Dikrine Bhaar ke Prabhuno Aabhar books and stories free download online pdf in Gujarati

દીકરી ભાર કે પ્રભુ નો આભાર

નીતાકોટેચા "નિત્યા "

neetakotecha.1968@gmail.com

9867665177

દીકરી ને ભાર કે પ્રભુ નો આભાર ."

દીકરી ને ભાર કે પ્રભુ નો આભાર ."

જે ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે ત્યારે કદાચ દુનિયાને દેખાડવા એના જન્મ પર પેંડા વહેચાય છે કે અમારી માટે તો દીકરી અને દીકરો એક સરખા જ છે , અને દુનિયા રાજી પણ થાય છે કે ચાલો હવે દેખાય છે કે જમાનો બદલાણો છે પણ એ જ દીકરી જ્યારે 30 વર્ષ ની થાય ત્યારે પણ જો એની માટે સારું સાસરું ન મળતું હોય તો એ જ દીકરી નડવા લાગે છે આ પણ એક કડવું સત્ય છે

ક્યારેક આપણાં બાળકો ને આપણું કામ પતાવવા મટે જ્યારે લગ્ન કરવા પડે ત્યારે દુખ થાય કે આપણુ બાળક જે આપણને આખી દુનિયા થી વધારે પ્રિય હતું એને આપણે કહીયે કે " બાબા જે મળે એની સાથે પરણી જા હવે.."હા એવા બહુ ઘરો છે જ્યાં આ વાક્યો બોલાતા હોય છેં..

અને જ્યારે બાળક એક કામ પતાવવા માટે લગ્ન કરે છે ત્યારે શું એ સફળ જાય છે ખરા???

ના નથી જતા ..દીકરી રડતી રડતી પાછી આવે છે અને એરડતી દીકરી નાં આંસુ કોઈને નથી દેખાતા એને શું દુખ હતું ત્યાં એ તપાસવાની કોઈ કોશિશ નથી કરતુ બસ એને પાછી આવેલી નું લેબલ ચોટાડીને જ જોવામાં આવે છે અને એ પોતાની જિંદગી એક નર્ક કરતા વધારે ખરાબ રીતે વીતાવે છેં..આ બધું થવા પાછળ નું મુખ્ય કારણ એ જ છે કે દીકરી નાં માતા પિતાનો દીકરી સાથ હોતો નથી એમને બીક છે સમાજ ની, સમાજ ની સામે માથું નીચે થવાની , એ જ દીકરી જો આત્મહત્યા કરશે તો બુમો પાડી પાડી ને રડશે કે આના કરતા ઘરે પાછુ આવી જવું હતું ને. આ દુનિયામાં ક્યારેક એમ થાય કે કોઈ કોઈનું નથી

એવું જ કંઇક માલુ સાથે થયું ...

"માલુ એ માલુ..માલુ એ માલુ...અહીંયાં આવ તો જરા.."સમીર એ ગુસ્સા માં બૂમ પાડી...

માલુ નેટ પર બેઠી હતી અને friends સાથે ચેટ કરતી હતી..

એકલી એકલી હસતી હતી અને એમાં એને આનંદ પણ બહુ આવતો હતો..

૩૫ વર્ષ ની માલુ..હજી ૪ મહિના પહેલાં જ એ પરણી ગઈ હતી..

હા પરણી ગઈ હતી કારણ કે એણે પરણી જવુ પડ્યું હતુ..કારણ કે એ માતા પિતા માટે ભારે હતી..હવે એ નડતી હતી..

બધાને જવાબ શું આપવો..એ સવાલો થી એ લોકો કંટાળી ગયા હતા..અને એમણે જે મુરતિયો શોધ્યો એની સાથે એ પરણી ગઈ..

એક કામ પત્યું માતા પિતા નું..માલુ ને હજી સમજાતુ જ ન હ્તુ એનાં માતા પિતા નુ વર્તન..પહેલા કાંચ ની જેમ દીકરીને મોટી કરે..ખુબ સંભાળે.ખુબ ભણાવે...એણે પણ તો BSE IT .MBA. અને ઘરે બેસીને MA પણ કર્યું..હવે એ એક સારી સોફ્ટ્વેર કંપની માં જોબ પણ કરતી હતી..કેટલી નીષફીકર જીવતી હતી..પણ બસ હવે એનાં માતા પિતા ને લગન વા ઉપડ્યોં..અને એ પરણી ગઈ...

ત્યાં પાછી બૂમો પડી "માલુ સાંભળે છે કે નહી..બસ કામ પરથી ઘરે આવીને અળધી કલ્લાક કોમપ્યુટર પર ચેટીંગ ન કરે તો ચાલે નહી ..."

માલુ બધું બંધ કરીને આવી અને એણે સમીર ને કાહ્યું."બોલો શું કામ છે ?? જમવાનું પતી ગયું છેં હવે કાંઇ જ કામ નથી તો હુ ચેટીંગ કરુ એમાં તમને શું વાંધો છેં એ મને સમજાવી જ દ્યોં આજે...

સમીર કામ હુ પણ કરુ છું..તો આવીને તમને બે કલ્લાક TV જોવાનો હક્ક છે તો હું કેમ મારુ ગમતુ ન કરુ..આપણા લગ્ન ૧૯ વર્ષની ઉંમરે નથી થયાં તમારા સાથે બીજા પણ ઘણા લોકો છે મારી દુનિયામાં જેમની સાથે મારે વર્ષોથી રોજ વાત કરવાની આદત છે અને એ પણ તમે પ્રેમ થી કહેશો તો હું સમય બદલી નાખીશ પણ રૂબાબ મારા પર નહિ કરતા કારણ જેતુ તમે કમાવો છો એટલું હું પણ કમાઈ લઉં ચુ, અને સ્ત્રી પ્રેમ ને વશ થાય દાદાગીરી ને નહિ એટલુ સમજી લ્યોં.."

અને એ જઈને સુઈ ગઈ..

સમીર એની પાછળ રુમ માં ગયો..અને એને કહ્યું "મારે તને પ્રેમ કરવો છેં.."

માલુ એ કહ્યું" પ્રેમ। . અને માળું થોડું હસી , અને બોલી સમીર આને પ્રેમ ન કહેવાય આને સેક્સ કહેવાય અને જે મારે નથી કરવું સુઇ જાવ ..મારો મુડ નથી"

અને સમીર ને ખુબ ગુસ્સો આવી ગયોં..અને એણે કહ્યું..તુ શું સમજે છેં...તારી જેવી તો કેટલી ને ય ફરાવી લીધી...હુ પણ ૩૫ વર્ષે જ પરણ્યોં છુ એ યાદ રાખજે.."

અને એ રૂમ ની બહાર ચાલ્યો ગયો..

અને માલુ થી આ વાક્ય સહન નાં થયું..એ વિચારવા લાગી કે શું આવા વ્યક્તિ હારે પરણવું એટલે પરણવું કે જે મોઢા પર કહે છે કે તારા જેવી તો કેટલી ને એ ફરાવી લીધી આ તો મારું અને એ બધી સ્ત્રી ઓ નું અપમાન છે કે। શું મોટી ઉમરે લગ્ન ફક્ત શારીરિક વાસના સંતોષ્વા માટે જ હોય છે એ ઊભી થઈ અને જો અમીર ને રોજ કોઈ ને કોઈ મજબૂરી ની મારી મળી રહેતી હતી તો એને લગ્ન જ શું કામ કર્યા , એનું ઘર સંભાળવા કે પછી એની રસોઈ બનાવવા , કે પછી વગર પૈસે સેક્સ કરવા , ગમતા કે ન ગમતા ઘણા વિચારો માલુએ માળું નાં મગજ માં તોફાન મચાવી દીધું હતું , પણ હવે શું કરે ? માતા પિતા માટે ભાર રૂપ હતી એટલે તો એ પરણી હતી અને જો એ પાછી જાય તો શું થાશે ? પણ અહિયાં રહેશે તો એ રોજ બલાત્કાર નો ભોગ બનશે એટલે આખરે એ મક્કમ નિર્ણય કરીને તે પોતાની બેગ ભરી અને પિયર જવા નીકળી..

સમીર ત્યાં જ બેઠૉ હતો..એણે પૂછ્યું "ક્યાં જાય છેં.."

માલુ એ કહ્યું "પિયર, તારા વાક્ય બોલ્યા પછી પણ જો હુ તને અડવા દઊ ..તો હુ પોતાંને મોઢું શું બતાવીશ...ચલ હુ જાવ છું ,તુ ખુશ રહેજે ..જ્યાં તને મળી રહે છે ..એમની સાથે.."

અને માલુ પીયર આવી..એને ખબર હતી કે અહીયાં પણ હવે સવાલો ની વર્ષા થશે..

એ ઘરે આમ અડધી રાતનાં આવી એટલે તરત પપ્પા એ પૂછ્યું..કેમ આમ આટલી મોડી "

અને માલુ એ કડક અવાજે કહ્યું હુ સમીર ને છોડી ને ચાલી આવી છું..મને પૂછતા નહી કેમ??

મને સમીર સાથે નહી ફાવે..અને તમને હું અહિયાં રહું એ પણ ન ફાવતું હોય તો હુ મારું એક અલગ ઘર લઈ લઈશ..

જ્યાં સુધી પુરુષો નહી સુધરે ત્યાં સુધી મારી જેવી સ્ત્રી ઓ પાછી જ આવશે.કારણ આત્મહત્યા કરવાનો મને કોઈ શોખ નથી કારણ ભગવાને મને જિંદગી વેડફી નાખવા નથી આપી અને તમે જે ભણતર મને આપ્યું છે એનાથી હું આ દુનિયા સામે લડી શકું એટલી તાકાત તો ધરાવું જ છુ .પપ્પા દીકરી ને ભાર ન ગણો પ્રભુ નો આભાર ગણો ."

અને એ પોતાની રુમ માં ચાલી ગઈ..

અને પપ્પા એ ને વધારે કાંઇ જ ન પૂછી શક્યા,,

માલુ પોતાની રૂમ માં જઈને વિચારવા લાગી કે આ જ વર્તન જો ચાર મહિના પહેલા રાખ્યું હોત તો આ સમીર નામનો કાળો દાગ જિંદગી માં ન લાગત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED