પિતા એ સોફ્ટવેર એન્જીયનીયર બનાવી . સારો જોબ મળ્યો આજે એ હવે ૫૦,૦૦૦ મહિને કમાય છે અને શાંતિ થી પતિ સાથે જીવે છે..બે બાળકોની માતા પણ બની ગઈ છે , હવે તો એની દીકરીને દિવસમાં એક વાર વાત કરવાથી વધારે જરા પણ સમય ન હતો . આજે જ્યારે મોહનભાઈ ને કેંસર લાગું પડ્યું હતું અને નીકીતા બેનનાં ગુંટણ જ પડી ભાંગ્યા હતા ત્યારે કોઇ બાળકોને એમના માટે સમય ન હતો.. એ બંનેને એ જ વાતનું ખૂબ જ દુ:ખ થાતુ હતુ..પણ આજે બંને મન મજબૂત કરીને બેઠા હતા કે જો આજે નહી આવે તો બંને આપઘાત કરી લેશું..કારણ એ બંને પણ એકબીજાનુ ધ્યાન નહોતા રાખી શક્તા હવે તો..કામવાળીનાં ભરોસા પર જીવતા હતા . એ આવે અને જેવું બનાવે એવું જમતા..અને જ્યારે આવે ત્યારે એના સમયે જમતા..હવે બંને કંટાળી ગયાં હતા..કામવાળીના હાથનું ભાવતું પણ ન હતું. પૈસા ખર્ચીને પણ સંતોષનો ઓડકાર નહોતો મળતો. ક્યારેક નિકીતા બહેન કહેતા પણ ખરી કે “આના કરતા જ્યાં દીકરાઓ લઇ જાય ત્યાં ગયા હોત તો કાઈ નહોતું. રોજ એમનું મોઢું તો જોવા મળત. “ આ સાંભળીને મોહનભાઈને હજી વધારે ગુસ્સો આવતો કે “ તને હજી આ બાળકો પર ભરોસો છે કે સાથે રહ્યા હોત તો એ લોકો આપણને સાચવત ,તારે જાવું હોય તો તું જતી રહે એમની સાથે રહેવા. મેં ક્યાં નાં પાડી છે. “ એમની વાત સાંભળીને નીકીતાબહેન ચુપ થઇ જતા . આમને આમ દિવસ પૂરા થતા હતા . હજી કઈક વિચારે એ પહેલા ફોનની બેલ વાગી મોહનભાઈએ ફોન ઉપાડ્યો સામે છેડેથી દીકરી બોલી .."પપ્પા કેમ છો, અને મમ્મીને કેમ છે?"

મોહનભાઇએ જવાબ આપ્યો " હા દીકરી, હજી તો જીવીયે છે..તમે બધા મજામાને ?"

મોહનભાઈની દીકરીને અચરજ થયુ કે પપ્પા કેમ બોલે છે ?

પણ એણે ધીરજ રાખીને કહ્યુ કે "પપ્પા આમ કેમ બોલો છો?"

પણ મોહનભાઈ એ ફોન કટ કરી નાખ્યો અને એકલા બેસી ને રડવા લાગ્યા..

એમને યાદ આવ્યા એ દિવસો જ્યારે ત્રણે સંતાઓ એ ભણવાની જીદ કરી હતી અને કેટલું દેણુ કરી ને એને ભણાવી હતી..આખી જિંદગી ત્રણે સંતાનો માટે બહારથી પૈસા ઉપાડ્યા અને ઉઘરાણી વાળાઓના ફોનના જવાબ જ આપ્યા હતા..પણ આજે એ ત્રણે બાળકોને સમય ન હતો એ બંને માટે..બધા જ મુંબઈમા રહેતા હતા પણ રાત રોકાવાનો સમય નહોતો કોઇ પાસે..કારણકે જોબ એવો હતો બધાનો કે એક દિવસની રજા પડાય એમ ન હતુ..

થોડી વાર પછી મોટા દીકરાનો ફોન આવ્યો અને બોલ્યો "પપ્પા , તબિયત સારી છે ને ? અમે રવિવાર આખો દિવસ તમારી સાથે વીતાવવા આવીયે છે..બોલો આપણે કઈ રેસ્ટોરંટ માં થી જમવાનું મંગાવશું.."

મોહનભાઈએ જવાબ આપ્યો" દીકરા મને હમણાં ભૂખ લાગી છે અને કામવાળી હજી આવી નથી..એ ક્યારે આવશે અને ક્યારે બનાવશે અને અમે ક્યારે ખાવા ભેગાં થાશુ કોને ખબર..અને તુ છો કે રવિવાર ની વાત કરે છે.."

દીકરો બોલ્યો" અરે પપ્પા ,આમ કેમ બોલો છો , ક્યાંકથી જમવાનું મંગાવે લ્યો, કામવાળીની રાહ શુ કામ જોવો છો..? તમે કહો તો હું ઓર્ડર આપીને મોકલાવી દઉં .”

મોહનભાઈએ ફોન કટ કરી નાખ્યો ,પાછુ એક ડૂસકું એમનાથી ભરાઈ ગયુ..કે અડધી રાતનાં બાળકોને ભૂખ લાગતી તો નીકીતા અડધી રાતનાં તીખી ગરમ પુરી બનાવીને ખવડાવતી..અને આજે આ બાળકોને સમય નથી જોવાનો કે માતા પિતા ભૂખ્યા છે કે જમી લીધુ.. આજે બાળકો ઓર્ડર આપી જમવાનું મોકલાવા તૈયાર છે પણ પોતે હોટેલમાં થી ખાવાનું લઈને આવી ને સામે બેસીને જમાડી નથી શકતા.

થોડી વાર થઈ ત્યા નાના દીકરા નો ફોન આવ્યો " પપ્પા, કેમ છો તમે ? અને મમ્મી કેમ છે ?"

મોહનભાઈએ ચીડાઇને જવાબ આપ્યો કે "શું કામ રોજ ફોન કરો છો અને ખાલી પુચ્છા કરીને મુકી દ્યો છો..મારે જવાબ નથી આપવો.."

ત્યાં દીકરો બોલ્યો" પપ્પા, હુ હવે ત્યાં જ આપણા ઘરની બાજુની બિલ્ડીંગ માં જગ્યા લઉ છુ જેથી તમારી પાસે રહેવાય.."

મોહનભાઇ હજી ચીડાઇને બોલ્યા.."પાસે રહેવું છે પણ સાથે નથી રહેવું..કાંઇ જરુરત નથી અમારાં પર ઉપકાર કરવાની."

ફોન કટ કરીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા. કે આખી જિંદગી બાળકો માટે જીવી નાખી પણ બસ હવે આ લાચારીની જિંદગી નથી જીવવી..એ નીચે નાં મેડીકલ સ્ટોરમાં ગયા ..અને ત્યાથી વાંદા મારવાની દવા લીધી..એક જ દુકાન માં થી બે બોટલ લઇશ તો શક જાય એટલે વિચાર્યું કે બીજી બોટલ બીજી દુકાન મા થી લેવા દે..બીજી દુકાન માં થી બીજી બોટલ લઈને ઘરે ગયા..પત્નીને પોતાનુ દુ:ખ કહ્યુ..અને કહ્યુ કે હુ મરી જાઈશ પછી આ બધાં મા

થી તારી કોઇ ધ્યાન નહી રાખે..તો ચાલ ને આપણે સાથે મરી જાઈયે..તો હું પણ શાંતિ થી મરી શકું

પત્નીને પણ એ ઠીક લાગ્યું..અને બંને એ બોટલ તોડી ને ગ્લાસ માં એ પ્રવાહી કાઢ્યું અને જેવા પીવા જતા હતા ત્યાં ઘરની બેલ વાગી..

બંને અટક્યા..કે કોણ છે જોઇ લઈયે..એક વાર તો ગુસ્સો આવ્યો કે પ્રવાહી પી ને જ દરવાજો ખોલવા જઈએ . પણ નિકીતા બહેને કહ્યું “ આમાં પણ કોઈ પ્રભુનો ઈશારો હશે. જરા જોઈ લ્યો. પછી તમે જે કહેશો એ જ કરશું “

બંને ગ્લાસ રસોડાંમાં રાખીને દરવાજો ખોલવા ગયાં.. તો સામે એમના મિત્ર નવનીત ભાઈ અને પત્ની સરલાબેન ઉભા હતા..

બંનેના ચહેરા હંમેશની જેમ હસતા હતા..

આવતાવેંત નવનીત ભાઈ એ કહ્યુ " કેમ મોહન કેમ છે , અને ભાભી તમે ..મજા છે તમને તો , એકલા જીવવાનું. કોઇ અવાજ નહી ઘરમાં..અને પોતાને મન ફાવે તેમ જીવવાનું..કોઈ રોક ટોક નહિ કોઈ ચિંતા નહિ. કોઈનું અપમાન સહન નહિ કરવાનું. અને ઈજ્જતથી જીવવાનું "

મોહનભાઇ એ બળાપો ઠાલવ્યો " શું નવનીત, આ તે કાંઇ જિંદગી છે ..એકલાં એકલાં જીવવાની એ..બસ અમારે ટી વી જોવાનું ભજન સાંભળવાના અને એક બીજાં સાથે વાત કરવાની..તુ જ કહે કેટલી વાતો કરીયે..અમે તો કંટાળી ગયાં છે આ જિંદગી થી..બસ હવે તો આપઘાત કરીને મરી જાવું છે.જે બાળકોને ભણાવ્યા , મોટા કર્યા એ બાળકોને આપણી માટે સમય નથી. આપણી સાથે રહેવું નથી . તું જો કેટલો નસીબદાર છે. કે બંને દીકરાના ઘરે રહેવાનું "

નવનીત ભાઈ અને સરલા બહેન ને અચરજ થયુ..

પણ પછી સરલા બહેને વાત શરુ કરતા કહ્યું.." ભાઈ , અમે અમારી વાત કદી કોઇને નથી કહી.. આજે તમને કહુ છુ..મારે બે દીકરા અને બે વહુઓ છે ..બંને આલીશાન ઘરમાં રહે છે ..અમારે બંને એ છ મહીના એક દીકરા ને ત્યા તો છ મહીના બીજા દીકરાને ત્યાં રહેવાનું હોય છે..પણ માતા પિતા બનીને નહી પણ જાણે ઘરના કામવાળા હોઇયે એમ..ભલે કામ ન કરવું પડે પણ એક એક મિનીતે એમ લાગે કે નજરોથી વર્તનથી અપમાન થતું હોય . ઘરના બાળકો પણ માં ન આપે . એમના બાળકોને પણ ન ગમે અમે જાઈયે એ ..પાણી માંગીએ તો દૂધ મળે. પણ કામનું શું. પણ તે લોકો અમને એક અલગ ઘર પણ નથી લઈ આપતા કે અમે બંને શાંતિ થઈ જીવીયે..ના કદી એ લોકો અમારી તબિયત વિષે પુછે..પણ હવે અમને ખબર પડી ગઈ છે કે આ જ અમારી જિંદગી છે..તો અમે એમા ખુશી ગોતી લઈયે છે..અને તમને તો આટલાં સારાં દીકરા વહુ મળ્યા છે કે પોતે તો રોજ ફોન કરે છે પણ જો તમારો અવાજ ફોન માં ઠીક ન લાગે તો અમને પણ કામે લગાડી ડે છે ક્યારેક અમને પણ ફોન કરીને યાદ દેવડાવે છે કે આંટી, જરા મમ્મી પપ્પા પાસે બેસવા જાજોને..જેમ આજે કામે લગાડ્યા. એક પછી એક તારા ત્રણે બાળકોના ફોન આવ્યા કે તમે જલ્દી મમ્મી પપ્પા પાસે જાઓને . આજે તેઓ બહુ ડીસટર્બ લાગે છે. અને અમારા ઘરમાં તો બધા બહુ ખુશ થાય કે સારું ક્યાંક જાય તો થોડી વારની શાંતિ . મોહનભાઈ ભાભી આવુ ક્યારેય ના વિચારતા કે તમારે મરી જાવું છે.તમે તો નસીબદાર છો. ." અને બોલતા બોલતા સરલાબહેનની આંખો અશ્રુ થી ભરાઇ ગઈ..

મોહન ભાઈ ધીરે થી ઉભા થયા. રસોડામાં ગયા અને બે ગ્લાસ લાવીને કહ્યુ " ભાઇ તુ પાંચ મિનિટ મોડો આવ્યો હોત તો અમે બસ આ પી ને મ્રુત્યુ ને ગળે જ લગાવવાના હતા.."

હવે નવનીત ભાઇ બોલ્યાં " મોહન તારે એ પરથી જ એમના પ્રેમ નો માપદંડ કાઢવો જોઈએ કે આજે તારા ત્રણે દીકરા દીકરી ના ફોન અમને આવ્યા હતા..કે પપ્પા આજે અપસેટ છે તો pls..અંકલ જરા જાજોને..જો મોહન એ લોકોની હવે જિંદગી શરુ થઇ છે .. આટલું ધ્યાન રાખે છે એની માટે પ્રભુ નો ઉપકાર માન..અને એમની જિંદગી જીવવા માટે નો રસ્તો સરળ કરી આપ. તારે એકલા જીવવું હોય તો એની સગવડ પણ તેઓએ કરી આપી છે અને ભેગા રહેવું હોય તો તે લોકો તો એની માટે તૈયાર જ છે એની જ રાહ જુવે છે "

મોહનભાઇ અને નીકીતા બહેન ની નજર નીચી થઈ ગઇ કે તેઓ આ શું કરવા જતા હતા...

નવનીત ભાઈ, મોહન ભાઈ પાસે આવ્યા અને એમનાં ખભા પર હાથ રાખીને કહ્યુ “શાંતિ રાખ જે થયુ એ થઈ ગયુ હવે આવું કદી ન વિચારતો.."

પછી બધાએ હસી મજાકની વાતો કરી..મોહનભાઇ મનમાં વિચારતા હતા કે આટલું દુખ છે છતા નવનીત હસતો રહે છે અને હુ અમસ્તો દુ:ખી થતો હતો..મારા બાળકો તો સાચ્ચે જ સારા છે .

રાતના નવ સુધી બંને બેઠા..તે લોકો જવાની તૈયારી કરતા હતા ત્યા બેલ વાગી..મોહનભાઇ બોલ્યાં" વળી હમણાં કોણ આવ્યું ?

એટલે નવનીતભાઇ એ કહ્યુ "કોણ હોય તારા દીકરા દીકરી ઓ.આજે તો એમને મને પણ બહુ ટેન્શન આપી દીધું હતું. અમે બંને પણ જમ્યા વગર અહિયાં આવી ગયા હતા. ."

મોહનભાઈ અને નીકીતાબહેન ને બહુ અચરજ થયું કે એમનો ફ્રેન્ડ અને એમના બાળકોએ બધો પ્લાન પહેલેથી જ બનાવીને રાખ્યો હતો. અને એટલે જ નવનીત હજી સુધી અહિયાં બેઠો હતો. એને હસીને નવનીતભાઈને કહ્યું “ હવે ખબર પડી કે તું આટલી વાર અહિયાં ટકી કેમ ગયો “

હસતા હસતા નવનીતભાઈ ઉભા થયા અને બોલ્યા “ તારો જ ફ્રેન્ડ છું ને. “ સાચ્ચે જ દરવાજો ખોલ્યો તો એ એમના દીકરા વહુ અને દીકરી જમાઈ જ હતા ..

આવતાવેંત દીકરી ગળે વળગીને રડતા રડતા બોલી " કેમ પપ્પા આમ ચિંતા કરાવો છો , અમને બધાને કેટલું ટેન્શન થઈ ગયું હતું તમારું આજે.." બંને દીકરા વહુ ઓ બધાએ માફી માંગી કે અમે આવતા રહેશું.."

નવનીત ભાઈ એ ગ્લાસનું પ્રવાહી બતાવીને કહ્યુ કે "જુઓ શુ કરવા ચાલ્યો હતો તારો પપ્પો. સારું થયું તમે બધાએ ફોન કરીને અહિયાં મને મોકલાવ્યો. આજે તો આ બંને નાં રામ બોલો ભાઈ રામ જ કરવું પડત "

નવનીતભાઈ પાસે થી જ્યારે મમ્મી પપ્પાનાં આપઘાત કરવાની વાત સાંભળી ત્યારે બધાને બહુ જ દુખ થયું . બધાને એમ થયું કે એમની બેદરકારી ને લીધે જ આજે મમ્મી પાપાએ આ વિચારવું પડ્યું

બધા ખૂબ જ રડ્યા..

મોહનભાઇએ બાળકોની માફી માંગી અને કહ્યુ " મારા વિચારોને લીધે મેં તારી મમ્મી પર પણ માનસિક દબાણ કર્યું અને પોતાની સાથે જીવન તુકાવા મજબુર કરી હતી. તમારી મમ્મી તો હંમેશા કહેતી કે સંતાનો પર ભરોસો રાખી જુઓ . મારી જ ભૂલ કે હુ મારા લોહી ને ના ઓળખી શક્યો.."

બધા એક બીજાને ભેટીને બહુ રડ્યા. અને બધાએ નવનીતભાઈ અને સરલા બહેનનો ખુબ આભાર માન્યો . નવનીતભાઈ એ કહ્યું “ બાળકો આભાર ન માનો , જલ્દી થી સારી હોટલ માં થી જમવાનું મંગાવો. બહુ ભૂખ લાગી છે હવે.. “ એમની વાત સાંભળીને બધા હસવા લાગ્યા કે આને કહેવાય સાચ્ચો મિત્ર “

આજે મોહનભાઈને લાગતું હતું કે એમની જિંદગી તો ખુશીયોથી ભરેલી છે. પોતે જ ટૂંકા હૃદય નાં નીકળ્યા . પછી પોતા પર જ હસીને બધા સાથે મસ્તીમાં જોડાઈ ગયા .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED