Sacho Dikro Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sacho Dikro

નીતા કોટેચા

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

સાચ્ચો દીકરો

આમ ને આમ કેટલાં વર્ષો વીતી ગયાં..હવે તો સુશીલા બેન થાકી ગયા હતા કે હવે દીકરી ક્યારે લગ્ન કરશે..

બેંક માં મેનેજર હતી ૫ આંકડામાં પગાર મળતો હતો..ઘરમાં ફકત એ પોતે અને એમની દીકરી સુમી ..

આટલાં રુપીયા નુ કરવાનું શું ..એ પણ ક્યારેક એમને ખબર ન પડતી.

ન સુમી ને પાર્ટી માં જવાનો શોખ કે ન કોઇને પાર્ટી દેવાનો શોખ..બસ દર મહીને રુપીયા બેંક માં જમા થાય અને કાંઇ ઉપયોગ નહી.

.સુશીલા બહેન ના બે દીકરા અને એક દીકરી ..દીકરા ઓ પરણીને તરત અલગ થયાં અને પછી અમેરીકા સ્થાઈ થયાં ત્યારે સુમી હજી કોલેજ માં હતી..

પણ એણે મમ્મી નાં આંસુ જોયા હાતા એણે અને પપ્પા નું મ્રુત્યુ પણ તો દીકરા ઓ નાં જવાથી જ થયું હતું..

બાળકો ને ભણાવવામાં એમણે કોઇ કસર નહોતી મૂકી ..પોતે એલ.આઇ.સી એજન્ટ હતા..રહેવાનું

,ફોન નો ખર્ચો કે ફરવાનું વર્ષ માં એક વાર બધું જ એમને ફ્રી માં પડતુ એટલે બચત સારી થતી એટલે એમણે બાળકો ને ભણાવવા માં જ પોતાનાં રુપીયા ખતમ કર્યાં.

કે હમણાં હુ ખર્ચીસ તો આગળ પાછા ઉગવાનાં જ છે ને..પણ આ તો બંજર જમીન માં નાખેલા બી જેવુ થયુ હતુ કે જે બી નાં પૈસા પણ બગડ્યા અને ઊગ્યું પણ કંઇ નહી...

અને એમને આ વાત નો આઘાત બહુ જ લાગ્યો કે હવે એમનો અને સુશીલા બેન નો બુઢાપો કેમ નીકળશે..

સુમીનાં લગ્ન કેમ થાશે..અને એ જ આઘાત માં રાત નાં નીંદર માં જ તેઓ મ્રુત્યું પામ્યાં હતા..

અને એ જ સમયે સુમી એ નક્કી કરી લીધુ હતુ કે એ આખી જિંદગી એની મમ્મી ને સાચવશે..એણે પપ્પા નાં મ્રુત્યું નાં સમાચાર ભાઈ ઓ ને આપ્યા પણ ન હતા..અને છેલ્લા કેટલા એ વર્ષો થી એ અને એનાં મમ્મી એકલાં રહેતા હતા..

આજે સુશીલા બહેન એ નક્કી કર્યુ હતુ કે તે દીકરી ને વાત કરશે કે હવે તો પરણી જા..

ત્યાં ચાવી થી દરવાજો ખોલીને સુમી ઘરમાં આવી..એ એટલી પણ તકલીફ એની મમ્મી ને ન દેતી..

બંને જમવા બેઠા..એક ફક્ત સુમી ને સારુ જમવાનો શોખ હતો..એને રોજ સારુ ખાવાનું જોઇતુ હતુ..અને સુશીલા બહેન એ ઇચ્છા પુરી પણ કરતાં..રોજ એને ભાવતુ બનાવતા..

જમતા જમતા સુશીલા બહેને વાત શરુ કરી.."સુમી તારા ઓફીસ માં કોઇ કુવારો નથી કે જે તને પંસદ પડે ..તારા જેવી કમાઉ છોકરી ને પરણવાની કયો છોકરો ના પાડશેં.."

સુમી એ હસતા હસ્તા કહ્યું "મમ્મી આજે પાછો મને પરણાવાનો તને એટેક આવ્યોં..મુક ને એ વાત તને ખબર છે ને કે હુ નથી જ પરણવાની તો શુ કામ એ વાત ઘડી ઘડી ઉખેળે છે..મારી સાથે આ વાત સિવાય તુ કંઇ પણ વાત કર..તને કંઇ પણ કહીને મારે તારુ હ્ર્દય દુભવવુ નથી..આ જન્મ તો મે ફક્ત તારા માટે જ લખી નાંખ્યો છેં..પરણીશ આવતા જન્મ માં.."

"પણ સુમી હુ છુ ત્યાં સુધી ઠીક છે પછી શું કરીશ , એકલા કેમ જિંદગી વીતાવીશ..."સુશીલા બહેને ચર્ચા લંબાવી..

"મમ્મી આપણે શાંતી થી જમી લઈયે તો કેમ રહેશે.." સુમી એ પાછુ હસતા હસતા કહ્યું.

સુશીલા બહેન ચુપ થઈ ગયા..પણ એમને એ ચિંતા ખાઇ જતી હતી કે એમનાં મ્રુત્યુ પછી સુમી નું કોણ..

બીજા આઠ દિવસ નીકળી ગયાં ..આજે દસ વર્ષે અચાનક બંને દીકરા ઓ નાં ફોન આવ્યાં..સુશીલા બહેન બહુ રાજી થયાં..તે લોકો મળવા આવવા માંગતા હતા..પણ પપ્પાનાં મ્રુત્યુ નાં સમાચાર પણ બહેને આપ્યાં ન હતાં અને હવે તો એ ૫ આંકડામાં કમાતી હતી ..એટલે ભાઇઓ ને એમ થયું કે બહેન ને પુછી લે જે કે અમે આવીયે કે નહી..ભલે કહીને સુશીલા બહેને ફોન મુકી દીધો..

સાંજે સુમી ઘરે આવી..સુશીલા બહેને વાત કરી..સુમી નાં ચહેરા પર ક્રોધ ની રેખાઓ ફરી વળી..આ રેખાઓ સુશીલા બહેને પહેલી વાર જોઇ હતી..

પણ પાંચ મીનીટ માં એ શાંત પડી ગઈ અને એણે સુશીલા બહેન ને પુછ્યું "મમ્મી તારી શું ઇચ્છા છે..?

સુશીલા બેહેને કહ્યું "માફ કરી દે એને ..હુ પણ મરતા પહેલા એક વાર એ

લોકો ને અને એમનાં પરીવાર ને જોઇ લઉ.."

સુમી એ કહ્યુ"ઠીક છે મમ્મી કહી દે જે ભલે આવે.."

બીજા દિવસે દીકરાઓ નાં ફોન આવ્યાં સુશીલા બહેને બંને ને કહી દીધુ કે હા આવી જાવો..

અને પોતે તૈયારી માં લાગી ગયાં..મોટા ને ચકરી બહુ ભાવે એ બનાવી ..નાના ને મેથી નાં કડક મુઠીયા બહુ ભાવે એ બનાવ્યાં..

સુમી વિચારતી હતી કે પોતાનાં પતિ નું મ્રુત્યુ જેમનાં હિસાબે થયું હતુ એમને એક જ મિનિટ માં માફ કરી દે એને જ મા કહેવાતુ હશે..

દીકરાઓ નાં આવવાનો દિવસ આવી ગયોં..

બંને દીકરા સાથે આવ્યાં હતા..

એમનાં આખા પરીવાર સાથે, મોટા ભાઈ ને બે દીકરા હતા..અને નાના ભાઈ ને એક દીકરી ..બધા બાળકો મોટા થઈ ગયાં હતા..

સુમી બધા ને મળી ને પોતાનાં કામ પર નીકળી ગઈ..

સુશીલા બહેને કહ્યું પણ ખરી કે ભાઈઓ પંદર દિવસ જ છે રજા લઈ લે ને..

પણ સુમી એ ના પાડી..

ભાઇઓ એ જોયુ હતુ કે સુમી એ બાળકો સાથે બરોબર વાત કરી હતી પણ પોતા સાથે અને પોતાની પત્ની ઓ સાથે ખાલી કેમ છો કરીને ચુપ થઈ ગઈ હતી..

બે દિવસ આવે થયાં પછી ભાઇ ઓ એ વાત કાઢી ..

" મમ્મી , અમે બંને આર્થીક રીતે બહુ જ તકલીફ માં આવી ગયાં છે..અમને બંને ને ઘર ચલાવવા માં પણ તકલીફ થાય છે ..જો તમને વાંધો ન હોય તો અમે અમારા પરીવાર સાથે અહિંયા રહેવા આવી જઈયે..."

સુમી આટલુ સાંભળીને ત્યાંથી ઉભી થઈ ગઈ..અને પોતાની રુમ માં ચાલી ગઈ..

સુશીલા બહેન પણ સ્તબ્ધ થઈ ગયાં ..આવા વર્તન ની એમણે સુમી પાસેથી આશા નહોતી રાખી..

પણ દીકરા ઓ ને શાંત પાડ્યાં અને કહ્યું કે હુ વાત કરીશ...

અને ભાઇઓ રાજી થયા કારણકે એમને ખબર હતી કે મમ્મી ની વાત સુમી કદી પણ નહી ટાળે..

રાત નાં બાર વાગતા હતા.પણ સુશીલા બહેન નાં આંખ માં નીંદર ન હતી.

ત્યાં એમનો રુમ નો દરવાજો ખુલ્યોં..

અને સુમી અંદર આવી..સુશીલા બહેન ને બહુ જ અચરજ થયું..કે આ સમયે સુમી જાગે છે..

સુમી એમની પાસે આવી અને બેઠી ..એણે કહ્યું "મમ્મી મને માફ કરજે મે ત્યારે તારુ દિલ દુભવ્યુ હોય તો..પણ મમ્મી તુ મા છો એટલે તે એમને માફ કરી દીધા પણ હુ મારી મમ્મી નાં આંસુ ઓ ને પપ્પા નાં મ્રુત્યું ના કારણ ઉભુ કરવાવાળા ઓ ને માફ નહી કરી શકુ..પણ હા જો એમને તકલીફ આવી હોય તો આ લ્યો ચેકબુક એમને કહેજો કે આખી ચેકબુક માં સાઈન કરેલી છે તેઓ અહીયા જગ્યા લઈ લે અને રહે...પણ હુ એમની સાથે તો નહી જ રહી શકુ...અને તમને એમનાં ભરોસા પર પણ નહી મુકી શકુ...તારે જેટલી વાર એમને મળવા જવુ હોય તુ જજે..અને હા હુ આ જે મદદ કરુ છુ એ ફકત તારી ખુશી માટે અને એમનાં બાળકો માટે બાકી મારે એમની સાથે કંઇ જ સંબધ નથી.."

સુશીલા બહેન સુમી ને ગળે વળગી ને રડી પડ્યાં..અને કહ્યું કે મારો સાચ્ચો દીકરો તો તુ જ છો સુમી..પણ મા છુ ને તો એમને દુખી નથી જોઇ શકતી.."

સુમી એ હસીને મમ્મી સામે જોયું..અને એમનાં હાથ માં ચેકબુક પકડાવી દીધી..

સવારનાં ઉઠીને સુમી એ બાળકો ને કહી દીધુ કે આપણે ૮ દિવસ માટે સીમલા ફરવા જવાનું છે ...તૈયારી કરી લેજો..

ભાઈ અને ભાભી સામે જોયા વગર તે ઓફીસ જવા રવાના થઈ ગઈ...